15-09-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  31.12.2001    બાપદાદા મધુબન


“ આ નવાં વર્ષ માં સફળતા ભવ નાં વરદાન દ્વારા બાપ અને સ્વયં ની પ્રત્યક્ષતા ને સમીપ લાવો”


આજે નવયુગ નાં રચયિતા પોતાનાં માસ્ટર નવયુગ રચયિતા બાળકો સાથે નવું વર્ષ મનાવવા માટે આવ્યા છે. નવું વર્ષ મનાવવું, આ તો વિશ્વ માં બધાં મનાવે છે. પરંતુ તમે બધાં નવયુગ બનાવી રહ્યા છો. નવયુગ ની ખુશી દરેક બાળકોની અંદર છે. જાણો છો કે નવયુગ હવે આવ્યો કે આવ્યો. દુનિયા વાળા નું નવું વર્ષ એક દિવસ મનાવવાનું છે અને તમારાં બધાનો નવયુગ આખો જ સંગમયુગ મનાવવાનો છે. નવાં વર્ષ માં ખુશી મનાવે, એક-બીજાને ગિફ્ટ આપે છે. તે ગિફ્ટ પણ કઈ છે? થોડા સમય માટે તે ગિફ્ટ છે. નવયુગ રચયિતા બાપ આપ સર્વ બાળકો માટે કઈ ગિફ્ટ લાવે છે? ગોલ્ડન ગિફ્ટ, જે ગોલ્ડન ગિફ્ટ અર્થાત્ ગોલ્ડન યુગ માં બધાં સ્વતઃ જ ગોલ્ડન થઈ જાય છે, નવાં થઈ જાય છે. થોડા સમય પછી નવું વર્ષ શરુ થશે પરંતુ બધું નવું નહીં થઈ જશે. તમારા નવયુગ માં પ્રકૃતિ પણ નવી બની જશે. આત્મા પણ નવું વસ્ત્ર (શરીર) ધારણ કરશે. દરેક વસ્તુ નવી અર્થાત્ સતોપ્રધાન ગોલ્ડન એજ વાળી હશે. તો નવાં વર્ષ ને મનાવતા તમારા મન માં, બુદ્ધિ માં નવયુગ જ યાદ આવી રહ્યો છે. નવયુગ યાદ છે ને કે આજ નાં દિવસે નવું વર્ષ યાદ છે?

બાપદાદા પહેલાં મુબારક આપે છે કે નવયુગ પછી સાથે મુબારક આપે છે નવા વર્ષ ની, કારણ કે તમે બધાં નવું વર્ષ મનાવવા માટે આવ્યા છો ને? મનાવો, ખૂબ મનાવો. અવિનાશી ગિફ્ટ જે બાપદાદા દ્વારા મળેલી છે, એની અવિનાશી મુબારક મનાવો. સદા એકબીજા ને શુભ ભાવના ની મુબારક આપો. આ જ સાચ્ચી મુબારક છે. મુબારક જ્યારે આપો છો તો સ્વયં પણ ખુશ થાઓ છો અને બીજા પણ ખુશ થાય છે. તો સાચાં દિલ ની મુબારક છે - એક-બીજા પ્રત્યે દિલ થી શુભ ભાવના, શુભકામના ની મુબારક. શુભ ભાવના એવી શ્રેષ્ઠ મુબારક છે જે કોઈ પણ આત્માની કેવી પણ ભાવના હોય, સારી ભાવના તથા સારો ભાવ ન પણ હોય, પરંતુ તમારી શુભ ભાવના એમનો ભાવ પણ બદલી શકે છે, સ્વભાવ પણ બદલાઈ શકે છે. આમ સ્વભાવ શબ્દ નો અર્થ જ છે - સ્વ (આત્મા) નો ભાવ અર્થાત્ શુભ ભાવ. દરેક સમયે દરેક આત્માને આ જ અવિનાશી મુબારક આપતા ચાલો. કોઈ તમને કંઈ પણ આપે પરંતુ તમે બધાને શુભ ભાવના આપો. અવિનાશી આત્મા નાં અવિનાશી આત્મિક સ્થિતિ માં સ્થિત થવાથી આત્મા પરિવર્તિત થઈ જ જશે. તો આ નવાં વર્ષ માં શું વિશેષતા કરશો? સ્વયં માં પણ, સર્વ માં પણ અને સેવા માં પણ. જ્યારે નવું વર્ષ નામ છે તો કોઈ નવીનતા કરશો ને? તો શું નવીનતા કરશો? દરેકે પોતાની નવીનતા નો પ્લાન બનાવ્યો છે કે હમણાં ફક્ત નવું વર્ષ મનાવી લેશો? મિલન મનાવ્યું, નવું વર્ષ મનાવ્યું, નવીનતા નો શું પ્લાન બનાવ્યો?

