13-11-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે દુઃખ સહન કરવામાં ખુબ સમય વેસ્ટ કર્યો છે , હવે દુનિયા બદલાઈ રહી છે , તમે બાપ ને યાદ કરો , સતોપ્રધાન બનો તો સમય સફળ થઈ જશે”

પ્રશ્ન :-
૨૧ જન્મોનાં માટે લોટરી પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ શું છે?

ઉત્તર :-
૨૧ જન્મો ની લોટરી લેવી છે તો મોહજીત બનો. એક બાપ પર પૂરે-પૂરા કુરબાન થાઓ. સદા આ સ્મૃતિ માં રહે કે હવે આ જૂની દુનિયા બદલાઈ રહી છે, આપણે નવી દુનિયામાં જઈ રહ્યાં છીએ. આ જૂની દુનિયા ને જોતાં પણ નથી જોવાની. સુદામા ની જેમ ચોખા મુઠ્ઠી સફળ કરી સતયુગી બાદશાહી લેવાની છે.

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ બેસી સમજાવે છે, આ તો બાળકો સમજે છે. રુહાની બાળકો એટલે આત્માઓ. રુહાની બાપ એટલે આત્માઓનાં બાપ. આને કહેવાય છે આત્મા અને પરમાત્મા નું મિલન. આ મિલન થાય જ છે એકવાર. આ બધી વાતો આપ બાળકો જાણો છો. આ છે વિચિત્ર વાત. વિચિત્ર બાપ વિચિત્ર આત્માઓ ને સમજાવે છે. હકીકત માં આત્મા વિચિત્ર છે, અહીંયા આવીને ચિત્રધારી બને છે. ચિત્ર થી પાર્ટ ભજવે છે. આત્મા તો બધામાં છે ને? જાનવર માં પણ આત્મા છે. ૮૪ લાખ કહે છે, તેમાં તો બધા જાનવર આવી જાય છે ને? અસંખ્ય જાનવર વગેરે છે ને? બાપ સમજાવે છે આ વાતો માં સમય વેસ્ટ નથી કરવાનો. સિવાય આ જ્ઞાન નાં મનુષ્ય નો સમય વેસ્ટ થતો રહે છે. આ સમયે બાપ બેસી આપ બાળકોને ભણાવે છે પછી અડધોકલ્પ તમે પ્રારબ્ધ ભોગવો છો. ત્યાં તમને કોઈ તકલીફ નથી હોતી. તમારો સમય વેસ્ટ થાય જ છે દુઃખ સહન કરવામાં. અહીંયા તો દુઃખ જ દુઃખ છે એટલે બધા બાપ ને યાદ કરે છે કે અમારો દુઃખ માં સમય વેસ્ટ થાય છે, આમાંથી કાઢો. સુખ માં ક્યારેય સમય વેસ્ટ નહીં કહેવાશે. આ પણ તમે સમજો છો - આ સમયે મનુષ્ય ની કોઈ વેલ્યુ નથી. મનુષ્ય જુઓ અચાનક જ મરી જાય છે. એક જ તોફાન માં કેટલાં મરી જાય છે. રાવણ રાજ્ય માં મનુષ્ય ની કોઈ વેલ્યુ નથી. હમણાં બાપ તમારી કેટલી વેલ્યુ બનાવે છે. વર્થ નોટ અ પેની થી પાઉન્ડ (કોડીતુલ્ય થી હીરાતુલ્ય) બનાવે છે. ગવાય પણ છે હીરા જેવો જન્મ અમોલક. આ સમયે મનુષ્ય કોડી પાછળ લાગેલાં છે. કરીને લખપતિ, કરોડપતિ, પદમપતિ બને છે, તેઓની પૂરી બુદ્ધિ તેમાં જ રહે છે. તેમને કહે છે - આ બધું ભૂલી એક બાપ ને યાદ કરો