16-02-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  02.02.2004    બાપદાદા મધુબન


“ પૂર્વજ અને પૂજ્ય નાં સ્વમાન માં રહી વિશ્વ નાં દરેક આત્મા ની પાલના કરો , દુવાઓ આપો , દુવાઓ

 લો”
 


આજે ચારેય તરફ નાં સર્વ શ્રેષ્ઠ બાળકોને જોઈ રહ્યા છે. દરેક બાળક પૂર્વજ પણ છે અને પૂજ્ય પણ છે એટલે આ કલ્પવૃક્ષ નાં તમે બધા જડ (મૂળ) પણ છો, થડ પણ છો. થડ નું કનેક્શન આખા વૃક્ષ ની ડાળીઓ સાથે, પાંદડાઓ સાથે સ્વત:જ હોય છે. તો બધા પોતાને એવાં શ્રેષ્ઠ આત્મા આખા વૃક્ષ નાં પૂર્વજ સમજો છો? જેવી રીતે બ્રહ્મા ને ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહેવાય છે, એમના સાથી તમે પણ માસ્ટર ગ્રેટ ગ્રેન્ડ ફાધર છો. પૂર્વજ આત્માઓ નાં કેટલાં સ્વમાન છે? એ નશા માં રહો છો? આખા વિશ્વ નાં આત્માઓ કરતાં ભલે કોઈ પણ ધર્મ નાં આત્માઓ છે પરંતુ સર્વ આત્માઓ નાં તમે થડ નાં રુપ માં આધારમૂર્ત પૂર્વજ છો એટલે પૂર્વજ હોવાનાં કારણે પૂજ્ય પણ છો. પૂર્વજ દ્વારા દરેક આત્મા ને સકાશ સ્વત: મળતો રહે છે. ઝાડ ને જુઓ, થડ દ્વારા, જડ દ્વારા અંતિમ પાન ને પણ સકાશ મળતો રહે છે. પૂર્વજ નું કાર્ય શું હોય છે? પૂર્વજો નું કાર્ય છે સર્વ ની પાલના કરવી. લૌકિક માં પણ જુઓ પૂર્વજો દ્વારા જ ભલે શારીરિક શક્તિ ની પાલના, સ્થૂળ ભોજન દ્વારા તથા ભણતર દ્વારા શક્તિ ભરવાની પાલના થાય છે. તો આપ પૂર્વજ આત્માઓએ બાપ દ્વારા મળેલી શક્તિઓ થી સર્વ આત્માઓ ની પાલના કરવાની છે.

