16-09-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ વન્ડરફુલ સત્સંગ છે જ્યાં તમને જીતે જી જ મરવાનું શીખવાડે છે . જીતે જી મરવા વાળા જ હંસ બને છે”

પ્રશ્ન :-
આપ બાળકોને હમણાં કઈ એક ચિંતા છે ?

ઉત્તર :-
આપણે વિનાશ ની પહેલાં સંપન્ન બનવાનું છે. જે બાળકો જ્ઞાન અને યોગ માં મજબૂત થતા જાય છે, તેમને મનુષ્ય થી દેવતા બનાવવાની આદત બનતી જાય છે. તે સર્વિસ વગર રહી નથી શકતાં. જીન્ન ની જેમ ભાગતા રહેશે. સર્વિસ ની સાથે-સાથે સ્વયં ને પણ સંપન્ન બનાવવાની ચિંતા હશે.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકોને સમજાવે છે-રુહ હમણાં સાકાર માં છે અને પછી પ્રજાપિતા બ્રહ્મા ની સંતાન છે કારણ કે એડોપ્ટ કરેલા છે. તમારા માટે બધાં કહે છે આ ભાઈ-બહેન બનાવે છે. બાળકોને બાપે સમજાવ્યું છે કે અસલ માં આપ આત્માઓ ભાઈ-ભાઈ છો. હવે નવી સૃષ્ટિ બને છે તો પહેલાં-પહેલાં બ્રાહ્મ-ચોટલી જોઈએ. તમે શુદ્ર હતાં, હવે ટ્રાન્સફર થયા છો. બ્રાહ્મણ પણ તો જોઈએ જરુર. પ્રજાપિતા બ્રહ્માનું નામ તો પ્રસિદ્ધ છે. આ હિસાબ થી તમે સમજો છો આપણે બધાં બાળકો ભાઈ-બહેન થયાં. જે પણ પોતાને બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારી કહે છે તે જરુર ભાઈ-બહેન થયાં. બધાં પ્રજાપિતા બ્રહ્મા નાં સંતાન છે તો ભાઈ-બહેન જરુર હોવા જોઈએ. આ સમજાવવાનું છે બેસમજદારોને. બેસમજ પણ છે અને પછી અંધ-વિશ્વાસ પણ છે. જેમની પૂજા કરે છે, વિશ્વાસ પણ રાખે છે આ ફલાણા છે, પરંતુ એમને જાણતા કંઈ પણ નથી. લક્ષ્મી-નારાયણ ની પૂજા કરે છે પરંતુ એ ક્યારે આવ્યા? કેવી રીતે બન્યા? પછી ક્યાં ગયાં? કંઈ પણ નથી જાણતાં. કોઈ પણ મનુષ્ય નેહરુ વગેરેને જાણે છે, તો તેમની હિસ્ટ્રી-જોગ્રાફ્રી ની બધી ખબર છે. જો બાયોગ્રાફી ને નથી જાણતા તો તે શું કામ નું? પૂજા કરે છે, પરંતુ એમની જીવન કહાણી ને નથી જાણતાં. મનુષ્યો ની જીવન કહાણી ને તો જાણે છે પરંતુ જે મહાન ભૂતકાળ માં થઈ ગયાં છે, એમની એક ની પણ જીવન કહાણી ને નથી જાણતાં. શિવ નાં કેટલાં અનેક પુજારી છે. પૂજા કરે છે, પછી મુખે થી કહી દે છે આ તો પથ્થર-ભિત્તર માં છે, કણ-કણ માં છે. શું આ જીવન કહાણી કહેવાય? આ તો અક્કલ ની વાત ન થઈ. પોતાને પણ પતિત કહે છે. પતિત શબ્દ કેટલો બંધ બેસે છે. પતિત એટલે વિકારી. તમે સમજાવી શકો છો કે આપણે બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારી કેમ કહેવાઈયે છીએ ? કારણ કે બ્રહ્માનાં સંતાન છીએ અને એડોપ્ટડ છીએ. આપણે કુંખ વંશાવલી નથી, મુખ વંશાવલી છીએ. બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ તો ભાઈ-બહેન થયા ને? તો તેમની પરસ્પર વિકારી દૃષ્ટિ હોઈ ન શકે. ખરાબ વિચાર મુખ્ય છે