13-09-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - સૌથી
પહેલાં - પહેલાં આ જ વિચાર કરો કે મુજ આત્મા પર જે કાટ ચઢેલો છે , તે કેવી રીતે ઉતરે
, સોય પર જ્યાં સુધી કાટ ( જંક ) હશે ત્યાં સુધી ચુંબક ખેંચી નથી શકતું”
પ્રશ્ન :-
પુરુષોત્તમ સંગમયુગ પર તમારે પુરુષોત્તમ બનવા માટે કયો પુરુષાર્થ કરવાનો છે?
ઉત્તર :-
કર્માતીત બનવાનો. કોઈ પણ કર્મ સંબંધો ની તરફ બુદ્ધિ ન જાય અર્થાત્ કર્મ બંધન પોતાની
તરફ ન ખેંચે. બધું કનેક્શન (સંબંધ) એક બાપ સાથે રહે. કોઈની સાથે પણ દિલ લાગેલું ન
હોય. એવો પુરુષાર્થ કરો, ઝરમુઈ-ઝઘમુઈ (પરદર્શન-પરચિંતન) માં પોતાનો સમય વ્યર્થ ન કરો.
યાદ માં રહેવાનો અભ્યાસ કરો.
ગીત :-
જાગ સજનિયાઁ
જાગ…
ઓમ શાંતિ!
રુહાની બાળકોએ
(આત્માઓ) શરીર દ્વારા ગીત સાંભળ્યું? કારણકે બાપ હવે બાળકો ને આત્મ-અભિમાની બનાવી
રહ્યાં છે. તમને આત્મા નું પણ જ્ઞાન મળે છે. દુનિયા માં એક પણ મનુષ્ય નથી, જેમને
આત્મા નું સાચ્ચું જ્ઞાન હોય. તો પછી પરમાત્મા નું જ્ઞાન કેવી રીતે હોઈ શકે? આ બાપ
જ સમજાવે છે. સમજાવવાનું શરીર ની સાથે જ છે. શરીર વગર તો આત્મા કાંઈ કરી નથી શકતો.
આત્મા જાણે છે આપણે ક્યાં નાં નિવાસી છીએ? કોનાં બાળકો છીએ? હમણાં તમે યથાર્થ રીતે
જાણો છો. બધા એક્ટર્સ પાર્ટધારી છે. ભિન્ન-ભિન્ન ધર્મ નાં આત્માઓ ક્યારે આવે છે? આ
પણ તમારી બુદ્ધિ માં છે. બાપ ડિટેલ (વિસ્તાર) નથી સમજાવતા, મુટ્ટા (હોલસેલ) સમજાવે
છે. હોલસેલ અર્થાત્ એક સેકન્ડ માં એવી સમજણ આપે છે જે સતયુગ આદિ થી લઈને અંત સુધી
ખબર પડી જાય છે કેવી રીતે આપણો પાર્ટ નોંધાયેલો છે. હમણાં તમે જાણો છો બાપ કોણ છે?
એમનો આ ડ્રામા ની અંદર શું પાર્ટ છે? આ પણ જાણો છો ઊંચા માં ઊંચા બાપ છે, સર્વ નાં
સદ્દગતિ દાતા, દુઃખહર્તા સુખકર્તા છે. શિવજયંતી ગવાયેલી છે. જરુર કહેશે શિવજયંતી
સૌથી ઊંચી છે. ખાસ ભારત માં જ જયંતી મનાવે છે. જેની-જેની રાજાઈ માં જે ઊંચ પુરુષ ની
ભૂતકાળ ની હિસ્ટ્રી સારી હોય છે તો તેમનો સ્ટેમ્પ (મહોર) પણ બનાવે છે. હવે શિવ ની
જયંતી પણ મનાવે છે. સમજાવવું જોઈએ સૌથી ઊંચી જયંતી કોની થઈ? કોની સ્ટેમ્પ બનાવવી
જોઈએ? કોઈ સાધુ-સંત અથવા સિક્ખો નાં, મુસલમાનો નાં કે અંગ્રેજો નાં, કોઈ ફિલોસોફર (તત્વજ્ઞાની)
સારા હશે તો તેમની સ્ટેમ્પ બનાવતા રહે છે. જેમ રાણા પ્રતાપ વગેરે ની પણ બનાવે છે.
