15-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
યોગબળ થી જ આત્મા ની કટ નીકળશે , એટલે યોગ માં ક્યારેય પણ ગફલત નહીં કરો”
પ્રશ્ન :-
બાપે બાળકો ને બેહદ
નો વારસો લેવાની કઈ યુક્તિ બતાવી જેમાં માયા ચારેય તરફ વિઘ્ન નાખે છે?
ઉત્તર :-
બાબાએ યુક્તિ બતાવી બાળકો તમે બ્રહ્માકુમાર-કુમારીઓ એક બાપ નાં બાળકો પરસ્પર
ભાઈ-બહેન છો, તમે ક્યારેય ક્રિમિનલ એસાલ્ટ (વિકાર) ન કરી શકો. ભાઈ-બહેન વિકાર માં ન
જઈ શકે, તમારે શિવબાબા ની મત પર ચાલીને બેહદ નો વારસો લેવાનો છે. પરંતુ માયા ઓછી નથી,
ચારેય તરફ આમાં જ વિઘ્ન નાખતી રહે છે. અમે ભાઈ-બહેન છીએ, એક બાપ થી વારસો લઈએ છીએ,
આ ભૂલી જાય છે.
ગીત :-
તુમ્હેં પાકે
હમને…
ઓમ શાંતિ!
ગીત નો એક
શબ્દ જ બહુ છે. બાળકો જાણે છે બેહદ નાં બાપ પાસેથી બેહદ નો વારસો મળે છે અને
કલ્પ-કલ્પ મળે છે. આ પણ બાળકો જાણે છે કે બેહદ નો વારસો બરોબર ભારત ને જ મળ્યો હતો.
હવે તે ફરી થી મળી રહ્યો છે. જુઓ છો - હમણાં તો સ્વર્ગ નો વારસો નથી, રાવણ દ્વારા
નર્ક નો શ્રાપ મળી રહ્યો છે. શ્રાપ થી મનુષ્ય દુઃખી થાય છે. વર અર્થાત્ વારસા થી
સુખી થાય છે. હવે બ્રાહ્મણ બાળકો જાણે છે એ છે બેહદ નાં નિરાકાર બાપ અને પ્રજાપિતા
બ્રહ્મા છે બેહદ નાં સાકાર બાપ. બેહદ નાં સાકાર બાપ પ્રજાપિતા બ્રહ્મા વગર કોઈ હોતું
નથી. ભલે ગાંધી ને બાપુજી કહેતાં હતાં પરંતુ કાયદેસર આખી મનુષ્ય સૃષ્ટિ નાં તો તે
બાપુજી હોઈ ન શકે. આખાં નિરાકારી વર્લ્ડ (દુનિયા) નાં બાપુજી છે શિવ. હમણાં આપ બાળકો
જાણો છો આપણે શિવબાબા નાં બન્યાં છીએ. શિવબાબાએ આવીને આપણને પોતાનાં બનાવ્યાં છે -
વારસો આપવા માટે. મધુબન આવે છે શેનાં માટે? શિવબાબા થી મળવા માટે, પરંતુ એ નિરાકાર
છે. ફક્ત શિવબાબા કહેવાથી સમજશે નહીં એટલે કહેવાય છે બાપદાદા. શિવબાબા અને બ્રહ્મા
દાદા. દાદા નું નામ અલગ છે, બાપ નું નામ અલગ છે. એ નિરાકાર સર્વ નાં બાપ પણ છે,
સર્વ નાં દાદા પણ છે. બધાં બાળકોને બાપદાદા પાસેથી વારસો મળે છે જરુર. બેહદ નાં બાપ
થી બધાને વારસો મળે છે. એ બાપ જ સર્વ નાં દુઃખહર્તા-સુખકર્તા છે. સતયુગ માં કોઈ પણ
મનુષ્ય દુઃખી હોઈ ન શકે. નામ છે સ્વર્ગ, એ છે હેવન સ્થાપના કરવા વાળા ગોડફાધર. ભારત
