14-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  25.11.20    બાપદાદા મધુબન


“ બાપ સમાન બનવા માટે બે વાતો ની દૃઢતા રાખો - સ્વમાન માં રહેવાનું છે અને બધાને સમ્માન

 આપવાનું છે”


આજે બાપદાદા પોતાનો પ્રિય માં પ્રિય, મીઠાં માં મીઠો નાનકડો બ્રાહ્મણ-પરિવાર કહો, બ્રાહ્મણ-સંસાર કહો, એને જ જોઈ રહ્યા છે. આ નાનકડો સંસાર કેટલો ન્યારો પણ છે તો પ્યારો પણ છે. કેમ પ્યારો છે? કારણ કે આ બ્રાહ્મણ-સંસાર નાં દરેક આત્મા વિશેષ આત્મા છે. દેખાય તો અતિ સાધારણ આત્માઓ છે પરંતુ સૌથી મોટા માં મોટી વિશેષતા દરેક બ્રાહ્મણ આત્માની આ જ છે જે પરમ આત્મા ને પોતાની દિવ્ય બુદ્ધિ દ્વારા ઓળખી લીધાં છે. ભલે ૯૦ વર્ષ નાં વૃધ્ધ છે, બીમાર છે પરંતુ પરમાત્મા ને ઓળખવાની દિવ્ય બુદ્ધિ, દિવ્ય નેત્ર બ્રાહ્મણ આત્માઓ સિવાય પ્રસિદ્ધ વી.વી.આઈ.પી. માં પણ નથી. આ બધી માતાઓ કેમ અહીં પહોંચી છે? પગ ચાલે, ન ચાલે પરંતુ પહોંચી તો ગઈ છે. તો ઓળખ્યા છે ત્યારે તો પહોંચી છે ને? આ ઓળખવાનાં નેત્ર, ઓળખવાની બુદ્ધિ તમારા સિવાય કોઈ ને પણ પ્રાપ્ત નથી થઈ શકતી. બધી માતાઓ આ ગીત ગાઓ છો ને - હમને દેખા, હમને પાયા… માતાઓ ને આ નશો છે? હાથ હલાવી રહી છે, ખૂબ સારું. પાંડવો ને નશો છે? એકબીજા કરતાં આગળ છે. નથી શક્તિઓમાં કમી, નથી પાંડવોમાં કમી. પરંતુ બાપદાદા ને આ જ ખુશી છે કે આ નાનો સંસાર કેટલો પ્રિય છે. જ્યારે પરસ્પર પણ મળો છો તો કેટલાં પ્રિય આત્માઓ લાગો છો!

બાપદાદા દેશ-વિદેશ નાં સર્વ આત્માઓ દ્વારા આજે અહીં દિલ નાં ગીત સાંભળી રહ્યા હતાં - બાબા, મીઠાં બાબા અમે જાણ્યું, અમે જોયું. આ ગીત ગાતા-ગાતા ચારેય તરફ નાં બાળકો એક તરફ ખુશી માં, બીજી તરફ સ્નેહ નાં સાગર માં સમાયેલા હતાં. જે પણ ચારેય તરફ નાં અહીં સાકાર માં નથી પરંતુ દિલ થી, દૃષ્ટિ થી બાપદાદા ની સામે છે અને બાપદાદા પણ સાકાર માં દૂર બેસેલા બાળકો ને સન્મુખ જ જોઈ રહ્યા છે. ભલે દેશ છે, કે વિદેશ છે, બાપદાદા કેટલામાં પહોંચી શકે છે? ચક્કર લગાવી શકે છે? બાપદાદા ચારેય તરફ નાં બાળકોને રિટર્ન માં અરબ-ખરબ થી પણ વધારે યાદ-પ્યાર આપી રહ્યા છે. ચારેય તરફ નાં બાળકો ને જોઈ-જોઈ બધાનાં દિલો માં એક જ સંકલ્પ જોઈ રહ્યા છે, બધાં નયનો થી પણ આ જ કહી રહ્યા છે કે અમને પરમાત્મ ૬ મહિના નું હોમવર્ક યાદ છે. તમને બધાને પણ યાદ છે ને? ભૂલી તો નથી ગયા? પાંડવો ને યાદ છે? સારી રીતે યાદ છે? બાપદાદા વારંવાર કેમ યાદ અપાવે છે? કારણ? સમય તો જોઈ રહ્યા છો, બ્રાહ્મણ આત્માઓ સ્વયં ને પણ જોઈ રહ્યા છે. મન જુવાન થતું જાય છે, તન વૃદ્ધ થતું જાય છે. સમય અને આત્માઓની પોકાર સારી રીતે સાંભળવામાં આવી રહી છે! તો બાપદાદા જોઈ રહ્યા હતાં-આત્માઓ ની પોકાર દિલ માં વધતી જઈ રહી છે, હે સુખદેવા, હે શાંતિદેવા, હે સાચ્ચી ખુશીદેવા, થોડી અંચલી અમને પણ આપી દો. વિચારો, પોકાર કરવા વાળા ની લાઈન કેટલી મોટી છે? તમે બધાં વિચારો છો-બાપ ની પ્રત્યક્ષતા જલ્દી થી જલ્દી થઈ જાય પરંતુ પ્રત્યક્ષતા કયા કારણ થી અટકેલી છે? જ્યારે તમે બધાં પણ આ જ સંકલ્પ કરો છો અને દિલ ની ઈચ્છા પણ રાખો છો, મુખે થી કહો પણ છો-અમારે બાપ સમાન બનવું છે. બનવું છે ને? બનવું છે? સારું, પછી બનતા કેમ નથી? બાપદાદાએ બાપ સમાન બનવાનું કહ્યું છે, શું બનવાનું છે, કેવી રીતે બનવાનું છે, સમાન શબ્દ માં આ બંને પ્રશ્નો ઉઠી નથી શકતાં. શું બનવું છે? જવાબ છે ને? બાપ સમાન બનવું છે. કેવી રીતે બનવાનું છે?

