13-12-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પોતાનું લક્ષ અને લક્ષ - દાતા બાપ ને યાદ કરો તો દૈવીગુણ આવી જશે , કોઈને દુઃખ આપવું , ગ્લાનિ કરવી , આ બધા આસુરી લક્ષણ છે”

પ્રશ્ન :-
બાપ નો આપ બાળકો સાથે બહુ જ ઊંચો પ્રેમ છે, એની નિશાની શું છે?

ઉત્તર :-
બાપ ની જે મીઠી-મીઠી શિક્ષાઓ મળે છે, આ શિક્ષાઓ આપવી જ એમનાં ઊંચા પ્રેમ ની નિશાની છે. બાપ ની પહેલી શિક્ષા છે - મીઠાં બાળકો, શ્રીમત વગર કોઈ ઉલ્ટું-સુલ્ટુ કામ નહીં કરતા, ૨. તમે વિદ્યાર્થી છો તમારે પોતાનાં હાથ માં ક્યારેય પણ કાયદો નથી ઉઠાવવાનો. તમે પોતાનાં મુખ થી સદૈવ રત્ન ઉચ્ચારો, પથ્થર નહીં.

ઓમ શાંતિ!
બાપ બાળકોને સમજાવે છે. હવે આમને (લક્ષ્મી-નારાયણને) તો સારી રીતે જુઓ છો. આ છે મુખ્ય-ઉદ્દેશ અર્થાત્ તમે આ કુળ નાં હતાં. કેટલો રાત-દિવસ નો ફર્ક છે? એટલે ઘડી-ઘડી એમને જોવાનાં છે. આપણે આવું બનવાનું છે. આમની મહિમા તો સારી રીતે જાણો છો. આ ખિસ્સા માં રાખવાથી જ ખુશી રહેશે. અંદર દુવિધા જે રહે છે, તે ન રહેવી જોઈએ, તેને દેહ-અભિમાન કહેવાય છે. દેહી-અભિમાની થઈ આ લક્ષ્મી-નારાયણ ને જોશો તો સમજશો આપણે આવાં બની રહ્યા છીએ, તો જરુર એમને જોવા પડે? બાપ સમજાવે છે તમારે આવાં બનવાનું છે. મધ્યાજી ભવ, આમને જુઓ, યાદ કરો. દૃષ્ટાંત બતાવે છે ને - તેણે વિચાર્યુ હું ભેંસ છું તો તે પોતાને ભેંસ જ સમજવા લાગ્યો. તમે જાણો છો આ આપણો મુખ્ય-ઉદ્દેશ છે. આ બનવાનું છે. કેવી રીતે બનીશું? બાપ ની યાદ થી. દરેક પોતાને પૂછે - બરોબર આપણે આમને જોઈ બાપ ને યાદ કરી રહ્યા છીએ? આ તો સમજો છો કે બાબા આપણને દેવતા બનાવે છે. જેટલું બની શકે યાદ કરવા જોઈએ. એ તો બાપ કહે છે કે નિરંતર યાદ રહી ન શકે. પરંતુ પુરુષાર્થ કરવાનો છે. ભલે ગૃહસ્થ વ્યવહાર નું કાર્ય કરતા આમને (લક્ષ્મી-નારાયણને) યાદ કરશો તો બાપ જરુર યાદ આવશે. બાપ ને યાદ કરશો તો આ જરુર યાદ આવશે. આપણે આવાં બનવાનું છે. આજ આખો દિવસ ધુન લાગેલી રહે. તો પછી એક-બીજા ની ગ્લાનિ ક્યારેય નહીં કરશો. આ આવા છે, ફલાણા આવા છે… જે આ વાતો