15-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હવે
પાછાં ઘરે જવાનું છે એટલે દેહ સહિત દેહ નાં સર્વ સંબંધો ને ભૂલી એક બાપ ને યાદ કરો
, આ જ છે સાચ્ચી ગીતા નો સાર”
પ્રશ્ન :-
આપ બાળકો નો સહજ પુરુષાર્થ શું છે?
ઉત્તર :-
બાપ કહે છે તમે બિલકુલ ચુપ રહો, ચુપ રહેવાથી જ બાપ નો વારસો લઈ લેશો. બાપ ને યાદ
કરવાનાં છે, સુષ્ટિ ચક્ર ને ફરાવવાનું છે. બાપ ની યાદ થી તમારાં વિકર્મ વિનાશ થશે,
આયુ મોટી થશે અને ચક્ર ને જાણવાથી ચક્રવર્તી રાજા બની જશો-આ જ છે સહજ પુરુષાર્થ.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ ફરી થી સમજાવી રહ્યાં છે. રોજ-રોજ સમજણ આપે છે.
બાળકો તો સમજે છે બરાબર આપણે ગીતા નું જ્ઞાન ભણી રહ્યાં છીએ - કલ્પ પહેલાં ની જેમ.
પરંતુ શ્રીકૃષ્ણ નથી ભણાવતાં, પરમપિતા પરમાત્મા આપણને ભણાવે છે. એજ આપણને ફરી થી
રાજયોગ શીખવાડી રહ્યાં છે. તમે હમણાં ડાયરેક્ટ ભગવાન થી સાંભળી રહ્યાં છો.
ભારતવાસીઓનો બધો આધાર ગીતા પર જ છે, તે ગીતા માં પણ લખેલું છે કે રુદ્ર જ્ઞાન યજ્ઞ
રચ્યો. આ યજ્ઞ પણ છે તો પાઠશાળા પણ છે. બાપ જ્યારે સાચ્ચી ગીતા આવીને સંભળાવે છે તો
આપણે સદ્દગતિ ને મેળવીએ છીએ. મનુષ્ય આ નથી સમજતાં. બાપ જે સર્વ નાં સદ્દગતિ દાતા
છે, એમને જ યાદ કરવાનાં છે. ગીતા ભલે વાંચતા આવ્યાં છે પરંતુ રચયિતા અને રચના ને ન
જાણવાનાં કારણે નેતી-નેતી કરતાં આવ્યાં છે. સાચ્ચી ગીતા તો સાચાં બાપ જ આવીને
સંભળાવે છે, આ છે વિચાર સાગર મંથન કરવાની વાતો. જે સર્વિસ (સેવા) પર હશે તેમનું સારી
રીતે ધ્યાન જશે. બાબાએ કહ્યું છે - દરેક ચિત્ર માં જરુર લખેલું હોય જ્ઞાનસાગર
પતિત-પાવન, ગીતા જ્ઞાન દાતા પરમપ્રિય પરમપિતા, પરમશિક્ષક, પરમ સદ્દગુરુ
શિવભગવાનુવાચ. આ અક્ષર તો જરુર લખો જે મનુષ્ય સમજી જાય-ત્રિમૂર્તિ શિવ પરમાત્મા જ
ગીતા નાં ભગવાન છે, નહીં કે શ્રીકૃષ્ણ. ઓપિનિયન (અભિપ્રાય) પણ આનાં પર લખાવે છે.
આપણી મુખ્ય છે ગીતા. બાપ દિવસે-દિવસે નવાં-નવાં પોઇન્ટસ (મુદ્દાઓ) પણ આપતાં રહે છે.
એવું ન આવવું જોઈએ કે પહેલાં કેમ નહીં બાબાએ કહ્યું? ડ્રામા માં નહોતું. બાબાની
મોરલી થી નવાં-નવાં પોઇન્ટસ કાઢવા જોઈએ. લખે પણ છે રાઇઝ (ઉત્થાન) અને ફોલ (પતન).
