16-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - સદૈવ યાદ રાખો - બહુત ગઈ થોડી રહી… હવે તો ઘરે જવાનું છે , આ છી - છી શરીર અને દુનિયાને ભૂલી જવાનું છે”

પ્રશ્ન :-
કયો નશો નિરંતર રહે તો સ્થિતિ ખૂબ ફર્સ્ટક્લાસ બનશે?

ઉત્તર :-
નિરંતર નશો રહે કે મિરુઆ મોત મલૂકા શિકાર. અમે મલૂક (ફરિશ્તા) બની પોતાનાં માશૂક ની સાથે ઘરે જઈશું, બાકી બધું ખલાસ થવાનું છે. હવે અમે આ જૂની ખાલ ને છોડી નવી લઈશું. આ જ્ઞાન આખો દિવસ બુદ્ધિમાં ટપકતું રહે તો અપાર ખુશી રહેશે. સ્થિતિ ફર્સ્ટક્લાસ બની જશે.

ગીત :-
યહ કોન આજ આયા…

ઓમ શાંતિ!
આ કોણે કહ્યું? બાળકોએ. અતીન્દ્રિય સુખમય જીવનમાં આવીને કહે છે - બેહદનાં બાપ આવેલાં છે. શેનાં માટે? આ પતિત દુનિયાને બદલી પાવન દુનિયા બનાવવાં, પાવન દુનિયા કેટલી મોટી હશે. પતિત દુનિયા કેટલી મોટી છે, આ આપ બાળકોની બુદ્ધિમાં આવવું જોઈએ. અહીં કેટલાં કરોડો મનુષ્ય છે. આને પતિત ભ્રષ્ટાચારી દુનિયા કહે છે. મીઠાં-મીઠાં બાળકોનાં દિલ માં આવવું જોઈએ - આપણી નવી દુનિયા કેટલી નાની હશે. આપણે કેવી રીતે રાજ્ય કરીશું. આપણાં ભારત જેવો કોઈ દેશ હોઈ ન શકે. આ કોઈ નથી સમજતું - ભારત સ્વર્ગ હતો, તેનાં જેવો કોઈ દેશ હોઈ નથી શકતો. તમને આ સમજ માં આવે છે, આ ભારત તો હવે કોઈ કામ નું નથી. ભારત સ્વર્ગ હતું, હવે નથી. આ કોઈને યાદ નથી આવતું, આપણો ભારત સૌથી ઉંચ છે, સૌથી પ્રાચીન છે. આપ બાળકોની બુદ્ધિમાં આવે છે, તે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર. એટલી ખુશી, એટલો રીગાર્ડ રહે છે? બેહદ નાં બાપ આવેલાં છે. કલ્પ-કલ્પ આવે છે, માયા રાવણે જે આપણું રાજ્ય-ભાગ્ય છીનવી લીધું છે, એ આપણને આત્માઓને ફરીથી આપણું રાજ્ય-ભાગ્ય બાબા આવીને આપે છે. એવું નથી કે કોઈ લડાઈ થી છીનવાઈ ગયું છે. ના. રાવણ રાજ્ય માં આપણી મત ભ્રષ્ટાચારી થઈ જાય છે. શ્રેષ્ટાચારી થી આપણે ભ્રષ્ટાચારી બની જઈએ છીએ. દુનિયા જુઓ કેટલી વધી ગઈ છે, આપણો ભારત દેશ કેટલો નાનો હતો. સ્વર્ગ માં કેટલાં સુખી રહેશે. હીરા-ઝવેરાત નાં મહેલ હશે. ત્યાં રાવણ હોતો નથી. આપ બાળકોની બુદ્ધિમાં ખુશી હોવી જોઈએ. અતીન્દ્રિય સુખ રહેવું જોઈએ.