ફોલો ફાધર - ફુટ સ્ટેપ, ફાધર-મધર. નિરાકાર બાપ, સાકાર બ્રહ્મા મધર. શું ફોલો કરતા પણ નથી આવડતું? ફોલો તો આજકાલ નાં જમાના માં આંધળા પણ કરી લે છે. જોયું છે, આજકાલ તે લાકડી નાં અવાજ પર, લાકડી ને ફોલો કરતા-કરતા ક્યાં નાં ક્યાં પહોંચી જાય છે. તમે તો માસ્ટર સર્વશક્તિવાન છો, ત્રિનેત્રી છો, ત્રિકાળદર્શી છો. ફોલો કરવાનું તમારા માટે શું મોટી વાત છે? મોટી વાત છે શું? બોલો મોટી વાત છે? છે નહીં પરંતુ થઈ જાય છે. બાપદાદા બધી જગ્યાએ ચક્કર લગાવે છે, સેન્ટર પર પણ, પ્રવૃત્તિ માં પણ. તો બાપદાદાએ જોયું છે, દરેક બ્રાહ્મણ આત્મા ની પાસે, દરેક સેન્ટર પર, દરેક ની પ્રવૃત્તિ નાં સ્થાન પર જ્યાં-ત્યાં બ્રહ્મા બાપ નાં ચિત્ર ખૂબ રાખેલા છે. ભલે અવ્યક્ત બાપ નાં કે બ્રહ્મા બાપ નાં જ્યાં-ત્યાં ચિત્ર જ ચિત્ર દેખાય છે. સારી વાત છે. પરંતુ બાપદાદા આ વિચારે છે કે ચિત્ર ને જોઈ ચરિત્ર તો યાદ આવે છે ને? કે ફક્ત ચિત્ર જ જુઓ છો? ચિત્ર ને જોઈ પ્રેરણા તો મળે છે ને? તો બાપદાદા બીજું તો કંઈ કહેતા નથી ફક્ત એક જ શબ્દ કહે છે-ફોલો કરો, બસ. વિચારો નહીં, વધારે પ્લાન નહીં બનાવો, આ નહીં તે કરીએ, એવું નહીં તેવું, તેવું નહીં એવું. ના. જે બાપે કર્યુ, કોપી કરવાનું છે, બસ. કોપી કરતા નથી આવડતું? આજકાલ તો સાયન્સે ફોટો-કોપી નાં પણ મશીનો કાઢી લીધાં છે. કાઢ્યાં છે ને? અહીં ફોટો-કોપી છે ને? તો આ બ્રહ્મા-બાપ નાં ચિત્ર રાખે છે. ભલે રાખો, સારી રીતે રાખો, મોટા-મોટા રાખો. પરંતુ ફોટો-કોપી તો કરો ને!

