13-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
બાપ ની પાસે આવ્યાં છો પોતાનું જીવન હીરા સમાન બનાવવાં , બાપ ની યાદ થી જ એવું જીવન
બનશે”
પ્રશ્ન :-
નવી દુનિયામાં ઉંચ પદ
માટે કયો એક મુખ્ય પુરુષાર્થ કરવાનો છે?
ઉત્તર :-
બાબા કહે - મીઠાં બાળકો, જે જૂનાં સંબંધીઓએ આટલાં દુઃખી કર્યા, હવે એમનાં મોહજાળ થી
બુદ્ધિ ને કાઢી એક મને યાદ કરો. એમની સાથે રહેતાં પણ મન ને મારા માં લગાવો. મનમનાભવ
નો મંત્ર સદા યાદ રાખો તો તમે નવી દુનિયામાં ઉંચ પદ મેળવશો.
ગીત :-
તૂને રાત ગવાઈ...
ઓમ શાંતિ!
જેમ બાળકોને
બધા શાસ્ત્રોનો સાર સમજાવે છે, તેમ આ ગીતો નો પણ સાર તમને સમજાવે છે. એ જ સર્વ નાં
રુહાની બાપ, રુહાની બાળકો ને બ્રહ્મા તન થી બેસી સમજાવી રહ્યાં છે. બાપ સમજાવે છે
હે બાળકો - તમે જાણો છો અમારું હીરા જેવું જીવન બની રહ્યું છે. બાપ ની પાસે આવો જ
છો હીરા જેવો જન્મ બનાવવાં. હીરા જેવો જન્મ કહેવાય છે સ્વર્ગ વાસીઓનો. કોડી જેવો
જન્મ છે નરક વાસીઓનો. તમે સંગમયુગ ને પણ જાણી ચૂક્યાં છો. આપણે હમણાં સંગમયુગ વાસી
છીએ. આ સંગમયુગ બધાનાં માટે કલ્યાણકારી છે. આ સંગમયુગ માં જ સર્વ ની ગતિ-સદ્દગતિ
થાય છે. કોણ કરે છે? પરમધામ થી આવવા વાળા મુસાફર. એ મુસાફર છે ને. તમે મુસાફર નથી,
તમે આવીને જતાં નથી. બાપ કહે છે - હું જૂની દુનિયામાં આવીને પછી ફરી જાઉં છું. બાળકો
જાણે છે આ સેવા કરવા વાળા ફક્ત એક મુસાફર છે, જે આવીને આપણી બાળકોની મોટી સેવા કરે
છે. એવી સેવા બીજું કોઈ કરી ન શકે. સેવા માટે જ પોકારે છે કે આવીને અમારી પતિતો ની
સેવા કરો. બાપ પણ કહે છે કે હું બાળકોની સેવા માં આવ્યો છું કારણ કે બાળકો બહુજ
દુઃખી છે. પોકારે પણ છે અમારા દુઃખ દૂર કરો અને શાંતિ આપો. બે વસ્તુ હંમેશા યાદ રહે
છે - સુખ અને શાંતિ. અહીં દુઃખ અને અશાંતિ છે, ત્યારે પોકારે છે. બાપ જ આવીને બધા
રહસ્ય સૃષ્ટિ ચક્ર નાં, બાળકો ને સમજાવે છે. બાળકો સમજે છે - હવે ભક્તિમાર્ગ પૂરો
થાય છે. કળિયુગ નો અંત એટલે ભક્તિ નીચે ઉતરતી આવે છે. જ્ઞાન થી તમારી ચઢતી કળા થઈ
જાય છે. તમે ઉંચે થી ઉંચુ પદ પામી લો છો પછી તે પ્રારબ્ધ નું સુખ ઓછું થતું જાય છે.
ભક્તિ તો ભારત માં જેટલી થાય છે એટલી બીજે ક્યાંય નથી. અડધોકલ્પ ભક્તિ ચાલે છે.
