14-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - યાદ
ની યાત્રા માં ક્યારેય થાકતા નહીં , દેહ - અભિમાન નાં તોફાન થકાવે છે , દેહી -
અભિમાની બનો તો થાક દૂર થઇ જશે”
પ્રશ્ન :-
કયા સંસ્કાર ૨૧ જન્મો
ની શ્રેષ્ઠ તકદીર ને બગાડવા વાળા છે?
ઉત્તર :-
જો કોઈ માં રીસાવવાનાં સંસ્કાર છે. બાપ થી કે ભણતર થી રીસાઈ જાય છે તો ૨૧ જન્મોની
તકદીર બગડી જાય છે એટલે બાબા કહે - મીઠાં બાળકો - દેહ-અભિમાન નાં વશ ક્યારેય પણ આ
ઉલ્ટો નશો ન ચઢવો જોઇએ કે મેં આટલાઓ ને સમજાવ્યું, આટલી મદદ કરી. જુઓ, બાબા આટલી
મોટી ઓથોરિટી (સત્તા) છે તો પણ કેટલાં નિરહંકારી છે એટલે સી ફાધર (બાપનું અનુસરણ કરો).
ગીત :-
રાત કે રાહી
થક મત જાના…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
સિકીલધા બાળકોએ ગીત સાંભળ્યું અને જે યોગયુક્ત સેવાધારી બાળકો છે, તે આનો અર્થ ઝટ
સમજી લે છે. આપણે રાત નાં રાહી અર્થાત્ બ્રાહ્મણો ની હવે રાત પૂરી થઈ છે.
ભક્તિમાર્ગ ને રાત કહેવાય છે. અડધોકલ્પ રાત નો પૂરો થાય છે. હદ નાં પણ દિવસ અને રાત
છે. આ પછી બ્રાહ્મણો નો અડધોકલ્પ દિવસ અને અડધોકલ્પ રાત હોય છે. આ સમયે જ્યારે કે
બાપ આવે છે તો અંધારું છે. પ્રભાત થવાનો પહેલો પહોર છે, સવાર થઈ રહી છે. બાળકો જાણે
છે હવે બાપ કહે છે, મીઠાં-મીઠાં બાળકો યાદ ની યાત્રા માં થાકી નહીં જતાં. જેમ
શારીરિક યાત્રા હોય છે. પહેલાં પગપાળા જતાં હતાં. બહુજ ધીરે-ધીરે, વચ્ચે-વચ્ચે
મંઝિલ (સ્થાન) બનેલી હોય છે. ખબર હોય છે, અમારે ફલાણી-ફલાણી મંઝિલ પર રહેવાનું છે.
પહેલાં બહુજ શ્રદ્ધા થી પગપાળા જતાં હતાં, એમાં બહુજ મહેનત છે. હવે આ તો ખુબ સહજ
છે. આને કહેવાય છે સહજ યાદ કે યોગ. ફકત બાપ ને યાદ કરવા, થાકવાનો અર્થ જ છે
દેહ-અભિમાની બનવું. હાં, આમાં કોઈ શક નથી, માયા નાં વિઘ્નો પડે. પરંતુ આમાં થાકી નથી
જવાનું. થાકી જવાથી દેહ-અભિમાન આવી જાય છે. બાપ કહે છે - બાળકો શરીર નિર્વાહ માટે
કામ તો કરવાનું છે, એનાં માટે છુટ્ટી છે. ૮ કલાક શરીર નિર્વાહ, ૮ કલાક આરામ, બાકી ૮
કલાક આમાં આપો. હમણાં તો પૂરા ૮ કલાક કોઈ આપતું નથી. અંત માં ૮ કલાક સુધી રહેશે.
