15-12-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  28.02.2003    બાપદાદા મધુબન


“ સેવા ની સાથે - સાથે હવે સંપન્ન બનવાનો પ્લાન બનાવો , કર્માતીત બનવાની ધૂન લગાવો”
 


આજે શિવ બાપ પોતાનાં સાલિગ્રામ બાળકો સાથે પોતાનાં અને બાળકો નાં અવતરણ ની જયંતિ મનાવવા આવ્યા છે. આ અવતરણ ની જયંતિ કેટલી વન્ડરફુલ છે, જે બાપ બાળકો ને અને બાળકો બાપ ને પદ્માપદમ વાર મુબારક આપી રહ્યા છે. ચારેય તરફ બાળકો ખુશી માં ઝૂમી રહ્યા છે - વાહ બાબા, વાહ અમે સાલિગ્રામ આત્માઓ! વાહ! વાહ! નાં ગીત ગાઈ રહ્યા છે. આ જ તમારા જન્મદિવસ ની યાદગાર દ્વાપર થી હજી સુધી ભક્ત પણ મનાવતા રહે છે. ભક્ત પણ ભાવના માં ઓછા નથી. પરંતુ ભગત છે, બાળકો નથી. તે દર વર્ષે મનાવે છે અને તમે આખા કલ્પ માં એકવાર અવતરણ નું મહત્વ મનાવો છો. તે દર વર્ષે વ્રત રાખે છે, વ્રત રાખે પણ છે અને વ્રત લે પણ છે. તમે એક જ વાર વ્રત લઈ લો છો, કોપી તમારી જ કરી છે પરંતુ તમારું મહત્વ અને એમનાં યાદગાર નાં મહત્વ માં અંતર છે. તે પણ પવિત્રતા નું વ્રત લે છે પરંતુ દર વર્ષે વ્રત લે છે એક દિવસ માટે. તમે બધાએ પણ જન્મ લેતા એકવાર પવિત્રતા નું વ્રત લીધું છે ને? લીધું છે કે લેવાનું છે? લઈ લીધું છે. તમે એકવાર લીધું, તે વર્ષે-વર્ષે લે છે. બધાએ લીધું છે? ફક્ત બ્રહ્મચર્ય નહીં, સંપૂર્ણ પવિત્રતા નું વ્રત લીધું છે. પાંડવ, સંપૂર્ણ પવિત્રતા નું વ્રત લીધું છે? કે ફક્ત બ્રહ્મચર્ય માં ઠીક છો? બ્રહ્મચર્ય તો ફાઉન્ડેશન છે પરંતુ ફક્ત બ્રહ્મચર્ય નથી સાથે બીજા ચાર પણ છે. ચારેય નું પણ વ્રત લીધું છે કે ફક્ત એક નું લીધું છે? ચેક કરો. ક્રોધ કરવાની તો છુટ્ટી છે ને? નથી છુટ્ટી? થોડો-થોડો તો ક્રોધ કરવો પડે છે ને? નથી કરવો પડતો? બોલો પાંડવ, ક્રોધ નથી કરવો પડતો? કરવો તો પડે છે! ચાલો, બાપદાદાએ જોયું કે ક્રોધ અને બીજા બધા સાથી જે છે, મહાભૂત નો તો ત્યાગ કર્યો છે પરંતુ જેવી રીતે માતાઓ ને, પ્રવૃત્તિ વાળાઓ ને મોટા બાળક સાથે એટલો પ્રેમ નથી હોતો, મોહ નથી હોતો પરંતુ પૌત્રા-ધોત્રા સાથે ખૂબ હોય છે. નાનાં-નાનાં બાળકો ખૂબ પ્રિય લાગે છે. તો બાપદાદાએ જોયું કે બાળકોને પણ આ પ વિકારો નાં મહાભૂત જે છે, મહારુપ એનાથી તો પ્રેમ ઓછો થઈ ગયો છે પરંતુ આ વિકારોનાં જે બાળકો છે ને, નાનાં-નાનાં અંશ માત્ર, વંશ માત્ર, એની સાથે હજી પણ થોડો-થોડો પ્રેમ છે. છે પ્રેમ? ક્યારેક-ક્યારેક તો પ્રેમ થઈ જાય છે. થઈ જાય છે? માતાઓ? ડબલ ફોરેનર્સ, ક્રોધ નથી આવતો? ઘણાં બાળકો ખૂબ ચતુરાઈ ની વાતો કરે છે, સંભળાવે શું કરે છે? સંભળાવે? જો સંભળાવે તો આજે છોડવો પડશે. તૈયાર છો? તૈયાર છો, છોડશો? કે ફક્ત ફાઈલ માં કાગળ જમા કરશો? જેવી રીતે દર વર્ષે કરો છો ને? પ્રતિજ્ઞા ની ફાઈલ બાપ ની પાસે ખૂબ-ખૂબ મોટી થઈ ગઈ છે, તો હમણાં પણ એવું તો નથી કે એક પ્રતિજ્ઞા નો કાગળ ફાઈલ માં ઉમેરી દેશો, એવું તો નથી? ફાઈનલ કરશો કે ફાઈલ માં નાખશો? શું કરશો? બોલો, ટીચર્સ, શું કરશો? ફાઈનલ? હાથ ઉઠાવો. આમ જ વાયદો નહીં કરતાં. બાપદાદા પછી થોડુંક રુપ ધારણ કરશે. ઠીક છે. ડબલ ફોરેનર્સ - કરશો ફાઈનલ? જે ફાઈનલ કરશે તે હાથ ઉઠાવો. ટી.વી.માં કાઢો. નાનો ત્રેતાયુગી હાથ નહીં, મોટો હાથ ઉઠાવો. સારું, ઠીક છે.

