14-08-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - રોજ
સ્વયં સ્વયં થી પૂછો કે હું આત્મા કેટલો શુદ્ધ બન્યો છું , જેટલાં શુદ્ધ બનશો એટલી
ખુશી રહેશે , સેવા કરવાનો ઉમંગ આવશે”
પ્રશ્ન :-
હીરા જેવાં શ્રેષ્ઠ
બનવાનો પુરુષાર્થ શું છે?
ઉત્તર :-
દેહી-અભિમાની બનો, શરીર માં જરા પણ મોહ ન રહે. ફિકર થી ફારિગ (ચિંતામુક્ત) થઈ એક
બાબા ની યાદ માં રહો - આ જ શ્રેષ્ઠ પુરુષાર્થ હીરા જેવાં બનાવી દેશે. જો દેહ-અભિમાન
છે તો સમજો અવસ્થા કાચ્ચી છે. બાબા થી દુર છો. તમારે આ શરીર ની સંભાળ પણ કરવાની છે
કારણકે આ શરીર માં રહેતાં કર્માતીત અવસ્થા ને મેળવવાની છે.
ગીત :-
મુખડા દેખ લે
પ્રાણી…
ઓમ શાંતિ!
બાપ બાળકો ને
સમજાવે છે કે જેમનાં યોગબળ થી પાપ કપાય છે, એમનો ખુશી નો પારો ચઢી જાય છે. પોતાની
અવસ્થા ને પોતે જ બાળકો જાણી શકે છે. જ્યારે અવસ્થા સારી હોય છે તો સેવા નો શોખ
બહુજ સારો હોય છે. જેટલાં-જેટલાં શુદ્ધ થતાં જશો એટલાં બીજાઓ ને પણ શુદ્ધ અથવા યોગી
બનાવવાનો ઉમંગ આવશે કારણકે તમે રાજયોગી કે રાજઋષિ છો. હઠયોગ ઋષિ તત્વ ને ભગવાન માને
છે. રાજયોગ ઋષિ ભગવાન ને બાપ માને છે. તત્વ ને યાદ કરવાથી તેમનાં કોઈ પાપ નથી કપાતાં.
તત્વ નાં સાથે યોગ લગાવવાથી કોઈ બળ નથી મળતું. કોઈ પણ ધર્મ વાળા યોગ ને જાણતાં નથી
એટલે કોઈ પણ સાચાં યોગી બની પાછાં નથી જઈ શકતાં. હમણાં આપ બાળકો પોતાની અવસ્થા પોતે
પણ જાણી શકો છો. આત્મા જેટલું બાપ ને યાદ કરશે એટલી ખુશી થશે. પોતાની તપાસ રાખવાની
છે. બાળકો પણ એક-બીજા ની અવસ્થા ને, પોતાની અવસ્થા ને જાણી શકે છે. જોવાનું છે અમારું
કોઈ શરીર માં ભાન તો નથી. દેહ-અભિમાન છે તો સમજો અમે ઘણાં કાચાં છીએ. બાબા થી ઘણાં
દૂર છીએ. બાપ ફરમાન (આજ્ઞા) કરે છે બાળકો, તમારે હવે હીરા જેવું બનવાનું છે. બાપ
દેહી-અભિમાની બનાવે છે. બાપ ને દેહ-અભિમાન હોતું નથી. દેહ-અભિમાન હોય છે બાળકો ને.
