15-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - દેહ - અભિમાન આસુરી કેરેક્ટર ( ચરિત્ર ) છે , તેને બદલી દૈવી કેરેક્ટર્સ ધારણ કરો તો રાવણ ની જેલ થી છૂટી જશો”

પ્રશ્ન :-
દરેક આત્મા પોતાનાં પાપ કર્મો ની સજા કેવી રીતે ભોગવે છે, એનાથી બચવાનું સાધન કયું છે?

ઉત્તર :-
દરેક પોતાનાં પાપો ની સજા એક તો ગર્ભ-જેલ માં ભોગવે છે, બીજું, રાવણ ની જેલ માં અનેક પ્રકાર નાં દુઃખ ઉઠાવે છે. બાબા આવ્યા છે આપ બાળકોને આ જેલો થી છોડાવવાં. આનાથી બચવા માટે સિવિલાઈઝડ બનો.

ઓમ શાંતિ!
ડ્રામા નાં પ્લાન અનુસાર બાપ સમજાવે છે. બાપ જ આવીને રાવણ ની જેલ થી છોડાવે છે કારણ કે બધાં ક્રિમિનલ, પાપ આત્માઓ છે. આખી દુનિયાનાં મનુષ્ય માત્ર ક્રિમિનલ હોવાનાં કારણે રાવણ ની જેલ માં છે. પછી જ્યારે શરીર છોડે છે તો પણ ગર્ભ જેલ માં જાય છે. બાપ આવીને બંને જેલ થી છોડાવે છે પછી તમે અડધોકલ્પ રાવણ ની જેલ માં પણ નહીં અને ગર્ભ-જેલ માં પણ નહીં જશો. તમે જાણો છો બાપ ધીરે-ધીરે પુરુષાર્થ અનુસાર આપણ ને રાવણ ની જેલ થી અને ગર્ભ-જેલ થી છોડાવતા રહે છે. બાપ બતાવે છે તમે બધાં ક્રિમિનલ છો રાવણ રાજ્ય માં. પછી રામરાજ્ય માં બધાં સિવિલાઈઝડ હોય છે. કોઈ પણ ભૂત ની પ્રવેશતા નથી થતી. દેહ નો અહંકાર આવવાથી જ પછી બીજા ભૂતો ની પ્રવેશતા થાય છે. હવે આપ બાળકોએ પુરુષાર્થ કરી દેહી-અભિમાની બનવાનું છે. જ્યારે આવાં (લક્ષ્મી-નારાયણ) બની જશો ત્યારે જ દેવતા કહેવાશો. હમણાં તો તમે બ્રાહ્મણ કહેવાઓ છો. રાવણ ની જેલ થી છોડાવવા માટે બાપ આવીને ભણાવે પણ છે અને જે બધાનાં કેરેક્ટર્સ બગડેલા છે તે સુધારે પણ છે. અડધાકલ્પ થી કેરેક્ટર્સ બગડતા-બગડતા ખૂબ બગડી ગયા છે. આ સમયે છે તમોપ્રધાન કેરેક્ટર્સ. દૈવી અને આસુરી કેરેક્ટર્સ માં બરોબર રાત-દિવસ નો ફરક છે. બાપ સમજાવે છે હવે પુરુષાર્થ કરી પોતાનાં દૈવી કેરેક્ટર્સ બનાવવાના છે, ત્યારે જ આસુરી કેરેક્ટર્સ થી છૂટતા જશો. આસુરી કેરેક્ટર્સ માં દેહ-અભિમાન છે નંબરવન. દેહી-અભિમાની નાં કેરેક્ટર્સ ક્યારેય બગડતા નથી. પૂરો આધાર કેરેક્ટર્સ પર છે. દેવતાઓનાં કેરેક્ટર્સ કેવી રીતે બગડે છે? જ્યારે તે વામ માર્ગ માં જાય છે અર્થાત્ વિકારી બને છે ત્યારે કેરેક્ટર્સ બગડે છે. જગન્નાથ નાં મંદિર માં એવાં ચિત્ર દેખાડ્યા છે વામ માર્ગનાં. આ તો ઘણાં વર્ષો નું જૂનું મંદિર છે, ડ્રેસ વગેરે દેવતાઓના જ છે. દેખાડે છે દેવતા વામ માર્ગમાં કેવી રીતે જાય છે? પહેલી-પહેલી ક્રિમિનાલિટી છે જ આ. કામ ચિતા પર ચઢાવે છે, પછી રંગ બદલાતા-બદલાતા બિલકુલ કાળા થઈ જાય છે. પહેલાં-પહેલાં ગોલ્ડન એજ માં છે સંપૂર્ણ ગોરા, પછી બે કળા ઓછી થઈ જાય છે. ત્રેતા ને સ્વર્ગ નહીં કહેવાશે, તે છે સેમી સ્વર્ગ. બાપે સમજાવ્યું છે રાવણ નાં આવવાથી જ તમારા ઉપર કાટ ચઢવાનું શરુ થયું છે. પૂરાં ક્રિમિનલ અંત માં બનો છો. હમણાં ૧૦૦ ટકા ક્રિમિનલ કહેવાશે. ૧૦૦ ટકા વાઈસલેસ હતાં પછી ૧૦૦ ટકા વિશશ બન્યાં. હવે બાપ કહે છે સુધરતા જાઓ, આ રાવણ ની જેલ ખૂબ મોટી છે. બધાને ક્રિમિનલ જ કહેવાશે કારણ કે રાવણ નાં રાજ્ય માં છે ને? રામરાજ્ય અને રાવણ રાજ્ય ની તો એમને ખબર જ નથી. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યા છો રામરાજ્ય માં જવાનો. સંપૂર્ણ તો કોઈ બન્યા નથી. કોઈ ફર્સ્ટ, કોઈ સેકન્ડ, કોઈ થર્ડ માં છે. હવે બાપ ભણાવે છે, દૈવી ગુણ ધારણ કરાવે છે. દેહ-અભિમાન તો બધામાં છે. જેટલાં-જેટલાં તમે સર્વિસ માં લાગેલા રહેશો એટલું દેહ-અભિમાન ઓછું થતું જશે. સર્વિસ કરવાથી જ દેહ-અભિમાન ઓછું થશે. દેહી-અભિમાની મોટી-મોટી (સારી-સારી) સર્વિસ કરશે. બાબા દેહી-અભિમાની છે તો કેટલી સારી સર્વિસ કરે છે. બધાને ક્રિમિનલ રાવણ ની જેલ માંથી છોડાવી સદ્દગતિ પ્રાપ્ત કરાવી દે છે, ત્યાં પછી બંને જેલ નહીં હશે. અહીં ડબલ જેલ છે, સતયુગ માં નથી કોર્ટ, નથી પાપ આત્માઓ, નથી રાવણ ની જેલ પણ. રાવણ ની છે બેહદ ની જેલ. બધાં પ વિકારો ની રસ્સીઓમાં બંધાયેલા છે. અપરંપઅપાર દુઃખ છે. દિવસે-દિવસે દુઃખ ની વૃદ્ધિ થતી રહે છે.

