16-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
પુરુષોત્તમ બનવાનો સંગમયુગ છે , આમાં કોઈ પણ પાપ કર્મ નથી કરવાનાં”
પ્રશ્ન :-
સંગમ પર આપ બાળકો સૌથી
મોટું પુણ્ય કયું કરો છો?
ઉત્તર :-
સ્વયં ને બાપ નાં હવાલે કરી દેવું અર્થાત્ સંપૂર્ણ સ્વાહા થઈ જવું, આ છે સૌથી મોટું
પુણ્ય. હમણાં તમે મમત્વ મિટાવો છો. બાળ-બચ્ચા, ઘરબાર બધાને ભૂલો છો, આ જ તમારું
વ્રત છે. આપ મુયે મર ગઈ દુનિયા. હમણાં તમે વિકારી સંબંધો થી મુક્ત થાઓ છો.
ગીત :-
જલે ન ક્યો
પરવાના…
ઓમ શાંતિ!
આ બધાં
ભક્તિમાર્ગ માં બાપ ની મહિમા કરે છે. આ છે પરવાનાઓ ની શમા માટે મહિમા, જ્યારે કે
બાપ આવ્યાં છે તો કેમ નહીં જીવતે જીવ એમનાં બની જઈએ. જીવતે જીવ કહેવાય જ એમને છે જે
એડોપ્ટ કરે છે. પહેલાં તમે આસુરી પરિવાર નાં હતાં, હમણાં તમે ઈશ્વરીય પરિવાર નાં
બન્યાં છો. જીવતે જીવ ઈશ્વરે આવીને તમને એડોપ્ટ કર્યા છે, જેને પછી શરણાગતિ કહેવાય
છે. ગાય છે ને - શરણે પડી હું તારા… હવે પ્રભુ ની શરણ ત્યારે પડે, જ્યારે કે એ આવે,
પોતાની તાકાત દેખાડે, જલવો દેખાડે. એ જ સર્વશક્તિમાન્ છે ને! બરોબર એમનામાં કશિશ (આકર્ષણ)
પણ છે ને! બધુંજ છોડાવી દે છે. બરોબર જે બાપ નાં બાળકો અને બાળકીઓ બને છે તે આસુરી
સંપ્રદાય નાં સંબંધ થી હેરાન થઇ જાય છે. કહે છે - બાબા ક્યારે આ સંબંધ છૂટશે. અહીં
આ જૂનાં સંબંધ ભુલવા પડે છે. આત્મા જ્યારે દેહ થી અલગ થઈ જાય છે તો બંધન ખલાસ થઈ
જાય છે. આ સમયે તમે જાણો છો બધાં માટે મોત છે અને આ જે બંધન છે આ બધાં છે વિકારી.
હવે બાળકો નિર્વિકારી સંબંધ ઈચ્છે છે. નિર્વિકારી સંબંધ માં હતાં પછી વિકારી સંબંધ
માં પડ્યાં, ફરી આપણાં નિર્વિકારી સંબંધ હશે. આ વાતો બીજા કોઈની બુદ્ધિ માં નથી હોતી.
