16-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  05.03.2004    બાપદાદા મધુબન


“ કમજોર સંસ્કાર નાં સંસ્કાર કરી સાચ્ચી હોળી મનાવો ત્યારે સંસાર પરિવર્તન થશે”
 


આજે બાપદાદા પોતાનાં ચારેય તરફ નાં રાજ દુલારા બાળકો ને જોઈ રહ્યાં છે. આ પરમાત્મ-દુલાર આપ કોટો માં કોઈ શ્રેષ્ઠ આત્માઓ ને જ પ્રાપ્ત છે. દરેક બાળકો નાં ત્રણ રાજ તખ્ત જોઈ રહ્યાં છે. આ ત્રણ તખ્તો આખાં કલ્પ માં આ સંગમ પર જ આપ બાળકો ને પ્રાપ્ત થાય છે. દેખાઈ રહ્યાં છે ત્રણ તખ્ત? એક તો આ ભ્રકુટી રુપી તખ્ત, જેનાં પર આત્મા ચમકી રહ્યો છે. બીજું તખ્ત છે - પરમાત્મ-દિલતખ્ત. દિલ તખ્તનશીન છો ને? અને ત્રીજું છે - ભવિષ્ય વિશ્વ તખ્ત. સૌથી ભાગ્યવાન બન્યાં છો દિલ તખ્તનશીન બનવાથી. આ પરમાત્મ-દિલતખ્ત આપ તકદીરવાન બાળકો ને જ પ્રાપ્ત છે. ભવિષ્ય વિશ્વ નું રાજ્ય તખ્ત તો પ્રાપ્ત થવાનું જ છે. પરંતુ અધિકારી કોણ બને છે? જે આ સમયે સ્વરાજ્ય અધિકારી બને છે. સ્વરાજ્ય નથી તો વિશ્વ નું રાજ્ય પણ નથી કારણકે આ સમય નાં સ્વરાજ્ય અધિકારી દ્વારા જ વિશ્વ રાજ્ય પ્રાપ્ત થાય છે. વિશ્વ નાં રાજ્ય નાં સર્વ સંસ્કાર આ સમયે બને છે. તો દરેક સમયે પોતાને સદા સ્વરાજ્ય અધિકારી અનુભવ કરો છો? જે ભવિષ્ય રાજ્ય નું ગાયન છે - જાણો છો ને? એક ધર્મ, એક રાજ્ય, લૉ અને ઓર્ડર, સુખ-શાંતિ, સંપત્તિ થી ભરપૂર રાજ્ય, યાદ આવે છે - કેટલી વાર આ સ્વરાજ્ય અને વિશ્વ રાજ્ય કર્યુ છે? યાદ છે કેટલી વાર કર્યુ છે? ક્લિયર યાદ આવે છે? કે યાદ કરવાથી યાદ આવે છે? કાલે રાજ્ય કર્યુ હતું અને કાલે રાજ્ય કરવાનું છે-એવી સ્પષ્ટ સ્મૃતિ છે? આ સ્પષ્ટ સ્મૃતિ એ આત્મા ને થશે જે હમણાં સદા સ્વરાજ્ય અધિકારી હશે. તો સ્વરાજ્ય અધિકારી છો? સદા છો કે ક્યારેક-ક્યારેક? શું કહેશો? સદા સ્વરાજ્ય અધિકારી છો? ડબલ ફોરેનર્સ નો ટર્ન (વારો) છે ને? તો સ્વરાજ્ય અધિકારી સદા છો? પાંડવ સદા છે? સદા શબ્દ પૂછી રહ્યાં છે? કેમ? જ્યારે એક જન્મ માં, નાનકડો તો જન્મ છે, તો આ નાનાં જન્મ માં જો સદા સ્વરાજ્ય અધિકારી નથી તો ૨૧ જન્મ નું સદા સ્વરાજ્ય કેવી રીતે પ્રાપ્ત થશે? ૨૧ જન્મ નાં રાજ્ય અધિકારી બનવું છે કે ક્યારેક-ક્યારેક બનવું છે? શું મંજૂર છે? સદા બનવું છે? સદા? ગરદન તો હલાવો. અચ્છા, ૨૧ જન્મ જ રાજ્ય અધિકારી બનવું છે? રાજ્ય અધિકારી અર્થાત્ રોયલ ફેમિલી માં પણ રાજ્ય અધિકારી. તખ્ત પર તો થોડા બેસશે ને, પરંતુ ત્યાં જેટલું તખ્ત અધિકારી ને સ્વમાન છે, એટલું જ રોયલ ફેમિલી ને પણ છે. એમને પણ રાજ્ય અધિકારી કહેવાશે. પરંતુ હિસાબ હમણાં નાં કનેક્શન થી છે. હમણાં ક્યારેક-ક્યારેક તો ત્યાં પણ ક્યારેક-ક્યારેક. હમણાં સદા તો ત્યાં પણ સદા. તો બાપદાદા પાસે થી સંપૂર્ણ અધિકારી લેવો અર્થાત્ વર્તમાન અને ભવિષ્ય નાં પૂરે-પૂરાં ૨૧ જન્મ રાજ્ય અધિકારી બનવું. તો ડબલ ફોરેનર્સ પૂરો અધિકાર લેવા વાળા છો કે અડધો અથવા થોડો? શું? પૂરો અધિકાર લેવો છે? પૂરો. એક જન્મ પણ ઓછો નહીં. તો શું કરવું પડશે?