હિન્દી માં કહે છે ભારત નું ઉત્થાન અને પતન. રાઈઝ અર્થાત્ કન્સ્ટ્રકશન (નિર્માણ) ઓફ
ડીટી ડીનાયસ્ટી (દૈવી રાજ્ય), ૧૦૦ ટકા પ્યોરિટી (પવિત્રતા), પીસ (શાંતિ), પ્રોસપર્ટી
(સમૃદ્ધિ) ની સ્થાપના થાય છે, ફરી અડધાકલ્પ બાદ ફોલ (પતન) થાય છે. ડેવિલ ડીનાયસ્ટી
નો ફોલ. રાઈઝ એન્ડ કન્સ્ટ્રક્શન ડીટી ડીનાયસ્ટી નું હોય છે. ફોલ ની સાથે ડિસ્ટ્રકશન
લખવાનું છે.
તમારો બધો આધાર ગીતા
પર છે. બાપ જ આવીને સાચ્ચી ગીતા સંભળાવે છે. બાબા રોજ આનાં પર જ સમજાવે છે. બાળકો
તો આત્મા જ છે. બાપ કહે છે આ દેહ નાં બધા વિસ્તાર ને ભૂલી સ્વયં ને આત્મા સમજો.
આત્મા શરીર થી અલગ થઈ જાય છે તો બધા સંબંધ ભૂલી જાય છે. તો બાપ પણ કહે છે દેહ નાં
બધા સંબંધ છોડી સ્વયં ને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. હવે ઘરે જવું છે ને!
અડધોકલ્પ પાછાં જવાં માટે જ આટલી ભક્તિ વગેરે કરી છે. સતયુગ માં તો કોઈ પાછાં જવાનો
પુરુષાર્થ નથી કરતાં. ત્યાં તો સુખ જ સુખ છે. ગવાય પણ છે દુઃખ માં સિમરણ સૌ કરે,
સુખ માં કરે ન કોઈ. પરંતુ સુખ ક્યારે છે, દુઃખ ક્યારે છે - આ નથી સમજતાં. આપણી બધી
વાતો છે ગુપ્ત. આપણે પણ રુહાની મિલેટ્રી છીએ ને? શિવબાબા ની શક્તિ સેના છીએ. આનો
અર્થ પણ કોઈ સમજી ન શકે. દેવીઓ વગેરે ની આટલી પૂજા થાય છે પરંતુ કોઈ ની પણ
બાયોગ્રાફી (જીવનકહાણી) ને નથી જાણતાં. જેમની પૂજા કરે છે, તેમની બાયોગ્રાફી ને
જાણવું જોઈએ ને? ઊંચા માં ઊંચી શિવ ની પૂજા છે પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર ની પછી
લક્ષ્મી-નારાયણ, રાધે-કૃષ્ણ નાં મંદિર છે. બીજા તો કોઈ છે નહીં. એક જ શિવબાબા પર
કેટલાં ભિન્ન-ભિન્ન નામ રાખી મંદિર બનાવ્યાં છે. હવે તમારી બુદ્ધિ માં આખું ચક્ર
છે. ડ્રામા માં મુખ્ય એક્ટર્સ પણ હોય છે ને? તે છે હદ નો ડ્રામા. આ છે બેહદ નો
ડ્રામા. આમાં મુખ્ય કોણ-કોણ છે? આ તમે જાણો છો. મનુષ્ય તો કહી દે છે રામજી સંસાર
બન્યો જ નથી. આનાં પર પણ એક શાસ્ત્ર બનાવ્યું છે. અર્થ કાંઈ પણ નથી સમજતાં.
બાપે આપ બાળકો ને ખૂબ
સહજ પુરુષાર્થ શીખવાડ્યો છે. સૌથી સહજ પુરુષાર્થ છે - તમે બિલકુલ ચુપ રહો. ચુપ
રહેવાથી જ બાપ નો વારસો લઈ લેશો. બાપ ને યાદ કરવાનાં છે. સૃષ્ટિ ચક્ર ને યાદ કરવાનું
છે. બાપની યાદ થી તમારાં વિકર્મ વિનાશ થશે. તમે નિરોગી બનશો. આયુ મોટી થશે. ચક્ર ને
જાણવાથી ચક્રવર્તી રાજા બનશો. હમણાં છો નર્ક નાં માલિક પછી સ્વર્ગ નાં માલિક બનશો.
સ્વર્ગ નાં માલિક તો બધા બને છે પછી તેમાં છે પદ. જેટલાં આપ સમાન બનાવશો એટલું ઊંચું
પદ મળશે. અવિનાશી જ્ઞાન-રત્નો નું દાન જ નહીં કરશો તો રિટર્ન (વળતર) માં શું મળશે?
