13-09-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે સર્વ આત્માઓ ને
કર્મબંધન થી સૈલવેજ ( મુક્ત ) કરવાવાળા સૈલવેશન આર્મી ( સેના ) છો , તમારે કર્મબંધન
માં નથી ફસાવાનું”
પ્રશ્ન :-
કયો અભ્યાસ કરતા રહો તો આત્મા ખૂબ-ખૂબ શક્તિશાળી બની જશે?
ઉત્તર :-
જ્યારે પણ સમય મળે તો શરીર થી ડીટેચ (અલગ) થવાનો અભ્યાસ કરો. ડીટેચ થવાથી આત્મા માં
શક્તિ પાછી આવશે, તેમાં બળ ભરાશે. તમે અન્ડરગ્રાઉન્ડ (ગુપ્ત) મિલેટ્રી છો, તમને
માર્ગદર્શન મળે છે - અટેન્શન પ્લીઝ (સાવધાન) અર્થાત્ એક બાપ ની યાદ માં રહો, અશરીરી
થઈ જાઓ.
ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ નો
અર્થ તો બાપે સારી રીતે સમજાવ્યો છે. જ્યાં મિલેટ્રી ઉભી હોય છે તે પછી કહે છે
અટેન્શન, તે લોકોનું અટેન્શન એટલે સાઈલેન્સ (શાંતિ). અહીં પણ તમને બાપ કહે છે
અટેન્શન અર્થાત્ એક બાપ ની યાદ માં રહો. મુખ થી બોલવાનું હોય છે, નહીં તો હકીકત માં
બોલવાથી પણ દૂર જવું જોઈએ. અટેન્શન, બાપ ની યાદ માં છો? બાપ નું માર્ગદર્શન અથવા
શ્રીમત મળે છે, તમે આત્મા ને પણ ઓળખ્યો છે, બાપ ને પણ ઓળખ્યા છે તો બાપ ને યાદ કર્યા
વગર તમે વિકર્માજીત અર્થાત્ સતોપ્રધાન પવિત્ર નથી બની શકતાં. મૂળ વાત જ આ છે, બાપ
કહે છે મીઠાં-મીઠાં લાડલા બાળકો! સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ છે બધી આ
સમય ની વાતો, જે પછી તે બીજી તરફ લઈ ગયાં છે. તે પણ મિલેટ્રી છે, તમે પણ મિલેટ્રી
છો. અન્ડરગ્રાઉન્ડ મિલેટ્રી પણ હોય છે ને? છુપાઈ થઈ જાય છે. તમે પણ અન્ડરગ્રાઉન્ડ
છો. તમે પણ ગુમ થઈ જાઓ છો અર્થાત્ બાપની યાદ માં લીન થઈ જાઓ છો. આને કહેવાય છે
અન્ડરગ્રાઉન્ડ . કોઈ ઓળખી ન શકે કારણ કે તમે ગુપ્ત છો ને? તમારી યાદ ની યાત્રા
ગુપ્ત છે, ફક્ત બાપ કહે છે મને યાદ કરો કારણ કે બાપ જાણે છે યાદ થી આ બિચારાઓ નું
કલ્યાણ થશે. હવે તમને બિચારા કહેશે ને? સ્વર્ગ માં બિચારા હોતા નથી. બિચારા એમને
કહેવાય છે જે ક્યાંક બંધન માં ફસાયેલા રહે છે. આ પણ તમે સમજો છો, બાપે સમજાવ્યું છે