માં લાગી જાય છે તે ઊંચ પદ મેળવી નહીં શકે. એવા જ રહી જાય છે. કેટલું સહજ કરીને સમજાવાય છે? આમને યાદ કરો, બાપ ને યાદ કરો તો તમે આ બની જ જશો. અહીં તો તમે સામે બેઠાં છો, બધાનાં ઘર માં આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર જરુર હોવું જોઈએ. કેટલું એક્યુરેટ ચિત્ર છે? આમને યાદ કરશો તો બાબા યાદ આવશે. આખો દિવસ બીજી વાતો ને બદલે આ જ સંભળાવતા રહો. ફલાણા આવા છે, આવા છે… કોઈની નિંદા કરવી - આને દુવિધા કહેવાય છે. તમારે પોતાની દૈવીબુદ્ધિ બનાવવાની છે. કોઈને દુઃખ આપવું, ગ્લાનિ કરવી, ચંચળતા કરવી - આ સ્વભાવ ન હોવો જોઈએ. આમાં તો અડધોકલ્પ રહ્યા છો. હમણાં આપ બાળકો ને કેટલી મીઠી શિક્ષા મળે છે? આના કરતાં ઊંચો પ્રેમ બીજો કોઈ હોતો નથી. કોઈ પણ ઉલ્ટું-સુલ્ટુ કામ શ્રીમત વગર ન કરવું જોઈએ. બાપ ધ્યાન માટે પણ માર્ગદર્શન આપે છે ફક્ત ભોગ લગાવીને આવો. બાબા એ તો કહેતા નથી કે વૈકુંઠ માં જાઓ, રાસ-વિલાસ વગેરે કરો. બીજી જગ્યાએ ગયા તો સમજો માયા ની પ્રવેશતા થઈ. માયા નું નંબરવન કર્તવ્ય છે પતિત બનાવવાનું. બેકાયદેસર ચલન થી નુકસાન ખૂબ થાય છે. બની શકે છે પછી કઠોર સજાઓ પણ ખાવી પડે, જો પોતાને સંભાળશો નહીં તો. બાપ ની સાથે-સાથે ધર્મરાજ પણ છે. તેમની પાસે બેહદ નો હિસાબ-કિતાબ રહે છે. રાવણ ની જેલ માં કેટલાં વર્ષ સજાઓ ખાધી છે. આ દુનિયા માં કેટલાં અપાર દુઃખ છે? હવે બાપ કહે છે બીજી બધી વાતો ભૂલી એક બાપ ને યાદ કરો બીજી બધી દુવિધાઓ અંદર થી કાઢી નાખો. વિકાર માં કોણ લઈ જાય છે? માયા નાં ભૂત. તમારો મુખ્ય-ઉદ્દેશ જ આ છે. રાજયોગ છે ને? બાપ ને યાદ કરવાથી આ વારસો મળશે. તો આ ધંધા માં લાગી જવું જોઈએ. કચરો બધો અંદર થી કાઢી નાખવો જોઈએ. માયા ની પરાકાષ્ઠા પણ ખૂબ કડી (ગુહ્ય) છે. પરંતુ તેને ઉડાવતા રહેવાનું છે. જેટલું બની શકે યાદ ની યાત્રા માં રહેવાનું છે. હમણાં તો નિરંતર યાદ રહી ન શકે. અંતે નિરંતર સુધી પણ આવશો ત્યારે જ ઊંચ પદ મેળવશો. જો અંદર દુવિધા, ખરાબ વિચાર હશે તો ઊંચ પદ પણ મળી નહીં શકે. માયા નાં વશ થઈને જ હાર ખાય છે.

