16-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  03.03.20    બાપદાદા મધુબન


“ શુભ ભાવ અને પ્રેમ ભાવ ને ઈમર્જ કરી ક્રોધ મહાશત્રુ પર વિજયી બનો”


આજે બાપદાદા પોતાનાં જન્મ નાં સાથીઓ ને, સાથે-સાથે સેવા નાં સાથીઓ ને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. આજે તમને બધાને પણ બાપદાદા નાં અલૌકિક જન્મ ની સાથે જન્મ સાથીઓનાં જન્મ દિવસ ની ખુશી છે, શા માટે? આવો ન્યારો અને અતિ પ્યારો અલૌકિક જન્મ બીજા કોઈ નો પણ નથી હોઈ શકતો. એવું ક્યારેય પણ નહીં સાંભળ્યું હશે કે બાપ નો જન્મ દિવસ પણ તે જ અને બાળકોનો પણ જન્મદિવસ તે જ. આ ન્યારો અને પ્યારો અલૌકિક હીરાતુલ્ય જન્મ આજે તમે મનાવી રહ્યા છો. સાથે-સાથે બધાને આ પણ ન્યારા અને પ્યારા-પણું સ્મૃતિ માં છે કે આ અલૌકિક જન્મ એવો વિચિત્ર છે જે સ્વયં ભગવાન બાપ બાળકો નો મનાવી રહ્યા છે. પરમ આત્મા બાળકો નો, શ્રેષ્ઠ આત્માઓ નો જન્મ-દિવસ મનાવી રહ્યા છે. દુનિયામાં કહેવા માત્ર ઘણાં લોકો કહે છે કે અમને જન્મ આપવા વાળા ભગવાન છે, પરમ આત્મા છે. પરંતુ નથી જાણતા, નથી એ જ સ્મૃતિ માં ચાલતાં. તમે બધાં અનુભવ થી કહો છો-અમે પરમાત્મ-વંશી છીએ, બ્રહ્મા-વંશી છીએ. પરમ આત્મા અમારો જન્મ-દિવસ મનાવે છે. અમે પરમાત્મા નો જન્મ-દિવસ મનાવીએ છીએ.

આજે બધી બાજુ થી અહીં પહોંચ્યા છે શા માટે? મુબારક આપવા અને મુબારક લેવા માટે. તો બાપદાદા વિશેષ પોતાનાં જન્મ-સાથીઓને મુબારક આપી રહ્યા છે. સેવા નાં સાથીઓને પણ મુબારક આપી રહ્યા છે. મુબારક ની સાથે-સાથે પરમ પ્રેમ નાં મોતી, હીરા, ઝવેરાતો દ્વારા વર્ષા કરી રહ્યા છે. પ્રેમ નાં મોતી જોયા છે ને? પ્રેમ નાં મોતીઓને જાણો છો ને? ફૂલો ની વર્ષા, સોના ની વર્ષા તો બધાં કરે છે, પરંતુ બાપદાદા તમારા બધાં પર પરમ પ્રેમ, અલૌકિક સ્નેહ નાં મોતીઓની વર્ષા કરી રહ્યા છે. એક ગણી નહીં પદમ-પદમ-પદમ ગણી દિલ થી મુબારક આપી રહ્યા છે. તમે બધાં પણ દિલ થી મુબારક આપી રહ્યા છો, તે પણ બાપદાદા ની પાસે પહોંચી રહી છે. તો આજે મનાવવાનો અને મુબારક નો દિવસ છે. મનાવવાનાં સમયે શું કરો છો? બેન્ડ (વાજા) વગાડો છો. તો બાપદાદા બધાં બાળકોનાં મન નાં ખુશી નાં બેન્ડ કહો, વાજા-ગાજા સાંભળી રહ્યા છે. ભક્ત લોકો પોકારતા રહે છે અને તમે બાળકો બાપ નાં પ્રેમ માં સમાઈ જાઓ છો. સમાઈ જતા આવડે છે ને? આ સમાઈ જવું જ સમાન બનાવે છે.

