16-01-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - યાદ નો ચાર્ટ રાખો , જેટલી - જેટલી યાદ માં રહેવાની આદત પડતી જશે એટલા પાપ કપાતા જશે , કર્માતીત અવસ્થા સમીપ આવતી જશે”

પ્રશ્ન :-
ચાર્ટ ઠીક છે કે નથી, તેની પરખ કઈ ચાર વાતો થી કરાય છે?

ઉત્તર :-
૧. આસામી, ૨. ચલન, ૩. સેવા અને ૪. ખુશી. બાપદાદા આ ચાર વાતો ને જોઈને બતાવે છે કે આમનો ચાર્ટ ઠીક છે કે નહીં? જે બાળકો મ્યુઝિયમ તથા પ્રદર્શન ની સર્વિસ પર રહે છે, જેમની ચલન રોયલ છે, અપાર ખુશી માં રહે છે, તો જરુર એમનો ચાર્ટ ઠીક હશે.

ગીત :-
મુખડા દેખ લે પ્રાણી…

ઓમ શાંતિ!
બાળકોએ ગીત સાંભળ્યું, આનો અર્થ પણ અંદર જાણવો જોઈએ કે કેટલાં પાપ બચેલા છે, કેટલાંં પુણ્ય જમા છે અર્થાત્ આત્મા ને સતોપ્રધાન બનવામાં કેટલો સમય છે? હમણાં ક્યાં સુધી પાવન બન્યા છે-આ સમજી તો શકાય છે ને? ચાર્ટ માં કોઈ લખે છે અમે બે-ત્રણ કલાક યાદ માં રહ્યા, કોઈ લખે છે એક કલાક. આ તો બહુ જ ઓછું થયું. ઓછા યાદ કરશો તો ઓછા પાપ કપાશે. હમણાં તો પાપ બહુ જ છે ને? જે કપાયા નથી. આત્મા ને જ પ્રાણી કહેવાય છે. તો હવે બાપ કહે છે-હે આત્મા, સ્વયં ને પૂછો આ હિસાબ થી કેટલાંં પાપ કપાયા હશે? ચાર્ટ થી ખબર પડે છે-આપણે કેટલાંં પુણ્ય આત્મા બન્યા છીએ? આ તો બાપે સમજાવ્યું છે, કર્માતીત અવસ્થા અંત માં થશે. યાદ કરતા-કરતા આદત પડી જશે તો પછી વધારે પાપ કપાવા લાગશે. સ્વયં ની તપાસ કરવાની છે કે આપણે કેટલાં બાપ ની યાદ માં રહીએ છીએ? આમાં ગપ્પા મારવાની વાત નથી. આ તો સ્વયં ની તપાસ કરવાની હોય છે. બાબા ને પોતાનો ચાર્ટ લખીને આપશો તો બાબા ઝટ બતાવશે કે આ ચાર્ટ ઠીક છે કે નથી? આસામી, ચલન, સર્વિસ અને ખુશી ને જોઈને બાબા ઝટ સમજી જાય છે કે આમનો ચાર્ટ કેવો છે? ઘડી-ઘડી યાદ કોને રહેતી હશે? જે મ્યુઝિયમ તથા પ્રદર્શન ની સર્વિસ (સેવા) માં રહે છે. મ્યુઝિયમ માં તો આખો દિવસ આવ-જા રહે છે. દિલ્લી માં તો ખૂબ આવતા રહેશે. ઘડી-ઘડી બાપ નો પરિચય આપવો પડે છે. સમજો કોઈને તમે કહો છો વિનાશ માં બાકી થોડા વર્ષ છે. કહે છે આ કેવી રીતે થઈ શકે છે? ફટ થી કહેવું જોઈએ, આ કંઈ અમે થોડી બતાવીએ છીએ? ભગવાનુવાચ છે ને? ભગવાનુવાચ તો જરુર સત્ય જ હશે ને? એટલે બાપ સમજાવે છે, ઘડી-ઘડી બોલો આ શિવબાબા ની શ્રીમત છે. અમે નથી કહેતા, શ્રીમત એમની છે. એ છે જ સત્ય. પહેલાં-પહેલાં તો બાપ નો પરિચય જરુર આપવો પડે છે એટલે બાબાએ કહ્યું છે દરેક ચિત્ર માં લખી દો - શિવ ભગવાનુવાચ. એ તો એક્યુરેટ જ બતાવશે, આપણે થોડી જાણતા હતાં? બાપે બતાવ્યું છે ત્યારે અમે કહીએ છીએ. ક્યારેક-ક્યારેક સમાચાર-પત્ર માં પણ લખે છે-ફલાણાએ ભવિષ્યવાણી કરી છે કે વિનાશ જલ્દી થશે.