જ કામ વિકાર નાં. તમે કહો છો અમે પ્રજાપિતા બ્રહ્મા નાં સંતાન ભાઈ-બહેન બનીએ છીએ. તમે સમજો છો આપણે બધાં છીએ શિવબાબા નાં સંતાન ભાઈ-ભાઈ. આ પણ પાક્કું છે. દુનિયાને કંઈ પણ ખબર નથી. એમજ ફક્ત કહી દે છે. તમે સમજાવી શકો છો સર્વ આત્માઓનાં બાપ એ એક છે. એમને બધાં પોકારે છે. તમે ચિત્ર પણ દેખાડ્યા છે. મોટા-મોટા ધર્મ વાળા પણ આ નિરાકાર બાપ ને માને છે. એ છે નિરાકાર આત્માઓનાં બાપ અને પછી સાકાર માં બધાનાં બાપ પ્રજાપિતા બ્રહ્મા છે જેમનાથી વૃદ્ધિ થતી રહે છે, ઝાડ વધતું જાય છે. ભિન્ન-ભિન્ન ધર્મો માં આવતા-જતા રહે છે. આત્મા તો આ શરીર થી ન્યારો છે. શરીર ને જોઈને કહે છે-આ અમેરિકન છે, આ ફલાણા છે. આત્માને તો નથી કહેતાં. આત્માઓ બધાં શાંતિધામ માં રહે છે. ત્યાંથી આવે છે પાર્ટ ભજવવાં. તમે કોઈ પણ ધર્મવાળાને સંભળાવો, પુનર્જન્મ તો બધાં લે છે અને ઉપર થી પણ નવાં આત્માઓ આવતા રહે છે. તો બાપ સમજાવે છે-તમે પણ મનુષ્ય છો, મનુષ્ય ને જ તો સૃષ્ટિ નાં આદિ-મધ્ય–અંત ની ખબર હોવી જોઈએ કે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? આનાં રચયિતા કોણ છે? કેટલો સમય આને ફરવામાં લાગે છે? આ તમે જ જાણો છો, દેવતાઓ તો નથી જાણતાં. મનુષ્ય જ જાણીને પછી દેવતા બને છે. મનુષ્ય ને દેવતા બનાવવા વાળા છે બાપ. બાપ પોતાનો અને રચના નો પણ પરિચય આપે છે. તમે જાણો છો આપણે બીજરુપ બાપ નાં બીજરુપ બાળકો છીએ. જેમ બાપ આ ઉલ્ટા વૃક્ષ ને જાણે છે, તેમ આપણે પણ જાણી ગયા છીએ. મનુષ્ય, મનુષ્ય ને ક્યારેય આ સમજાવી ન શકે. પરંતુ તમને બાપે સમજાવ્યું છે.

જ્યાં સુધી તમે બ્રહ્માનાં બાળકો નથી બન્યા ત્યાં સુધી અહીં આવી નથી શકતાં. જ્યાં સુધી આખો કોર્સ કરીને સમજતા નથી ત્યાં સુધી આપ બ્રાહ્મણોની સભા માં બેસાડી કેવી રીતે શકો? આને ઈન્દ્ર-સભા પણ કહે છે. ઈન્દ્ર કોઈ તે પાણી નો વરસાદ નથી વરસાવતાં. ‘ઈન્દ્ર સભા’ કહેવાય છે. પરીઓ પણ તમારે બનવાનું છે. અનેક પ્રકારની પરીઓ ગવાયેલી છે. કોઈ બાળકો સારા શોભનિક હોય તો કહે છે ને આ તો જાણે પરી છે. પાઉડર વગેરે લગાવીને સુંદર બની જાય છે. સતયુગ માં તમે બનો છો પરીઓ, પરીજાદા. હમણાં તમે જ્ઞાન-સાગર માં, જ્ઞાન-સ્નાન કરવાથી પરીઓ (દેવી-દેવતા) બની જાઓ છો. તમે જાણો છો આપણે શું થી શું બની રહ્યા છીએ? જે સદા પવિત્ર બાપ છે, સદા સુંદર છે, એ મુસાફર તમને આવાં બનાવવા માટે શ્યામ તન માં પ્રવેશ કરે છે. હવે ગોરા કોણ બનાવે? બાબાએ બનાવવા પડે ને? સૃષ્ટિનું ચક્ર તો ફરવાનું છે. હવે તમારે ગોરા બનવાનું છે. ભણાવવા વાળા જ્ઞાન-સાગર એક જ બાપ છે. જ્ઞાન નાં સાગર, પ્રેમ નાં સાગર છે. એ બાપની જે મહિમા ગવાય છે, તે લૌકિક બાપની થોડી હોય શકે છે? બેહદ નાં બાપની