તો બાપદાદા આજે ચારેય તરફ નાં ચક્કર લગાવતા આ જોઈ રહ્યા હતાં, ચિત્ર થી પ્રેમ છે કે ચરિત્ર થી પ્રેમ છે? સંકલ્પ પણ છે, ઉમંગ પણ છે, લક્ષ પણ છે, બાકી શું જોઈએ? બાપદાદાએ જોયું, કોઈ પણ વસ્તુ ને સારી રીતે મજબૂત કરવા માટે ચારેય ખૂણાઓથી એને પાક્કું કરાય છે. તો બાપદાદાએ જોયું ત્રણ ખૂણા તો પાક્કા છે, એક ખૂણો વધારે પાક્કો થવાનો છે. સંકલ્પ પણ છે, ઉમંગ પણ છે, લક્ષ પણ છે, કોઈને પણ પૂછો શું બનવું છે? દરેક કહે છે, બાપ સમાન બનવું છે. કોઈ પણ એ નથી કહેતા-બાપ થી ઓછા બનવું છે, ના. સમાન બનવું છે. સારી વાત છે. એક ખૂણો મજબૂત કરો છો પરંતુ ચાલતા-ચાલતા ઢીલા થઈ જાઓ છો, તે છે દૃઢતા. સંકલ્પ છે, લક્ષ છે પરંતુ કોઈ પર-સ્થિતિ આવી જાય છે, સાધારણ શબ્દો માં એને તમે લોકો કહો છો વાતો આવી જાય છે, તે દૃઢતા ને ઢીલી કરી દે છે. દૃઢતા એને કહેવાય છે - મરી જઈએ, ખતમ થઈ જઈએ પરંતુ સંકલ્પ ન જાય. નમવું પડે, જીવતા જ મરવું પડે, પોતાને વાળવા પડે, સહન કરવું પડે, સાંભળવું પડે પરંતુ સંકલ્પ ન જાય. આને કહેવાય છે દૃઢતા. જ્યારે નાનાં-નાનાં બાળકો ઓમ નિવાસ માં આવ્યા હતાં તો બ્રહ્મા બાબા હસતા-હસતા યાદ અપાવતા હતાં, પાક્કા બનાવતા હતાં કે આટલું-આટલું પાણી પીશો? આટલું મરચું ખાશો? ડરશો તો નહીં? પછી હાથ થી આમ આંખ ની સામે કરે છે….તો બ્રહ્મા બાપ નાનાં-નાનાં બાળકો ને પાક્કું કરાવતા હતાં, ભલે કેટલી પણ સમસ્યા આવી જાય, સંકલ્પ ની આંખો હલે નહીં. તે તો લાલ મરચું અને પાણી નું માટલું હતું, નાનાં બાળકો હતાં ને? તમે તો બધાં હમણાં મોટા છો, તો બાપદાદા આજે પણ બાળકોને પૂછે છે કે તમારો દૃઢ સંકલ્પ છે? સંકલ્પ માં દૃઢતા છે કે બાપ સમાન બનવું જ છે? બનવું છે નહીં, બનવાનું જ છે. સારું, આમાં હાથ હલાવો. ટી.વી. વાળા ફોટો કાઢો. ટી.વી. કામ માં આવવું જોઈએ ને? મોટા-મોટા હાથ કરો. સારું, માતાઓ પણ ઉઠાવી રહી છે. પાછળ વાળા વધારે ઊંચા હાથ કરો. ખૂબ સારું. કેબિન વાળા નથી ઉઠાવી રહ્યાં. કેબિન વાળા તો નિમિત્ત છે. સારું. થોડી વાર માટે તો હાથ ઉઠાવીને બાપદાદા ને ખુશ કરી દીધાં.

