15-06-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 30.11.2005
બાપદાદા મધુબન
“ સમય ની સમીપતા
પ્રમાણે સ્વયં ને હદ નાં બંધનો થી મુક્ત કરી સંપન્ન અને સમાન બનો”
આજે ચારેય તરફ નાં
સંપૂર્ણ સમાન બાળકો ને જોઈ રહ્યાં છે. સમાન બાળકો જ બાપ નાં દિલ માં સમાયેલા છે.
સમાન બાળકો ની વિશેષતા છે - તે સદા નિર્વિઘ્ન, નિર્વિકલ્પ, નિર્માણ અને નિર્મળ હશે.
એવાં આત્માઓ સદા સ્વતંત્ર હોય છે, કોઈ પણ પ્રકાર નાં હદ નાં બંધન માં બંધાયમાન નથી
હોતાં. તો પોતાને પૂછો એવાં બેહદ નાં સ્વતંત્ર આત્મા બન્યાં છો? સૌથી પહેલી
સ્વતંત્રતા છે દેહભાન થી સ્વતંત્ર. જ્યારે ઈચ્છો ત્યારે દેહ નો આધાર લો, જ્યારે
ઈચ્છો દહે થી ન્યારા થઈ જાઓ. દેહ નાં આકર્ષણ માં ન આવો. બીજી વાત-સ્વતંત્ર આત્મા
કોઈ પણ જૂનાં સ્વભાવ અને સંસ્કાર નાં બંધન માં નહીં હશે. જૂનાં સ્વભાવ અને સંસ્કાર
થી મુક્ત હશે. સાથે-સાથે કોઈપણ દેહધારી આત્મા નાં સંબંધ-સંપર્ક માં આકર્ષિત નહીં થશે.
સંબંધ-સંપર્ક માં આવતા ન્યારા અને પ્યારા હશે. તો પોતાને ચેક કરો - કોઈ પણ નાની
કર્મેન્દ્રિય બંધન માં તો નથી બાંધતી? પોતાનું સ્વમાન યાદ કરો - માસ્ટર
સર્વશક્તિમાન્, ત્રિકાળદર્શી, ત્રિનેત્રી, સ્વદર્શન ચક્રધારી - આ સ્વમાન નાં આધાર
પર શું સર્વશક્તિવાન્ નાં બાળકો ને કોઈ કર્મેન્દ્રિય આકર્ષિત કરી શકે છે? કારણકે
સમય ની સમીપતા ને જોતા પોતાને જુઓ - સેકન્ડ માં સર્વ બંધનો થી મુક્ત થઈ શકો છો?
કોઈપણ એવું બંધન રહેલું તો નથી? કારણકે લાસ્ટ પેપર માં નંબરવન બનવાનું પ્રત્યક્ષ
પ્રમાણ છે, સેકન્ડ માં જ્યાં, જેવી રીતે મન-બુદ્ધિ ને લગાવવા ઈચ્છો ત્યાં સેકન્ડ
માં લાગી જાય. હલચલ માં ન આવે. જેવી રીતે સ્થૂળ શરીર દ્વારા જ્યાં જવા ઈચ્છો છો, જઈ
શકો છો ને? એવી રીતે બુદ્ધિ દ્વારા જે સ્થિતિ માં સ્થિત થવા ઈચ્છો તેમાં સ્થિત થઈ
શકો છો? જેમ સાયન્સે લાઈટ-હાઉસ, માઈટ-હાઉસ બનાવ્યાં છે, તો સેકન્ડ માં સ્વીચ ઓન
કરવાથી લાઈટ-હાઉસ ચારેય તરફ લાઈટ આપવા લાગે છે, માઈટ આપવા લાગે છે. એવી રીતે આપ
સ્મૃતિ નાં સંકલ્પ ને સ્વીચ ઓન કરવાથી લાઈટ-હાઉસ, માઈટ-હાઉસ બનીને આત્માઓ ને લાઈટ,
માઈટ આપી શકો છો? એક સેકન્ડ નો ઓર્ડર થાય અશરીરી બની જાઓ, બની જશો ને? કે યુદ્ધ કરવું
પડશે? આ અભ્યાસ બહુજકાળ નો જ અંત માં સહયોગી બનશે. જો બહુજકાળ નો અભ્યાસ નહીં હશે
તો એ સમયે અશરીરી બનવા, મહેનત કરવી પડશે એટલે બાપદાદા આ જ ઈશારો આપે છે કે આખા દિવસ
માં કર્મ કરતા પણ વારંવાર આ અભ્યાસ કરતા રહો. એનાં માટે મન નાં કંટ્રોલિંગ પાવર ની
આવશ્યકતા છે. જો મન કંટ્રોલ માં આવી ગયું તો કોઈ પણ કર્મેન્દ્રિય વશીભૂત નથી કરી
શકતી.
