16-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ડ્રામા ની યથાર્થ નોલેજ થી જ તમે અચલ , અડોલ અને એકરસ રહી શકો છો , માયા નાં તોફાન તમને હલાવી નથી શકતાં”

પ્રશ્ન :-
દેવતાઓ નો મુખ્ય એક કયો ગુણ આપ બાળકોમાં સદા દેખાવો જોઈએ?

ઉત્તર :-
હર્ષિત રહેવું. દેવતાઓ ને સદા મુસ્કુરાતા હર્ષિત દેખાડે છે. એવી રીતે તમારે બાળકોએ પણ સદા હર્ષિત રહેવાનું છે, કોઈ પણ વાત હોય, મુસ્કુરાતા રહો. ક્યારેય પણ ઉદાસી કે ગુસ્સો ન આવવો જોઈએ. જેવી રીતે બાપ તમને રાઈટ (સાચાં) અને રોંગ (ખોટા) ની સમજણ આપે છે, ક્યારેય ગુસ્સો નથી કરતાં, ઉદાસ નથી થતાં, એવી રીતે તમારે બાળકોએ પણ ઉદાસ નથી થવાનું.

ઓમ શાંતિ!
બેહદનાં બાળકો ને બેહદનાં બાપ સમજાવે છે. લૌકિક બાપ તો એવું નહીં કહેશે. એમનાં તો કરીને ૫-૭ બાળકો હશે. આ તો જે બધાં આત્માઓ છે, પરસ્પર બ્રધર્સ (ભાઈઓ) છે. એ બધાનાં જરુર બાપ હશે. કહેવાય પણ છે આપણે બધાં ભાઈ-ભાઈ છીએ. બધાનાં માટે કહે છે. જે પણ આવશે, એમનાં માટે કહેવાશે આપણે ભાઈ-ભાઈ છીએ. ડ્રામા માં તો બધાં બંધાયેલા છે, જેમને કોઈ નથી જાણતું. આ ન જાણવાની પણ ડ્રામા માં નોંધ છે. જે બાપ જ આવીને સંભળાવે છે, કથાઓ વગેરે જ્યારે બેસીને સંભળાવે છે તો કહે છે - પરમપિતા પરમાત્માય નમઃ હવે તે કોણ છે? એ જાણતા નથી. કહે છે બ્રહ્મા દેવતા, વિષ્ણુ દેવતા, શંકર દેવતા પરંતુ સમજ થી નથી કહેતાં. બ્રહ્માને હકીકત માં દેવતા નહીં કહેવાશે. દેવતા વિષ્ણુ ને કહેવાય છે. બ્રહ્મા ની કોઈને પણ ખબર નથી. વિષ્ણુ દેવતા ઠીક છે, શંકર નો પણ કંઈ પાર્ટ નથી. એમની બાયોગ્રાફી નથી, શિવબાબા ની તો બાયોગ્રાફી છે. એ આવે જ છે પતિતો ને પાવન બનાવવાં, નવી દુનિયા સ્થાપન કરવાં. હવે એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના અને બીજા ધર્મો નો વિનાશ થાય છે. બધાં ક્યાં જાય છે? શાંતિધામ. શરીર તો બધાનાં વિનાશ થવાનાં છે. નવી દુનિયામાં હશો જ ફક્ત તમે. જે પણ મુખ્ય ધર્મ છે, એને તમે જાણો છો. બધાનાં તો નામ લઈ ન શકાય. નાની-નાની ડાળીઓ તો ખૂબ છે. પહેલાં-પહેલાં છે ડિટિઝમ પછી ઈસ્લામી. આ વાતો આપ બાળકો સિવાય બીજા કોઈની બુદ્ધિ માં નથી. હમણાં તે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ પ્રાય:લોપ છે એટલે બનિયન ટ્રી (વડ નાં ઝાડ) નું દૃષ્ટાંત આપે છે. આખું ઝાડ ઊભું છે. ફાઉન્ડેશન નથી. સૌથી વધારે