બાપદાદા તો દરેક બાળકોને સંપૂર્ણ અધિકારી બનાવે છે. બન્યાં છો ને? પાક્કું? કે બનીશું કે નહીં બનીશું પ્રશ્ન છે? ક્યારેક-ક્યારેક પ્રશ્ન ઉઠે છે - ખબર નહીં બનીશું, નહીં બનીશું? બનવાનું જ છે. પાક્કું? જેને બનવું જ છે તે હાથ ઉઠાવો. બનવાનું જ છે. અચ્છા, આ બધાં કયા માળા નાં મણકા બનશે? ૧૦૮ નાં? અહીં તો કેટલાં આવેલા છે? બધા ૧૦૮ માં આવવાનાં છે? તો આ તો ૧૮૦૦ છે. તો ૧૦૮ ની માળા ને વધારશે? અચ્છા. ૧૬ હજાર તો સારું નથી લાગતું. ૧૬૦૦૦ માં જશો શું? નહીં જાઓ ને? આ નિશ્ચય અને નિશ્ચિત છે, એવો અનુભવ થાય. અમે નહીં બનીશું તો કોણ બનશે? છે નશો? તમે નહીં બનશો તો બીજું કોઈ નહીં બનશે ને? તમે જ બનવાનાં છો ને? બોલો, તમે જ છો ને? પાંડવ તમે જ બનવાનાં છો? અચ્છા. પોતાનો દર્પણ માં સાક્ષાત્કાર કર્યો છે? બાપદાદા તો દરેક બાળકો નો નિશ્ચય જોઈ બલિહાર જાય છે. વાહ! વાહ! દરેક બાળક વાહ! વાહ! વાહ! વાળા છો ને? વ્હાય, વ્હાય તો નથી? ક્યારેક-ક્યારેક વ્હાય થઈ જાય છે? યા તો છે વ્હાય અને હાય અને ત્રીજું ક્રાય. તો તમે તો વાહ! વાહ! વાળા છો ને?