સતયુગ ને કહેવાય છે ગોલ્ડન એજ, ત્રેતા ને સિલ્વર એજ. સતયુગ વાળા સુખ ત્રેતા માં ન હોય શકે કારણ કે આત્માની બે કળા ઓછી થઈ જાય છે. આત્માની કળા ઓછી થવાથી શરીર પણ એવું થઈ જાય છે, તો આ સમજવું જોઈએ કે બરોબર આપણે રાવણ નાં રાજ્ય માં દેહ-અભિમાની બની પડ્યા છીએ. હવે બાપ આવ્યા છે રાવણ ની જેલ માંથી છોડાવવા માટે. અડધાકલ્પ નું દેહ-અભિમાન કાઢવામાં વાર તો લાગે છે. ખૂબ મહેનત કરવી પડે છે. જલ્દી થી જે શરીર છોડી ગયા તે પછી પણ મોટા થઈને આવીને કંઈક જ્ઞાન ઉઠાવી શકે છે. જેટલું મોડું થતું જાય છે તો પછી પુરુષાર્થ તો કરી ન શકે. કોઈ મરે પછી આવીને પુરુષાર્થ કરે તે તો જ્યારે ઓર્ગન્સ મોટા થાય, સમજદાર થાય ત્યારે કંઈક કરી પણ શકે. મોડે થી જવા વાળા તો કંઈ શીખી ન શકે. જેટલું શીખ્યા એટલું શીખ્યા એટલે મરતા પહેલાં પુરુષાર્થ કરવો જોઈએ, જેટલું થઈ શકે આ તરફ આવવાની કોશિશ જરુર કરશે. આ હાલત માં ઘણાં આવશે. ઝાડ ની વૃદ્ધિ થશે. સમજાવવાનું તો ખૂબ સહજ છે. બોમ્બે માં બાપ નો પરિચય આપવા માટે ચાન્સ ખૂબ સારો છે - આ આપણા બધાનાં બાપ છે, બાપ પાસે થી વારસો તો જરુર સ્વર્ગનો જ જોઈએ. કેટલું સહજ છે! દિલ માં અંદર ગદ્દગદ્દ થવું જોઈએ, આ આપણને ભણાવવા વાળા છે. આ આપણો મુખ્ય ઉદ્દેશ છે. આપણે પહેલાં સદ્દગતિ માં હતાં પછી દુર્ગતિ માં આવ્યા હવે પછી દુર્ગતિ થી સદ્દગતિ માં જવાનું છે. શિવબાબા કહે છે મામેકમ્ યાદ કરો તો તમારા જન્મ-જન્માંન્તર નાં પાપ કપાઈ જશે.

