14-11-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ આંખોથી જે કંઈ દેખાય આવે છે , એને જોવા છતાં પણ નહીં જુઓ , એમાંથી મમત્વ કાઢી નાંખો કારણકે એને આગ લાગવાની છે .”

પ્રશ્ન :-
ઈશ્વરીય ગવર્મેન્ટ નું ગુપ્ત કર્તવ્ય કયું છે, જેને દુનિયા નથી જાણતી?

ઉત્તર :-
ઈશ્વરીય ગવર્મેન્ટ આત્માઓને પાવન બનાવી દેવતા બનાવે છે – આ છે બહુ જ ગુપ્ત કર્તવ્ય, જેને મનુષ્ય નથી સમજી શકતાં. જ્યારે મનુષ્ય દેવતા બને ત્યારે તો નર્કવાસી થી સ્વર્ગવાસી બની શકે. મનુષ્યનું આખું કેરેક્ટર (ચરિત્ર) વિકારો એ બગાડ્યું છે. હમણાં તમે બધાને શ્રેષ્ઠ કેરેક્ટર વાળા બનાવવાની સેવા કરો છો, આજ તમારું મુખ્ય કર્તવ્ય છે.

ઓમ શાંતિ!
જ્યારે ઓમ્ શાંતિ કહેવાય છે, તો પોતાનો સ્વધર્મ અને પોતાનું ઘર યાદ આવે છે પછી ઘરમાં બેસી તો નથી જવાનું. બાપનાં બાળકો બન્યા છે તો જરુર સ્વર્ગનો વારસો પણ યાદ આવશે. ઓમ્ શાંતિ કહેવાથી પણ આખું જ્ઞાન બુદ્ધિમાં આવી જાય છે. હું આત્મા શાંત સ્વરુપ છું, શાંતિ નાં સાગર બાપ નું બાળક છું. જે બાપ સ્વર્ગની સ્થાપના કરે છે, એ જ બાપ આપણને પવિત્ર, શાંત સ્વરુપ બનાવે છે. મુખ્ય વાત છે પવિત્રતા ની. પવિત્ર દુનિયા અને અપવિત્ર દુનિયા છે. પવિત્ર દુનિયામાં એક પણ વિકાર નથી. અપવિત્ર દુનિયામાં ૫ વિકાર છે એટલે કહેવાય છે વિકારી દુનિયા. એ છે નિર્વિકારી દુનિયા. નિર્વિકારી દુનિયાથી સીડી ઉતરતાં-ઉતરતાં ફરી નીચે વિકારી દુનિયામાં આવે છે. એ છે પાવન દુનિયા, આ છે પતિત દુનિયા. રામરાજ્ય અને રાવણરાજ્ય છે ને! સમય પર દિવસ અને રાત ગવાયેલા છે. બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત. દિવસ સુખ, રાત દુ:ખ. રાત ભટકવાની હોય છે. આમ તો રાતમાં કોઈ ભટકવાનું નથી હોતું પરંતુ ભક્તિને ભટકવાનું કહેવાય છે. આપ બાળકો અહીં આવ્યા છો સદ્દગતિ મેળવવા માટે. તમારા આત્મામાં ૫ વિકારો નાં કારણે પાપ હતાં, એમાં પણ મુખ્ય છે કામ વિકાર, જેનાંથી જ મનુષ્ય પાપ આત્મા બને છે. આ તો દરેક જાણે છે આપણે પતિત છીએ. ભ્રષ્ટાચારથી પેદા થયાં છીએ. એક કામ વિકાર ને કારણે આખું ક્વોલિફિકેશન (ભણતર) બગડી જાય છે એટલે બાપ કહે છે આ કામ વિકારને જીતો તો જગતજીત નવી દુનિયાનાં માલિક બનશો. તો અંદરમાં એટલી ખુશી રહેવી જોઈએ. મનુષ્ય પતિત બને છે તો કંઈ સમજતાં નથી. આ કામ પર જ કેટલા હંગામા થાય છે. કેટલી અશાંતિ, હાહાકાર થઇ જાય છે. આ સમયે દુનિયામાં હાહાકાર કેમ છે? કારણકે બધા પાપ આત્માઓ છે. વિકારોનાં કારણે જ અસુર કહેવાય છે. હવે બાપ દ્વારા સમજો છો આપણે તો બિલ્કુલ કોડી જેવા વર્થ નોટ પેની હતાં. કામ ની જે ચીજ નથી એને આગમાં બાળી દેવાય છે. હવે આપ બાળકો સમજો છો દુનિયામાં કોઈ કામ ની ચીજ નથી. બધા મનુષ્યમાત્ર ને આગ લાગવાની છે. જે કંઈ આ આંખોથી જુઓ છો, બધાને આગ લાગી જશે. આત્માને તો આગ લાગતી નથી. આત્મા તો જેમકે ઇન્સ્યોર (સલામત) છે. આત્માને ક્યારેય ઇન્સ્યોર કરાવો છો શું? ઇન્સ્યોર તો શરીરનું કરાવે છે. બાળકોને સમજાવાયું છે, આ ખેલ છે. આત્મા તો ઉપરમાં ૫ તત્વોથી પણ ઉપર રહે છે. ૫ તત્વોથી જ આખી દુનિયાની સામગ્રી બને છે. આત્મા તો નથી બનતો, આત્મા તો સદૈવ છે જ. ફક્ત પુણ્ય આત્મા, પાપ આત્મા બને છે. ૫ વિકારો થી