બાપદાદા ને ડબલ ફોરેનર્સ ઉપર વિશેષ ફખુર (ગર્વ) છે. કેમ? ભારતવાસીઓ એ તો બાપ ને ભારત માં બોલાવી લીધાં. પરંતુ ડબલ ફોરેનર્સ ઉપર ફખુર એટલે છે કે ડબલ ફોરેનર્સે બાપદાદા ને પોતાની સચ્ચાઈ નાં પ્રેમ નાં બંધન માં બાંધ્યાં છે. મેજોરીટી સચ્ચાઈ વાળા છે. કોઈ-કોઈ છુપાવે પણ છે પરંતુ મેજોરીટી પોતાની કમજોરી સચ્ચાઈ થી બાપ ની આગળ રાખે છે. તો બાપ ને સૌથી સુંદર ચીજ લાગે છે - સચ્ચાઈ એટલે ભક્તિ માં પણ કહે છે ગોડ ઈઝ ટ્રુથ. સૌથી પ્રિય વસ્તુ સચ્ચાઈ છે કારણકે જેમાં સચ્ચાઈ હોય છે એમાં સફાઈ રહે છે. ક્લિન અને ક્લિયર રહે છે એટલે બાપદાદા ને ડબલ ફોરેનર્સ નાં સચ્ચાઈ ની પ્રેમ ની દોરી ખેંચે છે. થોડો વખત મિક્સ તો થાય છે, થોડું-થોડું. પરંતુ ડબલ ફોરેનર્સ પોતાની આ સચ્ચાઈ ની વિશેષતા ક્યારેય નહીં છોડતાં. સત્યતા ની શક્તિ એક લિફ્ટ નું કામ કરે છે. બધાને સચ્ચાઈ ગમે છે ને? પાંડવ, ગમે છે? આમ તો મધુબન વાળા ને પણ ગમે છે. બધા ચારેય તરફ નાં મધુબન વાળા હાથ ઉઠાવો. દાદી કહે છે ને ભુજાઓ છે. તો મધુબન, શાંતિવન બધા હાથ ઉઠાવો. મોટો હાથ ઉઠાવો. મધુબન વાળા ને સચ્ચાઈ ગમે છે? જેમાં સચ્ચાઈ હશે ને, એમને બાપ ને યાદ કરવા બહુ જ સહજ હશે. કેમ? બાપ પણ સત્ય છે ને? તો સત્ય બાપ ની યાદ જે સત્ય છે એમને જલ્દી આવે છે. મહેનત નથી કરવી પડતી. જો હમણાં પણ યાદ માં મહેનત લાગે છે તો સમજો કોઈ ને કોઈ સૂક્ષ્મ સંકલ્પ માત્ર, સ્વપ્ન માત્ર કોઈ સચ્ચાઈ ઓછી છે. જ્યાં સચ્ચાઈ છે ત્યાં સંકલ્પ કર્યો બાબા, હજૂર હાજર છે એટલે બાપદાદા ને સચ્ચાઈ ખૂબ પ્રિય છે.