બાપ સમજાવે છે - બાળકો, ગંદા કામ થી હાર નહીં ખાઓ. નિંદા વગેરે કરતા તો તમારી ખૂબ ખરાબ ગતિ થઈ ગઈ છે. હવે સદ્દગતિ થાય છે તો ખરાબ કર્મ નહીં કરો. બાબા જુએ છે માયાએ ગળા સુધી હપ કરી લીધાં છે. ખબર પણ નથી પડતી. પોતે સમજે છે કે અમે ખૂબ સારા ચાલી રહ્યા છીએ, પરંતુ ના. બાપ સમજાવે છે - મન્સા, વાચા, કર્મણા મુખ થી રત્ન જ નીકળવા જોઈએ. ગંદી વાતો કરવી પથ્થર છે. હમણાં તમે પથ્થર થી પારસ બનો છો તો મુખ માંથી ક્યારેય પથ્થર ન નીકળવા જોઈએ. બાબાએ તો સમજાવવું પડે છે. બાપ નો હક છે બાળકો ને સમજાવવાનો. એવું તો નથી, ભાઈ-ભાઈ ને સાવધાની આપશે. શિક્ષક નું કામ છે શિક્ષા આપવાનું. એ કંઈ પણ કહી શકે છે. વિદ્યાર્થીએ હાથ માં કાયદો નથી લેવાનો. તમે વિદ્યાર્થી છો ને? બાપ સમજાવી શકે છે, બાકી બાળકો ને તો બાપ નું ડાયરેક્શન છે એક બાપ ને યાદ કરો. તમારી તકદીર હવે ખુલી છે. શ્રીમત પર ન ચાલવાથી તમારી તકદીર બગડી જશે પછી ખૂબ પસ્તાવું પડશે. બાપ ની શ્રીમત પર ન ચાલવાથી એક તો સજાઓ ખાવી પડે, બીજુ પદ પણ ભ્રષ્ટ. જન્મ-જન્માંતર, કલ્પ-કલ્પાંતર ની બાજી છે. બાપ આવીને ભણાવે છે તો બુદ્ધિ માં રહેવું જોઈએ - બાબા આપણા શિક્ષક છે, જેમની પાસે થી આ નવું જ્ઞાન મળે છે કે સ્વયં ને આત્મા સમજો. આત્માઓ અને પરમાત્મા નો મેળો કહેવાય છે ને? પ હજાર વર્ષ પછી મળશે, એમાં જેટલો વારસો લેવા ઈચ્છો લઈ શકો છો. નહીં તો બહુજ-બહુજ પસ્તાશો, રડશો. બધા સાક્ષાત્કાર થઈ જશે. સ્કૂલ માં બાળકો ટ્રાન્સફર થાય છે તો છેલ્લે બેસવા વાળાને બધા જુએ છે. અહીં પણ ટ્રાન્સફર થાય છે. તમે જાણો છો અહીં શરીર છોડીને પછી સતયુગ માં જઈ પ્રિન્સ ની (રાજકુમાર) કોલેજ માં ભાષા શીખશે. ત્યાંની ભાષા તો બધા ને ભણવી પડે છે, માતૃભાષા. ઘણાઓ માં પૂરું જ્ઞાન નથી પછી નિયમિત ભણતા પણ નથી. એક-બે વાર ગેરહાજર થયા તો આદત પડી જાય છે ગેરહાજર રહેવાની. સંગ છે માયા નાં મુરીદો નો. શિવબાબા નાં મુરીદ થોડાક છે. બાકી બધા છે માયા નાં મુરીદ. તમે શિવબાબા નાં મુરીદ બનો છો તો, માયા સહન નથી કરી શકતી, એટલે સંભાળ ખૂબ કરવી જોઈએ. છી-છી ગંદા મનુષ્યો થી ખૂબ સંભાળ રાખવાની છે. હંસ અને બગલા છે ને? બાબાએ રાત્રે પણ શિક્ષા આપી છે, આખો દિવસ કોઈ ને કોઈની નિંદા કરવી, પરચિંતન કરવું, આને કોઈ દૈવીગુણ નથી કહેવાતાં. દેવતાઓ આવાં કામ નથી કરતાં. બાપ કહે છે બાપ અને વારસા ને યાદ કરો તો પણ નિંદા કરતા રહે છે. નિંદા તો જન્મ-જન્માંતર કરતા આવ્યા છો. દુવિધા અંદર રહે જ છે. આ પણ અંદર મારામારી છે. મફત પોતાનું ખૂન કરે છે. અનેકો નું નુકસાન કરે છે. ફલાણા એવા છે, એમાં તમારું શું જાય છે? બધાનાં સહાયક એક બાપ છે. હવે તો શ્રીમત પર ચાલવાનું