14-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારો
ચહેરો સદા ખુશનુમા જોઈએ ‘અમને ભગવાન ભણાવે છે’ , આ ખુશી ચહેરા થી ઝલકવી જોઈએ”
પ્રશ્ન :-
હમણાં આપ બાળકો નો મુખ્ય પુરુષાર્થ શું છે?
ઉત્તર :-
તમે સજાઓ થી છૂટવાનો જ પુરુષાર્થ કરતા રહો છો. એનાં માટે મુખ્ય છે યાદ ની યાત્રા,
જેનાંથી જ વિકર્મ વિનાશ થાય છે. તમે પ્રેમ થી યાદ કરો તો ખૂબ કમાણી જમા થતી જશે.
સવારે-સવારે ઉઠીને યાદ માં બેસવાથી જૂની દુનિયા ભૂલાતી જશે. જ્ઞાન ની વાતો બુદ્ધિ
માં આવતી રહેશે. આપ બાળકોએ મુખ થી કોઈ કિચડ-પટ્ટી ની વાતો નથી બોલવાની.
ગીત :-
તુમ્હેં પાકે
હમને…
ઓમ શાંતિ!
ગીત જ્યારે
સાંભળે છે તો તે સમયે કોઈ-કોઈ ને એનો અર્થ સમજ માં આવે છે અને તે ખુશી પણ ચઢે છે.
ભગવાન આપણને ભણાવે છે, ભગવાન આપણને વિશ્વ ની બાદશાહી આપે છે. પરંતુ એટલી ખુશી કોઈ
વિરલા ને અહીં રહે છે. સ્થાઈ તે યાદ રહેતી નથી. આપણે બાપ નાં બન્યાં છીએ, બાપ આપણને
ભણાવે છે. ઘણાં છે જેમને આ નશો ચઢતો નથી. તે સતસંગો વગેરે માં કથાઓ સાંભળે છે, તેમને
પણ ખુશી થાય છે. અહીં તો બાપ કેટલી સરસ વાતો સંભળાવે છે. બાપ ભણાવે છે અને પછી
વિશ્વ નાં માલિક બનાવે છે તો સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ને કેટલી ખુશી હોવી જોઈએ? એ
શારીરિક ભણતર ભણવાવાળા ને જેટલી ખુશી રહે છે, અહીં વાળા ને એટલી ખુશી નથી રહેતી.
બુદ્ધિ માં બેસતું જ નથી. બાપે સમજાવ્યું છે આવાં-આવાં ગીત ૪-૫ વાર સાંભળો. બાપ ને
ભુલવાથી પછી જૂની દુનિયા અને જૂનાં સંબંધ પણ યાદ આવી જાય છે. એવાં સમયે ગીત સાંભળવા
થી પણ બાપ ની યાદ આવી જશે. બાપ કહેવાથી વારસો યાદ આવી જાય છે. ભણતર થી વારસો મળે
છે. તમે શિવબાબા દ્વારા ભણો છો આખાં વિશ્વ નાં માલિક બનવાં. તો બાકી બીજું શું જોઈએ?
આવાં વિદ્યાર્થી ને અંદર કેટલી ખુશી થવી જોઈએ? રાત-દિવસ ઊંઘ પણ ઉડી જાય. ખાસ ઊંઘ
ઉડાડી ને પણ બાપ અને શિક્ષક ને યાદ કરતા રહેવું જોઈએ. જેમ મસ્તાના (પ્રેમી). ઓહો,
અમને બાપ પાસે થી વિશ્વ ની બાદશાહી મળે છે! પરંતુ માયા યાદ કરવા નથી દેતી.
મિત્ર-સંબંધીઓ વગેરે ની યાદ આવતી રહે છે. એમનું જ ચિંતન રહે છે. જૂનો સડેલો કચરો
અનેક ને યાદ આવે છે. બાપ જે બતાવે છે, તમે વિશ્વ નાં માલિક બનો છો તે નશો નથી ચઢતો.