હવે સર્વ આત્માઓ ને
તમારા દ્વારા શક્તિ નું વરદાન જોઈએ. આત્માઓ ની આપ માસ્ટર સર્વશક્તિવાન્ આત્માઓ
પ્રત્યે આ જ શુભ ઈચ્છા છે કે મહેનત વગર વરદાન દ્વારા, દૃષ્ટિ દ્વારા, વાયબ્રેશન
દ્વારા અમને મુક્ત કરો. હવે મહેનત કરીને બધા થાકી ગયા છે. તમે બધા તો મહેનત થી
મુક્ત થઈ ગયા છો ને? કે હજી પણ મહેનત કરવી પડે છે? સંભળાવ્યું હતું, મહેનત થી મુક્ત
થવાનું સહજ સાધન છે - દિલ થી બાપ નાં અતિ સ્નેહી બની જાઓ. આપ બ્રાહ્મણ આત્માઓનો
જન્મ નો વાયદો છે, યાદ છે વાયદો? જ્યારે બાપે પોતાનાં બનાવ્યાં, બ્રાહ્મણ-જીવન આપ્યું
તો બ્રાહ્મણ-જીવન નો તમરા બધાનો વાયદો શું છે? એક બાપ બીજું ન કોઈ. આ છે વાયદો? આ
છે તો ગરદન હલાવો. સારું, હાથ હલાવી રહ્યાં છે. યાદ છે પાક્કું કે ક્યારેક-ક્યારેક
ભૂલી જાઓ છો? જુઓ, ૬૩ જન્મ તો ભૂલવા વાળા બન્યાં, હવે આ એક જન્મ સ્મૃતિ સ્વરુપ બન્યા
છો? તો બાપ બાળકો ને પૂછી રહ્યાં છે બાળપણ નો વાયદો યાદ છે? કેટલું સહજ કરીને આપ્યું
છે - એક બાપ માં સંસાર છે. એક બાપ સાથે સર્વ સંબંધ છે. એક બાપ પાસે થી સર્વ
પ્રાપ્તિઓ છે. એક જ ભણાવવા વાળા પણ છે અને પાલના કરવાવાળા પણ છે. બધા માં એક છે. ભલે
પરિવાર માં પણ છે, ઈશ્વરીય પરિવાર પરંતુ પરિવાર પણ એક બાપ નો છે. અલગ-અલગ બાપ નાં
પરિવાર નથી. એક જ પરિવાર છે. પરિવાર માં પણ એક-બીજા માં આત્મિક સ્નેહ છે, સ્નેહ નથી
આત્મિક સ્નેહ. બાપદાદા જન્મ નો વાયદો યાદ અપાવી રહ્યાં છે, બીજો કયો વાયદો કર્યો?
બધાએ ખૂબ ઉમંગ-ઉત્સાહ થી બાપ ની આગળ દિલ થી કહ્યું - બધું જ તમારું છે. તન-મન-ધન બધું
તમારું છે. તો આપેલી વસ્તુ બાપ ની અમાનત નાં રુપ માં બાપે કાર્ય માં લગાવવા માટે આપી
છે, તમે બાપ ને આપી દીધી, આપી દીધી છે ને? કે પાછી થોડી-થોડી લઈ લો છો? પાછી લો છો
તો અમાનત માં ખયાનત થઈ જાય છે. કોઈ-કોઈ બાળકો કહે છે, રુહરિહાન કરે છે ને તો કહે છે
મારું મન પરેશાન (અશાંત) રહે છે, મારું મન આવ્યું ક્યાંથી? જ્યારે મારું તારા ને
અર્પણ કર્યુ, તો મારું મન આવ્યું ક્યાંથી? તમે બધા તો કોડી વગર બાદશાહ થઈ ગયા, હવે
તમારું કાંઈ નથી રહ્યું, કોડી વગર થઈ ગયા પરંતુ બાદશાહ થઈ ગયાં. કેમ? બાપ નો ખજાનો
તે તમારો ખજાનો થઈ ગયો, તો બાદશાહ થઈ ગયા ને? પરમાત્મ-ખજાનો તે બાળકો નો ખજાનો. તો
બાપદાદા વાયદો યાદ અપાવી રહ્યાં છે. તારા માં મારું ન કરો. બાપ કહે છે - જ્યારે બાપે
આપ સર્વ ને પરમાત્મ-ખજાનાઓ થી માલામાલ કરી દીધાં, જવાબદારી બાપે લઈ લીધી, કયા શબ્દો
માં? તમે મને યાદ કરો તો સર્વ પ્રાપ્તિ નાં અધિકારી છો જ. ફક્ત યાદ કરો. અને તમે
કહ્યું અમે તમારા, તમે અમારા. આ વાયદો છે ને? તો બાપ કહે છે ખજાનાઓ ને સદા સ્વ
પ્રત્યે અને સર્વ આત્માઓ પ્રત્યે કાર્ય માં લગાવો. જેટલાં કાર્ય માં લગાવશો એટલાં જ
ખજાના વધતા જશે. સર્વશક્તિઓ નો ખજાનો, સર્વશક્તિઓ કાર્ય માં લગાવો. ફક્ત બુદ્ધિ માં
નોલેજ નહીં રાખો હું સર્વશક્તિવાન્ છું, પરંતુ સર્વ શક્તિઓ ને સમય પ્રમાણે કાર્ય
માં લગાવો અને સેવા માં લગાવો.
બાપદાદાએ મેજોરીટી
બાળકો નાં પોતામેલ માં જોયું છે બે શક્તિઓ જો સદા યાદ રહે અને કાર્ય માં સમય પર
લગાવો તો સદા નિર્વિઘ્ન રહો. વિઘ્ન ની તાકાત નથી. તમારી આગળ આવવાની, આ બાપ ની ગેરંટી
છે. આમ તો સર્વ શક્તિઓ જોઈએ પરંતુ મેજોરીટી જોયું કે સહનશક્તિ અને રીયલાઈઝેશન (અનુભૂતિ)
ની શક્તિ, રીયલાઇઝ કરો પણ છો પરંતુ એને પ્રેક્ટિકલ માં સ્વરુપ માં લાવવા માં
અટેન્શન ઓછું છે એટલે જે સમયે રીયલાઈઝ કરો છો એ સમયે ચલન અને ચહેરો બદલાઈ જાય છે.
ખૂબ સારા ઉમંગ-ઉત્સાહ માં આવો છો, હા રીયલાઈઝ કર્યુ પરંતુ પછી શું થઈ જાય છે? અનુભવી
તો બધા છે ને? પછી શું થઈ જાય છે? તેને દરેક સમયે સ્વરુપ માં લાવવું, એની કમી થઈ
જાય છે કારણકે અહીં સ્વરુપ બનવાનું છે. ફક્ત બુદ્ધિ થી જાણવું અલગ વસ્તુ છે, પરંતુ
એને સ્વરુપ માં લાવવું એની આવશ્યકતા છે. ક્યારેક-ક્યારેક બાપદાદા ને કોઈ-કોઈ બાળકો
પર રહેમ પણ આવે છે, બાપ સમજે છે બાળકો થી મહેનત નથી થતી તો બાળકો નાં બદલે બાપ જ કરી
લે. પરંતુ ડ્રામા નું રહસ્ય છે “જે કરશે તે મેળવશે” એટલે બાપદાદા સહયોગ જરુર આપે છે
પરંતુ કરવું છતાં પણ બાળકોને જ પડે છે.