આજ નાં સમય અનુસાર સર્વ આત્માઓને શક્તિઓ દ્વારા પાલના ની આવશ્યકતા છે. જાણો છો આજકાલ આત્માઓ માં અશાંતિ અને દુઃખ ની લહેર છવાયેલી છે. તો આપ પૂર્વજ અને પૂજ્ય આત્માઓ ને પોતાની વંશાવલી નાં ઉપર રહેમ આવે છે? જેવી રીતે જ્યારે કોઈ વિશેષ અશાંતિ નું વાયુમંડળ હોય છે તો વિશેષ રુપ થી મિલેટ્રી તથા પોલીસ એલર્ટ થઈ જાય છે. એવી રીતે જ આજકાલ નાં વાતાવરણ માં આપ પૂર્વજ પણ વિશેષ સેવા અર્થ સ્વયં ને નિમિત્ત સમજો છો? આખા વિશ્વ નાં આત્માઓ નાં નિમિત્ત છીએ, આ સ્મૃતિ રહે છે? આખા વિશ્વ નાં આત્માઓ ને આજે તમારા સકાશ ની આવશ્યકતા છે. એવાં બેહદ વિશ્વ નાં પૂર્વજ આત્મા પોતાને અનુભવ કરો છો? વિશ્વ ની સેવા યાદ આવે છે કે પોતાનાં સેન્ટર્સ ની સેવા યાદ આવે છે? આજે આત્માઓ આપ પૂર્વજ દેવ આત્માઓ ને પોકારી રહી છે. દરેક પોત-પોતાનાં ભિન્ન-ભિન્ન દેવીઓ તથા દેવતાઓ ને પોકારી રહ્યા છે-આવો, ક્ષમા કરો, કૃપા કરો. તો ભક્તો નો અવાજ સંભળાય છે? સંભળાય છે કે નહીં? કોઈ પણ ધર્મ નાં આત્માઓ છે, જ્યારે એમને મળો છો તો પોતાને સર્વ આત્માઓ નાં પૂર્વજ સમજીને મળો છો? એવો અનુભવ થાય છે કે આ પણ અમારા પૂર્વજ ની જ ડાળી છે! એમને પણ સકાશ આપવા વાળા તમે પૂર્વજ છો. પોતાનાં કલ્પવૃક્ષ નું ચિત્ર સામે લાવો, પોતાને જુઓ, તમારું સ્થાન ક્યાં છે? જડ માં પણ તમે છો, થડ માં પણ તમે છો. સાથે પરમધામ માં પણ જુઓ આપ પૂર્વજ આત્માઓ નું સ્થાન બાપ ની સાથે સમીપ નું છે. જાણો છો ને? આ જ નશા થી કોઈ પણ આત્મા ને મળો છો તો દરેક ધર્મ નાં આત્મા તમને આ અમારા છે, પોતાનાં છે, એ દૃષ્ટિ થી જુએ છે. જો એ પૂર્વજ નાં નશા થી, સ્મૃતિ થી, વૃત્તિ થી, દૃષ્ટિ થી મળો છો, તો એમને પણ પોતાપણા નો આભાસ થાય છે કારણકે તમે સર્વ નાં પૂર્વજ છો, બધા નાં છો. એવી સ્મૃતિ થી સેવા કરવાથી દરેક આત્મા અનુભવ કરશે કે આ અમારા જ પૂર્વજ અથવા ઈષ્ટ ફરીથી અમને મળી ગયાં. પછી પૂજ્ય પણ જુઓ, કેટલી મોટી પૂજા છે, કોઈ પણ ધર્માત્મા, મહાત્મા ની એવી આપ દેવી-દેવતાઓ સમાન વિધિ-પૂર્વક પૂજા નથી થતી. પૂજ્ય બને છે પરંતુ તમારા જેવી વિધિ-પૂર્વક પૂજા નથી થતી. ગાયન પણ જુઓ કેટલું વિધિ-પૂર્વક કીર્તન કરે છે, આરતી કરે છે. એવાં પૂજ્ય આપ પૂર્વજ બનો છો. તો પોતાને એવા સમજો છો? એવો નશો છે? છે નશો? જે સમજો છો કે અમે પૂર્વજ આત્મા છીએ, આ નશો રહે છે, આ સ્મૃતિ રહે છે તે હાથ ઉઠાવો? રહે છે? અચ્છા. રહે છે એટલે તો હાથ ઉઠાવ્યો? બહુ જ સારું. હવે બીજો પ્રશ્ન કયો હોય છે? સદા રહે છે?

બાપદાદા બધા બાળકો ને દરેક પ્રાપ્તિ માં અવિનાશી જોવા ઈચ્છે છે. ક્યારેક-ક્યારેક નહીં, કેમ? જવાબ બહુ જ ચતુરાઈ થી આપે છે, શું કહે છે? રહીએ તો છીએ… સારા રહીએ છીએ. પછી ધીરે થી કહે છે થોડું ક્યારેક-કયારેક થઈ જાય છે. જુઓ, બાપ પણ અવિનાશી, આપ આત્માઓ પણ અવિનાશી છો ને? પ્રાપ્તિઓ પણ અવિનાશી, જ્ઞાન અવિનાશી (બાપ) દ્વારા અવિનાશી જ્ઞાન છે. તો ધારણા પણ શું હોવી જોઈએ? અવિનાશી થવી જોઈએ કે ક્યારેક-ક્યારેક?

