13-11-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બધાને પહેલાં - પહેલાં અલ્ફ નો પાઠ પાક્કો કરાવો , તમે આત્મા ભાઈ - ભાઈ છો”

પ્રશ્ન :-
કઈ એક વાત માં શ્રીમત, મનુષ્ય મત ની બિલકુલ જ વિપરીત છે?

ઉત્તર :-
મનુષ્ય મત કહે છે અમે મોક્ષ માં ચાલ્યા જઈશું. શ્રીમત કહે છે આ ડ્રામા અનાદિ-અવિનાશી છે. મોક્ષ કોઈને મળી નથી શકતો. ભલે કોઈ કહે આ પાર્ટ ભજવવાનું અમને પસંદ નથી. પરંતુ આમાં કંઈ પણ કરી નથી શકતાં. પાર્ટ ભજવવા આવવાનું જ છે. શ્રીમત જ તમને શ્રેષ્ઠ બનાવે છે. મનુષ્ય મત તો અનેક પ્રકારની છે.

ઓમ શાંતિ!
હમણાં આ તો બાળકો જાણે છે કે આપણે બાબાની સામે બેઠાં છીએ. બાપ પણ જાણે છે બાળકો મારી સામે બેઠાં છે. આ પણ આપ બાળકો જાણો છો બાપ આપણને શિક્ષા આપે છે જે પછી બીજાઓને આપવાની છે. પહેલાં-પહેલાં તો બાપનો જ પરિચય આપવાનો છે કારણકે બધા બાપને અને બાપની શિક્ષા ને ભૂલેલાં છે. હમણાં જે બાપ ભણાવે છે આ ભણતર ફરી ૫ હજાર વર્ષ પછી મળશે. આ જ્ઞાન બીજા કોઈને નથી. મુખ્ય થયો બાપ નો પરિચય, પછી આ બધું સમજાવવાનું છે. આપણે બધા ભાઈ-ભાઈ છીએ. આખી દુનિયા નાં જે બધા આત્માઓ છે, બધા પરસ્પર ભાઈ-ભાઈ છે. બધા સ્વયં ને મળેલો પાર્ટ આ શરીર દ્વારા ભજવે છે. હમણાં તો બાપ આવ્યા છે નવી દુનિયા માં લઈ જવા માટે, જેને સ્વર્ગ કહેવાય છે. પરંતુ હમણાં આપણે બધા ભાઈઓ પતિત છીએ, એક પણ પાવન નથી. બધા પતિતો ને પાવન બનાવવા વાળા એક જ બાપ છે. આ છે જ પતિત વિકારી રાવણ ની દુનિયા. રાવણ નો અર્થ જ છે - ૫ વિકાર સ્ત્રી માં, ૫ વિકાર પુરુષ માં. બાબા બહુ જ સરળ સમજાવે છે. તમે પણ એવી રીતે સમજાવી શકો છો. તો પહેલાં-પહેલાં આ સમજાવો કે આપણા આત્માઓ નાં એ બાપ છે, બધા બ્રધર્સ (ભાઈઓ) છીએ. પૂછો, આ જ ઠીક છે? લખો, આપણે બધા ભાઈ-ભાઈ છીએ. આપણા બાપ પણ એક છે. આપણા સર્વ આત્માઓનાં એ છે સુપ્રીમ સોલ (પરમ આત્મા). એમને ફાધર કહેવાય છે. આ પાક્કું બુદ્ધિ માં બેસાડો તો સર્વવ્યાપી વગેરે નો કચરો નીકળી જાય. પહેલાં અલ્ફ ભણાવવાનું છે. બોલો, આ પહેલાં સારી રીતે બેસીને લખો - પહેલાં સર્વવ્યાપી કહેતો હતો, હવે સમજું છું સર્વવ્યાપી નથી. આપણે બધા ભાઈ-ભાઈ છીએ. બધા આત્માઓ કહે છે ગોડફાધર, પરમપિતા પરમાત્મા, અલ્લાહ. પહેલાં તો આ નિશ્ચય બેસાડવાનો છે કે