કોઈ સાહૂકાર બને છે તો કહેવાય છે આમણે પાછલાં જન્મ માં દાન-પુણ્ય સારું કર્યું છે.
હવે બાળકો જાણે છે રાવણ રાજ્ય માં તો બધા પાપ જ કરે છે, સૌથી પુણ્ય આત્મા છે શ્રી
લક્ષ્મી-નારાયણ. હાં, બ્રાહ્મણો ને પણ ઊંચા રાખશે જે બધાને ઊંચા બનાવે છે. તે તો
પ્રારબ્ધ છે. આ બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ કુલભૂષણ શ્રીમત પર આ શ્રેષ્ઠ કર્તવ્ય
કરે છે. બ્રહ્મા નું નામ છે મુખ્ય. ત્રિમૂર્તિ બ્રહ્મા કહે છે ને? હમણાં તો તમારે
દરેક વાત માં ત્રિમૂર્તિ શિવ કહેવું પડે. બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા
વિનાશ - આ તો ગાયન છે ને? વિરાટ રુપ પણ બનાવે છે, પરંતુ તેમાં ન શિવ ને દેખાડે છે,
ન બ્રાહ્મણો ને દેખાડે છે. આ પણ આપ બાળકોએ સમજાવવાનું છે. તમારામાં પણ યથાર્થ રીતે
મુશ્કેલ કોઈની બુદ્ધિમાં બેસે છે. અથાહ પોઇન્ટ્સ છે ને, જેને ટોપિક્સ (વિષય) પણ કહે
છે. કેટલાં ટોપિક્સ મળે છે. સાચ્ચી ગીતા ભગવાન નાં દ્વારા સાંભળવા થી મનુષ્ય થી
દેવતા, વિશ્વ નાં માલિક બની જાય છે. ટોપિક કેટલો સરસ છે. પરંતુ સમજાવવાની પણ અક્કલ
જોઈએ ને? આ વાત ક્લિયર (સ્પષ્ટ) લખવી જોઈએ જે મનુષ્ય સમજે અને પૂછે. કેટલું સહજ છે.
એક-એક જ્ઞાન નાં પોઇન્ટ લાખો-કરોડો રુપિયા નાં છે, જેનાથી તમે શું થી શું બનો છો!
તમારા કદમ-કદમ માં પદમ છે એટલે દેવતાઓને પણ પદમ નાં ફૂલ દેખાડે છે. આપ બ્રહ્મા મુખ
વંશાવલી બ્રાહ્મણો નું નામ જ ગુમ કરી દીધું છે. તે બ્રાહ્મણ લોકો કચ્છ માં કુરમ,
ગીતા લે છે. હમણાં તમે છો સાચાં બ્રાહ્મણ, તમારાં કચ્છ (બુદ્ધિ) માં છે સત્યમ્.
તેમનાં કચ્છ માં છે કુરમ. તો તમને નશો ચઢવો જોઇએ-અમે તો શ્રીમત પર સ્વર્ગ બનાવી
રહ્યાં છીએ, બાપ રાજયોગ શીખવાડી રહ્યાં છે. તમારી પાસે કોઈ પુસ્તક નથી. પરંતુ આ
સાધારણ બેજ જ તમારી સાચ્ચી ગીતા છે, એમાં ત્રિમૂર્તિ નું પણ ચિત્ર છે. તો આખી ગીતા
આમાં આવી જાય છે. સેકન્ડ માં આખી ગીતા સમજાવાય છે. આ બેજ દ્વારા તમે સેકન્ડ માં
કોઈને પણ સમજાવી શકો છો. આ તમારાં બાપ છે, એમને યાદ કરવાથી તમારાં પાપ વિનાશ થશે.