સૌથી જુનું છે તો જરુર સૌથી નવું હતું ત્યારે તો હવે સૌથી જુનું થયું છે. સતયુગ,
કળિયુગ ભારત ને જ કહેવાય છે. બરોબર ભારત સ્વર્ગ હતું. આ લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતાં
હતાં. આ બુદ્ધિ માં છે. હવે તમે લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં જશો તો ઝટ બુદ્ધિ માં
આવશે કે આમને આ વારસો કેવી રીતે મળ્યો! આ પૂજ્ય કેવી રીતે બન્યાં! ક્યારે રાજ્ય
કર્યું? કોનાં દ્વારા રાજ્ય મેળવ્યું? આ બધું બુદ્ધિ માં આવશે. પહેલાં
લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં જતા હતાં, માળા ફેરવતાં હતાં. ઓક્યુપેશન (કર્તવ્ય) ની
કાંઈ પણ ખબર નહોતી. હવે ફક્ત તમારી બુદ્ધિ માં છે તે પણ નંબરવાર. તમે હમણાં
લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં જઈને ઉભાં રહેશો તો હર્ષિત થશો. બુદ્ધિમાં છે એમને આ
પ્રારબ્ધ કેવી રીતે મેળવી હતી. સંગમયુગ પર જ મેળવી કારણકે સંગમ પર જૂની દુનિયા
બદલવાની છે. સંગમ પર જ બાપે આવીને રાજ્યોગ શીખવાડ્યો હતો. આ પણ જાણો છો અનેક જન્મો
નાં અંત નાં જન્મ માં બરોબર આ બ્રહ્મા હતાં. બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની સ્થાપના
થાય છે. આ લક્ષ્મી-નારાયણ જ આગલાં જન્મ માં બરોબર બ્રહ્મા-સરસ્વતી હતાં. બ્રહ્મા ની
સાથે બ્રાહ્મણ બ્રાહ્મણીઓ પણ હશે. સતયુગ માં લક્ષ્મી-નારાયણ ની રાજધાની હતી ને.
જરુર પ્રજાપિતા પણ હશે. તમે જાણો છો આપણે પુરુષાર્થ કરી રહ્યાં છીએ, જેમણે કલ્પ
પહેલાં પુરુષાર્થ કર્યો છે તે આપણે સાક્ષી થઈ જોઈએ છીએ. એક હોય છે રાજાઈ કુળ, બીજું
હોય છે પ્રજા કુળ. તેમાં પણ કોઈ ખૂબ સાહૂકાર હોય છે કોઈ ઓછાં. રાજાઓમાં પણ કોઈ ખૂબ
સાહૂકાર, કોઈ ઓછાં સાહૂકાર હોય છે. તમે લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં કોઈને પણ
સમજાવી શકો છો કે આમણે આ રાજ્ય કેવી રીતે મેળવ્યું. હવે ફરીથી તે જ પોતાનું રાજ્ય
ભાગ્ય લઈ રહ્યાં છે, રાજધાની સ્થાપન થઈ રહી છે. કેટલું સહજ છે. અંબા કોણ છે - આ પણ
નથી જાણતાં. તમે કહેશો આ તો જગતઅંબા છે. કલ્પ પહેલાં પણ જગતઅંબા જગતપિતા હતાં. તેમનાં
બાળકો અમે હતાં. સંગમ પર બાબા રાજયોગ શીખવાડી રહ્યાં છે. જગતઅંબા નાં બાળકો પણ
અસંખ્ય છે. પરંતુ આટલાં બધાને તો બેસાડી ન શકાય.