હવે તમે તો છો બેહદ બાપ નાં બાળકો. પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ, તો બેહદ નાં છો ને? તમે બતાવશો આપણે બેહદ બાપ નાં બાળકો છીએ. એ જ પતિત-પાવન જ્ઞાન નાં સાગર છે. પહેલાં આ વાત સમજાવીને, પાક્કું કરીને પછી આગળ વધવું જોઈએ. શિવબાબાએ આ કહ્યું છે-યાદવ, કૌરવ વગેરે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. શિવબાબા નું નામ લેતા રહેશે તો આમાં બાળકોનું પણ કલ્યાણ છે, શિવબાબા ને જ યાદ કરતા રહેશે. બાપે જે તમને સમજાવ્યું છે, તે તમે પછી બીજાને સમજાવતા રહો. તો સર્વિસ કરવા વાળા નો ચાર્ટ સારો રહેતો હશે. આખા દિવસ માં ૮ કલાક સર્વિસ માં વ્યસ્ત રહે છે. કરીને એક કલાક આરામ કરતા હશે. તો પણ ૭ કલાક તો સર્વિસ માં રહે છે ને? તો સમજવું જોઈએ તેમનાં વિકર્મ બહુ જ વિનાશ થતા હશે. અનેક ને ઘડી-ઘડી બાપ નો પરિચય આપે છે તો જરુર એવા સર્વિસેબલ (સેવાધારી) બાળકો બાપ ને પણ પ્રિય લાગશે. બાપ જુએ છે આ તો અનેક નું કલ્યાણ કરે છે, રાત-દિવસ આમને આ જ ચિંતન છે-મારે અનેક નું કલ્યાણ કરવાનું છે. અનેક નું કલ્યાણ કરવું એટલે પોતાનું કરવું, સ્કોલરશિપ પણ તેમને મળશે જે અનેક નું કલ્યાણ કરે છે. બાળકો નો તો આ જ ધંધો છે. શિક્ષક બની અનેક ને રસ્તો બતાવવાનો છે. પહેલાં તો આ જ્ઞાન પૂરું ધારણ કરવું પડે. કોઈ નું કલ્યાણ નથી કરતા તો સમજાય છે તેમની તકદીર માં નથી. બાળકો કહે છે-બાબા, અમને નોકરી થી છોડાવો, અમે આ સર્વિસ માં લાગી જઈએ. બાબા પણ જોશે બરોબર આ સર્વિસ ને લાયક છે, બંધનમુક્ત પણ છે, ત્યારે કહેશે ભલે ૫૦૦-૧૦૦૦ કમાવા કરતાં તો આ સર્વિસ માં લાગી અનેક નું કલ્યાણ કરો. જો બંધનમુક્ત છે તો. તે પણ બાબા સર્વિસસેબલ જોશે તો સલાહ આપશે. સર્વિસેબલ બાળકોને તો જ્યાં-ત્યાં બોલાવતા રહે છે. સ્કૂલ માં વિદ્યાર્થી ભણે છે ને? આ પણ ભણતર છે. આ કોઈ સામાન્ય મત નથી. સત્ એટલે જ સાચ્ચું બોલવા વાળા. હું શ્રીમત પર તમને આ સમજાવું છું. ઈશ્વર ની મત હમણાં જ તમને મળે છે.

બાપ કહે છે તમારે પાછા જવાનું છે. હવે બેહદ સુખ નો વારસો લો. કલ્પ-કલ્પ તમને વારસો મળતો આવ્યો છે કારણ કે સ્વર્ગ ની સ્થાપના તો કલ્પ-કલ્પ થાય છે ને? આ કોઈને ખબર નથી કે ૫ હજાર વર્ષ નું આ સૃષ્ટિ ચક્ર છે. મનુષ્ય તો બિલકુલ જ ઘોર અંધકાર માં છે. તમે હમણાં ઘોર રોશની (પ્રકાશ) માં છો. સ્વર્ગ ની સ્થાપના તો બાપ જ કરશે. આ તો ગાયન છે ભંભોર ને આગ લાગી ગઈ તો પણ અજ્ઞાન નિદ્રા માં સૂતા રહ્યાં. આપ બાળકો જાણો છો બેહદ નાં બાપ જ્ઞાન નાં સાગર છે. ઊંચા માં ઊંચા બાપ નું કર્તવ્ય પણ ઊંચું છે. એવું નથી, ઈશ્વર તો સમર્થ છે, જે ઈચ્છે તે કરે. ના, આ પણ ડ્રામા અનાદિ બનેલો છે. બધું ડ્રામા અનુસાર જ ચાલે છે. લડાઈ વગેરે માં કેટલાં મરે છે? આ પણ ડ્રામા માં નોંધ છે. આમાં ભગવાન શું કરી શકે છે? ધરતીકંપ વગેરે થાય છે તો કેટલાં બૂમો પાડે છે-હે ભગવાન, પરંતુ ભગવાન શું કરી શકે છે? ભગવાન ને તો તમે બોલાવ્યા છે-આવીને વિનાશ કરો. પતિત દુનિયામાં બોલાવ્યા છે. સ્થાપના કરીને બધાનો વિનાશ કરો. હું કરતો નથી, આ તો ડ્રામા માં નોંધ છે. ખુને નાહેક ખેલ થઈ જાય છે. આમાં બચાવવા વગેરે ની તો વાત જ નથી. તમે કહ્યું છે-પાવન દુનિયા બનાવો તો જરુર પતિત આત્માઓ જશે ને? કોઈ તો બિલકુલ સમજતા જ નથી. શ્રીમત નો અર્થ પણ નથી સમજતા, ભગવાન શું છે? કાંઈ નથી સમજતાં. કોઈ બાળક બરાબર ભણતું નથી તો મા-બાપ કહે છે તું તો પથ્થર બુદ્ધિ છે. સતયુગ માં તો આવું નથી કહેતાં. કળિયુગ માં છે જ પથ્થર બુદ્ધિ. પારસ બુદ્ધિ અહીં કોઈ હોઈ ન શકે. આજકાલ તો જુઓ મનુષ્ય શું-શું કરતા રહે છે, એક હાર્ટ (હૃદય) કાઢી બીજું નાખી દે છે. અચ્છા, આટલી મહેનત કરીને આ કર્યુ પરંતુ આનાથી ફાયદો શું? કરીને થોડા દિવસ વધારે જીવતા રહેશે. ખૂબ રિદ્ધિ-સિદ્ધિ શીખીને આવે છે, ફાયદો તો કાંઈ પણ નથી. ભગવાન ને યાદ જ એટલે કરે છે અમને આવીને પાવન દુનિયાનાં માલિક બનાવો. અમે પતિત દુનિયામાં રહી ખૂબ દુઃખી થયા છીએ. સતયુગ માં તો કોઈ બીમારી વગેરે દુઃખ ની વાત હોતી નથી. હવે બાપ દ્વારા તમે કેટલું ઊંચું પદ મેળવો છો? અહીં પણ મનુષ્ય ભણતર થી જ ઊંચી ડીગ્રી મેળવે છે. ખૂબ ખુશ રહે છે. આપ બાળકો સમજો છો આ તો બાકી થોડા દિવસ જીવશે. પાપો નો બોજો તો માથા પર ખૂબ છે. બહુ જ સજાઓ ખાશે. પોતાને પતિત તો કહે છે ને? વિકાર માં જવું, પાપ નથી સમજતાં. પાપ આત્મા તો બને છે ને? કહે છે ગૃહસ્થ આશ્રમ તો અનાદિ ચાલ્યો આવે છે. સમજાવાય છે સતયુગ-ત્રેતા માં પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતો. પાપ આત્માઓ નહોતાં. અહીં પાપ આત્માઓ છે એટલે દુઃખી છે. અહીં તો અલ્પકાળ નું સુખ છે, બીમાર થયા, આ મર્યા. મોત તો મોઢું ખોલીને ઉભું છે. અચાનક હાર્ટફેલ થઈ જાય છે. અહીં છે જ કાગ વિષ્ઠા સમાન સુખ. ત્યાં તો તમને અથાહ સુખ છે. તમે આખા વિશ્વ નાં માલિક બનો છો. કોઈ પણ પ્રકાર નું દુઃખ નહીં હશે. ન ગરમી, ન ઠંડી હશે, સદૈવ વસંત ઋતુ હશે. તત્વ પણ ઓર્ડર (કાયદા) માં રહે છે. સ્વર્ગ તો સ્વર્ગ જ છે, રાત-દિવસ નો ફરક છે. તમે સ્વર્ગ ની સ્થાપના કરવા માટે જ બાપ ને બોલાવો છો, આવીને પાવન દુનિયા સ્થાપન કરો. અમને પાવન બનાવો.