છે. મનુષ્ય મત તો ખૂબ ગંદા બનાવી દે છે. એક-બીજા ની ગ્લાનિ કરતા રહે છે. ગ્લાનિ કરવી આ છે માયા નું ભૂત. આ છે જ પતિત દુનિયા. તમે સમજો છો કે આપણે હમણાં પતિત થી પાવન બની રહ્યા છીએ. તો આ ખૂબ ખરાબીઓ છે. સમજાવાય છે આજ થી પોતાનાં કાન પકડવા જોઈએ - ક્યારેય આવું કર્મ નહીં કરીશું. કંઈ પણ જો જુઓ છો તો બાબાને રિપોર્ટ કરવો જોઈએ. તમારું શું જાય છે? તમે એક-બીજા ની ગ્લાનિ કેમ કરો છો? બાપ સાંભળે તો બધું જ છે ને? બાપે કાન અને આંખો ની લોન લીધી છે ને? બાપ પણ જુએ છે તો આ દાદા પણ જુએ છે. ચલન, વાતાવરણ તો કોઈ-કોઈ નું બિલકુલ જ ગેરકાયદેસર ચાલે છે. જેમનાં બાપ નથી હોતા, એને છોકરો કહેવાય છે. તે પોતાનાં બાપ ને પણ નથી જાણતાં, યાદ પણ નથી કરતાં. સુધારવાનાં બદલે વધારે જ બગડે છે, એટલે પોતાનું જ પદ ગુમાવે છે. શ્રીમત પર નથી ચાલતાં તો છોકરા છે. મા-બાપ ની શ્રીમત પર નથી ચાલતાં. ત્વમેવ માતા ચ પિતા… બંધુ વગેરે પણ બને છે.

પરંતુ ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર જ નથી તો માતા પછી ક્યાંથી હશે? આટલી પણ બુદ્ધિ નથી. માયા બુદ્ધિ એકદમ ફેરવી નાખે છે. બેહદ નાં બાપ ની આજ્ઞા નથી માનતા તો દંડ પડી જાય છે. જરા પણ સદ્દગતિ નથી થતી. બાપ જુએ છે તો કહેશે ને - આમની શું ખરાબ ગતિ થશે? આ તો ટાંગર, આંકડા નાં ફૂલ છે. જેને કોઈ પણ પસંદ નથી કરતાં. તો સુધરવું જોઈએ ને? નહીં તો પદ ભ્રષ્ટ થઈ જશે. જન્મ-જન્માંતર માટે નુકસાન થઈ જશે. પરંતુ દેહ-અભિમાનીઓ ની બુદ્ધિ માં બેસતું જ નથી. આત્મ-અભિમાની જ બાપ ને પ્રેમ કરી શકે છે. બલિહાર જવું કંઈ માસી નું ઘર નથી. મોટા-મોટા માણસો બલિહાર તો જઈ ન શકે. તે બલિહાર જવાનો અર્થ પણ નથી સમજતાં. હૃદય વિદીર્ણ થાય છે. ઘણાં બંધનમુક્ત પણ છે. બાળક વગેરે કંઈ પણ નથી. કહે છે બાબા તમે જ અમારા સર્વસ્વ છો. એવું મુખ થી કહે છે પરતું સાચ્ચુ નથી. બાપ ને પણ જુઠ્ઠું બોલી દે છે. બલિહાર ગયા તો પોતાનું મમત્વ કાઢી નાખવું જોઈએ. હવે તો અંત છે તો શ્રીમત પર ચાલવું જોઈએ. મિલકત વગેરે માંથી પણ મમત્વ નીકળી જાય. ઘણાં છે એવાં બંધનમુક્ત. શિવબાબા ને પોતાનાં બનાવ્યા છે, દત્તક લે છે ને? આ આપણા બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. આપણે એમને પોતાનાં બનાવીએ છીએ, એમની પૂરી મિલકત લેવાં. જે બાળકો બની ગયા છે તે ઘરાના (વંશ) માં જરુર આવે છે. પરંતુ પછી એમાં પદ કેટલાં છે? કેટલાં દાસ-દાસીઓ છે? એક-બીજા પર હુકમ ચલાવે છે. દાસીઓમાં પણ નંબરવાર બને છે. રોયલ પરિવાર માં બહાર નાં દાસ-દાસીઓ તો નહીં આવશે ને? જે બાપ નાં બન્યાં છે, તેમને બનવાનું છે. એવા-એવા બાળકો છે જેમના માં પાઈ-પૈસા ની પણ અક્કલ નથી.