બાપની યાદ થી તમે દેહી-અભિમાની બનશો. પોતાની તપાસ કરતા રહો, અમે કેટલો સમય યાદ કરીએ
છીએ. જેટલું યાદ કરશો એટલો ખુશી નો પારો ચઢશે અને પોતાને લાયક બનાવશો. એવું પણ નહીં
સમજતાં કે કોઈ બાળકો કર્માતીત અવસ્થા ને પહોંચી ગયાં છે. ના, રેસ ચાલી રહી છે. રેસ
જ્યારે પૂરી થશે ત્યારે ફાઈનલ રીઝલ્ટ હશે. પછી વિનાશ પણ શરું થઈ જશે. ત્યાં સુધી આ
રીહર્સલ (પૂર્વ તૈયારી) થતું રહેશે જ્યાં સુધી કર્માતીત અવસ્થા આવી જાય. આપણે કોઈ
ની નિંદા નથી કરી શકતાં. અંત માં જ બધાની ખબર પડશે. હમણાં તો થોડો સમય રહ્યો છે. આ
દાદા પણ કહે છે મીઠાં બાળકો, હમણાં થોડો સમય રહ્યો છે. આ સમયે એક પણ કર્માતીત અવસ્થા
ને પામી ન શકે. બીમારી વગેરે થાય છે - એને કર્મભોગ કહેવાય છે. ભોગના ની બીજા કોઈને
ખબર નથી પડતી. તે અંદર ની પીડા હોય છે. હમણાં એકરસ અવસ્થા કોઈની બની નથી. જેટલાં
પ્રયત્ન કરે છે એટલાં વિકલ્પ, તોફાન વધારે આવે છે. તો બાળકોને કેટલી ખુશી રહેવી
જોઈએ. વિશ્વ નાં માલિક બનવું કંઈ ઓછી વાત છે શું? મનુષ્ય સાહૂકાર છે મોટાં-મોટાં
બંગલા છે, તો ખુશી રહે છે કારણકે સુખ ખુબ જ છે. હમણાં પણ તમે બાપ થી અગણિત સુખ લો
છો. જાણો છો બાબા પાસેથી અમે રાજાઈ લઈશું. શાંતિ માં એટલી ખુશી નથી હોતી, જેટલી ધન
માં ખુશી થાય છે. સંન્યાસી ઘરબાર છોડી જઈ જંગલ માં રહેતાં હતાં. ક્યારેય પૈસા હાથ
માં નહોતાં રાખતાં, ફક્ત રોટલી લેતા હતાં. હવે તો કેટલાં ધનવાન થઈ ગયા છે. સૌને પૈસા
ની ચિંતા બહુજ છે. હકીકત માં રાજા ને પ્રજા ની ફિકર રહે છે એટલે લડાઈ નો સામાન રાખે
છે. સતયુગ માં તો લડાઈ વગેરેની વાત હોતી નથી. હમણાં આપ બાળકોને ખુશી થાય છે - અમે
પોતાની રાજાઈ માં જઈએ છીએ. ત્યાં ડર ની કોઈ વાત જ નથી હોતી. ટેક્સ (કર) વગેરે ની
વાત નથી. આ શરીર ની ફિકર અહીં હોય છે. ગવાય છે ફિકર સે ફારિગ સ્વામી… આ તમે જાણો છો
ફિકર થી ફારિગ થવા માટે હમણાં આપણે આટલો પુરુષાર્થ કરીએ છીએ. પછી ૨૧ જન્મ માટે કોઈ
ચિંતા નહીં રહેશે. બાબા ને યાદ કરવાથી તમે બહુજ અડોલ રહેશો. રામાયણ ની કથા પણ તમારા
પર છે. તમે જ મહાવીર બનો છો. આત્મા કહે છે અમને રાવણ હલાવી નથી શકતો. તે અવસ્થા
પાછળ થી આવશે. હમણાં તો કોઈ પણ હલી જશે. ચિંતા રહેશે. જ્યારે વિશ્વ માં લડાઈ લાગશે
ત્યારે સમજશે હવે સમય આવી ગયો છે. જેટલો બાપ ને યાદ કરવાનો પુરુષાર્થ કરશો એટલો
ફાયદો થશે. પુરુષાર્થ કરવાનો હમણાં જ સમય છે. પછી તો વિનાશ ની ધૂમધામ હશે. હમણાં તો
શરીર માં પણ મોહ રહે છે ને. બાબા પોતે કહે છે શરીર ની સંભાળ રાખો. અંતિમ શરીર છે,
એમાં જ પુરુષાર્થ કરી કર્માતીત અવસ્થા ને પામવાની છે. જીવતા રહેશો, બાપ ને યાદ કરતા
રહેશો. બાપ સમજાવે છે બાળકો જીવતાં રહો. જેટલું જીવશો એટલું બાપ ને યાદ કરી ઉંચ
વારસો લેશો. હમણાં તમારી કમાણી થતી રહે છે. શરીર ને નિરોગી તંદુરસ્ત રાખો, ગફલત નથી
કરવાની. ખાવા-પીવાની સંભાળ રાખશો તો કંઈ નહીં થશે. એકરસ ચલન થી શરીર પણ તંદુરસ્ત
રહેશે. આ અમૂલ્ય તન છે. આમાં પુરુષાર્થ કરી દેવી-દેવતા બનો છો તો બલિહારી આ સમય ની
છે. ખુશી રહેવી જોઈએ. જેટલું બાપ અને વારસા ને યાદ કરશો એટલો નારાયણી નશો ચઢતો રહેશે.
