14-10-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ પુરુષોત્તમ સંગમયુગ કલ્યાણકારી યુગ છે , આમાં જ પરિવર્તન થાય છે , તમે કનિષ્ટ થી ઉત્તમ પુરુષ બનો છો”

પ્રશ્ન :-
આ જ્ઞાનમાર્ગ માં કઈ વાત વિચારવા કે બોલવાથી ક્યારેય પણ ઉન્નતિ નથી થઈ શકતી?

ઉત્તર :-
ડ્રામા માં હશે તો પુરુષાર્થ કરી લઈશું. ડ્રામા કરાવશે તો કરી લઈશું. આ વિચારવા કે બોલવા વાળા ની ઉન્નતિ ક્યારેય પણ નથી થઈ શકતી. આ કહેવું જ રોંગ છે. તમે જાણો છો હમણાં જે આપણે પુરુષાર્થ કરી રહ્યાં છીએ, આ પણ ડ્રામા માં નોંધ છે. પુરુષાર્થ કરવાનો જ છે.

ગીત :-
યહ કહાની હૈ દીયે ઔર તૂફાન કી…

ઓમ શાંતિ!
આ છે કળિયુગી મનુષ્યો નાં ગીત. પરંતુ આનો અર્થ તે નથી જાણતાં. આ તમે જાણો છો. તમે છો હમણાં પુરુષોત્તમ સંગમયુગી. સંગમયુગ નાં સાથે પુરુષોત્તમ પણ લખવું જોઈએ. બાળકો ને જ્ઞાન નાં પોઈન્ટ્સ (મુદ્દા ઓ) યાદ ન હોવાનાં કારણે પછી આવાં-આવાં શબ્દ લખવાનું ભૂલી જાય છે. આ મુખ્ય છે, આનો અર્થ પણ તમે જ સમજી શકો છો. પુરુષોત્તમ માસ પણ હોય છે. આ પછી છે પુરુષોત્તમ સંગમયુગ. આ સંગમ નો પણ એક તહેવાર છે. આ તહેવાર સૌથી ઊંચો છે. તમે જાણો છો હમણાં આપણે પુરુષોત્તમ બની રહ્યાં છીએ. ઉત્તમ થી ઉત્તમ પુરુષ. ઊંચે થી ઊંચા સાહૂકાર થી સાહૂકાર નંબરવન કહેવાશે લક્ષ્મી-નારાયણ ને. શાસ્ત્રો માં દેખાડે છે - મોટો પ્રલય થયો. પછી નંબરવન શ્રીકૃષ્ણ પીપળા નાં પાન પર સાગર માં આવ્યાં. હવે તમે શું કહેશો? નંબરવન છે આ શ્રીકૃષ્ણ, જેમને જ શ્યામ-સુંદર કહેવાય છે. દેખાડે છે-અંગૂઠો ચૂસતાં આવ્યાં. બાળક તો ગર્ભ માં જ રહે છે. તો પહેલાં-પહેલાં જ્ઞાનસાગર દ્વારા નીકળેલા ઉત્તમ થી ઉત્તમ પુરુષ શ્રીકૃષ્ણ છે. જ્ઞાનસાગર દ્વારા સ્વર્ગ ની સ્થાપના થાય છે. તેમાં નંબરવન પુરુષોત્તમ આ શ્રીકૃષ્ણ છે અને આ છે જ્ઞાન નાં સાગર, પાણી નાં નહીં. પ્રલય પણ થતો નથી. ઘણાં બાળકો નવાં-નવાં આવે છે તો બાપ ને પછી જૂનાં પોઈન્ટ રિપીટ કરવા પડે છે. સતયુગ-ત્રેતા-દ્વાપર-કળિયુગ… આ ૪ યુગ તો છે. પાંચમો પછી છે પુરુષોત્તમ સંગમયુગ. આ યુગ માં મનુષ્ય ચેન્જ થાય છે. કનિષ્ટ થી સર્વોત્તમ બને છે. જેમ શિવબાબા ને પણ પુરુષોત્તમ કે સર્વોત્તમ કહે છે ને? એ છે જ પરમ આત્મા, પરમાત્મા. પછી પુરુષો માં ઉત્તમ છે આ લક્ષ્મી-નારાયણ. એમને આવાં કોણે બનાવ્યાં? આ આપ બાળકો જ જાણો છો. બાળકો ને પણ સમજ માં આવ્યું છે. આ સમયે આપણે પુરુષાર્થ કરીએ છીએ એવાં બનવા માટે. પુરુષાર્થ કોઈ મોટો નથી. ખૂબ સહજ છે. શીખવા વાળી પણ છે અબળાઓ, કુબ્જાઓ, જે કાંઈ પણ ભણી-ગણી નથી. તેમનાં માટે કેટલું સહજ સમજાવાય છે. જુઓ, અમદાવાદ માં એક સાધુ હતાં કહેતા હતાં અમે કાંઈ ખાતાં-પીતાં નથી. સારું કોઈ પૂરી આયુ ખાય-પીવે નહીં પછી શું? પ્રાપ્તિ તો કંઈ નથી ને? ઝાડ ને પણ ખાવાનું તો મળે છે ને? ખાતર-પાણી વગેરે કુદરતી તેને મળે છે, જેનાથી ઝાડ ની વૃદ્ધિ થાય છે. તેમણે પણ કોઈ રિદ્ધિ-સિદ્ધિ મેળવી હશે. એવાં ઘણાં છે જે આગ ઉપર, પાણી ઉપર ચાલ્યાં જાય છે. એનાથી ભલા ફાયદો શું? તમારો તો આ સહજ રાજયોગ થી જન્મ-જન્માંતર નો ફાયદો છે. તમને જન્મ-જન્માંતર માટે દુઃખી થી સુખી બનાવે છે. બાપ કહે છે-બાળકો, ડ્રામા અનુસાર હું તમને ગુહ્ય વાતો સંભળાવું છું.