સ્કૂલ માં ભણવા વાળા નો ચહેરો ખુશનુમા રહે છે. અહીં ભગવાન ભણાવે છે, એ ખુશી કોઈ
વિરલા ને રહે છે. નહીં તો ખુશી નો પારો અથાહ ચઢેલો રહેવો જોઈએ. બેહદ નાં બાપ આપણને
ભણાવે છે, આ ભૂલી જાય છે. આ યાદ રહે તો પણ ખુશી રહે. પરંતુ પહેલાં નાં કર્મભોગ જ એવાં
છે તો બાપ ને યાદ કરતા જ નથી. મોઢું (દૃષ્ટિ) તો પણ કચરા ની તરફ ચાલ્યું જાય છે.
બાબા બધા માટે તો નથી કહેતાં, નંબરવાર છે. મહાન સૌભાગ્યશાળી એ જે બાપ ની યાદ માં રહે.
ભગવાન, બાબા આપણને ભણાવે છે! જેમ તે ભણતર માં સમજે છે ફલાણા શિક્ષક અમને બેરિસ્ટર
બનાવે છે, તેમ અહીં આપણને ભગવાન ભણાવે છે - ભગવાન-ભગવતી બનાવવા માટે તો કેટલો નશો
રહેવો જોઈએ? સાંભળતા સમયે કોઈ-કોઈ ને નશો ચઢે છે. બાકી તો કાંઈ પણ નથી સમજતાં. બસ
ગુરુ કર્યા, સમજશે એ અમને સાથે લઈ જશે. ભગવાન ને મેળવશે. આ તો સ્વયં ભગવાન છે. સ્વયં
થી (પોતાની સાથે) મેળવે છે, સાથે લઈ જશે. મનુષ્ય ગુરુ કરે જ એટલે છે કે ભગવાન ની
પાસે લઈ જાય અથવા શાંતિધામ લઈ જાય. આ બાપ સન્મુખ કેટલું સમજાવે છે. તમે વિદ્યાર્થી
છો. ભણાવવા વાળા શિક્ષક ને તો યાદ કરો. બિલકુલ જ યાદ નથી કરતા, વાત ન પૂછો.
સારા-સારા બાળકો પણ યાદ નથી કરતાં. શિવબાબા આપણને ભણાવે છે, એ જ્ઞાન નાં સાગર છે,
આપણને વારસો આપે છે, આ યાદ રહે તો પણ ખુશી નો પારો ચઢ્યો રહે. બાપ સન્મુખ બતાવે છે
તો પણ તે નશો નથી ચઢતો. બુદ્ધિ બીજી-બીજી તરફ ચાલી જાય છે. બાપ કહે છે મને યાદ કરો
તો તમારા વિકર્મ વિનાશ થશે. હું ખાતરી (વાયદો) કરું છું - એક બાપ સિવાય બીજા કોઈને
યાદ ન કરો. વિનાશ થવાવાળી ચીજ ને યાદ શું કરવાની? અહીં તો કોઈ મરે છે તો ૨-૪ વર્ષ
સુધી પણ એમને યાદ કરતા રહે છે. એમનું ગાયન કરતા રહે. હવે બાપ સન્મુખ કહે છે બાળકો
ને કે મને યાદ કરો. જે જેટલાં પ્રેમ થી યાદ કરે છે એટલાં પાપ કપાતા જાય છે. ખૂબ
કમાણી થાય છે. સવારે ઉઠીને બાપ ને યાદ કરો. ભક્તિ પણ મનુષ્ય સવારે ઉઠીને કરે છે. તમે
તો છો જ્ઞાનવાળા. તમારે જૂની દુનિયાની કિચડ પટ્ટી માં નથી ફસાવાનું. પરંતુ ઘણાં
બાળકો એવા ફસાઈ જાય છે કે વાત ન પૂછો. કિચડ પટ્ટી થી નીકળતા જ નથી. આખો દિવસ ખરાબ જ
બોલતા રહે છે. જ્ઞાન ની વાતો બુદ્ધિ માં આવતી જ નથી. ઘણાં તો એવાં બાળકો પણ છે જે
આખો દિવસ સર્વિસ (સેવા) પર ભાગતા રહે છે. બાપ ની જે સર્વિસ કરે છે, યાદ પણ તે આવશે.