આપણે આત્મા છીએ, પરમાત્મા નથી. નથી પરમાત્મા આપણા માં વ્યાપક. બધા માં આત્મા વ્યાપક છે. આત્મા શરીર નાં આધાર થી પાર્ટ ભજવે છે. આ પાક્કું કરાવો. અચ્છા, પછી એ બાપ સૃષ્ટિચક્ર નાં આદિ, મધ્ય, અંત નું જ્ઞાન સંભળાવે છે. બાપ જ શિક્ષક નાં રુપ માં બેસીને સમજાવે છે. લાખો વર્ષની તો વાત નથી. આ ચક્ર અનાદિ પૂર્વ નિર્ધારિત છે. ઇક્વલ (એક સરખું) કેવી રીતે છે - એને જાણવું પડે. સતયુગ-ત્રેતા પાસ્ટ (પહેલાં) થયા, નોંધ કરો. તેને કહેવાય છે સ્વર્ગ અને સેમી સ્વર્ગ. ત્યાં દેવી-દેવતાઓ નું રાજ્ય ચાલે છે. સતયુગ માં છે ૧૬ કળા, ત્રેતા માં છે ૧૪ કળા. સતયુગ નો પ્રભાવ ખૂબ ભારે છે. નામ જ છે સ્વર્ગ, હેવન. નવી દુનિયા સતયુગ ને કહેવાય છે. તેની જ મહિમા કરવાની છે. નવી દુનિયા માં છે જ એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. ચિત્ર પણ તમારી પાસે છે નિશ્ચય કરાવવા માટે. આ સૃષ્ટિ નું ચક્ર ફરતું રહે છે. આ કલ્પ ની આયુ જ ૫ હજાર વર્ષ છે. હવે સૂર્યવંશી-ચંદ્રવંશી તો બુદ્ધિ માં બેઠું. વિષ્ણુપુરી બદલાઈ રામ-સીતા પુરી બને છે. તેમની પણ ડિનાયસ્ટી (રાજધાની) ચાલે છે ને? બે યુગ વીતી ગયા પછી આવે છે દ્વાપરયુગ. રાવણ નું રાજ્ય. દેવતાઓ વામમાર્ગ માં ચાલ્યા જાય છે તો વિકારની સિસ્ટમ (પ્રથા) બની જાય છે. સતયુગ-ત્રેતા માં બધા નિર્વિકારી રહે છે. એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ રહે છે. ચિત્ર પણ દેખાડવાના છે, મોઢે પણ સમજાવવાનું છે. બાપ આપણને શિક્ષક બનીને આમ ભણાવે છે. બાપ સ્વયં નો પરિચય સ્વયં જ આવીને આપે છે. સ્વયં કહે છે હું આવું છું પતિતો ને પાવન બનાવવા માટે તો મને શરીર જરુર જોઈએ. નહીં તો વાત કેવી રીતે કરું? હું ચૈતન્ય છું, સત્ છું અને અમર છું. સતો, રજો, તમો માં આત્મા આવે છે. આત્મા જ પતિત, આત્મા જ પાવન બને છે. આત્મા માં જ બધા સંસ્કાર છે. પાસ્ટ (ભૂતકાળ) નાં કર્મ તથા વિકર્મ નાં સંસ્કાર આત્મા લઈ આવે છે. સતયુગ માં તો વિકર્મ થતા નથી, કર્મ કરે છે, પાર્ટ ભજવે છે. પરંતુ તે કર્મ અકર્મ બની જાય છે. ગીતા માં પણ શબ્દ છે. હમણાં તમે પ્રેક્ટિકલ માં સમજી રહ્યા છો. જાણો છો બાબા આવેલા છે જૂની દુનિયાને બદલી નવી દુનિયા બનાવવા, જ્યાં કર્મ, અકર્મ થઈ જાય છે. તેને જ સતયુગ કહેવાય છે