14-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - નિરંતર યાદ રહે કે આપણા બાબા , બાપ પણ છે , ટીચર પણ છે તો સદ્દગુરુ પણ છે , આ યાદ જ મનમનાભવ છે”

પ્રશ્ન :-
માયા ની ધૂળ જ્યારે આંખો માં પડે છે તો સૌથી પહેલી ગફલત (ભૂલ) કઈ થાય છે?

ઉત્તર :-
માયા પહેલી ગફલત કરાવે જે ભણતર ને જ છોડી દે છે. ભગવાન ભણાવે છે, આ ભૂલી જવાય છે. બાપ નાં બાળકો જ બાપ નાં ભણતર ને છોડી દે છે, આ પણ વન્ડર છે. નહીં તો જ્ઞાન એવું છે જે અંદર જ અંદર ખુશી માં નાચતા રહે, પરંતુ માયા નો પ્રભાવ કંઈ ઓછો નથી. તે ભણતર ને જ છોડાવી દે છે. ભણતર છોડ્યું એટલે એબસન્ટ (ગેરહાજર) થયાં.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકોને સમજાવે છે. સમજાવવાનું એમને હોય છે જેમણે થોડું ઓછું સમજ્યું છે. કોઈ ખૂબ સમજદાર બને છે. બાળકો જાણે છે આ બાબા તો ખૂબ વન્ડરફુલ છે. ભલે તમે અહીં બેઠાં છો પરંતુ અંદર સમજો છો, આ આપણા બેહદ નાં બાબા પણ છે, બેહદ નાં ટીચર પણ છે. બેહદની શિક્ષા આપે છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે. સ્ટુડન્ટ ની બુદ્ધિમાં તો આ હોવું જોઈએ ને? પછી સાથે જરુર લઈ જશે. બાપ જાણે છે, આ જૂની છી-છી દુનિયા છે, એમાંથી બાળકો ને લઈ જવાના છે. ક્યાં? ઘરે. જેવી રીતે કન્યા નાં લગ્ન થાય છે તો સાસરા વાળા આવીને કન્યાને પોતાનાં ઘરે લઈ જાય છે. હમણાં તમે અહીં બેઠાં છો. બાબા સમજાવે છે બાળકોને અંદર જરુર આવતું હશે કે આ આપણા બેહદ નાં બાપ પણ છે, બેહદની શિક્ષા પણ આપે છે. જેટલાં મોટાં બાબા એટલી શિક્ષા પણ ખૂબ બેહદની આપે છે. રચના નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય પણ બાળકોની બુદ્ધિમાં છે. જાણે છે બાપ આ છી-છી દુનિયાથી આપણને પાછા લઈ જશે. આ પણ અંદર યાદ કરવાથી મનમનાભવ જ છે. ચાલતાં-ફરતાં, ઉઠતાં-બેસતાં બુદ્ધિ માં આ જ યાદ રહે. વન્ડરફુલ વસ્તુ ને યાદ કરવાની હોય છે ને? તમે જાણો છો સારી રીતે ભણવાથી, યાદ કરવાથી આપણે વિશ્વ નાં માલિક બનીએ છીએ. આ તો જરુર બુદ્ધિમાં ચાલવું જોઈએ. પહેલાં બાપ ને યાદ કરવા પડે. ટીચર પછી મળે છે. બાળકો જાણે છે આપણા બેહદ નાં રુહાની બાપ છે. સહજ યાદ અપાવવા માટે બાબા યુક્તિઓ બતાવે છે-મામેકમ્ યાદ કરો. જે યાદ થી જ અડધાકલ્પ નાં વિકર્મ વિનાશ થશે. પાવન બનવા માટે તમે જન્મ-જન્માંતર ભક્તિ, જપ, તપ વગેરે ખૂબ કર્યા છે. મંદિરો માં જાય છે, ભક્તિ કરે છે, સમજે છે કે અમે પરંપરા થી કરતા આવ્યા છીએ. શાસ્ત્ર ક્યારથી સાંભળ્યા છે? કહેશે પરંપરા થી. મનુષ્યો ને કંઈ પણ ખબર નથી. સતયુગ માં તો શાસ્ત્ર હોતાં જ નથી. તમને બાળકોને તો આશ્ચર્ય થવું જોઈએ. બાપ વગર કોઈ પણ આ વાતો સમજાવી ન શકે. આ બાપ પણ છે, ટીચર પણ છે, સદ્દગુરુ પણ છે. આ તો આપણા બાબા છે. એમનાં કોઈ મા-બાપ નથી. કોઈ કહી ન શકે કે શિવબાબા કોઈ નાં બાળક છે. આ વાતો બુદ્ધિમાં વારંવાર યાદ રહે આ જ મનમનાભવ છે. ટીચર ભણાવે છે પરંતુ સ્વયં ક્યાંય થી ભણ્યા નથી. એમને કોઈએ ભણાવ્યા નથી. એ નોલેજફુલ છે, મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે, જ્ઞાન નાં સાગર છે. ચૈતન્ય હોવાનાં કારણે બધું સંભળાવે છે. કહે છે-બાળકો, હું જેમનામાં પ્રવેશ થયો છું એમના દ્વારા હું તમને આદિ થી લઈને આ સમય સુધી બધાં રહસ્ય સમજાવું છું. અંત માટે તો પછી કહેશે એ સમયે તમે પણ સમજી જશો - હવે અંત આવે છે. કર્માતીત અવસ્થા પર પણ નંબરવાર પહોંચી જશો. તમે અણસાર પણ જોશો. જૂની સૃષ્ટિનો વિનાશ તો થવાનો જ છે. આ અનેક વાર જોયું છે અને જોતા રહેશો. ભણો એવી રીતે છો જેવી રીતે કલ્પ પહેલા ભણ્યા હતાં. રાજ્ય લીધું પછી ગુમાવ્યું ફરી હમણાં લઈ રહ્યા છો. બાપ ફરીથી ભણાવી રહ્યા છે. કેટલું સહજ છે! તમે બાળકો સમજો છો આપણે સાચ્ચે-સાચ્ચે વિશ્વ નાં માલિક હતાં. ફરી બાબા આવીને આપણને તે જ્ઞાન આપી રહ્યા છે. બાબા સલાહ આપે છે એવું-એવું અંદર ચાલવું જોઈએ.