બાપદાદા હવે બધા બાળકો ને સમય નાં સરકમસ્ટાંશ (સંજોગો) અનુસાર બેહદ ની સેવા માં સદા વ્યસ્ત જોવા ઈચ્છે છે કારણકે સેવા માં વ્યસ્ત રહેવાને કારણે અનેક પ્રકાર ની હલચલ થી બચી જાય છે. પરંતુ જ્યારે પણ સેવા કરો છો, પ્લાન બનાવો છો અને પ્લાન અનુસાર પ્રેક્ટિકલ માં પણ આવો છો, સફળતા પણ પ્રાપ્ત કરો છો. પરંતુ બાપદાદા ઈચ્છે છે કે એક સમય પર ત્રણેય સેવા સાથે થાય, ફક્ત વાચા ન થાય, મન્સા પણ થાય, વાચા પણ થાય અને કર્મણા અર્થાત્ સંબંધ-સંપર્ક માં આવતા પણ સેવા થાય. સેવા નો ભાવ, સેવા ની ભાવના હોય. આ સમયે વાચા નાં સેવા નાં પર્સન્ટેજ વધારે છે, મન્સા છે પરંતુ વાચા નાં પર્સન્ટેજ વધારે છે. એક જ સમય પર ત્રણેય સેવા સાથે-સાથે થવાથી સેવા માં સફળતા વધારે થશે.

બાપદાદાએ સમાચાર સાંભળ્યા છે કે આ ગ્રુપ માં પણ ભિન્ન-ભિન્ન વર્ગ વાળા આવેલા છે અને સેવા નાં પ્લાન સારા બનાવી રહ્યા છે. સારું કરી રહ્યા છે, પરંતુ ત્રણેય સેવા સાથે થવાથી સેવા ની સ્પીડ ની હજી વૃદ્ધિ થશે. ચારેય તરફ થી બધા બાળકો પહોંચી ગયા છે, આ જોઈ બાપદાદા ને પણ ખુશી થાય છે. નવાં-નવાં બાળકો ઉમંગ-ઉત્સાહ થી પહોંચી જાય છે.