હવે બાપદાદા ફક્ત એક જ વાત બાળકો પાસે કરાવવા ઈચ્છે છે, કહેવા નથી ઈચ્છતા, કરાવવા ઈચ્છે છે. ફક્ત પોતાનાં મન માં દૃઢતા લાવો, નાનકડી વાત માં સંકલ્પ ને ઢીલો નહીં કરી દો. કોઈ ઇનસલ્ટ કરે , કોઈ ઘૃણા કરે , કોઈ અપમાન કરે , નિંદા કરે , ક્યારે પણ કોઈ દુઃખ આપે પરંતુ તમારી શુભ ભાવના ખતમ ન થઈ જાય . તમે ચેલેન્જ કરો છો અમે માયા ને, પ્રકૃતિ ને પરિવર્તન કરવા વાળા વિશ્વ પરિવર્તક છીએ, પોતાનું ઓક્યુપેશન તો યાદ છે ને? વિશ્વ પરિવર્તક તો છો ને? જો કોઈ પોતાનાં સંસ્કાર વશ તમને દુઃખ પણ આપે, ઘા પહોંચાડે, હલાવે, તો શું તમે દુઃખ ની વાત ને સુખ માં પરિવર્તન નથી કરી શકતાં? ઇનસલ્ટ ને સહન નથી કરી શકતાં? ગાળો ને ગુલાબ નથી બનાવી શકતાં? સમસ્યા ને બાપ સમાન બનવાનાં સંકલ્પ માં પરિવર્તન નથી કરી શકતાં? તમને બધાને યાદ છે-જ્યારે તમે બ્રાહ્મણ જન્મ માં આવ્યા અને નિશ્ચય કર્યો, ભલે તમને એક સેકન્ડ લાગી કે એક મહિનો લાગ્યો પરંતુ જ્યાર થી તમે નિશ્ચય કર્યો, દિલે કહ્યું “હું બાબા નો, બાબા મારા”. સંકલ્પ કર્યો ને? અનુભવ કર્યો ને? ત્યાર થી તમે માયા ને ચેલેન્જ કરી કે હું માયાજીત બનીશ. આ ચેલેન્જ માયા ને કરી હતી? માયાજીત બનવું છે કે નહીં? માયાજીત તમે જ છો ને કે હવે બીજા આવવાના છે? જ્યારે માયા ને ચેલેન્જ કરી તો આ સમસ્યાઓ, આ વાતો, આ હલચલ માયા નાં જ તો રોયલ રુપ છે. માયા બીજા તો કોઈ રુપ માં આવશે નહીં. આ રુપો માં જ માયાજીત બનવાનું છે. વાત નહીં બદલાશે , સેન્ટર નહીં બદલાશે , સ્થાન નહીં બદલાશે , આત્માઓ નહીં બદલાશે , મારે બદલવાનું છે . તમારું સ્લોગન તો બધાને ખૂબ ગમે છે - બદલી ને દેખાડવાનું છે , બદલો નથી લેવાનો , બદલાવાનું છે. આ તો જૂનું સ્લોગન છે. નવાં-નવાં રુપ, રોયલ રુપ બનીને માયા વધારે જ આવવાની છે, ગભરાઓ નહીં. બાપદાદા અન્ડરલાઈન કરાવી રહ્યા છે - માયા એવાં-એવાં રુપ માં આવવાની છે, આવી રહી છે. જે મહેસૂસ જ નહીં કરશો કે આ માયા છે, કહેશે, નહીં, દાદી, તમે સમજતા નથી, આ માયા નથી. આ તો સાચ્ચી વાત છે. વધારે જ રોયલ રુપ માં આવવાની છે, ડરો નહીં. શા માટે? જુઓ, કોઈ પણ દુશ્મન ભલે હાર ખાય છે કે જીતે છે, જે પણ એમની પાસે નાનાં-મોટાં, અસ્ત્ર-શસ્ત્ર હશે, યુઝ કરશે કે નહીં કરશે? કરશે ને? તો માયા નો પણ અંત તો થવાનો છે પરંતુ જેટલો અંત સમય આવી રહ્યો છે, એટલા તે નવાં-નવાં રુપ થી પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર યુઝ કરી રહી છે, કરશે પણ. પછી તમારા પગ માં નમશે. પહેલાં તમને નમાવવાની કોશિશ કરશે, પછી પોતે નમી જશે. ફક્ત એમાં આજે બાપદાદા એક જ શબ્દ વારંવાર અન્ડરલાઈન કરાવી રહ્યા છે. “ બાપ સમાન બનવાનું છે” - પોતાનાં આ લક્ષ નાં સ્વમાન માં રહો અને સમ્માન આપવું અર્થાત્ સમ્માન લેવું, લેવાથી નહીં મળશે, આપવું અર્થાત્ લેવું છે. સમ્માન આપે-આ યથાર્થ નથી, સમ્માન આપવું જ લેવું છે. સ્વમાન બોડી-કોન્શિયસ નું નહીં, બ્રાહ્મણ જીવન નું સ્વમાન, શ્રેષ્ઠ આત્મા નું સ્વમાન, સંપન્નતા નું સ્વમાન. તો સ્વમાન અને સમ્માન લેવાનું નથી પરંતુ આપવું જ લેવું છે-આ બે વાતો માં દૃઢતા રાખો. તમારી દૃઢતા ને કોઈ કેટલી પણ હલાવે, દૃઢતા ને ઢીલી ન કરો. મજબૂત કરો, અચલ બનો. ત્યારે આ જે બાપદાદા ને પ્રોમિસ કર્યુ છે, ૬ મહિના નું. પ્રોમિસ તો યાદ છે ને? એ નહીં જોતા રહેતા કે હજી તો ૧૫ દિવસ પૂરાં થયા છે, સાડા પાંચ મહિના તો પડ્યા છે. જ્યારે રુહરિહાન કરો છો ને? અમૃતવેલે રુહરિહાન તો કરે છે, તો બાપદાદા ને ખૂબ જ સારી-સારી વાતો સંભળાવે છે. પોતાની વાતો જાણો તો છો ને? તો હવે દૃઢતા ને અપનાવો. ઉલ્ટી વાતો માં દૃઢતા નહીં રાખતાં. ક્રોધ કરવાનો જ છે, મને દૃઢ નિશ્ચય છે, એવું નહીં કરતાં. શા માટે? આજકાલ બાપદાદા ની પાસે રેકોર્ડ માં મેજોરીટી ક્રોધ નાં ભિન્ન-ભિન્ન પ્રકાર નાં રિપોર્ટ પહોંચે છે. મહારુપ માં ઓછા છે પરંતુ આંશિક રુપ માં ભિન્ન-ભિન્ન પ્રકાર નાં ક્રોધ નાં રુપ વધારે છે. આનાં પર ક્લાસ કરાવજો - ક્રોધ નાં કેટલાં રુપ છે? પછી શું કહે છે, અમારો ન ભાવ હતો, ન ભાવના હતી, એમ જ કહી દીધું. આનાં પર ક્લાસ કરાવજો.