તો બાપદાદા બધા બાળકો ને આ જ ઈશારો આપે છે કે પૂરો વારસો ૨૧ જ જન્મો નો લેવાનો છે તો હવે સ્વરાજ્ય ને ચેક કરો. હમણાં નાં સ્વરાજ્ય અધિકારી બનવું, જેટલાં જેવા બનશો એટલો જ અધિકાર પ્રાપ્ત થશે. તો ચેક કરો - જેવું ગાયન છે એક રાજ્ય… એક જ રાજ્ય હશે, બે નહીં. તો વર્તમાન સ્વરાજ્ય ની સ્થિતિ માં સદા એક રાજ્ય છે? સ્વરાજ્ય છે કે ક્યારેક-ક્યારેક પર-રાજ્ય પણ થઈ જાય છે? ક્યારેક માયા નું રાજ્ય જો છે તો પર-રાજ્ય કહેવાશે કે સ્વરાજ્ય કહેવાશે? તો સદા એક રાજ્ય છે, પર-અધિન તો નથી થઈ જતાં? ક્યારેક માયા નાં, ક્યારેક સ્વ નાં? એનાથી સમજો કે સંપૂર્ણ વારસો હમણાં પ્રાપ્ત થઈ રહ્યો છે, થયો નથી, થઈ રહ્યો છે. તો ચેક કરો સદા એક રાજ્ય છે? એક ધર્મ - ધર્મ અર્થાત્ ધારણા. તો વિશેષ ધારણા કઈ છે? પવિત્રતા ની. તો એક ધર્મ છે અર્થાત્ સંકલ્પ, સ્વપ્ન માં પણ પવિત્રતા છે? સંકલ્પ માં પણ, સ્વપ્ન માં પણ જો અપવિત્રતા નો પડછાયો છે તો શું કહેવાશે? એક ધર્મ છે? પવિત્રતા સંપૂર્ણ છે? તો ચેક કરો, કેમ? સમય ફાસ્ટ જઈ રહ્યો છે. તો સમય ફાસ્ટ જઈ રહ્યો છે અને સ્વયં જો ધીરા છો તો સમય પર મંઝિલ પર તો નહીં પહોંચી શકો ને? એટલે વારંવાર ચેક કરો. એક રાજ્ય છે? એક ધર્મ છે? લૉ અને ઓર્ડર છે? કે માયા પોતાનો ઓર્ડર ચલાવે છે? પરમાત્મ-બાળકો શ્રીમત નાં લૉ અને ઓર્ડર પર ચાલવા વાળા. માયા નાં લૉ અને ઓર્ડર પર નહીં. તો ચેક કરો - બધા ભવિષ્ય નાં સંસ્કાર હમણાં દેખાય કારણકે સંસ્કાર હમણાં ભરવાનાં છે. ત્યાં નથી ભરવાનાં, અહીં જ ભરવાનાં છે. સુખ છે? શાંતિ છે? સંપત્તિવાન છે? સુખ હમણાં સાધનો નાં આધાર પર તો નથી? અતીન્દ્રિય સુખ છે? સાધન, ઈન્દ્રિયો નો આધાર છે. અતિન્દ્રિય સુખ સાધનો નાં આધાર પર નથી. અખંડ શાંતિ છે? ખંડિત તો નથી થતી? કારણકે સતયુગ નાં રાજ્ય ની મહિમા શું છે? અખંડ શાંતિ, અટલ શાંતિ. સંપન્નતા છે? સંપત્તિ થી શું થાય છે? સંપન્નતા થાય છે? સર્વ સંપત્તિ છે? ગુણ, શક્તિઓ, જ્ઞાન આ સંપત્તિ છે. એની નિશાની શું હશે? જો હું સંપત્તિ માં સંપન્ન છું - તો એની નિશાની શું? સંતુષ્ટતા. સર્વ પ્રાપ્તિ નો આધાર છે સંતુષ્ટતા , અસંતુષ્ટતા અપ્રાપ્તિ નું સાધન છે . તો ચેક કરો - એક પણ વિશેષતા ની કમી ન હોવી જોઈએ. તો એટલું ચેક કરો છો? આખો સંસાર તમારા બધા નાં સંસ્કાર દ્વારા બનવાનો છે. હમણાં નાં સંસ્કાર અનુસાર ભવિષ્ય નો સંસાર બનશે. તો તમે બધા શું કહો છો? કોણ છો તમે? વિશ્વ પરિવર્તક છો ને? વિશ્વ પરિવર્તક છો? તો વિશ્વ પરિવર્તક ની પહેલાં સ્વ-પરિવર્તક. તો આ બધા સંસ્કાર પોતાનાં માં ચેક કરો. એનાથી સમજી જાઓ કે હું ૧૦૮ ની માળા માં છું કે આગળ પાછળ છું? આ ચેકિંગ એક દર્પણ છે, આ દર્પણ માં પોતાનાં વર્તમાન અને ભવિષ્ય ને જુઓ. જોઈ શકો છો?