જ્યાર થી દ્વાપર શરું થાય છે અને બીજો ધર્મ સ્થાપન થવાનું શરું થાય છે ત્યાર થી
ભક્તિ શરું થાય છે. ભક્તિ પણ પહેલાં બહુજ સારી થાય છે. જેમ સ્વર્ગ પહેલાં બહુજ સારું
હોય છે ધીરે-ધીરે કળાઓ ઓછી થતી જાય છે. ભક્તિ શરું થાય છે તો પહેલાં-પહેલાં શિવ નાં
પુજારી બને છે. અડધોકલ્પ કોઈ પૂજા થતી નથી. પછી ભક્તિમાર્ગ શરું થાય છે અને બીજા
ધર્મ પણ શરું થાય છે. આટલી ભક્તિ બીજું કોઈ કરી નથી શકતું, આખો અડધોકલ્પ ભક્તિ ચાલે
છે. આ પણ આપ બાળકો જાણો છો કે બાપ, જે બધાને અને ખાસ ભારત ને સદ્દગતિ આપે છે,
સ્વર્ગ નાં માલિક બનાવે છે તે જ દૂર-દેશ નાં મુસાફર આવેલાં છે - આપણ ને બાળકોને ફરી
થી સ્વર્ગ ની બાદશાહી આપવાં. વારસો પણ કેટલો જબરજસ્ત છે. પરંતુ એક પણ વાત કોઈની
બુદ્ધિ માં નથી બેસતી. ભારતમાં ભક્તિ કેટલી કરે છે. કેટલાં મંદિર છે. ભારતખંડ માં
તો અનેક મંદિર છે. હમણાં તમે જાણો છો આ કોનાં મંદિર છે. પહેલાં-પહેલાં તો શિવબાબા
નાં મંદિર બને છે, પછી બને છે દેવતાઓનાં. તે મંદિર પણ તમારી સામે ઉભાં છે. એક તરફ
શિવબાબા ની પૂજા કરતાં રહે છે, બીજી તરફ શિવબાબા તમને પૂજ્ય બનાવી રહ્યાં છે. તમે
અહીં આવ્યાં છો પૂજ્ય દેવતા બનવાં. જે પણ દેવતાઓનાં પુજારી છે - હકીકત માં તે પણ
આવીને અહીં બ્રાહ્મણ બનશે. ધીરે-ધીરે વૃદ્ધિ થતી જશે. બધાં સાથે તો ભણી ન શકે. સમય
લાગે છે. કલ્પ પહેલાં પણ જેમણે ભણ્યું હશે તે જ પછી ભણશે. એક-બીજા ને ભણાવતાં
રહેવાનું છે. બધાને બાપ અને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવે છે, જેનાંથી
મનુષ્ય સ્વર્ગ નાં માલિક બની શકે છે. તો આવી ને સમજો. આપ બાળકોની બુદ્ધિ માં છે કે
આ નાટક કેવી રીતે ચક્ર લગાવે છે. કથા કોઈ લાખો વર્ષ ની તો સંભળાવી ન શકાય. તમે જાણો
છો ૫ હજાર વર્ષ પહેલાં શું હતું? કોનું રાજ્ય હતું? ભારતમાં આપણું પૂજ્ય
દેવી-દેવતાઓનું રાજ્ય હતું પછી આપણે ૮૪ જન્મ લીધાં. ૮૪ જન્મોની કથા લક્ષ્મી-નારાયણ
ની છે. તેઓને તો પોતાની કથા બેસી લખવામાં ઘણો સમય લાગે છે. તમે એક મિનિટ માં ૮૪
જન્મો ની કથા બતાવી શકો છો. તે તો એક જન્મ ની કથા લખે છે. બાળપણ માં શું-શું કર્યું!
આ (બ્રહ્મા) પણ પોતાની કથા બતાવે છે. આપણે ૮૪ નું ચક્ર કેવી રીતે લગાવીએ છીએ! એક ની
તો વાત નથી, ઘણાં બ્રાહ્મણ છે. તમે જ આ ચક્ર ને જાણો છો. આ ચક્ર ને જાણવાથી તમે
રાજા-રાણી બનો છો અને પછી બીજાઓને બનાવો પણ છો. ભક્તિ પણ ભારતવાસીઓ જેવી કોઈ નથી
કરતું. બીજા જે પણ મઠ-પંથ ધર્મ વગેરે છે, તે આપણી ભક્તિ નાં સમયે સ્થાપન થાય છે.