હવે તમને જ્ઞાન નું
ત્રીજું નેત્ર મળ્યું છે. બાપ જ્ઞાન નાં સાગર છે તો જરુર બાળકોને જ્ઞાન જ આપશે. એમને
ન મનુષ્ય, ન દેવતા કહેવાય છે. એમને પરમાત્મા જ કહેવાય છે. તમે કોઈનાં પણ મંદિર માં
જાઓ તો તેમની બાયોગ્રાફી (જીવનકહાની) બતાવી શકો છો. રામ માટે પણ તમે સમજાવી શકો છો.
ચંદ્રવંશી કુળ હમણાં સ્થાપન થઈ રહ્યું છે. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણો નો પણ ધર્મ
સ્થાપન થાય છે. બ્રહ્માનું નામ કેટલું પ્રસિદ્ધ છે. બ્રહ્મા દ્વારા બાપ બ્રાહ્મણો
ને રચે છે. તમે બ્રહ્માકુમાર-કુમારીઓ હોવાથી જાણો છો અમે એક બાપ નાં બાળકો પરસ્પર
ભાઈ-બહેન છીએ. પછી અમે ક્રિમિનલ એસાલ્ટ (વિકાર) કરી ન શકીએ. ભાઈ-બહેન વિકાર માં જઈ
ન શકે. બાપે આ યુક્તિ રચી છે - ડ્રામા અનુસાર તમે પણ બ્રહ્માકુમાર અમે પણ
બ્રહ્માકુમારી. હકીકત માં આખી દુનિયા બી.કે. છે. પરંતુ જાણતાં નથી. આપણે શિવબાબા ની
મત થી બેહદ નો વારસો લઈ રહ્યાં છીએ. માયા પણ ઓછી નથી. ચારેય તરફ વિઘ્ન નાખતી રહે
છે. આપણે ભાઈ-બહેન છીએ, એક બાપ પાસેથી વારસો લઈએ છીએ, આ ભૂલી જાય છે. આ તો સારી રીતે
સમજો છો, સતયુગ માં એક જ ધર્મ હોય છે. બાકી બધાં ધર્મ ખતમ થઇ જાય છે. આ પણ બાળકો
જાણે છે, આ કોઇ નવી વાત નથી. દર ૫ હજાર વર્ષ પછી આ ચક્ર ફરે છે. તિથિ-તારીખ પણ લખેલી
છે. આ પણ બુદ્ધિમાં રહેવું જોઈએ - અમે શિવબાબા થી આ યુક્તિ થી વારસો લઈએ છીએ. લક્ષ
તો મળેલું છે ને. બાપ ને યાદ કરી બાપ પાસેથી વારસો લેવાનો છે. યાદ અર્થાત્ યોગબળ થી
જ કટ નીકળશે. આમાં કોઈ ગફલત ન થાય, એટલે મોરલીઓ મળે છે. નિશ્ચયબુદ્ધિ પાક્કા છે તો
ભલે ક્યાંય પણ ચાલ્યાં જાય. સમજો મોરલી નથી મળતી તો પણ બુદ્ધિમાં તો છે ને - અમે
બાબાનાં બની ગયાં. બાબાએ સમજાવ્યું છે, તમારો આત્મા તમોપ્રધાન બન્યો છે, હવે તમે
બાપ ને યાદ કરો તો તમોપ્રધાન થી સતોપ્રધાન બનશો. આ મહામંત્ર એક બાપ જ બતાવે છે બીજું
કોઈ બતાવી ન શકે. બાપ જ કહે છે મીઠાં-મીઠાં બાળકો યાદ નાં બળ થી જ તમારે તમોપ્રધાન
થી સતોપ્રધાન બનવાનું છે. આ શબ્દ છે પરંતુ કોઈની બુદ્ધિમાં નથી આવતું. હવે તમે સમજો
છો બરોબર કલ્પ પહેલાં પણ બાબાએ આ શદ કહ્યાં હતાં કે દેહ નાં સર્વ ધર્મો ને છોડી
પોતાને આત્મા સમજો. આ બધા દેહ નાં ધર્મ છે ને. સર્વ નાં બાપ એક જ છે. બધા આત્માઓ એ
એક બાપ ને પોકારે છે. પોપ પણ ગોડ ને યાદ કરે છે. કહે છે ઓ ગોડ ફાધર રહેમ કરો. આ
મનુષ્યો ની ક્રોધી બુદ્ધિને પલટાવો તો આ પરસ્પર માં લડે નહીં. યાદ તો બાપ ને જ કરશે
ને. બીજા કોઈને યાદ નથી કરતાં. શિવબાબા ને જ પોકારે છે કે આવીને પતિતો ને પાવન બનાવો.