ચાર્ટ ને વધારતાં રહો. અહીં જ્યારે આવીને બેસો છો યાદ અપાવાય છે, જેને તમે નેષ્ઠા
કહો છો. બાબાની યાદ માં આવીને બેસો છો. આનો અર્થ એ નથી કે ફક્ત અહીં આવીને યાદ માં
બેસવાનું છે. એવાં ઘણાં છે - સમજે છે ૫-૧૦ મિનિટ યોગ કરીને ઉઠીએ. પરતું બાપ તો કહે
છે ધંધાધોરી કરતાં, ક્યાંય પણ આવો-જાઓ છો તો પણ તમે યોગ માં રહો. ક્યાંય ગંગા-સ્નાન
વગેરે કરવા જાય છે તો રામ-રામ જપે છે ને? અહીં તમારે કંઈ જપવાનું નથી, ફક્ત બાપ ને
યાદ કરવાનાં છે. આ બાપ બાળકો થી જ વાત કરી રહ્યાં છે. તમારું કલ્યાણ જ છે યાદ ની
યાત્રા માં, આમાં થાકવાનું નથી. આમાં તોફાન બહુજ આવશે. તોફાન કોઈ માટી વગેરેનાં નથી.
માયા નાં તોફાન આવવાથી બુદ્ધિનો યોગ તૂટી જાય છે. પછી દેહ-અભિમાન માં આવવાથી
ધંધાધોરી, બાળકો યાદ આવી જાય છે. બાપ કહે છે - હવે તો આ ધંધાધોરી વગેરે બધું ખલાસ
થઈ જવાનું છે. તમારા બાળકો વારિસ બનવાના જ નથી. બધું ખતમ થઇ જવાનું છે. હમણાં તો
વારિસ બેહદ નાં બાપ નાં ઉભાં છે. હદ નો વારસો મુર્દાબાદ થવાનો છે. સાહૂકાર લોકો સમજે
છે કે હમણાં બાળકો મોટા થશે, લગ્ન કરશે પછી આ થશે. બાપ કહે છે - હવે એટલો સમય નથી
એટલે દુનિયાથી બિલકુલ મોહ હટાવી દો. આ તો કબ્રિસ્તાન છે. ધંધાધોરી બાળકો વગેરે નાં
ચિંતન માં મરશો તો મફત માં પોતાની બરબાદી કરી દેશો. શિવબાબા ને યાદ કરશો તો આબાદી
બહુજ થશે. દેહ-અભિમાન માં આવવાથી બરબાદી થાય છે. દેહી-અભિમાની બનવામાં આબાદી થાય
છે. જેટલું યાદ કરશો એટલો ભવિષ્ય ૨૧ જન્મ વારસો મેળવશો. યાદ નહીં કરશો તો બહુજ ઘાટો
પડી જશે. તે પછી કલ્પ-કલ્પાંતર માટે થઈ જશે. આટલી મોટી નુકસાન ની વાત છે. વિચાર કરવો
જોઈએ - અમે પૂરો વારસો કેવી રીતે મેળવીએ. ધન ની પણ ખુબ લાલચ ન રાખવી જોઈએ. ટૂ-મચ (અતિ)
માં ન જવું જોઈએ. કોઈ દેવાળું મારે છે તો બહુજ ચિંતા થઈ જાય છે. શિવબાબા ને બિલકુલ
ભૂલી જાય છે. પછી દોષ રાખે કે જ્ઞાન માં આવ્યાં છીએ ત્યારે દેવાળું માર્યું છે.
બીમાર થઈ ગયાં છીએ. આવું ક્યારેય ન સમજવું જોઈએ. બિમારી વગેરે થાય છે, આ તો કર્મભોગ
છે. સારું છે વિકર્મ વિનાશ થઇ જશે. ધર્મરાજ નાં દંડા ખાવાથી તો બિમારી સારી છે ને.
કર્મભોગ ચૂક્તું કરવાનાં છે. આ તો મહારોગી શરીર છે. કેટલી સંભાળ કરાય છે.