જ મહિમા છે. એમને જ બધાં પોકારે છે કે અમને આવી મહિમા વાળા આવીને બનાવો. હમણાં તમે બની રહ્યા છો ને? નંબરવાર પુરુષાર્થ અનુસાર. ભણવામાં બધાં એકરસ નથી હોતાં. રાત-દિવસ નો ફરક હોય છે ને? તમારી પાસે પણ ખૂબ આવશે. બ્રાહ્મણ જરુર બનવાનું છે. પછી કોઈ સારી રીતે ભણે છે, કોઈ ઓછું. જે ભણવામાં સૌથી સારા હશે તે બીજાને પણ ભણાવી શકશે. તમે સમજી શકો છો, આટલી કોલેજો બનતી રહે છે. બાબા પણ કહે છે કોલેજ એવી બનાવો જે કોઈ પણ સમજી શકે કે આ કોલેજ માં રચયિતા અને રચનાનાં આદિ, મધ્ય અને અંત નું નોલેજ મળે છે. બાપ ભારત માં જ આવે છે તો ભારત માં જ કોલેજ ખુલતી રહે છે. આગળ જઈ વિદેશ માં પણ ખુલતી જશે. ખૂબ કોલેજ, યુનિવર્સિટી જોઈએ ને? જ્યાં ઘણાં આવીને ભણે પછી જ્યારે ભણતર પૂરું થશે તો દેવી-દેવતા ધર્મ માં બધાં ટ્રાન્સફર થઈ જશે અર્થાત્ મનુષ્ય થી દેવતા બની જશે. તમે મનુષ્ય થી દેવતા બનો છો ને? ગાયન પણ છે-મનુષ્ય સે દેવતા કિયે… અહીં આ છે મનુષ્યની દુનિયા, તે છે દેવતાઓની દુનિયા. દેવતાઓ અને મનુષ્ય માં રાત-દિવસ નો ફરક છે! દિવસ માં છે દેવતાઓ, રાત માં છે મનુષ્ય. બધાં ભક્ત જ ભક્ત છે, પુજારી છે. હવે તમે પુજારી થી પૂજ્ય બનો છો. સતયુગ માં શાસ્ત્ર, ભક્તિ વગેરે નું નામ નથી હોતું. ત્યાં છે બધાં દેવતા. મનુષ્ય હોય છે ભક્ત. મનુષ્ય જ પછી દેવતા બને છે. તે છે દૈવી દુનિયા, આને કહેવાય છે આસુરી દુનિયા. રામ રાજ્ય અને રાવણ રાજ્ય. પહેલાં તમારી બુદ્ધિ માં થોડી હતું કે રાવણ રાજ્ય કોને કહેવાય છે? રાવણ ક્યારે આવ્યો? કંઈ પણ ખબર નહોતી. કહે છે કે લંકા સમુદ્ર માં ડૂબી ગઈ. તેમ જ પછી દ્વારકા માટે પણ કહે છે. હવે તમે જાણો છો કે આ આખી લંકા ડૂબવાની છે, આખી દુનિયા પણ બેહદ ની લંકા છે. આ આખી ડૂબી જશે, પાણી આવી જશે. બાકી સ્વર્ગ કોઈ ડૂબે થોડી છે? કેટલું અથાહ ધન હતું! બાપે સમજાવ્યુ છે એક જ સોમનાથ નાં મંદિર ને મુસલમાનોએ કેટલું લૂટ્યું? હમણાં જુઓ, કાંઈ નથી રહ્યું. ભારત માં કેટલું અથાહ ધન હતું. ભારત ને જ સ્વર્ગ કહેવાય છે. હમણાં સ્વર્ગ કહેવાશે? હમણાં તો નર્ક છે, પછી સ્વર્ગ બનશે. સ્વર્ગ કોણ, નર્ક કોણ બનાવે છે? આ હવે તમે જાણી ગયા છો. રાવણ રાજ્ય કેટલો સમય ચાલે છે? તે પણ બતાવ્યું છે. રાવણ રાજ્ય માં કેટલાં બધાં ધર્મ થઈ જાય છે. રામરાજ્ય માં તો ફક્ત સૂર્યવંશી-ચંદ્રવંશી રહે છે. હમણાં તમે ભણી રહ્યા છો. આ ભણતર બીજા કોઈની બુદ્ધિમાં નથી. તે તો છે જ રાવણ રાજ્ય માં. રામરાજ્ય હોય છે સતયુગ માં. બાપ કહે છે હું તમને લાયક બનાવું છું. પછી તમે ન લાયક બની જાઓ છો. ન લાયક કેમ કહેવાય છે? કારણ કે પતિત બની જાઓ છો. દેવતાઓની લાયકી ની મહિમા અને પોતાની ન લાયકી ની મહિમા ગાય છે.