- તમને લાઈટ હાઉસ પણ કહેવાય છે. બાપ ને પણ લાઈટ હાઉસ કહેવાય છે. બાપ ઘડી-ઘડી સમજાવે
છે એક આંખ માં શાંતિધામ, બીજી આંખ માં સુખધામ રાખો. તમે જાણે લાઈટ હાઉસ છો. ઉઠતાં,
બેસતાં, ચાલતાં તમે લાઈટ બનીને રહો. બધાને સુખધામ-શાંતિધામ નો રસ્તો બતાવતા રહો. આ
દુ:ખધામ માં બધાની નાવ અટકી ગઈ છે ત્યારે તો કહે છે ને નાવ મારી પાર લગાવો. હે માંઝી
(નાવિક). બધાની નાવ ફસાઈ ગઈ છે, તેને મુક્ત કોણ કરે? તે કોઈ સેલ્વેશન આર્મી (મુક્તિસેના)
તો નથી. એમ જ નામ રાખી દીધું છે. હકીકત માં સેલ્વેશન આર્મી તો તમે છો જે દરેક ને
સેલ્વેજ (મુક્ત) કરો છો. બધાં ૫ વિકારો ની જંજીરો માં (માયાજાળ માં) અટકી ગયા છે,
એટલે કહે છે અમને લિબ્રેટ કરો, સેલ્વેજ કરો. તો બાપ કહે છે કે આ યાદ ની યાત્રા થી
તમે પાર થઈ જશો. હમણાં તો બધાં ફસાયેલા છે. બાપ ને બાગવાન પણ કહેવાય છે. આ સમય ની જ
બધી વાતો છે. તમારે ફૂલ બનવાનું છે, હમણાં તો બધાં કાંટા છે કારણ કે હિંસક છે. હવે
અહિંસક બનવાનું છે. પાવન બનવાનું છે. જે ધર્મ સ્થાપન કરવા આવે છે, તે તો પવિત્ર
આત્માઓ જ આવે છે. તે તો અપવિત્ર હોઈ ન શકે. પહેલાં-પહેલાં જ્યારે આવે છે તો પવિત્ર
હોવાનાં કારણે તેમનાં આત્મા કે શરીર ને દુઃખ મળી ન શકે કારણ કે તેમનાં પર કોઈ પાપ
નથી. આપણે જ્યારે પવિત્ર છીએ તો પાપ નથી થતાં તો બીજાઓ નાં પણ નથી થતાં. દરેક વાત
પર વિચાર કરવાનો હોય છે. ત્યાંથી આત્માઓ આવે છે ધર્મ સ્થાપન કરવાં. જેમની પછી
રાજધાની પણ ચાલે છે. સિક્ખ ધર્મ ની પણ રાજધાની છે. સંન્યાસીઓની રાજધાની થોડી ચાલે
છે, રાજાઓ થોડી બન્યાં છે? સિક્ખ ધર્મ માં મહારાજા વગેરે છે, તો તે જ્યારે આવે છે
સ્થાપના કરવા તો તે નવો આત્મા આવે છે. ક્રાઈસ્ટે આવીને ક્રિશ્ચન ધર્મ સ્થાપન કર્યો,
બુદ્ધે બૌદ્ધી, ઈબ્રાહિમે ઈસ્લામ - બધાનાં નામ સાથે રાશિ મળે છે. દેવી-દેવતા ધર્મ
નું નામ નથી મળતું. નિરાકાર બાપ જ આવીને દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરે છે. એ
દેહધારી નથી. બીજા જે ધર્મ સ્થાપક છે તેમનાં દેહનું નામ છે, આ તો દેહધારી નથી.
