14-09-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ ની શ્રીમત પર ચાલીને સ્વયં નો શૃંગાર કરો , પરચિંતન થી સ્વયં નો શૃંગાર નહીં બગાડો , સમય વેસ્ટ ન કરો ( વ્યર્થ ન ગુમાવો )”

પ્રશ્ન :-
આપ બાળકો બાપ કરતાં પણ હોંશિયાર જાદુગર છો - કેવી રીતે?

ઉત્તર :-
અહીં બેઠાં-બેઠાં તમે લક્ષ્મી-નારાયણ જેવો પોતાનો શૃંગાર કરી રહ્યા છો. અહીં બેસી પોતાને પરિવર્તન કરી રહ્યા છો, આ પણ જાદુગરી છે. ફક્ત અલ્ફ (ભગવાન) ને યાદ કરવાથી તમારો શૃંગાર થઈ જાય છે. કોઈ હાથ-પગ ચલાવવાની પણ વાત નથી ફક્ત વિચાર ની વાત છે. યોગ થી તમે સાફ, સ્વચ્છ અને શોભનીક બની જાઓ છો, તમારો આત્મા અને શરીર કંચન બની જાય છે, આ પણ કમાલ છે ને?

ઓમ શાંતિ!
રુહાની જાદુગર રુહાની બાળકોને, જે બાપ કરતાં પણ હોંશિયાર જાદુગર છે, એમને સમજાવે છે-તમે અહીં શું કરી રહ્યા છો? અહીં બેઠાં-બેઠાં કોઈ ચૂરપુર નથી. બાપ અથવા સાજન સજનીઓને યુક્તિ બતાવી રહ્યા છે. સાજન કહે છે-અહીં બેસી તમે શું કરો છો? સ્વયં ને તમે આવાં લક્ષ્મી-નારાયણ ની જેમ શૃંગારી રહ્યા છો. કોઈ સમજશે? તમે અહીં બધાં બેઠાં છો પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર તો છો જ ને? બાપ કહે છે આવા શૃંગારેલા બનવાનું છે. તમારો મુખ્ય ઉદ્દેશ જ આ છે ભવિષ્ય અમરપુરી માટે. અહીં બેસીને તમે શું કરી રહ્યા છો? પેરેડાઈઝ (વૈકુંઠ) નાં શૃંગાર માટે પુરુષાર્થ કરી રહ્યા છો. આને શું કહેવાય? અહીં બેસીને સ્વયં ને પરિવર્તન કરી રહ્યા છો. ઉઠતાં, બેસતાં, ચાલતાં બાપે એક મનમનાભવ ની ચાવી આપી દીધી છે. બસ, એક આનાં સિવાય બીજી કોઈ પણ ફાલતુ વાતો સાંભળી-સંભળાવીને સમય વેસ્ટ નહીં કરો. તમે સ્વયં નાં શૃંગાર માં જ વ્યસ્ત રહો. બીજા કરે છે કે નહીં, એમાં તમારું શું જાય છે? તમે પોતાનાં પુરુષાર્થ માં રહો. કેટલી સમજણની વાતો છે? કોઈ નવું સાંભળશે તો જરુર વન્ડર ખાશે! તમારામાં કોઈ તો સ્વયં નો શૃંગાર કરી રહ્યા છે, કોઈ તો વધારે જ બગાડી રહ્યા છે. પરચિંતન વગેરે માં સમય વેસ્ટ કરતા રહે છે. બાપ બાળકો ને સમજાવે છે તમે ફક્ત પોતાને જુઓ કે અમે શું કરી રહ્યા છીએ? એકદમ નાની યુક્તિ બતાવી છે, બસ, એક જ શબ્દ છે - મનમનાભવ. તમે અહીં બેઠાં છો પરંતુ બુદ્ધિમાં છે કે આખી સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે? હવે ફરીથી આપણે વિશ્વ નો શૃંગાર