ટ્રેન માં જતાં, હરતાં-ફરતાં કોઈ પણ મળે, તમે તેમને સારી રીતે સમજાવો. કૃષ્ણપુરી
માં તો બધા જવાં ઈચ્છે છે ને? આ ભણતર થી આ બની શકાય છે. ભણતર થી રાજાઈ સ્થાપન થાય
છે. બીજા ધર્મ સ્થાપક કોઇ રાજાઈ નથી સ્થાપન કરતાં. તમે જાણો છો-આપણે રાજયોગ શીખીએ
છીએ ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે. કેટલું સરસ ભણતર છે. ફક્ત રોજ એક કલાક ભણો. બસ. તે
ભણતર તો ૪-૫ કલાક માટે હોય છે. આ એક કલાક પણ બસ છે. તે પણ સવાર નો સમય એવો છે જે
બધાને ફ્રી છે. બાકી કોઈ બાંધેલાં (બંધનમાં) વગેરે છે, સવારે નથી આવી શકતા તો બીજો
સમય રાખેલ છે. બેજ લગાવેલો હોય, ક્યાંય પણ જાઓ, આ સંદેશ દેતાં જાઓ. સમાચાર-પત્ર માં
તો બેજ નાખી ન શકાય, એક તરફ નો નાખી શકાય. મનુષ્ય એવી રીતે તો સમજી પણ નહીં શકે,
સિવાય સમજાવવાનાં. છે બહુજ સહજ. આ ધંધો તો કોઈ પણ કરી શકે છે. અચ્છા, સ્વયં ભલે યાદ
ન પણ કરે, બીજા ને યાદ અપાવે. તે પણ સારું છે. બીજાઓને કહેશે દેહી-અભિમાની બનો અને
પોતે દેહ-અભિમાની હશે તો કાંઈ ન કાંઈ વિકર્મ થતાં રહેશે. પહેલાં-પહેલાં તોફાન આવે
છે મન્સા માં, પછી કર્મણા માં આવે છે. મન્સા માં બહુજ આવશે, તેનાં પર પછી બુદ્ધિ થી
કામ લેવાનું છે, ખોટું કામ ક્યારેય કરવાનું નથી. સારા કર્મ કરવાના છે. સંકલ્પ સારા
પણ હોય છે, ખોટા પણ આવે છે. ખોટા ને રોકવાં જોઇએ. આ બુદ્ધિ બાપે આપી છે. બીજા કોઈ
સમજી ન શકે. તેઓ તો ખોટા કામ જ કરતાં રહે છે. તમારે હવે રાઈટ (સાચું) કામ જ કરવાનું
છે. સારા પુરુષાર્થ થી રાઈટ કામ થાય છે. બાપ તો દરેક વાત ખૂબ સારી રીતે સમજાવતાં રહે
છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ એક-એક
અવિનાશી જ્ઞાન-રત્ન લાખો-કરોડો રુપિયા નાં છે, આને દાન કરી કદમ-કદમ પર પદ્મો ની
કમાઈ જમા કરવાની છે. આપ સમાન બનાવીને ઊંચ પદ મેળવવાનું છે.
2. વિકર્મો થી બચવા
માટે દેહી-અભિમાની રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. મન્સા માં ક્યારેય ખરાબ સંકલ્પ આવે
તો તેને રોકવાનાં છે. સારા સંકલ્પ ચલાવવાનાં છે. કર્મેન્દ્રિયો થી ક્યારેય કોઈ ઉલટા
કર્મ નથી કરવાનાં.
વરદાન :-
રુહાનિયત નાં
પ્રભાવ દ્વારા ફરિશ્તા પણા નો મેકઅપ કરવા વાળા સર્વ નાં સ્નેહી ભવ
જે બાળકો સદા બાપદાદા
નાં સંગ માં રહે છે-એમને સંગ નો રંગ એવો લાગે છે જે દરેક નાં ચહેરા પર રુહાનિયત નો
પ્રભાવ દેખાય છે. જે રુહાનિયત માં રહેવાથી ફરિશ્તા પણા નો મેકઅપ સ્વતઃ થઈ જાય છે.
જેવી રીતે મેકઅપ કરવા પછી કેવા પણ હોય પરંતુ બદલાઇ જાય છે, મેકઅપ કરવાથી સુંદર લાગે
છે. અહીં પણ ફરિશ્તા પણા નાં મેકઅપ થી ચમકવા લાગશે અને આ રુહાની મેકઅપ સર્વ નાં
સ્નેહી બનાવી દેશે.
સ્લોગન :-
બ્રહ્મચર્ય,
યોગ તથા દિવ્ય ગુણો ની ધારણા જ વાસ્તવિક પુરુષાર્થ છે.