તો દરેક ચિત્ર પર શિવ ભગવાનુવાચ લખેલું હોય. આનાંથી ઘડી-ઘડી શિવબાબા યાદ આવશે. જ્ઞાન પણ આપતા રહેશે. મ્યુઝિયમ અથવા પ્રદર્શન ની સર્વિસ માં જ્ઞાન અને યોગ બંને સાથે ચાલે છે. યાદ માં રહેવાથી નશો ચઢશે. તમે પાવન બની આખા વિશ્વ ને પાવન બનાવો છો. જ્યારે તમે પાવન બનો છો તો જરુર સૃષ્ટિ પણ પાવન જોઈએ. અંત માં કયામત નો સમય હોવાનાં કારણે બધાનો હિસાબ-કિતાબ ચૂક્તુ થઈ જાય છે. તમારા માટે મારે નવી સૃષ્ટિ નું ઉદ્દઘાટન કરવું પડે છે. પછી શાખાઓ ખોલતા રહે છે. પવિત્ર બનાવવા માટે નવી દુનિયા સતયુગ નું ફાઉન્ડેશન (પાયો) તો બાપ વગર કોઈ નાખી ન શકે. તો આવા બાપ ને યાદ પણ કરવા જોઈએ. તમે મ્યુઝિયમ વગેરે નું ઉદ્દઘાટન મોટા માણસો પાસે કરાવો છો તો અવાજ થશે. મનુષ્ય સમજશે અહીં આ પણ આવે છે. કોઈ કહે છે તમે લખીને આપો, અમે બોલીશું. તે પણ ખોટું થઈ ગયું. સારી રીતે સમજીને મોઢે બોલે, તો ખૂબ સારું છે. કોઈ તો લખેલું વાંચીને સંભળાવે છે, જેનાથી એક્યુરેટ રહે. આપ બાળકોએ તો ઓરલી (મોઢે)‌ સમજાવવાનું છે. તમારા આત્મા માં બધી નોલેજ છે ને? પછી તમે બીજાઓ ને આપો છો. પ્રજાની વૃદ્ધિ થતી રહે છે. જનસંખ્યા પણ વધતી જાય છે ને? બધી વસ્તુ વધતી રહે છે. ઝાડ આખું જડજડીભૂત થઈ ગયું છે. જે આપણા ધર્મ વાળા હશે તે નીકળી આવશે. નંબરવાર તો છે ને? બધા એકરસ નથી ભણી શકતાં. કોઈ ૧૦૦ માંથી એક માર્ક પણ લાવવા વાળા છે, થોડું પણ સાંભળી લીધું, એક માર્ક મળ્યો તો સ્વર્ગ માં આવી જશે. આ છે બેહદ નું ભણતર, જે બેહદ નાં બાપ જ ભણાવે છે. જે આ ધર્મ નાં હશે તે નીકળી આવશે. પહેલાં તો બધાને મુક્તિધામ પોતાનાં ઘરે જવાનું છે પછી નંબરવાર આવતા રહેશે. કોઈ તો ત્રેતા નાં અંત સુધી પણ આવશે. ભલે બ્રાહ્મણ બને છે પરંતુ બધા બ્રાહ્મણ કાંઈ સતયુગ માં નથી આવતા, ત્રેતા અંત સુધી આવશે. આ સમજવાની વાતો છે. બાબા જાણે છે રાજધાની સ્થાપન થઈ રહી છે, બધા એકરસ હોઈ નથી શકતાં. રાજાઈ માં તો બધાં વેરાઈટી (વિવિધતા) જોઈએ. પ્રજા ને બાહર વાળા કહેવાય છે. બાબાએ સમજાવ્યું હતું ત્યાં વજીર વગેરે ની જરુર નથી રહેતી. તેમને શ્રીમત મળી, જેનાથી આ બન્યાં. પછી આ થોડી કોઈ પાસે થી સલાહ લેશે? વજીર વગેરે કોઈ નથી હોતાં. પછી જ્યારે પતિત બને છે તો એક વજીર, એક રાજા-રાણી હોય છે. હમણાં તો કેટલાં વજીર છે? અહીં તો પંચાયતી રાજ્ય છે ને? એક ની મત ન મળે બીજા સાથે. એક સાથે મિત્રતા રાખો, સમજાવો, કામ કરી આપશે. બીજો પછી આવ્યો, તેમને વિચાર માં ન આવ્યું તો વધારે જ કામ ને બગાડી દેશે. એક ની બુદ્ધિ ન મળે બીજા