પહેલાં-પહેલાં આપણું કેટલું નાનું ફૂલો નું ઝાડ હતું, રુહાની બગીચો હતો. તમે ચૈતન્ય
ફૂલ હતાં. આને કહેવાય છે ફૂલો નો બગીચો. પછી તે જ કાંટાઓનો બગીચો થઈ જાય છે. આ સમયે
બધાં કાંટા બની ગયાં છે. પછી કાંટા થી ફૂલ કેવી રીતે બનવાનું છે, તે બાપ બેસી સમજાવે
છે. એક બીજાને દુઃખ આપવું કાંટો લગાડવો છે. સ્ટુડન્ટ લાઈફ ઈઝ ધ બેસ્ટ (વિદ્યાર્થી
જીવન જ શ્રેષ્ઠ) કહેવાય છે. તે બહુ જ સારી હોય છે. બાળકો-બાળકીઓ બહુજ ખુશી માં ભણતાં
રહે છે. લગ્ન કર્યા અને એક-બે ને કાંટા લગાડવાનું શરું કર્યું. સતયુગ માં કોઈ કાંટા
નથી લગાડતું. હમણાં તમે પછી ફૂલ બનો છો. તમે જાણો છો ભારત સ્વર્ગ હતું તો કેટલાં
અપાર સુખ હતાં. સોના ની ખાણો હતી. હમણાં તે ખાલી થઈ ગઈ છે. પછી તમને સોનું ભરપૂર
મળશે. ભારત માં જ સોના, હીરા, ઝવેરાત ની ખાણો હતી. એ સમયે અમેરિકા વગેરે કંઈ પણ નથી
હોતું. બોમ્બે પણ નથી હોતું. વન્ડર (અદ્દભુત) છે ને! કળિયુગ નાં અંત માં કંઈ પણ સોનું
જોવામાં નથી આવતું પછી સતયુગ વગેરે માં એટલી સોનાની ખાણો ભરપૂર થઈ જાય છે. સોના નાં
મહેલ બની જાય છે. વન્ડર છે ને. ત્યાં ખાણો થી કેટલું અઢળક સોનું નીકળે છે. જેમ અહીં
માટી ની ઈંટો બને છે, તેમ ત્યાં સોનાની ઈંટો બને છે. માયા મચ્છન્દર નો ખેલ દેખાડે
છે ને! ધ્યાન માં જોયું અહીં તો સોનું જ સોનું છે. બરોબર સતયુગ માં સોનું હશે. અહીં
તો જુઓ માટી ની ઈંટો પણ નથી મળતી. જેટલી અહીં ઈંટો પૈસા થી મળે છે, એટલી ત્યાં સોના
ની ઈંટો મફત મળે છે. રાત-દિવસ નું અંતર છે. તો કેમ નહીં પુરુષાર્થ કરવો જોઈએ - નવી
દુનિયામાં ઊંચ પદ મેળવવાનો! આ મોહજાળ માં કેમ ફસાઈએ!
બાપ કહે છે જૂનાં
સંબંધો માં તમે કેટલાં દુઃખ ઉઠાવો છો! બાબા એવું નથી કહેતાં કે એને છોડી દો. ફકત
બુદ્ધિયોગ એક બાપ થી લગાવો તો તમે વિશ્વ નાં માલિક બની જશો. મનમનાભવ નો અર્થ જ છે -
મને યાદ કરો અને વિષ્ણુ ચતુર્ભુજ ને અર્થાત્ વિષ્ણુપુરી ને યાદ કરો. મૂળ છે જ એક
શબ્દ. ભક્તિમાર્ગ માં તો અનેક પંચાયત છે. હમણાં તમે બધા આત્માઓ આશિક છો એક માશૂક
પરમપિતા પરમાત્મા નાં. એ તમને સુખધામ નાં માલિક બનાવે છે. બધા આત્માઓ એમને યાદ કરે
છે. તમે રુહાની આશિક, રુહાની માશૂક નાં એક જ વાર બનો છો. બાકી તો બધાં મનુષ્ય છે
શરીરધારી આશિક-માશૂક. હમણાં બેહદ નાં આશિકો ને બેહદ નાં માશૂક આવીને મળે છે. એમને
કહે પણ છે - આવો, આવીને અમને પતિત થી પાવન બનાવો. એક ને જ પોકારે છે. તમે જાણો છો