કરી રહ્યા છીએ. તમે કેટલાં પદ્માપદ્મ ભાગ્યશાળી છો! અહીં બેઠાં-બેઠાં તમે કેટલાં કાર્ય કરો છો? કોઈ હાથ-પગ તો ચલાવવાની વાત જ નથી. ફક્ત વિચાર ની વાત છે. તમે કહેશો - અમે અહીં બેસીને ઊંચા માં ઊંચો વિશ્વ નો શૃંગાર કરી રહ્યા છીએ. મનમનાભવ નો મંત્ર કેટલો ઊંચો છે? આ યોગ થી જ તમારા પાપ ભસ્મ થતા જશે અને તમે સ્વચ્છ બનતાં-બનતાં પછી કેટલાં શોભનીક બની જશો. હમણાં આત્મા પતિત છે તો શરીર ની પણ હાલત જુઓ કેવી થઈ ગઈ છે? હવે તમારો આત્મા અને કાયા કંચન બની જશે. આ કમાલ છે ને? તો આવો સ્વયં નો શૃંગાર કરવાનો છે. દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે. બાપ બધાં ને એક જ રસ્તો બતાવે છે - અલ્ફ, બે. ફક્ત અલ્ફ ની વાત છે. બાપ ને યાદ કરતા રહો તો તમારો શૃંગાર આખો બદલાઈ જશે.

બાપ કરતાં પણ તમે મોટા જાદુગર છો. તમને યુક્તિ બતાવે છે કે આમ-આમ કરવાથી તમારો શૃંગાર બની જશે. સ્વયં નો શૃંગાર ન કરવાથી તમે મફત માં પોતાને જ નુકસાન પહોંચાડો છો. એટલું તો સમજો છો આપણે ભક્તિમાર્ગ માં શું-શું કરતા હતાં? આખો શૃંગાર જ બગાડીને શું બની ગયાં છો? હવે એક જ શબ્દ થી બાપની યાદ થી તમારો શૃંગાર થાય છે. બાળકો ને કેટલું સારી રીતે સમજાવીને ફ્રેશ કરે છે! અહીં બેસીને તમે શું કરો છો? યાદ ની યાત્રા માં બેઠાં છો. જો કોઈ નાં વિચાર બીજી-બીજી તરફ હશે તો શૃંગાર થોડી થશે? તમે શૃંગારેલા છો તો પછી બીજાને પણ રસ્તો બતાવવાનો છે. બાપ આવે જ છે આવાં શૃંગારિત બનાવવાં. કમાલ શિવબાબા તમારી, તમે અમારો કેટલો શૃંગાર કરો છો! ઉઠતાં, બેસતાં, ચાલતાં આપણે આપણો શૃંગાર કરવાનો છે. કોઈ તો પોતાનો શૃંગાર કરી પછી બીજાનો પણ કરે છે. કોઈ તો પોતાનો પણ શૃંગાર નથી કરતાં તો બીજાનો પણ શૃંગાર બગાડતા રહે છે. ફાલતુ વાતો સંભળાવીને એમની અવસ્થા ને નીચે પાડી દે છે. પોતે પણ શૃંગાર થી રહી જાય છે, તો બીજાને પણ રોકી દે છે. તો સારી રીતે વિચાર કરો - બાબા કેવી-કેવી યુક્તિ બતાવે છે? ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર વાંચવાથી આ યુક્તિઓ નથી મળતી. શાસ્ત્ર તો છે ભક્તિમાર્ગ નાં. તમને કહે છે તમે કેમ શાસ્ત્રો ને નથી માનતાં? બોલો, અમે તો બધું માનીએ છીએ. અડધોકલ્પ ભક્તિ કરી છે. શાસ્ત્ર વાંચે છે તો કોણ નહીં માનશે? રાત અને દિવસ છે તો જરુર બંને ને માનશે ને? આ છે બેહદનાં દિવસ અને રાત.

