15-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - માયાજીત બનવા માટે ગફલત ( ભૂલ ) કરવાનું છોડો , દુઃખ આપવું અને દુઃખ લેવું - આ ખૂબ મોટી ગફલત છે , જે આપ બાળકોએ ન કરવી જોઈએ”

પ્રશ્ન :-
બાપ ની આપણા બધાં બાળકો પ્રત્યે કઈ એક આશા છે?

ઉત્તર :-
બાપ ની આશા છે કે મારા બધાં બાળકો મારા સમાન એવર પ્યોર બની જાય. બાપ એવર ગોરા છે, એ આવ્યા છે બાળકો ને કાળા થી ગોરા બનાવવાં. માયા કાળા બનાવે છે, બાપ ગોરા બનાવે છે. લક્ષ્મી-નારાયણ ગોરા છે, ત્યારે કાળા પતિત મનુષ્ય જઈને એમની મહિમા ગાય છે, પોતાને નીંચ સમજે છે. બાપ ની શ્રીમત હમણાં મળે છે-મીઠાં બાળકો, હવે ગોરા સતોપ્રધાન બનવાનો પુરુષાર્થ કરો.

ઓમ શાંતિ!
બાપ શું કરી રહ્યા છે અને બાળકો શું કરી રહ્યા છે? બાપ પણ જાણે છે અને બાળકો પણ જાણે છે કે આપણો આત્મા જે તમોપ્રધાન બનેલો છે, એને સતોપ્રધાન બનાવવાનો છે. જેને ગોલ્ડન એજેડ કહેવાય છે. બાપ આત્માઓને જુએ છે. આત્મા ને જ વિચાર આવે છે, અમારો આત્મા કાળો બની ગયો છે. આત્મા નાં કારણે પછી શરીર પણ કાળું બની ગયું છે. લક્ષ્મી-નારાયણ નાં મંદિરમાં જાય છે, પહેલાં તો જરા પણ જ્ઞાન નહોતું. જોતા હતાં આ તો સર્વગુણ સંપન્ન છે, ગોરા છે, આપણે તો કાળા ભૂત છીએ. પરંતુ જ્ઞાન નહોતું. હવે તો લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં જશો તો સમજશો આપણે તો પહેલાં આવા સર્વગુણ સંપન્ન હતાં, હમણાં કાળા પતિત બની ગયા છીએ. એમની આગળ કહે છે અમે કાળા, વિશશ, પાપી છીએ. લગ્ન કરે છે તો પહેલાં લક્ષ્મી-નારાયણ નાં મંદિરમાં લઈ જાય છે. બંને પહેલાં નિર્વિકારી છે પછી વિકારી બને છે. તો નિર્વિકારી દેવતાઓની આગળ જઈને પોતાને વિકારી પતિત જ કહે છે. લગ્ન પહેલાં એવું નહીં કહેશે. વિકાર માં જવાથી જ પછી મંદિર માં જઈને એમની મહિમા કરે છે. આજકાલ તો લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં, શિવ નાં મંદિરમાં લગ્ન થાય છે. પતિત બનવા માટે જ કંગન બાંધે (પ્રતિજ્ઞા કરે) છે. હમણાં તમે ગોરા બનવા માટે કંગન બાંધો છો એટલે ગોરા બનાવવા વાળા શિવબાબા ને યાદ કરો છો. જાણો છો આ રથ ની ભ્રકુટી વચ્ચે શિવબાબા છે, એ એવર પ્યોર છે. એમની એ જ આશ રહે છે કે બાળકો પણ પ્યોર, ગોરા બની જાય. મામેકમ્ યાદ કરી પ્યોર થઈ જાય. આત્માએ યાદ કરવાના છે બાપ ને. બાપ પણ બાળકોને જોઈ-જોઈ હર્ષિત થાય છે. આપ બાળકો પણ બાપ ને જોઈ-જોઈ સમજો છો પવિત્ર બની જઈએ. તો પછી આપણે આવાં લક્ષ્મી-નારાયણ બનીશું. આ મુખ્ય-ઉદ્દેશ બાળકોએ ખૂબ ખબરદારી થી યાદ રાખવાનો છે. એવું નથી, બસ બાબા ની પાસે આવ્યા છીએ. પછી ત્યાં જવાથી પોતાનાં જ ધંધા વગેરે માં પૂરા થઈ જાઓ એટલે અહીં સન્મુખ બાપ બાળકોને સમજાવે છે. ભ્રકુટી ની વચ્ચે આત્મા રહે છે. અકાળ આત્મા નું આ તખ્ત છે, જે આત્મા મારા બાળકો છે, એ આ તખ્ત પર બેઠાં છે. સ્વયં આત્મા તમોપ્રધાન છે તો તખ્ત પણ તમોપ્રધાન છે. આ સારી રીતે સમજવાની વાતો છે. આવાં લક્ષ્મી-નારાયણ બનવું કોઈ માસીનું ઘર નથી. હમણાં તમે સમજો છો આપણે આમનાં જેવા બની રહ્યા છીએ. આત્મા પવિત્ર બનીને જ જશે. પછી દેવી-દેવતા કહેવાશે. આપણે આવાં સ્વર્ગનાં માટે બનીએ છીએ. પરંતુ માયા એવી છે જે ભૂલાવી દે છે. કોઈ અહીં થી સાંભળીને બહાર જાય છે પછી ભૂલી જાય છે એટલે બાબા સારી રીતે પાક્કુ કરાવે છે-પોતાને જોવાનું છે, જેટલાં આ દેવતાઓમાં ગુણ છે એ અમે ધારણ કર્યા છે, શ્રીમત પર ચાલીને? ચિત્ર પણ સામે છે. તમે જાણો છો આપણે આ બનવાનું છે. બાપ જ બનાવશે. બીજું કોઈ મનુષ્ય થી દેવતા બનાવી ન શકે. એક બાપ જ બનાવવા વાળા છે. ગાયન પણ છે મનુષ્ય સે દેવતા… તમારામાં પણ નંબરવાર જાણે છે. આ વાતો ભક્ત લોકો નથી જાણતાં. જ્યાં સુધી ભગવાન ની શ્રીમત ન લે, કંઈ પણ સમજી ન શકે. આપ બાળકો હમણાં શ્રીમત લઈ રહ્યા છો. આ સારી રીતે બુદ્ધિમાં રાખો કે આપણે શિવબાબા ની મત પર બાબા ને યાદ કરતા-કરતા આ બની રહ્યા છીએ. યાદ થી જ પાપ ભસ્મ થશે, બીજો કોઈ ઉપાય નથી.