હવે હકીકત માં સ્ટેમ્પ હોવી જોઈએ બાપ ની, જે સર્વ નાં સદ્દગતિ દાતા છે. આ સમયે બાપ
ન આવે તો સદ્દગતિ કેવી રીતે થાય કારણકે બધા રૌરવ નર્ક માં ગોતા ખાઈ રહ્યાં છે. સૌથી
ઊંચા માં ઊંચા છે શિવબાબા, પતિત-પાવન. મંદિર પણ શિવ નાં ખૂબ ઊંચા સ્થાન પર બનાવે
છે. કારણકે ઊંચા માં ઊંચા છે ને?
બાપ જ આવીને ભારત ને
સ્વર્ગ નાં માલિક બનાવે છે. જ્યારે એ આવે છે ત્યારે સદ્દગતિ કરે છે. તો એ બાપની જ
યાદ રહેવી જોઈએ. સ્ટેમ્પ પણ શિવબાબા ની કેવી રીતે બનાવે? ભક્તિમાર્ગ માં તો શિવલિંગ
બનાવે છે. એ જ ઊંચા માં ઊંચા આત્મા થયાં. ઊંચા માં ઊંચું મંદિર પણ શિવ નું જ માનશે.
સોમનાથ શિવ નું મંદિર છે ને? ભારતવાસી તમોપ્રધાન હોવાનાં કારણે આ પણ નથી જાણતા કે
શિવ કોણ છે જેમની પૂજા કરે છે, એમનું ઓક્યુપેશન (કર્તવ્ય) તો જાણતા નથી. રાણા
પ્રતાપે પણ લડાઈ કરી, તે તો હિંસા થઈ ગઈ. આ સમયે તો બધા છે ડબલ હિંસક. વિકાર માં જવું,
કામ કટારી ચલાવવી આ પણ હિંસા છે ને? ડબલ અહિંસક તો આ લક્ષ્મી-નારાયણ છે. મનુષ્યો ને
જ્યારે પૂરું જ્ઞાન હોય ત્યારે તો અર્થ સહિત સ્ટેમ્પ નીકળે. સતયુગ માં સ્ટેમ્પ નીકળે
જ આ લક્ષ્મી-નારાયણ ની છે. શિવબાબા નું જ્ઞાન તો ત્યાં રહેતું નથી તો જરુર ઊંચા માં
ઊંચી લક્ષ્મી-નારાયણ ની જ સ્ટેમ્પ લાગતી હશે. હમણાં પણ ભારત ની તે સ્ટેમ્પ હોવી
જોઈએ. ઊંચા માં ઊંચા છે ત્રિમૂર્તિ શિવ. તે તો અવિનાશી રહેવા જોઈએ કારણકે ભારત ને
અવિનાશી રાજ-ગાદી આપે છે. પરમપિતા પરમાત્મા જ ભારત ને સ્વર્ગ બનાવે છે. તમારા માં
પણ ઘણાં છે જે આ ભૂલી જાય છે કે બાબા આપણને સ્વર્ગ નાં માલિક બનાવે છે. આ માયા
ભુલાવી દે છે. બાપ ને ન જાણવાનાં કારણે ભારતવાસી કેટલી ભૂલો કરતા આવ્યાં છે. શિવબાબા
શું કરે છે, આ કોઈને પણ ખબર નથી. શિવજયંતી નો પણ અર્થ નથી સમજતાં. આ નોલેજ બાપ
સિવાય બીજા કોઈને નથી.
હવે આપ બાળકો ને બાપ
સમજાવે છે તમે બીજાઓ ઉપર પણ રહેમ કરો, પોતાની ઉપર પણ પોતે જ રહેમ કરો. શિક્ષક ભણાવે
છે આ પણ રહેમ કરે છે ને? આ પણ કહે છે હું શિક્ષક છું. તમને ભણાવું છું. હકીકત માં
આનું નામ પાઠશાળા પણ નહીં કહેવાશે. આ તો ખૂબ મોટી યુનિવર્સિટી છે. બાકી તો બધા છે
ખોટા નામ. તે કોઈ આખાં યુનિવર્સ (વિશ્વ) માટે કોલેજ તો નથી. તો યુનિવર્સિટી છે જ એક
બાપ ની, જે આખાં વિશ્વ ની સદ્દગતિ કરે છે. હકીકત માં યુનિવર્સિટી આ એક જ છે. આમનાં
દ્વારા જ બધા મુક્તિ-જીવનમુક્તિ માં જાય છે અર્થાત્ શાંતિ અને સુખ પ્રાપ્ત કરે છે.