આપણો આત્મા પતિત બન્યો છે એટલે પોકારે છે પતિત-પાવન આવો. કુંભ નો મેળો લાગે છે,
કેટલાં જઈને ગંગા-સ્નાન કરે છે. ફાયદો કંઈ પણ નથી. પાવન કોઈ પણ બનતું નથી. હમણાં
બાપ આવીને જ્ઞાન-વર્ષા કરે છે. તમારા ઉપર જ્ઞાન ની વર્ષા થઇ રહી છે, જેનાથી પછી
કાંટાઓનું જંગલ ફૂલોનો બગીચો બની જશે. તમે જાણો છો - આપણું જ્યારે રાજ્ય હશે તો ત્યાં
કોઈ પતિત હશે જ નહીં. આખાં વિશ્વ પર જ્ઞાન-વર્ષા થઈ જાય છે. બધુંજ હર્યુ-ભર્યું થઈ
જાય છે. ખાણો પણ હીરા-ઝવેરાત ની નવી બની જાય છે. હમણાં આપ બાળકોએ કેટલી ખુશી માં
રહેવું જોઈએ. સન્મુખ જુઓ છો, બેહદનાં બાપ બેસી સમજાવે છે કે તમે મને યાદ કરો તો
તમારા વિકર્મ વિનાશ થશે. ભલે તમે ક્યાંય પણ પણ બેસો - સ્નાન કરો, બુદ્ધિ માં બાપ ની
યાદ રહે. ત્યાં તો યાદ કરવાની ફુરસદ છે. બાપ ને જેટલું યાદ કરશો તેટલી કમાણી છે.
યાદ થી જ કમાણી છે. એવું ક્યારેય સાંભળ્યું કે યાદ થી કમાણી થાય છે! કેટલી મોટી
કમાણી છે, તમે વિષ્ણુપુરી નાં માલિક બની જશો. તમે જાણો છો આપણા આત્માઓ નાં બાપ
નિરાકાર છે. એમણે આ શરીર નો આધાર લીધો છે. ભાગીરથ નું પણ વર્ણન છે ને! ભાગ્યશાળી રથ,
જે રથ પર પરમપિતા નો પરમ આત્મા સવાર કરે છે. આત્માનો રથ જ્યારે તૈયાર થાય છે તો ઝટ
આત્મા આવીને પ્રવેશ કરે છે. બાપ ને તો આ રથ માં આવીને ફક્ત જ્ઞાન આપવાનું છે. આમનાં
પણ અનેક જન્મો નાં અંત નાં જન્મ માં જ્યારે વાનપ્રસ્થ અવસ્થા હોય છે ત્યારે બાપ કહે
છે-હું આવીને આમનામાં પ્રવેશ કરું છું અથવા આ રથ માં વિરાજમાન થાઉં છું. બાકી કોઈ
ઘોડાગાડી નાં રથ ની વાત નથી. હમણાં તમને આ જ્ઞાન મળ્યું છે. બાપ બેસી સન્મુખ આપ
બાળકો ને સમજાવે છે. તમને તો બહુજ ખુશી થવી જોઈએ. આઇ. સી. એસ. ની પરીક્ષા આપે છે તો
બહુજ નશો રહે છે. તે હોય છે સૌથી ઊંચી પરીક્ષા. તમારું પણ આ ભણતર છે. આ ભગવાન ની
પાઠશાળા છે. હવે પ્રશ્ન ઉઠે છે ભગવાન કોણ? શું શ્રી કૃષ્ણ કે શિવબાબા? સર્વ નાં
ભગવાન કોણ છે? સિવાય એક નિરાકાર નાં, બધાં તો કૃષ્ણ ને માનશે નહીં. બધા આત્માઓનાં
બાપ એ નિરાકાર પરમપિતા પરમાત્મા છે. એ સદૈવ પરમધામ માં રહે છે. એક જ વાર આવે છે -
બાળકોને સ્વર્ગ નાં માલિક બનાવવાં. તમે જાણો છો એ જ બાબા કલ્પ-કલ્પ આવીને આપણને રંક
(ગરીબ) થી રાવ (સાહૂકાર) બનાવે છે. ભારત હમણાં રંક છે ને? પછી બીજા જન્મ માં શું
બનવાનું છે, તમને બધાં સાક્ષાત્કાર થયાં છે. વિનાશ નો પણ સાક્ષાત્કાર કર્યો છે.