આપ બાળકો જાણો છો-જ્યારે દ્વાપર માં રાવણ રાજ્ય હોય છે તો પ વિકાર રુપી રાવણ સર્વવ્યાપી થઈ જાય છે. જ્યાં વિકાર સર્વવ્યાપી છે ત્યાં બાપ સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે છે? બધાં મનુષ્ય પાપ આત્માઓ છે ને? બાપ સન્મુખ છે ત્યારે તો આવું કહે છે કે મેં કહ્યું જ નથી, ઉલ્ટું સમજી ગયા છે. ઉલ્ટું સમજી, વિકારો માં ઉતરતા-ઉતરતા, ગાળો આપતા-આપતા ભારત ની આ હાલત થઈ છે. ક્રિશ્ચન લોકો પણ જાણે છે કે પ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું, બધાં સતોપ્રધાન હતાં. ભારતવાસી તો લાખો વર્ષ કહી દે છે કારણ કે તમોપ્રધાન બુદ્ધિ બની પડયા છે. તે પછી નથી એટલાં ઊંચ બન્યા, નથી એટલાં નીચ બન્યા. તે તો સમજે છે બરોબર સ્વર્ગ હતું. બાપ કહે છે આ ઠીક કહે છે-૫ હજાર વર્ષ પહેલાં પણ હું આપ બાળકોને રાવણ ની જેલ થી છોડાવવા આવ્યો હતો, હવે ફરી છોડાવવા આવ્યો છું. અડધોકલ્પ છે રામરાજ્ય, અડધોકલ્પ છે રાવણ રાજ્ય. બાળકો ને ચાન્સ મળે છે તો સમજાવવું જોઈએ.

