15-01-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યા છે આપ બાળકો ને સ્વચ્છ બુદ્ધિ બનાવવા , જ્યારે સ્વચ્છ બનો ત્યારે તમે દેવતા બની શકશો”

પ્રશ્ન :-
આ ડ્રામા નો પૂર્વ-નિર્ધારિત પ્લાન કયો છે, જેનાથી બાપ પણ છૂટી નથી શકતાં?

ઉત્તર :-
દરેક કલ્પ માં બાપે પોતાનાં બાળકોની પાસે આવવાનું જ છે, પતિત દુઃખી બાળકોને સુખી બનાવવાનાં જ છે-આ ડ્રામા નો પ્લાન બનેલો છે, આ બંધન થી બાપ પણ નથી છૂટી શકતાં.

પ્રશ્ન :-
ભણાવવા વાળા બાપ ની મુખ્ય વિશેષતા કઈ છે?

ઉત્તર :-
એ બહુ જ નિરહંકારી બની પતિત દુનિયા, પતિત તન માં આવે છે. બાપ આ સમયે તમને સ્વર્ગ નાં માલિક બનાવે છે, તમે પછી દ્વાપર માં એમનાં માટે સોના નાં મંદિર બનાવો છો.

ગીત :-
ઇસ પાપ કી દુનિયા સે...