આયુ આ બનિયન ટ્રી ની હોય છે. તો એમાં સૌથી વધારે આયુ છે આદિ સનાતન દેવી- દેવતા ધર્મ ની. તે જ્યારે પ્રાય:લોપ થાય ત્યારે તો બાપ આવીને કહે કે હવે એક ધર્મ ની સ્થાપના અને અનેક ધર્મો નો વિનાશ થાય છે, એટલે ત્રિમૂર્તિ (નું ચિત્ર) પણ બનાવ્યું છે. પરંતુ અર્થ નથી સમજતાં. તમે બાળકો જાણો છો ઊંચા માં ઊંચા ભગવાન છે, પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર, પછી સૃષ્ટિ પર આવે છે તો દેવી-દેવતાઓ સિવાય બીજો કોઈ ધર્મ નથી. ભક્તિ માર્ગ ની પણ ડ્રામા માં નોંધ છે. પહેલાં શિવ ની ભક્તિ કરે પછી દેવતાઓ ની. ભારત ની જ તો વાત છે. બાકી તો સમજે છે કે અમારો ધર્મ, મઠ, પંથ ક્યારે સ્થાપન થાય છે. જેવી રીતે આર્ય લોકો કહે છે કે અમે ખૂબ જૂનાં છીએ. હકીકત માં સૌથી જૂનો તો છે જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. તમે જ્યારે ઝાડ પર સમજાવો છો તો પોતે પણ સમજી લેશે કે અમારો ધર્મ ફલાણા સમય પર આવશે. બધાને જે અનાદિ અવિનાશી પાર્ટ મળેલો છે તે ભજવવાનો છે, એમાં કોઈ નો દોષ કે ભૂલ ન કહી શકાય. આ તો ફક્ત સમજાવાય છે કે પાપ આત્મા કેમ બને છે? મનુષ્ય કહેશે આપણે બેહદનાં બાપ નાં બધાં બાળકો છીએ, પછી બધાં બ્રધર્સ (આત્મા ભાઈઓ) સતયુગ માં કેમ નથી? પરંતુ ડ્રામા માં પાર્ટ જ નથી. આ અનાદિ ડ્રામા બનેલો છે, એમાં નિશ્ચય રાખો, બીજી કોઈ વાત બોલો નહીં. ચક્ર પણ દેખાડ્યું છે - કેવી રીતે આ ફરે છે? કલ્પવૃક્ષ નું પણ ચિત્ર છે. પરંતુ તે કોઈ જાણતું નથી કે આની આયુ કેટલી છે? બાપ કોઈ ની નિંદા નથી કરતાં. આ તો સમજાવાય છે, તમને પણ સમજાવે છે તમે કેટલાં પાવન હતાં, હમણાં પતિત બન્યા છો તો પોકારો છો - હે પતિત-પાવન, આવો. પહેલાં તો તમારે બધાએ પાવન બનવાનું છે. પછી નંબરવાર પાર્ટ ભજવવા આવવાનું છે. આત્માઓ બધાં ઉપર રહે છે. બાપ પણ ઉપર રહે છે, પછી એમને બોલાવે છે કે આવો. એવી રીતે બોલાવવાથી એ આવતા નથી. બાપ કહે છે મારો પણ ડ્રામા માં પાર્ટ નોંધાયેલો છે. જેવી રીતે હદ નાં ડ્રામા માં પણ મોટા-મોટા મુખ્ય એક્ટર્સ નો પાર્ટ હોય છે, આ પછી છે બેહદ નો ડ્રામા. બધાં ડ્રામા નાં બંધન માં બંધાયેલા છે, એનો મતલબ એ નથી કે દોરા માં બંધાયેલા છો. ના. આ બાપ સમજાવે છે. તે છે જડ ઝાડ. જો બીજ ચૈતન્ય હોત તો એને ખબર હોત ને કે આ કેવી રીતે ઝાડ મોટું થઈ પછી ફળ આપશે? આ (શિવબાબા) તો છે ચૈતન્ય બીજ આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ નાં, એને ઉલ્ટું ઝાડ કહેવાય છે. બાપ તો છે નોલેજફુલ, એમને આખાં ઝાડ નું જ્ઞાન છે. આ છે એ જ ગીતા નું જ્ઞાન. કોઈ નવી વાત નથી. અહીં બાબા કોઈ શ્લોક વગેરે નથી ઉચ્ચારતાં. તે લોકો ગ્રંથ વાંચીને પછી અર્થ સમજાવે છે. બાપ સમજાવે છે આ છે ભણતર, એમાં શ્લોક વગેરેની જરુર નથી. એ શાસ્ત્રો નાં ભણતર માં કોઈ મુખ્ય લક્ષ નથી. કહે પણ છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. આ જૂની દુનિયા વિનાશ થાય છે. સંસારીઓ નો છે હદ નો વૈરાગ, તમારો છે બેહદ નો વૈરાગ. શંકરાચાર્ય આવે છે ત્યારે તે શીખવાડે છે ઘરબાર થી વૈરાગ. તે પણ શરુઆત માં શાસ્ત્ર વગેરે નથી શીખવાડતા. જ્યારે ખૂબ વૃદ્ધિ થઈ જાય છે ત્યારે શાસ્ત્ર બનાવવાનું શરુ કરે છે. પહેલાં-પહેલાં તો ધર્મ સ્થાપન કરવા વાળા એક જ હોય છે પછી ધીરે-ધીરે વૃદ્ધિ થાય છે. આ પણ સમજવાનું છે. સૃષ્ટિમાં પહેલાં-પહેલાં કયો ધર્મ હતો? હમણાં તો અનેક ધર્મ છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, જેને સ્વર્ગ હેવન કહેવાય છે. તમે બાળકો રચયિતા અને રચના ને જાણવાથી આસ્તિક બની જાઓ છો. નાસ્તિકપણા નું કેટલું દુઃખ થાય છે? નિધન નાં બની પડે છે, પરસ્પર લડતા-ઝઘડતા રહે છે. કહે છે ને - તમે પરસ્પર લડતા રહો છો, તમારો કોઈ ધણી-ધોણી નથી શું? આ સમયે બધાં નિધન નાં બની ગયા છે. નવી દુનિયામાં પવિત્રતા, સુખ, શાંતિ બધું હતું, અપાર સુખ હતાં. અહીં અપરમઅપાર દુ:ખ છે. તે છે સતયુગ નાં, આ છે કળિયુગ નાં, હમણાં તમારો છે પુરુષોત્તમ સંગમયુગ. આ પુરુષોત્તમ સંગમયુગ એક જ હોય છે. સતયુગ-ત્રેતા નાં સંગમ ને પુરુષોત્તમ નહીં કહેવાશે. અહીં છે અસુર, ત્યાં છે દેવતાઓ. તમે જાણો છો આ રાવણ રાજ્ય છે. રાવણ ની ઉપર ગધેડા નું માથું દેખાડે છે. ગધેડા ને કેટલો પણ સાફ કરી એનાં પર કપડાં રાખો, ગધેડો પછી પણ માટી માં આળોટીને કપડાં ખરાબ કરી દેશે. બાપ તમારા કપડાં (આત્મા ને) સાફ ગુલ-ગુલ બનાવે છે, પછી રાવણ રાજ્ય માં લથડી ને અપવિત્ર બની જાઓ છો. આત્મા અને શરીર બંને અપવિત્ર બની જાય છે. બાપ કહે છે તમે બધો શૃંગાર ગુમાવી દીધો. બાપ ને પતિત-પાવન કહે છે, તમે ભરી સભા માં કહી શકો છો કે આપણે ગોલ્ડન એજ માં કેટલાં શૃંગારેલા હતાં, કેટલું ફર્સ્ટક્લાસ રાજ્ય-ભાગ્ય હતું. પછી માયારુપી ધૂળ માં આળોટીને મેલા થઈ ગયાં.