માતેશ્વરી જી નાં
અનમોલ મહાવાક્ય
“ કર્મ - બંધન તોડવાનો
પુરુષાર્થ”
ઘણાં મનુષ્ય પ્રશ્ન
પૂછે છે અમારે શું કરવાનું છે, કેવી રીતે સ્વયં નાં કર્મ-બંધન તોડીએ? હવે દરેક ની
જન્મપત્રી ને તો બાપ જાણે છે. બાળક નું કામ છે એકવાર પોતાનાં દિલ થી બાપને સમર્પિત
થઈ જાય, પોતાની જવાબદારી એમનાં હાથ માં આપી દે. પછી એ દરેક ને જોઈ સલાહ આપશે કે
તમારે શું કરવાનું છે, સહારો પણ પ્રેક્ટિકલ માં (વ્યવહાર) લેવાનો છે, બાકી એવું નહીં
ફક્ત સાંભળતા રહો અને પોતાની મત પર ચાલતાં રહો. બાપ સાકાર છે તો બાળકોએ પણ સ્થૂળ
માં પિતા, ગુરુ, શિક્ષક નો સહારો લેવાનો છે. એવું પણ નહીં આજ્ઞા મળે અને પાલન ન કરી
શકે તો વધારે જ અકલ્યાણ થઈ જાય. તો ફરમાન પાલન કરવાની પણ હિંમત જોઈએ, ચલાવવા વાળો
તો રમજબાજ છે, એ જાણે છે આનું કલ્યાણ શેમાં છે, તો તે એવું ડાયરેક્શન (માર્ગદર્શન)
આપશે કે કેવી રીતે કર્મબંધન તોડો. કોઈને પછી એ ખ્યાલ માં ન આવવું જોઈએ કે પછી બાળકો
વગેરે ની શું હાલત થશે? આમાં કોઈ ઘરબાર છોડવાની વાત નથી, આ તો થોડાં બાળકો નો આ
ડ્રામા માં પાર્ટ હતો તોડવાનો, જો આ પાર્ટ ન હોત તો તમારી જે હમણાં સેવા થઈ રહી છે
પછી કોણ કરત? હવે તો છોડવાની વાત જ નથી, પરંતુ પરમાત્મા નું થઈ જવાનું છે, ડરો નહીં,
હિંમત રાખો. બાકી જે ડરે છે તે ન પોતે ખુશી માં રહે છે, ન પછી બાપ નાં મદદગાર બને
છે. અહીં તો એમની સાથે પૂરા મદદગાર બનવાનું છે, જ્યારે જીવતે જીવ મરશે ત્યારે જ
મદદગાર બની શકે છે. ક્યાંય પણ અટકી પડશે તો પછી એ મદદ આપીને પાર કરશે. તો બાબા સાથે
મન્સા-વાચા-કર્મણા મદદગાર થવાનું છે, આમાં જરા પણ મોહની રગ હશે તો તે નીચે પાડી દેશે.
તો હિંમત રાખો આગળ વધો. ક્યાંય હિંમત માં કમજોર પડે છે તો મુંઝાઈ પડે છે એટલે પોતાની
બુદ્ધિ ને બિલકુલ પવિત્ર બનાવવાની છે. વિકાર નો જરા પણ અંશ ન હોય, મંઝિલ કાંઈ દૂર
છે કે! પરંતુ ચઢાણ થોડું વાંકું-ચૂકું છે, પરંતુ સમર્થ નો સહારો લેશો તો ન ડર છે, ન
થકાવટ છે. અચ્છા. ઓમ શાંતિ.
અવ્યક્ત ઈશારા -
સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો
તમારા બોલ અને સ્વરુપ
બંને સાથે-સાથે હોય - બોલ સ્પષ્ટ પણ હોય, એમાં સ્નેહ પણ હોય, નમ્રતા, મધુરતા અને
સત્યતા પણ હોય પરંતુ સ્વરુપ ની નમ્રતા પણ હોય, આ જ રુપ થી બાપ ને પ્રત્યક્ષ કરી શકશો.
નિર્ભય હોવ પરંતુ બોલ મર્યાદા નાં અંદર હોય, પછી તમારા શબ્દ કડક નહીં, મીઠાં લાગશે.