બાપદાદા બાળકોને પોતાનાથી અલગ નથી કરી શકતાં. બાળકો પણ અલગ થવા ઈચ્છતા નથી પરંતુ ક્યારેક-ક્યારેક માયા નાં ખેલ- ખેલ માં થોડો કિનારો કરી લે છે. બાપદાદા કહે છે હું આપ બાળકો નો સહારો છું, પરંતુ બાળકો નટખટ હોય છે ને? માયા નટખટ બનાવી દે છે, છે નહીં, માયા બનાવી દે છે. તો સહારા થી કિનારો કરાવી લે છે. તો પણ બાપદાદા સહારો બની સમીપ લઈ આવે છે. બાપદાદા બધાં બાળકોને પૂછે છે કે દરેક જીવન માં શું ઈચ્છો છો? વિદેશીઓ બે વાતો ને ખૂબ પસંદ કરે છે. ડબલ ફોરેનર્સ નાં ગમતા બે શબ્દ કયા છે? (કમ્પેનિયન અને કંપની) આ બંને પસંદ છે. જો પસંદ છે તો એક હાથ ઉઠાવો. ભારત વાળાઓ ને પસંદ છે? કમ્પેનિયન પણ જરુરી છે અને કંપની પણ જરુરી છે. કંપની વગર પણ નથી રહી શકતાં અને કમ્પેનિયન વગર પણ નથી રહી શકતાં. તો તમને બધાને શું મળ્યું છે? કમ્પેનિયન મળ્યા છે? બોલો હા જી કે ના જી? (હા જી) આવી કંપની અને આવાં કમ્પેનિયન આખાં કલ્પ માં મળ્યા હતાં? કલ્પ પહેલાં મળ્યા હતાં? એવા કમ્પેનિયન જે ક્યારેય પણ કિનારો નથી કરતા, કેટલાં પણ નટખટ થઈ જાઓ પરંતુ એ છતાં પણ સહારો જ બને છે. અને જે તમારા દિલ ની પ્રાપ્તિઓ છે, તે સર્વ પ્રાપ્તિઓ પૂર્ણ કરે છે. કોઈ અપ્રાપ્તિ છે? બધાનું દિલ કહે છે કે મર્યાદા પૂર્વક હા કહો છો? ગાઓ તો છો જે મેળવવાનું હતું તે મેળવી લીધું કે મેળવવાનું છે? મેળવી લીધું? હવે મેળવવાનું કંઈ નથી કે થોડી-થોડી આશાઓ રહી ગઈ છે? બધી આશાઓ પૂરી થઈ ગઈ છે કે રહી ગઈ છે? બાપદાદા કહે છે રહી ગઈ છે. (બાપ ને પ્રત્યક્ષ કરવાની આશા રહી ગઈ છે) આ તો બાપ ની આશા છે કે બધાં બાળકોને ખબર પડી જાય. બાપ આવ્યા અને કોઈ રહી જાય... તો આ બાપદાદા ની વિશેષ આશા છે કે બધાને કમ સે કમ ખબર તો પડી જાય કે અમારા સદા નાં બાપ આવ્યા છે. પરંતુ બાળકો ની હદની બીજી આશાઓ પૂરી થઈ ગઈ છે, પ્રેમ ની આશાઓ છે. દરેક ઈચ્છે છે સ્ટેજ પર આવીએ, આ આશા છે? (હમણાં તો બાબા સ્વયં બધાની પાસે આવે છે) આ પણ આશા પુરી થઈ ગઈ? સંતુષ્ટ આત્માઓ છો, મુબારક છે કારણ કે બધાં બાળકો સમજદાર છે. સમજે છે કે જેવો સમય તેવું સ્વરુપ બનવાનું જ છે એટલે બાપદાદા પણ ડ્રામા નાં બંધનમાં તો છે ને? તો બધાં બાળકો દરેક સમય અનુસાર સંતુષ્ટ છે અને સદા સંતુષ્ટમણી બની ચમકતા રહે છે. કેમ? તમે સ્વયં જ કહો છો-મેળવવું હતું તે મેળવી લીધું. આ બ્રહ્મા બાપ નાં આદિ અનુભવ નાં બોલ છે, તો જે બ્રહ્મા બાપ નાં બોલ તે જ સર્વ બ્રાહ્મણોનાં બોલ. તો બાપદાદા બધાં બાળકોને આ જ રિવાઇઝ કરાવી રહ્યા છે કે સદા બાપ ની કંપની માં રહો. બાપે સર્વ સંબંધો નો અનુભવ કરાવ્યો છે. કહો પણ છો કે બાપ જ સર્વ સંબંધી છે. જ્યારે સર્વ સંબંધી છે તો જેવો સમય તેવા સંબંધ ને કાર્ય માં કેમ નથી લગાવતાં? અને આ જ સર્વ સંબંધો નો સમય પ્રતિ સમય અનુભવ કરતા રહો તો કમ્પેનિયન પણ હશે, કંપની પણ હશે. બીજા કોઈ સાથીઓ તરફ મન અને બુદ્ધિ જઈ ન શકે. બાપદાદા ઓફર કરી રહ્યા છે-જ્યારે સર્વ સંબંધ ઓફર કરી રહ્યા છે તો સર્વ સંબંધોનું સુખ લો. સંબંધો ને કાર્ય માં લગાવો.