રાજધાની નવી દુનિયામાં ચાલે છે. તો બાપ કહે છે - બાળકો, પોતાને રુહાની મિલેટ્રી
જરુર સમજો. તે મિલેટ્રી નાં કમાન્ડર વગેરે આવે છે, કહે છે અટેન્શન, તો ઝટ ઉભા થઈ
જાય છે. હવે તે તો દરેક પોત-પોતાનાં ગુરુ ને યાદ કરશે અથવા શાંતિ માં રહેશે. પરંતુ
તે ખોટી શાંતિ થઈ જાય છે. તમે જાણો છો આપણે આત્મા છીએ, આપણો ધર્મ જ શાંતિ છે. પછી
યાદ કોને કરવાનાં છે? હમણાં તમને જ્ઞાન મળે છે. જ્ઞાન સહિત યાદ માં રહેવાથી પાપ
કપાય છે. આ જ્ઞાન બીજા કોઈને નથી. મનુષ્ય એ થોડી સમજે છે આપણે આત્મા શાંત સ્વરુપ
છીએ? આપણે શરીર થી અલગ થઈને બેસવાનું છે. અહીં તમને તે બળ મળે છે જેનાથી તમે પોતાને
આત્મા સમજી બાપ ની યાદ માં બેસી શકો છો. બાપ સમજાવે છે - કેવી રીતે પોતાને આત્મા
સમજી ડીટેચ થઈને બેસો. તમે જાણો છો આપણે આત્માઓએ હવે પાછા જવાનું છે. આપણે ત્યાંના
રહેવાવાળા છીએ. આટલાં દિવસ ઘર ને ભૂલી ગયા હતાં, બીજા કોઈ થોડી સમજે છે - આપણે ઘરે
જવાનું છે? પતિત આત્મા તો પાછા જઈ ન શકે. નથી કોઈ આવું સમજાવવા વાળું કે કોને યાદ
કરો? બાપ સમજાવે છે - યાદ એક ને જ કરવાનાં છે. બીજા કોઈને યાદ કરવાથી શું ફાયદો?
સમજો, ભક્તિમાર્ગ માં શિવ-શિવ કહેતા રહે છે, ખબર તો કોઈ ને નથી કે એનાથી શું થશે?
શિવ ને યાદ કરવાથી પાપ કપાઈ જશે - એ કોઈને પણ ખબર નથી. અવાજ સંભળાશે. તે તો જરુર
અવાજ થશે જ. આ બધી વાતો થી કોઈ ફાયદો નથી. બાબા તો આ બધાં ગુરુઓ કરતાં અનુભવી છે
ને?
બાપે કહ્યું છે ને -
હે અર્જુન, આ બધાને છોડો… સદ્દગુરુ મળ્યા તો આ બધાની જરુર નથી. સદ્દગુરુ તારે છે.
બાપ કહે છે - હું તમને આસુરી સંસાર થી પાર લઈ જાઉં છું. વિષય સાગર થી પાર જવાનું
છે. આ બધી વાતો સમજાવવાની છે. નાવિક તો આમ તો નાવ ચલાવવા વાળો હોય છે પરંતુ સમજાવવા
માટે આ નામ પડી ગયું છે. એમને કહેવાય છે - પ્રાણેશ્વર બાબા અર્થાત્ પ્રાણો નું દાન
આપવા વાળા બાબા, એ અમર બનાવી દે છે. પ્રાણ આત્માને કહેવાય છે. આત્મા નીકળી જાય છે
તો કહે છે પ્રાણ નીકળી ગયાં. પછી શરીર ને રાખવા પણ નથી દેતાં. આત્મા છે તો શરીર પણ
તંદુરસ્ત છે. આત્મા વગર તો શરીર માં વાસ (દુર્ગંધ) આવી જાય છે. પછી તેને રાખીને શું
કરશે? જાનવર પણ આવું નહીં કરે. ફક્ત એક વાંદરો છે, તેનું બચ્ચું મરી જાય છે,
દુર્ગંધ આવે છે તો પણ તે મુર્દા ને છોડશે નહીં, લટકાવીને રહેશે. તે તો જાનવર છે, તમે
તો મનુષ્ય છો ને? શરીર છોડ્યું તો કહેશે જલ્દી એને બહાર કાઢો. મનુષ્ય કહેશે સ્વર્ગ
પધાર્યા. જ્યારે અર્થી ને ઉઠાવે છે તો પહેલાં પગ સ્મશાન તરફ કરે છે. પછી જ્યારે ત્યાં
અંદર જાય છે, પૂજા વગેરે કરી સમજે છે હવે આ સ્વર્ગ જઈ રહ્યા છે તો તેને ફેરવીને મુખ
સ્મશાન તરફ કરી દે છે. તમે શ્રીકૃષ્ણ ને પણ એક્યુરેટ દેખાડ્યા છે, નર્ક ને લાત મારી
રહ્યા છે. શ્રીકૃષ્ણ નું આ શરીર તો નથી, એમનું નામ, રુપ તો બદલાય છે. કેટલી વાતો
બાપ સમજાવીને પછી કહે છે – મનમનાભવ.