ટીચર્સ ખૂબ આવ્યા છે ને? (૧૨૦૦ ટીચર્સ છે) ૧૨૦૦ જ દૃઢ સંકલ્પ કરી લે તો કાલે જ પરિવર્તન થઈ શકે છે. પછી આટલાં એક્સિડન્ટ નહીં થશે, બચી જશે બધાં. ટીચર્સ, હાથ ઉઠાવો. ખૂબ છે. ટીચર્સ અર્થાત્ નિમિત્ત ફાઉન્ડેશન. જો ફાઉન્ડેશન પાક્કું અર્થાત્ દૃઢ રહ્યું તો ઝાડ તો પોતે જ ઠીક થઈ જશે. આજકાલ ભલે સંસાર માં કે બ્રાહ્મણ-સંસાર માં દરેક ને હિંમત અને સાચ્ચો પ્રેમ જોઈએ. મતલબ નો પ્રેમ નહીં, સ્વાર્થ નો પ્રેમ નહીં. એક સાચ્ચો પ્રેમ અને બીજી હિંમત, એટલે ૯૫ ટકા કોઈ નાં સંસ્કાર ને વશ, પરવશ થઈને નીચે-ઉપર કરી પણ લીધું પરંતુ પ ટકા સારું કર્યુ, તો પણ જો તમે એની પ ટકા સારાઈ ને લઈને પહેલાં એમનામાં હિંમત ભરો, આ ખૂબ સારું કર્યુ પછી એમને કહો બાકી આ ઠીક કરી લેજો, એમને ફીલ નહીં થશે. જો પહેલાં કહેશો આ કેમ કર્યુ? એવું થોડી કરાય છે? આ નથી કરવાનું હોતું, તો પહેલાં જ બિચારા સંસ્કાર ને વશ છે, કમજોર છે, તો તે નર્વસ થઈ જાય છે. પ્રોગ્રેસ નથી કરી શકતાં. પ ટકા ની પહેલાં હિંમત અપાવો, આ વાત ખૂબ સારી છે તમારા માં. આ તમે ખૂબ સારું કરી શકો છો, પછી એમને જો સમય અને એનાં સ્વરુપ ને સમજીને વાત કરશો તો તે પરિવર્તન થઈ જશે. હિંમત આપો, પરવશ આત્મા માં હિંમત નથી હોતી. બાપે તમને કેવી રીતે પરિવર્તન કર્યાં? તમારી કમજોરી સંભળાવી? તમે વિકારી છો, તમે ગંદા છો, કહ્યું? તમને સ્મૃતિ અપાવી તમે આત્મા છો અને આ શ્રેષ્ઠ સ્મૃતિ થી તમારા માં સમર્થી આવી, પરિવર્તન કર્યું. તો હિંમત થી સ્મૃતિ અપાવો. સ્મૃતિ સમર્થી સ્વતઃ જ અપાવશે. સમજ્યાં? તો હવે તો સમાન બની જશો ને? ફક્ત એક શબ્દ યાદ કરો - ફોલો ફાધર-મધર. જે બાપે કર્યુ, તે કરવાનું છે. બસ. કદમ પર કદમ રાખવાના છે. તો સમાન બનવાનું સહજ અનુભવ થશે.