બાપદાદા જ્યારે જુએ છે - કોઈ-કોઈ બાળકો કોઈ-કોઈ સમયે પોતાને એકલા અથવા થોડા નીરસ અનુભવ કરે છે તો બાપદાદા ને રહેમ આવે છે કે આવી શ્રેષ્ઠ કંપની હોવા છતાં, કંપની ને કાર્ય માં કેમ નથી લગાવતાં? પછી શું કહે છે? વ્હાય-વ્હાય (કેમ, કેમ) બાપદાદાએ કહ્યું વ્હાય નહીં કહો, જ્યારે આ શબ્દ આવે છે, વ્હાય નકારાત્મક છે અને સકારાત્મક છે ફ્લાય (ઉડવું), તો વ્હાય-વ્હાય ક્યારેય નહીં કરતાં, ફ્લાય યાદ રાખો. બાપ ને સાથી બનાવી ફ્લાય કરો તો ખૂબ મજા આવશે. તે કંપની અને કમ્પેનિયન બંને રુપ થી આખો દિવસ કાર્ય માં લાવો. આવાં કમ્પેનિયન પછી મળશે? બાપદાદા એટલા સુધી કહે છે-જો તમે બુદ્ધિ થી કે શરીર થી બંને પ્રકાર થી થાકી પણ જાઓ તો કમ્પેનિયન તમારી બંને પ્રકારની માલિશ કરવા માટે પણ તૈયાર છે. મનોરંજન કરાવવા માટે પણ એવરરેડી છે. પછી હદ નાં મનોરંજન ની આવશ્યક્તા જ નહીં પડશે. એવી રીતે યુઝ કરતા આવડે છે કે સમજો છો કે મોટા માં મોટા બાબા છે, ટીચર છે, સદ્દગુરુ છે…? પરંતુ સર્વ સંબંધ છે. સમજ્યાં? ડબલ વિદેશીઓ?