બાપ કહે છે આ અંધેર નગરી છે. ભગવાન ને સર્વવ્યાપી કહી દીધાં છે, જે કંઈ થયું તે હૂબહૂ રિપીટ થશે, એમાં મૂંઝાવાની જરુર નથી. ૫ હજાર વર્ષ માં કેટલી મિનિટ, કલાક, સેકન્ડ છે, એક બાળકે બધાં ધર્મ વાળાઓ ને હિસાબ કાઢીને મોકલ્યો હતો, એમાં પણ બુદ્ધિ વ્યર્થ ની હશે. બાબા તો એવું જ સમજાવે છે કે દુનિયા કેવી રીતે ચાલે છે?

પ્રજાપિતા બ્રહ્મા છે ગ્રેટ-ગ્રેટ-ગ્રેન્ડ-ફાધર. એમનું ઓક્યુપેશન કોઈ નથી જાણતું. વિરાટ રુપ બનાવ્યું છે તો પ્રજાપિતા બ્રહ્મા ને પણ ઉડાવી દીધા છે. બાપ અને બ્રાહ્મણો ને યથાર્થ રીતે જાણતા નથી. એમને કહેવાય પણ છે આદિ દેવ. બાપ સમજાવે છે હું આ ઝાડ નું ચૈતન્ય બીજરુપ છું. આ ઊલટું ઝાડ છે. બાપ જે સત્ય છે, ચૈતન્ય છે, જ્ઞાન નાં સાગર છે, એમની મહિમા કરાય છે. આત્મા ન હોય તો ચાલી ફરી પણ ન શકે. ગર્ભ માં પણ પ-૬ મહિના પછી આત્મા પ્રવેશ કરે છે. આ પણ ડ્રામા બનેલો છે. પછી આત્મા નીકળી જાય છે તો ખલાસ. આત્મા અવિનાશી છે, તે પાર્ટ ભજવે છે, આ બાપ આવીને રીયલાઈઝ (અનુભુતિ) કરાવે છે. આત્મા એટલું નાનું બિંદુ છે, એમાં અવિનાશી પાર્ટ ભરેલો છે. પરમપિતા પણ આત્મા છે, એમને જ્ઞાન નાં સાગર કહેવાય છે. તે જ આત્માને રીયલાઈઝેશન કરાવે છે. તે તો ફક્ત કહી દેતા પરમાત્મા સર્વશક્તિમાન, હજારો સૂર્ય થી તેજોમય છે. પરંતુ સમજતા કંઈ નથી. બાપ કહે છે આ બધું ભક્તિમાર્ગ માં વર્ણન કરેલું છે અને શાસ્ત્રો માં લખી દીધું છે. અર્જુન ને સાક્ષાત્કાર થયો તો કહ્યું કે હું આટલું તેજ સહન નથી કરી શકતો, તો તે વાત મનુષ્યો ની બુદ્ધિમાં બેસી ગઈ છે. એટલો તેજોમય કોઈ ની અંદર પ્રવેશ કરે તો ફાટી જાય. જ્ઞાન તો નથી ને? તો સમજે છે પરમાત્મા તો હજારો સૂર્યો થી તેજોમય છે, એમનાં સાક્ષાત્કાર જોઈએ. ભક્ત ની ભાવના બેસી ગઈ છે તો એમને તે સાક્ષાત્કાર પણ થાય છે. શરુ-શરુ માં તમારી પાસે એવાં ઘણાં સાક્ષાત્કાર કરતા હતાં, આંખો લાલ થઈ જતી હતી. સાક્ષાત્કાર કર્યો પછી આજે તે ક્યાં છે? તે બધી છે ભક્તિ માર્ગ ની વાતો. તો આ બધું બાપ સમજાવે છે, આમાં ગ્લાનિ ની કોઈ વાત નથી. બાળકોને સદૈવ હર્ષિત રહેવાનું છે. આ તો ડ્રામા બનેલો છે. મને આટલી ગાળો આપે છે, પછી હું શું કરું છું? ગુસ્સો આવે છે શું? સમજુ છું ડ્રામા અનુસાર આ બધાં ભક્તિ માર્ગ માં ફસાયેલા છે. નારાજ થવાની તો વાત જ નથી. ડ્રામા એવો બનેલો છે. પ્રેમ થી સમજાવી દેવાનું હોય છે. બિચારા અજ્ઞાન અંધારા માં પડ્યા છે, નથી સમજતા તો તરસ પણ પડે છે. સદૈવ મુસ્કુરાતા રહેવું જોઈએ. આ બિચારા સ્વર્ગનાં દ્વારે આવી નહીં શકે, આ બધાં શાંતિધામ માં જવા વાળા છે. બધાં ઈચ્છે પણ શાંતિ જ છે. તો બાપ જ રીયલ સમજાવે છે. હમણાં તમે જાણો છો કે આ ખેલ બનેલો છે. ડ્રામા માં દરેક ને પાર્ટ મળેલો છે, એમાં ખૂબ અચલ, સ્થેરિયમ બુદ્ધિ જોઈએ. જ્યાં સુધી અચલ, અડોલ, એકરસ અવસ્થા નથી ત્યાં સુધી પુરુષાર્થ કેવી રીતે કરશો? કંઈ પણ થાય, ભલે તોફાન આવે પરંતુ સ્થેરિયમ રહેવાનું છે. માયા નાં તોફાન તો અનેક આવશે અને અંત સુધી આવશે. અવસ્થા મજબૂત જોઈએ. આ છે ગુપ્ત મહેનત. ઘણાં બાળકો પુરુષાર્થ કરી તોફાન ને ઉડાવતા રહે છે. જેટલા જે પાસ થશે એટલું ઊંચ પદ પામશે. રાજધાની માં પદ તો ઘણાં છે ને?