બાબા આપણા બાબા પણ છે, ટીચર પણ છે. ટીચર ને ક્યારેય ભૂલશે શું? ટીચર દ્વારા તો ભણતર ભણતાં રહે છે. કોઈ બાળકો પાસે માયા ખૂબ ગફલત કરાવે છે. એકદમ જાણે કે આંખો માં ધૂળ નાંખી દે છે. ભણતર જ છોડી દે છે. ભગવાન ભણાવે છે, એવા ભણતર ને છોડી દે છે. ભણતર જ મુખ્ય છે. તે પણ કોણ છોડે છે? બાપ નાં બાળકો. તો બાળકો ને અંદર કેટલી ખુશી રહેવી જોઈએ? બાપ જ્ઞાન પણ દરેક વાત નું આપે છે. જે કલ્પ-કલ્પ આપે છે. બાપ કહે છે કમ સે કમ ઓછું આ રીતે મને યાદ કરો. કલ્પ-કલ્પ તમે જ સમજો છો અને ધારણ કરો છો. એમનાં બાબા તો કોઈ નથી, એ જ બેહદ નાં બાપ છે. વન્ડરફુલ બાપ થયા ને? મારા કોઈ બાબા છે? બતાવો. શિવબાબા કોના બાળક છે.

આ ભણતર પણ વન્ડરફુલ છે જે આ સમય સિવાય ક્યારેય ભણી નથી શકતા અને ફક્ત તમે બ્રાહ્મણ જ ભણો છો. તમે એ પણ જાણો છો કે બાપ ને યાદ કરતા-કરતા આપણે પાવન બની જઈશું. નહીં તો પછી સજાઓ ખાવી પડશે. ગર્ભજેલ માં ખૂબ સજાઓ ખાવી પડે છે. ત્યાં પછી ટ્રીબ્યુનલ બેસે છે. બધાં સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત્કાર વગર કોઈને સજા આપી ન શકાય. મુંઝાઈ જાય કે આ સજા અમને કેમ મળે છે? બાપ ને ખબર રહે છે કે આમણે આ પાપ કર્યા છે, આ ભૂલ કરી છે. બધાં સાક્ષાત્કાર કરાવે છે. એ સમયે એવું ફીલ થાય છે જાણે કે કેટલાં બધાં જન્મોની સજા મળી રહી છે. આ જેવી રીતે બધાં જન્મો ની ઈજ્જત ગઈ. તો બાપ કહે છે મીઠાં-મીઠાં બાળકોએ પુરુષાર્થ સારી રીતે કરવાનો છે. સોળે કળા સંપૂર્ણ બનવા માટે યાદ ની મહેનત કરવાની છે. જોવાનું છે કે અમે કોઈને દુઃખ તો નથી આપતાં? સુખદાતા બાપ નાં અમે બાળકો છીએ ને? ખૂબ ગુલ-ગુલ બનવાનું છે. આ ભણતર જ તમારી સાથે આવવાનું છે. ભણતર થી જ મનુષ્ય બેરિસ્ટર વગેરે બને છે. બાપ નું આ જ્ઞાન ન્યારું અને સત્ય છે. અને આ છે પાંડવ ગવર્મેન્ટ, ગુપ્ત. તમારા સિવાય બીજા કોઈ સમજી નથી શકતાં. આ ભણતર