હવે બાપદાદા બધા બાળકો ને સદા નિર્વિઘ્ન સ્વરુપ માં જોવા ઈચ્છે છે, કેમ? જ્યારે આપ નિમિત્ત બનેલા નિર્વિઘ્ન સ્થિતિ માં સ્થિત રહો ત્યારે વિશ્વ નાં આત્માઓ ને સર્વ સમસ્યાઓ થી નિર્વિઘ્ન બનાવી શકો. એનાં માટે વિશેષ બે વાતો પર અન્ડરલાઈન કરો. કરો પણ છો પરંતુ વધારે અન્ડરલાઈન કરો. એક તો દરેક આત્મા ને પોતાની આત્મિક દૃષ્ટિ થી જુઓ. આત્મા ને ઓરિજનલ સંસ્કાર નાં સ્વરુપ માં જુઓ. ભલે કેવા પણ સંસ્કાર વાળા આત્મા છે પરંતુ તમારી દરેક આત્મા પ્રત્યે શુભ ભાવના, શુભ કામના, પરિવર્તન ની શ્રેષ્ઠ ભાવના, એમનાં સંસ્કાર ને થોડા સમય માટે પરિવર્તન કરી શકે છે. આત્મિક ભાવ ઈમર્જ કરો. જેવી રીતે શરુ-શરુ માં જોયું તો સંગઠન માં રહેતાં આત્મિક દૃષ્ટિ, આત્મિક વૃત્તિ, આત્મા-આત્મા ને મળી રહ્યો છે, વાત કરી રહ્યો છે, આ દૃષ્ટિ થી ફાઉન્ડેશન કેટલું પાક્કું થઈ ગયું. હવે સેવા નાં વિસ્તાર માં, સેવા નાં વિસ્તાર નાં સંબંધ માં આત્મિક ભાવ થી ચાલવા, બોલવા, સંપર્ક માં આવવાનું મર્જ થઈ ગયું છે. ખતમ નથી થયું પરંતુ મર્જ થઈ ગયું છે. આત્મિક સ્વમાન, આત્મા ને સહજ સફળતા અપાવે છે કારણકે તમે બધા કોણ આવીને ભેગા થયા છો? તે જ કલ્પ પહેલા વાળા દેવ આત્માઓ, બ્રાહ્મણ આત્માઓ ભેગા થયા છો. બ્રાહ્મણ આત્મા નાં રુપ માં પણ બધા શ્રેષ્ઠ આત્માઓ છો, દેવ આત્માઓ નાં હિસાબ થી પણ શ્રેષ્ઠ આત્માઓ છો. એ જ સ્વરુપ માં સંબંધ-સંપર્ક માં આવો. દરેક સમયે ચેક કરો-મુજ દેવ આત્મા, બ્રાહ્મણ આત્મા નું શ્રેષ્ઠ કર્તવ્ય, શ્રેષ્ઠ સેવા શું છે? “ દુવાઓ આપવી અને દુવાઓ લેવી .” તમારા જડચિત્ર શું સેવા કરે છે? કેવા પણ આત્મા હોય પરંતુ દુવાઓ લેવા જાય છે, દુવાઓ લઈને આવે છે. બીજા કોઈ પણ જો પુરુષાર્થ માં મહેનત સમજો છો તો સૌથી સહજ પુરુષાર્થ છે, આખો દિવસ દૃષ્ટિ, વૃત્તિ, બોલ, ભાવના બધાથી દુવાઓ આપો, દુવાઓ લો. તમારું ટાઈટલ છે, વરદાન જ છે મહાદાની, સેવા કરતા, કાર્ય માં સંબંધ-સંપર્ક માં આવતા ફક્ત આ જ કાર્ય કરો-દુવાઓ આપો અને દુવાઓ લો. આ મુશ્કેલ છે શું? કે સહજ છે? જે સમજે છે સહજ છે, તે હાથ ઉઠાવો. કોઈ તમારો ઓપોઝિશન (વિરોધ) કરે તો? તો પણ દુવા આપશો? આપશો? એટલી દુવાઓ નો સ્ટોક છે તમારી પાસે? અપોઝિશન તો થશે કારણકે અપોઝિશન જ પોઝિશન સુધી પહોંચાડે છે. જુઓ, સૌથી વધારે અપોઝિશન બ્રહ્મા બાપ ની થઈ. થઈ ને? અને પોઝિશન કોણે નંબરવન મેળવી? બ્રહ્માએ મેળવી ને? કંઈ પણ થાય પરંતુ મારે બ્રહ્મા બાપ સમાન દુવાઓ આપવાની છે. શું બ્રહ્મા બાપ ની આગળ વ્યર્થ બોલવા, વ્યર્થ કરવા વાળા નહોતાં? પરંતુ બ્રહ્મા બાપે દુવાઓ આપી, દુવાઓ લીધી, સમાવવાની શક્તિ રાખી. બાળક છે, બદલાઈ જશે. એવી રીતે જ તમે પણ આ જ વૃત્તિ, દૃષ્ટિ રાખો-આ કલ્પ પહેલાં વાળા મારા જ પરિવાર નાં, બ્રાહ્મણ પરિવાર નાં છે. મારે બદલાઈ એમને પણ બદલવાના છે. આ બદલાય તો હું બદલાઉં, ના. મારે બદલાઈને બદલવાના છે, મારી જવાબદારી છે. ત્યારે દુવાઓ નીકળશે અને દુવાઓ મળશે. હવે સમય જલ્દી થી પરિવર્તન ની તરફ જઈ રહ્યો છે, અતિ માં જઈ રહ્યો છે પરંતુ સમય પરિવર્તન ની પહેલાં આપ વિશ્વ - પરિવર્તક