બાબા એવું તો કહેતા નથી કે મમ્મા ને યાદ કરો અથવા મારા રથ ને યાદ કરો. બાપ કહે છે મામેકમ્ યાદ કરો. દેહ નાં બધા બંધન છોડી સ્વયં ને આત્મા સમજો. બાપ સમજાવે છે કે પ્રીત રાખવી છે તો એક સાથે રાખો ત્યારે બેડો પાર થશે. બાપ નાં ડાયરેક્શન પર ચાલો. મોહજીત રાજા ની કથા પણ છે ને? પહેલાં નંબર માં છે બાળકો, બાળકો તો મિલકત નાં માલિક બનશે. સ્ત્રી તો અડધી ભાગીદાર છે, બાળક તો પૂરાં માલિક બની જાય છે. તો બુદ્ધિ એ તરફ જાય છે, બાબા ને પૂરાં માલિક બનાવશો તો આ બધું તમને આપી દેશે. લેન-દેન ની વાત જ નથી. આ તો સમજ ની વાત છે. ભલે તમે સાંભળો છો પછી બીજા દિવસે બધું ભૂલાઈ જાય છે. બુદ્ધિ માં રહેશે તો બીજાને પણ સમજાવી શકશો. બાપ ને યાદ કરવાથી તમે સ્વર્ગ નાં માલિક બનશો. આ તો ખૂબ સહજ છે, મુખ ચલાવતા રહો. મુખ્ય ઉદ્દેશ બતાવતા રહો. વિશાળ બુદ્ધિ તો ઝટ સમજશે. અંત માં આ ચિત્ર વગેરે જ કામ આવશે. આમાં બધું જ્ઞાન ભરેલું છે. લક્ષ્મી-નારાયણ અને રાધા-કૃષ્ણ નો પરસ્પર શું સંબંધ છે? આ કોઈ નથી જાણતાં. લક્ષ્મી-નારાયણ તો જરુર પહેલાં રાજકુમાર-રાજકુમારી હશે. બેગર ટુ પ્રિન્સ છે ને? બેગર થી રાજા નથી કહેવાતું. રાજકુમાર પછી જ રાજા બને છે. આ તો ખૂબ સહજ છે પરંતુ માયા કોઈને પકડી લે છે, કોઈની નિંદા કરવી, ગ્લાનિ કરવી - આ તો અનેક ની આદત છે. બીજું તો કોઈ કામ નથી. બાપ ને ક્યારેય યાદ નહીં કરશે. એક-બીજા ની ગ્લાનિ નો ધંધો જ કરે છે. આ છે માયા નો પાઠ. બાપ નો પાઠ તો બિલકુલ સીધો છે. અંત માં આ સંન્યાસી વગેરે જાગશે, કહેશે કે જ્ઞાન છે તો આ બી.કે. માં છે. કુમાર-કુમારીઓ તો પવિત્ર હોય છે. પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો છે. આપણને કોઈ ખરાબ વિચાર પણ ન આવવા જોઈએ. ઘણાં ને હજી પણ ખરાબ વિચાર આવે છે, પછી તેની સજા પણ બહુ જ કઠોર છે. બાપ સમજાવે તો ખૂબ છે. જો કોઈ ચાલ તમારી પછી ખરાબ જોઈ તો અહીં