બાપદાદાએ જોયું છે
બાળકો સંકલ્પ ખૂબ સારા-સારા કરે છે. અમૃતવેલા બાપદાદા ની પાસે સારા-સારા સંકલ્પો ની
ખૂબ-ખૂબ માળાઓ આવે છે. આ કરીશું, આ કરીશું, આ કરીશું… બાપદાદા પણ ખુશ થઈ જાય છે,
વાહ! બાળકો વાહ! પછી કરવામાં કમજોર કેમ બની જાય છે? આનું કારણ જોયું - બ્રાહ્મણ
પરિવાર માં સંગઠન નું વાયુમંડળ. ક્યાંક-ક્યાંક વાયુમંડળ કમજોર પણ હોય છે, એની અસર
જલ્દી પડી જાય છે. પછી એમને ભાષા બતાવે, કેવી હોય છે? ભાષા ખૂબ મીઠી હોય છે, ભાષા
હોય છે આ તો ચાલે છે, આ તો થાય છે… એવાં સમય પર શું સંકલ્પ કરો છો? આ થાય છે, આ ચાલે
છે… આ અલબેલાપણું લાવે છે પરંતુ એ સમયે આ ભાષા ને પરિવર્તન કરો, વિચારો કે બાપ ની
આજ્ઞા શું છે? બાપ ની પસંદગી શું છે? બાપ કઈ વાત ને પસંદ કરે છે? બાપે આ કહ્યું છે?
કર્યુ છે? જો બાપ યાદ આવી ગયા તો અલબેલાપણું સમાપ્ત થઈ, ઉમંગ-ઉત્સાહ આવી જશે.
અલબેલાપણું પણ ઘણાં પ્રકાર નું આવે છે. તમે લોકો પરસ્પર ક્લાસ કરજો, લિસ્ટ કાઢજો,
એક છે સાધારણ અલબેલાપણું, એક છે રોયલ અલબેલાપણું. તો અલબેલાપણું સંપર્ક માં દૃઢતા
લાવવા નથી દેતું અને દૃઢતા સફળતા નું સાધન છે એટલે સંકલ્પ સુધી રહી જાય છે પરંતુ
સ્વરુપ માં નથી આવતું.
તો આજે શું સાંભળ્યું?
વાયદા યાદ કરાવ્યાં છે ને? વાયદા એટલાં સારા-સારા કરો છો, બાપદાદા વાયદા સાંભળીને
ખુશ થઈ જાય. પરંતુ જેટલાં વાયદા કરો છો ને એટલાં ફાયદા નથી ઉઠાવતાં. તો બાપદાદા આ જ
ઈચ્છે છે, પૂછો છો ને બાપ અમારી પાસે થી શું ઈચ્છે છે? તો બાપદાદા આ જ ઈચ્છે છે કે
સમય થી પહેલાં બધા એવરરેડી બની જાઓ. સમય તમારો માસ્ટર ન બને. સમય નાં માસ્ટર તમે
છો, એટલે આ જ બાપદાદા ઈચ્છે છે કે સમય ની પહેલા સંપન્ન બની વિશ્વ નાં સ્ટેજ પર બાપ
ની સાથે-સાથે આપ બાળકો પણ પ્રત્યક્ષ થાઓ. અચ્છા.
જે નવાં-નવાં બાળકો
આવ્યાં છે મળવા માટે, તે હાથ ઉઠાવો. મોટો હાથ ઉઠાવો, લાંબો. સારું, બાપદાદા નવાં-નવાં
બાળકો ને જોઈ ખુશ થાય છે કે ભાગ્યવાન બાળકો પોતાનું ભાગ્ય લેવા માટે પહોંચી ગયા છે
એટલે મુબારક છે, મુબારક છે. હમણાં જે પણ નવાં બાળકો આવ્યાં છે એમાંથી જોશે કમાલ કોણ
કરીને દેખાડે છે? ભલે આવ્યાં પાછળ છો પરંતુ આગળ જઈને દેખાડો. બાપદાદા ની પાસે તો બધા
રીઝલ્ટ પહોંચે છે. અચ્છા.