બાળકો જાણે છે આસુરી બંધન થી મુક્ત થવાનો પુરુષાર્થ કરી રહ્યાં છે. એક બાપ થી યોગ
રખાય છે. તે તરફ છે એક રાવણ, આ તરફ છે એક રામ. આ વાતો દુનિયા નથી જાણતી. કહે પણ છે
રામરાજ્ય જોઈએ, પરતું આખી દુનિયા રાવણ રાજ્ય માં છે, આ કોઈ સમજતું નથી. રામરાજ્ય
માં તો પવિત્રતા, સુખ-શાંતિ હતાં. તે હમણાં નથી. પરંતુ જે કહે છે એને મહેસૂસ નથી
કરતાં. ગવાય પણ છે આ આત્માઓ બધી સીતાઓ છે. એક સીતા ની વાત નથી. ન એક અર્જુન ની, ન
એક દ્રોપદી ની વાત છે. આ તો અનેકો ની વાત છે. દૃષ્ટાંત એક નું આપે છે. તમને પણ
કહેવાય છે તમે બધાં અર્જુન જેવાં છો. તમે કહેશો અર્જુન તો આ ભાગીરથ થઈ ગયાં. બાપ કહે
છે - હું સાધારણ વૃદ્ધ તન નો આ રથ લઉં છું. એમણે પછી ચિત્રો માં ઘોડા-ગાડી દેખાડ્યાં
છે, આને અજ્ઞાન કહેવાય છે. બાળકો સમજે છે આ શાસ્ત્ર વગેરે જે પણ છે બધા ભક્તિમાર્ગ
નાં છે. આ વાતો કોઈ સમજી ન શકે, જ્યાં સુધી ૭ દિવસ સમજવાનો કોર્સ ન કરે. ભક્તિ અલગ
છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ કહે છે. હકીકત માં સન્યાસીઓનો વૈરાગ કોઈ સાચો નથી, તેઓ
તો જંગલ માં જઈને પછી આવીને શહેરો માં નિવાસ કરી મોટા-મોટા મકાન વગેરે બનાવે છે.
ફકત કહે છે અમે ઘરબાર છોડ્યું છે. તમારો છે આખી જૂની દુનિયાથી વૈરાગ. યથાર્થ વાત આ
છે, તે છે હદ ની વાત એટલે એને હઠયોગ, હદ નો વૈરાગ કહેવાય છે.
આપ બાળકો જાણો છો આ
જૂની દુનિયા હવે ખતમ થવાની છે એટલે જરુર એનાથી વૈરાગ આવવો જોઈએ. બુદ્ધિ પણ કહે છે,
નવું ઘર બને છે તો જૂના ને તોડાય છે. તમે જાણો છો હમણાં તૈયારી થઈ રહી છે. કળિયુગ
પછી ફરી સતયુગ જરુર આવશે. હમણાં આ છે પુરુષોત્તમ સંગમયુગ. પુરુષોત્તમ માસ પણ હોય
છે. તમારો છે પુરુષોત્તમ યુગ. પુરુષોત્તમ માસ માં દાન-પુણ્ય વગેરે કરે છે. તમે આ
પુરુષોત્તમ યુગ માં સર્વસ્વ સ્વાહા કરી લો છો. જાણો છો - આ આખી દુનિયા જ સ્વાહા
થવાની છે. તો આખી દુનિયાનું સર્વસ્વ સ્વાહા થવાનાં પહેલાં આપણે સ્વયં ને કેમ ન
સ્વાહા કરીએ. આનું તમને કેટલું પુણ્ય મળશે. તે છે હદ નો પુરુષોત્તમ માસ, આ તો બેહદ
ની વાત છે. પુરુષોત્તમ માસ માં બહુજ કથાઓ સાંભળે છે, વ્રત-નિયમ રાખે છે. તમારું તો
બહુ ઊંચું વ્રત છે. તમારા ભલે બાળ-બચ્ચાં, ઘરબાર વગેરે બધું છે પરંતુ દિલ થી મમત્વ
ખતમ થઇ ગયું છે. આપ મર્યા મરી ગઈ દુનિયા. તમે જાણો છો આ બધાં ખતમ થઇ જશે. આપણે બાપ
નાં બન્યાં છીએ - પુરુષોત્તમ બનવા માટે. સર્વ પુરુષો માં અર્થાત્ મનુષ્યો માં
ઉત્તમ-પુરુષ આ લક્ષ્મી-નારાયણ સામે ઉભાં છે. આમનાથી ઉત્તમ કોઈ પણ મનુષ્ય હોઈ ન શકે.
લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક હતાં. તમે આવ્યાં છો એવાં પુરુષોત્તમ બનવાં. બધાં
મનુષ્ય-માત્ર સદ્દગતિ ને પામે છે. મનુષ્યો નાં આત્મા પુરષોત્તમ બની જાય છે તો પછી
એમનાં રહેવાનું સ્થાન પણ એવું ઉત્તમ હોવું જોઈએ. જેમ પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) સૌથી
ઉંચ પદ પર છે તો એમનાં રહેવાનાં માટે રાષ્ટ્રપતિ ભવન મળ્યું છે. કેટલો મોટો મહેલ,
બગીચો વગેરે છે. આ થઈ અહીં ની વાત. રામરાજ્ય ને તો તમે જાણો છો. તમે સતયુગી
પુરુષોત્તમ બનો છો પછી આ કળિયુગી પુરુષોત્તમ રહેશે નહીં. તમે સતયુગી પુરુષોત્તમ બનવા
માટે પુરુષાર્થ કરી રહ્યાં છો. તમે જાણો છો આપણા મહેલ કેવાં બનેલાં હશે. કાલે
રામરાજ્ય હશે. તમે રામરાજ્ય માં પુરુષોત્તમ હશો. તમે ચેલેન્જ કરો છો કે અમે રાવણ
રાજ્ય ને બદલી રામરાજ્ય સ્થાપન કરીશું. હમણાં ચેલેન્જ કરી છે તો એક-બે ને
પુરુષોત્તમ બનાવવાનાં છે - ભવિષ્ય ૨૧ જન્મ નાં માટે. દેવતાઓ ની મહિમા ગાય છે સર્વ
ગુણ સમ્પન્ન… અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ. તમે જાણો છો બીજા કોઈ મનુષ્ય નથી જાણતાં.
તમે બીજા જન્મ માં પુરુષોત્તમ બનશો પછી આ રાવણ રાજ્ય નું કોઈ નહીં રહેશે. હમણાં તમને
બધું જ્ઞાન છે. હમણાં રાવણ રાજ્ય જ ખતમ થવાનું છે. આજકાલ તો સમય નો પણ કોઈ ભરોસો નથી,
અકાળે મૃત્યુ થઈ જાય છે અથવા કોઈની દુશ્મની થઈ તો ઉડાવી દે છે. તમને તો કોઈ ઉડાવી ન
શકે. તમે અવિનાશી પુરુષોત્તમ છો, આ છે વિનાશી, તે પણ રાવણ રાજ્ય માં. આમને તમારા
દૈવી-રાજ્ય ની ખબર જ નથી. તમે જાણો છો - આપણે પોતાનું દૈવી સ્વરાજ્ય સ્થાપન કરી
રહ્યાં છીએ શ્રીમત પર. જેમની પૂજા થાય છે તે જરુર સારું કર્તવ્ય કરીને ગયાં છે. આ
તમે જાણો છો. જુઓ, જગદંબા ની કેટલી પૂજા છે. હવે આ છે જ્ઞાન-જ્ઞાનેશ્વરી. તમે જગદંબા
ની બાળકીઓ છો જ્ઞાન-જ્ઞાનેશ્વરી અને રાજ-રાજેશ્વરી. બન્ને માં ઉત્તમ કોણ?
જ્ઞાન-જ્ઞાનેશ્વરી ની પાસે જઈને અનેક પ્રકાર ની મનોકામનાઓ સંભળાવે છે. અનેક વસ્તુ
માંગે છે. જગદંબા નાં મંદિર અને લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં બહુજ અંતર છે. જગદંબા
નું મંદિર ખુબ નાનું છે. નાની જગ્યા માં ભીડ મનુષ્ય પસંદ કરે છે. શ્રીનાથજી નાં
મંદિર માં પણ બહુજ ભીડ થાય છે, કપડા નાં સોંટા મારતાં રહે છે - હટાવવા માટે. કલકત્તા
માં કાળી નું મંદિર કેટલું નાનું છે અંદર બહુજ તેલ અને પાણી હોય છે. અંદર બહુજ
ખબરદારી થી જવું પડે છે. ઘણી ભીડ રહે છે. લક્ષ્મી-નારાયણ નાં મંદિર તો બહુજ મોટા
હોય છે. જગદંબા નાં નાનાં કેમ? ગરીબ છે ને. તો મંદિર પણ ગરીબી નાં છે. તે સાહૂકાર
છે તો મંદિર માં ક્યારેય મેળો નથી લાગતો. જગદંબા નાં મંદિર પર બહુ મેળા લાગે છે.