ડ્રામા નાનાં-નાનાં ખેલ દેખાડતો રહે છે. આશ્ચર્ય ની માત્રા તો નથી લગાડતાં? અચ્છા!

અનેક બાળકો નાં કાર્ડ, પત્ર, દિલ નાં ગીત બાપદાદા ની પાસે પહોંચી ગયા છે. બધાં કહે છે અમારી પણ યાદ આપજો, અમારી પણ યાદ આપજો. તો બાપ પણ કહે છે મારા પણ યાદ-પ્યાર આપી દેજો. યાદ તો બાપ પણ કરે, બાળકો પણ કરે, કારણ કે આ નાનકડા સંસાર માં જ બાપદાદા અને બાળકો બીજો વિસ્તાર તો છે જ નહીં. તો કોણ યાદ આવશે? બાળકો ને બાપ, બાપ ને બાળકો. તો દેશ-વિદેશ નાં બાળકો ને બાપદાદા પણ ખૂબ-ખૂબ-ખૂબ યાદ-પ્યાર આપે છે. અચ્છા.

ચારેય તરફ નાં બ્રાહ્મણ-સંસાર નાં વિશેષ આત્માઓ ને, સદા દૃઢતા દ્વારા સફળતા પ્રાપ્ત કરવા વાળા સફળતા નાં સિતારાઓ ને, સદા સ્વયં ને સંપન્ન બનાવી આત્માઓની પોકારને પૂર્ણ કરવા વાળા સંપન્ન આત્માઓ ને, સદા નિર્બળ ને, પરવશ ને પોતાની હિંમત નાં વરદાન દ્વારા હિંમત અપાવવા વાળા, બાપ નાં મદદ નાં પાત્ર આત્માઓ ને, સદા વિશ્વ-પરિવર્તક બની સ્વ-પરિવર્તન થી માયા, પ્રકૃતિ અને કમજોર આત્માઓ ને પરિવર્તન કરવા વાળા પરિવર્તક આત્માઓ ને, બાપદાદા નાં ચારેય તરફ નાં નાનાં સંસાર નાં સર્વ આત્માઓ ને સન્મુખ આવેલા શ્રેષ્ઠ આત્માઓ ને અરબ-ખરબ ગણા યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
સાઈલેન્સ નાં સાધનો દ્વારા માયા ને દૂર થી ઓળખીને ભગાવવા વાળા માયાજીત ભવ

માયા તો લાસ્ટ ઘડી સુધી આવશે પરંતુ માયા નું કામ છે આવવાનું અને તમારું કામ છે દૂર થી ભગાવવાનું. માયા આવે અને તમને હલાવે પછી તમે ભગાવો, આ પણ ટાઈમ વેસ્ટ થયો, એટલે સાયલેન્સ નાં સાધનો થી તમે દૂર થી જ ઓળખી લો કે આ માયા છે. એને પાસે આવવા ન દો. જો વિચારો છો, શું કરું? કેવી રીતે કરું? હજી તો પુરુષાર્થી છું… તો આ પણ માયા ની ખાતરી કરો છો, પછી હેરાન થાઓ છો એટલે દૂર થી જ પારખી ને ભગાવી દો તો માયાજીત બની જશો.

સ્લોગન :-
શ્રેષ્ઠ ભાગ્યની રેખાઓ ને ઈમર્જ કરો તો જૂનાં સંસ્કારો ની રેખાઓ મર્જ થઈ જશે.