જેમ બાબાએ સમજાવ્યું છે શિવ અને શંકર ને મળાવ્યાં કેમ છે? શંકર નો તો આ સૃષ્ટિ માં પાર્ટ જ નથી. શિવ નો, બ્રહ્મા નો, વિષ્ણુ નો પાર્ટ છે. બ્રહ્મા અને વિષ્ણુ નો ઓલરાઉન્ડ પાર્ટ છે. શિવબાબા નો પણ આ સમયે પાર્ટ છે, જે આવીને જ્ઞાન આપે છે. પછી નિર્વાણધામ માં ચાલ્યાં જાય છે. બાળકો ને મિલકત આપીને સ્વયં વાનપ્રસ્થ માં ચાલ્યાં જાય છે. વાનપ્રસ્થી બનવું અર્થાત્ ગુરુ દ્વારા વાણી થી પરે જવાનો પુરુષાર્થ કરવો. પરંતુ પાછા તો કોઈ જઈ ન શકે કારણકે વિકારી ભ્રષ્ટાચારી છે. વિકાર થી જન્મ તો બધાનો થાય છે. આ લક્ષ્મી-નારાયણ નિર્વિકારી છે, એમનો વિકાર થી જન્મ નથી થતો એટલે શ્રેષ્ઠાચારી કહેવાય છે. કુમારીઓ પણ નિર્વિકારી છે-એટલે એમની આગળ માથું નમાવે છે. તો બાબાએ સમજાવ્યું કે અહીં શંકર નો કોઈ પાર્ટ નથી, બાકી પ્રજાપિતા બ્રહ્મા તો જરુર પ્રજા નાં પિતા થયાં ને? શિવબાબા ને તો આત્માઓ નાં પિતા કહેવાશે. એ છે અવિનાશી પિતા, આ ગુહ્ય વાતો સારી રીતે ધારણ કરવાની છે. જે મોટાં-મોટાં ફિલોસોફર (તત્વજ્ઞાની) હોય છે, એમને બહુ જ ટાઈટલ (ખિતાબ) મળે છે. શ્રી શ્રી ૧૦૮ નું ટાઈટલ પણ વિદ્વાનો ને મળે છે. બનારસ ની કોલેજ થી પાસ કરીને ટાઈટલ લઈ આવે છે. બાબાએ ગુપ્તાજી ને એટલે બનારસ મોકલ્યાં હતાં કે તેઓને જઈને સમજાવો કે બાપ નું પણ ટાઈટલ પોતાનાં પર રાખી બેઠાં છો. બાપ ને શ્રી શ્રી ૧૦૮ જગત્ ગુરુ કહેવાય છે. માળા જ ૧૦૮ ની હોય છે. ૮ રત્ન ગવાય છે. તે પાસ વિથ ઓનર હોય છે એટલે એમને જપે છે. પછી એમનાં થી ઓછા, ૧૦૮ ની પૂજા કરે છે. યજ્ઞ જ્યારે રચે છે તો કોઈ ૧૦૦૦ સાલિગ્રામ બનાવે છે, કોઈ ૧૦ હજાર, કોઈ ૫૦ હજાર, કોઈ લાખ પણ બનાવે છે. માટી નાં બનાવીને પછી યજ્ઞ રચે છે. જેવાં-જેવાં શેઠ સારા થી સારા, મોટાં શેઠ હશે તો લાખ બનાવડાવશે. બાપે સમજાવ્યું છે માળા તો મોટી છે ને - ૧૬,૧૦૮ ની માળા બનાવે છે. આ આપ બાળકો ને બાપ સમજાવે છે. તમે બધા ભારત ની સેવા કરી રહ્યાં છો બાપ ની સાથે. બાપ ની પૂજા થાય છે તો બાળકો ની પણ પૂજા થવી જોઈએ, આ નથી જાણતા કે રુદ્ર પૂજા કેમ થાય છે. બાળકો તો બધા શિવબાબા નાં છે. આ સમયે સૃષ્ટિ ની કેટલી જનગણના છે આમાં બધા આત્માઓ શિવબાબા નાં બાળકો થયા ને? પરંતુ મદદગાર બધા નથી હોતાં. આ સમયે તમે જેટલાં