16-11-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આવ્યાં છે તમને રુહાની હુનર ( કળા ) શીખવાડવા , જે હુનર થી તમે સૂર્ય - ચંદ્રથી પણ
પાર શાંતિધામ માં જાઓ છો”
પ્રશ્ન :-
સાઈન્સ ઘમંડ અને સાઈલેન્સ ઘમંડમાં કયું અંતર છે?
ઉત્તર :-
સાઈન્સ ઘમંડી ચંદ્ર-તારા ઉપર જવા માટે કેટલો ખર્ચો કરે છે. શરીરનું જોખમ ઉઠાવીને
જાય છે. તેમને આ ડર રહે છે કે રોકેટ ક્યાંક ફેલ ન થઈ જાય. આપ બાળકો સાઈલેન્સ ઘમંડ
વાળા વગર કોડી ખર્ચે સૂર્ય-ચંદ્રથી પણ પાર મૂળવતન માં ચાલ્યા જાઓ છો. તમને કોઇ ડર
નથી કારણકે તમે શરીરને અહીં જ છોડીને જાઓ છો.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકોને સમજાવે છે. બાળકો સાંભળતાં તો રહે છે કે સાયન્સદાન (વૈજ્ઞાનિક)
ચંદ્ર પર જવા માટે પ્રયત્ન કરતા રહે છે. પરંતુ તે લોકો તો ફક્ત ચંદ્ર સુધી જવાની
કોશિશ કરે છે, કેટલો ખર્ચો કરે છે. બહુ જ ડર રહે છે ઉપર જવામાં. હવે તમે સ્વયં પર
વિચાર કરો, તમે ક્યાંના રહેવાવાળા છો? તેઓ તો ચંદ્રમા તરફ જાય છે. તમે તો
સૂર્ય-ચંદ્ર થી પાર જાઓ છો, એકદમ મૂળવતનમાં. તે લોકો તો ઉપર જાય છે તો તેમને તો બહુ
જ પૈસા મળે છે. ઉપરમાં ચક્ર લગાવીને આવે તો તેમને તો લાખો સૌગાત મળે છે. શરીરનું
જોખમ ઉઠાવીને જાય છે. તે છે સાયન્સ ઘમંડી. તમારી પાસે છે સાઈલેન્સ નું ઘમંડ. તમે
જાણો છો આપણે આત્મા સ્વયં નાં શાંતિધામ-બ્રહ્માંડ માં જઈએ છે. આત્મા જ બધું કરે છે.
તેઓ નો પણ આત્મા શરીર ની સાથે ઉપર જાય છે. બહુ જ ભયાનક છે. ડરે પણ છે, ઉપર થી નીચે
પડયા તો જીવ ખતમ થઇ જશે. તે બધી છે શારીરિક હુનર. તમને બાપ રુહાની હુનર શીખવાડે છે.
આ હુનર શીખવાથી તમને કેટલું મોટું ઈનામ મળે છે. ૨૧ જન્મોની પ્રાઈઝ મળે છે, નંબરવાર
પુરુષાર્થ અનુસાર. આજકાલ ગવર્મેન્ટ લોટરી પણ કાઢે છે ને? આ બાપ તમને પ્રાઈઝ આપે છે.
અને શું શીખવાડે છે? તમને બિલકુલ ઉપર લઈ જાય છે, જ્યાં તમારું ઘર છે. હમણાં તમને
યાદ આવે છે ને કે આપણું ઘર ક્યાં છે અને રાજધાની જે ગુમાવી છે, તે ક્યાં છે. રાવણે
છીનવી લીધી. હવે ફરીથી આપણે આપણા અસલી ઘરે પણ જઈએ છીએ અને રાજાઈ પણ મેળવીએ છીએ.
મુક્તિધામ આપણું ઘર છે-આ કોઈ ને ખબર નથી. હવે આપ બાળકોને શીખવાડવા માટે જુઓ બાપ
ક્યાંથી આવે છે, કેટલા દૂરથી આવે છે. આત્મા પણ રોકેટ છે. તેઓ કોશિશ કરે છે ઉપર જઈને
જુએ ચંદ્રમા માં શું છે, સ્ટાર (તારાઓ) માં શું છે? આપ બાળકો જાણો છો આ તો આ
માંડવાની બત્તીઓ છે. જેમ માંડવામાં લાઈટ લગાવે છે. મ્યુઝિયમ માં પણ તમે બત્તીઓનાં
તોરણો લગાવો છો ને? આ પછી છે બેહદની દુનિયા. આમાં સૂર્ય, ચંદ્ર, તારા પ્રકાશ આપવા
વાળા છે. મનુષ્ય પછી સમજે છે સૂર્ય-ચંદ્ર આ દેવતાઓ છે. પરંતુ આ દેવતા તો છે નહીં.