બાપ ની યાદ થી જ તમે ઊંચે થી ઊંચું પદ મેળવશો. જોવાનું છે અમે કેટલાં ખુશી માં,
કેટલાં ફખુર (નશા) માં રહીએ છીએ. ગરીબો ને તો વધારે જ ખુશી રહેવી જોઈએ. સાહૂકારો ને
તો ધન ની ફિકર રહે છે. તમારામાં કુમારીઓ ને તો કોઈ ફિકર નથી. હાં કોઈના મિત્ર-સંબંધી
ગરીબ છે, તો સંભાળ રાખવી પડે છે. જગાડતાં પણ રહેવાનું છે. જો નથી જાગતાં તો પછી ક્યાં
સુધી મદદ કરતાં રહેશો? બાબા કહે છે ને - તમે સેવાધારી પોતે બનો અથવા સ્ત્રી ને
રુહાની સર્વિસ (સેવા) માં આપો.
તમે છો બાબા નાં
મદદગાર. મદદ તો બધાને જોઇએ ને. એકલા બાપ પણ શું કરશે, કેટલાને મંત્ર આપે! હું તમને
આપું છું - તમારે પછી બીજાઓ ને આપવાનો છે, કલમ લગાવવાની છે. બાળકો ને કહેતાં રહે છે
જેટલું થઈ શકે મદદગાર બનો, મંત્ર આપતા જાઓ. તમારા શાસ્ત્રો માં પણ છે કે બધાને
પૈગામ (સંદેશ) આપ્યો હતો કે બાપ આવ્યાં છે, વારસો લેવો છે તો બાપ ને યાદ કરો.
દેહધારીઓ ને યાદ નહીં કરો. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરશો તો તમારા વિકર્મ
વિનાશ થશે અને વારસો મળી જશે. ગીતા તો બહુજ સાંભળે અને સંભળાવે છે. એમાં પ્રસિદ્ધ
શબ્દ છે મનમનાભવ. બાપ ને યાદ કરો તો મુક્તિ ને પામશો. સંન્યાસી પણ આ પસંદ કરશે.
મધ્યાજીભવ અર્થાત્ જીવનમુક્તિ બાળકો બાપ નાં બને છે તો બાપ કહે છે - બાળકો તમારો
આત્મા પતિત છે, પતિત ચાલી નહીં શકે. આ સમજવાની વાતો છે. તમે ભારતવાસી સતોપ્રધાન હતાં,
તમોપ્રધાન બની હવે ફરી સતોપ્રધાન બનવાનું છે તો બાપ કહે છે પુરુષાર્થ કરો તો ઊંચું
પદ મળશે. ભક્તિ તો જન્મ-જન્માંતર કરતાં આવ્યાં છો. તમે જાણો છો - પહેલાં-પહેલાં
અવ્યભિચારી ભક્તિ શરું થઈ. હમણાં કેટલી વ્યભિચારી ભક્તિ છે. શરીરો ની પણ પૂજા થાય
છે, તે છે ભૂત પૂજા. દેવતાઓ તો પણ પવિત્ર છે. પરંતુ આ સમયે તો બધાં તમોપ્રધાન છે.
