13-08-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાબા
આવ્યાં છે તમારી તકદીર જગાડવાં , પાવન બનવાથી જ તકદીર જાગશે”
પ્રશ્ન :-
જે બાળકોની તકદીર
જાગેલી છે તેમની નિશાની કઈ હશે?
ઉત્તર :-
તે સુખ નાં દેવતા હશે. બેહદ નાં બાપ પાસેથી સુખ નો વારસો લઈને બધાને સુખ આપશે.
ક્યારેય પણ કોઈને દુઃખ ન આપી શકે. તે છે વ્યાસ નાં બાળકો સાચાં-સાચાં સુખદેવ. ૨. તે
૫ વિકારો નો સંન્યાસ કરી સાચાં-સાચાં રાજયોગી, રાજઋષિ કહેવાય છે. ૩. તેમની અવસ્થા
એકરસ રહે છે, તેમને કોઈ પણ વાત માં રડવાનું ન આવી શકે. તેમનાં માટે જ કહે છે મોહજીત.
ગીત :-
તકદીર જગાકર
આઈ હૂઁ…
ઓમ શાંતિ!
ગીત ની એક
લાઈન સાંભળી ને પણ મીઠાં-મીઠાં બાળકો નાં રુંવાટા ઉભાં થઈ જવાં જોઈએ. છે તો કોમન (સામાન્ય)
ગીત પરંતુ એનો સાર બીજા કોઈ નથી જાણતાં. બાપ જ આવીને દરેક ગીત, શાસ્ત્ર નો અર્થ
સમજાવે છે. મીઠાં-મીઠાં બાળકો આ પણ જાણે છે કે કળિયુગ માં બધાની તકદીર સૂતેલી છે.
સતયુગ માં તકદીર જાગેલી રહે છે. સૂતેલી તકદીરને જગાડવા વાળા અને મત આપવા વાળા અથવા
તકદીર બનાવવા વાળા એક જ બાપ છે. એ જ બેસી બાળકોની તકદીર જગાડે છે. જેમ બાળક જન્મે
છે અને તકદીર જાગી જાય છે. બાળક જન્મ્યું અને તેને આ ખબર પડી જાય છે કે હું વારિસ
છું. હૂબહૂ આ બેહદ ની વાત છે. બાળકો જાણે છે કલ્પ-કલ્પ અમારી તકદીર જાગે છે અને સુઈ
જાય છે. પાવન બને છે તો તકદીર જાગે છે. પાવન ગૃહસ્થ આશ્રમ કહેવાય છે. આશ્રમ શબ્દ
પવિત્ર હોય છે. પવિત્ર ગૃહસ્થ આશ્રમ, તેની વિરુદ્ધ પછી છે અપવિત્ર પતિત ધર્મ, આશ્રમ
નહીં કહેશે. ગૃહસ્થ ધર્મ તો બધાનો છે જ. જાનવરો નો પણ છે. બાળકોને જન્મ તો બધાં આપે
છે. જાનવરો ને પણ કહેવાશે ગૃહસ્થ ધર્મ માં છે. હવે બાળકો જાણે છે અમે સ્વર્ગ માં
પવિત્ર ગૃહસ્થ આશ્રમ માં હતાં, દેવી-દેવતા હતાં. તેમની મહિમા પણ ગાય છે સર્વગુણ
સંપન્ન… તમે પોતે પણ ગાતાં હતાં. હવે સમજો છો અમે મનુષ્ય થી દેવતા ફરીથી બની રહ્યાં
છીએ. દેવી-દેવતાઓનો ધર્મ છે. પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ દેવતા કહે છે. બ્રહ્મા
દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ… શિવ માટે કહે શિવ પરમાત્માય નમઃ તો ફર્ક થયો ને!
શિવ અને શંકર ને એક કહી ન શકાય. પથ્થરબુદ્ધિ હતાં, હવે પારસબુદ્ધિ બની રહ્યાં છીએ.
દેવતાઓને તો પથ્થરબુદ્ધિ નહીં કહેવાશે. પછી ડ્રામા પ્લાન અનુસાર રાવણ રાજ્ય થવાથી
તેમને પણ સીડી ઉતરવાની છે. પારસબુદ્ધિ થી પથ્થરબુદ્ધિ બનવાનું છે. સૌથી બુદ્ધિવાન
બનાવવા વાળા તો એક જ બાપ છે. તમને પારસબુદ્ધિ બનાવે છે. તમે અહીં આવો છો પારસબુદ્ધિ
બનવાં. પારસનાથ નાં પણ મંદિર છે. ત્યાં મેળો લાગે છે. પરંતુ આ કોઈને ખબર નથી -
પારસનાથ કોણ છે. હકીકત માં પારસ બનાવવા વાળા તો બાપ જ છે. એ છે બુદ્ધિવાનો ની બુદ્ધિ.