બાપ સમજાવે છે-તમે જ્યારે પૂજ્ય હતાં તો નવી દુનિયા હતી. ખૂબ થોડા મનુષ્ય હતાં. આખા વિશ્વ નાં તમે જ માલિક હતાં. હમણાં તમને ખુશી ખૂબ હોવી જોઈએ. ભાઈ-બહેન તો બનો છો ને? તે લોકો કહે છે આ ઘર તોડાવે છે. તે જ પછી આવીને જ્યારે શિક્ષા લે છે તો અહીં આવવાથી સમજે છે કે નોલેજ તો ખૂબ સરસ છે. અર્થ સમજે છે ને? ભાઈ-બહેન વગર પવિત્રતા ક્યાંથી આવે? બધો આધાર પવિત્રતા પર જ છે. બાપ આવે પણ છે મગધ દેશ માં, જે ખૂબ નીચે પડેલો દેશ છે, ખૂબ પતિત છે, ખાવા-પીવાનું પણ ગંદુ છે. બાપ કહે છે કે હું અનેક જન્મો નાં અંત વાળા શરીર માં જ પ્રવેશ કરું છું. આ જ ૮૪ જન્મ લે છે. લાસ્ટ સો પછી ફર્સ્ટ, ફર્સ્ટ સો લાસ્ટ. ઉદાહરણ તો એક નું બતાવશે ને? તમારી રાજધાની બનવાની છે. જેટલું સારી રીતે સમજતા જશો, પછી તો તમારી પાસે ખૂબ આવશે. હમણાં આ ખૂબ નાનું ઝાડ છે. તોફાન પણ ખૂબ લાગે છે. સતયુગ માં તોફાનો ની વાત જ નથી. ઉપર થી નવાં-નવાં આત્માઓ આવતા રહે છે. અહીં તોફાન આવતા જ પડી જાય છે. ત્યાં તો માયા નાં તોફાન હોતા જ નથી. અહીં તો બેઠાં-બેઠાં મરી જાય છે અને પછી તમારું માયા ની સાથે યુદ્ધ છે, તો તે પણ હેરાન કરે છે. સતયુગ માં આવું નહીં થાય. બીજા કોઈ ધર્મ માં આવી વાત હોતી નથી. રાવણ રાજ્ય અને રામ રાજ્ય ને બીજા કોઈ સમજતા જ નથી. ભલે સત્સંગ માં જાય છે, ત્યાં મરવા-જીવવાની વાત નથી થતી. અહીં તો બાળકો એડોપ્ટ થાય છે. કહે છે કે અમે શિવબાબા નાં બાળકો છીએ, એમની પાસે થી વારસો લઈએ છીએ. લેતાં-લેતાં પછી નીચે પડે છે તો વારસો પણ ખલાસ. હંસ થી બદલાઈ ને બગલા બની જાય છે. તો પણ બાપ રહેમદિલ છે તો સમજાવતા રહે છે. તો કોઈ ફરી થી ચઢી જાય છે. જે સ્થિર રહે છે, તેમને કહેવાશે મહાવીર, હનુમાન. તમે છો મહાવીર-મહાવીરણી. નંબરવાર તો છે જ. સૌથી પહેલવાન ને મહાવીર કહેવાય છે. આદિ દેવ ને પણ મહાવીર કહે છે, જેનાથી આ મહાવીર જન્મે છે જે વિશ્વ પર રાજ્ય કરે છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર રાવણ પર વિજય પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરતા રહે છે. રાવણ છે ૫ વિકાર. આ તો સમજવાની વાત છે. હવે તમારી બુદ્ધિનું તાળું બાપ ખોલે છે. પછી તાળું એકદમ બંધ થઈ જાય છે. અહી પણ એવાં છે જેમનું તાળું ખુલે છે તે જઈને સર્વિસ કરે છે. બાપ કહે છે જઈને સર્વિસ કરો, ગટર માં જે પડ્યા છે, તેમને કાઢો. એવું નહીં કે તમે પણ ગટર માં પડો. તમે બહાર નીકળી બીજા ને પણ કાઢો. વિષય-વૈતરણી નદી માં અપરંપાર દુઃખ છે. હવે અપરંપાર સુખો માં જવાનું છે. જે અપરંપાર સુખ આપે છે, તેમની