અહીં આવીને જ્યારે
બેસો છો તો અટેન્શન. બુદ્ધિ બાપ માં લાગેલી રહે. તમારું આ અટેન્શન સદા માટે છે. જ્યાં
સુધી જીવવાનું છે, બાપ ને યાદ કરવાનાં છે. યાદ થી જ જન્મ-જન્માંતર નાં પાપ કપાય છે.
યાદ જ નહીં કરશો તો પાપ પણ નહીં કપાશે. બાપ ને યાદ કરવાનાં છે, યાદ માં આંખો
ક્યારેય બંધ નથી કરવાની. સંન્યાસી લોકો આંખો બંધ કરીને બેસે છે. કોઈ-કોઈ તો સ્ત્રી
નું મોઢું પણ નથી જોતાં. પટ્ટી બાંધીને બેસે છે. તમે જ્યારે અહીં બેસો છો તો રચયિતા
અને રચના નાં આદિ-મધ્ય-અંત નું સ્વદર્શન ચક્ર ફેરવવું જોઈએ. તમે લાઈટ હાઉસ છો ને? આ
છે દુઃખધામ, એક આંખ માં દુઃખધામ, બીજી આંખ માં સુખધામ. ઉઠતાં-બેસતાં પોતાને લાઈટ
હાઉસ સમજો. બાબા ભિન્ન-ભિન્ન ઉદાહરણ થી બતાવે છે. તમે પોતાની પણ સંભાળ કરો છો. લાઈટ
હાઉસ બનવાથી પોતાનું કલ્યાણ કરો છો. બાપ ને યાદ જરુર કરવાનાં છે, જ્યારે કોઈ રસ્તા
માં મળે તો તેમને બતાવવાનું છે. ઓળખાણ વાળા પણ ખૂબ મળે છે, તે તો એક-બીજા ને
રામ-રામ કરે છે, તેમને બોલો - તમને ખબર છે આ દુઃખધામ છે? એ છે શાંતિધામ અને સુખધામ.
તમે શાંતિધામ-સુખધામ માં જવા ઈચ્છો છો? આ ૩ ચિત્ર કોઈને સમજાવવા તો ખૂબ સહજ છે. તમને
ઈશારો આપે છે. લાઈટ હાઉસ પણ ઈશારો આપે છે. આ નાવ છે જે રાવણ ની જેલ માં લટકી ગઈ છે.
મનુષ્ય, મનુષ્ય ને મુક્ત કરી નથી શકતાં. તે તો બધી છે બનાવટી હદ ની વાતો. આ છે
બેહદની વાત. સોશિયલ સોસાયટી ની સેવા પણ તે નથી. હકીકત માં સાચ્ચી સેવા આ છે - બધાનો
બેડો પાર કરવાનો છે. તમારી બુદ્ધિ માં છે મનુષ્ય ની શું સેવા કરીએ?