ચાલતાં-ચાલતાં ઉભાં થઈ જાય છે. હાર્ટ ફેલ થઈ જાય છે. આવી જૂની દુનિયાને તો બુદ્ધિ
થી એકદમ ભૂલી જવી જોઈએ. બાળકો જુએ છે બાપ નવું ઘર બનાવી રહ્યાં છે તો જૂનાં થી એકદમ
દિલ હટી જાય છે. કહે છે બાબા જલ્દી થી મકાન બનાવો. જૂનાં મકાન માં તકલીફ બહુજ છે.
તમે પણ જાણો છો - આ જૂની દુનિયા તો બહુજ ગંદી છે. તમારો આ છે બેહદ નો સંન્યાસ. તેઓ
સંન્યાસ કરે છે ઘરબાર નો. એને હદ નો સંન્યાસ કહેવાય છે. તમે સંન્યાસ કરો છો - વિકારો
નો. બાપ કહે છે - દેહ સહિત દેહ નાં જે પણ તમારા સંબંધ છે, બધાને તોડી મામેકમ્ યાદ
કરો. આ દુનિયા જે આ આંખો થી જુઓ છો, એને ભૂલી જાઓ. હમણાં તમારી બુદ્ધિ જાણે છે, અમે
સ્વર્ગ ની રાજધાની માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું
છે. આ બધું કબ્રિસ્તાન થઈ જવાનું છે, આનાંથી પ્રેમ નથી રાખવાનો. આજકાલ મનુષ્યો ની
પાસે પૈસા ખુબ છે વિકાર પણ તેજ થઈ ગયાં છે. કામ વિકાર કેટલો તેજ છે. કામ વગર રહી નથી
શકતાં. ૪-૫ વર્ષ પવિત્ર રહી પછી લખે છે બાબા આજે આમને ભૂત લાગ્યું, કાળું મોઢું કરી
દીધું. કેટલો ધક્કો ખાધો. એકદમ પાંચ માળ થી પડ્યાં. પહેલાં-પહેલાં છે દેહ-અભિમાન.
ઉપર થી પડ્યા પૂર્જા-પુર્જા થઈ ગયાં. ખલાસ, હાડકાં બિલકુલ તૂટી જાય છે. પછી
પુરુષાર્થ કરવામાં સમય લાગે છે. આ છે સૌથી મોટો માર એટલે બાબા કહે છે કામ મહાશત્રુ
છે. વિકાર ને જ પતિતપણું કહેવાય છે. કહે છે બાબા અમને પતિત થી પાવન બનાવો. ભારત માં
જ સંપૂર્ણ નિર્વિકારી હતાં ને. ભારત જ નિર્વિકારી હતું. હમણાં ભારત વિકારી છે.
સંપૂર્ણ નિર્વિકારી, સૂર્યવંશી ને કહેશે. ભલે રામચંદ્ર નાં રાજ્ય માં પણ વિકાર ની
વાત નથી રહેતી. પરંતુ કળા તો ઓછી થઈ જાય છે. ૧૨૫૦ વર્ષ ઓછા થઈ ગયાં તો તે દુનિયાની
તાકાત તો ઓછી થઇ ને એટલે તેને સતોપ્રધાન પછી સતો કહેવાય છે. તમે ઈચ્છો છો અમે
મમ્મા-બાબા ને ફોલો (અનુસરણ) કરી સૂર્યવંશી મહારાજા-મહારાણી બનીએ, આમાં તકલીફ કે
ખર્ચા વગેરેની તો વાત જ નથી, આમાં મુખ થી કાંઈ બોલવાનું પણ નથી. ફક્ત યાદ કરવાનું
છે, આને જ સહજ યોગ કહેવાય છે, આમાં બહુ મહેનત જોઈએ. બાબા ની આગળ તો બધાં મહારથી છે.
આમાં યોગ પૂરો જોઇએ ત્યારે કંઈક તીર લાગે. યોગબળ છે ને! યોગ ની ખુબ કમી છે. વિઘ્ન
પણ યોગ માં ખુબ પડે છે. બેહદ નાં બાપ મીઠાં-મીઠાં બાળકોને બેસી સમજાવે છે - બાળકો
બાપ થી કે ભણતર થી ક્યારેય રીસાવવાનું નથી. રીસાશો તો ૨૧ જન્મ તકદીર થી રીસાશો. ખુબ
સારા-સારા બાળકો પણ રીસાઇ જાય છે. નશો ચઢી જાય છે દેહ-અભિમાન નો. મેં આટલાઓ ને
સમજાવ્યું છે. દેહ-અહંકાર આવવાથી જ પછી નીચે પડે છે. આમાં અહંકાર ન આવવો જોઈએ.
શિવબાબા ને કોઈ અહંકાર છે? કેટલાં નિરહંકારી છે અને છે કેટલી મોટી ઓથોરિટી (સત્તા).
કહે પણ છે હું સાધારણ તન માં, સાધારણ ઘર માં આવું છું. સાહૂકાર નાં ઘર માં થોડી આવું
છું! તો હવે બાળકોએ જાગવાનું છે. બાબા યુક્તિઓ તો ખુબ સારી બતાવતાં રહે છે. આપ
બાળકોની જ વાર છે, ડ્રામા અનુસાર હજું અવસ્થા જોર નથી ભરી. આગળ ચાલી જોર ભરશે. આપણે
સરકાર ને જણાવીએ છીએ કે આટલાં-આટલાં વર્ષો માં સ્વર્ગની સ્થાપના થઈ જશે.
સમાચાર-પત્ર વગેરે માં મનુષ્ય વાંચશે તો તમને આવીને પૂછશે. થોડાં વર્ષ ની અંદર
સ્થાપના થશે તો વિનાશ પણ જરુર થશે, અનેક આવશે. આ પ્રોપર્ટી (મિલકત) વગેરે થોડાં સમય
માટે છે. આ પ્રોપર્ટી ને તમે કોઈ પ્રોપર્ટી થોડી સમજો છો. તમે જાણો છો આ તો થોડા
દિવસ માટે છે. આ મકાન વગેરે રહેવા માટે બનાવ્યાં છે કારણ કે મધુબન માં બહુજ બાળકો
આવે છે રિફ્રેશ થવા માટે. હેડ ઓફિસ (મુખ્યાલય) મધુબન છે. આજે તમે શું કરો છો, કાલે
શું કરશો. અહીં તપસ્યા કરો છો પછી દિલ્લી, વૃંદાવન વગેરે માં જઈને રાજ્ય કરશો. આપણું
યાદગાર કેવી રીતે ઉભું છે, આ સારી રીતે દેખાડવાનું છે. જે કામ આપણે હમણાં કરી રહ્યાં
છીએ - ૫ હજાર વર્ષ પહેલાં પણ કર્યું હતું. પહેલાં-પહેલાં શિવબાબા નાં મંદિર બનાવે
છે. બાકી દેલવાડા મંદિર વગેરે તો પછી બન્યાં છે. બુદ્ધિ થી કામ લેવાનું હોય છે.
દેલવાડા મંદિર નો પણ હિસાબ કાઢીએ તો નીકળી શકે છે. પૂરું આપણું યાદગાર છે. તમે જાણો
છો આ સ્થાપના નું યાદગાર છે.