હમણાં તો હોળી મનાવવા આવ્યા છો ને? હોળી મનાવવા આવ્યા છો, અચ્છા. હોળી નાં અર્થ ને વર્ણન કર્યો છે ને? તો બાપદાદા આજે વિશેષ ડબલ ફોરેનર્સ ને કહે છે, મધુબન વાળા સાથે છે, આ બહુ જ સારું છે. મધુબન વાળા ને પણ સાથે કહી રહ્યા છે. જે પણ આવ્યાં છે, ભલે બોમ્બે થી આવ્યાં છે, દિલ્હી થી આવ્યાં છો, પરંતુ આ સમયે તો મધુબન નિવાસી છો. ડબલ ફોરેનર્સ પણ આ સમયે ક્યાં નાં છો? મધુબન નિવાસી છો ને? મધુબન નિવાસી બનવું સારું છે ને? તો બધા બાળકોને ભલે અહીં સામે બેઠાં છે, કે પોત- પોતાનાં ચારેય તરફ નાં સ્થાનો પર બેઠાં છે, બાપદાદા એક પરિવર્તન ઈચ્છે છે - જો હિંમત હોય તો બાપદાદા બતાવે. હિંમત છે? હિંમત છે? હિંમત છે? કરવી પડશે. એવું નહીં હાથ ઉઠાવી લીધો તો થઈ ગયું, એવું નથી. હાથ ઉઠાવવો તો બહુ સારું છે પરંતુ મન નો હાથ ઉઠાવો. આજે ફક્ત એક હાથ નહીં ઉઠાવતાં, મન નો હાથ ઉઠાવો.