ડબલ વિદેશી:-
સારું છે, ડબલ વિદેશી
સ્વયં પર અને સેવા પર અટેન્શન સારું આપી રહ્યાં છે. પરંતુ ફક્ત આમાં એક માત્રા
લગાવવાની છે. અંડરલાઈન કરવાની છે, જે પરિવર્તન નો સંકલ્પ લો છો અને સારો
ઉમંગ-ઉત્સાહ, હિંમત થી લો છો, ફક્ત એમાં અન્ડરલાઈન કરીને જાઓ, કરવાનું જ છે.
બદલાવાનું જ છે. બદલીને વિશ્વ ને બદલવાનું છે. આ દૃઢતા ની અન્ડરલાઈન વારંવાર કરતા
જાઓ. બાકી બાપદાદા ખુશ છે, વૃદ્ધિ પણ કરી રહ્યાં છો અને સેવા તથા સ્વ ઉપર અટેન્શન
પણ છે. પરંતુ પૂરું ટેન્શન નથી ગયું, અટેન્શન છે થોડું વચ્ચે-વચ્ચે ટેન્શન પણ છે,
તે સમાપ્ત કરવાનું જ છે. બાકી હિંમત સારી છે. હિંમત ની મુબારક છે, બધા જે પણ બેઠાં
છે બાપ સહિત તમને હિંમત ની મુબારક આપી રહ્યાં છે. તાળી વગાડો. અચ્છા.
તમે તો અહીં બેઠાં છો
પરંતુ બાપદાદા ને દૂર બેઠાં ઘણાં બાળકો ને યાદ-પ્યાર મળ્યાં છે અને બાપદાદા એક-એક
બાળક ને નયનો માં સમાવતા ખૂબ-ખૂબ દિલ ની દુવાઓ આપી રહ્યાં છે. ભલે ભારત થી કે વિદેશ
થી, ઘણાં બાળકો ની યાદ આવી રહી છે, પત્ર આવે છે, ઇમેલ આવે છે, બધા બાપ ની પાસે
પહોંચી ગયા છે. અચ્છા.
બાપદાદા એક સેકન્ડ
માં અશરીરી ભવ ની ડ્રિલ જોવા ઈચ્છે છે, જો અંત માં પાસ થવું છે તો આ ડ્રિલ ખૂબ
આવશ્યક છે એટલે હમણાં આટલાં મોટા સંગઠન માં બેસીને એક સેકન્ડ માં દેહભાન થી પરે
સ્થિતિ માં સ્થિત થઈ જાઓ. કોઈ આકર્ષણ આકર્ષિત ન કરે. (ડ્રિલ) અચ્છા.
ચારેય તરફ નાં તીવ્ર
પુરુષાર્થી બાળકો ને, સદા સ્વ-પરિવર્તન અને વિશ્વ-પરિવર્તન ની સેવા માં તત્પર રહેવા
વાળા વિશેષ આત્માઓ ને, સદા બ્રહ્મા બાપ સમાન કર્મયોગી, કર્મ નાં, કર્મેન્દ્રિયો નાં
આકર્ષણ થી મુક્ત આત્માઓ ને, સદા દૃઢતા ને દરેક સંકલ્પ, દરેક બોલ, દરેક કર્મ માં
સ્વરુપ માં લાવવા વાળા બાપ ની સમીપ અને સમાન બાળકો ને બાપદાદા નાં દિલ ની દુવાઓ અને
દિલ નાં યાદપ્યાર સ્વીકાર થાય અને નમસ્તે.
દાદીજી સાથે:-
તંદુરસ્ત થઈ ગઈ. હવે બીમારી ગઈ. બીમારીઓ મહારથીઓ થી વિદાય લેવા માટે આવે છે. અંદર જ
અંદર કર્માતીત બનવાની રિહર્સલ કરી રહી છે. (દાદી જાનકી કહી રહી છે દાદી બેફિકર
બાદશાહ છે)
તમે ફિકરવાળા છો શું?