આ છે આપ બાળકોની બુદ્ધિનાં માટે ખોરાક. બુદ્ધિ કેટલી પલટાય છે. જેવી રીતે ગવાયેલું
છે સી નો ઈવિલ (ખરાબ નહીં જુઓ)... હવે વાંદરાઓની તો વાત નથી. મનુષ્ય જ વાંદરા જેવાં
બની જાય છે. એપ્સ (વનમાનુષ) ની મનુષ્ય થી ભેંટ કરાય છે. આને કહેવાય જ છે કાંટાઓ નું
જંગલ. કેટલાં એક-બીજા ને દુઃખ આપતા રહે છે. હવે આપ બાળકોને બુદ્ધિ નો ખોરાક મળી
રહ્યો છે. બેહદનાં બાપ ખોરાક આપી રહ્યાં છે. આ ભણતર છે, આને જ્ઞાન-અમૃત પણ કહે છે.
કોઈ જળ (પાણી) વગેરે નથી. આજકાલ બધી વસ્તુઓને અમૃત કહી દે છે. ગંગાજળ ને પણ અમૃત કહે
છે. દેવતાઓનાં પગ ધોઈને પીવે છે પાણી રાખે છે તેને પણ અમૃત ની અંચલી સમજે છે. અંચલી
જે લે છે તેમને એવી રીતે નહીં કહેશે કે આ પતિતો ને પાવન બનાવવા વાળા છે. ગંગાજળ માટે
કહે છે પતિત-પાવની છે. કહે પણ છે મનુષ્ય મરે તો ગંગાજળ મુખ માં હોય. દેખાડે છે
અર્જુને બાણ માર્યું પછી અમૃત જળ પીવડાવ્યું. આપ બાળકોએ કોઈ બાણ વગેરે નથી ચલાવ્યાં.
એક ગામડું છે જ્યાં બાણો થી લડાઈ કરે છે. ત્યાંના રાજા ને ઈશ્વર નો અવતાર કહે છે.
બાપ કહે છે - આ બધાં ભક્તિમાર્ગ નાં ગુરુ છે. સાચાં-સાચાં સદ્દગુરુ એક જ છે. સર્વ
નાં સદ્દગતિ દાતા એક છે, જે બધાને સાથે લઇ જાય છે. બાપ સિવાય પાછું કોઈ લઈ જઈ નથી
શકતું. બ્રહ્મ માં લીન થઈ જવાની પણ વાત નથી. આ નાટક બનેલું છે, જે ચક્ર અનાદિ ફરતું
જ રહે છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે. આ હમણાં તમે જાણો
છો. મનુષ્ય અર્થાત્ આત્માઓ પોતાનાં બાપ રચતા ને પણ નથી જાણતી, જેમને યાદ પણ કરે છે
- ઓ ગોડફાધર. હદ નાં બાપને ક્યારેય ગોડફાધર નહીં કહેશે. ગોડફાધર શબ્દ ખુબ અદબ (ઈજ્જત)
થી કહે છે. એમનાં માટે જ કહે છે એ પતિત-પાવન, દુઃખહર્તા-સુખકર્તા છે. એક તરફ કહે છે
એ દુઃખહર્તા-સુખકર્તા છે અને પછી કોઈ દુઃખ થાય છે કે બાળક વગેરે મરી જાય છે તો કહી
દે ઈશ્વર જ સુખ-દુઃખ આપે છે. ઈશ્વરે અમારું બાળક લઇ લીધું, આ શું કર્યું! ઈશ્વર ને
પછી ગાળો દે છે. કહે પણ છે ઈશ્વરે બાળક આપ્યું છે પછી જો એમણે પાછું લઈ લીધું તો તમે
રડો કેમ છો. ઈશ્વર ની પાસે ગયું ને. સતયુગ માં ક્યારેય કોઈ રડતું નથી. બાપ સમજાવે
છે રડવાની તો કોઈ દરકાર નથી. આત્માને પોતાનાં હિસાબ-કિતાબ અનુસાર જઈને પાર્ટ ભજવવાનો
છે. જ્ઞાન ન હોવાનાં કારણે મનુષ્ય કેટલું રડે છે. જેમ કે પાગલ થઈ જાય છે, અહીં તો
બાપ સમજાવે છે - અમ્મા મરે તો ભી હલુઆ ખાના... બાપ મરે તો ભી હલુઆ ખાના… નષ્ટોમોહા
થવાનું છે. અમારા તો એક જ બેહદ નાં બાપ છે, બીજું ન કોઇ. એવી અવસ્થા બાળકોની થવી
જોઈએ. મોહજીત રાજા ની કથા પણ સાંભળી છે ને. સતયુગ માં ક્યારેય દુઃખ ની વાત નથી હોતી.