યાદ કરો છો એટલાં ઊંચા બનો છો. પૂજન લાયક બનો છો. આવી બીજા કોઈની તાકાત નથી જે આ વાત સમજાવે એટલે કહી દે છે ઈશ્વર નો અંત કોઈ નથી જાણતું. બાપ જ આવીને સમજાવે છે, બાપ ને જ્ઞાન નાં સાગર કહેવાય છે તો જરુર જ્ઞાન આપશે ને? પ્રેરણા ની તો વાત હોતી નથી. ભગવાન કોઈ પ્રેરણા થી સમજાવે છે શું? તમે જાણો છો એમની પાસે સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. એ પછી આપ બાળકો ને સંભળાવે છે. આ તો નિશ્ચય છે - નિશ્ચય હોવા છતાં પણ તો બાપ ને ભૂલી જાય છે. બાપ ની યાદ, આ છે ભણતર નો તંત. યાદ ની યાત્રા થી કર્માતીત અવસ્થા મેળવવા માં મહેનત લાગે છે, આમાં જ માયા નાં વિઘ્ન આવે છે. ભણવામાં એટલાં વિઘ્ન નથી આવતાં. હવે શંકર માટે કહે છે, શંકર આંખ ખોલે છે તો વિનાશ થાય છે, આ કહેવું પણ ઠીક નથી. બાપ કહે છે - નથી હું વિનાશ કરાવતો, નથી તે કરતાં, આ ખોટું છે. દેવતાઓ થોડી પાપ કરશે? હવે શિવબાબા બેસીને આ વાતો સમજાવે છે. આત્મા નું આ શરીર છે રથ. દરેક આત્મા ની પોતાનાં રથ પર સવારી છે. બાપ કહે છે હું આમની લોન લઉં છું, એટલે મારો દિવ્ય અલૌકિક જન્મ કહેવાય છે. હમણાં તમારી બુદ્ધિ માં ૮૪ નું ચક્ર છે. જાણો છો હવે આપણે ઘરે જઈએ છીએ, પછી સ્વર્ગ માં આવીશું. બાબા ખૂબ સહજ કરીને સમજાવે છે, એમાં હાર્ટફેલ (હતાશ) નથી થવાનું. કહે છે બાબા અમે ભણેલા-ગણેલા નથી. મુખ થી કાંઈ નીકળતું નથી. પરતું એવું તો હોતું નથી. મુખ તો જરુર ચાલે જ છે. ખાવાનું ખાઓ છો તો મુખ ચાલે છે ને? વાણી ન નીકળે આ તો બની ન શકે. બાબાએ ખૂબ સિમ્પલ સમજાવ્યું છે. કોઈ મૌન માં રહે છે તો ઉપર ઈશારો આપે છે કે એમને યાદ કરો. દુખહર્તા સુખકર્તા એ એક જ દાતા છે. ભક્તિમાર્ગ માં પણ દાતા છે તો આ સમયે પણ દાતા છે પછી વાનપ્રસ્થ માં તો છે જ શાંતિ. બાળકો પણ શાંતિધામ માં રહે છે. પાર્ટ નોંધાયેલો છે, જે કર્મ માં આવે છે. હમણાં આપણો પાર્ટ છે-વિશ્વ ને નવું બનાવવું. એમનું નામ ખૂબ સરસ છે - હેવનલી ગોડ ફાધર. બાપ રચયિતા છે સ્વર્ગ નાં. બાપ નર્ક થોડી રચશે? જૂની દુનિયા કોઈ રચે છે શું? મકાન હંમેશા નવું બનાવાય છે. શિવબાબા નવી દુનિયા રચે છે બ્રહ્મા દ્વારા. એમને પાર્ટ મળેલો છે - અહીં જૂની દુનિયા માં જે પણ મનુષ્ય છે, બધા એક-બે ને દુઃખ આપતા રહે છે.

તમે જાણો છો આપણે છીએ શિવબાબા ની સંતાન. પછી શરીરધારી પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો થઈ ગયા એડોપ્ટેડ (દત્તક). આપણને જ્ઞાન સંભળાવવા વાળા છે શિવબાબા રચયિતા. જે પોતાની રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવે છે. તમારો મુખ્ય-ઉદ્દેશ જ છે આ બનવાનો. મનુષ્ય જુઓ કેટલો ખર્ચો કરી માર્બલ વગેરે ની મૂર્તિઓ બનાવે છે. આ છે ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, વર્લ્ડ યુનિવર્સિટી. આખી યુનિવર્સ (દુનિયા) ને પરિવર્તન કરાય છે. તેમનાં જે પણ ચરિત્ર છે બધા આસુરી. આદિ-મધ્ય-અંત દુઃખ આપવા વાળા છે. આ છે ઈશ્વરીય યુનિવર્સિટી. ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય એક જ હોય છે, જે ઈશ્વર આવીને ખોલે છે, જેનાથી આખાં વિશ્વ નું કલ્યાણ થઈ જાય છે. આપ બાળકો ને હવે સાચાં અને ખોટા ની સમજ મળે છે બીજા કોઈ મનુષ્ય નથી જે સમજતા હોય. સાચાં-ખોટા ને સમજાવવા વાળા એક જ રાઈટિયસ (સત્ય બાપ) હોય છે, જેમને સત્ય કહે છે. બાપ જ આવીને દરેક ને રાઈટિયસ બનાવે છે. રાઈટિયસ બનશે તો પછી મુક્તિ માં જઈને જીવનમુક્તિ માં આવશે. ડ્રામા ને પણ આપ બાળકો જાણો છો. આદિ થી લઈને અંત સુધી પાર્ટ ભજવવા નંબરવાર આવો છો. આ ખેલ ચાલતો જ રહે છે. ડ્રામા શૂટ થતો જાય છે. આ હંમેશા નવીન છે. આ ડ્રામા ક્યારેય જૂનો નથી થતો, બીજા બધા નાટક વગેરે વિનાશ થઈ જાય છે. આ બેહદ નો અવિનાશી ડ્રામા છે. આમાં બધા અવિનાશી પાર્ટધારી છે. અવિનાશી ખેલ અથવા માંડવો જુઓ કેટલો મોટો છે. બાપ આવીને જૂની સૃષ્ટિ ને ફરી નવી બનાવે છે. તે બધા તમને સાક્ષાત્કાર થશે. જેટલાં નજીક આવશો પછી તમને ખુશી થશે. સાક્ષાત્કાર કરશો. કહેશો હવે પાર્ટ પૂરો થયો. ડ્રામા ને ફરી રિપીટ (પુનરાવૃતિ) કરવાનો છે. પછી નવેસર થી પાર્ટ ભજવશો, જે કલ્પ પહેલાં ભજવ્યો છે. આમાં જરા પણ ફરક નથી થઈ શકતો એટલે જેટલું થઈ શકે આપ બાળકોએ ઊંચ પદ મેળવવું જોઈએ. પુરુષાર્થ કરવાનો છે, મુંઝાવાનું નથી. ડ્રામા ને જે કરાવવું હશે તે કરાવશે - આ કહેવું પણ ખોટું છે. આપણે તો પુરુષાર્થ કરવાનો જ છે. અચ્છા!