રહી નહીં શકો. થોડી સજા પણ દેવી પડે છે, તમે લાયક નથી. બાપ ને ઠગો છો. તમે બાપ ને યાદ કરી નહીં શકો. અવસ્થા આખી નીચે ઉતરી જાય છે. અવસ્થા ઉતરવી એ જ સજા છે. શ્રીમત પર ન ચાલવાથી પોતાનું પદ ભ્રષ્ટ કરી દે છે. બાપ નાં ડાયરેક્શન પર ન ચાલવાથી વધારે જ ભૂત ની પ્રવેશતા થાય છે. બાબાને તો ક્યારેક-ક્યારેક વિચાર આવે છે, ક્યાંક ખૂબ કઠોર સજાઓ હમણાં જ શરુ ન થઈ જાય? સજાઓ પણ ખૂબ ગુપ્ત હોય છે ને? ક્યાંક કઠોર પીડા ન આવે. બહુજ નીચે પડે છે, સજા ખાય છે. બાપ તો બધું ઈશારા માં સમજાવતા રહે છે. પોતાની તકદીર ને લકીર બહુજ લગાવે છે એટલે બાપ ખબરદાર કરતા રહે છે, હવે ગફલત કરવાનો સમય નથી, પોતાને સુધારો. અંત ઘડી આવવામાં કોઈ વાર નથી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
૧) કોઈ પણ ગેરકાયદેસર, શ્રીમત ની વિરુદ્ધ ચલન નથી ચાલવાની. સ્વયં ને સ્વયં જ સુધારવાના છે. છી-છી ગંદા મનુષ્યો થી પોતાની સંભાળ કરવાની છે

૨) બંધનમુક્ત છો તો પૂરે-પૂરું બલિહાર જવાનું છે. પોતાનું મમત્વ કાઢી નાખવાનું છે. ક્યારેય પણ કોઈની નિંદા તથા પરચિંતન નથી કરવાનું. ગંદા ખરાબ વિચારો થી સ્વયંને મુક્ત રાખવાના છે.

વરદાન :-
સમર્થ સ્થિતિ ની સ્વિચ ઓન કરી વ્યર્થ નાં અંધકાર ને સમાપ્ત કરવાવાળા અવ્યક્ત ફરિશ્તા ભવ

જેવી રીતે સ્થૂળ લાઈટની સ્વિચ ઓન કરવાથી અંધકાર સમાપ્ત થઈ જાય છે. એવી રીતે સમર્થ સ્થિતિ છે સ્વિચ. આ સ્વિચ ને ઓન કરો તો વ્યર્થ નો અંધકાર સમાપ્ત થઈ જશે. એક-એક વ્યર્થ સંકલ્પ ને સમાપ્ત કરવાની મહેનત થી છૂટી જશો. જ્યારે સ્થિતિ સમર્થ હશે તો મહાદાની-વરદાની બની જશો કારણકે દાતા નો અર્થ જ છે સમર્થ. સમર્થ જ આપી શકે છે અને જ્યાં સમર્થ છે ત્યાં વ્યર્થ ખતમ થઈ જાય છે. તો આ જ અવ્યક્ત ફરિશ્તાઓ નું શ્રેષ્ઠ કાર્ય છે.

સ્લોગન :-
સત્યતા નાં આધાર થી સર્વ આત્માઓનાં દિલ ની દુવાઓ પ્રાપ્ત કરવાવાળા જ ભાગ્યવાન આત્મા છે.