લક્ષ્મી-નારાયણ તો ગોરા છે ને? મંદિરોમાં પછી શ્યામ બનાવીને રાખ્યા છે. રઘુનાથ મંદિર માં રામ ને કાળા બનાવ્યા છે, કેમ? કોઈને ખબર નથી. વાત કેટલી નાની છે. બાબા સમજાવે છે શરુમાં આ હતાં સતોપ્રધાન સુંદર. પ્રજા પણ સતોપ્રધાન બની જાય છે પરંતુ સજાઓ ખાઈને બને છે. જેટલી વધારે સજા એટલું પદ પણ ઓછું થઈ જાય છે. મહેનત નથી કરતા તો પાપ કપાતા નથી. પદ ઓછું થઈ જાય છે. બાપ તો ક્લિયર કરીને સમજાવે છે. તમે અહીં બેઠાં છો ગોરા બનવા માટે. પરંતુ માયા મોટી દુશ્મન છે, જેણે કાળા બનાવ્યા છે. જુએ છે હવે ગોરા બનાવવા વાળા આવ્યા છે તો માયા સામનો કરે છે. બાપ કહે છે આ તો ડ્રામા અનુસાર એને અડધા કલ્પ નો પાર્ટ ભજવવાનો છે. માયા ઘડી-ઘડી મુખ ફેરવી બીજી તરફ લઈ જાય છે. લખે છે બાબા, અમને માયા ખૂબ હેરાન કરે છે. બાબા કહે છે આ જ યુદ્ધ છે. તમે ગોરા થી કાળા પછી કાળા થી ગોરા બનો છો, આ ખેલ છે. સમજાવે પણ એમને છે જેમણે પૂરાં ૮૪ જન્મ લીધાં છે. એમનાં પગ (કદમ) ભારત માં જ આવે છે. એવું પણ નથી ભારત માં બધાં ૮૪ જન્મ લેવા વાળા છે.