બાપ કહે છે-મીઠાં બાળકો, તમે સ્વયં નો શૃંગાર કરો. સમય વેસ્ટ નહીં કરો. સમય ખૂબ થોડો છે. તમારી બહુ જ વિશાળ બુદ્ધિ જોઈએ. પરસ્પર ખૂબ પ્રેમ હોવો જોઈએ. સમય વેસ્ટ ન કરવો જોઈએ કારણ કે તમારો સમય તો ખૂબ કિંમતી છે. કોડી થી હીરા જેવાં તમે બનો છો. મફત માં આટલું થોડી સાંભળી રહ્યા છો? કોઈ કથા છે શું? બાપ શબ્દ જ એક સંભળાવે છે. મોટા-મોટા વ્યક્તિઓ ને વધારે વાત થોડી કરવી જોઈએ? બાપ તો સેકન્ડ માં જીવનમુક્તિ નો રસ્તો બતાવે છે. આ છે જ ઊંચ શૃંગાર વાળા, ત્યારે તો એમનાં જ ચિત્ર છે જેમને ખૂબ પૂજતા રહે છે. જેટલાં મોટા વ્યક્તિ હશે, એટલું મોટું મંદિર બનાવશે, ખૂબ શૃંગાર કરશે. પહેલાં તો દેવતાઓનાં ચિત્ર પર હીરા નાં હાર પહેરાવતા હતાં. બાબા ને તો અનુભવ છે ને? બાબાએ પોતે હીરાનો હાર બનાવ્યો હતો લક્ષ્મી-નારાયણ માટે. હકીકત માં તો તેમનાં જેવો પહેરવેશ અહીં કોઈ બનાવી ન શકે. હમણાં તમે બનાવી રહ્યા છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. તો બાપ સમજાવે છે - બાળકો, સમય વેસ્ટ ન પોતનો કરો, ન બીજાનો કરો. બાપ યુક્તિ ખૂબ સહજ બતાવે છે. મને યાદ કરો તો પાપ ખતમ થઈ જાય. યાદ વગર આટલો શૃંગાર થઈ ન શકે. તમે આ બનવાનાં છો ને? દૈવી સ્વભાવ ધારણ કરવાનો છે. આમાં કહેવાની જરુર નથી. પરંતુ પથ્થર બુદ્ધિ હોવાનાં કારણે બધું જ સમજાવવું પડે છે. એક સેકન્ડ ની વાત છે. બાપ કહે છે - મીઠાં-મીઠાં બાળકો, તમે પોતાનાં બાપ ને ભૂલવાથી કેટલો શૃંગાર બગાડી દીધો છે? બાપ તો કહે છે - ચાલતાં-ફરતાં શૃંગાર કરતા રહો. પરંતુ માયા પણ ઓછી નથી. કોઈ-કોઈ લખે છે - બાબા, તમારી માયા ખૂબ હેરાન કરે છે. અરે, મારી માયા ક્યાં છે, આ તો ખેલ છે ને? હું તો તમને માયા થી છોડાવવા આવ્યો છું. મારી માયા પછી ક્યાંથી? આ સમયે પૂરું જ એનું રાજ્ય છે. જેમ આ રાત અને દિવસ માં ફરક નથી થઈ શકતો. આ પછી છે બેહદ નાં રાત અને દિવસ. આમાં એક સેકન્ડ નો પણ ફરક નથી થઈ શકતો. હમણાં આપ બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર આવો શૃંગાર કરી રહ્યા છો. બાપ કહે છે-ચક્રવર્તી રાજા બનવું છે તો ચક્ર ફેરવતા રહો. ભલે ગૃહસ્થ વ્યવહાર માં રહો, આમાં બધું બુદ્ધિ થી કામ લેવાનું છે. આત્મા માં જ મન-બુદ્ધિ છે. અહીં તમને બહાર નાં ગોરખધંધા કંઈ પણ નથી. અહીં આવો જ છો તમે સ્વયં ને શૃંગારવાં, રિફ્રેશ થવાં. બાપ ભણાવે છે તો બધાને એક જેવું જ. અહીં બાબા પાસે આવે છે નવાં-નવાં પોઈન્ટ્સ સન્મુખ સાંભળવાં, પછી ઘર માં જાય છે તો જે કંઈ સાંભળ્યું છે તે બહાર નીકળી જાય છે. અહીં થી બહાર નીકળતા જ ઝોલી ખાલી થઈ જાય છે. જે સાંભળ્યું એનાં પર મનન-ચિંતન નથી કરતાં. તમારા માટે તો અહીં એકાંત ની જગ્યા ખૂબ છે. બહાર તો માકડ ફરતા રહે છે. એક-બીજા નું ખૂન કરતા, પીતા રહે છે.