વન્ડરફુલ છે. આત્મા જ સાંભળે છે. બાપ વારંવાર સમજાવે છે-ભણતર ને ક્યારેય છોડવાનું નથી. માયા છોડાવી દે છે. બાપ કહે છે આવું નહીં કરો, ભણતર છોડો નહીં. બાબાની પાસે રિપોર્ટ તો આવે છે ને? રીઝલ્ટ થી બધી ખબર પડે છે. આ કેટલાં દિવસ એબસન્ટ રહ્યાં? ભણતર છોડી દે છે તો બાપ ને પણ ભૂલી જાય છે. હકીકત માં આ ભૂલવાની વસ્તુ તો નથી. આ તો વન્ડરફુલ બાપ છે. સમજાવે પણ છે. જેવી રીતે એક રમત છે. રમત ની વાત કોઈને પણ સંભળાવવા થી ઝટ યાદ રહી જાય છે ને? તે ક્યારેય ભૂલાતી નથી. આ પોતાનો અનુભવ પણ સંભળાવે છે. નાનપણ માં જ વૈરાગી વિચાર રહેતા હતાં. કહેતા હતાં દુનિયામાં તો ખૂબ દુઃખ છે. હવે આપણી પાસે ફક્ત ૧૦ હજાર થઈ જાય તો પણ ૫૦ રુપિયા વ્યાજ મળશે, આટલું બસ છે. સ્વતંત્ર રહીશું. ઘરબાર સંભાળવું તો મુસીબત છે. અચ્છા, પછી એક બાઈસ્કોપ (ચલચિત્ર) જોયું સૌભાગ્યસુંદરી નું… બસ, વૈરાગ ની બધી વાતો તૂટી ગઈ. વિચાર કર્યો લગ્ન કરીશ, આ કરીશ. એક જ થપ્પડ મારી માયા એ, કળા-કાયા ચટ કરી દીધી. તો હવે બાપ કહે છે - બાળકો, આ તો દુનિયા જ દોજક (નર્ક) છે અને એમાં પછી આ તો જે નાટક (સિનેમા) છે, તે પણ દોજક છે. આ જોવાથી જ બધાની વૃત્તિઓ ખરાબ થઈ જાય છે. સમાચાર પત્ર વાંચે છે, એમાં સારી-સારી માઈયો નાં ચિત્ર જુએ છે તો વૃત્તિ તે તરફ ચાલી જાય છે. આ ખૂબ સરસ સુંદર છે, બુદ્ધિમાં આવ્યું ને? હકીકત માં આ વિચાર પણ ચાલવો ન જોઈએ. બાબા કહે છે-આ તો દુનિયા જ ખતમ થઈ જવાની છે એટલે તમે બીજું બધું ભૂલી મામેકમ્ યાદ કરો, એવાં-એવાં ચિત્ર વગેરે કેમ જુઓ છો? આ બધી વાતો વૃત્તિ ને નીચે લઈ આવે છે. આ જે કંઈ જુઓ છો એ તો કબ્રદાખલ થવાનું છે. જે કંઈ આ આંખો થી જુઓ છો એને યાદ ન કરો, એનાથી મમત્વ હટાવી દો. આ બધાં શરીર તો જૂનાં છી-છી છે. ભલે આત્મા શુદ્ધ બને છે પરંતુ શરીર તો છી-છી છે ને? એ તરફ ધ્યાન શું આપવાનું છે? એક બાપ ને જ જોવાના છે.

