14-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જેમ બાબા પ્રેમ નાં સાગર છે , એમનાં જેવો પ્રેમ દુનિયામાં કોઈ કરી ન શકે , તેમ આપ બાળકો પણ બાપ સમાન બનો , કોઈ ને રંજ ( નારાજ ) નહીં કરો”
 

પ્રશ્ન :-
કયાં પ્રકાર નાં ખ્યાલાત (વિચાર) ચાલતાં રહે તો ખુશી નો પારો ચઢ્યો રહેશે?

ઉત્તર :-
હમણાં આપણે જ્ઞાન-રત્નો થી પોતાની ઝોલી ભરી રહ્યાં છીએ પછી આ ખાણો વગેરે બધી ભરપૂર થઈ જશે. ત્યાં (સતયુગ માં) આપણે સોના નાં મહેલ બનાવીશું. ૨. આપણો આ બ્રાહ્મણ કુળ ઉત્તમ કુળ છે, આપણે સાચ્ચી-સાચ્ચી સત્યનારાયણ ની કથા, અમરકથા સાંભળીએ અને સંભળાવીએ છીએ… આવાં-આવાં વિચાર ચાલતાં રહે તો ખુશી નો પારો ચઢ્યો રહેશે.

ઓમ શાંતિ!
બાળકો બાપ ની યાદ માં બેઠાં છે, આ શ્રીમત અર્થાત્ શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત મળે છે. યાદ ની યાત્રા ખૂબ મીઠી છે. બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે કે જેટલાં બાપ ને યાદ કરીશું એટલાં બાબા સ્વીટ લાગશે. સૈક્રીન (મીઠાં) છે ને! એક બાપ જ પ્રેમ કરે છે બાકી તો બધાં મારી દે છે. દુનિયા આખી એકબીજા ને ઠુકરાવે છે. બાપ પ્રેમ કરે છે, એમને ફક્ત આપ બાળકોએ જાણ્યાં છે. બાપ કહે છે - હું જે છું, જેવો છું, કેટલો મોટો છું, બતાવો આપણા બાપ કેટલાં મોટા છે? તો કહે છે બિંદી છે બીજા તો કોઈ જાણતાં નથી. બાળકો પણ ઘડી-ઘડી ભૂલી જાય છે. કહે છે ભક્તિમાર્ગ માં તો મોટા-મોટા ચિત્રો ની પૂજા કરતાં હતાં. હવે બિંદી ને કેવી રીતે યાદ કરે? બિંદી, બિંદી ને જ યાદ કરશે ને? આત્મા જાણે છે અમે બિંદી છીએ. અમારા બાપ પણ એવાં છે. આત્મા જ પ્રેસિડન્ટ (પ્રધાનમંત્રી) છે, આત્મા જ નોકર છે. પાર્ટ આત્મા જ ભજવે છે. બાપ છે સૌથી સ્વીટ. બધાં યાદ કરે છે હે પતિત-પાવન, દુખહર્તા-સુખકર્તા આવો. હવે આપ બાળકો ને આ નિશ્ચય છે આપણે જેમને બિંદી કહીએ છીએ, એ ખૂબ જ સૂક્ષ્મ છે પરંતુ મહિમા કેટલી ભારે છે. ભલે મહિમા ગાય પણ છે જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર છે, પરંતુ સમજતાં નથી કે એ કેવી રીતે આવીને સુખ આપે છે. મીઠાં-મીઠાં બાળકો દરેક સમજી શકે છે - કોણ-કોણ કેટલાં શ્રીમત પર ચાલે છે? શ્રીમત મળે છે સર્વિસ કરવાની. ઘણાં મનુષ્ય બીમાર રોગી છે, ઘણાં છે જે હેલ્દી (સ્વસ્થ) પણ છે. ભારતવાસી જાણે છે સતયુગ માં આયુ ખુબ મોટી સરેરાશ ૧૨૫-૧૫૦ વર્ષ ની હતી. દરેક પોતાની પૂર્ણ આયુ પૂરી કરે છે. આ તો બિલકુલ જ છી-છી દુનિયા છે જે બાકી થોડો સમય જ છે. મનુષ્ય મોટી-મોટી ધર્મશાળાઓ વગેરે હજું સુધી બનાવતાં રહે છે. જાણતાં નથી, આ બાકી કેટલો સમય હશે. મંદિર વગેરે બનાવે છે, લાખો રુપિયા ખર્ચ કરે છે. તેમની આયુ બાકી કેટલો સમય હશે? તમે જાણો છો આ તો તુટ્યું કે તુટ્યું. તમને બાબા મકાન વગેરે બનાવવા માટે ક્યારેય મનાઈ નથી કરતાં. તમે પોતાનાં જ ઘર માં એક રુમ માં હોસ્પિટલ સાથે યુનિવર્સિટી બનાવો. વગર કોઈ ખર્ચે, હેલ્થ, વેલ્થ, હેપ્પીનેસ ૨૧ જન્મોનાં માટે લેવાનાં છે, આ જ્ઞાન થી. આ પણ સમજાવ્યું છે-તમને સુખ ઘણું મળે છે. જ્યારે તમોપ્રધાન બનો ત્યારે વધારે દુઃખ હોય છે. જેટલાં-જેટલાં તમોપ્રધાન બનતાં જશો એટલાં દુનિયામાં દુઃખ-અશાંતિ વધતાં જશે. મનુષ્ય ખૂબ દુઃખી થશે. પછી જય-જયકાર થઇ જશે. તો આપ બાળકોએ જે વિનાશ, દિવ્ય દૃષ્ટિ થી જોયો છે જે ફરી પ્રેક્ટિકલ માં જોવાનો છે. સ્થાપના નો સાક્ષાત્કાર પણ અનેકોએ કર્યો છે. નાની બાળકીઓ ખૂબ જ સાક્ષાત્કાર કરતી હતી. જ્ઞાન કંઈ પણ નહોતું. જૂની દુનિયાનો વિનાશ પણ જરુર થવાનો છે. આપ બાળકો જાણો છો - બાપ જ આવીને સ્વર્ગ નો વારસો આપે છે. પરંતુ બાળકોએ ફરી પુરુષાર્થ કરવાનો છે, ઉંચ પદ મેળવવાનો. આપ બાળકોને બાપ બેસી, આ બધી વાતો સમજાવે છે, તેઓ થોડી જ જાણે છે કે બાકી થોડો સમય છે. બાપ કહે છે - હું છું દાતા, હું તમને આપવા આવ્યો છું. મનુષ્ય કહે છે - પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો.