આત્મા કેટલો ગંદી બની જાય છે. હવે બાપ આવ્યા છે પાપો થી છોડાવવા. વિકારથી આખું કેરેક્ટર (ચરિત્ર) બગડે છે. ચરિત્ર કોને કહેવાય છે-આ પણ કોઈને ખબર નથી. ગવાય પણ છે પાંડવ રાજ્ય, કૌરવ રાજ્ય. હમણાં પાંડવ કોણ છે, આ પણ કોઈ નથી જાણતું. હવે તમે સમજો છો આપણે ઈશ્વરીય ગવર્મેન્ટ નાં છીએ. બાપ આવ્યા છે રામરાજય સ્થાપન કરવા. આ સમયે ઈશ્વરીય ગવર્મેન્ટ શું કરે છે? આત્માઓને પાવન બનાવી દેવતા બનાવે છે. નહીં તો પછી દેવતા ક્યાંથી આવ્યા-આ કોઈ નથી જાણતાં એટલે આને ગુપ્ત ગવર્મેન્ટ કહેવાય છે. છે તો આ પણ મનુષ્ય પરંતુ દેવતા કેવી રીતે બન્યા, કોણે બનાવ્યા? દેવી-દેવતા તો હોય જ છે સ્વર્ગમાં. તો એમને સ્વર્ગવાસી કોણે બનાવ્યા? સ્વર્ગવાસી થી પછી નર્કવાસી બને છે. પછી નર્કવાસી સો સ્વર્ગવાસી બને છે. આ તમે પણ નહોતા જાણતાં. પછી બીજા કેવી રીતે જાણશે? સ્વર્ગ સતયુગને, નર્ક કળયુગને કહેવાય છે. આ પણ તમે હમણાં સમજો છો. આ ડ્રામા બનેલો છે. આ ભણતર છે જ પતિત થી પાવન બનવાનું. આત્મા જ પતિત બને છે. પતિત થી પાવન બનાવવું-આ ધંધો બાપે તમને શીખવાડ્યો છે. પાવન બનો તો પાવન દુનિયામાં ચાલશો. આત્મા જ પાવન બને ત્યારે તો સ્વર્ગનાં લાયક બને. આ જ્ઞાન તમને આ સંગમ પર જ મળે છે. પવિત્ર બનવાનું હથિયાર મળે છે. પતિત-પાવન એક બાબાને જ કહેવાય છે. કહે છે અમને પાવન બનાવો. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગનાં માલિક હતાં. પછી ૮૪ જન્મ લઇ પતિત બન્યાં છે. શ્યામ અને સુંદર, તેમનું નામ પણ એવું રાખેલું છે પરંતુ મનુષ્ય અર્થ થોડી સમજે છે? શ્રીકૃષ્ણની પણ ક્લીયર સમજણ મળે છે. આમાં બે દુનિયાઓ કરી દીધી છે. હકીકતમાં દુનિયા તો એક જ છે. તે નવી અને જૂની થાય છે. પહેલા નાનાં બાળકો પછી મોટા થઈ વૃદ્ધ થાય છે. દુનિયા પણ નવી સો જૂની થાય છે. તમે કેટલા માથા મારો છો સમજાવવા માટે. પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છો ને? આ પણ સમજ્યાં છે ને? સમજ થી કેટલા મીઠા બન્યા છે. કોણે સમજાવ્યું? ભગવાને. લડાઈ વગેરેની તો વાત જ નથી. ભગવાન કેટલા સમજદાર, નોલેજફુલ બનાવે છે. શિવનાં મંદિરમાં જઈને નમન કરે છે પરંતુ એ શું છે, કોણ છે, આ કોઈ નથી જાણતું. શિવ કાશી વિશ્વનાથ ગંગા… બસ ફક્ત કહેતાં રહે છે, અર્થ જરા પણ નથી સમજતાં. સમજાવો તો કહેશે તમે અમને શું સમજાવશો? અમે તો વેદ-શાસ્ત્ર વગેરે બધુ વાંચેલું છે. આપ બાળકોમાં નંબરવાર છે જે આ ધારણા કરે છે. કોઈ તો ભૂલી જાય છે કારણ કે બિલ્કુલ પથ્થર બુદ્ધિ બની ગયા છે. તો હમણાં જે પારસ બુદ્ધિ બન્યા છે એમનું જ કામ છે બીજાને પણ પારસ બુદ્ધિ બનાવવાં. પથ્થરબુદ્ધિ ની એક્ટિવિટી (પ્રવૃત્તિ) જ એવી રીતે ચાલે છે કારણકે હંસ-બગલા થયા ને. હંસ ક્યારેય કોઈને દુઃખ નથી આપતા. બગલા દુઃખ આપે છે. તેમને અસુર કહેવાય છે. ઓળખ નથી રહેતી. ઘણા સેન્ટર્સ પર પણ આવા વિકારી બહુ જ આવી જાય છે. બહાના બનાવે છે અમે પવિત્ર રહીએ છીએ પરંતુ છે જુઠ્ઠું. કહેવાય પણ છે જૂઠ્ઠી દુનિયા… હમણાં છે સંગમ. કેટલો ફરક રહે છે. જે જુઠ્ઠું બોલે, જૂઠ્ઠા કામ કરે, તે જ થર્ડ ગ્રેડ બને છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ગ્રેડ હોય છે ને? બાપ બતાવી શકે છે-આ થર્ડ ગ્રેડ છે.