યુનિવર્સ તો આ થયું ને, એટલે બાબા કહે છે ડરો નહીં આ તો સમજાવવાની વાત છે. એવું પણ
થાય છે ઇમરજન્સી (તત્કાલીન) નાં સમય પર કોઈ કોઈનું સાંભળતા પણ નથી. પ્રજા નું પ્રજા
પર રાજ્ય ચાલે છે બીજા કોઈ ધર્મ માં શરુઆત થી રાજાઈ નથી ચાલતી. તેઓ તો ધર્મ સ્થાપન
કરવા આવે છે. પછી જ્યારે લાખો નાં અંદાજ માં થાય ત્યારે રાજાઈ કરી શકે. અહીં તો બાપ
રાજાઈ સ્થાપન કરી રહ્યાં છે - યુનિવર્સ માટે. આ પણ સમજાવવા ની વાત છે. દૈવી રાજધાની
આ પુરુષોત્તમ સંગમયુગ પર સ્થાપન કરી રહ્યાં છે. બાબાએ સમજાવ્યું છે - શ્રીકૃષ્ણ,
શ્રીનારાયણ, શ્રીરામ વગેરે નાં કાળા ચિત્ર પણ તમે હાથ માં ઉપાડો પછી સમજાવો
શ્રીકૃષ્ણ ને શ્યામ-સુંદર કેમ કહે છે? સુંદર હતાં પછી શ્યામ કેવી રીતે બને છે? ભારત
જ હેવન (સ્વર્ગ) હતું, હવે હેલ (નર્ક) છે. હેલ અર્થાત્ કાળા, હેવન અર્થાત્ ગોરા.
રામ રાજ્ય ને દિવસ, રાવણ રાજ્ય ને રાત કહેવાય છે. તો તમે સમજાવી શકો છો - દેવતાઓ ને
કાળા કેમ બનાવ્યાં છે. બાપ સમજાવે છે - તમે છો હમણાં પુરુષોત્તમ સંગમયુગ પર. તેઓ નથી,
તમે તો અહીં બેઠાં છો ને? અહીં તમે છો જ સંગમયુગ પર, પુરુષોત્તમ બનવાનો પુરુષાર્થ
કરી રહ્યાં છો. વિકારી પતિત મનુષ્યો સાથે તમારું કોઈ કનેક્શન જ નથી, હા, હજી
કર્માતીત અવસ્થા નથી થઈ એટલે કર્મ સંબંધો સાથે પણ દિલ લાગી જાય છે. કર્માતીત બનવા
માટે જોઈએ યાદ ની યાત્રા. બાપ સમજાવે છે તમે આત્મા છો, તમારો પરમાત્મા બાપ ની સાથે
કેટલો લવ (પ્રેમ) હોવો જોઈએ. ઓહો! બાબા અમને ભણાવે છે. તે ઉમંગ કોઈ માં રહેતો નથી.