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ આ ગીત સાંભળ્યું કે બે દુનિયા છે-એક પાપ ની દુનિયા, એક પુણ્ય ની દુનિયા. દુઃખ ની દુનિયા અને સુખ ની દુનિયા. સુખ જરુર નવી દુનિયા, નવાં મકાન માં હોઈ શકે છે. જૂનાં મકાન માં દુઃખ જ હોય છે એટલે એને ખતમ કરાય છે. પછી નવાં મકાન માં સુખ માં બેસવાનું હોય છે. હવે બાળકો જાણે છે ભગવાન ને કોઈ મનુષ્ય માત્ર નથી જાણતાં. રાવણ રાજ્ય હોવાનાં કારણે બિલકુલ જ પથ્થર બુદ્ધિ, તમોપ્રધાન બુદ્ધિ થઈ ગયા છે. બાપ આવીને સમજાવે છે મને ભગવાન તો કહે છે પરંતુ જાણતા કોઈ પણ નથી. ભગવાન ને નથી જાણતા તો કોઈ કામ નાં ન રહ્યાં. દુઃખ માં જ હે પ્રભુ, હે ઈશ્વર કહી પોકારે છે. પરંતુ વન્ડર છે, એક પણ મનુષ્ય માત્ર બેહદ નાં બાપ રચયિતા ને જાણતા નથી. કહી દે છે સર્વવ્યાપી છે, કચ્છ-મચ્છ માં પરમાત્મા છે. આ તો પરમાત્મા ની ગ્લાનિ કરે છે. બાપ ને કેટલા બદનામ કરે છે એટલે ભગવાનુવાચ છે - જ્યારે ભારત માં મારી અને દેવી-દેવતાઓની ગ્લાનિ કરતા-કરતા સીડી ઉતરતા તમોપ્રધાન બની જાય છે, ત્યારે હું આવું છું. ડ્રામા અનુસાર બાળકો કહે છે આ પાર્ટ માં ફરી પણ આવવું પડશે. બાપ કહે છે આ ડ્રામા બનેલો છે. હું પણ ડ્રામા નાં બંધન માં બંધાયેલો છું. આ ડ્રામા થી હું પણ છૂટી નથી શકતો. મારે પણ પતિતો ને પાવન બનાવવા આવવું જ પડે છે. નહીં તો નવી દુનિયા કોણ સ્થાપન કરશે? બાળકો ને રાવણ રાજ્ય નાં દુઃખો થી છોડાવી નવી દુનિયામાં કોણ લઈ જશે? ભલે આ દુનિયા માં આમ તો ખૂબ ધનવાન મનુષ્યો છે, સમજે છે અમે તો સ્વર્ગ માં બેઠાં છીએ, ધન છે, મહેલ છે, એરોપ્લેન છે પરંતુ અચાનક જ કોઈ બીમાર પડી જાય છે, બેઠાં-બેઠાં મરી જાય છે, કેટલું દુઃખ થાય છે? તેમને આ ખબર નથી કે સતયુગ માં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી, દુઃખ ની વાત નથી. ત્યાં આયુષ્ય પણ લાંબુ રહે છે. અહીં તો અચાનક મરી જાય છે. સતયુગ માં આવી વાતો હોતી નથી. ત્યાં શું હોય છે? આ પણ કોઈ નથી જાણતા એટલે બાપ કહે છે કેટલાં તુચ્છ બુદ્ધિ છે! હું આવીને એમને સ્વચ્છ બુદ્ધિ બનાવું છું. રાવણ પથ્થર બુદ્ધિ, તુચ્છ બુદ્ધિ બનાવે છે. ભગવાન સ્વચ્છ બુદ્ધિ બનાવી રહ્યા છે. બાપ તમને મનુષ્ય થી દેવતા બનાવી રહ્યા છે. બધા બાળકો કહે છે સૂર્યવંશી મહારાજા-મહારાણી બનવા આવ્યા છીએ. મુખ્ય-ઉદ્દેશ સામે છે. નર થી નારાયણ બનવાનું છે. આ છે સત્યનારાયણ ની કથા. પછી ભક્તિ માં બ્રાહ્મણ કથા સંભળાવતાં રહે છે. સાચે જ કોઈ નર થી નારાયણ બને થોડી છે? તમે તો સાચે જ નર થી નારાયણ બનવા આવ્યા છો. કોઈ-કોઈ પૂછે છે તમારી સંસ્થા નો ઉદ્દેશ શું છે? બોલો નર થી નારાયણ બનવું-આ છે અમારો ઉદ્દેશ. પરંતુ આ કોઈ સંસ્થા નથી. આ તો પરિવાર છે. મા, બાપ અને બાળકો બેઠાં છે. ભક્તિમાર્ગ માં તો ગાતા હતાં તુમ માત-પિતા… હે માતા-પિતા જ્યારે આપ આવો છો તો અમે તમારી પાસે થી સુખ ઘનેરા (અથાહ) લઈએ છીએ, અમે વિશ્વ નાં માલિક બનીએ છીએ. હવે તમે વિશ્વ નાં માલિક બનો છો ને? તે પણ સ્વર્ગ નાં. હવે આવાં બાપ ને જોતા કેટલો ખુશી નો પારો ચઢવો જોઈએ? જેમને અડધો કલ્પ યાદ કર્યા છે-હે ભગવાન, આવો, તમે આવશો તો અમે તમારી પાસે થી બહુ જ સુખ મેળવીશું. આ બેહદ નાં બાપ તો બેહદ નો વારસો આપે છે, તે પણ ૨૧ જન્મો માટે. બાપ કહે છે-હું તમને દૈવી સંપ્રદાય બનાવું છું, રાવણ આસુરી સંપ્રદાય બનાવે છે. હું આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરું છું. ત્યાં પવિત્રતા નાં કારણે આયુષ્ય પણ લાંબુ રહે છે. અહીં છે ભોગી, અચાનક મરતા રહે છે. ત્યાં યોગ થી વારસો મળેલો હોય છે. આયુષ્ય પણ ૧૫૦ વર્ષ રહે છે. પોતાનાં સમય પર એક શરીર છોડી બીજું લે છે. તો આ નોલેજ બાપ જ આપે છે. ભક્ત ભગવાન ને શોધે છે, સમજે છે શાસ્ત્ર વાંચવા, તીર્થ વગેરે કરવા - આ બધા ભગવાન ને મળવાનાં રસ્તા છે. બાપ કહે છે આ રસ્તા નથી. રસ્તો તો હું જ બતાવીશ. તમે તો કહેતા હતાં - હે આંધળાઓ ની લાઠી પ્રભુ, આવો, અમને શાંતિધામ-સુખધામ માં લઈ ચાલો. તો બાપ જ સુખધામ નો રસ્તો બતાવે છે. બાપ ક્યારેય દુઃખ નથી દેતાં. આ તો બાપ પર ખોટા આરોપ લગાવી દે છે. કોઈ મરે છે તો ભગવાન ને ગાળો આપવા લાગી જાય છે. બાપ કહે છે હું થોડી કોઈને મારુ છું કે દુઃખ આપું છું? આ તો દરેક નો પોતાનો પાર્ટ છે. હું જે રાજ્ય સ્થાપન કરું છું, ત્યાં અકાળે મૃત્યુ, દુઃખ વગેરે ક્યારેય થતું જ નથી. હું તમને સુખધામ લઈ જાઉં છું. બાળકો નાં રુવાંટા ઉભા થઈ જવા જોઈએ. ઓહો, બાબા આપણને પુરુષોત્તમ બનાવી રહ્યા છે. મનુષ્યો ને આ ખબર જ નથી કે સંગમયુગ ને પુરુષોત્તમ કહેવાય છે. ભક્તિમાર્ગ માં ભક્તોએ પછી પુરુષોત્તમ માસ વગેરે બનાવ્યા છે. હકીકત માં છે પુરુષોત્તમ યુગ, જ્યારે બાપ આવીને ઊંચા માં ઊંચા બનાવે છે. હમણાં તમે પુરુષોત્તમ બની રહ્યા છો. સૌથી ઊંચા માં ઊંચા પુરુષોત્તમ, લક્ષ્મી-નારાયણ જ છે. મનુષ્ય તો કંઈ પણ સમજતા નથી. ચઢતી કળા માં લઈ જવાવાળા એક જ બાપ છે. સીડી પર કોઈને પણ સમજાવવું ખૂબ સહજ છે. બાપ કહે છે હવે ખેલ પૂરો થયો, ઘરે ચાલો. હવે આ જૂનું છી-છી શરીર છોડવાનું છે. તમે પહેલાં નવી દુનિયામાં સતોપ્રધાન હતાં પછી ૮૪ જન્મ ભોગવી તમોપ્રધાન શૂદ્ર બન્યા છો. હવે ફરી શૂદ્ર થી બ્રાહ્મણ બન્યા છો. હમણાં બાપ આવ્યા છે ભક્તિ નું ફળ આપવા. બાપે સતયુગ માં ફળ આપ્યું હતું. બાપ છે જ સુખદાતા. બાપ પતિત-પાવન આવે છે તો આખી દુનિયાનાં મનુષ્ય-માત્ર તો શું, પ્રકૃતિ ને પણ સતોપ્રધાન બનાવે છે. હમણાં તો પ્રકૃતિ પણ તમોપ્રધાન છે. અનાજ વગેરે મળતું જ નથી, તે સમજે છે અમે આ-આ કરીએ છીએ. આવતા વર્ષે ખૂબ અનાજ થશે. પરંતુ કંઈ પણ થતું નથી. નેચરલ કેલેમિટીઝ (કુદરતી આપદાઓ) ને કોઈ શું કરી શકશે? ફેમન (દુકાળ) પડશે, અર્થક્વેક (ધરતીકંપ) થશે, બીમારીઓ થશે. લોહી ની નદીઓ વહેશે. આ એ જ મહાભારત લડાઈ છે. હવે બાપ કહે છે તમે પોતાનો વારસો મેળવી લો. હું આપ બાળકો ને સ્વર્ગ નો વારસો આપવા આવ્યો છું. માયા રાવણ શ્રાપ આપે છે, નર્ક નો વારસો આપે છે. આ પણ ખેલ બનેલો છે. બાપ કહે છે ડ્રામા અનુસાર હું પણ શિવાલય સ્થાપન કરું છું. આ ભારત શિવાલય હતું, હમણાં વેશ્યાલય છે. વિષય સાગર માં ગોથા ખાતા રહે છે.