પહેલાં તો કહેવાનું
છે તમે ગુરુ કરો છો - મુક્તિધામ માં જવા માટે, બાપ ને મળવા માટે. પરંતુ કોઈ મળતું
નથી. મળવાનો રસ્તો બાપ જ બતાવે છે. તે સમજે છે - આ શાસ્ત્ર વગેરે વાંચવાથી ભગવાન મળે
છે, આશ્વાસન પર રહેવાથી પછી છેલ્લે કોઈ ન કોઈ રુપ માં મળશે. ક્યારે મળશે? આ બાપે
તમને બધું જ સમજાવ્યું છે. તમે ચિત્ર માં દેખાડ્યું છે એક ને યાદ કરવાનાં છે. જે પણ
ધર્મ સ્થાપક છે તે પણ આ જ ઈશારો આપે છે કારણ કે તમે શિક્ષા આપી છે તો તે પણ આમ ઈશારા
આપે છે. સાહેબ ને જપો, એ બાપ છે સદ્દગુરુ. બાકી તો અનેક પ્રકારની શિક્ષાઓ આપવા વાળા
છે. તેમને કહેવાય છે ગુરુ. અશરીરી બનવાની શિક્ષા કોઈ જાણતાં નથી. તમે કહેશો શિવબાબા
ને યાદ કરો. તે લોકો શિવ નાં મંદિર માં જાય છે તો હંમેશા શિવ ને બાબા કહેવાની આદત
પડેલી છે બીજા કોઈને બાબા નથી કહેતાં, પરંતુ એ નિરાકાર તો નથી ને? શરીરધારી છે. શિવ
તો છે નિરાકાર, સાચાં બાબા, એ તો બધાનાં બાબા થયાં. બધાં આત્માઓ અશરીરી છે. આપ બાળકો
અહીં જ્યારે બેસો છો તો આ જ ધૂન માં બેસો. તમે જાણો છો કે આપણે કેવાં ફસાયેલા હતાં.
હવે બાબાએ આવીને રસ્તો બતાવ્યો છે, બાકી બધાં ફસાયેલા છે, છૂટતા નથી. સજાઓ ખાઈને પછી
બધાં છૂટી જશે. આપ બાળકોને સમજાવતા રહે છે, મોચરા (સજાઓ) ખાઈને થોડી માની (રોટલી)
લેવાની છે. સજા ખૂબ થાય છે તો પદ ભ્રષ્ટ થઈ જાય છે, માની (રોટલી) ઓછી મળે છે! થોડી
સજા તો માની (રોટલી) સારી મળશે. આ છે કાંટાઓનું જંગલ. એક-બીજા ને કાંટા લગાવતા રહે
છે. સ્વર્ગ ને કહેવાય છે - ગાર્ડન ઓફ અલ્લાહ (ભગવાનનો બગીચો). ક્રિશ્ચન લોકો પણ કહે
છે - પેરેડાઈઝ (સ્વર્ગ) હતું. કોઈ સમયે સાક્ષાત્કાર પણ કરી શકે છે, બની શકે છે અહીં
નાં જે ધર્મ વાળા હશે તે પછી આપણા (પોતાનાં) ધર્મ માં આવી શકે છે. બાકી ફક્ત જોયું
તો એમાં શું થશે! જોવાથી કોઈ જઈ નથી શકતાં. જયારે બાપ ને ઓળખે અને નોલેજ લે. બધાં
તો આવી ન શકે. દેવતાઓ તો ત્યાં ખૂબ થોડા હોય છે. હમણાં આટલાં હિન્દુ છે, અસલ માં
દેવતાઓ હતાં ને? પરંતુ તે હતાં પાવન, આ છે પતિત. પતિત ને દેવતા કહેવાનું શોભશે નહીં.
આ એક જ ધર્મ છે, જેને ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ કહેવાય છે. આદિ સનાતન હિંદુ ધર્મ કહી
દે છે. દેવતા ધર્મ ની કોલમ (ખાનું) જ નથી રાખતાં.
આપણે બાળકોનાં મોસ્ટ
બિલોવેડ (સૌથી પ્રિય) બાપ છે, જે તમને શું થી શું બનાવી દે છે! તમે સમજાવી શકો છો
કે બાપ કેવી રીતે આવે છે? જ્યારે દેવતાઓનાં પગ પણ જૂની તમોપ્રધાન સૃષ્ટિ પર નથી આવતાં
તો પછી બાપ કેવી રીતે આવશે? બાપ તો છે નિરાકાર, એમને તો પોતાનાં પગ નથી એટલે આમનામાં
પ્રવેશ કરે છે.