મહિમા ગવાય છે. રાવણ જે દુઃખ આપે છે તેની મહિમા થશે શું? રાવણને કહેવાય છે અસુર. બાપ કહે છે તમે રાવણ રાજ્ય માં હતાં, હવે અપાર સુખ મેળવવા માટે તમે અહીં આવ્યા છો. તમને કેટલાં અપાર સુખ મળે છે. ખુશી કેટલી રહેવી જોઈએ અને ખબરદારી પણ રહેવી જોઈંએ. પદ તો નંબરવાર હોય છે. દરેક એક્ટર્સ નું પદ અલગ છે. બધામાં તો ઈશ્વર હોઈ ન શકે. બાપ દરેક વાત સમજાવે છે. તમે બાપ ને અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણી જાઓ છો નંબરવાર પુરષાર્થ અનુસાર. નંબરવાર ભણતર પર જ માર્ક્સ મળે છે. આ છે બેહદનું ભણતર, આમાં બાળકોનું ખૂબ અટેન્શન હોવું જોઈએ. ભણવાનું એક દિવસ પણ મીસ ન થાય. આપણે છીએ સ્ટુડન્ટ, ગોડ ફાધર ભણાવે છે-એ નશો બાળકોને ચઢેલો રહેવો જોઈએ. ભગવાનુવાચ, ફક્ત એમણે નામ બદલીને કૃષ્ણનું નામ રાખી દીધું છે. ભૂલ થી શ્રીકૃષ્ણ ભગવાનુવાચ સમજી લીધું છે કારણ કે શ્રીકૃષ્ણ થયા નેક્સ્ટ ટુ ગોડ (ભગવાન નું બાળક). સ્વર્ગ જે બાપ સ્થાપન કરે છે એમાં નંબરવન આ છે ને? આ જ્ઞાન હમણાં તમને મળ્યું છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર પોતાનું પણ કલ્યાણ કરે છે બીજાઓનું પણ કલ્યાણ કરતા રહે છે, તેમને સર્વિસ વગર ક્યારેય સુખ નથી લાગતું.

આપ બાળકો યોગ અને જ્ઞાન માં મજબૂત થઈ જશો તો કામ એવી રીતે કરશો જાણે કે જીન્ન. મનુષ્ય થી દેવતા બનાવવાની આદત પડી જશે. મોત પહેલાં જ પાસ થવાનું છે. સર્વિસ ખૂબ કરવાની છે. અંત માં તો લડાઈ લાગશે. કુદરતી આફતો પણ આવશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. લાસ્ટ સો ફર્સ્ટ જવા માટે મહાવીર બની પુરુષાર્થ કરવાનો છે. માયા નાં તોફાનો માં હલવાનું નથી. બાપ સમાન રહેમદિલ બની મનુષ્ય ની બુદ્ધિનું તાળું ખોલવાની સેવા કરવાની છે.

2. જ્ઞાન-સાગર માં રોજ જ્ઞાન-સ્નાન કરી પરીજાદા બનવાનું છે. એક દિવસ પણ ભણવાનું મીસ નથી કરવાનું. ભગવાન નાં આપણે વિદ્યાર્થી છીએ-આ નશામાં રહેવાનું છે.

વરદાન :-
ગંભીરતા નાં ગુણ દ્વારા ફુલ માર્ક્સ જમા કરવા વાળા ગંભીરતા ની દેવી અથવા દેવતા ભવ વર્તમાન સમયે ગંભીરતા નાં ગુણ ની ખૂબ-ખૂબ આવશ્યક્તા છે કારણ કે બોલવાની આદત ખૂબ થઈ ગઈ છે, જે આવે છે તે બોલી દો છો. કોઈએ કંઈ સારું કામ કર્યુ અને બોલી દીધું તો અડધું ખતમ થઈ જાય છે. અડધું જ જમા થાય છે અને જે ગંભીર હોય છે એનું ફુલ જમા થાય છે એટલે ગંભીરતા ની દેવી અથવા દેવતા બનો અને પોતાનાં ફુલ માર્ક્સ ભેગા કરો. વર્ણન કરવાથી માર્ક્સ ઓછા થઈ જશે.

સ્લોગન :-
બિંદુ રુપ માં સ્થિત રહો તો સમસ્યાઓ ને સેકન્ડ માં બિંદુ લાગી શકશે.