13-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - રક્ષાબંધન નું પર્વ પ્રતિજ્ઞા નું પર્વ છે , જે સંગમયુગ થી જ શરુ થાય છે , હમણાં તમે પવિત્ર બનવાની અને બનાવવાની પ્રતિજ્ઞા કરો છો”

પ્રશ્ન :-
તમારા બધાં કાર્ય કયા આધાર પર સફળ થઈ શકે છે? નામ પ્રસિદ્ધ કેવી રીતે થશે?

ઉત્તર :-
જ્ઞાન-બળ ની સાથે યોગ નું પણ બળ હોય તો બધાં કાર્ય જાતે જ કરવા તૈયાર થઈ જાય. યોગ ખૂબ ગુપ્ત છે એનાથી તમે વિશ્વનાં માલિક બનો છો. યોગ માં રહીને સમજાવો તો સમાચાર-પત્ર વાળા જાતે જ તમારો સંદેશ છાપશે. સમાચાર પત્ર થી જ નામ પ્રસિદ્ધ થવાનું છે, આનાથી જ અનેક ને સંદેશ મળશે.

ઓમ શાંતિ!
આજે બાળકોને રક્ષાબંધન પર સમજાવે છે કારણ કે હવે નજીક છે. બાળકો રાખડી બાંધવા માટે જાય છે. હવે જે વસ્તુ થઈને જાય છે એનું પર્વ મનાવે છે. આ તો બાળકો ને ખબર છે. આજ થી પ હજાર વર્ષ પહેલાં પણ આ પ્રતિજ્ઞા-પત્ર લખાવ્યો હતો, જેને ખૂબ નામ આપ્યા છે. આ છે પવિત્રતા ની નિશાની. બધાને કહેવાનું હોય છે પવિત્ર બનવાની રાખડી બાંધો. આ પણ જાણો છો પવિત્ર દુનિયા સતયુગ ની શરુઆત માં હોય છે. આ પુરુષોત્તમ સંગમયુગ પર જ રાખડી પર્વ શરુ થાય છે, જે પછી મનાવાશે જ્યારે ભક્તિ શરુ થશે, આને કહેવાય છે અનાદિ પર્વ. તે પણ ક્યાર થી શરુ થાય છે? ભક્તિમાર્ગ થી, કારણ કે સતયુગ માં તો આ પર્વ વગેરે હોતા જ નથી. આ હોય છે અહીંયા. બધાં તહેવાર વગેરે સંગમ પર હોય છે, તે જ પછી ભક્તિ માર્ગ થી શરુ થાય છે. સતયુગ માં કોઈ તહેવાર હોતા નથી. તમે કહેશો દીપમાળા હશે? ના. તે પણ અહીં મનાવે છે ત્યાં ન હોવી જોઈએ. જે અહીં મનાવે છે તે ત્યાં નથી મનાવી શકતાં. આ બધાં કળિયુગ નાં પર્વ છે. રક્ષાબંધન મનાવે છે, હવે આ કેવી રીતે ખબર પડે કે આ રક્ષાબંધન કેમ મનાવાય છે? તમે બધાને રાખડી બાંધો છો, કહો છો પાવન બનો કારણ કે હમણાં પાવન દુનિયા સ્થાપન થઈ રહી છે. ત્રિમૂર્તિ નાં ચિત્ર માં પણ લખેલું છે-બ્રહ્મા દ્વારા સ્થાપના થાય છે પાવન દુનિયાની એટલે પવિત્ર બનવા માટે રક્ષાબંધન મનાવાય છે. હમણાં છે જ્ઞાન-માર્ગ નો સમય. આપ બાળકોને સમજાવાયું છે ભક્તિ ની કોઈ પણ વાત સંભળાવો તો એમને સમજાવવું જોઈએ અમે હમણાં જ્ઞાન-માર્ગ માં છીએ. જ્ઞાન-સાગર એક જ ભગવાન છે, જે આખી દુનિયાને વાઈસલેસ બનાવે છે. ભારત વાઈસલેસ હતું તો આખી દુનિયા વાઈસલેસ હતી. ભારત ને વાઈસલેસ બનાવવાથી આખી દુનિયા વાઈસલેસ થઈ જાય છે. ભારત ને વર્લ્ડ નહીં કહેવાશે. ભારત તો એક ખંડ છે વર્લ્ડ માં. બાળકો જાણે છે નવી દુનિયામાં ફક્ત એક ભારત ખંડ હોય છે. ભારત ખંડ માં જરુર મનુષ્ય પણ રહેતા હશે. ભારત સચખંડ હતો, સૃષ્ટિ નાં આદિ માં દેવતા ધર્મ જ હતો, એને જ કહેવાય છે નિર્વિકારી પવિત્ર ધર્મ, જેને ૫ હજાર વર્ષ થયાં. હવે આ જૂની દુનિયા બાકી થોડા દિવસ છે. કેટલાં દિવસ વાઈસલેસ બનવામાં લાગે છે? સમય તો લાગે છે. અહીં પણ પવિત્ર બનવાનો પુરુષાર્થ કરે છે. સૌથી મોટો ઉત્સવ તો આ છે. પ્રતિજ્ઞા કરવી જોઈએ-બાબા, અમે પવિત્ર તો જરુર બનીશું. આ ઉત્સવ સૌથી મોટો સમજવો જોઈએ. બધાં પોકારે પણ છે હે પરમપિતા પરમાત્મા, આ કહેવા છતાં પણ પરમપિતા બુદ્ધિમાં નથી આવતાં. તમે જાણો છો પરમપિતા પરમાત્મા આવે છે જીવ આત્માઓને જ્ઞાન આપવાં. આત્મા પરમાત્મા અલગ રહે… આ મેળો આ સંગમયુગ પર જ થાય છે. કુંભ નો મેળો પણ આને કહેવાય છે, જે દર ૫ હજાર વર્ષ પછી એક જ વાર થાય છે. તે પાણી માં સ્નાન કરવાનો મેળો તો અનેકવાર મનાવતા આવ્યા છીએ, તે છે ભક્તિમાર્ગ. પછી છે જ્ઞાન-માર્ગ. સંગમ ને પણ કુંભ કહેવાય છે. હકીકત માં ત્રણ નદીઓ નથી, ગુપ્ત નદી પાણી ની કેવી રીતે હોઈ શકે છે? બાપ કહે છે તમારી આ ગીતા ગુપ્ત છે. તો આ સમજાવાય છે તમે યોગબળ થી વિશ્વની બાદશાહી લો છો, આવાં નાચ-તમાશા વગેરે કંઈ પણ નથી. તે ભક્તિમાર્ગ પૂરો અડધોકલ્પ ચાલે છે અને આ જ્ઞાન ચાલે છે એક લાઈફ (જન્મ). પછી બે યુગ છે જ્ઞાન ની પ્રાલબ્ધ, જ્ઞાન નથી ચાલતું. ભક્તિ તો દ્વાપર-કળિયુગ થી જ ચાલી આવી છે. જ્ઞાન ફક્ત એક જ વાર મળે છે પછી એની પ્રાલબ્ધ ૨૧ જન્મ ચાલે છે. હમણાં તમારી આંખો ખુલ્લી છે. પહેલાં તમે અજ્ઞાન-નિદ્રા માં હતાં. હવે રક્ષાબંધન પર બ્રાહ્મણ લોકો રાખડી બાંધે છે. તમે પણ બ્રાહ્મણ છો. તે છે કુખ વંશાવલી, તમે છો મુખ વંશાવલી. ભક્તિમાર્ગ માં કેટલી અંધશ્રદ્ધા છે? દુબન માં ફસાયેલા છે. દુબન (દલદલ) માં પગ ફસાઈ પડે છે ને? તો ભક્તિ ની દુબન માં મનુષ્ય ફસાઈ જાય છે અને એકદમ ગળા સુધી આવી જાય છે, ત્યારે બાપ પછી આવે છે બચાવવાં. જ્યારે બાકી ચોટલી રહે છે, પકડવા માટે તો જોઈએ ને? બાળકો ખૂબ મહેનત કરે છે સમજાવવાની. કરોડો મનુષ્ય છે, એક-એક ની પાસે જવામાં મહેનત લાગે છે. તમારી બદનામી સમાચાર-પત્રો દ્વારા થઈ છે કે આ ભગાવે છે, ઘરબાર છોડાવે છે, બહેન-ભાઈ બનાવે છે. શરુ ની વાત એટલી ફેલાઈ ગઈ. સમાચાર-પત્રો માં ધૂમ મચી ગઈ. હવે એક-એક ને તો સમજાવી નથી શકતાં. પછી તમને સમાચાર-પત્રો જ કામ માં આવશે. સમાચાર-પત્રો દ્વારા જ તમારું નામ પ્રસિદ્ધ થશે. હવે વિચાર કરવાનો છે-શું કરીએ, જે સમજે? રક્ષાબંધન નો અર્થ શું છે? જ્યારે બાપ આવે છે પાવન બનાવવાં, ત્યારે બાપે બાળકો પાસે થી પવિત્રતા ની પ્રતિજ્ઞા લીધી છે. પતિતો ને પાવન બનાવવા વાળાએ રાખડી બાંધી છે.