અચ્છા-બધાં બર્થ ડે મનાવવા આવ્યા છો ને? મનાવવો છે ને? અચ્છા, જ્યારે બર્થ ડે મનાવો છો, જેનો બર્થ ડે મનાવો છો એમને ગિફ્ટ આપો છો કે નથી આપતાં? (આપીએ છીએ) તો આજે તમે બધાં બાપ નો બર્થ ડે મનાવવા આવ્યા છો. નામ તો શિવરાત્રી છે, તો બાપ નો ખાસ મનાવવા આવ્યા છો. મનાવવા આવ્યા છો ને? તો બર્થ ડે ની આજ ની ગિફ્ટ શું આપી? કે ફક્ત મીણબત્તી પ્રગટાવશો, કેક કાપશો… આ જ મનાવશો? આજે શું ગિફ્ટ આપી? કે કાલે આપશો? ભલે નાની આપો કે મોટી આપો પરંતુ ગિફ્ટ તો આપો છો ને? તો શું આપી? વિચારી રહ્યા છે. અચ્છા, આપવી છે? આપવા માટે તૈયાર છો? જે બાપદાદા કહેશે તે આપશો કે તમે તમારી ઈચ્છા થી આપશો? શું કરશો? જે બાપદાદા કહેશે તે આપશો કે પોતાની ઈચ્છા થી આપશો? (જે બાપદાદા કહેશે તે આપીશું) જોજો, થોડી હિંમત રાખવી પડશે. હિંમત છે? મધુબન વાળા, હિંમત છે? ડબલ ફોરેનર્સ માં હિંમત છે? હાથ તો ખૂબ સારા ઉઠાવી રહ્યા છે. અચ્છા, શક્તિઓ માં છે, પાંડવો માં હિંમત છે? ભારત વાળા માં હિંમત છે? ખૂબ સારું. આ જ બાપ ને મુબારક મળી ગઈ. સારું, સંભળાવે? એ તો નહીં કહેશો કે આ તો વિચારવું પડશે? ગા-ગા (શે-શે) નહીં કરતાં. એક વાત બાપદાદાએ મેજોરીટી માં જોઈ છે. માઈનોરીટી નથી મેજોરીટી. શું જોયું? જ્યારે કોઈ પરિસ્થિતિ સામે આવે છે તો મેજોરીટી માં એક, બે, ત્રણ નંબર માં ક્રોધ નો અંશ ન ઈચ્છવા છતાં પણ ઈમર્જ થઈ જાય છે. કોઈમાં મહાન ક્રોધ નાં રુપમાં હોય, કોઈ માં જોશ નાં રુપ માં હોય, કોઈ માં ત્રીજા નંબર નો ચિડચિડાપણા નાં રુપમાં હોય છે. ચિડચિડાપણું સમજો છો? તે પણ ક્રોધ નો જ અંશ છે, હળવો છે. ત્રીજો નંબર છે ને તો તે હળવો છે. પહેલો જોર થી છે, બીજો એનાથી થોડો. પછી ભાષા તો આજકાલ બધાની રોયલ થઈ ગઈ છે. તો રોયલ રુપ માં શું કહે છે? વાત જ એવી છે ને? જોશ તો આવશે જ. તો આજે બાપદાદા બધાં પાસેથી આ ગિફ્ટ લેવા ઈચ્છે છે કે ક્રોધ તો છોડો પરંતુ ક્રોધ નો અંશ માત્ર પણ ન રહે. શા માટે? ક્રોધ માં આવીને ડીસ-સર્વિસ કરે છે કારણ કે ક્રોધ થાય છે બે ની વચ્ચે. એકલો નથી હોતો, બે ની વચ્ચે થાય છે તો દેખાય છે. ભલે મન્સા માં પણ કોઈ પ્રત્યે ઘૃણા ભાવનો અંશ પણ હોય છે તો મન માં પણ એ આત્મા પ્રતિ જોશ જરુર આવે છે. તો બાપદાદા ને આ ડીસસર્વિસ નું કારણ ગમતું નથી. તો ક્રોધ નો ભાવ અંશ માત્ર પણ ઉત્પન્ન ન થાય. જેવી રીતે બ્રહ્મચર્ય નાં ઉપર અટેન્શન આપો છો, એવી રીતે જ કામ મહાશત્રુ, ક્રોધ મહાશત્રુ ગવાયેલું છે. શુભ ભાવ, પ્રેમ ભાવ તે ઈમર્જ નથી થતો. પછી મૂડ ઓફ કરી દેશે. એ આત્મા થી કિનારો કરી દેશે. સામે નહીં આવે, વાત નહીં કરે. એમની વાતો ને ઠુકરાવશે. આગળ વધવા નહીં દેશે. આ બધી ખબર બહારવાળા ને પણ પડે છે પછી ભલે કહી દે છે, આજે એમની તબિયત ઠીક નથી, બાકી કંઈ નથી. તો શું જન્મ દિવસ ની આ ગિફ્ટ આપી શકો છો? જે સમજે છે કોશિશ કરીશું, તે હાથ ઉઠાવો. ભેટ આપવા માટે વિચારશો, કોશિશ કરશે તે હાથ ઉઠાવો. સાચાં દિલ પર પણ સાહેબ રાજી થાય છે. (ઘણાં ભાઈ-બહેનો ઊભા થયા) ધીરે-ધીરે ઉઠી રહ્યા છે. સાચ્ચુ બોલવાની મુબારક છે. અચ્છા, જેમણે કહ્યું કોશિશ કરીશું, ઠીક છે કોશિશ ભલે કરો પરંતુ કોશિશ માટે કેટલો સમય જોઈએ? એક ૧ મહિનો જોઈએ? ૬ મહિના જોઈએ? કેટલો જોઈએ? છોડશો કે છોડવાનું લક્ષ જ નથી. જેમણે કહ્યું કોશિશ કરીશું તે ફરીથી ઉઠો. જે સમજે છે કે અમે ૨-૩ મહિના માં કોશિશ કરીને છોડીશું તે બેસી જાઓ. અને જે સમજે છે ૬ મહિના જોઈએ, જો ૬ મહિના પૂરાં લાગે પણ તો ઓછો કરજો, આ વાત ને છોડતા નહીં કારણ કે આ ખૂબ જરુરી છે. આ ડીસ સર્વિસ દેખાય છે. મોઢે થી ન બોલો, ચહેરો બોલે છે એટલે જેમણે હિંમત રાખી છે એ બધાં પર બાપદાદા જ્ઞાન, પ્રેમ, સુખ, શાંતિ નાં મોતીઓ ની વર્ષા કરી રહ્યા છે. અચ્છા.