ન ક્યારેય અકાળે મૃત્યુ થાય છે. બાળકો જાણે છે અમે કાળ પર જીત મેળવીએ છીએ. બાપ ને
મહાકાળ પણ કહે છે, કાળો નાં કાળ. તમારે કાળ પર જીત મેળવવાની છે અર્થાત્ કાળ ક્યારેય
ખાતો નથી. કાળ ન આત્મા ને, ન શરીર ને ખાઈ શકે. આત્મા એક શરીર છોડી બીજું લે છે. તેને
કહે છે કાળ ખાઈ ગયો, બાકી કોઈ વસ્તુ નથી. મનુષ્ય મહિમા ગાતા રહે છે, સમજતાં કંઈ નથી.
અચતમ્ કેશવમ્... બાપ સમજાવે છે આ ૫ વિકાર તમારી બુદ્ધિને કેટલી ખરાબ કરી દે છે. આ
સમયે કોઈ પણ બાપ ને નથી જાણતાં એટલે આને ઓરફન (અનાથ) ની દુનિયા કહેવાય છે. કેટલાં
પરસ્પર લડતા-ઝઘડતા રહે છે. આ આખી દુનિયા બાબા નું ઘર છે ને. બાપ આખી દુનિયાનાં
બાળકોને પતિત થી પાવન બનાવવા આવ્યાં છે. અડધોકલ્પ બરોબર પાવન દુનિયા હતી ને. ગાયન
પણ છે રામ રાજા, રામ પ્રજા... ત્યાં પછી અધર્મ ની વાત હોઈ કેવી રીતે શકે. કહે પણ છે
ત્યાં સિંહ-બકરી સાથે જળ પીવે છે, પછી ત્યાં રાવણ વગેરે ક્યાંથી આવે, સમજતાં નથી,
બહારવાળા તો એવી વાતો સાંભળી હસે છે. બાપ આવીને જ્ઞાન આપે છે, આ પતિત દુનિયા છે ને.
હવે પ્રેરણા થી પતિતો ને પાવન બનાવશે શું! બોલાવે છે પતિત-પાવન આવો તો જરુર ભારત
માં જ આવ્યાં હતાં. હમણાં પણ કહે છે હું જ્ઞાન નો સાગર આવ્યો છું - તમને આપ સમાન
માસ્ટર જ્ઞાન સાગર બનાવવાં. બાપ ને જ સાચાં-સાચાં વ્યાસ કહેવાશે. તો આ વ્યાસ દેવ અને
તમે એમનાં બાળકો સુખદેવ, તમે હમણાં સુખ નાં દેવતા બનો છો. સુખ નો વારસો લઈ રહ્યાં
છો વ્યાસ, શિવાચાર્ય થી. વ્યાસ નાં બાળકો તમે છો. પરંતુ મનુષ્ય મુંઝાઈ ન જાય એટલે
કહેવાય છે શિવ નાં બાળકો. તેમનું અસલ નામ છે શિવ. આત્માને જાણી શકાય છે, પરમાત્માને
પણ જાણી શકાય છે. એ જ આવીને પતિત થી પાવન બનાવવાનો રસ્તો બતાવે છે. કહે છે હું આપ
આત્માઓ નો બાપ છું. કહે છે અંગુષ્ઠ (અંગુઠા) ની જેમ છે. એટલાં મોટા તો અહીં રહી પણ
ન શકે. એ તો ખૂબ જ સૂક્ષ્મ છે. ડોક્ટર લોકો પણ માથું મારે છે - આત્મા ને જોવા માટે.