બાબા પણ આપ બાળકો ને સમજાવે છે - બાળકો, આમ-આમ સમજાવો. આટલાં અપરમઅપાર દુઃખ કેમ થયા છે? પહેલાં તો અપરમઅપાર સુખ હતાં જ્યારે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. આ સર્વગુણ સંપન્ન હતાં, હવે આ નોલેજ છે જ નર થી નારાયણ બનવાની. ભણતર છે, એનાથી દૈવી કેરેક્ટર્સ બને છે. આ સમયે રાવણ નાં રાજ્ય માં બધાનાં કેરેક્ટર્સ બગડેલા છે. બધાનાં કેરેક્ટર્સ સુધારવા વાળા તો એક જ રામ છે. આ સમયે કેટલાં ધર્મ છે? મનુષ્યો ની કેટલી વૃદ્ધિ થતી રહે છે? આવી રીતે જ વૃદ્ધિ થતી રહેશે તો પછી ખાવાનું પણ ક્યાંથી મળશે! સતયુગમાં તો આવી વાતો હોતી નથી. ત્યાં દુઃખની કોઈ વાત જ નથી. આ કળિયુગ છે દુઃખધામ, બધાં વિકારી છે. તે છે સુખધામ, બધાં સંપૂર્ણ નિર્વિકારી છે. ઘડી-ઘડી એમને આ બતાવવું જોઈએ તો કંઈક સમજી જાય. બાપ કહે છે હું પતિત-પાવન છું, મને યાદ કરવાથી તમારા જન્મ-જન્માંતર નાં પાપ કપાઈ જશે. હવે બાપ કેવી રીતે કહેશે! જરુર શરીર ધારણ કરીને બોલશે ને? પતિત-પાવન સર્વ નાં સદ્દગતિ દાતા એક બાપ છે, જરુર એ કોઈ રથ માં આવ્યા હશે. બાપ કહે છે હું એ રથ માં આવું છું, જે પોતાનાં જન્મો ને નથી જાણતાં. બાપ સમજાવે છે આ ૮૪ જન્મો નો ખેલ છે, જે પહેલાં-પહેલાં આવ્યા હશે તે જ આવશે, એમનાં જ અનેક જન્મો હશે પછી ઓછા થતા જશે. સૌથી પહેલાં દેવતાઓ આવ્યાં. બાબા બાળકોને ભાષણ કરતા શીખવાડે છે - આવી-આવી રીતે સમજાવવું જોઈએ. સારી રીતે યાદ માં રહેશો, દેહ-અભિમાન નહીં હશે, તો ભાષણ સારું કરશો. શિવબાબા દેહી-અભિમાની છે ને? કહેતા રહે છે - બાળકો, દેહી-અભિમાની ભવ. કોઈ વિકાર ન રહે, અંદર કોઈ શૈતાની ન રહે. તમારે કોઈને પણ દુઃખ નથી આપવાનું, કોઈની નિંદા નથી કરવાની. આપ બાળકોએ ક્યારેય પણ સાંભળેલી-સંભળાવેલી વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ. બાપ ને પૂછો-આ આવું કહે છે, શું સત્ય છે? બાબા બતાવી દેશે. નહીં તો ઘણાં છે જે ખોટી વાતો બનાવવામાં વાર નથી કરતાં-ફલાણાએ તમારા માટે આવું-આવું કહ્યું, સંભળાવીને એમને જ ખાખ કરી દે છે. બાબા જાણે છે, એવાં ઘણાં હોય છે. ઉલ્ટી-સુલ્ટી વાતો સંભળાવીને મન ખરાબ કરી દે છે એટલે ક્યારેય પણ જુઠ્ઠી વાતો સાંભળીને અંદર માં બળવું ન જોઈએ. પૂછો - ફલાણાએ મારા માટે આવું કહ્યું છે? અંદર સફાઈ હોવી જોઈએ. ઘણાં બાળકો સાંભળેલી-સંભળાવેલી વાતો પર જ પરસ્પર દુશ્મની રાખી દે છે. બાપ મળ્યા છે તો બાપ ને પૂછવું જોઈએ ને? બ્રહ્મા બાબા પર પણ ઘણાઓને વિશ્વાસ નથી હોતો. શિવબાબા ને પણ ભૂલી જાય છે. બાપ તો આવ્યા છે બધાને ઊંચ બનાવવા. પ્રેમ થી ઉઠાવતા રહે છે. ઈશ્વરીય મત લેવી જોઈએ. નિશ્ચય જ નહીં હશે તો પૂછશે જ નહીં તો રિસ્પોન્સ પણ નહીં મળશે. બાપ જે સમજાવે છે એને ધારણ કરવું જોઈએ.