હમણાં આપ બાળકો જાણો છો બાબા આપણ ને શિવાલય માં લઈ જાય છે તો આ ખુશી રહેવી જોઈએ ને? આપણ ને બેહદ નાં ભગવાન ભણાવી રહ્યા છે. બાપ કહે છે હું તમને વિશ્વ નાં માલિક બનાવું છું. ભારતવાસી પોતાનાં ધર્મ ને જ નથી જાણતાં. આપણો સમુદાય તો મોટા માં મોટો છે જેનાંથી બીજા સમુદાયો નીકળે છે. આદિ સનાતન કયો ધર્મ, કયો સમુદાય હતો? આ સમજતા નથી. આદિ સનાતન દેવી-દેવતા ધર્મવાળા નો સમુદાય, પછી સેકન્ડ નંબર માં ચંદ્રવંશી સમુદાય, પછી ઈસ્લામી વંશ નો સમુદાય. આ આખા ઝાડ નાં રહસ્ય બીજા કોઈ સમજાવી ન શકે. હમણાં તો જુઓ કેટલાં સમુદાય છે? ડાળીઓ કેટલી છે? આ છે વિવિધ ધર્મો નું ઝાડ, આ વાતો બાપ જ આવીને બુદ્ધિ માં નાખે છે. આ ભણતર છે, આ તો રોજ ભણવું જોઈએ. ભગવાનુવાચ-હું તમને રાજાઓ નાં રાજા બનાવું છું. પતિત રાજાઓ તો વિનાશી ધન દાન કરવાથી બની શકાય છે. હું તમને એવા પાવન બનાવું છું જે તમે ૨૧ જન્મ માટે વિશ્વ નાં માલિક બનો છો. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી. પોતાનાં સમય પર શરીર છોડે છે. આપ બાળકો ને ડ્રામા નાં રહસ્ય પણ બાપે સમજાવ્યા છે. તે બાયસ્કોપ, ડ્રામા વગેરે નીકળ્યા છે તો આનાં પર સમજાવવાનું પણ સહજ થાય છે. આજકાલ તો ખૂબ ડ્રામા વગેરે બનાવે છે. મનુષ્યો ને ખૂબ શોખ થઈ ગયા છે. તે બધા છે હદ નાં, આ છે બેહદ નો ડ્રામા. આ સમયે માયા નો પામ્પ (ભપકો) બહુ જ છે. મનુષ્ય સમજે છે-હવે તો સ્વર્ગ બની ગયું છે. પહેલાં થોડી આટલાં મોટા બિલ્ડીંગ વગેરે હતાં? તો કેટલું આપોઝિશન (વિરોધ) છે. ભગવાન સ્વર્ગ રચે છે તો માયા પણ પોતાનું સ્વર્ગ દેખાડે છે. આ છે બધો માયા નો પામ્પ. આનું પતન થવાનું છે કેટલી જબરજસ્ત માયા છે! તમારે તેનાથી મુખ ફેરવી લેવાનું છે. બાપ છે જ ગરીબ નિવાઝ. સાહૂકારો માટે સ્વર્ગ છે, ગરીબ બિચારા નર્ક માં છે. તો હવે નર્કવાસીઓ ને સ્વર્ગવાસી બનાવવાનાં છે. ગરીબ જ વારસો લેશે, સાહૂકાર તો સમજે છે અમે સ્વર્ગ માં બેઠાં છીએ. સ્વર્ગ-નર્ક અહીં જ છે. આ બધી વાતો ને હવે તમે સમજો છો. ભારત કેટલું ભિખારી બની ગયું છે! ભારત જ કેટલું સાહૂકાર હતું? એક જ આદિ સનાતન ધર્મ હતો. હમણાં પણ કેટલી જૂની ચીજો નીકાળતાં રહે છે? કહે છે આટલા વર્ષો ની જૂની ચીજ છે. હાડકા કાઢે છે, કહે છે આટલાં લાખો વર્ષ નાં છે. હવે લાખો વર્ષ નાં હાડકા પાછા ક્યાંથી નીકળી શકે? તેની પછી કિંમત પણ કેટલી રાખે છે?