આપ મીઠાં-મીઠાં
બાળકોને બહુજ ખુશી હોવી જોઈએ. આ બધી સેવા વધારવાની યુક્તિઓ કાઢવાની છે. રામ ગયો
રાવણ ગયો... જેમનો મોટો પરિવાર છે. રાવણ ને જુઓ કેટલો મોટો પરિવાર છે. રામ નો કેટલો
નાનો પરિવાર છે, ગાયન સાચું છે. પરતું કોઈ સમજી નથી શકતું. બાપ બેસી સમજાવે છે તો
પણ નિશ્ચય નથી બેસતો. શરીર નિર્વાહ અર્થ પણ કર્મ તમારે જરુર કરવાનાં છે. આ જે
સેવાધારી બાળકો છે - પાંડવ, તે તો ગવર્મેન્ટ થી પાલના લઇ શકે છે. એમની બધી સંભાળ
અમારે કરવી પડે. અવસ્થા બાળકોની એવી હોવી જોઈએ, બાબા ની યાદ માં આ દુનિયાનું
સર્વસ્વ ભુલવાનું છે. યાદ ની યાત્રા માં જે પાક્કા મસ્ત રહેશે એમની અવસ્થા પણ ખુબ
મજબૂત થશે. જેમ કે શિવબાબા ની યાદ માં રહી તમે શરીર છોડો છો. સંન્યાસી બ્રહ્મ ની
યાદ માં શરીર છોડે છે તો પણ વાયુમંડળ માં બિલકુલ સન્નાટો થઈ જાય છે. બાબા ને અનુભવ
છે. મનુષ્ય મરે છે તો ઘર માં સન્નાટો થઈ જાય છે ને, આમાં પણ એવું જ થાય છે. અંત માં
જેમ કે બધું જ ભૂલી જાય છે. હવે મારે પાછું ઘરે જવાનું છે. દેહ-અભિમાન છૂટતું જાય
છે. અંત માં શરીર ખુશી થી છોડવું જોઈએ, હર્ષિતમુખ. બસ. આપણે ક્યાં જઈ રહ્યાં છીએ એવી
અવસ્થા જ્યારે થશે ત્યારે વિજય માળા માં પરોવાવા લાયક બનશો. તમારા માં શાંતિ ની
કરંટ (બળ) છે. કોઈ પણ આવે છે તો કહે છે - અહીં શાંતિ બહુ છે. આ છે સાચ્ચી શાંતિ.
આત્મા શરીર થી ડીટેચ (અલગ) થઈ જાય છે. તમે જાણો છો - આપણે આત્મા શાંત સ્વરુપ છીએ.
આપણે પોતાનાં સ્વધર્મ માં બેસી જઈએ છીએ. કર્મ વગર તો કોઈ મનુષ્ય રહી નથી શકતાં. તે
લોકો હઠયોગ થી શું-શું નથી કરતાં! તમે હમણાં સમજો છો આપણો સ્વધર્મ જ શાંતિ છે. અહીં
આપણે આવ્યાં છીએ પાર્ટ ભજવવાં. હવે પાછાં ઘરે જવાનું છે. બાપ કહે છે - મને યાદ કરો
અને ઘર ને પણ યાદ કરો. બાપ ને યાદ કરવાથી વારસો મળશે. બાપ કહે છે - મને પણ યાદ કરો.