શ્રેષ્ઠ આત્માઓ સ્વ - પરિવર્તન દ્વારા સર્વ નાં પરિવર્તન નાં આધારમૂર્ત બનો . તમે પણ વિશ્વ નાં આધારમૂર્ત, ઉદ્ધાર મૂર્ત છો. દરેક આત્મા લક્ષ રાખો-મારે નિમિત્ત બનવું છે. ફક્ત ત્રણ વાતો સ્વ માં સંકલ્પ માત્ર પણ ન હોય, આ પરિવર્તન કરો. એક - પરચિંતન. બીજું - પરદર્શન. સ્વદર્શન ની બદલે પરદર્શન નહીં. ત્રીજું - પરમત અથવા પરસંગ, કુસંગ. શ્રેષ્ઠ સંગ કરો કારણકે સંગદોષ બહુ જ નુકસાન કરે છે. પહેલાં પણ બાપદાદાએ કહ્યું હતું - એક પર-ઉપકારી બનો અને આ ત્રણ પર કાપી દો. પરદર્શન, પરચિંતન, પરમત અર્થાત્ કુસંગ, પર નો ફાલતુ સંગ. પર-ઉપકારી બનો ત્યારે જ દુવાઓ મળશે અને દુવાઓ આપશો. કોઈ કાંઈ પણ આપે પરંતુ તમે દુવાઓ આપો. આટલી હિંમત છે? છે હિંમત? તો બાપદાદા ચારેય તરફ નાં સર્વ સેન્ટર્સ વાળા બાળકો ને કહે છે - જો તમે બધા બાળકોએ હિંમત રાખી, કોઈ કાંઈ પણ આપે પરંતુ આપણે દુવાઓ આપવી છે, તો બાપદાદા આ વર્ષે એક્સ્ટ્રા તમને હિંમત નાં, ઉમંગ નાં કારણે મદદ આપશે. એક્સ્ટ્રા મદદ આપશે. પરંતુ દુવાઓ આપશો તો. મિક્સ નહીં કરતાં. બાપદાદા ની પાસે તો બધો રેકોર્ડ આવે છે ને? સંકલ્પ માં પણ દુવાઓની બદલે બીજું કાંઈ ન હોય. હિંમત છે? છે તો હાથ ઉઠાવો. કરવું પડશે. ફક્ત હાથ નહીં ઉઠાવતાં. કરવું પડશે? કરશો? મધુબન વાળા, ટીચર્સ કરશો? અચ્છા, એક્સ્ટ્રા માર્ક જમા કરશો? મુબારક છે. કેમ? બાપદાદા ની પાસે એડવાન્સ પાર્ટી વારંવાર આવે છે. તે કહે છે કે અમને તો એડવાન્સ પાર્ટીનો પાર્ટ આપ્યો, તે ભજવી રહ્યા છીએ પરંતુ અમારા સાથી એડવાન્સ સ્ટેજ કેમ નથી બનાવતાં? હવે જવાબ શું આપે? શું જવાબ આપે? એડવાન્સ સ્ટેજ અને એડવાન્સ પાર્ટી નો પાર્ટ, જ્યારે બંને મળે ત્યારે તો સમાપ્તિ થશે. તો તે પૂછે છે તો શું જવાબ આપે? કેટલાં વર્ષ માં બનશે? બધું મનાવી લીધું, સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી, ડાયમંડ જ્યુબિલી બધું મનાવી લીધું. હવે એડવાન્સ સ્ટેજ સેરેમની મનાવો . એની તારીખ ફિક્સ કરો. પાંડવ, બતાવો, તારીખ થશે એની? પહેલી લાઈન વાળા બોલો, તારીખ ફિક્સ થશે કે અચાનક થશે? શું થશે? અચાનક થશે કે થઈ જશે? બોલો, કાંઈક બોલો. વિચારી રહ્યા છો શું? નિર્વેર ને પૂછી રહ્યા છે? સેરેમની થશે કે અચાનક થશે? તમે દાદી ને પૂછી રહ્યા છો? આ દાદીને જોઈ રહ્યા છે કે દાદી કાંઈક બોલે. તમે બતાવો, રમેશ ને કહે છે બતાવો? (અંતે તો આ થવાનું જ છે.) અંત પણ ક્યારે? (તમે તારીખ બતાવો. એ તારીખ સુધી કરી લઈશું) અચ્છા - બાપદાદાએ એક વર્ષ ની એક્સ્ટ્રા તારીખ આપી છે. હિંમત થી એક્સ્ટ્રા મદદ મળશે. આ તો કરી શકો છો ને, આ કરીને દેખાડો પછી બાપ તારીખ ફિક્સ કરશે. (તમારું ડાયરેક્શન, જોઈએ તો આ ૨૦૦૪ ને એવું મનાવી લઈશું) અર્થ આ છે કે હમણાં એટલી તૈયારી નથી. તો એડવાન્સ પાર્ટી ને હમણાં એક વર્ષ તો રહેવું પડશે ને? સારું, કારણકે હમણાં થી લક્ષ રાખશો- કરવાનું જ છે, તો બહુજકાળ એડ થઈ (ઉમેરાઈ) જશે કારણકે બહુજકાળ નો પણ હિસાબ છે ને? જો અંત માં કરશો તો બહુજકાળ નો હિસાબ ઠીક નહીં થશે એટલે હમણાં થી અટેન્શન પ્લીઝ. સારું.