બાપદાદા દરેક બાળકને આ વર્ષ માટે વિશેષ આ જ ઈશારો આપે છે કે સમય પ્રમાણે હમણાં બધાં બાળકોને ભલે અહીં સાકાર માં સન્મુખ બેઠાં છે, ભલે દેશ, વિદેશ માં વિજ્ઞાન નાં સાધન દ્વારા સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, બાપદાદા પણ બધાને જોઈ રહ્યા છે. બધાં ખૂબ આરામ થી, મજા થી જોઈ રહ્યા છે. તો સર્વ વિશ્વ નાં, બાપદાદા નાં અતિ પ્રિય અતિ મીઠાં બાળકો ને બાપદાદા આ જ ઈશારો આપે છે કે “હવે પોતાનાં આ બ્રાહ્મણ જીવન માં અમૃતવેલા થી લઈને રાત સુધી બચત નું ખાતું વધારો, જમા નું ખાતું વધારો.” દરેક પોતાનાં કાર્ય પ્રમાણે પોતાનો પ્લાન બનાવે, જે પણ બ્રાહ્મણ જીવન માં ખજાના મળ્યા છે, એ દરેક ખજાના ની બચત અથવા જમા નું ખાતું વધારો કારણ કે બાપદાદાએ આ જ વર્ષ નાં અંત સુધી ચારેય તરફ નાં બાળકો નું રીઝલ્ટ જોયું. શું જોયું, જાણી તો ગયા છો. ટીચર્સ પણ જાણી ગયા છે. ડબલ વિદેશી પણ જાણી ગયા છે. મહારથી પણ જાણી ગયા છે. જમાનું ખાતું જેટલું હોવું જોઈએ એટલું… શું કહે? તમે સ્વયં જ બોલો, કારણ કે બાપદાદા જાણે છે કે સર્વ ખજાના જમા કરવાનો સમય ફક્ત હમણાં સંગમ છે. આ નાના યુગ માં જેટલું જમા કર્યુ એ જ પ્રમાણે આખું કલ્પ પ્રારબ્ધ પ્રાપ્ત કરતા રહેશો. જે તમારાં બધાનું સ્લોગન છે ને - કયું સ્લોગન છે? અબ નહીં તો… પછી શું છે? “હમણાં નહીં તો ક્યારેય નહીં”. આ સ્લોગન દિમાગ માં તો ખૂબ યાદ છે. પરંતુ દિલ માં, યાદ માં ભુલાય પણ છે તો યાદ પણ રહે છે. સૌથી મોટા માં મોટો ખજાનો આ બ્રાહ્મણ જીવન ની શ્રેષ્ઠતા નો આધાર છે - સંકલ્પ નો ખજાનો, સમય નો ખજાનો, શક્તિઓ નો ખજાનો, જ્ઞાન નો ખજાનો, બાકી સ્થૂળ ધન નો ખજાનો તો સાધારણ છે. તો બાપદાદાએ જોયું જેટલા તમે દરેક બ્રાહ્મણ શ્રેષ્ઠ સંકલ્પ નાં ખજાના દ્વારા સ્વયં ને તથા સેવા ને શ્રેષ્ઠ બનાવી શકો છો, એમાં હજી વધારે અન્ડરલાઈન કરવી પડશે.