આ સમયે સૌથી વધારે સર્વિસ પર તત્પર મનોહર જોવામાં આવે છે. આજે કરનાલ ગઈ, આજે ક્યાંક
ગઈ, સર્વિસ પર ભાગતી જ રહે છે. જે પરસ્પર લડતા રહે તે સર્વિસ શું કરતાં હશે? બાપ ને
પ્રિય કોણ લાગશે? જે સારી સર્વિસ કરે છે, દિવસ-રાત સર્વિસ ની જ ચિંતા રહે છે, બાપ
નાં દિલ પર પણ એ જ ચઢે છે. ઘડી-ઘડી આવાં ગીત તમે સાંભળતા રહો તો પણ યાદ રહે, કંઈક
નશો ચઢે. બાબાએ કહ્યું છે, કોઈ સમયે કોઈ ને ઉદાસી આવી જાય છે તો રેકોર્ડ વગાડવાથી
ખુશી આવી જશે. ઓહો! અમે વિશ્વ નાં માલિક બનીએ છીએ. બાપ તો ફક્ત કહે છે મને યાદ કરો.
કેટલું સહજ ભણતર છે! બાબાએ સારા-સારા ૧૦-૧૨ રેકોર્ડ (ગીતો) શોધી ને કાઢ્યા હતાં કે
દરેક ની પાસે રહેવા જોઈએ. પરંતુ તો પણ ભૂલી જાય છે. ઘણાં તો ચાલતાં-ચાલતાં ભણતર જ
છોડી દે છે. માયા વાર કરી લે છે. બાપ તમોપ્રધાન બુદ્ધિ ને સતોપ્રધાન બનાવવાની કેટલી
સહજ યુક્તિ બતાવે છે. હમણાં તમને ખરું-ખોટું વિચારવા ની બુદ્ધિ મળી છે. બોલાવે પણ
બાપ ને છે-હે પતિત-પાવન, આવો. હવે બાપ આવ્યાં છે તો પાવન બનવું જોઈએ ને? તમારા માથા
પર જન્મ-જન્માંતર નો બોજો છે, એનાં માટે જેટલું યાદ કરશો, પવિત્ર બનશો, ખુશી પણ
રહેશે. ભલે સર્વિસ તો કરતા રહે છે પરંતુ પોતાનો પણ હિસાબ રાખવાનો છે. અમે બાપ ને
કેટલો સમય યાદ કરીએ છીએ? યાદ નો ચાર્ટ કોઈ રાખી નથી શકતું. પોઈન્ટ તો ભલે લખે છે
પરંતુ યાદ ને ભૂલી જાય છે. બાપ કહે છે તમે યાદ માં રહી ભાષણ કરશો તો બળ ખૂબ મળશે.
નહીં તો બાપ કહે છે હું જ જઈને અનેક ને મદદ કરું છું. કોઈ માં પ્રવેશ કરી હું જ જઈને
સર્વિસ કરું છું. સર્વિસ તો કરવાની છે ને? જોઉં છું કોઈનું ભાગ્ય ખુલવાનું છે,
સમજાવવા વાળા માં એટલી અક્કલ નથી તો હું પ્રવેશ કરી સર્વિસ કરી લઉં છું પછી કોઈ-કોઈ
લખે છે-બાબાએ જ આ સર્વિસ કરી. અમારા માં તો આટલી તાકાત નથી, બાબાએ મોરલી ચલાવી.
કોઈને પછી પોતાનો અહંકાર આવી જાય છે, અમે આવું સારું સમજાવ્યું. બાપ કહે છે હું
કલ્યાણ કરવા માટે પ્રવેશ કરું છું પછી તે બ્રાહ્મણી થી પણ હોંશિયાર થઈ જાય છે. કોઈ
બુદ્ધુ ને મોકલી દઉં તો તે સમજે છે આનાં કરતાં તો અમે સારું સમજાવી શકીએ છીએ. ગુણ
પણ નથી. આનાં કરતાં તો અમારી અવસ્થા સારી છે. કોઈ-કોઈ હેડ (મુખ્ય) બનીને રહે છે તો
ખૂબ નશો ચઢી જાય છે. ખૂબ ભપકા થી રહે છે. મોટા માણસ સાથે પણ તું-તું કરીને વાત કરે
છે. બસ, તેમને દેવી-દેવી કહે છે તો એમાં જ ખુશ થઈ જાય છે. એવાં પણ ખૂબ છે. શિક્ષક
કરતાં પણ વિદ્યાર્થી હોંશિયાર થઈ જાય છે. પરીક્ષા પાસ કરેલા તો એક બાબા જ છે, એ છે
જ્ઞાન સાગર. એમનાં દ્વારા તમે ભણીને પછી ભણાવો છો. કોઈ તો સારી રીતે ધારણા કરી લે
છે. કોઈ ભૂલી જાય છે. મોટા માં મોટી મુખ્ય વાત છે યાદ ની યાત્રા. આપણા વિકર્મ વિનાશ
કેવી રીતે થાય? ઘણાં બાળકો તો એવી ચલન ચાલે છે જે બસ આ બાબા જાણે અને એ બાબા જાણે.