બાહર થી ઘણાં લોકો આવે છે. મહાલક્ષ્મી નાં મંદિર પણ છે, આ પણ તમે જાણો છો આમાં
લક્ષ્મી પણ છે તો નારાયણ પણ છે. એમનાથી ફક્ત ધન માંગે છે કારણ કે તે ધનવાન બની છે
ને! અહીં તો છે અવિનાશી જ્ઞાન-રત્ન. ધન માટે લક્ષ્મી પાસે જાય છે, બાકી અનેક આશાઓ
રાખી જગદંબા ની પાસે જાય છે. તમે જગદંબા નાં બાળકો છો. બધાની મનોકામનાઓ ૨૧ જન્મો
નાં માટે તમે પૂરી કરો, એક જ મહામંત્ર થી બધી મનોકામનાઓ ૨૧ જન્મ માટે પૂરી થઈ રહી
છે. બીજા જે પણ મંત્ર વગેરે આપે છે, એમાં અર્થ કંઈ નથી. બાપ સમજાવે છે આ મંત્ર પણ
તમને કેમ આપું છું, કારણકે તમે પતિત છો ને! મામેકમ્ યાદ કરશો ત્યારે જ પાવન બનશો. આ
સિવાય બાપ, આત્માઓ ને કોઈ કહી ન શકે. આનાંથી સિદ્ધ થાય છે, આ સહજ રાજ્યોગ એક જ બાપ
શીખવાડે છે. મંત્ર પણ એ જ આપે છે. ૫ હજાર વર્ષ પહેલાં પણ મંત્ર આપ્યો હતો. આ સ્મૃતિ
આવી છે. હમણાં તમે સન્મુખ બેઠા છો. ક્રાઈસ્ટ થઈ ગયાં પછી એમનું બાઇબલ વાંચતા રહે
છે. તે શું કરીને ગયાં? ધર્મ ની સ્થાપના કરીને ગયાં. તમે જાણો છો શિવબાબા શું કરીને
ગયાં. કૃષ્ણ શું કરીને ગયાં! કૃષ્ણ તો સતયુગ નાં પ્રિન્સ હતાં, તે જ પછી નારાયણ
બન્યાં પછી પુનર્જન્મ લેતા આવ્યાં છે. શિવબાબા પણ કંઈક કરીને ગયા છે ત્યારે તો એમની
આટલી પૂજા વગેરે થાય છે. હમણાં તમે જાણો છો રાજ્યોગ શીખવાડીને ગયાં છે, ભારત ને
સ્વર્ગ બનાવીને ગયાં છે, સ્વર્ગ નાં પહેલાં નંબર માલિક પોતે નથી બનતાં, તે તો
શ્રીકૃષ્ણ બન્યાં. જરુર કૃષ્ણ નાં આત્માને ભણાવ્યો, તમે સમજી ગયાં છો. કૃષ્ણ ની
વંશાવલી તમે બેઠાં છો. રાજા-રાણી ને માત-પિતા અન્નદાતા કહે છે. રાજસ્થાન માં પણ રાજા
ને અન્નદાતા કહેવાય છે. રાજાઓની કેટલી માન્યતા હોય છે. પહેલાં બધી ફરિયાદો રાજા ની
પાસે આવતી હતી, દરબાર લાગતો હતો. કોઈ ભૂલ કરતા હતાં તો બહુજ પસ્તાતા હતાં. આજકાલ તો
જેલ બર્ડસ ખુબ છે. ઘડી-ઘડી જેલ માં જાય છે. હવે આપ બાળકોએ ગર્ભ-જેલ માં નથી જવાનું.