માયા ઘડી-ઘડી દેહ-અભિમાન માં લાવી દે છે. જ્યારે સમજો છો શિવબાબા આપણા આત્માઓ સાથે
વાત કરી રહ્યાં છે, તો તે કશિશ, તે ખુશી રહેવી જોઈએ ને? જે સોય પર જરા પણ જંક નહીં
હશે તે ચુંબક ની આગળ તમે રાખશો તો ફટ થી ચીટકી (ચોંટી) જશે. થોડો પણ કાટ હશે તો
ચીટકશે નહીં. કશિશ નહીં થાય. જ્યાં થી નહીં હોય પછી તે તરફ થી ચુંબક ખેંચશે. બાળકો
માં કશિશ ત્યારે થશે જ્યારે યાદ ની યાત્રા પર હશે. કાટ હશે તો ખેંચી નહીં શકે. દરેક
સમજી શકે છે અમારી સોય બિલકુલ પવિત્ર થઈ જશે તો કશિશ પણ થશે. કશિશ નથી થતી કારણકે
કાટ ચઢેલો છે. તમે ખૂબ યાદ માં રહો છો તો વિકર્મ ભસ્મ થાય છે. અચ્છા, પછી જો કોઈ
પાપ કરે છે તો તે સોગુણા દંડ થઈ જાય છે. કાટ ચઢી જાય છે, યાદ નથી કરી શકતાં. પોતાને
આત્મા સમજી બાપ ને યાદ કરો, યાદ ભૂલવાથી કાટ ચઢી જાય છે. તો તે કશિશ, લવ (પ્રેમ) નથી
રહેતો. કાટ ઉતરેલો હશે તો પ્રેમ હશે, ખુશી પણ રહેશે. ચહેરો ખુશનુમ: (હર્ષિત) રહેશે.
તમારે ભવિષ્ય માં એવા બનવાનું છે. સર્વિસ (સેવા) નથી કરતા તો જૂની સડેલી વાતો કરતા
રહે છે. બાપ સાથે બુદ્ધિયોગ જ તોડાવી દે છે. જે કાંઈ ચમક હતી, તે પણ ગુમ થઈ જાય છે.
બાપ સાથે જરા પણ પ્રેમ નથી રહેતો. પ્રેમ તેમનો રહેશે જે સારી રીતે બાપ ને યાદ કરતા
હશે. બાપ ને પણ તેમની સાથે કશિશ થશે. આ બાળક સર્વિસ પણ સારી કરે છે અને યોગ માં રહે
છે. તો બાપ નો પ્રેમ તેમનાં પર રહે છે. પોતાની ઉપર ધ્યાન રાખે છે, મારા થી કોઈ પાપ
તો નથી થયું? જો યાદ નહીં કરશો તો કાટ કેવી રીતે ઉતરશે? બાપ કહે છે ચાર્ટ રાખો તો
કાટ ઉતરી જશે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવું છે તો કાટ ઉતરવો જોઈએ. ઉતરે પણ છે પછી
ચઢે પણ છે. સોગુણા દંડ પડી જાય છે. બાપ ને યાદ નથી કરતા તો કાંઈ ન કાંઈ પાપ કરી લે
છે. બાપ કહે છે કાટ ઉતર્યા વગર તમે મારી પાસે આવી નહીં શકો. નહીં તો પછી સજા ખાવી
પડશે. મોચરા (સજાઓ) પણ મળે, પદ પણ ભ્રષ્ટ થઈ જાય છે. બાકી બાપ પાસે થી વારસો શું
મળ્યો? એવાં કર્મ ન કરવા જોઈએ જે ખુબ જ કાટ ચઢી જાય. પહેલાં તો પોતાનો કાટ ઉતારવાનો
વિચાર રાખો. વિચાર નથી કરતા તો પછી બાપ સમજશે આમની તકદીર માં નથી. ક્વોલિફિકેશન (લાયકાત)
જોઈએ. સારા કેરેક્ટર્સ (ચરિત્ર) જોઈએ. લક્ષ્મી-નારાયણ નાં કેરેક્ટર તો ગવાયેલા છે.