તો પૂજા પણ તમોપ્રધાન થતી જાય છે. હવે બાપ ને યાદ કરવાનાં છે. ભક્તિ નાં શબ્દ કોઈ
નથી બોલવાનાં. હાય રામ - આ પણ ભક્તિ નાં શબ્દ છે. એવી કોઈ પોકાર નથી કરવાની. આમાં
કંઈ પણ ઉચ્ચારણ કરવાની વાત નથી. ઓમ્ શાંતિ પણ ઘડી-ઘડી નથી કહેવાનું. શાંતિ એટલે અહમ્
આત્મા શાંત સ્વરુપ છે. એ તો છે જ. એમાં બોલવાની વાત નથી રહેતી. બીજા કોઈ મનુષ્ય ને
કહેશો ઓમ્ શાંતિ, તે તો અર્થ જરા પણ નહીં સમજશે. તે લોકો તો ઓમ્ ની મોટી-મોટી મહિમા
કરે છે. તમે તો અર્થ સમજો છો પછી ઓમ્ શાંતિ કહેવું પણ ફાલતું છે. હાં, એક-બીજા થી
એવું પૂછી શકો છો - શિવબાબા ની યાદ માં છો? જેમ હું પણ બાળકી થી પૂછું છું આ કોનો
શૃંગાર કરો છો? બોલે છે શિવબાબા નાં રથ નો. આ શિવબાબા નો રથ છે ને. જેમ હુસૈન નો રથ
હોય છે ને. ઘોડા નો શૃંગાર કરે છે. ઘોડા નો અર્થ નથી સમજતાં. ધર્મ સ્થાપન કરવા વાળા
જે આવે છે એમનાં આત્માઓ પવિત્ર હોય છે. જૂનો પતિત આત્મા ધર્મ સ્થાપન કરી ન શકે. તમે
ધર્મ સ્થાપન નથી કરતાં, શિવબાબા તમારા દ્વારા કરે છે. તમને પવિત્ર બનાવે છે. તે લોકો
ભક્તિમાર્ગ માં ખુબ શૃંગાર વગેરે કરે છે. અહીં શૃંગાર પસંદ નથી કરતાં. બાપ કેટલા
નિરહંકારી છે. પોતે કહે છે હું અનેક જન્મો નાં અંત નાં પણ અંત માં આવું છું. પહેલાં
સતયુગ માં હશે શ્રી નારાયણ. શ્રી લક્ષ્મી થી પણ પહેલાં શ્રી નારાયણ આવશે. તે મોટા
હશે ને એટલે શ્રીકૃષ્ણનું નામ ગવાયેલું છે. નારાયણ થી પણ શ્રીકૃષ્ણની મહિમા વધારે
કરે છે. શ્રીકૃષ્ણ ની જ જન્માષ્ટમી મનાવે છે. શ્રી નારાયણ નો જન્મ દિવસ નથી મનાવતાં.
આ કોઈ નથી જાણતું કે શ્રીકૃષ્ણ જ નારાયણ છે. નામ તો બાળપણ નું જ ચાલશે ને. ફલાણાએ
જન્મ લીધો, એનો જન્મ દિવસ મનાવે છે એટલે શ્રીકૃષ્ણ નો જ મનાવે છે. શ્રીનારાયણ ની
કોઈને ખબર નથી. પહેલાં-પહેલાં શિવજયંતી પછી છે શ્રીકૃષ્ણ જયંતી પછી રામ ની… શિવ ની
સાથે ગીતા નો પણ જન્મ થાય છે. શિવબાબા આવે જ છે અનેક જન્મો નાં અંત નાં જન્મ માં.
બુઝુર્ગ (વૃદ્ધ) અનુભવી રથ માં જ આવે છે. કેટલું સારું સમજાવેલું છે, તો પણ કોઈની
બુદ્ધિ માં નથી આવતું.