પાવન બનશો પછી તો આ છી-છી રાવણ ની દુનિયામાં રહી નહીં શકો પછી જરુર નવી દુનિયા જોઈએ.
કળિયુગ થી બદલાઇ સતયુગ તો થવાનો જ છે ને. પરંતુ આટલું પણ નથી સમજતાં. એક ડૉક્ટર
આવ્યાં હતાં - કહેતા હતાં કળિયુગ તો કળિયુગ જ ચાલશે. અરે સદૈવ કળિયુગ જ કેવી રીતે
ચાલશે? કળિયુગ કોઈ સારો છે શું! સમજે થોડી છે ફક્ત ભાવના છે બીજાઓને લઈ આવે છે. એમને
તીર નથી લાગતું બીજા કોઈ આવવા વાળાઓને તીર લાગી જાય તો પણ કંઈ ન કંઈ દલાલી મળી જશે.
અમે સ્વર્ગ માં આવી જઈશું. બાપ થી થોડું પણ આવીને સાંભળે છે તો પણ સ્વર્ગ માં જરુર
ચાલ્યાં જશે. છતાં પણ હેવનલી ગોડફાધર ની સામે આવીને બેઠા છે. બાપ સમજાવે છે - હું
બધાનો બાપ છું ને. કોઈ માનતા નથી કે શિવબાબા કેવી રીતે આવશે. અરે, આત્મા આવી શકે છે
તો હું કેમ નહીં આવીશ. આત્મા એક શરીર છોડી બીજા માં જઈ શકે છે તો હું ન આવી શકું!
નહીં તો હું કેવી રીતે આવું. પોકારે પણ છે હે પતિત-પાવન બાબા આવીને પતિત થી પાવન
બનાવો. બાપ કહે છે હું આવું જ ભારત માં છું. કલ્પ-કલ્પ નાં સંગમ પર એક જ વાર આવું
છું. તમે જ્યારે ૮૪ જન્મ પૂરા કરો છો તો હું આવું છું. આપ બાળકોને નિશ્ચય છે બાબા
આવ્યાં છે ફરી થી વારસો આપવાં. બાપ કહે છે મારો ધંધો જ છે - જૂની દુનિયાને બદલી નવી
દુનિયા સ્થાપન કરવી એટલે ગવાયેલું છે નવી દુનિયાની સ્થાપના, જૂની દુનિયાનો વિનાશ પછી
તમે પાલના કરશો. પ્રકાશ મળ્યો છે ને. કાળી નું મંદિર જોશે તો સમજશે જૂઠું ચિત્ર છે.
કાળી બરોબર જગદંબા છે. પરંતુ એવું ભયાનક રુપ નથી. બંગાળ માં કાળી ની આગળ બલિ ચઢાવે
છે, પરંતુ જાણતાં કંઈ નથી. જગતઅંબા નાં મંદિર માં લાખો આવે છે. સદૈવ જેવી રીતે મેળો
જ છે. નાની મૂર્તિ રાખેલી છે ને. નામ રાખી દીધું છે જગતઅંબા. હવે જગતઅંબા તો એક હોવી
જોઈએ. સિંધ માં કાળી નું મંદિર કેવું બનાવ્યું હતું. એકવાર કિલ્લા માં બોમ્બ ફાટ્યો
તો એક ફકીરે કહ્યું કે કાળી માતા ગુસ્સે થઈ છે, બસ તેને જઈને ત્યાં કાળી નું મંદિર
બનાવી દીધું. હવે કાળી છે કોણ! કંઈ પણ નથી જાણતાં. તમને હવે નોલેજ મળ્યું છે, એવી
કોઈ ચીજ નથી જેને તમે ન જાણો. સમજો છો બાબા થી વારસો લઈ રહ્યાં છીએ તો પૂરો
પુરુષાર્થ કરવો જોઈએ ને.