હવે આપ બાળકોએ સજાઓ
થી છૂટવાનો જ મુખ્ય પુરુષાર્થ કરવાનો છે. એનાં માટે મુખ્ય છે યાદ ની યાત્રા, જેનાથી
જ વિકર્મ વિનાશ થાય છે. ભલે કોઈ પૈસા થી મદદ કરે છે, સમજે છે અમે સાહૂકાર બનીશું
પરંતુ પુરુષાર્થ તો સજાઓ થી બચવાનો કરવાનો છે. નહીં તો બાપ ની આગળ સજા ખાવી પડશે.
જ્જ (ન્યાયાધીશ) નું બાળક કોઈ એવું કામ કરે તો જ્જ ને પણ શરમ આવશે ને? બાપ પણ કહેશે
હું જેની પાલના કરું છું એમને પછી સજા ખવડાવું! તે સમયે ગરદન નીચે કરી હાય-હાય કરતા
રહેશે-બાપે આટલું સમજાવ્યું, ભણાવ્યું અમે ધ્યાન ન આપ્યું. બાપ ની સાથે ધર્મરાજ પણ
તો છે ને? એ તો જન્મપત્રી ને જાણે છે. હમણાં તો તમે પ્રેક્ટિકલ માં જુઓ છો. ૧૦ વર્ષ
પવિત્રતા માં ચાલ્યાં, અચાનક જ માયાએ એવો ઘૂંસો માર્યો, કરેલી કમાણી બધી ચટ કરી દીધી,
પતિત બની ગયાં. એવાં ખૂબ યાદગાર થતા રહે છે. ઘણાં નીચે પડે છે. માયા નાં તોફાનો માં
આખો દિવસ હેરાન રહે છે, પછી બાપ ને જ ભૂલી જાય છે. બાપ પાસે થી આપણને બેહદ ની
બાદશાહી મળે છે, તે ખુશી નથી રહેતી. કામ ની પાછળ પછી મોહ પણ છે. એમાં નષ્ટોમોહા બનવું
પડે. પતિતો સાથે શું દિલ લગાવવાનું છે? હા, એ જ વિચાર રાખવાનો છે-આમને પણ આપણે બાપ
નો પરિચય આપી ઉઠાવીએ. આમને કેવી રીતે શિવાલય નાં લાયક બનાવીએ. અંદર આ યુક્તિ રચો.
મોહ ની વાત નથી. કેટલાં પણ પ્રિય સંબંધી હોય, તેમને પણ સમજાવતા રહો. કોઈ માં પણ
હડ્ડી (શારીરિક) પ્રેમ ની રગ ન જાય. નહીં તો સુધરશે નહીં. રહેમદિલ બનવું જોઈએ.