બાપ સમજાવે છે હું આવીને બધાની સદ્દગતિ કરું છું, આમનાં માં પ્રવેશ કરીને આવું છું. આ બ્રહ્મા સાકારી છે, આ જ પછી સૂક્ષ્મવતનવાસી ફરિશ્તા બને છે. એ અવ્યક્ત, આ વ્યક્ત. બાપ કહે છે હું અનેક જન્મો નાં અંત નાં પણ અંત માં આવું છું, જે નંબરવન પાવન તે પછી નંબરવન પતિત. હું આમનાં માં આવું છું કારણકે આમને જ ફરી નંબરવન પાવન બનવાનું છે. આ સ્વયં ને ક્યાં કહે છે કે હું ભગવાન છું, ફલાણો છું. બાપ પણ સમજે છે હું આ તન માં પ્રવેશ કરી આમનાં દ્વારા બધાને સતોપ્રધાન બનાવું છું. હવે બાપ બાળકો ને સમજાવે છે તમે અશરીરી આવ્યા હતાં પછી ૮૪ જન્મ લઈ પાર્ટ ભજવ્યો, હવે પાછા જવાનું છે. સ્વયં ને આત્મા સમજો, દેહ-અભિમાન તોડો. ફક્ત યાદ ની યાત્રા પર રહેવાનું છે બીજી કોઈ તકલીફ નથી. જે પવિત્ર બનશે, નોલેજ સાંભળશે એ જ વિશ્વ નાં માલિક બનશે. કેટલી મોટી સ્કૂલ છે? ભણાવવાવાળા બાપ કેટલા નિરહંકારી બની પતિત દુનિયા, પતિત તન માં આવે છે? ભક્તિમાર્ગ માં તમે એમનાં માટે કેટલાં સરસ સોના નાં મંદિર બનાવો છો! આ સમયે તમને સ્વર્ગ નાં માલિક બનાવું છું તો પતિત શરીર માં આવીને બેસું છું. પછી ભક્તિમાર્ગ માં તમે મને સોમનાથ મંદિર માં બેસાડો છો. સોના હીરા નાં મંદિર બનાવો છો કારણકે તમે જાણો છો આપણ ને સ્વર્ગ નાં માલિક બનાવે છે એટલે ખાતરી કરો છો. આ બધા રહસ્ય સમજાવ્યા છે. ભક્તિ પહેલાં અવ્યભિચારી પછી વ્યભિચારી હોય છે. આજકાલ જુઓ, મનુષ્યો ની પણ પૂજા કરતા રહે છે. ગંગા નાં કિનારા પર જુઓ શિવોહમ્ કહીને બેસી જાય છે. માતાઓ જઈને દૂધ ચઢાવે છે, પૂજા કરે છે. આ દાદાએ પોતે પણ કર્યુ છે, પુજારી નંબરવન બન્યા છે ને? વન્ડર છે ને? બાપ કહે છે આ વન્ડરફુલ દુનિયા છે. કેવી રીતે સ્વર્ગ બને છે, કેવી રીતે નર્ક બને છે? બધા રહસ્ય બાળકો ને સમજાવતા રહે છે. આ જ્ઞાન તો શાસ્ત્રો માં નથી. તે છે ફિલોસોફી (તત્વજ્ઞાન) નાં શાસ્ત્ર. આ છે. સ્પ્રિચ્યુઅલ (આધ્યાત્મિક) નોલેજ જે રુહાની પિતા તથા આપ બાળકો સિવાય કોઈ આપી ન શકે. અને આપ બ્રાહ્મણો સિવાય રુહાની નોલેજ કોઈને મળી ન શકે. જ્યાં સુધી બ્રાહ્મણ ન બને તો દેવતા બની ન શકે. આપ બાળકો ને ખૂબ ખુશી રહેવી જોઈએ, ભગવાન આપણ ને ભણાવે છે, શ્રીકૃષ્ણ નહીં. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા નો ખૂબ મોટો પામ્પ (ભપકો) છે, આનાંથી પોતાનું મુખ ફેરવી લેવાનું છે. સદા એ જ ખુશી માં રુવાંટા ઊભા થાય કે અમે તો હમણાં પુરુષોત્તમ બની રહ્યા છીએ, ભગવાન અમને ભણાવે છે.