હમણાં આપ બાળકો
ઈશ્વરીય દુનિયામાં બેઠાં છો, તે બધાં છે આસુરી દુનિયામાં. આ ખૂબ નાનો સંગમયુગ છે.
તમે સમજો છો આપણે નથી દૈવી સંસાર માં, નથી આસુરી સંસાર માં. આપણે ઈશ્વરીય સંસાર માં
છીએ. બાપ આવ્યા છે આપણને ઘરે લઈ જવા માટે. બાપ કહે છે એ મારું ઘર છે. તમારા માટે
હું મારું ઘર છોડીને આવું છું. ભારત સુખધામ બની જાય છે તો પછી હું થોડી આવું છું?
હું વિશ્વ નો માલિક નથી બનતો, તમે બનો છો. આપણે બ્રહ્માંડ નાં માલિક છીએ. બ્રહ્માંડ
માં બધાં આવે છે. હમણાં ત્યાં માલિક બનીને બેઠાં છે, જેમને આવવાનું બાકી છે, પરંતુ
તે આવીને વિશ્વ નાં માલિક નથી બનતાં. સમજાવે તો ખૂબ છે. કોઈ વિદ્યાર્થી ખૂબ સારા
હોય છે તો સ્કોલરશિપ લઈ લે છે. વન્ડર છે અહીં કહે પણ છે અમે પવિત્ર બનીશું પછી જઈને
પતિત બની જાય છે. આવાં-આવાં કાચ્ચા ને નહીં લઈ આવો. બ્રાહ્મણી નું કામ છે તપાસ કરીને
લાવવાનું. તમે જાણો છો કે આત્મા જ શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે, તેને અવિનાશી પાર્ટ
મળેલો છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. લાઈટ હાઉસ
બની બધાને શાંતિધામ, સુખધામ નો રસ્તો બતાવવાનો છે. બધાની નાવ ને દુઃખધામ થી કાઢવાની
સેવા કરવાની છે. પોતાનું પણ કલ્યાણ કરવાનું છે.
2. પોતાની શાંત
સ્વરુપ સ્થિતિ માં સ્થિત થઈ શરીર થી ડીટેચ થવાનો અભ્યાસ કરવાનો છે, યાદમાં આંખો
ખોલીને બેસવાનું છે, બુદ્ધિ થી રચયિતા અને રચના નું સિમરણ કરવાનું છે.
વરદાન :-
સ્વયં નાં સંકલ્પો ને શુદ્ધ ,
જ્ઞાન સ્વરુપ અને શક્તિ સ્વરુપ બનાવવા વાળા સંપૂર્ણ પવિત્ર ભવ
બાપ સમાન બનવા માટે
પવિત્રતા નું ફાઉન્ડેશન પાક્કું કરો. ફાઉન્ડેશન માં બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું આ
તો સાધારણ વાત છે, ફક્ત આમાં ખુશ ન થઈ જાઓ. દૃષ્ટિ, વૃત્તિ ની પવિત્રતા ને વધારે જ
અન્ડરલાઈન કરો સાથે-સાથે પોતાનાં સંકલ્પો ને શુદ્ધ, જ્ઞાન-સ્વરુપ, શક્તિ-સ્વરુપ
બનાવો. સંકલ્પ માં હજી ખૂબ કમજોરી છે. આ કમજોરી ને પણ સમાપ્ત કરો ત્યારે કહેવાશે
સંપૂર્ણ પવિત્ર આત્મા.
સ્લોગન :-
દૃષ્ટિ માં બધાં
પ્રત્યે રહેમ અને શુભ ભાવના હોય તો અભિમાન તથા અપમાન નો અંશ પણ ન આવી શકે.