સાંભળો, બાપ અને બાળકો ની વાતો શું થાય છે? બાપદાદા હર્ષાતા રહે છે. બાપ કહે છે ક્રોધ કેમ કર્યો? કહે છે મેં નથી કર્યો, પરંતુ ક્રોધ કરાવ્યો. કર્યો નથી, મને કરાવડાવ્યો. હવે બાપ શું કહે? પછી શું કહે છે, જો તમે પણ હોત ને તો તમને પણ આવી જાત. મીઠી-મીઠી વાતો કરો છો ને? પછી કહે છે નિરાકાર થી સાકાર તન લઈને જુઓ. હવે બતાવો, આવા મીઠાં બાળકો ને બાપ શું કહે? બાપ ને છતાં પણ રહેમદિલ બનવું જ પડે છે. કહે છે સારું, હમણાં માફ કરી રહ્યા છે પરંતુ આગળ નહીં કરતાં. પરંતુ જવાબ ખૂબ સારા-સારા આપે છે.

તો પવિત્રતા આપ બ્રાહ્મણો નો સૌથી શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ શૃંગાર છે, એટલે તમારા ચિત્રો નો કેટલો શૃંગાર કરે છે. આ પવિત્રતા ની યાદગાર શૃંગાર છે. પવિત્રતા, સંપૂર્ણ પવિત્રતા, કામ-ચલાઉ પવિત્રતા નથી. સંપૂર્ણ પવિત્રતા આપ બ્રાહ્મણ જીવન ની સૌથી ઊંચા માં ઊંચી પ્રોપર્ટી છે, રોયલ્ટી છે, પર્સનાલિટી છે. એટલે ભક્ત લોકો પણ એક દિવસ પવિત્રતા નું વ્રત રાખે છે. આ તમારી નકલ કરી છે. બીજું વ્રત લે છે - ખાવા-પીવાનું. ખાવા-પીવાનું વ્રત પણ આવશ્યક હોય છે. કેમ? આપ બ્રાહ્મણોએ પણ ખાવા-પીવાનું વ્રત પાક્કું લીધું છે ને? જ્યારે મધુબન આવવાનું ફોર્મ બધા પાસે ભરાવો છો, તો આ પણ ફોર્મ માં ભરાવો છો ને - ખાવા-પીવાનું શુદ્ધ છે? ભરાવો છો ને? તો ખાવા-પીવાનું વ્રત પાક્કું છે? છે પાક્કું કે ક્યારેક-ક્યારેક કાચ્ચું થઈ જાય છે? ડબલ વિદેશીઓનું તો ડબલ પાક્કું હશે ને? ડબલ વિદેશીઓનું ડબલ પાક્કું છે કે ક્યારેક થાકી જાઓ છો તો કહો છો સારું, આજે થોડું ખાઈ લઈએ છીએ? થોડું ઢીલું કરી દે છે, ના. ખાવા-પીવાનું પાક્કું છે, એટલે ભક્ત લોકો પણ ખાવા-પીવાનું વ્રત લે છે. ત્રીજું વ્રત લે છે જાગરણ નું - રાત્રે જાગે છે ને? તો આપ બ્રાહ્મણ પણ અજ્ઞાન નિંદર માંથી જાગવાનું વ્રત લો છો. વચ્ચે-વચ્ચે અજ્ઞાન ની નિંદર તો નથી આવતી ને? ભક્ત લોકો તમારી નકલ કરી રહ્યા છે, તો તમે પાક્કા છો ત્યારે તો નક્કી કરે છે. ક્યારેય પણ અજ્ઞાન અર્થાત્ કમજોરી ની, અલબેલા પણા ની, આળસ ની નિંદર ન આવે. કે થોડા-થોડા ઝોકા આવે તો વાંધો નથી? ઝોકા ખાઓ છો? આવી રીતે અમૃતવેલે પણ ઘણાં ઝોકા ખાય છે. પરંતુ આ વિચારો કે અમારા યાદગાર માં ભક્ત લોકો શું-શું નકલ કરી રહ્યા છે? તે એટલા પાક્કા રહે છે, કંઈ પણ થઈ જાય, પરંતુ વ્રત નથી તોડતાં. આજ નાં દિવસે ભક્ત લોકો વ્રત રાખશે, ખાવા-પીવાનું પણ અને તમે શું કરશો આજે? પિકનિક કરશો? તે વ્રત રાખશે તમે પિકનિક કરશો, કેક કાપશો ને? પિકનિક કરશો કારણકે તમે જન્મ થી વ્રત લઈ લીધું છે એટલે આજ નાં દિવસે પિકનિક કરશો.

