13-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  03.02.2006    બાપદાદા મધુબન


“ પરમાત્મ - પ્રેમ માં સંપૂર્ણ પવિત્રતા ની એવી સ્થિતિ બનાવો જેમાં વ્યર્થ નું નામ - નિશાન ન હોય”
 


આજે બાપદાદા ચારેય તરફ નાં પોતાનાં પ્રભુ-પ્રેમી બાળકો ને જોઈ રહ્યાં છે. આખા વિશ્વનાં વિણેલા કોટો માંથી કોઈ આ પરમાત્મ-પ્રેમ નાં અધિકારી બને છે. પરમાત્મ-પ્રેમે જ આપ બાળકો ને અહીં લાવ્યાં છે. આ પરમાત્મ-પ્રેમ આખા કલ્પ માં આ સમયે જ અનુભવ કરો છો. બીજા બધા સમયે આત્માઓ નો પ્રેમ, મહાન આત્માઓ નો, ધર્માત્માઓ નો પ્રેમ અનુભવ કર્યો પરંતુ હવે પરમાત્મ-પ્રેમ નાં પાત્ર બની ગયાં. કોઈ તમને પૂછે પરમાત્મા ક્યાં છે? તો શું કહેશો? પરમાત્મા-બાપ તો અમારી સાથે જ છે. અમે એમની સાથે રહીએ છીએ. પરમાત્મા પણ અમારા વગર રહી નથી શકતા અને અમે પણ પરમાત્મા વગર રહી નથી શકતાં. આટલો પ્રેમ અનુભવ કરી રહ્યા છો! ફલક થી કહેશો એ અમારા દિલ માં રહે અને અમે એમનાં દિલ માં રહીએ. એવાં અનુભવી છો ને? છો અનુભવી? દિલ માં શું આવે છે? જો અમે નહીં અનુભવી હોઈશું તો કોણ હશે? બાપ પણ એવાં પ્રેમ નાં અધિકારી બાળકો ને જોઈ હર્ષિત થાય છે.

પરમાત્મ-પ્રેમ ની નિશાની - જેની સાથે પ્રેમ હોય છે એમની પાછળ બધું કુરબાન કરવા માટે સહજ તૈયાર થઈ જાય છે. તો તમે બધા પણ જે બાપ ઈચ્છે છે કે દરેક બાળક બાપ સમાન બની જાય, દરેક નાં ચહેરા થી બાપ પ્રત્યક્ષ દેખાય, એવાં બન્યાં છો ને? બાપદાદા ની દિલ પસંદ સ્થિતિ જાણો છો ને? બાપ ની દિલ પસંદ સ્થિતિ છે જ સંપૂર્ણ પવિત્રતા. આ બ્રાહ્મણ જન્મ નું ફાઉન્ડેશન પણ સંપૂર્ણ પવિત્રતા છે. સંપૂર્ણ પવિત્રતા ની ગુહ્યતા ને જાણો છો? સંકલ્પ અને સ્વપ્ન માં પણ રિંચક માત્ર અપવિત્રતા નું નામ-નિશાન ન હોય. બાપદાદા આજકાલ નાં સમય ની સમીપતા પ્રમાણે વારંવાર અટેન્શન ખેચાવતા રહે છે કે સંપૂર્ણ પવિત્રતા નાં હિસાબ થી વ્યર્થ સંકલ્પ, આ પણ સંપૂર્ણતા નથી. તો ચેક કરો વ્યર્થ સંકલ્પ ચાલે છે? કોઈ પણ પ્રકાર નાં વ્યર્થ સંકલ્પ સંપૂર્ણતા થી દૂર તો નથી કરતાં? જેટલાં-જેટલાં પુરુષાર્થ માં આગળ વધતા જાઓ છો, એટલાં રોયલ રુપ નાં વ્યર્થ સંકલ્પ, વ્યર્થ સમય તો સમાપ્ત નથી કરી રહ્યાં? રોયલ રુપ માં અભિમાન અને અપમાન વ્યર્થ સંકલ્પ નાં રુપ માં વાર (હુમલો) તો નથી કરતાં? જો અભિમાન રુપ માં કોઈ પણ પરમાત્મ-દેન ને પોતાની વિશેષતા સમજો છો તો એ વિશેષતા નું પણ અભિમાન નીચે લઈ આવે છે. વિઘ્ન રુપ બની જાય છે અને અભિમાન પણ સુક્ષ્મ રુપ માં આ જ આવે, જે જાણો પણ છો - મારાપણું આવ્યું, મારું નામ, માન, શાન થવું જોઈએ, આ મારાપણું અભિમાન નું રુપ લઈ લે છે. આ વ્યર્થ સંકલ્પ પણ સંપૂર્ણતા થી દૂર કરી દે છે કારણકે બાપદાદા આ જ ઈચ્છે છે - સ્વમાન, ન અભિમાન, ન અપમાન. આ જ કારણ બને છે વ્યર્થ સંકલ્પ આવવાનું.