તો બાપ બાળકો ને સમજાવે છે - આ તમારો સમય ખૂબ કિંમતી છે, આને તમે વેસ્ટ નહીં કરો. પોતાને શૃંગારવાની ખૂબ યુક્તિઓ મળી છે. હું બધાનો ઉદ્ધાર કરવા આવું છું. હું આવ્યો છું તમને વિશ્વની બાદશાહી આપવાં. તો હવે મને યાદ કરો, સમય વેસ્ટ નહીં કરો. કામ-કાજ કરતાં પણ બાપ ને યાદ કરતાં રહો. આટલાં અનેક આત્માઓ આશિક છે એક પરમપિતા પરમાત્મા માશૂક નાં. તે બધી શરીર ની (ભક્તિ ની) કથાઓ વગેરે તો તમે ખૂબ સાંભળો છો. હવે બાપ કહે છે તે બધું ભૂલી જાઓ. ભક્તિમાર્ગ માં તમે મને યાદ કર્યો અને વાયદો પણ કર્યો છે, અમે તમારા જ બનીશું. અનેકાનેક આશિકો નાં એક માશૂક. ભક્તિમાર્ગ માં કહે છે - બ્રહ્મ માં લીન થઈ જઈશું, આ બધી છે ફાલતુ વાતો. એક પણ મનુષ્ય ને મોક્ષ નથી મળી શકતો. આ તો અનાદિ ડ્રામા છે, આટલાં બધાં એક્ટર્સ છે, આમાં જરા પણ ફરક નથી પડી શકતો. બાપ કહે છે ફક્ત એક અલ્ફ ને યાદ કરો તો તમારો આ શૃંગાર થઈ જશે. હમણાં તમે આ બની રહ્યા છો. સ્મૃતિ માં આવે છે - અનેકવાર આપણે આ શૃંગાર કર્યો છે. કલ્પ-કલ્પ બાબા, તમે આવશો, અમે તમારી પાસેથી જ સાંભળીશું. કેટલી ગુહ્ય-ગુહ્ય વાતો છે! બાબાએ યુક્તિ ખૂબ સારી બતાવી છે. વારી જાઉં, આવાં બાપ પર. આશિક-માશૂક પણ બધાં એક જેવાં નથી હોતાં. આ તો સર્વ આત્માઓનાં એક જ માશૂક છે. શરીર ની કોઈ વાત નથી. પરંતુ તમને સંગમયુગ પર જ બાપ પાસેથી આ યુક્તિ મળે છે. ક્યાંય પણ તમે જાઓ, ખાઓ-પીઓ, હરો-ફરો, નોકરી કરો , પોતાનો શૃંગાર કરતા રહો. આત્માઓ બધાં એક માશૂક નાં આશિક છે. બસ, એમને જ યાદ કરતાં રહો. કોઈ-કોઈ બાળકો કહે છે અમે તો ૨૪ કલાક યાદ કરતા રહીએ છીએ. પરંતુ સદૈવ તો કોઈ કરી ન શકે. વધુ માં વધુ બે અઢી કલાક સુધી. વધારે જો લખે છે તો બાબા માનતા નથી. બીજાને સ્મૃતિ અપાવતા નથી તો કેવી રીતે સમજે તમે યાદ કરો છો? શું કોઈ અઘરી વાત છે? આમાં કોઈ ખર્ચો છે? કંઈ પણ નથી. બસ, બાબા ને યાદ કરતા રહો તો તમારા પાપ કપાય જાય. દૈવીગુણ પણ ધારણ કરવાનાં છે. પતિત કોઈ શાંતિધામ તથા સુખધામ માં જઈ ન શકે. બાપ બાળકોને કહે છે - પોતાને આત્મા ભાઈ-ભાઈ સમજો. ૮૪ જન્મો નો