પરંતુ માનશે જ નહીં. તેમની બુદ્ધિ માં બેસશે, જેમની બુદ્ધિમાં કલ્પ પહેલાં પણ બેસ્યું હશે. નહીં તો કેટલું પણ સમજાવો, ક્યારેય બુદ્ધિ માં બેસશે નહીં. તમે પણ નંબરવાર જાણો છો કે આ દુનિયા બદલાઈ રહી છે. બહાર ભલે તમે લખી દો કે દુનિયા બદલાઈ રહી છે છતાં પણ સમજશે નહીં. જ્યાં સુધી તમે કોઈને સમજાવો. અચ્છા, કોઈ સમજી જાય પછી તેમને સમજાવવું પડે - બાપ ને યાદ કરો, સતોપ્રધાન બનો. નોલેજ તો ખુબ સહજ છે. આ સૂર્યવંશી, ચંદ્રવંશી… હવે આ દુનિયા બદલાઈ રહી છે, બદલવા વાળા એક જ બાપ છે. આ પણ તમે યથાર્થ રીતે જાણો છો તે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર. માયા પુરુષાર્થ કરવા નથી દેતી પછી સમજે છે આ પણ ડ્રામા અનુસાર એટલો પુરુષાર્થ નથી થતો. હવે આપ બાળકો જાણો છો કે શ્રીમત થી આપણે પોતાનાં માટે આ દુનિયાને બદલી રહ્યાં છીએ. શ્રીમત છે જ એક શિવબાબા ની. શિવબાબા, શિવબાબા કહેવાનું તો ખુબ સહજ છે બીજા કોઈ ન શિવબાબા ને, ન વારસાને જાણે છે. બાબા એટલે જ વારસો. શિવબાબા પણ સાચાં જોઈએ ને? આજકાલ તો મેયર (મહાપૌર) ને પણ ફાધર કહી દે છે. ગાંધીને પણ ફાધર કહે છે, કોઈને પછી જગદ્દગુરુ કહી દે છે. હવે જગત એટલે આખી સૃષ્ટિ નાં ગુરુ. એ કોઈ મનુષ્ય હોઈ કેવી રીતે શકે! જ્યારે કે પતિત-પાવન સર્વ નાં સદ્દગતિ દાતા એક જ બાપ છે. બાપ તો છે નિરાકાર પછી કેવી રીતે લિબ્રેટ (મુક્ત) કરે છે? દુનિયા બદલાય છે તો જરુર એકટ (કર્મ) માં આવશે ત્યારે તો ખબર પડશે. એવું નથી કે પ્રલય થઈ જાય છે, પછી બાપ નવી સૃષ્ટિ રચે છે. શાસ્ત્રો માં દેખાડ્યું છે ખુબ મોટી પ્રલય થાય છે, પછી પીપળા નાં પાન પર કૃષ્ણ આવે છે. પરંતુ બાપ સમજાવે છે એવું તો નથી. ગવાય છે વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ, તો પ્રલય થઈ ન શકે. તમારા દિલ માં છે કે હવે આ જૂની દુનિયા બદલાઈ રહી છે. આ બધી વાતો બાપ જ આવી ને સમજાવે છે. આ લક્ષ્મી-નારાયણ છે નવી દુનિયા નાં માલિક. તમે ચિત્રો માં પણ દેખાડો છો કે જૂની દુનિયાનો માલિક છે રાવણ. રામરાજ્ય અને રાવણરાજ્ય ગવાયેલ છે ને! આ વાતો તમારી બુદ્ધિ માં છે કે બાબા જૂની આસુરી દુનિયા ને ખતમ કરી નવી દુનિયા સ્થાપન કરી રહ્યાં છે. બાપ કહે છે હું જે છું, જેવો છું, કોઈ વિરલા જ સમજે છે. તે પણ તમે નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો જે સારા પુરુષાર્થી છે તેમને ખુબ સારો નશો રહે છે. યાદ નાં પુરુષાર્થી ને સાચ્ચો નશો ચઢશે. ૮૪ નાં ચક્ર નું નોલેજ સમજાવવામાં એટલો નશો નથી ચઢતો જેટલો યાદ ની યાત્રા માં ચઢે છે. મૂળ વાત છે જ પાવન બનવાની. પોકારે પણ છે - આવીને પાવન બનાવો. એવું નથી પોકારતા કે આવીને વિશ્વની બાદશાહી આપો. ભક્તિમાર્ગ ની કથાઓ પણ કેટલી સાંભળે છે. સાચી-સાચી સત્યનારાયણ ની કથા તો આ છે. તે કથાઓ તો જન્મ-જન્માતર સાંભળતા-સાંભળતા નીચે જ ઉતરતાં આવ્યાં છો. ભારત માં જ આ કથાઓ સંભળાવવાનો રિવાજ છે, બીજા કોઈ ખંડ માં કથાઓ વગેરે નથી હોતી. ભારત ને જ રીલીજિયસ (ધાર્મિક) માને છે. અનેકાનેક મંદિર ભારત માં છે. ક્રિશ્ચન નું તો એક જ ચર્ચ હોય છે. અહીં તો ભિન્ન-ભિન્ન અસંખ્ય મંદિર છે. હકીકત માં એક જ શિવબાબા નું મંદિર હોવું જોઈએ. નામ પણ એક નું હોવું જોઈએ. અહીં તો અસંખ્ય નામ છે. વિદેશ વાળા પણ અહીં મંદિર જોવા આવે છે. બિચારાઓ ને આ ખબર નથી કે પ્રાચીન ભારત કેવું હતું? ૫ હજાર વર્ષ થી તો જૂની કોઈ જ ચીજ હોતી નથી. તેઓ તો સમજે છે કે લાખો વર્ષ ની જૂની ચીજો મળી. બાપ સમજાવે છે આ મંદિર માં ચિત્ર વગેરે જે બન્યાં છે તેને ૨૫૦૦ વર્ષ જ થયાં છે, પહેલાં-પહેલાં શિવ ની જ પૂજા થાય છે. એ છે અવ્યભિચારી પૂજા. આમ જ અવ્યભિચારી જ્ઞાન પણ કહેવાય છે. પહેલાં અવ્યભિચારી પૂજા, પછી છે વ્યભિચારી પૂજા. હવે તો જુઓ પાણી, માટી ની પૂજા કરતાં રહે છે.

હવે બેહદ નાં બાપ કહે છે તમે કેટલું ધન ભક્તિમાર્ગ માં ગુમાવ્યું છે. કેટલાં અથાહ શાસ્ત્ર, અથાહ ચિત્ર છે. ગીતા કેટલી અસંખ્ય ની અસંખ્ય હશે. આ બધા પર ખર્ચો કરતાં-કરતાં જુઓ તમે શું થઈ ગયાં છો. કાલે તમને ડબલ સિરતાજ બનાવ્યાં હતાં પછી તમે કેટલાં કંગાળ થઇ ગયાં છો. કાલ ની જ તો વાત છે ને! તમે પણ સમજો છો બરાબર અમે ૮૪ નું ચક્ર લગાવ્યું છે. હવે આપણે ફરીથી આ બની રહ્યાં છીએ. બાબા પાસેથી વારસો લઈ રહ્યાં છીએ. બાબા ઘડી-ઘડી પુરુષાર્થ કરાવે છે, ગીતા માં પણ શબ્દ છે મનમનાભવ. કોઈ-કોઈ શબ્દ ઠીક છે. ‘પ્રાયઃ’ કહેવાય છે ને, એટલે દેવી-દેવતા ધર્મ નથી, બાકી ચિત્ર છે. તમારું યાદગાર જુઓ કેવું સારું બનાવેલું છે. તમે સમજો છો હવે આપણે ફરી થી સ્થાપના કરી રહ્યાં છીએ. પછી ભક્તિમાર્ગ માં આપણા જ એક્યુરેટ યાદગાર બનશે. અર્થક્વેક (ધરતીકંપ) વગેરે