આ સમય નાં મનુષ્યો તેમની આગળ પોતાનું કેરેક્ટર વર્ણન કરે છે. શિવબાબા ને જાણતા જ નથી,
સદ્દગતિ કરવા વાળા તો એ જ છે, સંન્યાસીઓ ની પાસે જાય છે. પરંતુ સર્વ નાં સદ્દગતિ
દાતા છે જ એક. બાપ જ સ્વર્ગ ની સ્થાપના કરે છે પછી તો નીચે જ ઉતરવાનું છે. બાપ
સિવાય કોઈ પાવન બનાવી ન શકે. મનુષ્ય ખાડા ની અંદર જઈને બેસે છે, આનાં કરતાં તો ગંગા
માં જઈને બેસે તો સાફ થઈ જાય કારણકે પતિત-પાવની ગંગા કહે છે ને? મનુષ્ય શાંતિ ઈચ્છે
છે તો તે જ્યારે ઘરે જશે ત્યારે પાર્ટ પૂરો થશે. આપણું આત્માઓ નું ઘર છે જ
નિર્વાણધામ. અહીં શાંતિ ક્યાંથી આવી? તપસ્યા કરે છે, તે પણ કર્મ કરે છે ને, કરીને
શાંતિ માં બેસી જશે. શિવબાબા ને તો જાણતા જ નથી. તે બધો છે ભક્તિમાર્ગ, પુરુષોત્તમ
સંગમયુગ એક જ છે, જ્યારે બાપ આવે છે. આત્મા સ્વચ્છ બની મુક્તિ-જીવનમુક્તિ માં ચાલ્યો
જાય છે. જે મહેનત કરશે તે રાજ્ય કરશે, બાકી જે મહેનત નહીં કરશે તે સજાઓ ખાશે. શરુઆત
માં સાક્ષાત્કાર કરાવ્યો હતો, સજાઓ નો. પછી અંત માં પણ સાક્ષાત્કાર થશે. જોશે અમે
શ્રીમત પર ન ચાલ્યાં ત્યારે આ હાલ થયો છે. બાળકોએ કલ્યાણકારી બનવાનું છે. બાપ અને
રચના નો પરિચય આપવાનો છે. જેમ સોય ને માટી નાં તેલ (કેરોસીન) માં નાખવાથી કાટ ઉતરી
જાય છે, એમ બાપ ની યાદ માં રહેવા થી પણ કાટ ઉતરે છે. નહીં તો તે કશિશ, તે પ્રેમ બાપ
માં નથી રહેતો. પ્રેમ બધો ચાલ્યો જાય છે મિત્ર-સંબંધીઓ વગેરે માં, મિત્ર-સંબંધીઓ ની
પાસે જઈને રહે છે. ક્યાં તે કાટ ખાધેલો સંગ અને ક્યાં આ સંગ? કાટ ખાધેલી વસ્તુ નાં
સંગ માં તેને પણ કાટ ચઢી જશે. કાટ ઉતારવા માટે જ બાપ આવે છે. યાદ થી જ પાવન બનશે.
અડધાકલ્પ થી ખૂબ જોર થી કાટ ચઢેલો છે. હવે બાપ ચુંબક કહે છે મને યાદ કરો. બુદ્ધિ નો
યોગ જેટલો મારી સાથે હશે એટલો કાટ ઉતરશે. નવી દુનિયા તો બનવાની જ છે, સતયુગ માં
પહેલાં ખૂબ નાનું ઝાડ હોય છે - દેવી-દેવતાઓ નું, પછી વૃદ્ધિ થાય છે. અહીં થી જ તમારી
પાસે આવીને પુરુષાર્થ કરતા રહે છે. ઉપર થી કોઈ નથી આવતાં, જેમ બીજા ધર્મ વાળાઓ નાં
ઉપર થી આવે છે. અહીં તમારી રાજધાની તૈયાર થઈ રહી છે. બધો આધાર ભણતર પર છે. બાપ ની
શ્રીમત પર ચાલવા પર છે, બુદ્ધિયોગ બહાર જતો રહે છે તો પણ કાટ લાગી જાય છે. અહીં આવે
છે તો બધો હિસાબ-કિતાબ ચુક્તું કરી, જીવતે જીવ બધું જ ખતમ કરીને આવે છે. સંન્યાસી
પણ સંન્યાસ કરે છે તો પણ કેટલાં સમય સુધી બધું યાદ આવતું રહે છે.
આપ બાળકો જાણો છો હમણાં
આપણને સત્ નો સંગ મળે છે. આપણે આપણા બાપ ની યાદ માં જ રહીએ છીએ. મિત્ર-સંબંધીઓ વગેરે
ને જાણીએ તો છીએ ને? ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં, કર્મ કરતા બાપ ને યાદ કરીએ છીએ,
પવિત્ર બનવાનું છે, બીજાઓ ને પણ શીખવાડવાનું છે. પછી તકદીર માં હશે તો ચાલી પડશે.