બાપદાદા હવે બાળકો પાસે થી શું ઈચ્છે છે? જાણો તો છો. સંકલ્પ ખૂબ સારા કરો છો, એટલા સારા સંકલ્પ કરો છો જે સાંભળી-સાંભળીને ખુશ થઈ જાય છે. સંકલ્પ કરો છો પરંતુ પછી શું થાય છે? સંકલ્પ કમજોર કેમ થઈ જાય છે? જ્યારે ઇચ્છો પણ છો કારણકે બાપ સાથે પ્રેમ ખૂબ છે, બાપ પણ જાણે છે કે બાપદાદા સાથે બધા બાળકો નો દિલ થી પ્રેમ છે અને પ્રેમ માં બધા હાથ ઉઠાવે છે કે ૧૦૦ ટકા તો શું પરંતુ ૧૦૦ ટકા થી પણ વધારે પ્રેમ છે અને બાપ પણ માને છે પ્રેમ માં બધા પાસ છે. પરંતુ શું છે? પરંતુ છે કે નથી? પરંતુ આવે છે કે નથી આવતું? પાંડવ, વચ્ચે-વચ્ચે પરંતુ આવી જાય છે? ના નથી કરતા, તો હા છે. બાપદાદાએ મેજોરીટી બાળકોની એક વાત નોંધ કરી છે, પ્રતિજ્ઞા કમજોર થવાનું એક જ કારણ છે, એક જ શબ્દ છે. વિચારો, તે એક શબ્દ ક્યો છે? ટીચર્સ, બોલો એક શબ્દ કયો છે? પાંડવ, બોલો એક શબ્દ કયો છે? યાદ તો આવી ગયો ને? એક શબ્દ છે - ‘હું’. અભિમાન નાં રુપ માં પણ ‘હું’ આવે છે અને કમજોર કરવામાં પણ ‘હું’ આવે છે. મેં જે કહ્યું, મેં જે કર્યુ, મેં જે સમજ્યું, એ જ સાચું છે. તે જ થવું જોઈએ. આ અભિમાન નો ‘હું’. હું જ્યારે પૂરું નથી થતું તો પછી દિલશિકસ્ત માં પણ આવે છે, હું કરી નથી શકતો, ચાલી નથી શકતો, ખૂબ મુશ્કેલ છે. એક બોડી-કોન્શિયસનેસ નું ‘હું’ બદલાઈ જાય, ‘હું’ સ્વમાન પણ યાદ અપાવે છે અને ‘હું’ દેહ-અભિમાન માં પણ લાવે છે. ‘હું’ દિલશિકસ્ત પણ કરે છે અને ‘હું’ દિલખુશ પણ કરે છે અને અભિમાન ની નિશાની જાણો છો શું હોય છે? ક્યારેય પણ કોઈમાં પણ જો બોડી-કોન્શિયસ નું અભિમાન અંશ માત્ર પણ છે, એની નિશાની શું હશે? તે પોતાનું અપમાન સહન નહીં કરી શકશે. અભિમાન અપમાન સહન નહીં કરાવશે. જરાક પણ કોઈ કહેશે ને - આ ઠીક નથી, થોડા નિર્માણ બની જાઓ, તો અપમાન લાગશે, આ અભિમાન ની નિશાની છે.