પહેલાં નંબર નું દુઃખ
ત્યારે શરું થાય છે જ્યારે કુમાર-કુમારી લગ્ન કરે છે. તમને તો લગ્ન કરવાનો ક્યારેય
વિચાર પણ ન આવવો જોઈએ. હવે બાપ કહે છે આ રાવણ રાજ્ય ખતમ થવાનું છે. આ છે વિકારી
ગૃહસ્થ વ્યવહાર. દેવી-દેવતાઓનાં માટે ગાતા રહે છે. આ કોઈને ખબર નથી કે આ દેવતાઓને
નિર્વિકારી બનાવવા વાળા કોણ છે! સતયુગ છે સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. શાસ્ત્રો માં
પછી દેખાડી દીધું છે કે ત્યાં પણ વિકાર હતાં. પરંતુ તે તો છે જ વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી
દુનિયા), વિકારી દુનિયા અને નિર્વિકારી દુનિયા માં કેટલો ફરક છે! આ વાતો બીજા કોઈની
બુદ્ધિમાં નથી. તમે જાણો છો આ લક્ષ્મી-નારાયણ નું જ્યારે રાજ્ય હતું તો કેટલાં થોડા
મનુષ્ય હતાં. એક જ ધર્મ હતો પછી વૃદ્ધિને પામ્યું છે. ચક્ર પણ પૂરું લગાવવું પડે,
ત્યારે કહેશે આખી પૃથ્વી પર ચક્કર લગાવ્યું. સમુદ્ર નું તો ચક્ર લગાવી ન શકાય.
સતયુગ માં થોડાં છે તો કેટલી થોડી જમીન લે છે. હવે મનુષ્ય સૃષ્ટિ ની હદ પૂરી થવાની
છે. ઉપર માં થોડાં આત્માઓ જે છે - તે પણ આવતા રહે છે. મનુષ્ય વધતાં જ રહે છે. જ્યારે
ત્યાંથી પણ આત્માઓ આવવાનાં પૂરાં થઈ જશે, તમે કર્માતીત અવસ્થા ને પામશો પછી આત્માઓએ
શરીર છોડીને જવાનું છે. તેમનું આવવાનું તમારું જવાનું થશે. થોડાં-થોડાં આવતાં રહે
છે. સમજ ની વાત છે ને. આપણે પહેલાં-પહેલાં જઈને ત્યાં રહેશું. આપણા હોતાં કોઈ રહેવું
ન જોઈએ. આ વિસ્તારની વાતો છે. બાળકોને છતાં પણ બાપ કહે છે - સારું, પોતાનાં પ્રિય
બાબુલ ને યાદ કરો. તમને ફાયદો છે બાપને યાદ કરવામાં. આ હિસ્ટ્રી-જોગ્રોફી તો મનુષ્ય
ખુબ વાંચે છે. ખૂબ દૂર-દૂર જાય છે. ચંદ્ર માં પર પણ જાય છે. આ છે સાયન્સ (વિજ્ઞાન)
નો ઘમંડ. અતિ માં જાય છે. ચંદ્ર પર કંઈ થોડી છે. તમે તો સૂર્ય-ચંદ્ર થી પણ પાર થઈ
જાઓ છો. આ નોલેજ તમારી બુદ્ધિમાં હમણાં છે. સમજો છો ડ્રામા પ્લાન અનુસાર બાબા બધું
બતાવે છે. બાપ જ કહે છે હું તમને પતિત થી પાવન બનાવું છું. આ મારો પાર્ટ છે.