બાપ કહે છે - પહેલાં તમે કેટલાં સમજદાર હતાંં, સતોપ્રધાન હતાં. હમણાં તો તમોપ્રધાન બની પડ્યાં છો. તમારી બુદ્ધિ માં પણ હવે આવ્યું છે, પહેલાં થોડી સમજતા હતાં કે અમે વિશ્વ પર રાજ્ય કરતાં હતાં. તમે વિશ્વનાં માલિક હતાં ફરી જરુર બનશો. હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થશે. બાપે સમજાવ્યું છે - ૫૦૦૦ વર્ષ પહેલાં હું આવ્યો હતો, તમને સ્વર્ગ નાં માલિક બનાવ્યાં હતાં. પછી તમે ૮૪ જન્મો ની સીડી ઉતરો છો. આ વિસ્તાર કોઈ પણ શાસ્ત્રો માં નથી. શિવબાબા કોઈ શાસ્ત્ર વગેરે ભણ્યાં છે શું? એમને તો જ્ઞાન ની ઓથોરિટી (સત્તા) કહેવાય છે. તે લોકો પણ શાસ્ત્ર વગેરે વાંચીને શાસ્ત્રો ની ઓથોરિટી બને છે. તેઓ પણ તો ગાય છે - પતિત-પાવન આવો. ગંગા-સ્નાન કરવા જાય છે. હકીકત માં આ ભક્તિ છે જ ગૃહસ્થીઓનાં માટે. બાપ બેસી સમજાવે છે, એમને પણ ખબર નથી કે સદ્દગતિ દાતા કોણ છે? બાપ સમજાવે છે - તમે મને બોલાવો પણ છો, હેં પતિત-પાવન આવો. હું તમને પાવન બનાવું છું. હું તમને ભણાવવા માટે આવું છું, એવું નહીં કે અમારા પર કૃપા કરો. હું તો શિક્ષક છું, તમે કૃપા વગેરે કેમ માંગો છો? આશીર્વાદ તો અનેક જન્મ લેતાં આવ્યાં છો. હવે આવીને મા-બાપ ની મિલકત નાં માલિક બનો અને આશીર્વાદ ને શું કરશો! બાળક જન્મ્યો અને બાપ ની મિલકત નો માલિક બન્યો. લૌકિક બાપ ને કહે છે કે કૃપા કરો. અહીં તો કૃપા ની વાત નથી. ફક્ત બાપ ને યાદ કરવાનાં છે. આ પણ કોઈને ખબર નથી કે બાબા બિંદુ છે. હવે તમને બાપે બતાવ્યું છે, બધાં કહે પણ છે પરમપિતા પરમાત્મા, ગોડફાધર, સુપ્રીમ સોલ. તો પરમ આત્મા થયાં ને! એ છે સુપ્રીમ. બાકી બધાં આત્માઓ છે ને. સુપ્રીમ બાપ આવીને આપ સમાન બનાવે છે બીજું કંઈ નથી. કોઈની બુદ્ધિમાં હશે શું કે બેહદનાં બાપ જે સ્વર્ગ નાં રચયિતા છે, એ આવીને સ્વર્ગનાં માલિક બનાવે છે! તમે હવે જાણો છો, કૃષ્ણ નાં હાથ માં સ્વર્ગ નો ગોળો છે. ગર્ભ માં બાળક બહાર નીકળે છે ત્યારથી આયુ શરું થાય છે. શ્રીકૃષ્ણ તો પૂરા ૮૪ જન્મ લે છે. ગર્ભ થી બહાર આવ્યાં, તે દિવસ થી ૮૪ જન્મ ગણશે. લક્ષ્મી-નારાયણ ને તો મોટા થવામાં ૩૦-૩૫ વર્ષ લાગ્યાં ને. તો તે ૩૦-૩૫ વર્ષ ૫ હજાર થી ઓછા કરવાં પડે. શિવબાબા ની તો ગણતરી ન કરી શકાય. શિવબાબા ક્યારે આવ્યાં? સમય આપી ન શકાય. શરું થી સાક્ષાત્કાર થતાં હતાં. મુસલમાન લોકો પણ બગીચા વગેરે જોતાં હતાં. આ નૌધા ભક્તિ તો કોઈએ નથી કરી. ઘરે બેઠા જાતે જ ધ્યાન માં