આપ બ્રાહ્મણો નાં એક શ્રેષ્ઠ સંકલ્પ માં, શુભ સંકલ્પ માં એટલી શક્તિ છે જે આત્માઓને ખૂબ સહયોગ આપી શકે છે. સંકલ્પ શક્તિ નું મહત્વ હજી જેટલું વધારવા ઈચ્છો એટલું વધારી શકો છો. જ્યારે સાયન્સ નાં સાધન રોકેટ, દૂર બેસી જ્યાં ઈચ્છે, જ્યારે ઈચ્છે, જે સ્થાન પર પહોંચવા ઈચ્છે, એક સેકન્ડ માં પહોંચાડી શકે છે. તમારા શુભ શ્રેષ્ઠ સંકલ્પ ની આગળ આ રોકેટ શું છે? રિફાઈન વિધિ થી કાર્ય માં લગાવીને જુઓ, તમારી વિધિ ની સિદ્ધિ ખૂબ શ્રેષ્ઠ છે. પરંતુ હવે અંતર્મુખતા ની ભઠ્ઠી માં બેસો. તો આ નવાં વર્ષ માં પોતાની જાતે સર્વ ખજાના ની બચત ની સ્કીમ બનાવો. જમા નું ખાતું વધારો. આખા દિવસ માં સ્વયં જ પોતાનાં પ્રત્યે અંતર્મુખતા ની ભઠ્ઠી માટે સમય ફિક્સ કરો. જાતેજ તમે કરી શકો છો, બીજા ન કરી શકે. બાપદાદા પ્રત્યક્ષતા વર્ષ ની પહેલાં આ વર્ષ ને “સફળતા ભવ નું વર્ષ” કહે છે. સફળતા નો આધાર દરેક ખજાના ને સફળ કરવાં. સફળ કરો, સફળતા પ્રાપ્ત કરો. સફળતા પ્રત્યક્ષતા ને સ્વતઃ જ પ્રત્યક્ષ કરશે. વાચા ની સેવા ખૂબ સારી કરી પરંતુ હવે સફળતા નાં વરદાન દ્વારા બાપ ની, સ્વયં ની પ્રત્યક્ષતા ને સમીપ લાવો. દરેક બ્રાહ્મણોનાં જીવન માં સર્વ ખજાના ની સંપન્નતા નો આત્માઓ ને અનુભવ થાય. આજકાલ નાં આત્માઓ તમારા અનુભવી મૂર્ત દ્વારા અનુભૂતિ કરવા ઈચ્છે છે. સાંભળવા ઓછું ઈચ્છે છે, અનુભૂતિ વધારે ઈચ્છે છે. “અનુભૂતિ નો આધાર છે - ખજાનાઓનું જમા ખાતું.” હવે આખા દિવસ માં વચ્ચે-વચ્ચે આ પોતાનો ચાર્ટ ચેક કરો, સર્વ ખજાના જમા કેટલા કર્યાં? જમા નું ખાતું કાઢો, પોતામેલ કાઢો. એક મિનિટ માં કેટલાં સંકલ્પ ચાલે છે? સંકલ્પ ની ફાસ્ટ ગતિ છે ને? કેટલાં સફળ થયાં, કેટલાં વ્યર્થ થયાં? કેટલાં સમર્થ રહ્યાં, કેટલાં સાધારણ રહ્યાં? ચેક કરવાનું મશીન તો તમારી પાસે છે ને કે નથી? બધાની પાસે ચેકિંગ મશીન છે? ટીચર્સ ની પાસે છે? તમારા સેન્ટર્સ પર જેમ કોમ્પ્યુટર છે, ઈમેલ છે તેમ આ ચેકિંગ મશીન છે? ડબલ વિદેશીઓની પાસે છે? ચાલે છે કે બંધ પડ્યું છે? પાંડવો ની પાસે ચેકિંગ મશીન છે? બધાની પાસે છે, કોઈની પાસે નથી તો અરજી કરો. જેવી રીતે ક્યાંય ઓફિસ ખોલે છે તો પહેલાં જ વિચારો છો કે ઓફિસ બનાવતા પહેલાં, આજકાલ નાં જમાના માં કોમ્પ્યુટર જોઈએ, ઈમેલ જોઈએ, ટાઈપ મશીન જોઈએ, કોપી કાઢવા વાળું મશીન જોઈએ. જોઈએ ને? તો બ્રાહ્મણ જીવન માં તમારા દિલની ઓફિસ માં આ બધાં મશીન છે કે નથી?

બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું કે બાપદાદા ની પાસે પ્રકૃતિ પણ આવે છે કહેવા માટે કે હું એવરરેડી છું, સમય પણ બ્રાહ્મણો ને વારંવાર જોતો રહે છે કે બ્રાહ્મણ તૈયાર છે? વારંવાર બ્રાહ્મણો નું ચક્કર લગાવે છે. તો બાપદાદા પૂછે છે, હાથ તો ખૂબ સારા ઉઠાવો છો, બાપદાદા પણ ખુશ થઈ જાય છે. હવે એવાં એવરરેડી બનો જે દરેક સંકલ્પ, દરેક સેકન્ડ, દરેક શ્વાસ જે વીતે તે વાહ, વાહ હોય. વ્હાય (કેમ) ન હોય, વાહ, વાહ હોય. હમણાં કોઈ સમયે વાહ, વાહ થાય છે, કોઈ સમય વાહ ની બદલે વ્હાય થઈ જાય છે. કોઈ સમયે બિન્દુ લગાવો છો, કોઈ સમયે ક્વેશ્ચન માર્ક અને આશ્ચર્ય ની માત્રા લાગી જાય છે. તમારા બધાનું મન પણ કહે વાહ! અને જેનાં પણ સંબંધ-સંપર્ક માં આવો છો, ભલે બ્રાહ્મણો નાં કે સેવા કરવાવાળા નાં વાહ! વાહ! શબ્દ નીકળે. સારું.

આજે ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર બ્રહ્મા બાપ ની એક શુભ આશા રહી, બ્રહ્મા બાપ બોલ્યા કે મારા ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ સન્સ (બાળકો) ને વિશેષ એક વાત કહેવાની છે, તે શું? કે સદા દરેક બાળકનાં ચહેરા પર, સદા એક તો રુહાનિયત ની મુસ્કુરાહટ હોય, સાંભળ્યું? સારી રીતે કાન ખોલીને સાંભળજો. અને બીજું - મુખ માં સદા મધુરતા હોય. એક શબ્દ પણ મધુરતા વગર ન હોય. ચહેરા પર રુહાનિયત હોય, મુખ માં મધુરતા હોય અને મન-બુદ્ધિ માં સદા શુભ ભાવના, રહેમદિલ ની ભાવના, દાતાપણા ની ભાવના હોય. દરેક કદમ માં ફોલો ફાધર હોય. તો આ કરી શકો છો? ટીચર, આ કરી શકો છો? યુથ, કરી શકો છો? (જ્ઞાન સરોવર માં દેશ-વિદેશ નાં યુથ ની રિટ્રીટ ચાલી રહી છે) બાપદાદા ની પાસે યુથ ગ્રુપ નું રીઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. પદમગણા મુબારક છે. સારું રિઝલ્ટ છે. અનુભવ પણ સારા કર્યા છે, બાપદાદા ખુશ થયાં. બાપદાદાએ અનુભવ પણ સાંભળ્યાં. સાંભળેલું-સંભળાવેલું નહીં, ડાયરેક્ટ બાપદાદાએ તમારા અનુભવ સાંભળ્યાં, પરંતુ હવે આ અનુભવો ને અમર ભવ નાં વરદાન થી અવિનાશી રાખજો. કંઈ પણ થઈ જાય પરંતુ પોતાનાં રુહાની અનુભવો ને સદા આગળ વધારતા રહેજો. ઓછા નહીં કરતાં. ત્રણ મહિના પછી મધુબન માં આવો, ન આવો. ત્રણ મહિના પછી વિદેશ થી તો આવશે નહીં પરંતુ પોતાનું એકાઉન્ટ રાખજો અને બાપદાદા ની પાસે મોકલજો, બાપદાદા રાઈટ કરશે. અને જે હશે તે પર્સન્ટેજ આપશે. ઠીક છે? હા, એક હાથ ની તાળી વગાડો. સારું.

આજે મુબારક નો દિવસ છે તો વધારે ખુશખબરી બાપદાદાએ સાંભળી, જોઈ પણ. નાનાં-નાનાં બાળકો તાજધારી બનીને બેઠાં છે. તમને તો તાજ મળશે, આમને હમણાં મળી ગયો છે. ઊભા થઈ જાઓ. જુઓ, તાજધારી ગ્રુપ જુઓ. બાળકો સદા દિલ નાં સાચાં. સાચાં દિલવાળા છો ને? સારું છે બાળકોનું રીઝલ્ટ પણ બાપદાદાએ સારું જોયું, મુબારક છે. સારું.

ડબલ વિદેશીઓ:- આમનાં પત્ર અને ચિઠ્ઠીઓ પણ જોઈ. ઉમંગ ની ચિઠ્ઠીઓ છે. પરંતુ એક વાત બાપદાદાએ જોઈ, જે ચિઠ્ઠીઓમાં કોઈ-કોઈ માં છે. કોઈએ તો ખૂબ સારાં ઉમંગ-ઉત્સાહ થી પરિવર્તન પણ લખ્યું છે, ઉમંગ પણ લખ્યો છે, પરંતુ કોઈ-કોઈએ થોડું પોતાનું અલબેલાપણું દેખાડ્યું છે. અલબેલા ક્યારેય નહીં બનતાં. એલર્ટ. બાપદાદાને એક અલબેલાપણું નથી ગમતું અને બીજું દિલશિકસ્ત થવાનું નથી ગમતું. કંઈ પણ થઈ જાય મોટું દિલ રાખો. દિલશિકસ્ત નાનું દિલ હોય છે. દિલ ખુશ મોટું દિલ હોય છે. તો દિલશિકસ્ત નહીં બનતાં, અલબેલા નહીં બનતાં. ઉમંગ-ઉત્સાહ માં સદા ઉડતા રહેજો. બાપદાદા ને ડબલ વિદેશીઓમાં અરબ-ખરબ જેટલી ઉમ્મીદો છે. ડબલ વિદેશી એવો જલવો દેખાડશે જે ઈન્ડિયા નાં આત્માઓ ચક્રિત થઈ જશે. આવવાનો છે, તે પણ દિવસ આવવાનો છે, જલ્દી આવવાનો છે. આવવાનો છે ને? તે દિવસ આવવાનો છે ને? આવશે તે દિવસ? (જલ્દી-જલ્દી આવશે) હાજી તો બોલો. બાપદાદા ઇનએડવાન્સ (પહેલાં થી) મુબારક ની થાળીઓ ભરીને આપી રહ્યા છે. આટલી હિંમત બાપદાદા ડબલ વિદેશીઓ માં જોઈ રહ્યા છે, એવું છે ને? વિદેશ માં ખૂબ ઉમ્મીદો છે. સારું છે. યુથ પણ સારા છે, પ્રવૃત્તિવાળા પણ ખૂબ છે, કુમારીઓ પણ ખૂબ છે, કમાલ જ કમાલ છે. ઠીક છે? આ સિંધી પરિવાર બોલો, શું કમાલ કરશો? નિમિત્ત માત્ર સિંધી છો પરંતુ છો બ્રાહ્મણ. શું કરશો, બોલો? (બાબા નું નામ રોશન કરીશું) ક્યારે કરશો? (આ વર્ષમાં) તમારા મુખ માં ગુલાબજાંબુ. હિંમતવાળા છો. (તમારું વરદાન સાથે છે) વરદાતા જ સાથે છે તો વરદાન શું મોટી વાત છે? સારું.

જે પણ આ કલ્પ માં પહેલીવાર આવ્યા છે, તે ઉઠો. જે પહેલીવાર આવ્યા છે, એ બાળકો ને બાપદાદા કહે છે કે આવ્યા પાછળ છે પરંતુ જવાનું આગળ છે, એટલાં આગળ વધો જે બધાં તમને જોઈને ખુશ થાય અને બધાનાં મુખે થી આ જ શબ્દ નીકળે - કમાલ છે, કમાલ છે, કમાલ છે. આવી હિંમત છે? પહેલીવાર આવવા વાળામાં હિંમત છે ને? નવું વર્ષ મનાવવા આવ્યા છો, તો નવાં વર્ષ માં કોઈ કમાલ કરશો ને? તો પણ બાપદાદા ને બધાં બાળકો અતિ પ્રિય છે. તો પણ ખૂબ અક્કલ નું કામ કર્યુ છે, ટૂ-લેટ ની પહેલાં આવી ગયા છો. હમણાં તો પણ આ હોલ માં બેસવાની સીટ તો મળી છે ને? રહેવાનો પલંગ અથવા પટ તો મળ્યો છે ને? અને જ્યારે ટૂ-લેટ નું બોર્ડ લાગી જશે તો લાઈન માં ઊભા કરવા પડશે, એટલે તો પણ સારા સમય પર બાપદાદા ને ઓળખી લીધાં, આ અક્કલનું કામ કર્યું. સારું