બાપ કહે છે - દેહી-અભિમાની બનો. દેહ નું ભાન તોડવા માટે બાબાએ કહ્યું હતું, ૧૦૮ ચત્તીઓ વાળા કપડા પહેરો. ભલે મોટા વ્યક્તિઓથી, ઝવેરીઓથી કનેક્શન (સંબંધ) હતું, તે નશો ટુટે કેવી રીતે. દેહી-અભિમાની બનવું પડે. આપણે આત્મા છીએ, આ તો જુનું શરીર છે. આને છોડી ફર્સ્ટક્લાસ શરીર લેવાનું છે. સાપ એક ખાલ છોડી બીજી લઈ લે છે. આપ બાળકોની બુદ્ધિ માં જ્ઞાન છે, આ જૂની ખાલ છોડી, આપણે બીજી નવી લઈશું પછી બીજું શરીર મળશે. આ તો બધું જ્ઞાન બાળકોની બુદ્ધિમાં ટપકવું જોઈએ. આ તો છી-છી દુનિયા છે, આને જોવા છતાં પણ બુદ્ધિ થી ભૂલવી પડે છે. આપણે યાત્રા પર જઈ રહ્યાં છીએ, આપણો બુદ્ધિનો યોગ ઘર તરફ જઈ રહ્યો છે. અભ્યાસ તો કરવો પડે ને. આ શરીર પણ જૂનું છે, દુનિયા પણ જૂની છે. સાક્ષાત્કાર કરી લીધો છે, હવે આ દેહ અને દેહ નાં સર્વ સંબંધ છોડી ઘરે જવાનું છે. અંદર માં ખુશી થાય છે, હવે અમારે પાછા જવાનું છે. બુદ્ધિયોગ ત્યાં લગાવવાનો હોય છે. એકબીજા ને આ જ સંભળાવવાનું છે - મનમનાભવ. આ મોટો જબરદસ્ત મંત્ર છે. ભલે ગીતા તો ઘણાં વાંચે છે પરંતુ અર્થ નથી સમજતાં. જેવી રીતે બીજા શાસ્ત્ર વાંચે છે, એવી રીતે વાંચે છે. આ કોઈની બુદ્ધિમાં નહીં આવશે. અમે ભવિષ્ય નાં માટે રાજ્યોગ શીખી રહ્યાં છીએ. બહુત ગઈ… હવે બાકી થોડો જ સમય છે. એમ-એમ પોતાને બતાવતાં, ખુશી માં આવવાનું છે. આ તો બધું ખલાસ થવાનું છે. મિરુઆ મોત મલૂકા શિકાર. આપણે મલૂક બની આપણા માશૂક નાં સાથે ઘરે જઈશું. આ આત્માઓનાં બાપ બેસી શિક્ષા આપે છે. છે પણ સાધારણ પરંતુ ઊંચે થી ઊંચા છે. બાપ આવ્યાં છે - બેહદ નો વારસો આપવાં, કલ્પ-કલ્પ આવે છે. આ તો છી-છી દુનિયા છે. એવી-એવી વાતો કરવાની હોય છે. આને કહેવાય છે વિચાર સાગર મંથન. આ શાસ્ત્ર વગેરે તો જન્મ-જન્માંતર વાંચ્યાં છે, આપણે ભારતવાસીઓએ જેટલાં જપ-તપ વગેરે કર્યા છે એટલાં બીજા કોઈએ નથી કર્યા. જે પહેલાં-પહેલાં આવ્યાં હશે તેમણે જ ભક્તિ કરી છે અને તે જ જ્ઞાન-યોગ માં પણ આગળ જશે કારણ કે તેમને ફરી પહેલાં નંબર માં આવવાનું છે. જુઓ છો, કોઈ-કોઈ તો ખૂબ સારો પુરુષાર્થ કરે છે.