બાપ કહે છે આ જ્ઞાન
પ્રાયઃલોપ થઈ જાય છે. જ્યારે હું આવીને સંભળાવું ત્યારે તમે પણ સંભળાવી શકો છો. હમણાં
આપ બાળકો જાણો છો આપણે ભવિષ્ય માં એક્યુરેટ આ (દેવી-દેવતા) બનીશું. બાબાએ ૨-૩
પ્રકાર નાં સાક્ષાત્કાર કર્યા હતાં. આ બનીશ, તાજ વાળો બનીશ, પાઘડી વાળો બનીશ. ૨-૪
રાજાઈ નાં જન્મો નાં સાક્ષાત્કાર કર્યા હતાં. હવે તમે સમજી શકો છો - આ વાતો ને
દુનિયામાં બીજું કોઈ સમજી નથી શકતું. હાં, એટલું સમજે છે સારા કર્મ કરીશું તો સારો
જન્મ મળશે. હમણાં તમે પુરુષાર્થ જ ભવિષ્ય માટે કરી રહ્યાં છો. નર થી નારાયણ
બનવાનો.તમે જાણો છો અમે આ પદ મેળવીશું. આ ખુશી વધારે એમને રહેશે જે કર્માતીત અવસ્થા
ને પામવાનો પુરુષાર્થ કરતાં રહેતાં હશે. કહે છે બાબા, અમે તો મમ્મા-બાબા ને ફોલો (અનુસરણ)
કરીશું ત્યારે તો તખ્ત પર બેસી શકીશું. આ પણ સમજ જોઈએ, કેટલી અમે સેવા કરીએ છીએ અને
કેટલી ખુશીમાં રહીએ છીએ. પોતે ખુશીમાં રહેશે તો બીજાને પણ ખુશી માં લાવશે. અંદર કોઈ
ખરાબી હશે તો દિલ ખાતું રહેશે. કોઈ-કોઈ આવીને કહે છે - બાબા અમારામાં ક્રોધ છે. આ
ભૂત છે અમારા માં. ફિકર ની વાત થઈ ને. ભૂત ને રહેવા ન દેવું જોઈએ. ક્રોધ કેમ કરાય!
પ્રેમ થી સમજાવવાનું હોય છે. બાબા કોઈ પર ક્રોધ થોડી કરશે. શિવબાબા ની મહિમા છે ને.
બહુજ ફાલતુ ખોટી મહિમા પણ કરે છે. હું શું કરું છું! મને કહે છે આવીને પતિત થી પાવન
બનાવો. જેમ ડોક્ટર ને કહે છે અમારી બીમારી દૂર કરો. તે દવા આપી ઇન્જેક્શન લગાવે છે,
એ તો એમનું કામ જ છે. મોટી વાત થોડી છે. ભણે જ છે સેવા માટે. વધારે ભણે છે તો વધારે
કમાણી કરે છે. બાપે તો કોઈ કમાણી નથી કરવાની. એમને તો કમાણી કરાવવાની છે. બાબા કહે
મને તમે અવિનાશી સર્જન પણ કહો છો, આ વધારે મહિમા કરી દીધી છે. પતિત-પાવન ને કોઈ
સર્જન નથી કહેવાતું. આ ફક્ત મહિમા છે. બાપ તો ફક્ત કહે છે મને યાદ કરો તો તમારા
વિકર્મ વિનાશ થશે. બસ. મારો પાર્ટ જ છે તમને આ સમજાવવાનો કે મામેકમ્ યાદ કરો, જેટલું
યાદ કરશો એટલું ઊંચ પદ મેળવશો. આ છે જ રાજયોગ નું જ્ઞાન. ગીતા જેમણે વાંચી છે, એમને
સમજાવવું સહજ હોય છે. તમે પૂજ્ય રાજાઓનાં રાજા બનો છો, પછી પૂજારી બનશો. તમારે
મહેનત કરવાની છે. તમે વિશ્વ ને પવિત્ર બનાવો છો. કેટલું ઊંચ પદ છે. તમે બધાં આંગળી
આપો છો- કળિયુગી પહાડ ને ઉઠાવવાં. બાકી પહાડ વગેરે કંઈ પણ નથી. હમણાં તમે જાણો છો -
નવી દુનિયા આવવાની છે, એટલે રાજ્યોગ જરુર શીખવાનો છે. બાપ જ આવીને શીખવાડે છે.