ડબલ ફોરેનર્સ નજીક બેઠાં છો ને, તો નજીક વાળા ને દિલ ની વાતો સંભળાવાય છે. મેજોરીટી જોવામાં આવે છે, કે બધા નો બાપદાદા સાથે, સેવા સાથે ખૂબ સારો પ્રેમ છે. બાપ નાં પ્રેમ વગર પણ નથી રહી શકતાં અને સેવા વગર પણ નથી રહી શકતાં. આ મેજોરીટી નું સર્ટિફીકેટ ઠીક છે. બાપદાદા ચારેય તરફ જુએ છે પરંતુ… પરંતુ આવી ગયું. મેજોરીટી નો આ જ અવાજ આવે છે કે કોઈ ને કોઈ એવાં સંસ્કાર, જૂનાં જે ઈચ્છતા નથી પરંતુ તે જૂનાં સંસ્કાર હજી સુધી પણ આકર્ષિત કરી લે છે. તો જ્યારે હોળી મનાવવા આવ્યાં છો તો હોળી નો અર્થ છે-વીતી સો વીતી. હો લી, બની ગઈ. તો કોઈ પણ જરા પણ કોઈ સંસ્કાર પ ટકા પણ હોય, ૧૦ ટકા હોય, ૫૦ ટકા પણ હોય, કાંઈ પણ હોય. ઓછા માં ઓછા પ ટકા પણ હોય તો આજે સંસ્કાર ની હોળી પ્રગટાવો. જે સંસ્કાર સમજો છો બધા નાં થોડા આ સંસ્કાર મને વચ્ચે-વચ્ચે ડિસ્ટર્બ કરે છે. દરેક સમજે છે. સમજો છો ને? તો હોળી એક પ્રગટાવાય છે, બીજી રંગાય છે. બે પ્રકાર ની હોળી હોય છે અને હોળી નો અર્થ પણ છે, વીતી સો વીતી. તો બાપદાદા ઈચ્છે છે કે જે પણ કોઈ એવાં સંસ્કાર રહેલા છે જેનાં કારણે સંસ્કાર પરિવર્તન નથી થઈ રહ્યાં, તો આજે એ કમજોર સંસ્કાર ને બાળવા અર્થાત્ સંસ્કાર કરી દેવાં. બાળવા ને પણ સંસ્કાર કહે છે ને? જ્યારે મનુષ્ય મરે છે તો કહે છે સંસ્કાર કરવાનાં છે અર્થાત્ સદા માટે ખતમ કરવાનાં છે. તો શું આજે સંસ્કાર નાં પણ સંસ્કાર કરી શકો છો? તમે કહેશો કે અમે તો નથી ઈચ્છતાં કે સંસ્કાર આવે, પરંતુ આવી જાય છે, શું કરીએ? એવું વિચારો છો? અચ્છા. આવી જાય છે, ભૂલ થી. જો કોઈને આપેલી વસ્તુ, ભૂલ થી તમારી પાસે આવી જાય તો શું કરો છો? સંભાળીને કબાટ માં રાખી દો છો? રાખી દેશો? તો જો આ પણ આવી જાય તો દિલ માં નહીં રાખતા કારણકે દિલ માં બાપ બેઠાં છે ને? તો બાપ ની સાથે જો એ તે સંસ્કાર પણ રાખશો, તો ગમશે? નહીં ગમે ને? એટલે જો ભૂલ થી પણ આવી જાય, તો દિલ થી કહેજો બાબા, બાબા, બાબા બસ. ખતમ. બિંદુ લાગી જશે. બાબા શું છે? બિંદુ. તો બિંદુ લાગી જશે. દિલ થી કહેશો તો. બાકી એમ જ મતલબ થી યાદ કરશો-બાબા લઈ લો ને, લઈ લો ને, રાખો છો પોતાની પાસે અને કહો છો લઈ લો ને, લઈ લો ને. તો કેવી રીતે લેશે? તમારી વસ્તુ કેવી રીતે લેશે? પહેલાં તમે પોતાની ચીજ ન સમજો ત્યારે લેશે. એવી રીતે થોડી બીજા ની વસ્તુ લઈ લેશે? તો શું કરશો? હોળી મનાવશો? હો લી, હો લી. સારુ, જે સમજે છે કે દૃઢ સંકલ્પ કરી રહ્યા છે, તે હાથ ઉઠાવો. તમે ઘડી-ઘડી કાઢી દેશો ને, તો નીકળી જશે. અંદર રાખી નહીં દો, શું કરીએ? કેવી રીતે કરીએ, નીકળતું નથી. એમ નહીં, નીકળવાનું જ છે. તો દૃઢ સંકલ્પ કરશો? જે કરશે તે મન થી હાથ ઉઠાવજો, બહાર થી નહીં ઉઠાવતાં. મન થી. (કોઈ-કોઈ નથી ઉઠાવી રહ્યાં) આ નથી ઉઠાવી રહ્યાં. (બધાએ ઉઠાવ્યા) બહુ જ સારું, મુબારક છે, મુબારક છે. શું છે કે એક તરફ એડવાન્સ પાર્ટી બાપદાદા ને વારંવાર કહે છે-ક્યાં સુધી, ક્યાં સુધી, ક્યાં સુધી? બીજુ-પ્રકૃતિ પણ બાપ ને અરજી કરે છે, હવે પરિવર્તન કરો. બ્રહ્મા બાપ પણ કહે છે કે હવે ક્યારે પરમધામ નો દરવાજો ખોલશો? સાથે જવું છે ને, રહી તો નથી જવું ને? સાથે ચાલશો ને? સાથે ગેટ (દરવાજો) ખોલીશું. ભલે ચાવી બ્રહ્મા બાબા લગાવશે, પરંતુ સાથે તો હશો ને? તો હવે આ પરિવર્તન કરો. બસ, લાવવાનું જ નથી. મારી વસ્તુ જ નથી, બીજા ની, રાવણ ની વસ્તુ કેમ રાખી છે? બીજા ની વસ્તુ રખાય છે શું? તો આ કોની છે? રાવણ ની છે ને? એની વસ્તુ તમે કેમ રાખી છે? રાખવાની છે? નથી રાખવાની ને, પાક્કું? સારું. તો રંગ ની હોળી ભલે મનાવો પરંતુ પહેલાં આ હોળી મનાવજો. તમે જુઓ છો, તમારું ગાયન છે- મર્સીફુલ. તમે મર્સીફુલ દેવીઓ અને દેવતાઓ છો ને? તો રહેમ નથી આવતો? પોતાનાં ભાઈ-બહેનો આટલાં દુઃખી છે, એમનું દુઃખ જોઈને રહેમ નથી આવતો? આવે છે રહેમ? તો સંસ્કાર બદલો, તો સંસાર બદલાઈ જશે. જ્યાં સુધી સંસ્કાર નથી બદલ્યા, ત્યાં સુધી સંસાર નથી બદલાઈ શકતો. તો શું કરશો?