બાપદાદા દરેક બાળક ને ડબલ માલિકપણા નાં નિશ્ચય અને નશા માં જોવા ઈચ્છે છે. ડબલ માલિકપણું શું છે? એક તો બાપ નાં ખજાના નાં માલિક અને બીજા સ્વરાજ્ય નાં માલિક. બંને જ માલિકપણું કારણકે બધા બાળક પણ છો અને માલિક પણ છો. પરંતુ બાપદાદાએ જોયું બાળક તો બધા છે જ કારણકે બધા કહો છો મારા બાબા. તો મારા બાબા અર્થાત્ બાળક છો જ. પરંતુ બાળક ની સાથે બંને પ્રકાર નાં માલિક. તો માલિકપણા માં નંબરવાર થઈ જાય છે. હું બાળક સો માલિક પણ છું. વારસા નો ખજાનો પ્રાપ્ત છે એટલે બાળકપણા નો નિશ્ચય અને નશો રહે છે પરંતુ માલિકપણા નો પ્રેક્ટિકલ નિશ્ચય નો નશો, એમાં નંબરવાર થઈ જાય છે. સ્વરાજ્ય અધિકારી માલિક, આમાં વિશેષ વિઘ્ન નાખે છે મન. મન નાં માલિક બની ક્યારેય પણ મન નાં પરવશ ન થાઓ. કહે છે સ્વરાજ્ય અધિકારી છીએ, તો સ્વરાજ્ય અધિકારી અર્થાત્ રાજા છો, જેવી રીતે બ્રહ્મા બાપે દરરોજ ચેકિંગ કરી મન નાં માલિક બની વિશ્વ નાં માલિક નો અધિકાર પ્રાપ્ત કરી લીધો. એવી રીતે આ મન-બુદ્ધિ રાજા નાં હિસાબ થી તો મંત્રી છે, આ વ્યર્થ સંકલ્પ પણ મન માં ઉત્પન્ન થાય છે, તો મન વ્યર્થ સંકલ્પ ને વશ કરી દે છે. જો ઓર્ડર થી નથી ચલાવતાં તો મન ચંચળ બનવાનાં કારણે પરવશ કરી લે છે. તો ચેક કરો. આમ પણ મન ને ઘોડો કહે છે, કારણકે ચંચળ છે ને? અને તમારી પાસે શ્રીમત ની લગામ છે. જો શ્રીમત ની લગામ થોડી પણ ઢીલી થાય છે તો મન ચંચળ બની જાય છે. કેમ લગામ ઢીલી થાય છે? કારણકે ક્યાંય ને ક્યાંય સાઇડસીન જોવા માં લાગી જાઓ છો. અને લગામ ઢીલી થાય છે તો મન ને ચાન્સ મળે છે. તો હું બાળક સો માલિક છું, આ સ્મૃતિ માં સદા રહો. ચેક કરો ખજાના નાં પણ માલિક, સ્વરાજ્ય નાં પણ માલિક, ડબલ માલિક છું? જો માલિકપણું ઓછું છે તો કમજોર સંસ્કાર ઈમર્જ થઈ જાય છે. અને સંસ્કાર ને શું કહો છો? મારા સંસ્કાર આવાં છે, મારી નેચર એવી છે, પરંતુ શું આ મારું છે? કહેવામાં તો એમ જ કહો છો, મારા સંસ્કાર. આ મારા છે? મારા સંસ્કાર કહેવું સાચ્ચું છે? સાચ્ચું છે? મારા છે કે રાવણ ની મિલકત છે? કમજોર સંસ્કાર રાવણ ની મિલકત છે, તેને મારા કેવી રીતે કહી શકો છો? મારા સંસ્કાર કયા છે? જે બાપ નાં સંસ્કાર તે મારા સંસ્કાર. તો બાપ નાં સંસ્કાર કયા છે? વિશ્વ-કલ્યાણ. શુભ ભાવના, શુભ કામના. તો કોઈ પણ કમજોર સંસ્કાર ને મારા સંસ્કાર કહેવા જ ખોટું છે. અને મારા સંસ્કાર જો સમજો દિલ (મન-બુદ્ધિ) માં બેસાડ્યાં છે, અશુદ્ધ વસ્તુ દિલ માં બેસાડી દીધી છે. મારી વસ્તુ સાથે તો પ્રેમ હોય છે ને? તો મારા સમજવાથી પોતાનાં દિલ માં જગ્યા આપી દીધી છે એટલે ઘણીવાર બાળકો ને ખૂબ યુદ્ધ કરવું પડે છે કારણકે અશુભ અને શુભ બંને ને દિલ માં બેસાડી દીધાં છે તો બંને શું કરશે? યુદ્ધ તો કરશે! જ્યારે આ સંકલ્પ માં આવે છે, વાણી માં પણ આવે છે - મારા સંસ્કાર. તો ચેક કરો આ અશુદ્ધ સંસ્કાર મારા સંસ્કાર નથી. તો સંસ્કાર પરિવર્તન કરવા પડે.