થાય છે, તેમાં બધું ખતમ થઇ જાય છે. પછી ત્યાં તમે બધું નવું બનાવશો. હુનર (કળા) તો ત્યાં રહે છે ને! હીરા કાપવાની પણ હુનર (કળા) છે. અહીંયા પણ હીરા ને કાપે છે પછી બનાવે છે. હીરા કાપવા વાળા પણ ખુબ જ એક્સપર્ટ (નિપુણ) હોય છે. તે પછી ત્યાં જશે. ત્યાં આ બધાં હુનર જશે. તમે જાણો છો ત્યાં કેટલું સુખ હશે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને? નામ જ છે સ્વર્ગ. ૧૦૦ ટકા સોલવેન્ટ (ધનવાન). હમણાં તો છે ઇનસોલવેન્ટ (કંગાળ). ભારત માં ઝવેરાત ની ખુબ ફેશન છે, જે પરંપરા ચાલી આવે છે. તો આપ બાળકો ને એટલી ખુશી રહેવી જોઈએ. તમે જાણો છો આ દુનિયા બદલાઈ રહી છે. હવે સ્વર્ગ બની રહ્યું છે, તેનાં માટે આપણે પવિત્ર જરુર બનવાનું છે. દૈવીગુણ પણ ધારણ કરવાનાં છે. એટલે બાબા કહે છે ચાર્ટ જરુર લખો. મેં આત્માએ કોઇ આસુરી એક્ટ (કર્મ) તો નથી કર્યુ? પોતાને આત્મા પાક્કું સમજો. આ શરીર થી કોઈ વિકર્મ તો નથી કર્યુ? જો કર્યુ તો રજીસ્ટર ખરાબ થઈ જશે. આ છે ૨૧ જન્મોની લોટરી. આ પણ રેસ (દોડ) છે. ઘોડા ની દોડ હોય છે ને? આને કહે છે રાજસ્વ અશ્વમેધ… સ્વરાજ્ય નાં માટે અશ્વ એટલે આપ આત્માઓએ દોડ લગાવવાની છે. હવે પાછું ઘરે જવાનું છે. તેને સ્વીટ સાઈલેન્સ હોમ કહેવાય છે. આ શબ્દ તમે હમણાં સાંભળો છો. હવે બાપ કહે છે બાળકો, ખુબ મહેનત કરો. રાજાઈ મળે છે, ઓછી વાત થોડી છે! હું આત્મા છું, આપણે આટલાં જન્મ લીધાં છે. હવે બાપ કહે છે તમારા ૮૪ જન્મ પૂરા થયાં. હવે ફરી પહેલાં નંબર થી શરું કરવાનું છે. નવાં મહેલો માં જરુર બાળકો જ બેસશે. જૂના માં તો નહીં બેસશે. એવું તો નથી, સ્વયં જૂના માં બેસે અને નવા માં ભાડા વાળાઓને બેસાડશે. તમે જેટલી મહેનત કરશો, નવી દુનિયાનાં માલિક બનશો. નવું મકાન બને છે તો દિલ થાય છે જૂનાં ને છોડી નવાં માં બેસીએ. બાપ બાળકોનાં માટે નવું મકાન બનાવે જ ત્યારે છે જ્યારે પહેલું મકાન જૂનું થાય છે. ત્યાં ભાડા પર આપવાની તો વાત જ નથી. જેવી રીતે તે લોકો ચંદ્ર પર પ્લોટ લેવાની કોશિશ કરે છે, તમે પછી સ્વર્ગ માં પ્લોટ લઈ રહ્યાં છો. જેટલાં-જેટલાં જ્ઞાન અને યોગ માં રહેશો એટલાં પવિત્ર બનશો. આ છે રાજયોગ, કેટલી ઉંચી રાજાઈ મળશે. બાકી આ જે ચંદ્ર વગેરે પર પ્લોટ શોધતાં રહે છે તે બધું વ્યર્થ છે. આ ચીજો જે સુખ આપવા વાળી છે તે જ ફરી