મીઠાં -મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણતર નો તંત (સાર) બુદ્ધિ માં રાખી યાદ ની યાત્રા થી કર્માતીત અવસ્થા મેળવવાની છે. ઊંચ, પૂજનીય બનવા માટે બાપ નાં પૂરે-પૂરાં મદદગાર બનવાનું છે.

2. સત્ય બાપ દ્વારા સાચાં-ખોટા ની જે સમજ મળી છે, એનાથી રાઈટિયસ (સત્ય) બની જીવનબંધ થી છૂટવાનું છે. મુક્તિ અને જીવન-મુક્તિ નો વારસો લેવાનો છે.

વરદાન :-
પરસ્પર સ્નેહ ની લેન - દેન દ્વારા સર્વ ને સહયોગી બનાવવા વાળા સફળતા મૂર્ત ભવ

હવે જ્ઞાન આપવા અને લેવાની સ્ટેજ પાસ કરી, હવે સ્નેહ ની લેન-દેન કરો. જે પણ સામે આવે, સંબંધ માં આવે તો સ્નેહ આપવાનો અને લેવાનો છે - આને કહેવાય છે સર્વ નાં સ્નેહી તથા લવલી. જ્ઞાન દાન અજ્ઞાનીઓ ને કરવાનું છે પરંતુ બ્રાહ્મણ પરિવાર માં આ દાન નાં મહાદાની બનો. સંકલ્પ માં પણ કોઈ નાં પ્રત્યે સ્નેહ સિવાય બીજી કોઈ ઉત્પત્તિ ન હોય. જ્યારે બધા પ્રત્યે સ્નેહ થઈ જાય છે તો સ્નેહ નો રિસ્પોન્સ સહયોગ હોય છે અને સહયોગ નું રીઝલ્ટ સફળતા પ્રાપ્ત થાય છે.

સ્લોગન :-
એક સેકન્ડ માં વ્યર્થ સંકલ્પો પર ફુલ સ્ટોપ લગાવી દો - આ જ તીવ્ર પુરુષાર્થ છે.

માતેશ્વરી જી નાં અણમોલ મહાવાક્ય

આજકાલ મનુષ્ય મુક્તિ ને જ મોક્ષ કહે છે, તે એવું સમજે છે જે મુક્તિ મેળવે છે તે જન્મ-મરણ થી છૂટી જાય છે. તે લોકો તો જન્મ-મરણ માં ન આવવું તેને જ ઊંચ પદ સમજે છે, તે જ પ્રારબ્ધ માને છે. જીવનમુક્તિ પછી તેને સમજે છે જે જીવન માં રહીને સારા કર્મ કરે છે, જેમ ધર્માત્મા લોકો છે, તેમને જીવનમુક્ત સમજે છે. બાકી કર્મબંધન થી મુક્ત થઈ જવું તે તો કોટો માંથી કોઈ વિરલા જ સમજે છે, હવે આ છે તેમની પોતાની મત. પરતું આપણે તો પરમાત્મા દ્વારા જાણી ચૂક્યાં છીએ કે જ્યાં સુધી મનુષ્ય પહેલાં વિકારી કર્મબંધન થી મુક્ત નથી થયા ત્યાં સુધી આદિ-મધ્ય-અંત દુ:ખ થી છૂટી નહીં શકશે, તો આનાથી છૂટવું આ પણ એક સ્ટેજ (અવસ્થા) છે. તો પણ પહેલાં જ્યારે ઈશ્વરીય જ્ઞાન ને ધારણ કરે ત્યારે જ એ સ્ટેજ પર પહોંચી શકે અને એ સ્ટેજ પર પહોંચાડવા વાળા સ્વયં પરમાત્મા જોઈએ કારણકે મુક્તિ-જીવનમુક્તિ આપે એ છે, તે પણ એક જ સમયે આવીને બધાને મુક્તિ-જીવનમુક્તિ આપી દે છે. બાકી પરમાત્મા કોઈ અનેકવાર નથી આવતા અને નહીં કે એવું સમજો કે પરમાત્મા જ બધા અવતાર ધારણ કરે છે. ઓમ્ શાંતિ.

અવ્યક્ત ઈશારા - સ્વયં અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો

મન્સા-સેવા બેહદ ની સેવા છે. જેટલું તમે મન્સા થી, વાણી થી સ્વયં સેમ્પલ બનશો, તો સેમ્પલ ને જોઈને સ્વત: જ આકર્ષિત થશો. ફક્ત દૃઢ સંકલ્પ રાખો તો સહજ સેવા થતી રહેશે. જો વાણી માટે સમય નથી તો વૃતિ થી, મન્સા સેવા થી પરિવર્તન કરવાનો સમય તો છે ને? હવે સેવા સિવાય સમય ગુમાવો નહીં. નિરંતર યોગી, નિરંતર સેવાધારી બનો. જો મન્સા-સેવા કરતા નથી આવડતી તો પોતાનાં સંપર્ક થી, પોતાની ચલન થી પણ સેવા કરી શકો છો.