બાપદાદા દરેક બાળક ને પદમ-પદમગુણા ભાગ્યવાન ચલન અને ચહેરા માં જોવા ઈચ્છે છે. ઘણાં બાળકો કહે છે ભાગ્યવાન તો બન્યાં છીએ પરંતુ ચાલતાં-ફરતાં ભાગ્ય ઈમર્જ થાય, તે મર્જ થઈ જાય છે અને બાપદાદા દરેક સમયે, દરેક બાળક નાં મસ્તક માં ભાગ્ય નો સિતારો ચમકતો જોવા ઈચ્છે છે. કોઈપણ તમને જુએ તો ચહેરા થી, ચલન થી ભાગ્યવાન દેખાય ત્યારે આપ બાળકો દ્વારા બાપ ની પ્રત્યક્ષતા થશે કારણકે વર્તમાન સમયે મેજોરિટી અનુભવ કરવા ઈચ્છે છે, જેવી રીતે આજકાલ નું સાયન્સ પ્રત્યક્ષ રુપ માં દેખાડે છે ને? અનુભવ કરાવે છે ને? ગરમી નો પણ અનુભવ કરાવે છે, ઠંડી નો પણ અનુભવ કરાવે છે તો સાઈલેન્સ ની શક્તિ થી પણ અનુભવ કરવા ઈચ્છે છે. જેટલાં-જેટલાં સ્વયં અનુભવ માં રહેશો તો બીજાઓ ને પણ અનુભવ કરાવી શકશો. બાપદાદાએ ઈશારો આપ્યો જ છે કે હવે કંબાઈન્ડ સેવા કરો. ફક્ત અવાજ થી નહીં, પરંતુ અવાજ ની સાથે અનુભવી મૂર્ત બની અનુભવ કરાવવાની પણ સેવા કરો. કોઈ ન કોઈ શાંતિ નો અનુભવ, ખુશી નો અનુભવ, આત્મિક-પ્રેમ નો અનુભવ… અનુભવ એવી વસ્તુ છે જે એકવાર પણ અનુભવ થયો તો છોડી નથી શકતાં. સાંભળેલી વસ્તુ (વાતો) ભૂલી શકાય છે પરંતુ અનુભવ ની વસ્તુ ભૂલાતી નથી. તે અનુભવ કરાવવા વાળા ને સમીપ લાવે છે.