અને અહીં પછી આ કર્મ, વિકર્મ જ થાય છે જેને કળિયુગ કહેવાય છે. તમે હમણાં છો સંગમ પર. બાબા બંને તરફની વાત સંભળાવે છે. એક-એક વાત સારી રીતે સમજો - બાપ-શિક્ષકે શું સમજાવ્યું? અચ્છા, બાકી છે ગુરુ નું કર્તવ્ય, એમને બોલાવ્યા જ છે કે આવીને અમને પતિતો ને પાવન બનાવો. આત્મા પાવન બને છે પછી શરીર પણ પાવન બને છે. જેવું સોનું, તેવા ઘરેણાં પણ બને છે. ૨૪ કેરેટ નું સોનું લો અને ખાદ ન નાખો તો ઘરેણાં પણ એવા સતોપ્રધાન બનશે. ખાદ નાખવાથી પછી તમોપ્રધાન બની જાય છે કારણ કે ખાદ પડે છે ને? પહેલાં ભારત ૨૪ કેરેટ પાક્કુ સોનાની ચકલી હતું અર્થાત્ સતોપ્રધાન નવી દુનિયા હતી પછી હમણાં તમોપ્રધાન છે. પહેલાં પ્યોર (અસલી) સોનું છે. નવી દુનિયા પવિત્ર, જૂની દુનિયા અપવિત્ર. ખાદ પડતી જાય છે. આ બાપ જ સમજાવે છે બીજા કોઈ મનુષ્ય-ગુરુ લોકો નથી જાણતાં. બોલાવે છે આવીને પાવન બનાવો. સદ્દગુરુ નું કામ છે વાનપ્રસ્થ અવસ્થા માં મનુષ્યો ને ગૃહસ્થ થી કિનારો કરાવવાનું. તો આ બધી નોલેજ ડ્રામા પ્લાન અનુસાર બાપ જ આવીને આપે છે. એ છે મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ. એ જ આખાં વૃક્ષ ની નોલેજ સમજાવે છે. શિવબાબા નું નામ સદૈવ શિવ જ છે. બાકી આત્માઓ બધા આવે છે પાર્ટ ભજવવા, તો ભિન્ન-ભિન્ન નામ ધરાવે (ધારણ કરે) છે. બાપ ને બોલાવે છે પરંતુ એમને જાણતા નથી-એ કેવી રીતે ભાગ્યશાળી રથ માં આવે છે તમને પાવન દુનિયા માં લઈ જવાં. તો બાપ સમજાવે છે હું આમનાં તન માં આવું છું, જે અનેક જન્મો નાં અંત માં છે, પૂરાં ૮૪ જન્મ લે છે. રાજાઓ નાં રાજા બનાવવા માટે આ ભાગ્યશાળી રથ માં પ્રવેશ કરવાનો હોય છે. પહેલાં નંબર માં છે શ્રીકૃષ્ણ. એ છે નવી દુનિયા નાં માલિક. પછી એ જ નીચે ઉતરે છે. સૂર્યવંશી, ચંદ્રવંશી, પછી વૈશ્ય, શુદ્ર વંશી પછી, બ્રહ્મા વંશી બને છે. ગોલ્ડન થી સિલ્વર... પછી તમે આઈરન થી ગોલ્ડન બની રહ્યા છો. બાપ કહે છે મુજ એક બાપ ને યાદ કરો. જેમનામાં મેં પ્રવેશ કર્યો છે, એમનાં આત્મા માં તો જરા પણ આ નોલેજ ન હતી. આમનાં માં હું પ્રવેશ કરું છું, એટલે આમને ભાગ્યશાળી રથ કહેવાય છે. સ્વયં કહે છે હું આમનાં અનેક જન્મો નાં અંત માં આવું છું. ગીતા માં શબ્દ એક્યુરેટ છે. ગીતાને જ સર્વ શાસ્ત્રમઈ શિરોમણી કહેવાય છે.