બાપદાદા વતન માં હર્ષાઈ રહ્યા હતાં - આ બાળકો શિવરાત્રિ પર અહીં-ત્યાં ભાષણ કરે છે ને, હમણાં ખૂબ ભાષણ કરી રહ્યા છે ને? એમાં કહે છે, બાપદાદા ને બાળકો ની પોઈન્ટ યાદ આવી. તો તેમાં કહે છે કે શિવરાત્રિ પર બકરા ની બલિ ચઢાવે છે - તે બકરો મેં-મેં (હું-હું) બહુજ કરે છે ને, તો આવી રીતે શિવરાત્રિ પર આ “હું” “હું” ની બલિ ચઢાવી દો. તો બાપ સાંભળી-સાંભળીને હર્ષાઈ રહ્યા હતાં. તો આ “હું” ની તમે પણ બલિ ચઢાવી દો. સરેન્ડર (સમર્પણ) કરી શકો છો? કરી શકો છો? પાંડવ, કરી શકો છો? ડબલ ફોરેનર્સ, કરી શકો છો? ફુલ સરેન્ડર કે સરેન્ડર? ફુલ સરેન્ડર. આજે બાપદાદા ઝંડા પર એમ જ પ્રતિજ્ઞા નહીં કરાવશે. આજે પ્રતિજ્ઞા કરો અને ફાઈલ માં કાગળ જમા કરવા પડે, એવી પ્રતિજ્ઞા નહીં કરાવશે. શું વિચારો છો, દાદીઓ આજે પણ એવી પ્રતિજ્ઞા કરાવે? ફાઈનલ કરશો કે ફાઈલ માં જમા કરશો? બોલો, (ફાઈનલ કરાવો) હિંમત છે? હિંમત છે? સાંભળવા માં મગન થઈ ગયા છો, હાથ નથી ઉઠાવી રહ્યાં. કાલે તો કંઈ નહીં થઈ જશે? નહીં ને? કાલે માયા ચક્કર લગાવવા આવશે. માયા નો પણ તમારી સાથે પ્રેમ છે ને કારણકે આજકાલ તો બધા ધામધૂમ થી સેવા નો પ્લાન બનાવી રહ્યા છે ને? જ્યારે સેવા જોર-શોર થી કરી રહ્યા છો તો સેવા જોર-શોર થી કરવી અર્થાત્ સંપૂર્ણ સમાપ્તિ નાં સમય ને સમીપ લાવવાનો છે. એવું ન સમજો કે ભાષણ કરીને આવ્યા પરંતુ સમયને સમીપ લાવી રહ્યા છો? સેવા સારી કરી રહ્યા છો. બાપદાદા ખુશ છે. પરંતુ બાપદાદા જુએ છે કે સમય સમીપ પર આવી રહ્યો છે, લાવી રહ્યા છો તમે એમ જ લાખ, દોઢ લાખ ભેગા નથી કર્યા, આ સમય ને સમીપ લાવ્યો. હમણાં ગુજરાતે કર્યુ, બોમ્બે કરશે બીજા પણ કરી રહ્યા છે. ચાલો, લાખો નથી તો ૫૦ હજાર જ ભલે પરંતુ સંદેશ આપી રહ્યા છો તો સંદેશ ની સાથે-સાથે સંપન્નતા ની પણ તૈયારી છે? તૈયારી છે? વિનાશ ને બોલાવી રહ્યા છો તો તૈયારી છે? દાદીએ ક્વેશ્ચન કર્યો હતો કે હમણાં શું એવો પ્લાન બનાવીએ જે જલ્દી-જલ્દી પ્રત્યક્ષતા થઈ જાય? તો બાપદાદા કહે છે - પ્રત્યક્ષતા તો સેકન્ડ ની વાત છે પરંતુ પ્રત્યક્ષતા નાં પહેલાં બાપદાદા પૂછે છે કે સ્થાપના વાળા એવરરેડી છે? પડદો ખોલે? કે કોઈ કાન નો શૃંગાર કરી રહ્યા હશે, કોઈ માથા નો? તૈયાર છો? થઈ જશો, ક્યારે? તારીખ બતાવો. જેવી રીતે હમણાં તારીખ નક્કી કરી ને? આ મહિના ની અંદર સંદેશ આપવાનો છે, આવી રીતે બધા એવરરેડી, ઓછા માં ઓછા ૧૬ હજાર તો એવરરેડી હોય, ૯ લાખ છોડો, તેને પણ છોડી દો. ૧૬ હજાર તો તૈયાર હોય? છે તૈયાર? વગાડે તાળી? એમ જ હા નહીં કરતાં. એવરરેડી થઈ જાઓ તો બાપદાદા ટચ કરશે, તાળી વગાડશે, પ્રકૃતિ પોતાનું કામ શરુ કરશે. સાયન્સ વાળા પોતાનું કામ શરુ કરી દેશે. શું વાર છે, બધા રેડી છો? ૧૬ હજાર તૈયાર છે? છે તૈયાર? થઈ જશે. (તમને વધારે ખબર છે) આ જવાબ તો છોડાવવાનો છે. ૧૬ હજાર નો રિપોર્ટ આવવો જોઈએ એવરરેડી, સંપૂર્ણ પવિત્રતા થી સંપન્ન થઈ ગયાં. બાપદાદા ને તાળી વગાડવા માં કોઈ વાર નથી. તારીખ બતાવો. (તમે તારીખ આપો) બધાને પૂછો. જુઓ, થવાનું તો છે જ પરંતુ જે સંભળાવ્યું એક ‘હું’ શબ્દ નું સંપૂર્ણ પરિવર્તન, ત્યારે બાપની સાથે ચાલશો. નહીં તો પાછળ-પાછળ ચાલવું પડશે. બાપદાદા એટલે હમણાં ગેટ નથી ખોલતા કારણકે સાથે ચાલવાનું છે.

