15-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ દુનિયા કબ્રિસ્તાન થવાની છે એટલે આનાંથી દિલ નહીં લગાવો , પરિસ્તાન ને યાદ કરો”

પ્રશ્ન :-
આપ ગરીબ બાળકો જેવું ખુશનસીબ દુનિયામાં કોઈ પણ નથી, કેમ?

ઉત્તર :-
કારણકે આપ ગરીબ બાળકો જ ડાયરેક્ટ એ બાપ નાં બન્યાં છો જેનાથી સદ્દગતિ નો વારસો મળે છે. ગરીબ બાળકો જ ભણે છે. સાહૂકાર જો થોડું ભણશે પણ, તો તેમને બાપ ની યાદ મુશ્કેલ થી રહેશે. તમને તો અંત માં બાપ સિવાય બીજું કંઈ પણ યાદ નહીં આવશે એટલે તમે સૌથી ખુશનસીબ છો.

ગીત :-
દિલ કા સહારા ટૂટ ન જાય…

ઓમ શાંતિ!
બાળકો પ્રત્યે બાપ સમજાવી રહ્યાં છે અને બાળકો સમજી રહ્યાં છે કે બરોબર આ જમાનો હવે કબ્રિસ્તાન બનવાનો છે. પહેલાં આ જમાનો પરિસ્તાન હતો, હવે જૂનો થઈ ગયો છે એટલે આને કબ્રિસ્તાન કહે છે. બધાએ કબ્રદાખિલ થવાનું છે. જૂની ચીજ કબ્રદાખિલ થાય છે અર્થાત્ માટીમાં મળી જાય છે. આ પણ ફક્ત આપ બાળકો જ જાણો છો, દુનિયા નથી જાણતી. કોઈક વિદેશીઓ ને ખબર હોય છે કે કબ્રદાખિલ થવાનો સમય દેખાય છે. આપ બાળકો પણ જાણો છો કે પરિસ્તાન સ્થાપન કરવા વાળા આપણા બાબા ફરી થી આવેલાં છે. બાળકો આ પણ સમજે છે, જો આ કબ્રિસ્તાન થી દિલ લગાવ્યું તો નુકસાન થઇ જશે. હમણાં તમે બેહદનાં બાપ પાસેથી બેહદ સુખ નો વારસો લઈ રહ્યાં છો, તે પણ કલ્પ પહેલાં ની જેમ. આ આપ બાળકોની બુદ્ધિમાં દરેક પગલે રહેવું જોઈએ તો આ જ મનમનાભવ છે. બાપ ની યાદ માં રહેવાથી જ પરિસ્તાની બનશો. ભારત પરિસ્તાન હતું બીજા ખંડ પરિસ્તાન નથી બનતાં. આ છે માયા રાવણ નો પામ્પ. આ થોડોક સમય ચાલવાનો છે. આ છે જુઠ્ઠો શો (દેખાવ). જુઠ્ઠી માયા, જુઠ્ઠી કાયા છે ને! આ અંત નો ભપકો છે. આને જોઈને સમજે છે, સ્વર્ગ તો હમણાં છે, પહેલાં નર્ક હતું. મોટા-મોટા મકાન બનાવતાં રહે છે. આ ૧૦૦ વર્ષ નો શો છે. ટેલીફોન, વીજળી, એરોપ્લેન વગેરે આ બધું ૧૦૦ વર્ષની અંદર બને છે. કેટલો શો છે એટલે સમજે છે સ્વર્ગ તો હમણાં છે. દિલ્લી જુનું કેવું હતું? હમણાં નવું દિલ્લી કેવી સારું બન્યું છે? નામ જ રાખ્યું છે ન્યુ દિલ્લી. બાપુજી ઇચ્છતાં હતાં નવી દુનિયા રામરાજ્ય હોય, પરિસ્તાન હોય. આ તો ટેમ્પરરી (અલ્પકાળ) પામ્પ છે. કેટલાં મોટા-મોટા મકાન, ફાઉન્ટેન (ફુવારા) વગેરે બનાવે છે, આને આર્ટિફિશિયલ (કુત્રિમ) સ્વર્ગ કહેવાય છે, અલ્પકાળ નાં માટે. તમે જાણો છો આનું નામ કોઈ સ્વર્ગ નથી. આનું નામ નર્ક છે. નર્ક નો પણ એક શો છે. આ છે અલ્પકાળ નો શો. આ હમણાં ગયું કે ગયું.