હવે રુહાની ડ્રિલ યાદ છે? એક સેકન્ડ માં પોતાનાં પૂર્વજ સ્ટેજ માં આવી પરમધામ નિવાસી બાપ ની સાથે-સાથે લાઈટ-હાઉસ બની વિશ્વ ને લાઈટ આપી શકો છો? તો એક સેકન્ડ માં બધા ચારેય તરફ દેશ-વિદેશ માં સાંભળવા વાળા, જોવા વાળા લાઈટ-હાઉસ બની વિશ્વ ની ચારેય તરફ નાં સર્વ આત્માઓ ને લાઈટ આપો, સકાશ આપો, શક્તિઓ આપો. અચ્છા.

ચારેય તરફ નાં વિશ્વ નાં પૂર્વજ અને પૂજ્ય આત્માઓ ને, સદા દાતા બની સર્વ ને દુવાઓ આપવા વાળા મહાદાની આત્માઓ ને, સદા દૃઢતા દ્વારા સ્વ-પરિવર્તન થી સર્વ નું પરિવર્તન કરવા વાળા વિશ્વ-પરિવર્તક આત્માઓ ને, સદા લાઈટ-હાઉસ બની સર્વ આત્માઓ ને લાઈટ આપવા વાળા સમીપ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને દિલ ની દુવાઓ સહિત નમસ્તે.