બધા પૂછે છે કે હવે આગળ માટે શું નવીનતા કરીએ? તો બાપદાદાએ જોયું સર્વિસ તો બધા ઉમંગ-ઉત્સાહ થી કરી રહ્યાં છો, દરેક વર્ગ પણ કરી રહ્યાં છે. આજે પણ ઘણાં વર્ગ એકત્રિત થયા છે ને? મેગા પ્રોગ્રામ પણ કરી લીધાં, સંદેશ તો આપી દીધો, તમારા ઠપકા કાઢી દીધાં, આની મુબારક છે. પરંતુ હજી સુધી આ આવાજ નથી ફેલાયો કે આ પરમાત્મ-જ્ઞાન છે. બ્રહ્માકુમારીઓ કાર્ય સારું કરી રહી છે, બ્રહ્માકુમારીઓ નું જ્ઞાન ખૂબ સારું છે પરંતુ આ જ પરમાત્મ-જ્ઞાન છે, પરમાત્મ-કાર્ય ચાલી રહ્યું છે આ આવાજ ફેલાય. મેડીટેશન કોર્સ પણ કરાવો છો, આત્મા નો પરમાત્મા સાથે સંબંધ પણ જોડો છો પરંતુ હવે પરમાત્મ-કાર્ય સ્વયં પરમાત્મા કરાવી રહ્યાં છે, આ ખૂબ ઓછો અનુભવ કરે છે. આત્મા અને ધારણાઓ પ્રત્યક્ષ થઈ રહ્યાં છે, સારું કાર્ય કરે છે, સારું બોલે છે, સારું શીખવાડે છે, અહીં સુધી ઠીક છે. નોલેજ સારી છે એમ પણ કહે છે પરંતુ પરમાત્મ-નોલેજ છે… આ અવાજ બાપ ની નજીક લાવશે અને જેટલાં બાપ ની નજીક આવશે એટલાં અનુભવ સ્વતઃ કરતા રહેશે. તો એવાં પ્લાન બનાવો અને ભાષણો માં એવું કાંઈક જૌહર (બળ) ભરો, જેમાં પરમાત્મા ની નજીક આવી જાય. દિવ્યગુણો ની ધારણા આમાં અટેન્શન ગયું છે, આત્મા નું જ્ઞાન આપે છે, પરમાત્મ નું જ્ઞાન આપે છે, એમ કહે છે પરંતુ પરમાત્મા આવી ચૂક્યાં છે, પરમાત્મ-કાર્ય સ્વયં પરમાત્મા ચલાવી રહ્યાં છે, આ પ્રત્યક્ષતા ચુંબક ની જેમ સમીપ લાવશે. તમે લોકો પણ સમીપ ત્યારે આવ્યાં જ્યારે સમજ્યું બાપ મળ્યાં છે, બાપ ને મળવાનું છે. સ્નેહી મેજોરિટી બને છે, તે શું સમજીને? કાર્ય ખૂબ સારું છે. જે કાર્ય બ્રહ્માકુમારીઓ કરી રહી છે, તે કાર્ય કોઈ કરી ન શકે, પરિવર્તન કરાવે છે. પરંતુ પરમાત્મા બોલી રહ્યાં છે, પરમાત્મા પાસે થી વારસો લેવાનો છે, એટલાં નજીક નથી આવતા કારણકે હવે જે પહેલાં સમજતા નહોતાં કે બ્રહ્માકુમારીઓ શું કરે છે, શું એમની નોલેજ છે, તે સમજવા લાગ્યાં છે. પરંતુ પરમાત્મ-પ્રત્યક્ષતા, જો સમજી જાય કે પરમાત્મા નું જ્ઞાન છે તો રોકાઈ (ખમી) શકે છે શું? જેવી રીતે તમે ભાગીને આવી ગયા છો ને, એવી રીતે ભાગશે. તો હવે એવાં પ્લાન બનાવો, એવું ભાષણ તૈયાર કરો, એવાં પરમાત્મ-અનુભૂતિ નાં પ્રેક્ટિકલ સબૂત (પૂરાવો) બનો ત્યારે બાપ ની પ્રત્યક્ષતા પ્રેક્ટિકલ માં દેખાશે. હમણાં ‘સારું છે’ - અહીં સુધી પહોંચ્યાં છે, ‘સારું બનવાનું છે’, તે લહેર પરમાત્મ-પ્રેમ ની અનુભૂતિ થી થશે. તો અનુભવી મૂર્ત બની અનુભવ કરવો. હવે ડબલ માલિકપણા ની સ્મૃતિ થી સમર્થ બની સમર્થ બનાવો. અચ્છા.