આજે ખુશખબરી સાંભળી કે બધાએ દૃષ્ટિ લેવાની છે. સારી વાત છે. બાપદાદા તો બાળકો નાં આજ્ઞાકારી છે પરંતુ… પરંતુ સાંભળીને હસે છે. ભલે હસો. દૃષ્ટિ માટે કહે છે - દૃષ્ટિ થી સૃષ્ટિ બદલાય છે. તો આજ ની દૃષ્ટિ થી સૃષ્ટિ પરિવર્તન કરવાની જ છે, કારણકે સંપન્નતા તથા જે પણ પ્રાપ્તિઓ થઈ છે, એનો બહુ જ સમય થી અભ્યાસ જોઈએ. એવું નહીં કે સમય પર થઈ જશે, ના. બહુ જ સમય નું રાજ્ય ભાગ્ય લેવાનું છે, તો સંપન્નતા પણ લાંબા સમય થી જોઈએ. તો ઠીક છે? ડબલ ફોરેનર્સ ખુશ છે? અચ્છા.

ચારેય તરફ નાં સર્વ ત્રણ તખ્ત નશીન વિશેષ આત્માઓ ને, સદા સ્વરાજ્ય અધિકારી વિશેષ આત્માઓ ને, સદા રહેમદિલ બની આત્માઓ ને સુખ-શાંતિ ની અંચલી આપવા વાળા મહાદાની આત્માઓ ને, સદા દૃઢતા અને સફળતા નો અનુભવ કરવા વાળા બાપ સમાન આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
સંકલ્પ અને બોલ નાં વિસ્તાર ને સાર માં લાવવા વાળા અંતર્મુખી ભવ

વ્યર્થ સંકલ્પ નાં વિસ્તાર ને સમેટી ને સાર રુપ માં સ્થિત થવું તથા મુખ નાં અવાજ નાં વ્યર્થ ને સમેટી ને સમર્થ અર્થાત્ સાર રુપ માં લઈ આવવો - આ છે અંતર્મુખતા. એવી રીતે અંતર્મુખી બાળકો જ સાઈલેન્સ ની શક્તિ દ્વારા ભટકતા આત્માઓ ને સાચ્ચું ઠેકાણું દેખાડી શકે છે. આ સાઈલેન્સ ની શક્તિ અનેક રુહાની રંગત દેખાડે છે. સાઈલેન્સ ની શક્તિ થી દરેક આત્મા નાં મન નો અવાજ એટલો નજીક સંભળાય છે જાણે કોઈ સન્મુખ બોલી રહ્યાં છે.

સ્લોગન :-
સ્વભાવ, સંસ્કાર, સંબંધ, સંપર્ક માં લાઈટ રહેવું અર્થાત્ ફરિશ્તા બનવું.

અવ્યક્ત ઈશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો .

સાચાં દિલવાળા સત્યવાદી બાળકો, સત્યતા ની મહાનતા ને કારણે સેકન્ડ માં બિંદુ બની બિંદુ સ્વરુપ બાપ ને યાદ કરી શકે છે. સાચાં દિલવાળા સાચાં સાહેબ ને રાજી કરવાનાં કારણે, બાપ ની વિશેષ દુવાઓની પ્રાપ્તિ નાં કારણે સમય પ્રમાણ દિમાગ યુક્તિ યુક્ત, યથાર્થ કાર્ય સ્વત: કરે છે કારણકે બુદ્ધિવાનો ની બુદ્ધિ (બાપ) ને રાજી કરેલા છે.

સુચના :- આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ત્રીજો રવિવાર છે, સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી બધા ભાઈ-બહેનો સંગઠિત રુપ માં એકત્રિત થઈ યોગ અભ્યાસ માં સર્વ આત્માઓ પ્રત્યે આ જ શુભ ભાવના રાખે કે સર્વ આત્માઓ નું કલ્યાણ થાય, સર્વ આત્માઓ સત્ય માર્ગ પર ચાલીને પરમાત્મ-વારસા નો અધિકાર પ્રાપ્ત કરી લે. હું બાપ સમાન સર્વ આત્માઓ ને મુક્તિ-જીવનમુક્તિ નું વરદાન આપવા વાળો આત્મા છું.