દાદીજી , દાદી જાનકી જી સાથે :- સારું છે, બંને દાદીઓ ખૂબ સારી પાલના કરી રહ્યા છો. સારી પાલના થઈ રહી છે ને? બહુ જ સારું. સેવા નાં નિમિત્ત બનેલા છે ને? તો તમને બધા ને પણ દાદીઓ ને જોઈને ખુશી થાય છે. ખુશી થાય છે ને? જવાબદારી નું સુખ પણ તો મળે છે ને? બધાની દુવાઓ કેટલી મળે છે! બધાને ખુશી થાય છે, (બંને દાદીઓ બાપદાદાને ભેટી ગયાં). જેવી રીતે આ જોઈને ખુશી થાય છે તેવી રીતે એમનાં જેવા બનીને કેટલી ખુશી થશે કારણ કે બાપદાદાએ નિમિત્ત બનાવ્યા છે તો કોઈ વિશેષતા છે ત્યારે નિમિત્ત બનાવ્યા છે. અને તે જ વિશેષતાઓ તમારા દરેક માં આવી જાય તો શું થઈ જશે? પોતાનું રાજ્ય આવી જશે. જે બાપદાદા તારીખ કહે છે ને, તે આવી જશે. હવે યાદ છે ને તારીખ ફિક્સ કરવાની છે. દરેક સમજે મારે કરવાની છે. તો બધા નિમિત્ત બની જશે તો વિશ્વ નું નવ નિર્માણ થઈ જ જશે. નિમિત્ત ભાવ , આ ગુણો ની ખાણ છે . ફક્ત દરેક સમયે નિમિત્ત ભાવ આવી જાય તો બીજા બધા ગુણ સહજ આવી શકે છે કારણકે નિમિત્ત ભાવ માં હું-પણું નથી અને હું-પણું જ હલચલ માં લાવે છે. નિમિત્ત બનવાથી મારાપણું પણ ખતમ, તારું, તારું થઈ જાય છે. સહજયોગી બની જાય છે. તો બધાનો દાદીઓ સાથે પ્રેમ છે, બાપદાદા સાથે પ્રેમ છે, તો પ્રેમ નું રિટર્ન છે - વિશેષતાઓ ને સમાન બનાવવી. તો એવું લક્ષ રાખો. વિશેષતાઓ ને સમાન બનાવવાની છે. કોઈમાં પણ કોઈ વિશેષતા જુઓ, વિશેષતા ને ભલે ફોલો કરો. આત્મા ને ફોલો કરવામાં બંને દેખાશે. વિશેષતા ને જુઓ અને એમાં સમાન બનો. અચ્છા.

વરદાન :-
નિશ્ચય ની અખંડ રેખા દ્વારા નંબરવન ભાગ્ય બનાવવા વાળા વિજય નાં તિલકધારી ભવ

જે નિશ્ચયબુદ્ધિ બાળકો છે તે ક્યારેય કેવી રીતે અથવા એવી રીતે નાં વિસ્તાર માં નથી જતાં. એમનાં નિશ્ચય ની અતૂટ રેખા અન્ય આત્માઓ ને પણ સ્પષ્ટ દેખાય છે. એમનાં નિશ્ચય ની રેખા ની લાઈન વચ્ચે-વચ્ચે ખંડિત નથી થતી. એવી રેખા વાળા નાં મસ્તક માં અર્થાત્ સ્મૃતિ માં સદા વિજય નું તિલક નજર આવશે. તે જન્મતા જ સેવા ની જવાબદારી નાં તાજધારી હશે. સદા જ્ઞાન-રત્નો થી રમવા વાળા હશે. સદા યાદ અને ખુશી નાં ઝૂલા માં ઝૂલતા જીવન વિતાવવા વાળા હશે. આ જ છે નંબરવન ભાગ્ય ની રેખા.

સ્લોગન :-
બુદ્ધિ રુપી કોમ્પ્યુટર માં ફુલસ્ટોપ ની માત્રા આવવી એટલે પ્રસન્નચિત્ત રહેવું.

અવ્યક્ત ઈશારા - એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો

એકાંત પ્રિય તે હશે જેનો અનેક તરફ થી બુદ્ધિયોગ તૂટેલો હશે અને એક નાં જ પ્રિય હશે, એક નાં પ્રિય હોવાનાં કારણે એક ની યાદ માં રહી શકે છે. અનેક નાં પ્રિય હોવાનાં કારણે એક ની યાદ માં રહી નથી શકતાં, અનેક તરફ થી બુદ્ધિયોગ તૂટેલો હોય, એક તરફ જોડાયેલો હોય અર્થાત્ એક સિવાય બીજું ન કોઈ - એવી સ્થિતિ વાળા જે હશે તે એકાંત પ્રિય બની શકે છે.

સુચના :- આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ત્રીજો રવિવાર છે સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી બધા ભાઈ-બહેનો સંગઠિત રુપ માં એકત્રિત થઈ યોગ અભ્યાસ માં આ જ શુભ સંકલ્પ કરે કે મુજ આત્મા દ્વારા પવિત્રતા ની કિરણો નીકળીને આખા વિશ્વ ને પાવન બનાવી રહી છે.

હું માસ્ટર પતિત પાવની આત્મા છું.