સાથે. ત્યાં તો તમારી બધી કામનાઓ પૂરી થઈ જાય છે. તમે કેટલું દુઃખ વેઠયું છે, આનું નામ જ છે દુઃખધામ. ભક્તિ માર્ગ માં કેટલાં ધક્કા ખાધા છે? આ પણ ડ્રામા. જ્યારે દુઃખી થઈ જાય છે ત્યારે બાપ આવીને સુખ નો વારસો આપે છે. બાપે તમારી બુદ્ધિ કેટલી ખોલી દીધી છે? મનુષ્ય તો કહી દે છે સાહૂકારો માટે સ્વર્ગ છે, ગરીબ નર્ક માં છે. તમે યથાર્થ રીતે જાણો છો-સ્વર્ગ કોને કહેવાય છે? સતયુગ માં થોડી કોઈ રહેમદિલ કહીને બોલાવશે? અહીં બોલાવે છે - રહેમ કરો, મુક્ત કરો. બાપ જ બધાને શાંતિધામ, સુખધામ લઈ જાય છે. અજ્ઞાનકાળ માં તમે પણ કાંઈ નહોતા જાણતાં. જે નંબરવન તમોપ્રધાન, એ જ પછી નંબરવન સતોપ્રધાન બને છે. આ પોતાની મહિમા નથી કરતાં. મહિમા તો એક ની જ છે. લક્ષ્મી-નારાયણ ને પણ એવા બનાવવા વાળા તો એ છે ને? ઊંચા માં ઊંચા ભગવાન. એ બનાવે પણ ઊંચા છે. બાબા જાણે છે, બધા તો ઊંચા નહીં બનશે. છતાં પણ પુરુષાર્થ કરવો પડે. અહીં તમે આવો જ છો નર થી નારાયણ બનવાં. કહે છે-બાબા, અમે તો સ્વર્ગ ની બાદશાહી લઈશું. અમે સત્ય નારાયણ ની સાચ્ચી કથા સાંભળવા આવ્યા છીએ. બાબા કહે છે-અચ્છા, તમારા મુખ માં ગુલાબ, મહેનત કરો. બધા તો લક્ષ્મી-નારાયણ નહીં બનશે. આ રાજધાની સ્થાપન થઈ રહી છે. રાજાઈ ઘરાના માં, પ્રજા ઘરાના માં જોઈએ તો ખૂબ ને? આશ્ચર્યવત્ સુન્નતી, કથન્તી, ફારકતી દેવન્તી… પછી પાછા પણ આવી જાય છે. જે બાળકો પોતાની કાંઈ ને કાંઈ ઉન્નતિ કરે છે તે ચઢી જાય છે. સમપર્ણ થાય જ છે ગરીબ. દેહ સહિત બીજા કોઈ પણ યાદ ન રહે, મોટી મંઝિલ છે. જો સંબંધ જોડાયેલો હશે તો એ યાદ જરુર આવશે. બાપ ને શું યાદ આવશે? આખો દિવસ બેહદ માં જ બુદ્ધિ રહે છે. કેટલી મહેનત કરવી પડે છે! બાપ કહે છે મારા બાળકો માં પણ ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ છે. બીજા કોઈ આવે છે તો પણ સમજે છે આ પતિત દુનિયા નાં છે. તો પણ યજ્ઞ ની સેવા કરે છે તો રીગાર્ડ (સન્માન) આપવો પડે છે. બાપ યુક્તિબાજ તો છે ને? નહીં તો આ ટાવર ઓફ સાઈલેન્સ (શાંતિ સ્તંભ), હોલીએસ્ટ ઓફ હોલી ટાવર (પવિત્ર થી પવિત્ર સ્તંભ) છે, જ્યાં પવિત્ર માં પવિત્ર બાપ આખા વિશ્વ ને બેસીને પવિત્ર બનાવે છે. અહીં કોઈ પતિત આવી ન શકે. પરંતુ બાપ કહે છે હું આવું જ છું બધા પતિતો ને પાવન બનાવવાં, આ ખેલ માં મારો પણ પાર્ટ છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં ચાર્ટ ને જોતા તપાસ કરવાની છે કે કેટલાં પુણ્ય જમા છે? આત્મા સતોપ્રધાન કેટલો બન્યો છે? યાદ માં રહીને બધા હિસાબ-કિતાબ ચૂક્તુ કરવાના છે.