બાપ સમજાવે છે પવિત્રતાનું પૂરું સબૂત (પ્રમાણ) આપવાનું છે. કોઈ કહે છે તમે બંને સાથે રહી પવિત્ર રહો છો - આ તો અસંભવ છે. પરંતુ બાળકોમાં યોગબળ ન હોવાનાં કારણે આટલી સહજ વાત પણ પૂરી રીતે સમજાવી નથી શકતા. તેમને આ વાત કોઈ નથી સમજાવતું કે અહીં અમને ભગવાન ભણાવે છે. તે કહે છે પવિત્ર બનવાથી તમે ૨૧ જન્મ સ્વર્ગનાં માલિક બનશો. જબરદસ્ત લોટરી મળે છે. આપણને વધારે જ ખુશી થાય છે. ઘણા બાળકો ગાંધર્વ-વિવાહ કરી પવિત્ર રહી દેખાડે છે. દેવી-દેવતાઓ પવિત્ર છે ને. અપવિત્ર થી પવિત્ર તો એક બાપ જ બનાવશે. આ પણ સમજાવ્યું છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. જ્ઞાન અને ભક્તિ અડધું-અડધું છે પછી ભક્તિ નાં પછી છે વૈરાગ્ય. હવે આ પતિત દુનિયામાં નથી રહેવાનું, આ કપડા ઉતારી ઘરે જવાનું છે. ૮૪નું ચક્ર હવે પૂરું થયું. હવે આપણે જઈએ છીએ શાંતિધામ. પહેલા-પહેલા અલ્ફની વાત નથી ભૂલવાની. આ પણ બાળકો સમજે છે આ જૂની દુનિયા ખતમ જરુર થવાની છે. બાપ નવી દુનિયા સ્થાપન કરે છે. બાપ અનેકવાર નવી દુનિયા સ્થાપન કરવા આવે છે પછી નર્કનો વિનાશ થઈ જાય છે. નર્ક કેટલું મોટું છે, સ્વર્ગ કેટલું નાનું છે. નવી દુનિયામાં છે એક ધર્મ. અહીં તો કેટલાં અસંખ્ય ધર્મ છે. લખેલું પણ છે શંકર દ્વારા વિનાશ. અનેક ધર્મોનો વિનાશ થાય છે પછી બ્રહ્મા દ્વારા એક ધર્મની સ્થાપના થાય છે. આ ધર્મ કોણે સ્થાપન કર્યો? બ્રહ્માએ તો નથી કર્યો! બ્રહ્મા જ પતિત થી પછી પાવન બને છે. મારા માટે તો નહીં કહેશે પતિત થી પાવન .પાવન છે તો લક્ષ્મી-નારાયણ નામ છે, પતિત છે તો બ્રહ્મા નામ છે. બ્રહ્માનો દિવસ, બ્રહ્માની રાત. શિવબાબા ને અનાદિ ક્રિએટર (રચયિતા) કહેવાય છે. આત્માઓ તો છે જ છે. આત્માઓનાં ક્રિએટર નહીં કહેવાશે એટલે અનાદિ કહેવાય છે. બાપ અનાદિ તો આત્માઓ પણ અનાદિ છે. ખેલ પણ અનાદિ છે. આ અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. સ્વ આત્માને સૃષ્ટિચક્ર નાં આદિ, મધ્ય, અંત નું ડ્યુરેશન (સમયગાળા) નું જ્ઞાન મળે છે. આ કોણે દીધું? બાપે. તમે ૨૧ જન્મ માટે ધણી નાં બની જાઓ છો પછી રાવણનાં રાજ્યમાં નિધન નાં બની જાઓ છો. પછી કેરેક્ટર બગડવા લાગે છે. વિકાર છે ને? મનુષ્ય સમજે છે નર્ક-સ્વર્ગ બધું સાથે ચાલે છે. હવે આપ બાળકોને કેટલું ક્લિયર (સ્પષ્ટ) સમજાવાય છે. હમણાં તમે ગુપ્ત છો, શાસ્ત્રોમાં શું-શું લખી દીધું છે. કેટલું સુત મુંઝાયેલું છે. બાપને જ બોલાવે છે અમે કોઈ કામનાં નથી રહ્યા. આવીને પાવન બનાવીને અમારા કેરેક્ટર સુધારો. તમારા કેટલાં કેરેક્ટર્સ સુધરે છે. કોઈ તો સુધરવાને બદલે વધારે જ બગડે છે. ચલન થી જ ખબર પડી જાય છે. આજે હંસ કહેવાય છે, કાલે બગલા બની જાય છે. વાર નથી લાગતી. માયા પણ બહુ જ ગુપ્ત છે. અહીં કંઈ જોવામાં આવે થોડી જ છે? બહાર નીકળવાથી દેખાઈ જાય છે પછી આશ્ચર્યવત્ સુનન્તી...ભાગન્તી થઈ જાય છે. એટલાં જોરથી પડે છે જે હાડકાં જ તૂટી જાય છે. ઇન્દ્રપ્રસ્થ ની વાત છે. ખબર તો પડી જ જાય છે. આવાએ પછી સભામાં ન આવવું જોઈએ. થોડું ઘણું-જ્ઞાન સાંભળ્યું છે તો સ્વર્ગ માં આવી જ જાય છે. જ્ઞાન નો વિનાશ નથી થતો. હવે બાપ કહે છે પુરુષાર્થ કરી ઊંચ પદ ને પામો. જો વિકારમાં ગયા તો પદ ભ્રષ્ટ થઇ જશે. હમણાં તમે સમજો છો કે આ ચક્ર કેવી રીતે ફરે છે?