ભક્તિમાર્ગ માં પણ આ મારો પાર્ટ છે. છે તો ડ્રામાને. જેવી રીતે તમે પાર્ટધારી છો,
હું પણ પાર્ટધારી છું. મારું કામ છે તમને પતિત થી પાવન બનાવવાં. જે કંઈ કરો છો તો
એમની મહિમા થાય છે ને. આ લક્ષ્મી-નારાયણ ની કેટલી મહિમા છે. પરંતુ તેમને આવાં લાયક
કોણે બનાવ્યાં? એ સુખધામ નાં માલિક હતાં. હવે તો અનેક પ્રકાર નાં કેટલાં દુઃખ છે.
આજે કોઈ મર્યુ, ઝઘડો થયો, ભલે કોઈની પાસે લાખ, કરોડ, પદમ છે, પરંતુ જો કોઈ બીમારી
વગેરે આવી જાય છે તો શું કરશે! બિરલા ની પાસે કેટલાં પૈસા છે! એક જન્મ માં પૈસા જોવા
મળે છે, પરંતુ એવું કોઈ નથી જેમને કોઈ દુઃખ નથી. કોઈ ન કોઈ પ્રકારનું દુઃખ બધાને
હોય છે. હવે તો આ પૈસા વગેરે બધા માટીમાં મળી જવાનાં છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કર્માતીત
અવસ્થા ને પ્રાપ્ત કરી પાછા ઘરે જવાનું છે પરંતુ જશો ત્યારે જ્યારે આત્માઓનું આવવાનું
બંધ થશે, આ વિસ્તાર ને બુદ્ધિમાં રાખી એક બાબુલ ને પ્રેમ થી યાદ કરવાનાં છે.
2. જ્ઞાન નો પ્રકાશ
મળ્યો છે એટલે નિશ્ચયબુદ્ધિ બની બાપ થી પૂરો વારસો લેવાનો છે. ક્યાંય પણ રહેતા યાદ
નાં બળ થી આત્માને તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
સ્વમાન માં
સ્થિત રહી વિશ્વ દ્વારા સન્માન પ્રાપ્ત કરવા વાળા દેહ - અભિમાન મુક્ત
ભણતર નું મૂળ લક્ષ છે
- દેહ-અભિમાન થી ન્યારા થઈ દેહી-અભિમાની બનવું. આ દેહ-અભિમાન થી ન્યારા અથવા મુક્ત
થવાની વિધિ જ છે - સદા સ્વમાન માં સ્થિત રહેવું. સંગમયુગ નાં અને ભવિષ્ય નાં જે
અનેક પ્રકાર નાં સ્વમાન છે એમાં કોઈ એક પણ સ્વમાન માં સ્થિત રહેવાથી દેહ-અભિમાન મટતું
જશે. જે સ્વમાન માં સ્થિત રહે છે એમને સ્વતઃ જ માન પ્રાપ્ત થાય છે. સદા સ્વમાન માં
રહેવાવાળા જ વિશ્વ મહારાજન બને છે અને વિશ્વ એમને સન્માન આપે છે.
સ્લોગન :-
જેવો સમય તેવું
પોતાને મોલ્ડ કરી લેવું - આ જ છે રીયલ ગોલ્ડ બનવું.
આ અવ્યક્ત ઈશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો .
હવે નિર્ભય જ્વાળામુખી
બની પ્રકૃતિ અને આત્માઓ ની અંદર જે તમોગુણ છે એને ભસ્મ કરો. તપસ્યા અર્થાત્ જ્વાળા
સ્વરુપ યાદ દ્વારા જ માયા કે પ્રકૃતિ નું વિકરાળ રુપ શીતળ થઈ જશે. તમારું ત્રીજું
નેત્ર, જ્વાળામુખી નેત્ર માયા ને શક્તિહીન કરી દેશે.