હમણાં આપ બાળકોનો આ સમય મોસ્ટ વેલ્યુબલ (સૌથી મૂલ્યવાન) છે. પુરુષાર્થ કરવો જોઈએ પૂરો, આપણે એવાં બનવાનું છે. જરુર બાપે કહ્યું છે ફક્ત મને યાદ કરો અને દૈવી ગુણો પણ ધારણ કરવાના છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. બાપ કહે છે-બાળકો, હવે આવી ગફલત ન કરો. બુધ્ધિયોગ એક બાપ સાથે લગાવો. તમે પ્રતિજ્ઞા કરી હતી અમે તમારા પર વારી જઈશું. જન્મ-જન્માંતર પ્રતિજ્ઞા કરતા આવ્યા છો-બાબા, આપ આવશો તો અમે તમારી મત પર જ ચાલીશું, પાવન બની દેવતા બની જઈશું. જો યુગલ તમારો સાથ નથી આપતા તો તમે પોતાનો પુરુષાર્થ કરો. યુગલ સાથી નથી બનતા તો જોડી નહીં બનશે. જેમણે જેટલાં યાદ કર્યા હશે, દૈવી ગુણ ધારણ કર્યા હશે, એમની જ જોડી બનશે. જેવી રીતે જુઓ, બ્રહ્મા-સરસ્વતીએ સારો પુરુષાર્થ કર્યો છે તો જોડી બને છે. આ ખૂબ સારી સર્વિસ કરે છે, યાદમાં રહે છે, આ પણ ગુણ છે ને? ગોપોમાં પણ સારા-સારા ઘણાં બાળકો છે. કોઈ પોતે પણ સમજે છે, માયા ની કશિશ થાય છે. આ જંજીર તૂટતી નથી. ઘડી-ઘડી નામ-રુપ માં ફસાવી દે છે. બાપ કહે છે નામ-રુપ માં નહીં ફસાઓ. મારા માં ફસાઓ ને. જેવી રીતે તમે નિરાકાર છો, હું પણ નિરાકાર છું. તમને આપ સમાન બનાવું છું. ટીચર આપ સમાન બનાવશે ને? સર્જન, સર્જન બનાવશે. આ તો બેહદનાં બાપ છે, એમનું નામ પ્રસિદ્ધ છે. બોલાવે પણ છે-હે પતિત-પાવન, આવો. આત્મા બોલાવે છે, શરીર દ્વારા-બાબા આવીને અમને પાવન બનાવો. તમે જાણો છો આપણને પાવન કેવી રીતે બનાવી રહ્યા છે? જેવી રીતે હીરા હોય છે, એમાં પણ કોઈ કાળા ડાઘ વાળા હોય છે. હમણાં આત્મામાં અલોઈ (ખાદ) પડી છે. એને કાઢી પછી સાચ્ચુ સોનુ બનો છો. આત્માને ખૂબ પ્યોર બનવાનું છે. તમારો મુખ્ય-ઉદ્દેશ ક્લિયર છે. બીજા સત્સંગ માં આવું ક્યારેય નહીં કહેવાશે.