હમણાં આપ બાળકોની બુદ્ધિ કેટલી પલટાય છે તો પણ માયા દગો જરુર દે છે. ઈચ્છા માત્રમ્ અવિદ્યા. કોઈ ઈચ્છા રાખી તો ગયા. વર્થ નોટ અ પેની બની જાય છે. સારા-સારા મહારથીઓને પણ માયા કોઈ ન કોઈ પ્રકાર થી દગો આપી દે છે પછી તેઓ દિલ પર ચઢી નથી શકતાં. કોઈ તો બાળકો એવા હોય છે જે બાપને પણ ખતમ કરવામાં વાર નથી કરતાં. પરિવારને પણ ખતમ કરી દે છે. મહાન પાપ આત્માઓ છે. રાવણ શું-શું કરાવી દે છે. બહુજ નફરત આવે છે. કેટલી ગંદી દુનિયા છે, આનાથી ક્યારેય દિલ નથી લગાડવાનું. પવિત્ર બનવાની બહુજ હિમ્મત જોઈએ. વિશ્વની બાદશાહીની પ્રાઈઝ લેવા માટે પવિત્રતા છે મુખ્ય. પવિત્રતા પર કેટલા હંગામા થાય છે. ગાંધીજી પણ કહેતાં હતાં હે પતિત-પાવન, આવો. હવે બાપ કહે છે હિસ્ટ્રી-જોગ્રાફી ફરીથી રીપીટ થાય છે. બધાએ પાછું આવવાનું જ છે, ત્યારે તો સાથે જઈએ. બાપ પણ તો આવ્યા છે ને-બધાને ઘરે લઈ જવા માટે. બાપનાં આવ્યા વગર કોઈ પાછું જઈ ન શકે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા નાં ધોખા થી બચવા માટે કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી રાખવાની. ઈચ્છા માત્રમ્ અવિદ્યા બનવાનું છે.