જતાં રહેતાં હતાં. તેઓ તો કેટલી નૌધા ભક્તિ કરે છે. તો બાપ બેસી સન્મુખ સમજાવે છે. બાબા દૂરદેશ થી આવ્યાં છે, આ બાળકો જાણે છે. આમનામાં પ્રવેશ કરી અમને ભણાવે છે. પરંતુ પછી બહાર જવાથી નશો ઓછો થઈ જાય છે. યાદ રહે તો ખુશી નો પારો પણ ચઢ્યો રહે અને કર્માતીત અવસ્થા થઈ જાય, પરંતુ તેમાં સમય જોઈએ. હવે જુઓ, શ્રીકૃષ્ણ ની આત્મા ને અંતિમ જન્મ માં ફુલ જ્ઞાન છે પછી ગર્ભ થી બહાર નીકળશે, પાઈ નું પણ જ્ઞાન નહીં હશે. બાપ આવી ને સમજાવે છે - શ્રીકૃષ્ણએ કોઈ મોરલી વગાડી નથી. તે તો જ્ઞાન જાણતાં જ નથી. લક્ષ્મી-નારાયણ જ નથી જાણતાં તો પછી ઋષિ, મુનિ, સંન્યાસી વગેરે કેવી રીતે જાણશે! વિશ્વનાં માલિક લક્ષ્મી-નારાયણે જ નથી જાણ્યું તો પછી આ સંન્યાસી લોકો કેવી રીતે જાણશે! કહે છે શ્રીકૃષ્ણ સાગર માં પીપળ નાં પાંદડા પર આવ્યાં, આ કર્યું… આ બધી વાર્તાઓ છે, જે બેસી લખી છે. કહે છે નદી માં પગ નાખ્યો તો તે નીચે ચાલી ગઈ, વિચાર કરો - મનુષ્ય શું-શું વાતો બનાવી શકે છે. હવે બાપ સમજાવે છે, કોઈ પણ ઉલ્ટી-સુલ્ટી વાતો પર ક્યારેય વિશ્વાસ નહીં કરતાં. શાસ્ત્ર વગેરે કેટલાં મનુષ્ય વાંચે છે. બાપ કહે છે - ભણેલું બધુંજ ભૂલી જાઓ. આ દેહ ને પણ ભૂલી જાઓ. આત્મા જ એક શરીર છોડી બીજું લઈને પાર્ટ ભજવે છે. ભિન્ન-ભિન્ન નામ, રુપ, દેશ, વસ્ત્ર પહેરીને. હવે બાપ કહે છે - આ છી-છી વસ્ત્ર છે. આત્મા અને શરીર બંને પતિત છે. આત્મા ને જ શ્યામ અને સુંદર કહેવાય છે. આત્મા પવિત્ર હતો તો સુંદર હતો પછી કામ ચિતા પર બેસવાથી કાળા બન્યાં છે. હવે ફરી બાપ જ્ઞાન ચિતા પર બેસાડે છે. પતિત-પાવન બાપ કહે છે - મને યાદ કરો તો ખાદ જ નીકળી જશે. આત્મા માં જ ખાદ પડે છે. કળિયુગ અંત માં તમે ગરીબ છો. ત્યાં સતયુગ માં ફરી તમે સોના નાં મહેલ બનાવશો છે. વન્ડર (અદ્દભુત) છે, અહીંયા હીરાનું જુઓ કેટલું માન છે. ત્યાં તો પથ્થરો ની જેમ હોય છે. હમણાં તમે બાપ પાસેથી જ્ઞાન-રત્નો ની ઝોલી ભરી રહ્યાં છો. લખેલું છે સાગર થી રત્નો ની થાળીઓ ભરી લઈ આવે છે. સાગર થી જેટલું પણ જોઈએ એટલું લો. ખાણો જ ભરતું થઈ જાય છે. તમે સાક્ષાત્કાર કર્યા છે. માયા-મચ્છંદર નો પણ ખેલ દેખાડે છે. તેણે જોયું સોનાની ઈંટો પડી છે, લઈ જાઉં. નીચે આવ્યાં તો કંઈ નહોતું. ત્યાં તો સોનાની ઈંટો નાં મહેલ બનાવીશું. એવાં-એવાં વિચાર આવવાં જોઈએ તો ખુશી નો પારો ચઢે. બાપ નો પરિચય આપવાનો છે. શિવબાબા ૫ હજાર વર્ષ પહેલાં પણ આવ્યાં હતાં, આ કોઈ ને ખબર નથી. તમે જાણો છો ૫ હજાર વર્ષ પહેલાં આવીને તમને રાજ્યોગ શીખવાડ્યો હતો, કલ્પ-કલ્પ તમને જ શીખવાડશે. જે-જે આવીને બ્રાહ્મણ બનશે તે ફરી દેવતા બનશે. વિરાટ રુપ પણ બનાવે છે. તેમાં બ્રાહ્મણો ની ચોટલી ગુમ કરી દીધી છે. બ્રાહ્મણો નો કુળ ખૂબ ઉત્તમ ગવાયેલ છે, તે છે શરીરધારી. તમે છો રુહાની. તમે સાચ્ચી-સાચ્ચી કથા સંભળાવો છો. આ જ સત્ય-નારાયણ ની કથા, અમરકથા છે. તમને અમરકથા સંભળાવી અમર બનાવી રહ્યાં છે. આ મૃત્યુલોક ખતમ થવાનો છે. શિવબાબા કહે છે - હું તમને લેવા આવ્યો છું. કેટલાં અસંખ્ય આત્માઓ છે. આત્મા પાછો ઘરે જાય છે તો કોઇ અવાજ થોડી થાય છે? મધુમાખીઓનું ઝુંડ જાય છે તો અવાજ કેટલો થાય છે. રાણી ની પાછળ મધુમાખીઓ બધી ભાગે છે. તેમની પરસ્પર માં કેટલી એકતા છે. ભ્રમરી નું પણ ઉદાહરણ અહીંયાનું છે. તમે મનુષ્ય થી દેવતા બનાવી દો છો. પતિતો ને તમે જ્ઞાન ની ભૂં-ભૂં કરો છો તો પાવન વિશ્વનાં માલિક બની જાય છે. તમારો છે પ્રવૃત્તિ માર્ગ, તેમાં પણ મેજોરીટી (વધુ સંખ્યા) માતાઓની છે એટલે વંદે માતરમ કહેવાય છે. બ્રહ્માકુમારી તે જે બાપ દ્વારા ૨૧ જન્મ નો વારસો અપાવે છે. બાપ સદા સુખ નો વારસો આપે છે. જે સર્વિસ કરશે, લખશે-ભણશે બનશે નવાબ… રાજા બનવું સારું કે નોકર બનવું સારું. અંત નાં સમયે તમને બધી ખબર પડી જશે. અમે શું બનશું? પછી પસ્તાશો. અમે શ્રીમત પર કેમ નહીં ચાલ્યાં! બાપ કહે છે - ફોલો (અનુસરણ) કરો. એવું પણ નથી કોઈ એક રુમ આપી દે છે, સેવાકેન્દ્ર માટે, પોતે માંસ વગેરે ખાતા રહે છે. તે પુણ્ય આત્મા, તે પાપ આત્મા, પછી આશ્રમ નહીં રહે. ઘર માં સ્વર્ગ બનાવે છે તો પોતે પણ સ્વર્ગ માં હોવાં જોઈએ ને? ફક્ત આશીર્વાદ પર નથી રહેવાનું. બાપ ને યાદ કરવાનાં છે. પવિત્ર બનાવી ને સાથે લઈ જશે. તમને તો ખુબ ખુશી રહેવી જોઈએ, કેટલી ભારે લોટરી મળે છે. બાપ ને જેટલાં યાદ કરશો, એટલાં વિકર્મ વિનાશ થશે. બાપ જેટલો પ્રેમ, આ દુનિયામાં કોઈ કરી નહીં શકે. એમને કહેવાય જ છે - પ્રેમ નાં સાગર. તમે પણ એવાં બનો. જો કોઈને દુઃખ આપ્યું, દુ:ખી કર્યા તો દુઃખી થઈને મરશો. આ કોઈ બાબા શ્રાપ નથી આપતાં, સમજાવે છે. સુખ આપો તો સુખી થશો, બધાને પ્રેમ કરો. બાબા પણ પ્રેમ નાં સાગર છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ ઉલ્ટી-સુલ્ટી વાત પર વિશ્વાસ નથી કરવાનો. જે પણ ઉલ્ટું વાંચ્યું છે તેને ભૂલી અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે.