સેવા નો વારો પંજાબ ઝોન નો છે:- હાથ હલાવો. સારું છે જે પણ ઝોન ને વારો મળે છે તે ખુલા દિલ થી આવી જાય છે. (પંજાબ ઝોન થી ૪૦૦૦ આવ્યાં છે) બાપદાદા ને પણ ખુશી થાય છે કે દરેક ઝોન સેવા નો ચાન્સ સારો લઈ લે છે. પંજાબ ને બધા સામાન્ય રીતે સિંહ કહે છે, પંજાબ સિંહ અને બાપદાદા કહે છે સિંહ અર્થાત્ વિજયી. તો સદા પંજાબ વાળાઓ એ પોતાનાં મસ્તક ની વચ્ચે વિજય નું તિલક અનુભવ કરવાનું છે. વિજય નું તિલક મળેલું છે. આ સદા સ્મૃતિ રહે અમે જ કલ્પ-કલ્પ નાં વિજયી છીએ, હતાં અને કલ્પ-કલ્પ બનીશું. સારું છે. પંજાબ પણ વારિસ ક્વોલિટી ને બાપ ની આગળ લાવવાનો પ્રોગ્રામ બનાવી રહ્યું છે ને? હજી બાપદાદા ની આગળ વારિસ ક્વોલિટી લાવી નથી. સ્નેહી ક્વોલિટી લાવી છે, બધા ઝોને સ્નેહી, સહયોગી ક્વોલિટી લાવી છે પરંતુ વારિસ ક્વોલિટી નથી લાવ્યાં. તૈયાર કરી રહ્યાં છો ને? બધા પ્રકાર નાં જોઈએ ને? વારિસ પણ જોઈએ, સ્નેહી પણ જોઈએ, સહયોગી પણ જોઈએ, માઈક પણ જોઈએ, માઈટ પણ જોઈએ. બધા પ્રકાર નાં જોઈએ. સારું છે, સેન્ટરો માં વૃદ્ધિ તો થઈ રહી છે. દરેક ઉમંગ-ઉત્સાહ થી સેવા માં વૃદ્ધિ કરી પણ રહ્યાં છે, હવે જોશે કે કયા ઝોન માં આ પ્રત્યક્ષ થાય છે-પરમાત્મા આવી ચૂક્યાં છે. બાપ ને પ્રત્યક્ષ કયું ઝોન કરે છે, તે બાપદાદા જોઈ રહ્યાં છે. ફોરેન કરશે? ફોરેન પણ કરી શકે છે. પંજાબ નંબર લઈ લો. લઈ લો સારું છે. બધા તમને સહયોગ આપશે. ઘણાં સમય થી પ્રયત્ન કરી રહ્યાં છે - ‘આ જ છે, આ જ છે, આ જ છે'... આ અવાજ ફેલાવવાનો. હમણાં છે - 'આ પણ છે', આ જ છે કે નથી? તો પંજાબ શું કરશે? આ અવાજ આવી જાય - આ જ છે, આ જ છે… ટીચર્સ ઠીક છે? ક્યાં સુધી કરશો? આ વર્ષ માં કરશો? નવું વર્ષ શરુ થયું છે ને? તો નવાં વર્ષ માં કોઈ નવીનતા હોવી જોઈએ ને? આ પણ છે આ તો ખૂબ સાંભળી લીધું. જેમ તમારા મન માં બસ બાબા, બાબા, બાબા સ્વતઃ યાદ રહે છે, એમ એમનાં મુખ માંથી નીકળે ‘અમારા બાબા આવી ગયાં’. ‘તે પણ કહે ‘મારા બાબા’, ‘મારા બાબા’ - આ અવાજ ચારેય ખૂણા માંથી નીકળે, પરંતુ શરુઆત તો એક ખૂણા માંથી થશે ને? તો પંજાબ કમાલ કરશે? કેમ નહીં કરીશું? કરવાનું જ છે. ખૂબ સારું. એડવાન્સ મુબારક છે. અચ્છા.

બધા તરફ નાં સર્વ રુહાની ગુલાબ બાળકો ને સદા બાપ નાં અતિ પ્રિય અને દેહભાન થી અતિ ન્યારા, બાપદાદા નાં દિલ નાં દુલારા બાળકો ને, સદા એક બાપ, એકાગ્ર મન અને એકરસ સ્થિતિ માં સ્થિત રહેવા વાળા બાળકો ને, ચારેય તરફ નાં ભિન્ન-ભિન્ન સમય પર ભિન્ન-ભિન્ન સ્થાન માં રહેતાં પણ સાયન્સ નાં સાધનો થી મધુબન માં પહોંચવા વાળા, સન્મુખ જોવા વાળા, બધા લાડલા, સિકિલધા, કલ્પ-કલ્પ નાં પરમાત્મ-પ્રેમ નાં પાત્ર અધિકારી બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને દિલ ની દુવાઓ, પદમ-પદમગુણા સ્વીકાર હોય અને સાથે ડબલ માલિક બાળકો ને બાપદાદા નાં નમસ્તે.