2. સ્કોલરશિપ લેવા માટે સર્વિસેબલ બની અનેક નું કલ્યાણ કરવાનું છે. બાપ નાં પ્રિય બનવાનું છે. શિક્ષક બની અનેક ને રસ્તો બતાવવાનો છે.

વરદાન :-
પોતાનાં ફરિશ્તા સ્વરુપ દ્વારા સર્વ ને વારસા નો અધિકાર અપાવવા વાળા આકર્ષણ મૂર્ત ભવ

ફરિશ્તા સ્વરુપ નો એવો ચમકતો ડ્રેસ ધારણ કરો જે દૂર-દૂર સુધી આત્માઓ ને પોતાની તરફ આકર્ષિત કરે અને સર્વ ને ભિખારીપણા થી છોડાવી વારસા નાં અધિકારી બનાવી દે, એટલા માટે જ્ઞાન મૂર્ત, યાદ મૂર્ત અને સર્વ દિવ્ય ગુણ મૂર્ત બની ઉડતી કળા માં સ્થિત રહેવાનો અભ્યાસ વધારતા ચાલો. તમારી ઉડતી કળા જ સર્વ ને ચાલતાં-ફરતાં ફરિશ્તા સો દેવતા સ્વરુપ નો સાક્ષાત્કાર કરાવશે. આ જ વિધાતા, વરદાતા પણા ની સ્ટેજ છે.

સ્લોગન :-
બીજાઓ નાં મન નાં ભાવો ને જાણવા માટે સદા મનમનાભવ ની સ્થિતિ માં સ્થિત રહો.

પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો

મન્સા શક્તિ નું દર્પણ છે - બોલ અને કર્મ. ભલે અજ્ઞાની આત્માઓ, ભલે જ્ઞાની આત્માઓ-બંને નાં સંબંધ-સંપર્ક માં બોલ અને કર્મ શુભભાવના, શુભકામના વાળા હોય. જેમની મન્સા શક્તિશાળી અથવા શુભ હશે એમની વાચા અને કર્મણા સ્વત: જ શક્તિશાળી અને શુદ્ધ હશે, શુભભાવના વાળી હશે. મન્સા શક્તિશાળી અર્થાત્ યાદ ની શક્તિ શ્રેષ્ઠ હશે, શક્તિશાળી હશે, સહજયોગી હશે.