પોતાનાં પર પણ રહેમ કરવાનો છે અને બીજાઓ પર પણ રહેમ કરવાનો છે. બાપ ને પણ તરસ પડે (રહેમ
આવે) છે. જોવાનું છે આપણે કેટલાં ને આપસમાન બનાવીએ છીએ? બાબા ને સબૂત (પુરાવો) આપવું
પડે. અમે કેટલાં ને પરિચય આપ્યો. તે પણ પછી લખે - બાબા અમને આમનાં દ્વારા પરિચય ખૂબ
સારો મળ્યો. બાબા ની પાસે સબૂત આવે ત્યારે બાબા સમજે હા આ સર્વિસ કરે છે. બાબા ને
લખે કે બાબા આ બ્રાહ્મણી તો ખૂબ હોંશિયાર છે. ખૂબ સારી સર્વિસ કરે છે, અમને સારું
ભણાવે છે. યોગ માં પછી બાળકો ફેલ (નપાસ) થાય છે. યાદ કરવાની અક્કલ નથી. બાપ સમજાવે
છે ભોજન ખાઓ છો તો પણ શિવબાબા ને યાદ કરીને ખાઓ. ક્યાંય ફરવા જાઓ છો તો શિવબાબા ને
યાદ કરો. ઝરમુઈ ઝઘમુઈ ન કરો. ભલે કોઈ વાત નો વિચાર પણ આવે છે તો બાપ ને યાદ કરો તો
કામકાજ નો વિચાર પણ કર્યો પછી બાબા ની યાદ માં લાગી ગયાં. બાપ કહે છે કર્મ તો ભલે
કરો, ઊંઘ પણ કરો, સાથે-સાથે આ પણ કરો. ઓછા માં ઓછા ૮ કલાક સુધી પહોંચવું જોઈએ - આ
થશે અંત સુધી. ધીરે-ધીરે પોતાનો ચાર્ટ વધારતા રહો. કોઈ-કોઈ લખે છે બે કલાક યાદ માં
રહ્યાં પછી ચાલતાં-ચાલતાં ચાર્ટ ઢીલો થઈ જાય છે. તે પણ માયા ગુમ કરી દે છે. માયા
ખૂબ જબરજસ્ત છે. જે આ સર્વિસ માં આખો દિવસ બીઝી રહેશે તે જ યાદ પણ કરી શકશે. ઘડી-ઘડી
બાપ નો પરિચય આપતા રહશે. બાબા યાદ માટે ખૂબ જોર આપતા રહે છે. પોતે પણ ફીલ કરે છે અમે
યાદ માં રહી નથી શકતાં. યાદ માં જ માયા વિઘ્ન નાખે છે. ભણતર તો ખૂબ સહજ છે. બાપ પાસે
થી આપણે ભણીએ પણ છીએ. જેટલું ધન લેશો એટલાં સાહૂકાર બનશો. બાપ તો બધાને ભણાવે છે
ને? વાણી બધાની પાસે જાય છે ફક્ત તમે નહીં, બધાં ભણી રહ્યાં છે. વાણી નથી જતી તો
બૂમો પાડે છે. ઘણાં તો પછી એવાં પણ છે જે સાંભળશે જ નહીં. એમ જ ચાલતાં રહે છે. મોરલી
સાંભળવા નો શોખ હોવો જોઈએ. ગીત કેટલું ફર્સ્ટ ક્લાસ છે-બાબા અમે અમારો વારસો લેવા
આવ્યાં છીએ. કહે પણ છે ને-બાબા, જેવી છું, તેવી છું, કાણી છું, કેવી પણ છું, તમારી
છું. એ તો ઠીક છે પરંતુ છી-છી થી તો સારું બનવું જોઈએ ને? બધો આધાર છે યોગ અને ભણતર
પર.
બાપ નાં બન્યાં પછી આ
વિચાર દરેક બાળક ને આવવો જોઈએ કે આપણે બાપ નાં બન્યાં છીએ તો સ્વર્ગ માં ચાલીશું જ
પરંતુ મારે સ્વર્ગ માં શું બનવું છે? આ પણ વિચારવાનું છે. સારી રીતે ભણો, દૈવીગુણ
ધારણ કરો. વાંદરા નાં વાંદરા જ રહેશે તો શું પદ મેળવશે? ત્યાં પણ તો પ્રજા,
નોકર-ચાકર બધા જોઈએ ને? ભણેલા ની આગળ અભણ નમશે. જેટલો પુરુષાર્થ કરશે એટલું સારું
સુખ મેળવશે. સારા ધનવાન બનશે તો ઈજ્જત ખૂબ થશે. ભણાવવા વાળા ની ઈજ્જત સારી હોય છે.