આપ બાળકો જે આ રુહાની સર્વિસ માં લાગ્યાં છો, તેનાં માટે તો ખૂબ સારું છે. ખરેખર ભઠ્ઠી માં બેઠાં છે. તે સંબંધ અટૂટ થયો છે અને જે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં, આ સાંભળી-સંભળાવે છે તો જૂનાઓ થી પણ આગળ જઈ રહ્યાં છે. જોવાય છે નવાં આવવાવાળા ખૂબ આગળ જાય છે. તમે લિસ્ટ નીકાળશો તો ખબર પડી જશે. પહેલાં-પહેલાં તમારી માળા બનાવતા હતાં પછી જોયું કે કેટલાં સારા-સારા બાળકો ૩-૪ નંબરવાળા પણ નીકળી ગયાં. એકદમ જઈ પ્રજા માં પડ્યાં. હવે તમારી આ સ્ટુડન્ટ લાઈફ (વિદ્યાર્થી જીવન) છે, ગૃહસ્થ વ્યવહાર માં રહેતા સાથે-સાથે આ કોર્સ ભણો છો. ઘણાં બાળકો ડબલ કોર્સ ઉઠાવે છે, લિફ્ટ મળે છે. તમારો કોર્સ છે - ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં આ ભણવું. આમાં પણ કન્યાઓ ખૂબ આગળ જવી જોઈએ. કન્યાઓનાં કારણે કનૈયા કે ગોપાલ નામ પણ ગવાયેલું છે. છે તો ગોપ પણ કારણકે પ્રવૃત્તિ માર્ગ છે ને. તમે સતયુગ માં દેવી-દેવતા ધર્મ નાં હતાં. આ લક્ષ્મી-નારાયણ પ્રવૃત્તિ માર્ગ માં રાજ્ય કરતાં હતાંં. આ તમારી બુદ્ધિ માં ટપકવું જોઈએ કે આપણે શું બનીએ છીએ! દેવતાઓ કેટલાં ફર્સ્ટક્લાસ છે! તેમની આગળ જઈને મહિમા ગાય છે - તમે સર્વગુણ સમ્પન્ન, સોળે કળા સંપૂર્ણ… અમે પાપી, કપટી છીએ. હમ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં… હવે આમાં ભગવાને તરસ નથી ખાવાની કે કૃપા નથી કરવાની. હકીકત માં તરસ કે કૃપા પોતાનાં ઉપર જ કરવાની હોય છે. તમે જ દેવતા હતાં, હવે શું બની ગયાં છો પોતાને જુઓ, પછી પુરુષાર્થ કરી દેવતા બનો. શ્યામ થી સુંદર બનવાનાં માટે પુરુષાર્થ કરવો પડે છે. આ તો ભક્તિમાર્ગ માં કહે છે - મરતા હતાં, ફલાણી કૃપા થઈ બચી ગયાં, તેનાં આશીર્વાદ થી. મહાત્મા વગેરે નો હાથ પકડીને કહેશે, તમારા આશીર્વાદ જોઈએ. અહીં તો ભણતર છે. કૃપા વગેરેની વાત નથી. મનમનાભવ નો અર્થ છે ને. મંત્ર તો ઘણાં આપે છે. અનેક પ્રકારનાં હઠયોગ શીખવાડે છે. દરેકની અલગ-અલગ શિક્ષા હોય છે. હઠયોગ નાં સેમ્પલ જોવા હોય તો જયપુર નાં મ્યુઝિયમ માં જઈને જુઓ. અહીં તો કેટલાં આરામ થી બેઠાં છો. બુદ્ધિમાં છે અમને ફરીથી બાબા રાજ્ય આપી રહ્યાં છે. ત્યાં જ અદ્વૈત દેવી-દેવતા ધર્મ હતો બીજો કોઈ ધર્મ નહોતો. બે હાથ થી જ તાળી વાગે છે. એક ધર્મ છે તો મારામારી નથી થતી. હમણાં છે કળિયુગ. કળિયુગ પૂરો થશે તો ભક્તિ પણ પૂરી થશે. હમણાં તો મનુષ્યો ની વૃદ્ધિ કેટલી થતી રહે છે. ભારતની ધરતી નથી વધતી. ધરતી તો તે જ છે. બાકી મનુષ્ય ઓછા વધારે થાય છે. ત્યાં મનુષ્ય ખૂબ ઓછા હશે, દુનિયા તો આ જ હશે. દુનિયા કોઈ નાની નહીં થઈ જશે. તો આપ બાળકોને ખુબ ખુશી રહેવી જોઈએ. આપણે યોગબળ થી પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ, બાપ ની શ્રીમત પર. બાપ કહે છે - મામેકમ્ યાદ કરો તો તમારા પાપ ભસ્મ થશે. આત્મા માં જ ખાદ પડેલી છે ને. ફક્ત કહે છે - સતો, રજો, તમો… આ નથી દેખાડતા કે આત્મા માં જ ખાદ પડે છે. પહેલાં ગોલ્ડન એજડ હતાંં, શુદ્ધ સોનું હતાં પછી ચાંદી પડે છે, તેને સિલ્વર એજ કહેવાય છે, ચંદ્રવંશી. અંગ્રેજી શબ્દ કેટલાં સારા છે. ગોલ્ડન, સિલ્વર, કોપર પછી આયરન. બાપ સમજાવે છે - આત્મા માં ખાદ પડી છે, તે નીકળે કેવી રીતે? સતો થી તમો બની છે પછી તમો થી સતો કેવી રીતે બને. સમજે છે ગંગા માં સ્નાન કરવાથી સતોપ્રધાન બની જઈશું. પરંતુ આ તો થઇ ન શકે. ગંગા-સ્નાન વગેરે તો