શ્રીકૃષ્ણનો જન્મ મનાવે છે પછી જરુર ગાદી પર બેઠાં હશે. કોરોનેશન (રાજ્યાભિષેક) ક્યારેય દેખાડતા નથી. સતયુગ ની શરુઆત માં લક્ષ્મી-નારાયણ હતાં. એમનું કોરોનેશન થયું હશે. પ્રિન્સ નો જન્મ મનાવે છે પછી કોરોનેશન ક્યાં? દિવાળી પર કોરોનેશન થાય છે, ખૂબ ભપકો હોય છે, તે છે સતયુગ નો. સંગમની જે વાત છે તે ત્યાં હોતી નથી. ઘર-ઘર માં રોશની અહીં થવાની છે. ત્યાં દીપમાળા વગેરે નથી મનાવતાં. ત્યાં તો આત્માઓની જ્યોતિ જાગેલી છે. ત્યાં પછી કોરોનેશન મનાવાય છે, નહીં કે દીપમાળા. જ્યાં સુધી આત્માઓની જ્યોત નથી જાગી તો પાછા જઈ નથી શકતાં. તો હવે આ તો બધાં પતિત છે, એમને પાવન બનાવવા માટે વિચાર કરવાનો છે. બાળકો વિચારીને જાય છે મોટા-મોટા વ્યક્તિઓની પાસે. બાળકોની બદનામી થઈ સમાચાર-પત્રો દ્વારા, પછી નામ પણ આનાં દ્વારા થશે. થોડા પૈસા આપો તો સારું લખશે. હવે તમે પૈસા ક્યાં સુધી આપશો? પૈસા આપવા પણ રિશ્વત (લાંચ) છે. ગેરકાયદેસર થઈ જાય છે. આજકાલ રિશ્વત વગર તો કામ જ નથી થતું. તમે પણ રિશ્વત આપો, તે લોકો પણ રિશ્વત આપે તો બંને એક જ થઈ જાય. તમારી વાત છે યોગબળ ની. યોગબળ એટલું જોઈએ જે તમે કોઈ ની પાસે પણ કામ કરાવી શકો. ભૂં-ભૂં કરતા રહેવાનું છે. જ્ઞાન નું બળ તો તમારામાં પણ છે. આ ચિત્રો વગેરે માં જ્ઞાન છે, યોગ ગુપ્ત છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે, બેહદનો વારસો લેવા માટે. તે છે જ ગુપ્ત, જેનાથી તમે વિશ્વનાં માલિક બનો છો, ક્યાંય પણ બેસી તમે યાદ કરી શકો છો. ફક્ત અહીં બેસીને યોગ નથી સાધવાનો (કરવાનો). જ્ઞાન અને યાદ બંને સહજ છે. ફક્ત ૭ દિવસ નો કોર્સ લીધો, બસ. વધારે જરુર નથી. પછી તમે જઈને બીજાઓને આપ-સમાન બનાવો. બાપ જ્ઞાન નાં, શાંતિ નાં સાગર છે. આ બે વાત છે મુખ્ય. આનાથી તમે શાંતિ નો વારસો લઈ રહ્યા છો. આ પણ ખૂબ સૂક્ષ્મ છે.