સતોપ્રધાન બનવાનું છે. જે કલ્પ પહેલાં બન્યાં હશે એમને સમજાવવાથી ગમશે. વાત તો ઠીક
કહે છે. બરોબર બાપે કહ્યું હતું - મનમનાભવ. શબ્દ સંસ્કૃત છે. બાપ તો હિન્દી માં કહે
છે મને યાદ કરો. હમણાં તમે સમજો છો આપણે કેટલાં ઊંચ ધર્મ, ઉંચ કર્મ વાળા હતાં ત્યારે
તો ગાયન છે સોળે કળા… હવે ફરી એવું બનવાનું છે. સ્વયં ને જોવાનું છે ક્યાં સુધી અમે
સતોપ્રધાન બન્યાં છીએ, પાવન બન્યાં છીએ? ક્યાં સુધી નર્કવાસીઓ ને સ્વર્ગવાસી
બનાવવાની સેવા કરીએ છીએ? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સમાન
નિરહંકારી બનવાનું છે. આ શરીર ની સંભાળ કરતાં શિવાબાબા ને યાદ કરવાનાં છે. રુહાની
સેવા માં બાપ નાં મદદગાર બનવાનું છે.
2. અંદર માં કોઈ પણ
ભૂત ને રહેવા નથી દેવાનાં. ક્યારેય કોઈ પર ક્રોધ નથી કરવાનો. બધાંથી ખુબ પ્રેમ થી
ચાલવાનું છે. માત-પિતા ને ફોલો (અનુસરણ) કરી તખ્તનશીન બનવાનું છે.
વરદાન :-
સ્વાર્થ શબ્દ
નાં અર્થ ને જાણી સદા એકરસ સ્થિતિ માં સ્થિત થવા વાળા સહજ પુરુષાર્થી ભવ
આજકાલ એકબીજા માં જે
લગાવ છે તે સ્નેહ થી નહીં પરંતુ સ્વાર્થ થી છે. સ્વાર્થ નાં કારણે લગાવ છે અને લગાવ
નાં કારણે ન્યારા નથી બની શકતાં એટલે સ્વાર્થ શબ્દ નાં અર્થ માં સ્થિત થઈ જાઓ
અર્થાત્ પહેલાં સ્વ નાં રથ ને સ્વાહા કરો. આ સ્વાર્થ ગયો તો ન્યારા બની જશો. આ એક
શબ્દ નાં અર્થ ને જાણવાથી સદા એક નાં અને એકરસ બની જશો, આ જ સહજ પુરુષાર્થ છે.
સ્લોગન :-
ફરિશ્તા રુપ
માં રહેવાથી કોઈ પણ વિઘ્ન પોતાનો પ્રભાવ નાખી નથી શકતાં.
અવ્યકત ઈશારા -
અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો .
સંપૂર્ણ પવિત્રતા આ
બ્રાહ્મણો નો શ્રૃંગાર છે, સદા શ્રૃંગારેલી મૂર્ત અર્થાત્ સદા પવિત્ર સ્વરુપ માં
સ્થિત રહી બેહદ ની સ્ટેજ પર હીરો પાર્ટ ભજવો. સદા બ્રહ્મચારી અર્થાત્ સંકલ્પ માં પણ
કોઈ પ્રકાર ની અપવિત્રતા વૃત્તિ ને ચંચળ નહીં બનાવે. વૃત્તિ ની ચંચળતા પણ રજીસ્ટર
ને ડાઘ લગાવી દે છે - એટલે વૃત્તિ થી પણ સદા બ્રહ્મચારી બનો.