હમણાં તમે સમજો છો બાપ કેવી રીતે આવીને આપણને મનુષ્યથી દેવતા બનાવે છે. આ
જ્ઞાન-સૂર્ય, જ્ઞાન-ચંદ્રમા, અને જ્ઞાન-લકી તારાઓ છે. જ્ઞાન થી જ આપ બાળકોની સદ્દગતિ
થઈ રહી છે. તમે કેટલા દૂર જાઓ છો. બાપએ જ ઘરે જવાનો રસ્તો બતાવ્યો છે. સિવાય બાપ
નાં કોઈ પણ પાછા સ્વયં નાં ઘરે લઈ જઈ નથી શકતાં. બાપ જ્યારે આવીને શિક્ષણ આપે છે,
ત્યારે તમે જાણો છો. આ પણ સમજો છો આપણે આત્મા પવિત્ર બનીશું ત્યારે જ સ્વયં નાં ઘરે
જઈ શકીશું. પછી અથવા તો યોગબળ થી અથવા સજાઓ નાં બળથી પાવન બનવાનું છે. બાપ તો
સમજાવતા રહે છે જેટલું બાપને યાદ કરશો તેટલાં તમે પાવન બનશો. યાદ નહીં કરશો તો પતિત
જ રહી જશો પછી બહુ જ સજાઓ ખાવી પડશે અને પદ પણ ભ્રષ્ટ થઇ જશે. બાપ સ્વયં બેસી તમને
સમજાવે છે. તમે આમ-આમ ઘરે જઈ શકો છો. બ્રહ્માંડ શું છે, સૂક્ષ્મવતન શું છે, કંઈ પણ
ખબર નથી. સ્ટુડન્ટ પહેલા થોડી કંઈ જાણે છે, જ્યારે ભણવાનું શરુ કરે છે તો પછી નોલેજ
મળે છે. નોલેજ પણ કોઈ નાની, કોઈ મોટી હોય છે. આઈ.સી.એસ ની પરીક્ષા આપી તો પછી કહેશે
નોલેજફુલ. આનાંથી ઊંચી નોલેજ કોઈ હોતી નથી. હવે તમે પણ કેટલું ઊંચી નોલેજ શીખો છો.
બાપ તમને પવિત્ર બનવાની યુક્તિ બતાવે છે કે બાળકો, મામેકમ્ યાદ કરો તો તમે પતિત થી
પાવન બનશો. અસલ માં આપ આત્માઓ પાવન હતાં. ઉપર સ્વયંનાં ઘરમાં રહેવા વાળા હતાં,
જ્યારે તમે સતયુગમાં જીવનમુક્તિમાં છો તો બાકી બધાં મુક્તિધામ માં રહે છે. મુક્તિ
અને જીવનમુક્તિ બંનેને આપણે શિવાલય કહી શકીએ છીએ. મુક્તિમાં શિવબાબા પણ રહે છે, આપણે
બાળકો (આત્માઓ) પણ રહીએ છીએ. આ છે રુહાની હાઈએસ્ટ નોલેજ. તેઓ કહે છે અમે ચંદ્રની
ઉપર જઈને રહીશું. કેટલું માથુ મારે છે. બહાદુરી દેખાડે છે. આટલા મલ્ટી-મિલિયન માઈલ
ઉપર જાય છે, પરંતુ તેમની આશ પૂર્ણ નથી થતી અને તમારી આશ પૂરી થઈ જાય છે. તેમનો છે
જુઠ્ઠો શરીરનો ઘમંડ. તમારો છે રુહાની ઘમંડ. તેઓ માયાની બહાદુરી કેટલી દેખાડે છે.