અહીં તો હું ટેમ્પરરી (અલ્પકાળ માટે) આવું છું. તમારી બુદ્ધિ શાંતિધામ માં ટકવી
જોઈએ - બાબા ની યાદ માં. ઘર નો પણ વારસો લેવાનો છે ને. તે છે આત્માઓનું ઘર. આ છે
જીવ આત્માઓનું ઘર. પોતાનાં ઘર ને પણ નહીં ભૂલો. બાપ ને પણ નહીં ભૂલો. બાપ ને યાદ
કરવાથી જ પવિત્ર બની ઘરે ચાલ્યાં જશો. જ્ઞાન ને ધારણ કરવાથી પછી રાજાઈ કરવા આવશો નવી
દુનિયામાં. જેટલું થઈ શકે બીજાઓને રસ્તો બતાવતાં જાઓ. હંમેશા જુઓ બાપ ને. તમે જાણો
છો બાપે શું કર્યું! બધું માતાઓ ને આપી દીધું. એમણે જ ડાયરેક્શન આપ્યું કે સર્વસ્વ
માતાઓની સેવા માં લગાડો. એક ને જોઈ બીજાએ ફોલો કર્યું. સ્વાહા થઈ ગયાં. પરંતુ પછી
જ્યારે ટકી પણ શકે ને. ડ્રામા-અનુસાર ભઠ્ઠી પણ બનવાની હતી. પાકિસ્તાન-હિન્દુસ્તાન
થયું. તમારી ભઠ્ઠી પહેલાં શરું જ થઈ પાકિસ્તાન માં. તમે નદી ને ક્રોસ કરી - શાસ્ત્રો
માં તો શું-શું વાતો લખી દીધી છે. પ્રેક્ટિકલ માં તો હમણાં તમે સાંભળો છો ને. ફરી
કલ્પ પછી પણ તમે સાંભળશો. હવે બાપ કહે છે - ખરાબ નહીં સાંભળો, ધંધો વગેરે ભલે કરો,
પરંતુ ખરાબ નહીં સાંભળો. બાપ કહે છે - દરેક વાત માં શ્રીમત લો. બાબા, આ હાલત માં અમે
શું કરીએ તો બાબા બધું બતાવી દેશે. કોઈ પણ વાત પૂછવી હોય તો તમે બાબાની પાસે આવો.
તમે ડરો કેમ છો? કદમ-કદમ પર પૂછવાનું છે. શ્રીમત પર ચાલવાથી કદમ-કદમ માં પદમ છે.
તમારી સેકન્ડ-સેકન્ડ જે પસાર થાય છે એમાં પદમ છે. તો કેટલી કમાણી થઈ રહી છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. વિજય માળા
માં પરોવાવા માટે આ શરીર થી ડિટેચ (અલગ) થવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે.
દેહ-અભિમાન ને છોડતા જવાનું છે. આ દુનિયા ને બુદ્ધિ થી ભૂલવાની છે.
2. ટૂ-મચ (અતિ) ધન ની
લાલચ માં નથી જવાનું. બાપ ની યાદ સિવાય બીજું કોઈ ચિંતન ન રહે. ક્યારેય પણ બાપ થી
કે ભણતર થી રીસાવવાનું નથી.
વરદાન :-
માલિકપણા ની
સ્મૃતિ દ્વારા હાઈએસ્ટ ઓથોરિટી નો અનુભવ કરવા વાળા કમ્બાઇન્ડ સ્વરુપધારી ભવ
પહેલાં પોતાનું શરીર
અને આત્મા ને કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ માં રાખો. શરીર રચના છે, આત્મા રચતા છે. એનાથી
માલિકપણું સ્વત: સ્મૃતિ માં રહેશે. માલિકપણા ની સ્મૃતિ થી સ્વયં ને હાઈએસ્ટ ઓથોરિટી
અનુભવ કરશો. શરીર ને ચલાવવા વાળા હશો. બીજું - બાપ અને બાળક (શિવ શક્તિ) નાં
કમ્બાઇન્ડ સ્વરુપ ની સ્મૃતિ થી માયા નાં વિઘ્નો ને ઓથોરિટી થી પાર કરી લેશો.
સ્લોગન :-
વિસ્તાર ને
સેકન્ડ માં સમાવીને જ્ઞાન નાં સાર ને અનુભવ કરો અને કરાવો.
અવ્યક્ત ઇશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો
પાપ કટેશ્વર અથવા પાપ
હરણી ત્યારે બની શકો છો જ્યારે યાદ જ્વાળા સ્વરુપ હશે. આ જ યાદ દ્વારા અનેક આત્માઓની
નિર્બળતા દૂર થશે. એનાં માટે દર સેકેન્ડ, દર શ્વાસ, બાપ અને આપ કમ્બાઇન્ડ થઈને રહો.
કોઈ પણ સમય સાધારણ યાદ ન હોય. સ્નેહ અને શક્તિ બંને રુપ કમ્બાઇન્ડ હોય.