હવે બાપ બાળકોને કહે છે - એક તો શાંતિધામ ને યાદ કરો. બધાં મનુષ્ય માત્ર શાંતિ ને શોધતાં રહે છે, ક્યાંથી શાંતિ મળશે? હવે આ સવાલ તો આખી દુનિયાનો છે કે દુનિયામાં શાંતિ કેવી રીતે થાય? મનુષ્યો ને આ ખબર નથી કે આપણે બધાં હકીકત માં શાંતિધામ નાં રહેવા વાળા છીએ. આપણે આત્માઓ શાંતિધામ માં શાંત રહીએ છીએ પછી અહીં આવીએ છીએ, પાર્ટ ભજવવાં. તે પણ આપ બાળકોને ખબર છે. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યાં છો સુખધામ જવાનો વાયા શાંતિધામ. દરેકની બુદ્ધિમાં છે અમે આત્માઓ હમણાં જઈશું પોતાનાં ઘરે શાંતિધામ. અહીં તો શાંતિ ની વાત થઇ ન શકે. આ છે જ દુઃખધામ. સતયુગ પાવન દુનિયા, કળિયુગ છે પતિત દુનિયા. આ વાતો ની સમજ હમણાં આપ બાળકોને આવી છે. દુનિયા વાળા તો કંઈ પણ નથી જાણતાં. તમારી બુદ્ધિ માં આવ્યું છે - બેહદ નાં બાપ આપણ ને સૃષ્ટિ ચક્ર નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે. પછી કેવી રીતે ધર્મ સ્થાપક આવીને ધર્મ સ્થાપન કરે છે. હમણાં સૃષ્ટિ માં કેટલાં અસંખ્ય મનુષ્ય છે. ભારત માં પણ ખૂબ જ છે, ભારત જ્યારે સ્વર્ગ હતું ત્યારે ખુબ સાહૂકાર હતાં બીજો કોઈ ધર્મ નહોતો. આપ બાળકો ને રોજ રિફ્રેશ કરાય છે. બાપ અને વારસા ને યાદ કરો. ભક્તિમાર્ગ માં પણ આ ચાલ્યું આવે છે. હંમેશા આંગળી દેખાડે છે કે પરમાત્મા ને યાદ કરો. પરમાત્મા અથવા અલ્લાહ ત્યાં છે. પરંતુ ફક્ત એમ જ યાદ કરવાથી કંઈ થાય થોડી છે! તેમને આ પણ ખબર નથી કે યાદ થી શું ફાયદો થશે! એમની સાથે આપણો શું સંબંધ છે? જાણતાં જ નથી. દુઃખ નાં સમયે પોકારે છે - હે રામ… આત્મા યાદ કરે છે. પરંતુ તેને આ ખબર નથી કે સુખ-શાંતિ કોને કહેવાય છે. તમારી બુદ્ધિમાં આવે છે કે આપણે બધાં એક બાપ ની સંતાન છીએ તો પછી દુઃખ કેમ થવું જોઈએ? બેહદનાં બાપ પાસેથી સદા સુખ નો વારસો મળવો જોઈએ. આપણાં ચિત્ર માં ક્લિયર (સ્પષ્ટ) છે. ભગવાન છે જ સ્વર્ગની સ્થાપના કરવા વાળા, હેવનલી ગોડફાધર. એ આવે પણ ભારત માં જ છે. પરંતુ આ કોઈ સમજતું નથી. દેવી-દેવતા ધર્મ ની સ્થાપના જરુર સંગમ પર જ થશે, સતયુગ માં કેવી રીતે થશે! પરંતુ આ વાતો બીજા ધર્મવાળા જાણતાં નથી. આ તો બાપ જ નોલેજફુલ છે, સમજાવે છે - આદિ સનાતન દેવી-દેવતા ધર્મ કેવી રીતે સ્થાપન થયો? સતયુગ ની આયુ લાખો વર્ષ કહેવાથી ખૂબ દૂર કરી દે છે. આપ બાળકોએ ચિત્રો પર જ સમજાવવાનું છે. ભારતમાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. આમને કેવી