આ સંગમયુગ પર જ બાપ આવીને બ્રાહ્મણ કુળ અને દેવી-દેવતા કુળ ની સ્થાપના કરે છે. બીજાઓની તો બધાને ખબર છે જ, આમની કોઈને ખબર નથી. અનેક જન્મો નાં અંત માં અર્થાત્ સંગમયુગ પર જ બાપ આવે છે. બાપ કહે છે હું બીજરુપ છું. કૃષ્ણ તો છે જ સતયુગ નાં રહેવાસી. એમને બીજી જગ્યાએ તો કોઈ જોઈ ન શકે. પુનર્જન્મ માં તો નામ, રુપ, દેશ, કાળ બધું બદલાઈ જાય છે. પહેલાં નાનું બાળક સુંદર હોય છે પછી મોટા થાય છે પછી તે શરીર છોડી બીજું નાનું લે છે. આ પૂર્વ નિર્ધારિત ખેલ છે. ડ્રામા ની અંદર ફિક્સ (નિશ્ચિત) છે. બીજા શરીર માં તો એમને કૃષ્ણ નહીં કહેવાશે. તે બીજા શરીર પર નામ વગેરે પછી બીજું પડશે. સમય, ફીચર્સ, તિથિ, તારીખ વગેરે બધું બદલાઈ જાય છે. દુનિયા ની હિસ્ટ્રી-જોગ્રોફી હૂબહૂ રીપીટ કહેવાય છે. તો આ ડ્રામા રીપીટ થતો રહે છે. સતો, રજો, તમો માં આવવાનું જ છે. સૃષ્ટિ નું નામ, યુગ નું નામ, બધું જ બદલાઈ જાય છે. હમણાં આ છે સંગમયુગ. હું આવું જ છું સંગમ પર. આ આપણે અંદર પાક્કુ કરવાનું છે. બાપ આપણા બાપ, શિક્ષક, ગુરુ છે, જે પછી સતોપ્રધાન બનવાની યુક્તિ ખૂબ સરસ બતાવે છે. ગીતા માં પણ છે દેહ સહિત દેહ નાં બધા ધર્મ છોડી સ્વયં ને આત્મા સમજો. પાછા પોતાનાં ઘરે જરુર જવાનું છે. ભક્તિમાર્ગ માં કેટલી મહેનત કરે છે? ભગવાન પાસે જવા માટે. તે છે મુક્તિધામ. કર્મ થી મુક્ત આપણે ઇનકોર્પોરિયલ (નિરાકારી) દુનિયા માં જઈને બેસીએ છીએ. પાર્ટધારી ઘરે ગયા તો પાર્ટ થી મુક્ત થયાં. બધા ઈચ્છે છે અમે મુક્તિ મેળવીએ. પરંતુ મુક્તિ તો કોઈને મળી ન શકે. આ ડ્રામા અનાદિ-અવિનાશી છે. કોઈ કહે આ પાર્ટ ભજવવો અમને પસંદ નથી, પરંતુ આમાં કોઈ કંઈ કરી ન શકે. આ અનાદિ ડ્રામા બનેલો છે. એક પણ મુક્તિ મેળવી ન શકે. તે બધી છે અનેક પ્રકારની મનુષ્ય મત. આ છે શ્રીમત, શ્રેષ્ઠ બનાવવા માટે. મનુષ્ય ને શ્રેષ્ઠ નહીં કહેવાશે. દેવતાઓને શ્રેષ્ઠ કહેવાય છે. એમની આગળ બધા નમન કરે છે. તો તે શ્રેષ્ઠ થયા ને? પરંતુ આ પણ કોઈને ખબર નથી. હમણાં તમે સમજો છો કે ૮૪ જન્મ તો લેવાના જ છે. શ્રીકૃષ્ણ દેવતા છે, વૈકુંઠ નાં પ્રિન્સ (રાજકુમાર). તે અહીં કેવી રીતે આવશે? નથી એમણે ગીતા સંભળાવી. ફક્ત દેવતા હતાં એટલે બધા લોકો એમને પૂજે છે. દેવતા છે પાવન, સ્વયં પતિત થયાં. કહે પણ છે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં... તમે અમને આવા બનાવો. શિવ ની આગળ જઈને કહેશે અમને મુક્તિ આપો. એ ક્યારેય જીવનમુક્ત, જીવનબંધ માં આવતા જ નથી એટલે પોકારે છે મુક્તિ આપો. જીવનમુક્તિ પણ એ જ આપે છે.