બાપદાદા રિટર્ન ગિફ્ટ માં આ વિશેષ બધાને વરદાન આપી રહ્યા છે-જ્યારે પણ ભૂલ થી પણ, ન ઈચ્છવા છતાં પણ ક્યારેક ક્રોધ આવી પણ જાય તો ફક્ત દિલ થી “મીઠાં બાબા” શબ્દ કહેવો, તો બાપ ની એક્સ્ટ્રા મદદ હિંમત વાળાને અવશ્ય મળતી રહેશે. મીઠાં બાબા કહેજો, ફક્ત બાબા નહીં કહેતાં “મીઠાં બાબા” તો મદદ મળશે, જરુર મળશે કારણ કે લક્ષ રાખ્યું છે ને? તો લક્ષ થી લક્ષણ આવવાના જ છે. મધુબન વાળા હાથ ઉઠાવો. અચ્છા-કરવાનું જ છે ને? (હા જી) મુબારક છે. ખૂબ સરસ. આજે ખાસ મધુબન વાળા ને ટોલી આપશે. મહેનત ખૂબ કરે છે. ક્રોધ માટે નથી આપતા, મહેનત માટે આપે છે. બધાં સમજશે હાથ ઉઠાવ્યો છે, એટલે ટોલી આપે છે. મહેનત ખૂબ સારી કરે છે. બધાને સેવા થી સંતુષ્ટ કરવાં, આ તો મધુબન નું ઉદાહરણ છે એટલે આજે મોઢું મીઠું કરાવશે. તમે બધાં એમનું મોઢું મીઠું જોઈ, મીઠું મોઢું કરી લેજો, ખુશી થશે ને? આ પણ એક બ્રાહ્મણ પરિવાર નું કલ્ચર (ની સંસ્કૃતિ) છે. આજકાલ તમે લોકો કલ્ચર ઓફ પીસ નો પ્રોગ્રામ બનાવી રહ્યા છો ને? આ પણ ફર્સ્ટ નંબર નું કલ્ચર છે - “બ્રાહ્મણ કુળ ની સભ્યતા”. બાપદાદાએ જોયું છે, આ દાદી જ્યારે સૌગાત (ભેંટ) આપે છે ને! એમાં એક બોરી (કંતાન) નો થેલો હોય છે. એમાં લખેલું હોય છે- “ઓછું બોલો, ધીરે બોલો, મીઠું બોલો”. તો આજે બાપદાદા આ સૌગાત આપી રહ્યા છે, બોરી વાળો થેલો નથી આપતા, વરદાન માં આ શબ્દ આપે છે. દરેક બ્રાહ્મણ નાં ચહેરા અને ચલન માં બ્રાહ્મણ કલ્ચર પ્રત્યક્ષ થાય. પ્રોગ્રામ તો બનાવશો, ભાષણ પણ કરશો પરંતુ પહેલાં સ્વ માં આ સભ્યતા આવશ્યક છે. દરેક બ્રાહ્મણ મુસ્કુરાતા (હર્ષિત મુખ સાથે) દરેક નાં સંપર્ક માં આવે. કોઈ સાથે કેવા, કોઈ સાથે કેવા નહીં. કોઈને જોઈને પોતાનું કલ્ચર નહીં છોડો. વીતેલી વાતો ભૂલી જાઓ. નવાં સંસ્કાર સભ્યતા નાં જીવન માં દેખાડો. હવે દેખાડવાનું છે, ઠીક છે ને? (બધાએ કહ્યું હા જી)