રીતે? ક્યારે આ રાજ્ય મેળવ્યું? આ નથી જાણતાં. ફક્ત કહે છે - આ સતયુગ નાં માલિક હતાંં. એમની આગળ જઈને ભીખ માંગે છે તો અલ્પકાળ માટે કંઈક ન કંઈક મળી જાય છે. કોઈ દાન-પુણ્ય કરે છે, તેમને પણ અલ્પકાળ માટે ફળ મળી જાય છે. ગરીબ પંચાયત નાં મુખી ને પણ એટલી જ ખુશી હોય છે, જેટલી સાહૂકાર મુખી ને. ગરીબ પણ પોતાને સુખી સમજે છે. બોમ્બે માં જુઓ, ગરીબ લોકો કેવાં-કેવાં સ્થાનો પર રહે છે. આપ બાળકો હવે સમજો છો - ભલે કરોડપતિ છે પરંતુ કેટલાં દુઃખી છે. તમે કહેશો, અમારા જેવાં ખુશનસીબ બીજા કોઈ નથી. આપણે ડાયરેક્ટ બાપ નાં બન્યાં છીએ, જેમનાથી સદ્દગતિ નો વારસો મળે છે. મોટા-મોટા વ્યક્તિ ક્યારેય પણ ઉંચ પદ પામી ન શકે. જે ગરીબ છે, તે સાહૂકાર બની જાય છે. ભણો તમે છો, તે તો અભણ છે. કરીને થોડું ભણશે પણ તો પણ બાપ ની યાદ માં રહી નહીં શકે. અંત માં તમને બાપ સિવાય બીજું કાંઈ પણ યાદ નથી રહેવાનું. જાણો છો આ બધું કબ્રિસ્તાન થવાનું છે. બુદ્ધિમાં રહેવું જોઈએ આ જે અમે ધંધો વગેરે કરીએ છીએ, થોડા સમય નાં માટે છે. ધનવાન લોકો ધર્મશાળાઓ વગેરે બનાવે છે. તે કોઈ ધંધા નાં માટે નથી બનાવતાં. જ્યાં તીર્થ છે ત્યાં ધર્મશાળાઓ નહીં હોય તો ક્યાં રહે, એટલે સાહૂકાર લોકો ધર્મશાળાઓ બનાવે છે. એવું નહીં કે વ્યાપારી લોકો આવીને વ્યાપાર કરે. ધર્મશાળા તીર્થસ્થાનો પર બનાવાય છે. હમણાં તમારું સેવાકેન્દ્ર મોટામાં મોટું તીર્થ છે. તમારા સેવાકેન્દ્ર જ્યાં-જ્યાં છે તે મોટામાં મોટા તીર્થ છે, જ્યાંથી મનુષ્ય ને સુખ-શાંતિ મળે છે. તમારી આ ગીતા પાઠશાળા મોટી છે. આ સોર્સ ઓફ ઇન્કમ (આવક નું સાધન) છે, આનાથી તમારી ખૂબ આવક થાય છે. આપ બાળકોનાં માટે આ પણ ધર્મશાળા છે. મોટામાં મોટું તીર્થ છે. તમે બેહદ નાં બાપ પાસેથી બેહદ નો વારસો લો છો. આનાં જેવું મોટામાં મોટું તીર્થ કોઈ હોતું નથી. તે તીર્થો પર જવાથી તો તમને કાંઈ પણ મળતું નથી. આ પણ તમે સમજો છો. ફક્ત લોકો ખૂબ પ્રેમ થી મંદિર વગેરે માં ચરણામૃત લે છે. સમજે છે એનાથી અમારું હૃદય પવિત્ર થઈ જશે. પરંતુ એ તો પાણી છે. અહીં તો બાપ કહે છે - મને યાદ કરો તો વારસો મળશે. હમણાં બેહદ નાં બાપ પાસેથી તમને અવિનાશી જ્ઞાન-રત્નો નો ખજાનો મળે છે. ખાસ કરીને શંકર ની પાસે જાય છે, સમજે છે અમરનાથે પાર્વતી ને કથા સંભળાવી, ત્યારે કહે છે ભર દે ઝોલી… તમે અવિનાશી જ્ઞાન-રત્નો થી ઝોલી ભરો છો. બાકી અમરનાથ કોઈ એક ને થોડી બેસીને કથા સંભળાવશે. જરુર અનેક હશે અને તે પણ મૃત્યુલોક માં જ હશે. સૂક્ષ્મવતન માં તો કથા સાંભળવવાની દરકાર જ નથી. અનેક તીર્થ બનાવ્યાં છે. સાધુ-સંત, મહાત્મા વગેરે અસંખ્ય જાય છે. અમરનાથ પર લાખો વ્યક્તિઓ જાય છે. કુંભ નાં મેળા પર ગંગાસ્નાન કરવા સૌથી વધારે જાય છે. સમજે છે, અમે પાવન બનીશું. હકીકત માં કુંભ નો મેળો આ છે. તે મેળા તો જન્મ-જન્માંતર કરતાં આવ્યાં. પરંતુ બાપ કહે છે - આનાંથી પાછું પોતાનાં ઘરે કોઈ પણ જઈ નથી શકતું કારણકે જ્યારે આત્મા પવિત્ર બને ત્યારે જઈ શકે. પરંતુ અપવિત્ર હોવાનાં કારણે બધાની પાંખો તૂટેલી છે. આત્મા ને પાંખો મળી છે, યોગ માં રહેવાથી આત્મા સૌથી ઝડપી ઉડે છે. કોઈ નો હિસાબ-કિતાબ લન્ડન માં, અમેરિકા માં હશે તો ઝટ ઉડશે. ત્યાં સેકન્ડ માં પહોંચી જાય છે. પરંતુ મુક્તિધામ માં તો જ્યારે કર્માતીત થાય ત્યારે જઈ શકે, ત્યાં સુધી અહીં જ જન્મ-મરણ માં આવે છે. જેવી રીતે ડ્રામા ટીક-ટીક થઈ ચાલે છે. આત્મા પણ એવો છે, ટીક થયું આ ગયો. આનાં જેવી તીવ્ર બીજી કોઈ વસ્તુ હોતી નથી. અનેકાનેક બધા આત્માઓ મૂળવતન માં જવાનાં છે. આત્માને ક્યાંથી ક્યાં પહોંચવામાં વાર નથી લાગતી. મનુષ્ય આ વાતો સમજતાં નથી. આપ બાળકોને બુદ્ધિમાં આવે છે કે નવી દુનિયામાં જરુર થોડાંક આત્માઓ હશે અને ત્યાં ખૂબ સુખી હશે. તે જ આત્માઓ હવે ૮૪ જન્મ ભોગવી ખૂબ દુઃખી થયો છે. તમને આખાં ચક્ર ની ખબર પડી છે. તમારી બુદ્ધિ ચાલે છે બીજા કોઈ મનુષ્ય માત્ર ની બુદ્ધિ નથી ચાલતી. પ્રજાપિતા બ્રહ્મા પણ ગવાયેલ છે. કલ્પ પહેલાં પણ તમે આવી રીતે જ બ્રહ્માકુમાર-કુમારી બન્યાં હતાં. તમે જાણો છો કે અમે પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો છીએ. અમારા દ્વારા બાબા સ્વર્ગની સ્થાપના કરાવી રહ્યાં છે. જ્યારે નંબરવાર પુરુષાર્થ અનુસાર લાયક બની જઈશું તો પછી જૂની દુનિયાનો વિનાશ થશે. ત્રિમૂર્તિ પણ અહીં જ ગવાયેલું છે. ત્રિમૂર્તિ નું ચિત્ર પણ રાખે છે. તેમાં શિવ ને દેખાડતાં નથી. કહેવાય પણ છે - બ્રહ્મા દ્વારા સ્થાપના, કોણ કરાવે છે? શિવબાબા. વિષ્ણુ દ્વારા પાલના. તમે બ્રાહ્મણ હમણાં લાયક બની રહ્યાં છો, દેવતા બનવાનાં માટે. હમણાં તમે તે પાર્ટ ભજવી રહ્યાં છો. કલ્પ પછી ફરી ભજવશો. તમે પવિત્ર બનો છો. કહો છો - બાબાનું ફરમાન છે કામરુપી શત્રુ ને જીતો, મામેકમ્ યાદ કરો. ખુબ સહજ છે. ભક્તિમાર્ગ માં આપ બાળકોએ ખૂબ દુઃખ જોયું છે. કરીને થોડું સુખ છે તો પણ અલ્પકાળ નાં માટે. ભક્તિ માં સાક્ષાત્કાર થાય છે. તે પણ અલ્પકાળ માટે તમારી આશ પૂરી થાય છે, આ સાક્ષાત્કાર થાય છે - તે પણ હું કરાવું છું. ડ્રામામાં નોંધ છે. જે પસાર થયું સેકન્ડ બાય સેકન્ડ, ડ્રામા શૂટ કરેલો છે. એવું નથી કહેતાં - હમણાં શૂટ થયો. ના, આ તો અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. જેટલાં પણ એક્ટર્સ છે - બધાનો પાર્ટ અવિનાશી છે. મોક્ષ ને કોઈ નથી પામતું. સંન્યાસી લોકો કહે છે - અમે લીન થઇ જઈએ છીએ. બાપ સમજાવે છે તમે અવિનાશી આત્મા છો. આત્મા બિંદી છે, આટલી નાની બિંદીમાં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલ છે. આ ચક્ર ચાલતું જ રહે છે. જે પહેલાં-પહેલાં પાર્ટ ભજવવા આવે છે, તે જ ૮૪ જન્મ લે છે. બધાં તો લઈ ન શકે. તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિમાં આ નોલેજ નથી. જ્ઞાન નાં સાગર એક જ બાપ છે. તમે જાણો છો આપણે બાપ પાસેથી વારસો લઈ રહ્યાં છીએ. બાપ આપણ ને પતિત થી પાવન બનાવે છે. સુખ અને શાંતિ નો વારસો આપે છે. સતયુગ માં દુઃખ નું નામ-નિશાન નથી હોતું. બાપ કહે છે - આયુશ્વાન ભવ, ધનવાન ભવ… નિવૃતિ માર્ગ વાળા આવાં આશીર્વાદ આપી ન શકે. આપ બાળકો ને બાપ પાસેથી વારસો મળી રહ્યો છે. સતયુગ ત્રેતા છે સુખધામ. પછી દુઃખ કેવી રીતે થાય છે, આ પણ કોઈ નથી જાણતું. દેવતાઓ વામ માર્ગ માં કેવી રીતે જાય છે, તે નિશાનીઓ છે. જગન્નાથપુરી માં દેવતાઓનાં ચિત્ર, તાજ વગેરે પહેરેલાં દેખાડે છે પછી ગંદા ચિત્ર પણ બનાવેલાં છે એટલે તેમની મૂર્તિ પણ કાળી રાખેલ છે, જેનાથી સિદ્ધ થાય છે દેવતાઓ વામ માર્ગ માં જાય છે તો અંત માં બિલકુલ કાળા બની જાય છે. હમણાં તમે જાણો છો, ભારત કેટલું સુંદર હતું પછી તમારે તમોપ્રધાન બનવાનું જ છે - ડ્રામા પ્લાન અનુસાર. હમણાં સંગમ પર તમને આ નોલેજ છે. બાપ છે નોલેજફુલ. તમારા એક જ બાપ, શિક્ષક, ગુરુ ત્રણેય છે. આ સદૈવ બુદ્ધિમાં રહે, શિવબાબા આપણને ભણાવે છે. આ બેહદ નું ભણતર છે, જેનાથી તમે નોલેજફુલ બની ગયાં છો. તમે બધું જાણો છો. એ કહે છે - સર્વવ્યાપી છે, તમે કહો છો એ પતિત-પાવન છે. કેટલો રાત-દિવસ નો ફરક છે. હમણાં તમે માસ્ટર નોલેજફુલ બનો છો, નંબરવાર. જે બાપ ની પાસે છે તે તમને શીખવાડે છે. તમે પણ બધાને આ બતાવો છો, બાપ ને યાદ કરો તો ૨૧ જન્મો નાં માટે વારસો મળશે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં રિફ્રેશ રહીને બીજાઓને રિફ્રેશ કરવા માટે બાપ અને વારસા ની યાદ માં રહેવાનું છે અને બધાને યાદ અપાવવાની છે.