આપ બાળકો શ્રીમત પર વિશ્વ માં શાંતિ સ્થાપન કરવાનાં નિમિત્ત બનો છો. એક બાપ સિવાય બીજા કોઈની મત ઊંચા માં ઊંચી હોય ન શકે. ઊંચામાં ઊંચી મત છે ભગવાન ની. જેનાથી પદ પણ કેટલું ઊંચું મળે છે. બાપ કહે છે પોતાનું કલ્યાણ કરી ઊંચ પદ મેળવો, મહારથી બનો. ભણશો જ નહીં તો શું પદ મેળવશો? આ છે કલ્પ-કલ્પાન્તર ની વાત. સતયુગ માં દાસ-દાસીઓ પણ નંબરવાર હોય છે. બાપ તો આવ્યા છે ઊંચ બનાવવાં. પરંતુ ભણતા જ નથી તો શું પદ મેળવશે? પ્રજા માં પણ તો ઊંચ-નીચ પદ હોય છે ને? આ બુદ્ધિથી સમજવાનું છે. મનુષ્યો ને ખબર નથી પડતી કે અમે ક્યાં જઈએ છીએ? ઉપર જઈએ છીએ કે નીચે ઉતરીએ છીએ? બાપ આવીને આપ બાળકોને સમજાવે છે ક્યાં તમે ગોલ્ડન, સિલ્વર એજ માં હતાં, ક્યાં આયરન એજ માં આવ્યા છો? આ સમયે તો મનુષ્ય મનુષ્ય ને ખાઈ લે છે. હવે આ બધી વાતો જ્યારે સમજો ત્યારે કહો કે જ્ઞાન કોને કહેવાય છે? ઘણાં બાળકો એક કાન થી સાંભળીને બીજા થી કાઢી નાખે છે. સારા-સારા સેન્ટર નાં સારા-સારા બાળકો ની ક્રિમિનલ દૃષ્ટિ રહે છે. ફાયદા, નુકસાન, ઇજ્જત ની પરવા થોડી રાખે છે? મૂળ વાત છે જ પવિત્રતાની, આનાં પર જ કેટલાં ઝઘડા થાય છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે, આના પર જીત મેળવો ત્યારે જ જગતજીત બનશો. દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી છે ને? આગળ ચાલી સમજી જ જશે. સ્થાપના થઈ જ જશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય પણ સાંભળેલી-સંભળાવેલી વાતો પર વિશ્વાસ કરીને પોતાની સ્થિતિ ખરાબ નથી કરવાની. અંદર સફાઈ રાખવાની છે. ખોટી વાતો સાંભળીને અંદર બળવાનું નથી, ઈશ્વરીય મત લઈ લેવાની છે.

2. દેહી-અભિમાની બનવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે, કોઈની પણ નિંદા નથી કરવાની. ફાયદો, નુકસાન અને ઇજ્જત ને ધ્યાન માં રાખતા ક્રિમિનલ દૃષ્ટિ ને ખતમ કરવાની છે. બાપ જે સંભળાવે છે એને એક કાન થી સાંભળી બીજા થી કાઢવાનું નથી.

વરદાન :-
ત્રિકાળદર્શી ની સીટ પર સેટ થઈ દરેક કર્મ કરવાવાળા શક્તિશાળી આત્મા ભવ

જે બાળકો ત્રિકાળદર્શી ની સીટ પર સેટ થઈને દરેક સમયે, દરેક કર્મ કરે છે, તે જાણે છે કે વાતો તો અનેક આવવાની છે, થવાની છે, ભલે સ્વયં દ્વારા, ભલે બીજાઓ દ્વારા, ભલે માયા તથા પ્રકૃતિ દ્વારા બધાં પ્રકારની પરિસ્થિતિઓ તો આવશે, આવવાની જ છે પરંતુ સ્વસ્થિતિ શક્તિશાળી છે તો પરિસ્થિતિ એની આગળ કંઈ પણ નથી. ફક્ત દરેક કર્મ કરતા પહેલાં એનાં આદિ-મધ્ય-અંત ત્રણેય કાળ ચેક કરીને, સમજીને પછી કંઈ પણ કરો તો શક્તિશાળી બની પરિસ્થિતિ ને પાર કરી લેશો.

સ્લોગન :-
સર્વ શક્તિ તથા જ્ઞાન-સંપન્ન બનવું જ સંગમયુગ ની પ્રારબ્ધ છે.