હમણાં તમે સમજો છો બાબા અને મમ્મા નાં આપણે બધા બાળકો છીએ, એમની પાસે થી આપણને અથાહ ધન મળે છે. મનુષ્ય તો બેસમજી થી માંગણી કરતા રહે છે. બેસમજ તો જરુર દુઃખી જ હશે ને? અથાહ દુઃખ ભોગવવા પડે છે. તો આ બધી વાતો બાળકોએ બુદ્ધિ માં રાખવાની છે. એક બેહદ નાં બાપને ન જાણવાનાં કારણે કેટલાં પરસ્પર લડતા રહે છે? ઓરફન (અનાથ) બની ગયા છે. તે હોય છે હદ નાં ઓરફન, આ છે બેહદ નાં ઓરફન. બાપ નવી દુનિયા સ્થાપન કરે છે. હમણાં છે જ પતિત આત્માઓ ની પતિત દુનિયા. પાવન દુનિયા સતયુગ ને કહેવાય છે, જૂની દુનિયા કળિયુગ ને. તો બુદ્ધિ માં આ બધી વાતો છે ને? જૂની દુનિયા નો વિનાશ થઈ જશે પછી નવી દુનિયા માં ટ્રાન્સફર થઈ જશે. હમણાં આપણે ટેમ્પરરી (થોડો સમય) સંગમયુગ પર ઊભા છીએ. જૂની દુનિયા થી નવી દુનિયા બની રહી છે. નવી દુનિયા ની પણ ખબર છે. તમારી બુદ્ધિ હવે નવી દુનિયા માં જવી જોઈએ. ઊઠતાં-બેસતાં આ જ બુદ્ધિ માં રહે કે આપણે ભણતર ભણી રહ્યા છીએ. બાપ આપણને ભણાવે છે. સ્ટુડન્ટ ને (વિદ્યાર્થીને) આ યાદ રહેવું જોઈએ તો પણ તે યાદ નંબરવાર પુરુષાર્થ અનુસાર રહે છે. બાપ પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર યાદ-પ્યાર આપે છે. અચ્છા, ભણવા વાળા ને શિક્ષક જરુર પ્રેમ વધારે કરશે. કેટલું અંતર પડી જાય છે? હવે બાપ તો સમજાવતા રહે છે. બાળકોએ ધારણા કરવાની છે. એક બાપ સિવાય બીજી કોઈ તરફ બુદ્ધિ ન જાય. બાપ ને યાદ નહીં કરશો તો પાપ કેવી રીતે કપાશે? માયા ઘડી-ઘડી તમારો બુદ્ધિયોગ તોડી દેશે. માયા ખૂબ દગો દે છે. બાબા ઉદાહરણ આપે છે ભક્તિમાર્ગ માં હું લક્ષ્મી ની ખૂબ પૂજા કરતો હતો. ચિત્ર માં જોયું લક્ષ્મી પગ દબાવી રહ્યા છે તો તેમને મુક્ત કરાવી દીધાં. એમની યાદ માં બેસતાં જ્યારે બુદ્ધિ આમ-તેમ જતી હતી તો પોતાને થપ્પડ મારતા હતાં- બુદ્ધિ બીજી તરફ કેમ જાય છે? અંતે વિનાશ પણ જોયો, સ્થાપના પણ જોઈ. સાક્ષાત્કાર ની આશા પૂરી થઈ, સમજાયું - હવે આ નવી દુનિયા આવે છે, આપણે આ બનીશું. બાકી જૂની દુનિયા તો વિનાશ થઈ જશે. પાક્કો નિશ્ચય થઈ ગયો. આપણી રાજધાની નો પણ સાક્ષાત્કાર થયો તો બાકી આ રાવણ નાં રાજ્ય ને શું કરીશું? જ્યારે સ્વર્ગની રાજાઈ મળે છે, આ થઈ ઈશ્વરીય બુદ્ધિ. ઈશ્વરે પ્રવેશ કરી આ બુદ્ધિ ચલાવી. જ્ઞાન-કળષ તો માતાઓને મળે છે, તો માતાઓને જ બધું આપી દીધું, તમે કારોબાર સંભાળો, બધાને શીખવાડો. શીખવાડતાં-શીખવાડતાં અહીં સુધી આવી ગયાં. એક-બીજાને સંભળાવતાં-સંભળાવતાં જુઓ, હવે કેટલાં થઈ ગયા છે? આત્મા પવિત્ર થતો જાય છે પછી આત્મા ને શરીર પણ પવિત્ર જોઈએ. સમજે પણ છે, તો પણ માયા ભૂલાવી દે છે.