બ્રાહ્મણ કુળ નાં જ નહીં હશે તો દેવતાકુળ માં કેવી રીતે આવશે? ખૂબ સહજ પોઈન્ટ્સ (જ્ઞાન)
અપાય છે, જે ઝટ કોઈની બુદ્ધિ માં બેસી જાય. વિનાશકાળે વિપરીત બુદ્ધિ વાળું ચિત્ર પણ
ક્લિયર (સ્પષ્ટ) છે. હવે તે સાવરન્ટી (રાજધાની) તો નથી. દૈવી સાવરન્ટી હતી, જેને
સ્વર્ગ કહેવાતું હતું. હમણાં તો પંચાયતી રાજ્ય છે, સમજાવવા માં કોઈ વાંધો નથી. પરંતુ
કાટ નીકળેલો હોય તો કોઈને તીર લાગે. પહેલાં કાટ કાઢવાની કોશિશ કરવી જોઈએ. પોતાનાં
કેરેક્ટર જોવાનાં છે. રાત-દિવસ અમે શું કરીએ છીએ? કિચન (રસોઈ) માં પણ ભોજન બનાવતા,
રોટલી પકાવતા જેટલું થઈ શકે યાદ માં રહો, ફરવા જાઓ છો તો પણ યાદ માં. બાપ બધાની
અવસ્થા ને તો જાણે છે ને? ઝરમુઈ-ઝઘમુઈ કરે છે તો કાટ વધારે જ ચઢી જાય છે. પરચિંતન
ની કોઈ વાત ન સાંભળો. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બાપ
શિક્ષક રુપ માં ભણાવીને બધા પર રહેમ કરે છે, એમ પોતે પોતાની પર અને બીજાઓ પર પણ
રહેમ કરવાનો છે. ભણતર અને શ્રીમત પર પૂરું ધ્યાન આપવાનું છે, પોતાનાં કેરેક્ટર (ચરિત્ર)
સુધારવાના છે.
2. પરસ્પર કોઈ જૂની
સડેલી પરચિંતન ની વાતો કરીને બાપ થી બુદ્ધિયોગ નથી તોડાવવાનો. કોઈ પણ પાપ કર્મ નથી
કરવાના, યાદ માં રહીને કાટ ઉતારવાનો છે.
વરદાન :-
દૃઢતા દ્વારા
કલરાઠી જમીન માં પણ ફળ પેદા ( ઉત્પન્ન ) કરવા વાળા સફળતા સ્વરુપ ભવ
કોઈ પણ વાત માં સફળતા
સ્વરુપ બનવા માટે દૃઢતા અને સ્નેહ નું સંગઠન જોઈએ. આ દૃઢતા કલરાઠી જમીન માં પણ ફળ
પેદા કરી દે છે. જેવી રીતે આજકાલ સાયન્સ વાળા રેતી માં પણ ફળ પેદા કરવાનો પ્રયત્ન
કરી રહ્યાં છે એવી રીતે આપ સાઈલેન્સ ની શકિત દ્વારા સ્નેહ નું પાણી આપતા ફળીભૂત બનો.
દૃઢતા દ્વારા નાઉમ્મીદ માં પણ ઉમ્મીદો નાં દીપક જગાડી શકો છો કારણકે હિંમત થી બાપ
ની મદદ મળી જાય છે.
સ્લોગન :-
પોતાને સદા
પ્રભુ ની અમાનત સમજીને ચાલો તો કર્મ માં રુહાનિયત આવશે.
અવ્યક્ત ઈશારા - હવે
લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો
સારથી અર્થાત્
આત્મ-અભિમાની કારણકે આત્મા જ સારથી છે. બ્રહ્મા બાપે આ વિધિ થી નંબરવન ની સિદ્ધિ
પ્રાપ્ત કરી, તો ફોલો ફાધર કરો. જેવી રીતે બાપ દેહ ને અધીન કરી પ્રવેશ થાય છે
અર્થાત્ સારથી બને છે દેહ નાં અધીન નથી થતાં, એટલે ન્યારા અને પ્યારા છે. એવી રીતે
જ આપ બધા બ્રાહ્મણ આત્માઓ સારથી ની સ્થિતિ માં રહો. સારથી સ્વતઃ સાક્ષી થઈ કાંઈ પણ
કરશે, જોશે, સાંભળશે અને બધું જ કરતા પણ માયા નાં લેપ-છેપ થી નિર્લેપ રહેશે.