આ ખૂબ સારું છે, ડબલ ફોરેનર્સ મેજોરીટી હા જી કરવામાં ખૂબ સારા છે. સારું છે-ભારતવાસીઓની તો એક મર્યાદા જ છે - “હા જી કરવું”. ફક્ત માયા ને ના-જી કરો, બસ, બીજા આત્માઓને હા જી, હા જી કરો. માયા ને ના-જી, ના-જી કરો. અચ્છા. બધાએ જન્મદિવસ મનાવી લીધો? મનાવ્યો, ગિફ્ટ આપી દીધી, ગિફ્ટ લઈ લીધી.

અચ્છા - તમારી સાથે-સાથે બીજી પણ જગ્યા-જગ્યાઓ પર સભાઓ લાગેલી છે. ક્યાંક નાની સભાઓ છે, ક્યાંક મોટી સભાઓ છે, બધાં સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે. એમને પણ બાપદાદા આ જ કહે છે કે આજ નાં દિવસ ની તમે બધાએ પણ સૌગાત આપી કે નહીં? બધાં કહી રહ્યા છે - હા જી બાબા. સારું છે, દૂર બેસીને પણ જેવી રીતે સામે જ સાંભળી રહ્યા છે કારણ કે સાયન્સ વાળા જે આટલી મહેનત કરે છે, મહેનત તો ખૂબ કરે છે ને? તો સૌથી વધારે ફાયદો બ્રાહ્મણો ને હોવો જોઈએ ને? એટલે જ્યાર થી સંગમયુગ આરંભ થયો છે ત્યાર થી આ સાયન્સ નાં સાધન પણ વધતા જઈ રહ્યા છે. સતયુગ માં તો તમારા દેવતા રુપ માં આ સાયન્સ સેવા કરશે પરંતુ સંગમયુગ માં પણ સાયન્સ નાં સાધન આ બ્રાહ્મણો ને મળી રહ્યા છે અને સેવા માં પણ, પ્રત્યક્ષતા કરવામાં પણ આ સાયન્સ નાં સાધન ખૂબ વિશાળ રુપ થી સહયોગી બનશે એટલે સાયન્સ નાં નિમિત્ત બનવા વાળા બાળકો ને પણ બાપદાદા મહેનત ની મુબારક આપે છે.

બાકી બાપદાદાએ જોયું મધુબન માં પણ દેશ-વિદેશ થી ખૂબ શોભનિક-શોભનિક કાર્ડ, પત્ર અને કોઈ દ્વારા યાદ-પ્યાર સંદેશ મોકલ્યા છે. બાપદાદા એમને પણ વિશેષ યાદ-પ્યાર અને જન્મદિવસ ની પદમ-પદમ-પદમ-પદમ-પદમ ગણી મુબારક આપી રહ્યા છે. બધાં બાળકો બાપદાદા નાં નયનો ની સામે આવી રહ્યા છે. તમે લોકોએ તો ફક્ત કાર્ડ જોયા, પરંતુ બાપદાદા બાળકો ને પણ નયનો થી જોઈ રહ્યા છે. ખૂબ સ્નેહ થી મોકલે છે અને એ જ સ્નેહ થી બાપદાદાએ સ્વીકાર કર્યા છે. ઘણાએ પોતાની અવસ્થાઓ પણ લખી છે તો બાપદાદા કહે છે-ઉડો અને ઉડાઓ. ઉડવાથી જ બધી વાતો નીચે રહી જશે અને તમે સદા ઊંચા માં ઊંચા બાપ ની સાથે ઊંચા રહેશો. સેકન્ડ માં સ્ટોપ અને સ્ટોક શક્તિઓનો, ગુણો ને ઈમર્જ કરો. અચ્છા.

ચારેય તરફ નાં સર્વ શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્માઓ, સદા બાપ ની કંપની માં રહેવા વાળા, બાપ ને કમ્પેનિયન બનાવવા વાળા સ્નેહી આત્માઓ, સદા બાપ નાં ગુણો નાં સાગર માં સમાવવા વાળા સમાન બાપદાદા નાં શ્રેષ્ઠ આત્માઓ, સદા સેકન્ડ માં બિંદુ લગાવવા વાળા માસ્ટર સિંધુ સ્વરુપ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને ખૂબ-ખૂબ મુબારક છે, મુબારક છે, મુબારક છે. નમસ્તે તો બાપદાદા દરેક સમયે, દરેક બાળકો ને કરે છે, આજે પણ નમસ્તે.

વરદાન :-
પવિત્રતાની શક્તિશાળી દૃષ્ટિ , વૃત્તિ દ્વારા સર્વ પ્રાપ્તિઓ કરાવવા વાળા દુઃખહર્તા , સુખકર્તા ભવ

સાયન્સ ની દવાઓમાં અલ્પકાળ ની શક્તિ છે જે દુઃખ દર્દ ને સમાપ્ત કરી લે છે પરંતુ પવિત્રતાની શક્તિ અર્થાત્ સાઈલેન્સ ની શક્તિમાં તો દુવાઓની શક્તિ છે. આ પવિત્રતા ની શક્તિશાળી દૃષ્ટિ તથા વૃત્તિ સદા કાળ ની પ્રાપ્તિ કરાવવાવાળી છે એટલે તમારા જડચિત્રો ની સામે ઓ દયાળુ, દયા કરો કહીને દયા તથા દુવાઓ માંગે છે. તો જ્યારે ચૈતન્ય માં એવાં માસ્ટર દુઃખ હર્તા-સુખ કર્તા બની દયા કરી છે ત્યારે તો ભક્તિ માં પૂજાઓ છો.

સ્લોગન :-
સમય ની સમીપતા પ્રમાણે સાચ્ચી તપસ્યા અથવા સાધના છે જ બેહદ નો વૈરાગ.

સુચના :- આજે મહિનાનો ત્રીજો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, બધાં બ્રહ્મા વત્સ સંગઠિત રુપ માં સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી વિશેષ પોતાનાં માસ્ટર દાતા સ્વરુપ માં સ્થિત થઈ, સર્વ આત્માઓ ને મન્સા દ્વારા સર્વ શક્તિઓનું દાન આપે, વરદાન આપે, ભરપૂરતા નો અનુભવ કરાવે.