બ્રહ્મા બધા બાળકોને પૂછે છે કે ગેટ (દરવાજો) ખોલવાની તારીખ બતાવો? ગેટ ખોલવાનો છે ને? ચાલવાનું છે ને? આજે મનાવવું અર્થાત્ બનવું. ફક્ત કેક નહીં કાપશો પરંતુ હું ને સમાપ્ત કરશો. વિચારી રહ્યા છો કે વિચારી લીધું છે? કારણકે બાપદાદાની પાસે અમૃતવેલે બધાનાં ખૂબ વિવિધ પ્રકાર નાં સંકલ્પ પહોંચે છે. તો પરસ્પર સલાહ કરજો અને તારીખ બાપ ને બતાવજો. જ્યાં સુધી તારીખ નથી નિશ્ચિત કરી ને, ત્યાં સુધી કોઈ કાર્ય નથી થતું. પહેલાં પરસ્પર મહારથી તારીખ ફિક્સ કરો પછી બધા ફોલો કરશે. ફોલો કરવાવાળા તૈયાર છે અને તમારી હિંમત થી વધારે બળ મળી જશે. જેમ જુઓ, હમણાં ઉમંગ-ઉત્સાહ અપાવ્યો તો તૈયાર થઈ ગયા ને? એમ સંપન્ન બનવાનો પ્લાન બનાવો. ધૂન લગાવો, કર્માતીત બનવાનું જ છે. કંઈ પણ થઈ જાય બનવાનું જ છે, કરવાનું જ છે, થવાનું જ છે. સાયન્સ વાળાનો પણ અવાજ, વિનાશ કરવા વાળા નો પણ અવાજ બાપ નાં કાન માં આવે છે, તે પણ કહે છે કેમ રોકો છો, કેમ રોકો છો? એડવાન્સ પાર્ટી પણ કહે છે તારીખ ફિક્સ કરો, તારીખ ફિક્સ કરો. બ્રહ્મા બાપ પણ કહે છે તારીખ ફિક્સ કરો. તો આ મીટીંગ કરો. બાપદાદા થી હવે આટલા દુઃખ જોવાતા નથી. પહેલાં તો આપ શક્તિઓ ને, દેવતા રુપ પાંડવો ને રહેમ આવવો જોઈએ. કેટલાં પોકારી રહ્યા છે? હમણાં અવાજ પોકારવાનો તમારા કાનો માં ગુંજવો જોઈએ. સમય ની પોકાર નો પ્રોગ્રામ કરો છો ને? હવે ભક્તો ની પોકાર પણ સાંભળો, દુઃખીઓ ની પોકાર પણ સાંભળો. સેવા માં નંબર સારો છે, આ તો બાપદાદા પણ સર્ટિફિકેટ આપે છે, ઉમંગ-ઉત્સાહ સારો છે, ગુજરાતે નંબરવન લીધો, તો નંબરવન મુબારક છે. હવે થોડી-થોડી પોકાર સાંભળો તો ખરા, બિચારા ખૂબ પોકારી રહ્યા છે, જીગર થી પોકારી રહ્યા છે, તડપી રહ્યા છે. સાયન્સ વાળા પણ ખૂબ ચિલ્લાવી (બૂમો પાડી) રહ્યા છે, ક્યારે કરીએ, ક્યારે કરીએ, ક્યારે કરીએ, પોકારી રહ્યા છે. આજે ભલે કેક કાપી લો, પરંતુ કાલ થી પોકાર સાંભળજો. મનાવવાનું તો સંગમયુગ ની સુહેજ છે. એક તરફ મનાવો બીજી તરફ આત્માઓ ને બનાવજો. અચ્છા. તો શું સાંભળ્યું?

તમારું ગીત છે - દુઃખીઓ પર કંઈક રહેમ કરો. તમારા સિવાય કોઈ રહેમ ન કરી શકે એટલે હમણાં સમય પ્રમાણે રહેમ નાં માસ્ટર સાગર બનો. સ્વયં પર પણ રહેમ, અન્ય આત્માઓ પ્રત્યે પણ રહેમ. હવે પોતાનું આ જ સ્વરુપ લાઈટ-હાઉસ બની ભિન્ન-ભિન્ન લાઈટ્સ ની કિરણો આપો. આખા વિશ્વ નાં અપ્રાપ્ત આત્માઓ ને પ્રાપ્તિની અંચલી ની કિરણો આપો. અચ્છા.

સર્વ સાક્ષાત્ બાપ મૂર્ત શ્રેષ્ઠ આત્માઓ ને, સદા ઉમંગ-ઉત્સાહ માં રહેવાવાળા બાપ નાં સમીપ આત્માઓ ને, સદા સર્વ કદમ બાપ સમાન કરવાવાળા બાળકો ને, ચારેય તરફ નાં બ્રાહ્મણ-જન્મ નાં મુબારક પાત્ર બાળકો ને, સદા એકાગ્રતા ની શક્તિ સંપન્ન આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને પદ્માપદમ ગુણા જન્મ મુબારક છે, મુબારક છે, મુબારક છે અને નમસ્તે.

પ્રિય અવ્યક્ત બાપદાદાએ પોતાનાં હસ્તો દ્વારા શિવધ્વજ લહેરાવ્યો અને વધાઈઓ આપી :-

આજ નાં દિવસે બધાએ પોતાનાં જન્મદિવસ ની મુબારક આપી અને લીધી અને ઝંડો પણ લહેરાવ્યો. પરંતુ હવે તે દિવસ જલ્દી લાવવાનો છે જે વિશ્વ નાં ગ્લોબ ઉપર સર્વ આત્માઓ ઊભા થઈને તમારા બધાનાં ચહેરા માં બાપ નો ઝંડો જુએ. કપડા નો ઝંડો તો નિમિત્ત માત્ર છે પરંતુ એક-એક બાળકો નો ચહેરો બાપ નું ચિત્ર દેખાડે. એવો ઝંડો લહેરાવવાનો છે. તે દિવસ પણ ખૂબ-ખૂબ-ખૂબ જલ્દી લાવવાનો છે, આવવાનો છે, આવવાનો છે. ઓમ્ શાંતિ.

વરદાન :-
હદ ની રોયલ ઈચ્છાઓ થી મુક્ત રહી સેવા કરવા વાળા નિઃસ્વાર્થ સેવાધારી ભવ

જેવી રીતે બ્રહ્મા બાપે કર્મ નાં બંધન થી મુક્ત, ન્યારા બનવાનું સબૂત આપ્યું. સેવા અને સ્નેહ સિવાય બીજા કોઈ બંધન નથી. સેવા માં જે હદ ની રોયલ ઈચ્છાઓ હોય છે તે પણ હિસાબ-કિતાબ નાં બંધન માં બાંધે છે, સાચાં સેવાધારી આ હિસાબ-કિતાબ થી પણ મુક્ત રહે છે. જેવી રીતે દેહ નું બંધન, દેહ નાં સંબંધ નું બંધન છે, એવી રીતે સેવા માં સ્વાર્થ - આ પણ બંધન છે. આ બંધન થી તથા રોયલ હિસાબ-કિતાબ થી પણ મુક્ત નિઃસ્વાર્થ સેવાધારી બનો.

સ્લોગન :-
વાયદાઓ ને ફાઈલ માં નહીં રાખો, ફાઈનલ બનીને દેખાડો.

સુચના:- આજે મહિના નો ત્રીજો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, બધા બ્રહ્મા-વત્સ સંગઠિત રુપ માં સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી વિશેષ મૂળવતન ની ગહન શાંતિ નો અનુભવ કરે. મન-બુદ્ધિ ને એકાગ્ર કરી જ્વાળા સ્વરુપ માં સ્થિત થઈ, સમ્પન્નતા અને સંપૂર્ણતા નો અનુભવ કરે.