બાપ સમજાવે છે તમારો ઉદ્દેશ છે આ બનવાનો. આ પણ જાણો છો ડ્રામા અનુસાર આપણે અડધોકલ્પ રાવણ નાં સંગ માં વિકારી બન્યા છીએ. હવે આ બનવાનું છે. તમારી પાસે બેજ પણ છે. આનાં પર સમજાવવું ખૂબ સહજ છે. આ છે ત્રિમૂર્તિ. બ્રહ્મા દ્વારા સ્થાપના પરંતુ બ્રહ્મા તો કરતા નથી. તે તો પતિત થી પાવન બને છે. મનુષ્યો ને આ ખબર નથી કે આ પતિત જ પછી પાવન બને છે. હમણાં આપ બાળકો સમજો છો મંઝિલ ભણતર ની ઊંચી છે. બાપ આવે છે ભણાવવા માટે. જ્ઞાન છે જ બાબા માં, એ કોઈ પાસે થી ભણેલા નથી. ડ્રામા નાં પ્લાન અનુસાર એમનામાં જ્ઞાન છે. એવું નહીં કહેશે કે એમનામાં જ્ઞાન ક્યાંથી આવ્યું? ના, એ છે જ નોલેજફુલ. એ જ તમને પતિત થી પાવન બનાવે છે. મનુષ્ય તો પાવન બનવા માટે ગંગા વગેરેમાં સ્નાન કરતા જ રહે છે. સમુદ્ર માં પણ સ્નાન કરે છે. પછી પૂજા પણ કરે છે, સાગર દેવતા સમજે છે. હકીકત માં નદીઓ જે વહે છે તે તો છે જ. ક્યારેય વિનાશ નથી થતો. બાકી પહેલાં એ ઓર્ડર માં રહેતી હતી. પૂર વગેરેનું નામ નહોતું. ક્યારેય મનુષ્ય ડૂબતા નહોતાં. ત્યાં તો મનુષ્ય જ થોડા હોય છે, પછી વૃદ્ધિ થતી રહે છે. કળિયુગ અંત સુધી કેટલાં મનુષ્ય થઈ જાય છે. ત્યાં તો આયુષ્ય પણ ખૂબ લાંબુ રહે છે. કેટલાં ઓછા મનુષ્ય હશે? પછી ૨૫૦૦ વર્ષમાં કેટલી વૃદ્ધિ થઈ જાય છે? ઝાડ નો કેટલો વિસ્તાર થઈ જાય છે? પહેલાં-પહેલાં ભારત માં ફક્ત આપણું જ રાજ્ય હતું. તમે એવું કહેશો. તમારામાં પણ કોઈ છે જેમને યાદ રહે છે આપણે પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. આપણે રુહાની યોદ્ધા યોગબળ વાળા છીએ. આ પણ ભૂલી જાય છે. આપણે માયા સાથે લડાઈ કરવાવાળા છીએ. હવે આ રાજધાની સ્થાપન થઈ રહી છે. જેટલાં બાપ ને યાદ કરશો એટલાં વિજયી બનશો. મુખ્ય ઉદ્દેશ છે જ આવાં બનવા માટે. આમનાં દ્વારા બાબા આપણને આ દેવતા બનાવે છે. તો પછી શું કરવું જોઈએ? બાપ ને યાદ કરવા જોઈએ. આ તો થયા દલાલ. ગાયન પણ છે જ્યારે સદ્દગુરુ મળ્યા દલાલ નાં રુપ માં. બાબા આ શરીર લે છે તો આ વચ્ચે દલાલ થયા ને? પછી તમારો યોગ લગાવડાવે છે શિવબાબા સાથે, બાકી સગાઈ વગેરે નામ નહીં લો. શિવબાબા આમનાં દ્વારા આપણા આત્મા ને પવિત્ર બનાવે છે. કહે છે-હે બાળકો, મુજ બાપ ને યાદ કરો. તમે તો એવું નહીં કહેશો-મુજ બાપ ને યાદ કરો. તમે બાપનું જ્ઞાન સંભળાવશો - બાબા આવું કહે છે. આ પણ બાપ સારી રીતે સમજાવે છે. આગળ ચાલી ઘણાઓને સાક્ષાત્કાર થશે પછી દિલ માં અંદર ખાતું રહેશે. બાપ કહે છે હવે સમય ખૂબ થોડો રહ્યો છે. આ આંખો થી તમે વિનાશ જોશો. જ્યારે રિહર્સલ થશે તો તમે જોશો આવો વિનાશ થશે. આ આંખો થી પણ ઘણાં જોશે. અનેકને વૈકુંઠ નાં પણ સાક્ષાત્કાર થશે. આ બધું જલ્દી-જલ્દી થતું રહેશે. જ્ઞાનમાર્ગ માં બધું રીયલ, ભક્તિ માં છે ઈમિટેશન. ફક્ત સાક્ષાત્કાર કર્યો, બન્યાં થોડી? તમે તો બનો છો. જે સાક્ષાત્કાર કર્યા છે પછી આ આંખો થી જોશો. વિનાશ જોવો કોઈ માસીનું ઘર નથી, વાત ન પૂછો. એક-બીજા ની સામે ખૂન કરે છે. બે હાથે થી તાળી વાગશે ને? બે ભાઈઓને અલગ કરી દે છે-પરસ્પર બેસી લડો. આ પણ ડ્રામા બનેલો છે. આ રહસ્ય ને તે સમજતા નથી. બે ને અલગ કરવાથી લડતા રહે છે. તો એમનાં બારુદ વહેંચાતા રહેશે. કમાણી થઈ ને? પરંતુ અંત માં આનાંથી કામ નહીં થશે. ઘરે બેસી બોમ્બ્સ ફેંકશે અને ખલાસ. એમાં ન મનુષ્યો ની, ન હથિયારો ની જરુર છે. તો બાપ સમજાવે છે-બાળકો, સ્થાપના તો જરુર થવાની છે. જેટલો જે પુરુષાર્થ કરશે એટલું ઊંચ પદ મેળવશે. સમજાવે તો ખૂબ છે, ભગવાન કહે છે આ કામ કટારી નહીં ચલાવો. કામ ને જીતવાથી જ જગતજીત બનવાનું છે. અંતે કોઈને તીર લાગશે જરુર. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ સમય મોસ્ટ વેલ્યુએબલ છે, આમાં જ પુરુષાર્થ કરી બાપ પર પૂરા વારી જવાનું છે. દૈવી ગુણ ધારણ કરવાના છે. કોઈ પ્રકાર ની ગફલત નથી કરવાની. એક બાપ ની મત પર ચાલવાનું છે.