તમારે તો ગર્ભ-મહેલ માં આવવાનું છે, એટલે બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે પછી
ક્યારેય ગર્ભ-જેલ માં નહીં જશો. ત્યાં પાપ થતાં નથી. બધાં ગર્ભ-મહેલ માં રહે છે,
ફકત ઓછાં પુરુષાર્થ ને કારણે ઓછું પદ મેળવે છે. ઉંચ પદ વાળા ને સુખ પણ બહુજ હોય છે.
અહીં તો ફક્ત ૫ વર્ષ માટે ગવર્નર (સરકાર), પ્રેસિડેન્ટ નિશ્ચિત કરે છે. તમે સમજાવી
શકો છો કે ભારત જ દેવી રાજસ્થાન બન્યું. હમણાં તો ન રાજસ્થાન છે, ન રાજા-રાણી છે.
પહેલાં કોઈ સરકાર ને પૈસા આપતું હતું તો મહારાજા-મહારાણી નું શીર્ષક મળી જતું હતું.
અહીં તમારું તો છે ભણતર. રાજા-રાણી ક્યારેય ભણતર થી નથી બનતાં. તમારું મુખ્ય લક્ષ્ય
છે, આ ભણતર થી તમે વિશ્વ નાં મહારાજા-મહારાણી બનો છો. રાજા-રાણી પણ નહીં. શીર્ષક (પદવી)
ત્રેતા થી શરું થાય છે.
તમે હમણાં
જ્ઞાન-જ્ઞાનેશ્વરી બનો છો પછી રાજ-રાજેશ્વરી બનશો. કોણ બનાવશે? ઈશ્વર. કેવી રીતે?
રાજ્યોગ અને જ્ઞાન થી. રાજાઈ નાં માટે બાપ ને યાદ કરવાનાં છે. બાપ તમને સ્વર્ગ નાં
માલિક બનાવે છે, આ તો બહુ જ સહજ છે ને. હેવન સ્થાપન કરવા વાળા છે જ ગોડ ફાધર. હેવન
માં તો હેવન ની સ્થાપના નહીં કરશે. જરુર એમને સંગમ પર પદ મળે છે, એટલે એને સ્વર્ણિમ
કલ્યાણકારી સંગમયુગ કહેવાય છે. બાપ કેટલું બાળકોનું કલ્યાણ કરે છે, જે સ્વર્ગ નાં
માલિક બનાવે છે. કહે પણ છે પરમપિતા પરમાત્મા નવી દુનિયા રચે છે, પરંતુ એમાં કોણ
રાજ્ય કરે છે, આ કોઈને ખબર નથી. તમે સમજો છો રામરાજ્ય કોને કહેવાય છે. એમણે તો રામ
રાજ્ય ને લાખો વર્ષ આપી દીધાં છે. કળિયુગ ને ૪૦ હજાર વર્ષ આપી દીધાં છે. બાપ કહે છે
- હું આવું જ છું સંગમ પર. આવીને બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની સ્થાપના કરું છું.