સ્થાપના નો પણ કર્યો છે. ભગવાનુવાચ હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. બહુ જ
દાન-પુણ્ય કરવાથી કોઈને અલ્પકાળ નું સુખ મળે છે. રાજાઓની પાસે જન્મ લઇ પછી ફટ થી મરી
જાય છે. કોઈ ગર્ભ માં પણ મરી જાય છે. કોઈ લૂલા, લંગડા, કાણાં બની જાય છે. જેવું
કર્મ કરે છે તેવું પદ મેળવે છે. હવે તમને તો રાજાઓનાં રાજા બનાવે છે. તમે કહો છો -
બાબા, અમે બલિહાર જઈશું. તો જરુર રાજાઈ પણ તમે મેળવશો. ભારત ને મહાદાની ખંડ કહેવાય
છે. અહીં દાન-પુણ્ય બહુજ કરે છે. તે પછી શરું થાય છે ભક્તિમાર્ગ માં. હમણાં બાપ તમને
૨૧ જન્મો નાં માટે દાન આપે છે. હમણાં તમે બાબા પર બલિહાર જાઓ છો. તન-મન-ધન સર્વસ્વ
આપી દીધું. હવે બાપ કહે છે ટ્રસ્ટી થઈને રહો. પોતાનું ઘરબાર સંભાળો. બધું શિવબાબા
નું છે. હું તમારો છું, તમને જ યાદ કરું છું. દિલ થી સમર્પણ કરો છો. બાપ કહે છે ભલે
મહેલ માં રહો, હરો-ફરો, મોજ મનાવો, ફકત મને યાદ કરો તો તમે બહુજ ખુશી માં રહેશો. તમે
વિશ્વ નાં માલિક હતાં. હવે ફરી તમે પુરુષાર્થ કરી તે બનો છો. બાપ સમજાવે છે -
મીઠાં-મીઠાં બાળકો, આ યોગબળ થી જ તમે વિકર્માજીત બનશો. બાપ ની યાદ થી તમે વિશ્વ નાં
માલિક બનો છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રાજાઈ પદ
મેળવવા માટે બાપ પર પૂરે-પૂરું બલિહાર જવાનું છે. તન-મન-ધન સર્વસ્વ સમર્પણ કરી
ટ્રસ્ટી થઇને રહેવાનું છે. વિકર્માજીત બનવાનો પુરુષાર્થ કરવાનો છે.
2. યાદ માં જ કમાણી
છે એટલે નિરંતર યાદ માં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. એવાં રુહાની ફૂલ બનવાનું છે
જે ફૂલો ની દુનિયાનાં અધિકારી બની જાઓ. અંદર માં કોઈ પણ કાંટો ન રહે.
વરદાન :-
એક બાપ માં
પૂરાં સંસાર નો અનુભવ કરવાવાળા બેહદ નાં વૈરાગી ભવ
વૈરાગી તે જ બની શકે
છે જે બાપ ને જ પોતાનો સંસાર સમજે છે. જેમનો બાપ જ સંસાર છે તે પોતાનાં સંસાર માં જ
રહેશે, બીજા માં જશે જ નહીં તો કિનારો સ્વતઃ જ થઈ જશે. સંસાર માં વ્યક્તિ અને વૈભવ
બધું આવી જાય છે. બાપ ની સંપત્તિ તે પોતાની સંપત્તિ - આ જ સ્મૃતિ માં રહેવાથી બેહદ
નાં વૈરાગી થઈ જશો. કોઈ ને જોતા પણ નહીં જોશો. દેખાશે જ નહીં.
સ્લોગન :-
પાવરફુલ સ્થિતિ
નો અનુભવ કરવા માટે એકાંત અને રમણીકતા નું બેલેન્સ રાખો.
આ અવ્યક્ત ઇશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો
જેવી રીતે કિલ્લો
બંધાય છે, જેમાં પ્રજા કિલ્લા ની અંદર સેફ (સુરક્ષિત) રહે. એક રાજા માટે કોઠરી નથી
બનાવતા, કિલ્લો બનાવે છે. તમે બધા પણ સ્વયં ને માટે, સાથીઓને માટે, અન્ય આત્માઓને
માટે જ્વાળા રુપ યાદ નો કિલ્લો બાંધો. યાદ ની શક્તિ ની જ્વાળા હોય તો દરેક આત્મા
સેફ્ટી નો અનુભવ કરશે.