વિનાશ કરવાં, દુઃખ આપવા વાળી બની જશે. આગળ ચાલીને લશ્કર વગેરે બધું ઓછું થઈ જશે. બોમ્બ્સ થી જ ફટાફટ કામ થતું જશે. આ ડ્રામા બનેલો છે, સમય પર અચાનક વિનાશ થાય છે. પછી સિપાઈ વગેરે પણ મરી જાય છે. મજા છે જોવાની. તમે હવે ફરિશ્તા બની રહ્યાં છો. તમે જાણો છો આપણા માટે વિનાશ થાય છે. ડ્રામા માં પાર્ટ છે, જૂની દુનિયા ખલાસ થઈ જાય છે. જે જેવું કર્મ કરે છે એવું તો ભોગવવાનું છે ને? હવે સમજો સંન્યાસી સારા છે, જન્મ તો છતાં પણ ગૃહસ્થીઓ પાસે લેશે ને? શ્રેષ્ઠ જન્મ તો તમને નવી દુનિયામાં મળવાનો છે, છતાં પણ સંસ્કાર અનુસાર જઈને તે બનશો. તમે હમણાં સંસ્કાર લઈ જાઓ છો નવી દુનિયાનાં માટે. જન્મ પણ જરુર ભારત માં લેશો. જે ખુબ સારા રિલીજિયસ માઈન્ડેડ (ધાર્મિક વૃત્તિવાળા) હશે તેમની પાસે જન્મ લેશો કારણ કે તમે કર્મ જ એવાં કરો છો. જેવા-જેવા સંસ્કાર, તે અનુસાર જન્મ થાય છે. તમે ખુબ ઊંચા કુળ માં જઈને જન્મ લેશો. તમારા જેવાં કર્મ કરવાવાળું તો કોઈ હશે નહીં. જેવું ભણતર, જેવી સર્વિસ (સેવા), તેવો જન્મ. મરવાનું તો અનેકોને છે. પહેલાં રિસીવ કરવા વાળા (લેવાવાળા) પણ જવાનાં છે. બાપ સમજાવે છે હવે આ દુનિયા બદલાઈ રહી છે. બાપે તો સાક્ષાત્કાર કરાવ્યાં છે. બાબા પોતાનું પણ ઉદાહરણ બતાવે છે. જોયું, ૨૧ જન્મોનાં માટે રાજાઈ મળે છે, તેની આગળ આ ૧૦-૧૨ લાખ શું છે. અલ્ફ ને મળી બાદશાહી, બે ને મળી ગદાઈ. ભાગીદાર ને કહી દીધું જે જોઈએ તે લો. કોઈપણ તકલીફ ન થઈ. બાળકોને પણ સમજાવાય છે - બાબા થી તમે શું લો છો? સ્વર્ગની બાદશાહી. જેટલું થઈ શકે સેવાકેન્દ્ર ખોલતાં જાઓ. અનેકોનું કલ્યાણ કરો. તમારી ૨૧ જન્મો ની કમાણી થઈ રહી છે. અહીં તો લખપતિ, કરોડપતિ ખુબ છે. તે બધાં છે બેગર્સ (કંગાળ). તમારી પાસે આવશે પણ ઘણાં. પ્રદર્શન માં કેટલાં આવે છે, એવું નહીં સમજો પ્રજા નથી બનતી. પ્રજા ખુબ બને છે. સારું-સારું તો ઘણાં કહે છે પરંતુ કહે છે અમને ફુરસદ નથી. થોડું પણ સાંભળ્યું તો પ્રજા માં આવી જશે. અવિનાશી જ્ઞાન નો વિનાશ નથી થતો. બાબા નો પરિચય આપવો કોઈ નાની વાત થોડી છે! કોઈ-કોઈ નાં રોમાંચ ઉભાં થઇ જશે. જો ઉંચ પદ પામવું હશે તો પુરુષાર્થ કરવા લાગી જશે. બાબા કોઈ થી ધન વગેરે તો લેશે નહીં. બાળકો નાં ટીપાં-ટીપાં થી તળાવ થાય છે. કોઈ-કોઈ એક રુપિયો પણ મોકલી દે છે. બાબા એક