સત્યનારાયણ ની કથા પણ આ છે. સતયુગ માં તમે લક્ષ્મી-નારાયણ સર્વગુણ સંપન્ન... બનો
છો. પછી કળા ઓછી થતી જાય છે. નવું ઝાડ ત્યારે કહેવાય છે જ્યારે સ્થાપના થાય છે. નવું
મકાન બને છે તો નવું કહેશે. તમે પણ સતયુગ માં આવશો તો નવી રાજધાની હશે પછી કળા ઓછી
થતી જાય છે. સ્થાપના અહીં થાય છે. આ વન્ડરફુલ વાતો કોઈની પણ બુદ્ધિ માં નથી. તો બાપે
સમજાવ્યું છે કે બધા આત્માઓ માટે આ યુગ છે પુરુષોત્તમ બનવાનો. જીવનમુક્તિ ને
પુરુષોત્તમ કહેવાય છે. જીવન બંધન ને પુરુષોત્તમ નહીં કહેશે. આ સમયે બધાં જીવનબંધન
માં છે. બાપ આવીને બધાને જીવન મુક્ત બનાવે છે. તમે અડધોકલ્પ જીવનમુક્ત હશો પછી
જીવનબંધ. આ તમે સમજો છો. તમારા વ્રત-નિયમ શું છે? બાબાએ આવીને વ્રત રખાવ્યું છે,
ખાન-પાન ની વાત નથી. બધુંજ કરો ફક્ત એક તો બાપ ને યાદ કરો અને પવિત્ર બનો.
પુરુષોત્તમ માસ માં ખાસ કરીને પવિત્ર પણ રહેતાં હશે. હકીકત માં આ પુરુષોત્તમ યુગ
નું માન છે તો તમને કેટલી ખુશી, કેટલો નશો હોવો જોઈએ. હવે તમારાથી કોઈ પાપ કર્મ ન
થવા જોઈએ કારણ કે તમે પુરુષોત્તમ બની રહ્યાં છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ
પુરુષોત્તમ યુગ માં જીવનમુક્ત બનવા માટે પુણ્ય કર્મ કરવાનાં છે. પવિત્ર જરુર રહેવાનું
છે. ઘરબાર વગેરે બધું હોવા છતાં દિલ થી મમત્વ મિટાવી દેવાનું છે.
2. શ્રીમત પર પોતાનાં
તન-મન-ધન થી દૈવીરાજ્ય સ્થાપન કરવાનું છે. પુરુષોત્તમ બનાવવાની સેવા કરવાની છે.
વરદાન :-
સહયોગ દ્વારા
સ્વયં ને સહજ યોગી બનાવવા વાળા નિરંતર યોગી ભવ
સંગમયુગ પર બાપ નાં
સહયોગી બની જવું - આ જ સહજયોગી બનવાની વિધિ છે. જેમનાં દરેક સંકલ્પ, શબ્દ અને કર્મ
બાપ નાં અથવા પોતાનાં રાજ્ય ની સ્થાપના નાં કર્તવ્ય માં સહયોગી રહેવાનાં છે, એમને
જ્ઞાની, યોગી તૂ આત્મા નિરંતર સાચ્ચા સેવાધારી કહેવાય છે. મન થી નહીં તો તન થી, તન
થી નહીં તો ધન થી, ધન થી નહીં તો જેમાં સહયોગી બની શકો છો એમાં સહયોગી બનો તો આ પણ
યોગ છે. જ્યારે છો જ બાપ નાં, તો બાપ અને તમે - ત્રીજું કોઈ ન હોય - એનાથી નિરંતર
યોગી બની જશો.
સ્લોગન :-
સંગમ પર સહન
કરવું અર્થાત્ મરવું જ સ્વર્ગ નું રાજ્ય લેવું છે.
અવ્યક્ત ઇશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો
સમય પ્રમાણે રહેલા જે
પણ મન નાં, સંબંધ-સંપર્ક નાં હિસાબ-કિતાબ છે એને જ્વાળા સ્વરુપ યાદ માં ભસ્મ કરો.
લગન છે, એમાં બાપદાદા પણ પાસ કરે છે પરંતુ હવે લગન ને અગ્નિ રુપ માં લાવો. વિશ્વમાં
જે ચારેય તરફ ભ્રષ્ટાચાર, અત્યાચાર ની અગ્નિ બળી રહી છે તે આપ બાળકોની યોગ અગ્નિ
થી, જ્વાળા રુપ યાદ થી સમાપ્ત થઈ જશે.