તમે કહો છો ૭ દિવસ ભણો, તો કહે છે કાલે આવીશું. બીજા દિવસે માયા ખલાસ કરી દે છે. આવતા જ નથી. ભગવાન ભણાવે છે તો ભગવાન પાસે આવીને નથી ભણતાં! કહે પણ છે - હા, જરુર આવીશું પરંતુ માયા ઊડાવી દે છે. રેગ્યુલર (નિયમિત) થવા નથી દેતી. જેમણે કલ્પ પહેલાં પુરુષાર્થ કર્યો તે જરુર કરશે બીજી કોઈ દુકાન નથી. તમે પુરુષાર્થ ખૂબ કરો છો. મોટા-મોટા મ્યુઝિયમ બનાવો છો. જેમણે કલ્પ પહેલાં સમજ્યું છે તે જ સમજશે. વિનાશ થવાનો છે. સ્થાપના પણ થતી જાય છે. આત્મા ભણીને ફર્સ્ટ ક્લાસ શરીર લેશે. મુખ્ય ઉદ્દેશ આ છે ને? આ યાદ કેમ ન આવવું જોઈએ? હવે આપણે નવી દુનિયા માં જઈએ છીએ, પોતાનાં પુરુષાર્થ અનુસાર. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બુદ્ધિ માં સદા યાદ રહે કે હમણાં આપણે થોડા સમય માટે સંગમયુગ માં બેઠાં છીએ, જૂની દુનિયા વિનાશ થશે તો આપણે નવી દુનિયા માં ટ્રાન્સફર થઈ જઈશું એટલે એનાથી બુદ્ધિયોગ કાઢી નાખવાનો છે.

2. સર્વ આત્માઓને બાપનો પરિચય આપી કર્મ, અકર્મ, વિકર્મ ની ગુહ્ય ગતિ સંભળાવવાની છે, પહેલાં અલ્ફ નો જ પાઠ પાક્કો કરાવવાનો છે.

વરદાન :-
શ્રેષ્ઠ પ્રાપ્તિઓ નાં પ્રત્યક્ષ ફળ દ્વારા ખુશહાલ રહેવાવાળા એવર હેલ્ધી ભવ

સંગમ યુગ પર હમણાં-હમણાં કર્યુ અને હમણાં-હમણાં શ્રેષ્ઠ પ્રાપ્તિ ની અનુભૂતિ થઈ - આ જ છે પ્રત્યક્ષ ફળ. સૌથી શ્રેષ્ઠ ફળ છે સમીપતા નો અનુભવ થવો. આજકાલ સાકાર દુનિયા માં કહે છે કે ફળ ખાઓ તો તંદુરસ્ત રહેશો. હેલ્દી રહેવાનું સાધન ફળ બતાવે છે. અને આપ બાળકો દરેક સેકન્ડ પ્રત્યક્ષ ફળ ખાતા જ રહો છો એટલે એવર હેલ્ધી છો જ. જો તમને કોઈ પૂછે કે તમારા શું હાલચાલ છે? તો બોલો કે ફરિશ્તાઓ ની ચાલ છે અને ખુશહાલ છે.

સ્લોગન :-
સર્વ ની દુવાઓનાં ખજાના થી સંપન્ન બનો તો પુરુષાર્થ માં મહેનત નહીં કરવી પડે.