ઇંટ લગાવી દો. સુદામા ની મુઠ્ઠી ચોખા નું ગાયન છે ને! બાબા કહે છે તમારા તો આ હીરા-ઝવેરાત છે. હીરા જેવો જન્મ બધાનો બને છે. તમે ભવિષ્ય નાં માટે બનાવી રહ્યાં છો. તમે જાણો છો અહીંયા આ આંખો થી જે કંઈ જોઈએ છીએ, આ જૂની દુનિયા છે. આ દુનિયા બદલાઈ રહી છે. હવે તમે અમરપુરી નાં માલિક બની રહ્યાં છો. મોહજીત જરુર બનવું પડે. તમે કહેતા આવ્યાં છો કે બાબા તમે આવશો તો અમે કુરબાન થઈશું, સોદો તો સારો છે ને! મનુષ્ય થોડી જાણે છે, સોદાગર, રત્નાગર, જાદુગર નામ કેમ પડ્યાં છે! રત્નાગર છે ને, અવિનાશી જ્ઞાન-રત્ન એક-એક અમૂલ્ય વર્શન્સ (મહાવાક્ય) છે. આનાં પર રુપ-વસંત ની કથા છે ને? તમે રુપ પણ છો, વસંત પણ છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હવે આ શરીર થી કોઈ પણ વિકર્મ નથી કરવાનાં. એવાં કોઇ આસુરી એક્ટ (કર્મ) ન થાય જેનાથી રજીસ્ટર ખરાબ થઈ જાય.

2. એક બાપ ની યાદ નાં નશા માં રહેવાનું છે. પાવન બનવાનો મૂળ પુરુષાર્થ જરુર કરવાનો છે. કોડીઓ પાછળ પોતાનો અમૂલ્ય સમય બરબાદ ન કરી શ્રીમત થી જીવન શ્રેષ્ઠ બનાવવાનું છે.

વરદાન :-
સ્વયં ને વિશ્વ - સેવા પ્રત્યે અર્પણ કરી માયા ને દાસી બનાવવા વાળા સહજ સંપન્ન ભવ

હવે પોતાનો સમય, સર્વપ્રાપ્તિઓ, જ્ઞાન, ગુણ અને શક્તિઓ વિશ્વ ની સેવા અર્થ સમર્પિત કરો. જે સંકલ્પ ઉઠે છે ચેક કરો કે વિશ્વ-સેવા પ્રત્યે છે. એવી રીતે સેવા પ્રત્યે અર્પણ થવાથી સ્વયં સહજ સંપન્ન થઈ જશો. સેવા ની લગન માં નાનાં-મોટા પેપર્સ કે પરીક્ષાઓ સ્વતઃ સમર્પણ થઈ જશે. પછી માયા થી ગભરાશો નહીં, સદા વિજયી બનવાની ખુશી માં નાચતાં રહેશો. માયા ને પોતાની દાસી અનુભવ કરશો. સ્વયં સેવા માં સરેન્ડર હશો તો માયા સ્વતઃ સરેન્ડર થઈ જશે.

સ્લોગન :-
અંતર્મુખતા થી મુખ ને બંધ કરી દો તો ક્રોધ સમાપ્ત થઈ જશે.

અવ્યક્ત ઈશારા - અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો

જેવી રીતે એક સેકન્ડ માં સ્વીચ ઓન અને ઓફ કરાય છે, એવી રીતે જ એક સેકન્ડ માં શરીર નો આધાર લીધો અને એક સેકન્ડ માં શરીર થી પરે સ્થિતિ માં સ્થિત થઈ ગયાં. હમણાં-હમણાં શરીર માં આવ્યાં, હમણાં-હમણાં અશરીરી બની ગયાં, આવશ્યક્તા થઈ તો શરીર રુપી વસ્ત્ર ધારણ કર્યું, આવશ્યક્તા ન થઈ તો શરીર થી અલગ થઈ ગયાં. આ પ્રેક્ટિસ કરવાની છે, આને જ કર્માતીત અવસ્થા કહેવાય છે.