આપ બાળકો ભલે બહાર ચક્કર લગાવો, બાપ ને યાદ કરો. પવિત્ર બનવાનું છે, દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. કોઈ પણ અવગુણ ન હોવા જોઈએ. કામ નો પણ ભારી અવગુણ છે. બાપ કહે છે હવે તમે પતિત નહીં બનો. ભલે સ્ત્રી સામે હોય, તમે પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. જોતા પણ નહીં જુઓ. આપણે તો પોતાનાં બાપ ને યાદ કરીએ છીએ, એ જ્ઞાન નાં સાગર છે. તમને આપ-સમાન બનાવે છે તો તમે પણ જ્ઞાન સાગર બનો છો. આમાં મૂંઝાવું ન જોઈએ. એ છે પરમ આત્મા. પરમધામ માં રહે છે એટલે પરમ કહેવાય છે. તે તો તમે પણ રહો છો. હવે નંબરવાર પુરુષાર્થ અનુસાર તમે જ્ઞાન લઈ રહ્યા છો. પાસ વિથ્ ઓનર જે હોય છે એમને કહેવાશે પૂરાં જ્ઞાન-સાગર બન્યા છે. બાપ પણ જ્ઞાન-સાગર, તમે પણ જ્ઞાન નાં સાગર. આત્મા કોઈ નાનો-મોટો નથી હોતો. પરમપિતા પણ કોઈ મોટા નથી હોતાં. આ જે કહે છે હજારો સૂર્ય થી તેજોમય-આ બધાં છે ગપોડા (ગપ્પા). બુદ્ધિ માં જે રુપ થી યાદ કરે છે તે સાક્ષાત્કાર થઈ જાય છે. આમાં સમજ જોઈએ. આત્મા નો સાક્ષાત્કાર અથવા પરમાત્મા નો સાક્ષાત્કાર, વાત એક જ થશે. બાપે રિયલાઈઝ કરાવ્યું છે-હું જ પતિત-પાવન, જ્ઞાન નો સાગર છું. સમય પર આવીને બધાની સદ્દગતિ કરું છું. સૌથી વધારે ભક્તિ તમે કરી છે પછી બાપ તમને જ ભણાવે છે. રક્ષાબંધન પછી કૃષ્ણ જન્માષ્ટમી થાય છે. પછી છે દશેરા. હકીકત માં દશેરા ની પહેલાં તો શ્રીકૃષ્ણ આવી ન શકે. દશેરા પહેલાં હોવો જોઈએ પછી કૃષ્ણ આવવાં જોઈએ. આ હિસાબ પણ તમે કાઢશો. પહેલાં તો તમે કંઈ પણ નહોતા સમજતાં. હવે બાપ કેટલાં સમજદાર બનાવે છે. ટીચર સમજદાર બનાવે છે ને? હમણાં તમે જાણો છો કે ભગવાન બિંદુ સ્વરુપ છે. ઝાડ કેટલું મોટું છે. આત્માઓ ઉપર બિંદુ રુપ માં રહે છે. મીઠાં-મીઠાં બાળકોને સમજાવાય છે, હકીકત માં એક સેકન્ડ માં સમજદાર બનવું જોઈએ. પરંતુ પથ્થરબુદ્ધિ એવી છે જે સમજતા જ નથી. નહીં તો છે એક સેકન્ડની વાત. હદ નાં બાપ તો જન્મ બાય જન્મ નવાં મળે છે. આ બેહદનાં બાપ તો એક જ વાર આવીને ૨૧ જન્મો નો વારસો આપે છે. હમણાં તમે બેહદ નાં બાપ પાસે થી બેહદનો વારસો લઈ રહ્યા છો. આયુષ્ય પણ લાંબુ થઈ જાય છે. એવું પણ નથી ૨૧ જન્મ કોઈ એક બાપ રહેશે. ના, તમારું આયુષ્ય લાંબુ થઈ જાય છે. તમે ક્યારેય દુઃખ નથી જોતાં. અંત માં તમારી બુદ્ધિમાં આ જ્ઞાન જઈને રહેશે. બાપ ને યાદ કરવાના અને વારસો લેવાનો છે. બસ, બાળક નો જન્મ થયો અને વારસદાર બન્યું. બાપ ને જાણ્યા તો બસ, બાપ અને વારસા ને યાદ કરો, પવિત્ર બનો. દૈવી ગુણ ધારણ કરો. બાપ અને વારસો કેટલું સહજ છે. મુખ્ય ઉદ્દેશ પણ સામે છે.