તમે પણ બેફિકર. બંને જ પાર્ટ સારો ભજવી રહ્યાં છો. જો સૌથી મોટા માં મોટી જવાબદારી
નો તાજ પહેરવા વાળા નિમિત્ત તો બન્યાં ને? આ બધા સાથી છે. તમને લોકો ને જોઈને
ઉમંગ-ઉત્સાહ આવે છે ને? (હવે શું નવું કરવાનું છે? બાબા જ કાંઈ પ્રેરણા આપે)
બાપદાદાએ સંભળાવ્યું કે દરેક વર્ગ નો ગુલદસ્તો જે માઈક પણ હોય અને માઈટ (શક્તિ શાળી)
પણ હોય. ફક્ત માઈક અને સંપર્ક વાળા નહીં, સંબંધ માં પણ નજીક હોય, એવો ગુલદસ્તો કાઢો
(બનાવો). પછી તે ગ્રુપ નિમિત્ત બનશે સેવા કરવા માટે. તે માઈક બનશે અને તમે માઈટ બનશો.
એમનાં જીગર થી નીકળે બાબા, ત્યારે પ્રભાવ પડશે. એમને સંબંધ માં નજીક લાવો.
ક્યારેક-ક્યારેક થાય છે ને, તો નશો થોડો ઓછો થઈ જાય છે. સંબંધ-સંપર્ક માં જ્યાં પણ
આવે ત્યાં સંબંધ અને સંપર્ક રહે તો ઠીક થઈ જશે. અચ્છા.
વરદાન :-
સદા શ્રેષ્ઠ
અને નવાં પ્રકાર ની સેવા દ્વારા વૃદ્ધિ કરવા વાળા સહજ સેવાધારી ભવ
સંકલ્પો દ્વારા
ઈશ્વરીય સેવા કરવી આ પણ સેવા ની શ્રેષ્ઠ અને નવી રીત છે, જેવી રીતે ઝવેરી રોજ સવારે
પોતાનાં દરેક રતન ને ચેક કરે છે કે સાફ છે, ચમક ઠીક છે, ઠીક જગ્યા પર રાખ્યા છે… એવી
રીતે રોજ અમૃતવેલા પોતાનાં સંપર્કમાં આવવા વાળા આત્માઓ પર સંકલ્પ દ્વારા નજર દોડાવો,
જેટલાં તમે એમને સંકલ્પ થી યાદ કરશો એટલાં તે સંકલ્પ એમની પાસે પહોંચશે… આ પ્રકારે
સેવા ની નવી રીત અપનાવીને વૃદ્ધિ કરતા ચાલો. તમારા સહજયોગ ની સૂક્ષ્મ શક્તિઓ આત્માઓ
ને તમારા તરફ સ્વતઃ આકર્ષિત કરશે.
સ્લોગન :-
બહાનાબાજી ને
મર્જ કરો અને બેહદ ની વૈરાગ વૃત્તિ ને ઈમર્જ કરો.
અવ્યક્ત ઈશારા -
આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો
જ્ઞાન નાં મનન ની સાથે
શુભભાવના, શુભકામના નાં સંકલ્પ, સકાશ આપવાનો અભ્યાસ, આ મન નાં મૌન નો કે ટ્રાફિક
કંટ્રોલ નો વચ્ચે-વચ્ચે દિવસ નિશ્ચિત કરો. જેટલાં અંતર્મુખતા નાં ઓરડા માં બેસી
રિસર્ચ કરશો એટલી સારા માં સારી ટચિંગ થશે અને એ જ ટચિંગ થી અનેક આત્માઓ ને લાભ મળશે.
સુચના:-
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ત્રીજો રવિવાર છે, સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી બધા
ભાઈ-બહેનો સંગઠિત રુપ માં એકત્રિત થઈ યોગ અભ્યાસ માં અનુભવ કરે કે હું ભ્રકુટી આસન
પર વિરાજમાન પરમાત્મ-શક્તિઓ થી સંપન્ન સર્વશ્રેષ્ઠ રાજયોગી આત્મા કર્મેન્દ્રિયજીત,
વિકર્માજીત છું. આખો દિવસ આ જ સ્વમાન માં રહો કે આખા કલ્પ માં હીરો પાર્ટ ભજવવા વાળો
હું સર્વશ્રેષ્ઠ મહાન આત્મા છું.