દાદીજી સાથે:- મધુબન નાં હીરો એક્ટર્સ છો, સદા ઝીરો યાદ છે? શરીર ભલે નથી ચાલતું, થોડું ધીરે-ધીરે ચાલે છે પરંતુ બધાનો પ્રેમ છે દુવાઓ ચલાવી રહ્યાં છે. બાપ ની (દુવાઓ) તો છે જ પરંતુ બધા ની છે. બધા દાદી ને ખૂબ પ્રેમ કરો છો ને? જુઓ બધા આ જ કહે છે કે દાદીઓ જોઈએ, દાદીઓ જોઈએ, દાદીઓ જોઈએ… તો દાદીઓ ની વિશેષતા શું છે? દાદીઓ ની વિશેષતા છે બાપ ની શ્રીમત પર દરેક કદમ ઉઠાવવો. મન ને પણ બાપ ની યાદ અને સેવા માં સમર્પણ કરવું. તમે બધા પણ એમ જ કરી રહ્યાં છો ને? મન ને સમર્પણ કરો. બાપદાદાએ જોયું છે, મન ખૂબ કમાલ કરીને દેખાડે છે. કમાલ શું કરે છે? ચંચળતા કરે છે. મન એકાગ્ર થઈ જાય, જેવી રીતે ઝંડો ઉપર કરો છો ને, એવી રીતે મન નો ઝંડો શિવબાબા, શિવબાબા માં એકાગ્ર થઈ જાય. આવી રહ્યો છે, સમય સમીપ આવી રહ્યો છે. ક્યારેક-ક્યારેક બાપદાદા બાળકો નાં સંકલ્પ ખૂબ સારા-સારા સાંભળે છે. બધાનું લક્ષ ખૂબ સારું છે. અચ્છા. જુઓ હોલ ની શોભા કેટલી સારી છે. માળા લાગે છે ને? અને માળા ની વચ્ચે મણકા બેઠાં છે. અચ્છા. ઓમ્ શાંતિ.

વરદાન :-
સાઈલેન્સ ની શક્તિ દ્વારા સેકન્ડ માં મુક્તિ અને જીવનમુક્તિ નો અનુભવ કરાવવા વાળા વિશેષ આત્મા ભવ

વિશેષ આત્માઓ ની લાસ્ટ વિશેષતા છે કે સેકન્ડ માં કોઈપણ આત્મા ને મુક્તિ અને જીવનમુક્તિ નાં અનુભવી બનાવી દેશે. ફક્ત રસ્તો નહીં બતાવશે પરંતુ એક સેકન્ડ માં શાંતિ નો તથા અતીન્દ્રિય સુખ નો અનુભવ કરાવશે. જીવનમુક્તિ નો અનુભવ છે સુખ અને મુક્તિ નો અનુભવ છે શાંતિ. તો જે પણ સામે આવે તે સેકન્ડ માં અનુભવ કરે-જ્યારે એવી સ્પીડ થશે ત્યારે સાયન્સ ની ઉપર સાઈલેન્સ ની વિજય જોતા બધાનાં મુખ થી વાહ-વાહ નો અવાજ નીકળશે અને પ્રત્યક્ષતા નું દૃશ્ય સામે આવશે.

સ્લોગન :-
બાપ નાં દરેક ફરમાન પર સ્વયં ને કુરબાન કરવા વાળા સાચાં પરવાના બનો.

અવ્યક્ત ઈશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

હમણાં જેવી રીતે વાચા થી ડાયરેક્શન આપવું પડે છે, એવી રીતે શ્રેષ્ઠ સંકલ્પ થી પૂરો કારોબાર ચાલી શકે છે. સાયન્સ વાળા નીચે પૃથ્વી થી ઉપર સુધી ડાયરેક્શન લેતા રહે છે, તો શું તમે શ્રેષ્ઠ સંકલ્પ ની શક્તિ થી પૂરો કારોબાર નથી ચલાવી શકતાં! જેવી રીતે બોલીને વાત ને સ્પષ્ટ કરો છો, તેવી રીતે આગળ ચાલી સંકલ્પ થી પૂરો કારોબાર ચાલશે, એનાં માટે શ્રેષ્ઠ સંકલ્પો નો સ્ટોક જમા કરો.