2. ફક્ત આશીર્વાદ પર નથી ચાલવાનું. સ્વયં ને પવિત્ર બનાવવાનાં છે. બાપ ને દરેક કદમ માં ફોલો કરવાનાં છે, કોઈને પણ દુઃખ નથી આપવાનું. નારાજ નથી કરવાનાં.

વરદાન :-
સાચ્ચી લગન નાં આધાર પર બીજા સંગ તોડી એક સંગ જોડવા વાળા સંપૂર્ણ વફાદાર ભવ

સંપૂર્ણ વફાદાર એમને કહેવાય છે જેમનાં સંકલ્પ અથવા સ્વપ્ન માં પણ સિવાય બાપ અને બાપ નાં કર્તવ્ય અથવા બાપ ની મહિમા નાં, બાપ નાં જ્ઞાન નાં બીજું કંઈ પણ ન દેખાય. એક બાપ બીજું ન કોઈ… બુદ્ધિની લગન સદા એક સંગ રહે તો અનેક સંગ નો રંગ લાગી નથી શકતો એટલે પહેલો વાયદો છે બીજા સંગ તોડી એક સંગ જોડવો - આ વાયદા ને નિભાવવો અર્થાત્ સંપૂર્ણ વફાદાર બનવું.
 

સ્લોગન :-
સત્યતા ની સ્વ-સ્થિતિ પરિસ્થિતિઓ માં પણ સંપૂર્ણ બનાવી દેશે.

અવ્યકત ઇશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો
અમે ઊંચ તે ઊંચ બાપ નાં બાળકો છીએ, આ યાદ રહેવાથી એકરસ અવસ્થા રહેશે. જ્યારે એક થી સંબંધ રહે છે ત્યારે અવસ્થા પણ એકરસ રહે છે. જો બીજે ક્યાંય સંબંધ ની રગ જાય છે તો એકરસ અવસ્થા નહીં રહેશે. તો એકરસ અવસ્થા બનાવવા માટે સિવાય એક નાં બીજું કંઈ પણ જોવા છતાં ન જુઓ.