બાપ તો સલાહ આપતા રહે છે. બાપ ની યાદ માં શાંતિ માં રહો. પરંતુ બાબા જાણે છે સન્મુખ
રહેવાવાળા કરતાં પણ દૂર રહેવાવાળા ખૂબ જ યાદ માં રહે છે અને સારું પદ મેળવી લે છે.
ભક્તિ માર્ગ માં પણ એવું હોય છે. કોઈ ભક્ત સારા ફર્સ્ટ ક્લાસ હોય છે જે ગુરુ કરતાં
પણ વધારે યાદ માં રહે છે. જે ખૂબ સારી ભક્તિ કરતા હશે એ જ અહીં આવે છે. બધા ભક્ત છે
ને? સન્યાસી વગેરે નહીં આવે, બધા ભક્ત ભક્તિ કરતા-કરતા આવી જશે. બાપ કેટલું ક્લિયર
(સ્પષ્ટ) કરીને સમજાવે છે. તમે જ્ઞાન ઉઠાવી રહ્યાં છો, સિદ્ધ થાય છે તમે ખૂબ ભક્તિ
કરી છે. વધારે ભક્તિ કરવાવાળા વધારે ભણશે. ઓછી ભક્તિ કરવાવાળા ઓછું ભણશે. મુખ્ય
મહેનત છે યાદ ની. યાદ થી જ વિકર્મ વિનાશ થશે અને ખૂબ મીઠાં પણ બનવાનું છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
સર્વિસેબલ, વફાદાર, ફરમાનવરદાર બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કેટલાં પણ
કોઈ પ્રિય સંબંધી હોય તેમાં મોહ ની રગ ન જવી જોઈએ. નષ્ટોમોહા બનવાનું છે. યુક્તિ થી
સમજાવવા નું છે. પોતાનાં ઉપર અને બીજા પર રહેમ કરવાનો છે.
2. બાપ અને શિક્ષક ને
ખૂબ પ્રેમ થી યાદ કરવાનાં છે. નશો રહે ભગવાન આપણને ભણાવે છે, વિશ્વ ની બાદશાહી આપે
છે! હરતાં-ફરતાં યાદ માં રહેવાનું છે, ઝરમુઈ ઝઘમુઈ નથી કરવાનું.
વરદાન :-
અવિનાશી રુહાની
રંગ ની સાચ્ચી હોળી દ્વારા બાપ સમાન સ્થિતિ નાં અનુભવી ભવ
તમે પરમાત્મ-રંગ માં
રંગાયેલા હોલી (પવિત્ર) આત્માઓ છો. સંગમયુગ હોલી જીવન નો યુગ છે. જ્યારે અવિનાશી
રુહાની રંગ લાગી જાય છે તો સદા કાળ માટે બાપ સમાન બની જાઓ છો. તો તમારી હોળી છે સંગ
નાં રંગ દ્વારા બાપ સમાન બનવું. એવો પાક્કો રંગ હોય છે બીજાઓ ને પણ સમાન બનાવી દો.
દરેક આત્મા પર અવિનાશી જ્ઞાન નો રંગ, યાદ નો રંગ, અનેક શક્તિઓ નો રંગ, ગુણો નો રંગ,
શ્રેષ્ઠ વૃતિ, દૃષ્ટિ, શુભ ભાવના, શુભકામના નો રુહાની રંગ ચઢાવો.
સ્લોગન :-
દૃષ્ટિ ને
અલૌકિક, મન ને શીતળ, બુદ્ધિ ને રહેમદિલ અને મુખ ને મધુર બનાવો.
અવ્યક્ત ઈશારા -
સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો
સત્યતા નાં શક્તિ
સ્વરુપ થઈને નશા થી બોલો, નશા થી જુઓ. અમે ઓલમાઈટી ગવર્મેન્ટ નાં અનુચર છીએ, આ જ
સમૃતિ થી અયથાર્થ ને યથાર્થ માં લાવવાનું છે. સત્ય ને પ્રસિદ્ધ કરવાનું છે નહીં કે
છુપાવવાનું છે પરંતુ સભ્યતા ની સાથે નશો રહે કે આપણે શિવ ની શક્તિઓ છીએ હિંમતે
શક્તિઓ, મદદે સર્વશક્તિવાન્.