હવે બાળકોએ વિચાર કરવાનો છે-અમે સમાચાર-પત્ર દ્વારા કેવી રીતે સમજાવીએ? ત્રિમૂર્તિ પણ આપવું પડે કારણ કે સમજાવાય છે બ્રહ્મા દ્વારા સ્થાપના. બ્રાહ્મણો ને પાવન બનાવવા બાપ આવ્યા છે એટલે રાખડી બંધાવે છે. પતિત-પાવન ભારત ને પાવન બનાવી રહ્યા છે, દરેકે પાવન બનવાનું છે કારણ કે હવે પાવન દુનિયા સ્થાપન થાય છે. હવે તમારા ૮૪ જન્મ પૂરાં થયાં. જેમણે અનેક જન્મ લીધાં હશે તે સારી રીતે સમજતા રહેશે. અંત માં આવવા વાળા ને એટલી ખુશી નહીં થશે કારણ કે ભક્તિ ઓછી કરી છે. ભક્તિ નું ફળ આપવા બાપ આવે છે. ભક્તિ કોણે વધારે કરી છે એ પણ તમે હમણાં જાણો છો. પહેલાં નંબર માં તમે જ આવ્યા છો, તમે જ અવ્યભિચારી ભક્તિ કરી છે. તમે પણ પોતાને પૂછો અમે વધારે ભક્તિ કરી છે કે આમણે? સૌથી તીખી (સારી) જે સર્વિસ કરે છે જરુર એમણે વધારે ભક્તિ કરી છે. બાબા નામ તો લખે છે-કુમારકા છે, જનક છે, મનોહર છે, ગુલઝાર છે. નંબરવાર તો હોય છે. અહીં નંબરવાર બેસાડી નથી શકતાં. તો વિચાર કરવાનો છે - રક્ષાબંધન નું સમાચાર-પત્ર માં કેવી રીતે નાખીએ? તે તો ઠીક છે, મિનિસ્ટર વગેરે ની પાસે જાય છે, રાખડી બાંધે છે પરંતુ પવિત્ર તો બનતા નથી. તમે કહો છો પવિત્ર બનો તો પવિત્ર દુનિયા સ્થાપન થઈ જાય. ૬૩ જન્મ વિકારી બન્યા, હવે બાપ કહે છે અંતિમ જન્મ પવિત્ર બનો. ખુદા ને યાદ કરો તો તમારા માથા પર જે પાપ છે તે ઉતરી જાય. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પાસ વિથ્ ઓનર થવા માટે બાપ સમાન જ્ઞાન-સાગર બનવાનું છે. કોઈ પણ અવગુણ છે તો એની તપાસ કરી કાઢી નાખવાના છે. શરીર ને જોતા ન જોઈ, આત્મા નિશ્ચય કરી આત્મા સાથે વાત કરવાની છે.

2. યોગબળ એટલું જમા કરવાનું છે જે પોતાનાં દરેક કામ સહજ થઈ જાય. સમાચાર-પત્ર દ્વારા દરેક ને પાવન બનવાનો સંદેશ આપવાનો છે. આપ સમાન બનાવવાની સેવા કરવાની છે.

વરદાન :-
દેહ - ભાન ને દેહી - અભિમાની સ્થિતિ માં પરિવર્તન કરવા વાળા બેહદ નાં વૈરાગી ભવ

ચાલતાં-ચાલતાં જો વૈરાગ ખંડિત થાય છે તો એનું મુખ્ય કારણ છે - દેહ-ભાન. જ્યાં સુધી દેહ-ભાન નો વૈરાગ નથી ત્યાં સુધી કોઈ પણ વાત નો વૈરાગ સદાકાળ નથી રહી શકતો. સંબંધ થી વૈરાગ - આ કોઈ મોટી વાત નથી, તે તો દુનિયામાં પણ ઘણાઓને વૈરાગ આવી જાય છે પરંતુ અહીં દેહ-ભાન નાં જે ભિન્ન-ભિન્ન રુપ છે, એને જાણી ને, દેહ-ભાન ને દેહી-અભિમાની સ્થિતિ માં પરિવર્તન કરી દેવું - આ વિધિ છે દેહ નાં વૈરાગી બનવાની.

સ્લોગન :-
સંકલ્પ રુપી કદમ મજબૂત છે તો કાળા વાદળ જેવી વાતો પણ પરિવર્તન થઈ જશે.