બાપ કહે છે મીઠાં મીઠાં બાળકો, મંઝિલ ખૂબ ઊંચી છે. વિશ્વ નાં માલિક બનવા માટે બીજા કોઈ તો પ્રયત્ન પણ ન કરી શકે. કોઈની પણ બુદ્ધિમાં ન આવી શકે. માયા નો પ્રભાવ કોઈ ઓછો નથી. સાયન્સ વાળાની કેટલી બુદ્ધિ ચાલે છે! તમારું પછી છે સાઈલેન્સ, બધાં ઈચ્છે પણ છે અમે મુક્તિ મેળવીએ. તમારું પછી લક્ષ છે જીવનમુક્તિ નું. આ પણ બાપે સમજાવ્યું છે. ગુરુ વગેરે કોઈ આવું જ્ઞાન આપી નથી શકતાં. તમારે ગૃહસ્થ માં રહી પવિત્ર બનવાનું છે, રાજાઈ લેવાની છે. ભક્તિ માં ખૂબ ટાઈમ વેસ્ટ કર્યો છે. હમણાં સમજો છો અમે કેટલી ભૂલો કરી છે. ભૂલ કરતા-કરતા બેસમજ, બિલકુલ જ પથ્થર બુદ્ધિ બની ગયાં છે. અંદર આવે છે આ તો ખૂબ વન્ડરફુલ નોલેજ છે જેનાથી આપણે શું નાં શું બની જઈએ છીએ પથ્થરબુદ્ધિ થી પારસ બુદ્ધિ! તો ખુશી નો પારો પણ ચઢે છે કે આપણા બાબા બેહદ નાં બાબા છે. એમનાં કોઈ બાપ નથી. એ ટીચર છે, એમનાં કોઈ ટીચર નથી. કહેશે - ક્યાંથી શીખ્યા? વંડર ખાશે ને? ઘણાં લોકો સમજે છે આ તો કોઈ ગુરુ પાસેથી શીખ્યા. તો ગુરુ નાં બીજા પણ શિષ્ય હશે ને? ફક્ત એક શિષ્ય હતાં શું? ગુરુઓનાં શિષ્ય તો અનેક હોય છે. આગાખાં ને જુઓ, કેટલાં શિષ્ય છે? ગુરુઓ માટે કેટલું અંદર રહે છે, એમને હીરા માં વજન કરે છે. તમે આવાં સદ્દગુરુ ને શેનાં માં વજન કરાવશો? આ તો બેહદ નાં સદ્દગુરુ છે. આમનું વજન કેટલું છે? એક હીરો પણ ન નાંખી શકો.

આવી-આવી વાતો તમારે બાળકોએ વિચાર કરવાની છે. આ તો મહીન વાત થઈ. ભલે આ તો બધાં કહેતા રહે છે હે ઈશ્વર! પરંતુ એ થોડી સમજે છે કે એ બાપ, ટીચર, ગુરુ પણ છે. આ તો સાધારણ રીતે બેસી રહે છે. આ ઉપર સંદલી પર પણ એટલે બેસે છે કે મુખડું જોઈ શકે. બાળકો પર પ્રેમ તો રહે છે ને? આ મદદગાર બાળકો વગર સ્થાપના થોડી કરશે? વધારે મદદ કરવા વાળા બાળકો ને જરુર વધારે પ્રેમ કરશે. વધારે કમાવવા વાળા બાળકો સારા હશે તો જરુર ઊંચા માં ઊંચું પદ લેશે. એમનાં પર પ્રેમ પણ જાય છે. બાળકોને જોઈ-જોઈ હર્ષિત થાય છે. આત્મા ખૂબ ખુશ થાય છે. કલ્પ-કલ્પ બાળકો ને જોઈ ખુશ થાઉં છું. કલ્પ-કલ્પ બાળકો જ મદદગાર બને છે. ખૂબ પ્રિય લાગે છે. કલ્પ-કલ્પાંતર નો પ્રેમ જોડાઈ જાય છે. ભલે ક્યાંય પણ બેઠાં રહો, બુદ્ધિમાં બાપની યાદ રહે. આ બેહદ નાં બાપ છે, એમનાં કોઈ બાપ નથી, એમનાં કોઈ ટીચર નથી. સ્વયં જ બધુંજ છે જેમને બધાં યાદ કરે છે. સતયુગ માં તો કોઈ યાદ નહીં કરશે, ૨૧ જન્મો માટે બેડો પાર થઈ ગયો તો તમને કેટલી ખુશી થવી જોઈએ? બસ, આખો દિવસ બાપ ની સેવા કરીએ. આવાં બાપનો પરિચય આપીએ. બાપ પાસેથી આ વારસો મળે છે. બાપ આપણને રાજયોગ શીખવાડે છે અને પછી બધાને સાથે પણ લઈ જાય છે. આખું ચક્ર બુદ્ધિમાં છે. આવું ચક્ર તો કોઈ બનાવી ન શકે. અર્થ ની તો કોઈને ખબર નથી. તમે હમણાં સમજો છો-બાબા આપણા બેહદ નાં બાબા પણ છે, બેહદ નું રાજ્ય પણ આપે છે પછી સાથે પણ લઈ જશે. આવી-આવી વાતો તમે સમજાવશો પછી કોઈ સર્વવ્યાપી કહી નહીં શકે. એ બાપ છે, ટીચર છે તો સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે?