પાર્ટ હવે પૂરો થાય છે. આ જૂનું શરીર છોડવાનું છે. ડ્રામા જુઓ, કેવો બનેલો છે? તમે જાણો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. દુનિયામાં તો કોઈ કંઈ પણ નથી સમજતાં. દરેક પોતાને પૂછે કે અમે બાપની મત પર ચાલીએ છીએ? ચાલશે તો શૃંગાર પણ સરસ થશે. એક-બીજાને ઉલ્ટી વાતો સંભળાવીને અથવા સાંભળીને પોતાનો શૃંગાર પણ બગાડી દે છે તો બીજાઓનો પણ બગાડી દે છે. બાળકોએ તો આ જ ધૂન માં વ્યસ્ત રહેવાનું છે કે અમે આવાં શૃંગારધારી કેવી રીતે બનીએ? બાકી તો જે કંઈ છે એ ઠીક છે. ફક્ત પેટ માટે રોટલી આરામ થી મળે. હકીકત માં પેટ વધારે નથી ખાતું. ભલે તમે સંન્યાસી છો પરંતુ રાજયોગી છો. ન ખૂબ ઊંચા, ન નીચાં. ખાઓ ભલે, પરંતુ વધારે આદત ન પડી જાય. આ જ એક-બીજા ને યાદ અપાવો - શિવબાબા યાદ છે? વારસો યાદ છે? વિશ્વની બાદશાહી નો શૃંગાર યાદ છે? વિચાર કરો - અહીં બેઠાં-બેઠાં તમારી શું કમાણી છે? આ કમાણી થી અપાર સુખ મળવાનું છે, ફક્ત યાદ ની યાત્રા થી, બીજી કોઈ તકલીફ નથી. ભક્તિમાર્ગ માં મનુષ્ય કેટલાં ધક્કા ખાય છે. હમણાં બાપ આવ્યા છે શૃંગારવાં. તો પોતાનો સારી રીતે વિચાર કરો. ભૂલો નહીં. માયા ભુલાવી દે છે પછી સમય ખૂબ વેસ્ટ કરે છે. તમારો તો આ ખૂબ કિંમતી સમય છે. ભણવાની મહેનત થી મનુષ્ય શું થી શું બની જાય છે? બાબા તમને બીજી કોઈ તકલીફ નથી આપતાં. ફક્ત કહે છે - મને યાદ કરો. કોઈ પણ પુસ્તક વગેરે ઉપાડવાની (વાંચવાની) જરુર નથી. બાબા કોઈ ચોપડી વાંચે છે શું? બાપ કહે છે હું આવીને આ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરું છું. પ્રજાપિતા છે ને? તો આટલી કુખ વંશાવલી પ્રજા કેવી રીતે હશે? બાળકો એડોપ્ટ થાય છે. વારસો બાપ પાસેથી મળવાનો છે. બાપ બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે, એટલે એમને માતા-પિતા કહેવાય છે. આ પણ તમે જાણો છો. બાપ નું આવવાનું એકદમ એક્યુરેટ છે. એક્યુરેટ સમય પર આવે છે, એક્યુરેટ સમય પર જશે. દુનિયાનું પરિવર્તન તો થવાનું જ છે. હમણાં બાપ આપ બાળકોને કેટલી અક્કલ આપે છે? બાપ ની મત પર ચાલવાનું છે. વિદ્યાર્થી જે ભણે