રોજ કરતાં રહે છે. કોઈ તો નેમી થઈ જાય છે. નહેર પર પણ જઈને સ્નાન કરે છે. તમને બાપ કહે છે - આ નિયમ રાખો, બાપ ને યાદ કરવાનો. યાદ નું સ્નાન કે યાત્રા કરો. જ્ઞાન-સ્નાન પણ કરાવે છે, યોગ ની યાત્રા શીખવાડે છે. બાપ જ્ઞાન આપે છે. આમનામાં યોગ નું પણ જ્ઞાન, સૃષ્ટિ-ચક્ર નું પણ જ્ઞાન છે. બાકી શાસ્ત્રોનું જ્ઞાન તો ઘણાં આપે છે, યોગ ને જાણતાં જ નથી. હઠયોગ સમજી લીધો છે. યોગ આશ્રમ તો અસંખ્ય છે. મનમનાભવ નો મંત્ર આપશે પરંતુ સિવાય બાપ નાં કોઈ પણ મનુષ્ય ની પાસે આ જ્ઞાન નથી. હવે ૮૪ જન્મ નું ચક્ર પૂરું થયું છે. ફરી નવી દુનિયા થશે. તમારી બુદ્ધિમાં છે, ઝાડ ની વૃદ્ધિ કેવી રીતે થાય છે. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે, બધાં સાથે થોડી જશે! બ્રાહ્મણો નું ઝાડ ખૂબ મોટું હશે. પછી થોડા-થોડા કરીને જશે. પ્રજા બનતી રહેશે. થોડું પણ કોઈએ સાંભળી લીધું તો પ્રજા માં આવી જશે. સેવાકેન્દ્રો ખુબ વૃદ્ધિને પામશે. પ્રદર્શનો અસંખ્ય જ્યાં-ત્યાં થતાં રહેશે. જેવી રીતે મંદિર ઠેકાણે નીકળતાં જાય છે, તેવી રીતે તમારા પ્રદર્શન પણ ગામ-ગામ માં થશે. ઘર-ઘર માં પ્રદર્શન રાખવા પડશે. વૃદ્ધિને પામતા જશે એટલે છેવટે આ ચિત્રો પણ છપાવવાં પડશે. બધાની પાસે બાપનો સંદેશ જવાનો છે. આપ બાળકોએ ખુબ મોટી સેવા કરવાની છે. હમણાં આ પ્રોજેક્ટર, પ્રદર્શન ની ફેશન નીકળી છે તો ગામ-ગામ માં દેખાડવા પડશે. તે સારી રીતે ઉઠાવશે. શિવ જયંતી ગવાયેલી છે પરંતુ એ કેવી રીતે આવે છે? આ કોઈને ખબર નથી. શિવ પુરાણ વગેરે માં આ વાતો નથી. આ વાતો તમે સાંભળો છો. સાંભળવાના સમયે સારું લાગે છે પછી ભૂલી જાય છે. સારી રીતે પોઇન્ટ ધારણ હશે તો સર્વિસ પણ સારી રીતે કરી શકશે. પરંતુ બધાં પોઇન્ટ કોઈને ધારણ નથી થતાં. ભાષણ કરીને આવશે પછી વિચાર માં આવશે - હજું આ પોઇન્ટ પણ સમજાવ્યો હોત તો સારું હતું, જેમને દેહ-અભિમાન નહીં હશે તે ઝટ બતાવશે. ભાષણ કરી પછી વિચાર કરશે - અમે બધાં પોઇન્ટ્સ ઠીક સમજાવ્યાં? હજું આ પોઇન્ટ ભૂલી ગયાં છીએ, પોઇન્ટ્સ કોઈ સાથે નથી ચાલવાનાં. આ તો ફક્ત હમણાં માટે. પછી આ ખતમ થઇ જશે. આ આંખો થી જે કંઈ હમણાં જુઓ છો પછી સતયુગ માં આ નહીં હશે. તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર હવે મળે છે, હમણાં તમે ત્રિનેત્રી બનો છો. બાબા આવીને તમને જ્ઞાન આપી રહ્યાં છે જે આત્મા ધારણ કરે છે. આત્માને ત્રીજું નેત્ર મળે છે. આ જ્ઞાન કોઈ માં નથી કે હું આત્મા છું. આ શરીર દ્વારા કરાવું છું. બાબા આપણને ભણાવે છે. આ બુદ્ધિમાં રાખવું - આમાં મહેનત છે. બાળકોએ મહેનત કરવી જોઈએ અને ખુશી માં રહેવું જોઈએ. બસ હમણાં આપણું રાજ્ય આવ્યું કે આવ્યું. તમે જાણો છો આપણાં રાજ્ય માં શું-શું હશે. આપ બાળકોને તો ખુબ ખુશી થવી જોઈએ કે અમે આ ભણતર થી રાજ્ય લઈએ છીએ. ભણવા વાળા ને પદ યાદ રહે છે. આપણે ભણીએ છીએ ભવિષ્ય નાં માટે. સારું, ભણશે તો રાજગદ્દી પર બેસશે. તે તો નામીગ્રામી થઈ જાય છે. હમણાં લિસ્ટ કાઢે, માળા બનાવે તો બધાં કહેશે ફલાણી બાળકીને અમારી પાસે મોકલો, રીફ્રેશ કરવાં. ભાષણ કરવા વાળાને બોલાવે છે, તો તેમનો રીગાર્ડ પણ રાખવો જોઈએ. અમારે આમનાં જેવું હોશિયાર બનવાનું છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અતીન્દ્રિય સુખ નો અનુભવ કરવા માટે દેહ નાં ભાન ને તોડવાનો પુરુષાર્થ કરવાનો છે. હવે પાછાં ઘરે જવાનું છે એટલે બુદ્ધિયોગ ઘર થી લાગેલો રહે.

2. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં ભણતર પણ ભણવાનું છે, ડબલ કોર્સ ઉઠાવવાનો છે. જ્ઞાન નું સ્નાન અને યાદ ની યાત્રા કરવાની અને કરાવવાની છે.

વરદાન :-
કોમળતા ને કમાલ માં પરિવર્તન કરી માયાજીત બનવા વાળા શક્તિ સ્વરુપ ભવ

શક્તિ સ્વરુપ બનવા માટે કોમળતા ને કમાલ માં પરિવર્તન કરો. ફક્ત સ્વયં નાં સંસ્કારો નું પરિવર્તન કરવામાં કોમળ બનો, કર્મ માં ક્યારેય કોમળ નહીં બનતા, એમાં શક્તિરુપ બનવાનું છે. જે શક્તિ રુપ નું કવચ ધારણ કરી લે છે એને માયા નું કોઈ પણ તીર લાગી નથી શકતું. એટલે તમારા ચહેરા, નયન-ચૈન થી કોમળતા નાં બદલે શક્તિ રુપ દેખાઈ આવે ત્યારે માયાજીત બની પાસ વિથ ઓનર નું સર્ટિફિકેટ લઈ શકશો.

સ્લોગન :-
ત્રિકાળદર્શી ની સીટ પર સેટ થઈને દરેક કર્મ કરો તો માયા દૂર થી જ ભાગી જશે.

અવ્યક્તિ ઇશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

જેવી રીતે સાકાર બાપે અથક અને એકરસ સ્થિતિ નું એક્ઝામ્પલ બનીને દેખાડ્યું, કેવી રીતે આપ બાળકોએ પણ બીજાઓનાં પ્રત્યે એક્ઝામ્પલ બનવાનું છે, આ જ સર્વિસ છે. સર્વિસ ફક્ત વાણી થી જ નથી હોતી, સ્થિતિ થી પણ સર્વિસ થાય છે. તો સમય પ્રમાણ હવે પોતાની સ્થિતિ એકરસ બનાવો.