પરંતુ જોઈ નથી શકતાં. આત્મા ને રિયલાઈઝ (અનુભવ) કરાય છે. બાપ પૂછે છે હવે તમે આત્મા
ને રિયલાઈઝ કર્યો? આટલાં નાનાં આત્મા માં અવિનાશી પાર્ટ નોંધાયેલો છે. જેવી રીતે એક
રેકોર્ડ છે. પહેલાં તમે દેહ-અભિમાની હતાં, હવે દેહી-અભિમાની બનો છો. તમે જાણો છો
આપણો આત્મા ૮૪ જન્મ કેવી રીતે લેતો રહે છે. તેનો એન્ડ (અંત) નથી થતો. કોઈ-કોઈ પૂછે
છે - આ ડ્રામા ક્યાર થી શરું થયો? પરંતુ આ તો અનાદિ છે, આ ક્યારેય વિનાશ નથી થતો.
આને કહેવાય છે પૂર્વ નિર્ધારિત અવિનાશી વર્લ્ડ ડ્રામા. વર્લ્ડ ને પણ તમે જાણો છો.
જેવી રીતે અભણ બાળકોને ભણતર અપાય છે, એવી રીતે બાપ આપ બાળકો ને ભણાવી રહ્યાં છે.
આત્મા જ શરીર દ્વારા ભણે છે. આ છે પથ્થરબુદ્ધિ નાં માટે ખોરાક. બુદ્ધિ ને સમજ મળે
છે. આપ બાળકો માટે જ બાબાએ ચિત્ર બનાવેલાં છે. ખૂબ સહજ છે. ત્રિમૂર્તિ બ્રહ્મા,
વિષ્ણુ, શંકર, હવે બ્રહ્મા ને ત્રિમૂર્તિ કેમ કહે છે! દેવ દેવ મહાદેવ... એક-બીજા ની
ઉપર રાખે છે. અર્થ કાંઈ પણ નથી જાણતાં. હવે બ્રહ્મા કેવી રીતે થઈ શકે, જ્યારે કે
બ્રહ્મા ને પ્રજાપિતા કહેવાય છે. તો સૂક્ષ્મવતન માં તે દેવતા કેવી રીતે હોઈ શકે?
પ્રજાપિતા બ્રહ્મા તો અહીં હોવાં જોઈએ. આ વાતો કોઈ પણ શાસ્ત્ર માં નથી. બાપ કહે છે
- હું આ શરીર માં પ્રવેશ કરી આમનાં દ્વારા તમને સમજાવું છું, આમને પોતાનો રથ બનાવું
છું. આમનાં અનેક જન્મો નાં અંત માં હું આવું છું. આ પણ ૫ વિકારો નો સંન્યાસ કરે છે.
સંન્યાસ કરવા વાળાને યોગી, ઋષિ કહેવાય છે. હવે તમે રાજઋષિ છો. તમે પ્રતિજ્ઞા કરો
છો. તે સંન્યાસી લોકો તો ઘરબાર છોડી ચાલ્યાં જાય છે. અહીં તો સ્ત્રી-પુરુષ સાથે રહે
છે. કહે છે અમે વિકાર માં ક્યારેય નહીં જઈશું. મૂળ વાત છે જ વિકાર ની.
તમે જાણો છો શિવબાબા
રચયિતા છે. એ નવી રચના રચે છે. એ બીજરુપ સત્ ચિત, આનંદ નાં સાગર, જ્ઞાન નાં સાગર
છે. સ્થાપના, પાલના, વિનાશ કેવી રીતે કરે છે - આ બાપ જ જાણે છે. આ વાતો ને મનુષ્ય
તો જાણતાં નથી. આપ બાળકો હવે આ બધી વાતો ને જાણો છો, એટલે બધા ને સમજાવી શકો છો.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દરેક આત્મા
નાં હિસાબ-કિતાબ પોત-પોતાનાં છે, એટલે કોઈ શરીર છોડે છે તો રડવાનું નથી. પૂરું
નષ્ટોમોહા બનવાનું છે. બુદ્ધિ માં રહે અમારા તો એક બેહદ નાં બાપ, બીજું ન કોઇ.
2. ૫ વિકાર જે બુદ્ધિ
ને ખરાબ કરે છે તેનો ત્યાગ કરવાનો છે. સુખ નાં દેવતા બની બધાને સુખ આપવાનું છે.
કોઈને દુઃખ નથી આપવાનું.