વિશ્વ નાં ચારેય તરફનાં સર્વ સફળતામૂર્ત બાળકો ને, સર્વ સફળ કરવાવાળા તીવ્ર પુરુષાર્થી બાળકો ને, સદા સ્વયં નાં એકાઉન્ટ ને ચેક કરવા વાળા ચેકર અને ભવિષ્ય મેકર એવાં શ્રેષ્ઠ આત્માઓ ને, સદા સ્વયં નાં દરેક કદમ માં બાપ ને પ્રત્યક્ષ કરવાવાળા ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર નાં સર્વ ગ્રેન્ડ સન્સ ને બાપ અને દાદા નાં ખૂબ-ખૂબ-ખૂબ-ખૂબ યાદ-પ્યાર, મુબારક અને નમસ્તે.

બાપદાદાએ દેશ - વિદેશ નાં બધાં બાળકો ને નવાં વર્ષની મુબારક આપી

ચારેય તરફ નાં સફળતા નાં સિતારાઓની જૂનાં વર્ષની વિદાય અને નવાં વર્ષની વધાઈ નાં સંગમ સમય ની, સંગમ સમયે વિદાય પણ છે, વધાઈ પણ છે. તો સદા સફળ છો અને સફળ રહેશો. ક્યારેય પણ અસફળતા નું નામ-નિશાન નહીં રહેશે. બાપદાદા નાં અતિ સિકીલધા, અતિ પ્રિય, અતિ મીઠાં નયનો નાં નૂર છો. બધાં નંબરવન બનવાનાં જ છે, આ દૃઢ સંકલ્પ થી દરેક કદમ બાપ સમાન ઉઠાવતા રહેજો, પદમગણી, અરબ-ખરબ ગણી મુબારક છે, મુબારક છે, મુબારક છે. બાપદાદા નાં ખૂબ-ખૂબ અમૂલ્ય ડાયમંડ્સ ને, ડાયમંડ મોર્નિંગ, ડાયમંડ મોર્નિંગ, ડાયમંડ મોર્નિંગ. ઓમ્ શાંતિ.

વરદાન :-
સેવા નાં ઉમંગ - ઉત્સાહ દ્વારા સેફ્ટી ( સુરક્ષા ) નો અનુભવ કરવાવાળા માયાજીત ભવ

જે બાળકો સ્થૂળ કામ ની સાથે-સાથે રુહાની સેવા માટે ભાગે છે, એવરરેડી રહે છે તો આ સેવા નો ઉમંગ-ઉત્સાહ પણ સેફ્ટી નું સાધન બની જાય છે. જે સેવા માં લાગેલા રહે છે તે માયા થી બચેલા રહે છે. માયા પણ જુએ છે કે આમને ફુરસદ નથી તો તે પણ પાછી ચાલી જાય છે. જે બાળકો નો બાપ અને સેવા સાથે પ્રેમ છે એમને એક્સ્ટ્રા હિંમત ની મદદ મળે છે, જેનાથી સહજ જ માયાજીત બની જાય છે.

સ્લોગન :-
જ્ઞાન અને યોગ ને પોતાનાં જીવન નો નેચર બનાવી લો તો જૂનો નેચર બદલાઈ જશે.

સૂચના:- આજે મહિના નો ત્રીજો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ-દિવસ છે, બધાં બ્રહ્મા-વત્સ સંગઠિત રુપ માં સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી વિશેષ સંતુષ્ટમણી બની વાયુમંડળ માં સંતુષ્ટતા ની કિરણો ફેલાવે. અસંતુષ્ટ આત્માઓ ને સંતુષ્ટ રહેવાની શક્તિ આપે, મન્સા સેવા કરે.