2. વિશ્વની બાદશાહીની પ્રાઈઝ લેવા માટે મુખ્ય છે પવિત્રતા, એટલે પવિત્ર બનવાની હિમ્મત રાખવાની છે. પોતાનાં કેરેકટર સુધારવાનાં છે.

વરદાન :-
સદા યાદની છત્રછાયા ની નીચે મર્યાદા ની લકીર ની અંદર રહેવાવાળા માયાજીત વિજયી ભવ

બાપ ની યાદ જ છત્રછાયા છે, છત્રછાયા માં રહેવું અર્થાત્ માયાજીત વિજયી બનવું. સદા યાદની છત્રછાયા ની નીચે અને મર્યાદા ની લકીર ની અંદર રહો તો કોઈની હિંમત નથી અંદર આવવાની. મર્યાદા ની લકીર થી બહાર નીકળો છો તો માયા પણ પોતાના બનાવવામાં હોશિયાર છે. પરંતુ અમે અનેક વાર વિજયી બન્યા છીએ, વિજય માળા આપણી જ યાદગાર છે, આ સ્મૃતિ થી સદા સમર્થ રહો તો માયા થી હાર થઈ નથી શકતી.

સ્લોગન :-
સર્વ ખજાનાઓને સ્વયં માં સમાવી લો તો સંપન્નતા નો અનુભવ થતો રહેશે.