વરદાન :-
સદા મર્યાદાઓની
લકીર ની અંદર રહેવાની કેર ( કાળજી ) કરવા વાળા મર્યાદા પુરુષોત્તમ ભવ
જે બાળકો પોતે પોતાને
એક અર્થાત્ રામ ની જ સાચ્ચી સીતા સમજીને સદા મર્યાદા ની લકીર ની અંદર રહે છે અર્થાત્
આ ધ્યાન રાખે છે, તે કેયરફુલ સો ચિયરફુલ (હર્ષિત) સ્વતઃ રહે છે. તો સવાર થી રાત સુધી
માટે જે પણ મર્યાદાઓ મળેલી છે એની સ્પષ્ટ નોલેજ બુદ્ધિ માં રાખી, સ્વયં ને સાચ્ચી
સીતા સમજી મર્યાદાઓની લકીર ની અંદર રહો ત્યારે કહેવાશો મર્યાદા પુરુષોત્તમ.
સ્લોગન :-
સેવા નાં અતિ
માં નહીં જાઓ, સેવા અને સ્વ પુરુષાર્થ નું બેલેન્સ રાખો.
માતેશ્વરીજી નાં
અણમોલ મહાવાક્ય
“ અખંડ જ્યોતિ તત્વ
સાઇલેન્સ લૉજ અને સાકારી દુનિયા પ્લે ગ્રાઉન્ડ”
આત્માઓનું નિવાસ
સ્થાન છે અખંડ જ્યોતિ મહતત્વ, જ્યાં આ શરીર નાં પાર્ટ થી મુક્ત છે અર્થાત્ દુઃખ-સુખ
થી ન્યારી અવસ્થા માં છે જેને સાઇલેન્સ લૉજ પણ કહે છે અને આત્માઓ નાં શરીર સહિત
પાર્ટ ભજવવાનું સ્થાન પ્લે ગ્રાઉન્ડ આ સાકારી દુનિયા છે. તો મુખ્ય બે દુનિયા છે એક
છે નિરાકારી દુનિયા, બીજી છે સાકારી દુનિયા. દુનિયાવાળા તો ફક્ત કહેવા માત્ર કહે છે
કે પરમાત્મા રચતા, પાલન કરે છે, સંહાર કરે છે, ખવડાવે છે, મારે છે, બાળે પણ એ જ છે.
તો દુઃખ-સુખ આપવા વાળા પણ એ જ છે, જ્યારે કોઈને દુઃખ આવે છે તો કહે છે હે પ્રભુ તારું
ભાણું મીઠું લાગે, હવે આ છે અયથાર્થ જ્ઞાન કારણકે આ કોઈ પરમાત્મા નું કામ નથી,
પરમાત્મા દુઃખહર્તા છે, દુઃખકર્તા નથી. જન્મ લેવો જન્મ છોડવો, દુઃખ-સુખ ભોગવવું
દરેક મનુષ્ય આત્મા નાં સંસ્કાર છે. શારીરિક જન્મ આપવા વાળા માતા-પિતા છે, તે પણ
કર્મબંધન અનુસાર બાપ-પુત્ર નાં સંબંધમાં આવે છે, આ જ રીતે આત્માઓનાં પિતા પછી
પરમાત્મા બાપ છે એ કેવી રીતે બેહદ રચના ની સ્થાપના, પાલના કરે છે! કેવી રીતે એ
પોતાનાં ત્રણ રુપ બ્રહ્મા, વિષ્ણુ, શંકર નાં રચયિતા છે પછી આકારી રુપો દ્વારા દૈવી
સૃષ્ટિ ની સ્થાપના, આસુરી દુનિયા નો વિનાશ અને પછી દૈવી દુનિયાની પાલના કરાવડાવે
છે. પરમાત્મા નાં આ ત્રણેય કાર્ય બેહદ નાં છે. બાકી આ દુઃખ-સુખ, જન્મ-મરણ કર્મ
અનુસાર થાય છે. પરમાત્મા છે જ સુખદાતા એ કોઈ પોતાનાં બાળકોને દુઃખ નથી આપતા. અચ્છા
- ઓમ શાંતિ.
આ અવ્યક્ત ઇશારા -
અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો
સંપૂર્ણ પવિત્રતા
અર્થાત્ મન્સા માં પણ કોઈ એક વિકાર નો અંશ પણ ન હોય. જ્ઞાન, ગુણ અને સર્વશક્તિઓની
પ્રાપ્તિ માં સદા સંપન્ન, સર્વપ્રાપ્તિઓની લાઈટ નો ક્રાઉન સ્પષ્ટ દેખાય. સ્વયં ને
સદા લાઈટ આત્મિક રુપ માં અનુભવ કરો. કર્મ માં પણ પોતાને લાઈટ (હલકા) મહેસુસ કરો.