છે, તે જ બુદ્ધિ માં ચાલે છે. તમે પણ આ સંસ્કાર લઈ જાઓ છો. જેવાં બાપ માં સંસ્કાર છે, તેવાં તમારા આત્મામાં પણ આ સંસ્કાર ભરાય છે. પછી જ્યારે અહીં આવશે તો તે જ પાર્ટ રિપીટ થશે. નંબરવાર પુરુષાર્થ અનુસાર આવશે. પોતાનાં દિલને પૂછો-કેટલો પુરુષાર્થ કર્યો છે, પોતાને શૃંગારવા નો? સમય ક્યાંય વેસ્ટ તો નથી કર્યો? બાપ સાવધાન કરે છે - ફાલતુ વાતો માં ક્યાંય પણ સમય નહીં ગુમાવો. બાપ ની શ્રીમત યાદ રાખો. મનુષ્ય મત પર નહીં ચાલો. તમને આ ખબર થોડી હતી કે અમે જૂની દુનિયામાં છીએ? બાપે બતાવ્યું છે કે તમે શું હતાં? આ જૂની દુનિયામાં કેટલાં અપાર દુઃખ છે? આ પણ ડ્રામા અનુસાર પાર્ટ મળેલો છે. ડ્રામા અનુસાર અનેકાનેક વિઘ્ન પણ પડે છે. બાપ સમજાવે છે - બાળકો, આ જ્ઞાન અને ભક્તિ નો ખેલ છે. વન્ડરફુલ ડ્રામા છે. આટલાં નાનાં આત્મા માં બધો પાર્ટ અવિનાશી ભરાયેલો છે, જે ભજવતો જ રહે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બીજી બધી વાતો ને છોડી આ જ ધૂન માં રહેવાનું છે કે આપણે લક્ષ્મી-નારાયણ જેવાં શૃંગારધારી કેવી રીતે બનીએ?

2. પોતાને પૂછવાનું છે કે :- (ક) અમે શ્રીમત પર ચાલીને મનમનાભવ ની ચાવી થી સ્વયં નો શૃંગાર ઠીક કરી રહ્યા છીએ? (ખ) ઉલ્ટી-સુલ્ટી વાતો સાંભળીને કે સંભળાવીને શૃંગાર બગાડતા તો નથી ને? (ગ) પરસ્પર પ્રેમ થી રહીએ છીએ? પોતાનો કિંમતી સમય ક્યાંય પણ વેસ્ટ તો નથી કરતાં? (ઘ) દૈવી સ્વભાવ ધારણ કર્યો છે?

વરદાન :-
વ્યર્થ સંકલ્પો નાં કારણ ને જાણીને એને સમાપ્ત કરવા વાળા સમાધાન સ્વરુપ ભવ

વ્યર્થ સંકલ્પ ઉત્પન્ન થવાનાં મુખ્ય બે કારણ છે- ૧) અભિમાન અને ૨) અપમાન. મને ઓછું કેમ, મારું પણ એ પદ હોવું જોઈએ, મને પણ આગળ કરવો જોઈએ… તો એમાં કાં તો પોતાનું અપમાન સમજો છો અથવા પછી અભિમાન માં આવો છો, નામ માં, માન માં, શાન માં, આગળ આવવામાં, સેવા માં… અભિમાન અથવા અપમાન મહેસૂસ કરવું આ જ વ્યર્થ સંકલ્પો નું કારણ છે, આ કારણ ને જાણીને નિવારણ કરવું જ સમાધાન સ્વરુપ બનવું છે.

સ્લોગન :-
સાઈલેન્સ ની શક્તિ દ્વારા સ્વીટ હોમ ની યાત્રા કરવી ખૂબ સહજ છે.