2. વિશ્વ નું રાજ્ય-ભાગ્ય લેવા માટે ફક્ત પવિત્ર બનવાનું છે. જેમ બાપ નિરહંકારી બની પતિત દુનિયા, પતિત તન માં આવે છે, એવાં બાપ સમાન નિરહંકારી બની સેવા કરવાની છે.

વરદાન :-
એક ની સાથે સર્વ સંબંધ નિભાવવા વાળા સર્વ કિનારાઓ થી મુક્ત સંપૂર્ણ ફરિશ્તા ભવ

જેવી રીતે કોઈ ચીજ બનાવે છે તો જ્યારે તે બનીને તૈયાર થઈ જાય છે તો કિનારો છોડી દે છે, એવી રીતે જેટલા સંપન્ન સ્ટેજ ની સમીપ આવતા જશો એટલો સર્વ થી કિનારો થતો જશે. જ્યારે બધા બંધનો થી વૃતિ દ્વારા કિનારો થઈ જાય અર્થાત્ કોઈ માં પણ લગાવ ન હોય ત્યારે સંપૂર્ણ ફરિશ્તા બનશો. એક ની સાથે સર્વ સંબંધ નિભાવવા-આ જ ઠેકાણું છે, આનાંથી જ અંતિમ ફરિશ્તા જીવન ની મંઝિલ સમીપ અનુભવ થશે. બુદ્ધિ નું ભટકવાનું બંધ થઈ જશે.

સ્લોગન :-
સ્નેહ એવું ચુંબક છે જે ગ્લાનિ કરવા વાળા ને પણ સમીપ લઈ આવે છે.

પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો

મન્સા સેવા માટે મન, બુદ્ધિ વ્યર્થ વિચારવા થી મુક્ત હોવા જોઈએ. ‘મનમનાભવ’ નાં મંત્ર નું સહજ સ્વરુપ હોવું જોઈએ. જે શ્રેષ્ઠ આત્માઓ ની શ્રેષ્ઠ મન્સા અર્થાત્ સંકલ્પ શક્તિશાળી છે, શુભ ભાવના, શુભકામના વાળા છે તે મન્સા દ્વારા શક્તિઓ નું દાન આપી શકે છે.