2. મુખ્ય ઉદ્દેશ ને સામે રાખી ખૂબ ખબરદારી થી ચાલવાનું છે. આત્મા ને સતોપ્રધાન પવિત્ર બનાવવાની મહેનત કરવાની છે. અંદર માં જે પણ ડાઘ છે, એને તપાસ કરીને કાઢવાના છે.

વરદાન :-
બ્રાહ્મણ જીવન માં હર સેકન્ડ સુખમય સ્થિતિ નો અનુભવ કરવાવાળા સંપૂર્ણ પવિત્ર આત્મા ભવ

પવિત્રતા ને જ સુખ-શાંતિ ની જનની કહેવાય છે. કોઈ પણ પ્રકારની અપવિત્રતા દુઃખ-અશાંતિ નો અનુભવ કરાવે છે. બ્રાહ્મણ જીવન અર્થાત્ હર સેકન્ડ સુખમય સ્થિતિ માં રહેવાવાળા. ભલે દુઃખ નો નઝારો પણ હોય પરંતુ જ્યાં પવિત્રતા ની શક્તિ છે ત્યાં દુઃખ નો અનુભવ નથી થઈ શકતો. પવિત્ર આત્માઓ માસ્ટર સુખકર્તા બની દુઃખ ને રુહાની સુખ નાં વાયુમંડળ માં પરિવર્તન કરી દે છે.

સ્લોગન :-
સાધનો નો પ્રયોગ કરતાં સાધના ને વધારવા જ બેહદ ની વૈરાગ વૃત્તિ છે.