સૌથી વધારે ચિત્ર છે ત્રિમૂર્તિ, ગોળો અને ઝાડ. આ શરુ નાં બનેલા છે. વિદેશ માં સર્વિસ માટે પણ આ બે ચિત્ર લઈ જવાનાં છે. એનાં પર જ તે સારી રીતે સમજી શકશે. ધીરે-ધીરે બાબા જે ઈચ્છે છે તે આ ચિત્ર કપડાં પર હોય, તે પણ બનતા જશે. તમે સમજાવશો કે તે કેવી રીતે સ્થાપના થઈ રહી છે? તમે પણ આને સમજશો તો પોતાનાં ધર્મ માં ઊંચ પદ મેળવશો. ક્રિશ્ચન ધર્મ માં તમે ઊંચ પદ મેળવવા ઈચ્છો છો તો આ સારી રીતે સમજો. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ પુરુષોત્તમ સંગમયુગ પર પવિત્ર બની સ્વયંનો શૃંગાર કરવાનો છે. ક્યારેય પણ માયા ની ધૂળ માં આળોટીને શૃંગાર બગાડવાનો નથી.

2. આ ડ્રામા ને યથાર્થ રીતે સમજીને પોતાની અવસ્થા અચલ, અડોલ, સ્થેરિયમ બનાવવાની છે. ક્યારેય પણ મૂંઝાવવું નહીં. સદૈવ હર્ષિત રહેવાનું છે.

વરદાન :-
સમજી - વિચારી ને દરેક કર્મ કરવા વાળા પશ્ચાતાપ થી મુક્ત જ્ઞાની તૂ આત્મા ભવ

દુનિયામાં કહે છે પહેલા વિચારો પછી કરો. જે વિચારીને નથી કરતાં, કરીને પછી વિચારે છે તો પશ્ચાતાપ નું રુપ થઈ જાય છે. પછી વિચારવું, આ પશ્ચાતાપ નું રુપ છે અને પહેલા વિચારવું - આ જ્ઞાની તૂ આત્માનો ગુણ છે. દ્વાપર-કળિયુગ માં તો અનેક પ્રકાર નાં પશ્ચાતાપ જ કરતા રહે પરંતુ હમણાં સંગમ પર એવાં સમજી-વિચારી ને સંકલ્પ કે કર્મ કરો તો ક્યારેય મન માં પણ એક સેકન્ડ પણ પશ્ચાતાપ ન થાય ત્યારે કહેશે જ્ઞાની તૂ આત્મા.

સ્લોગન :-
રહેમદિલ બની સર્વ ગુણો અને શક્તિ ઓનું દાન આપવા વાળા જ માસ્ટર દાતા છે.