બેહદ નાં બાપ જ નોલેજફુલ છે. આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. બાપ બાળકોને સમજાવે છે - ભણતર ને ભૂલો નહીં. આ ખૂબ ઊંચું ભણતર છે. બાબા પરમપિતા છે, પરમ ટીચર છે, પરમ ગુરુ પણ છે. આ બધાં ગુરુઓને પણ લઈ જશે. એવી-એવી વન્ડરફુલ વાતો સંભળાવવી જોઈએ. બોલો, આ બેહદનો ખેલ છે. દરેક એક્ટર ને પોતાનો પાર્ટ મળેલો છે. બેહદ નાં બાપ પાસે થી આપણે જ બેહદની બાદશાહી લઈએ છીએ. આપણે જ માલિક હતાં. વૈકુંઠ થઈને ગયું છે, ફરી જરુર થશે. શ્રીકૃષ્ણ નવી દુનિયા નાં માલિક હતાં. હમણાં જૂની દુનિયા છે પછી જરુર નવી દુનિયાનાં માલિક બનશે. ચિત્ર માં પણ ક્લિયર છે. તમે જાણો છો-હમણાં આપણી લાત નર્ક ની તરફ, મોઢું સ્વર્ગ ની તરફ છે, તે જ યાદ રહે છે. એવી રીતે યાદ કરતા-કરતા અંત મતી સો ગતિ થઈ જશે. કેટલી સારી-સારી વાતો છે જેનું સિમરણ કરવું જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ આંખો થી જે કંઈ દેખાય છે, એનાંથી મમત્વ કાઢી નાખવાનું છે, એક બાપ ને જ જોવાના છે. વૃતિ ને શુદ્ધ બનાવવા માટે આ છી-છી શરીરો તરફ જરા પણ ધ્યાન ન જાય.

2. બાપ જે ન્યારું અને સત્ય જ્ઞાન સંભળાવે છે, તે સારી રીતે ભણવાનું અને ભણાવવાનું છે. ભણતર ક્યારેય મિસ નથી કરવાનું.

વરદાન :-
શાંતિ ની શક્તિ નાં પ્રયોગ દ્વારા દરેક કાર્ય માં સહજ સફળતા પ્રાપ્ત કરવા વાળા પ્રયોગી આત્મા ભવ

હમણાં સમય નાં પરિવર્તન પ્રમાણે શાંતિ ની શક્તિનાં સાધન પ્રયોગ માં લાવીને પ્રયોગી આત્મા બનો. જેવી રીતે વાણી દ્વારા આત્માઓમાં સ્નેહ નાં સહયોગ ની ભાવના ઉત્પન્ન કરો છો એવી રીતે શુભ ભાવના, સ્નેહની ભાવના ની સ્થિતિ માં સ્થિત થઈ એમનામાં શ્રેષ્ઠ ભાવનાઓ ઉત્પન્ન કરો. જેવી રીતે દિપક દિપક ને જગાવી દે છે તેવી રીતે તમારી શક્તિશાળી શુભભાવના બીજાઓમાં સર્વ શ્રેષ્ઠ ભાવના ઉત્પન્ન કરાવી દેશે. આ શક્તિ થી સ્થૂળ કાર્ય માં પણ ખૂબ સહજ સફળતા પ્રાપ્ત કરી શકો છો, ફક્ત પ્રયોગ કરીને જુઓ.

સ્લોગન :-
સર્વ નાં પ્રિય બનવું છે તો ખીલેલા રુહાની ગુલાબ બનો, મુરઝાયેલા નહીં.