2. આ જૂની દુનિયાથી, આ કબ્રિસ્તાન થી દિલ નથી લગાવવાનું. શાંતિધામ, સુખધામ ને યાદ કરવાનાં છે. સ્વયં ને દેવતા બનવાનાં લાયક બનાવવાનાં છે.

વરદાન :-
ઈશ્વરીય ઓથોરિટી દ્વારા સંકલ્પ કે બુદ્ધિને ઓર્ડર પ્રમાણે ચલાવવા વાળા માસ્ટર સર્વશક્તિવાન ભવ

જેવી રીતે સ્થૂળ હાથ-પગ ને બિલકુલ સહજ રીતે જ્યાં ઈચ્છો ત્યાં ચલાવો છો કે કર્મ માં લગાવો છો તેવી રીતે સંકલ્પ કે બુદ્ધિ ને જ્યાં લગાવવા ઇચ્છો ત્યાં લગાવી શકો-આને જ કહે છે ઈશ્વરીય ઓથોરિટી. જેવી રીતે વાણી માં આવવું સહજ છે તેવી રીતે વાણી થી પરે જવાનું પણ એટલું જ સહજ હોય, આ જ અભ્યાસ થી સાક્ષાત્કાર મૂર્ત બનશો. તો હવે આ અભ્યાસ ને સહજ અને નિરંતર બનાવો ત્યારે કહેવાશે માસ્ટર સર્વશક્તિવાન.

સ્લોગન :-
સ્વસ્થિતિ શક્તિશાળી હોય તો પરિસ્થિતિ એની આગળ કંઈ પણ નથી.

આ અવ્યક્ત ઇશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

તમારું એકરસ અચળ સ્થિતિ નું જ આ અચળઘર યાદગાર છે. જેવી રીતે બાપદાદા એકરસ રહે છે તેવી રીતે બાળકોએ પણ એકરસ રહેવાનું છે. જ્યારે એક નાં જ રસ માં રહેશો ત્યારે એકરસ અવસ્થા માં રહેશો. કેમ શબ્દ ની નિશાની કવેશ્ચન માર્ક સૌથી વાંકો હોય છે. જ્યારે કેમ, શું શબ્દ નીકળી જશે ત્યારે ડ્રામા ની ભાવી પર એકરસ સ્થેરિયમ રહી શકશો.