મનુષ્ય કેટલી તાળીઓ પાડે છે, શુભેચ્છા આપે છે. મળે પણ બહુ જ છે. કરીને ૫-૧૦ કરોડ
મળશે. આપ બાળકોને આ જ્ઞાન છે કે તેમને આ જે પૈસા મળે છે, બધાં ખતમ થઇ જશે. બાકી થોડા
દિવસ જ સમજો. આજે શું છે, કાલે શું થશે! આજે તમે નર્કવાસી છો, કાલે સ્વર્ગવાસી બની
જશો. સમય કોઈ વધારે નથી લાગતો, તો તેમની છે શારીરિક તાકાત અને તમારી છે રુહાની
તાકાત. જે ફક્ત તમે જ જાણો છો. તેઓ શારીરિક તાકાત થી ક્યાં સુધી જશે? ચંદ્ર, તારા
સુધી પહોંચશે અને લડાઈ શરુ થઈ જશે. પછી એ બધું ખતમ થઇ જશે. તેમની હુનર અહીં જ ખતમ
થઇ જશે. તેઓની છે શારીરિક સૌથી ઊંચી હુનર, તમારી છે રુહાની સૌથી ઊંચી હુનર. તમે
શાંતિધામ માં જાઓ છો. એનું નામ જ છે સ્વીટ હોમ. તે લોકો કેટલા ઉપર જાય છે અને તમે
પોતાનો હિસાબ કરો - તમે કેટલા માઈલ ઉપર જાઓ છો? તમે કોણ? આત્માઓ. બાપ કહે છે હું
કેટલા માઈલ ઉપરમાં રહું છું. ગણતરી કરી શકશો! તેમની પાસે તો ગણતરી છે, બતાવે છે આટલા
માઈલ ઉપર ગયા, પછી પાછા આવે છે. બહુ જ ખબરદારી રાખે છે, આમ ઉતરીશું આમ કરીશું, બહુ
જ અવાજ થાય છે. તમારો શું અવાજ હશે? તમે ક્યાં જાઓ છો પાછા કેવી રીતે આવો છો, કોઈને
ખબર નથી. તમને શું પ્રાઈઝ મળે છે, આ પણ તમે જ જાણો. વન્ડરફુલ છે. બાબા ની કમાલ છે,
કોઈને ખબર નથી. તમે તો કહેશો આ નવી વાત થોડી જ છે? દર ૫ હજાર વર્ષ પછી તેઓ પોતાની આ
પ્રેક્ટિસ કરતા રહેશે. તમે આ સૃષ્ટિ રુપી ડ્રામાનાં આદિ, મધ્ય, અંત સમયગાળા વગેરે
ને સારી રીતે જાણો છો. તો તમને અંદર નશો હોવો જોઈએ-બાબા અમને શું શીખવાડે છે. બહુ જ
ઊંચો પુરુષાર્થ કરે છે ફરી પણ કરશે. આ બધી વાતો બીજા કોઈ નથી જાણતા. બાપ છે ગુપ્ત.
તમને કેટલું રોજ સમજાવે છે. તમને કેટલી નોલેજ આપે છે. તે લોકોને જવાનું છે હદ સુધી.
તમે બેહદમાં જાઓ છો. તેઓ ચંદ્રમા સુધી જાય છે, હવે તે તો મોટી-મોટી બત્તીઓ છે, બીજું
તો કંઈ છે નહીં. તેમને ધરતી બહુજ નાની જોવામાં આવે છે. તો તેમનું શારીરિક નોલેજ અને
તમારાં નોલેજ માં કેટલો ફરક છે? તમારો આત્મા કેટલો નાનો છે. પરંતુ રોકેટ બહુ જ તેજ
છે. આત્માઓ ઉપર માં રહે છે પાછા આવે છે પાર્ટ ભજવવા. એ પણ સુપ્રીમ આત્મા છે. પરંતુ
એમની પૂજા કેવી રીતે થાય? ભક્તિ પણ જરુર થવાની જ છે.
બાબાએ સમજાવ્યું છે
અડધોકલ્પ છે જ્ઞાન-દિવસ, અડધોકલ્પ છે ભક્તિ-રાત. હમણાં સંગમયુગ પર તમે જ્ઞાન લો છો.
સતયુગમાં તો જ્ઞાન હોતું નથી એટલે આને પુરુષોત્તમ સંગમયુગ કહેવાય છે. બધાંને
પુરુષોત્તમ બનાવે છે. તમારો આત્મા કેટલો દૂર-દૂર જાય છે, તમને ખુશી છે ને ? તેઓ
હુનર દેખાડે છે તો બહુ જ પૈસા મળે છે. ભલે કેટલા પણ મળે પરંતુ તમે સમજો છો એ કંઈ પણ
સાથે આવવાનું નથી. હમણાં મર્યા કે મર્યા. બધું ખતમ થઈ જવાનું છે. હમણાં તમને કેટલાં
વેલ્યુબલ રત્ન મળે છે, આની વેલ્યુ કોઈ ગણી નથી શકાતી. લાખ-લાખ રુપિયા એક-એક વર્શન્સ
(શબ્દ)નાં છે. કેટલા સમય થી તમે સાંભળતાં આવો છો. ગીતામાં કેટલી વેલ્યુબલ (મૂલ્યવાન)
નોલેજ છે. આ એક જ ગીતા છે જેને મોસ્ટ વેલ્યુબલ કહે છે. સર્વશાસ્ત્રમઈ શિરોમણી
શ્રીમત ભગવત્ ગીતા છે. તે લોકો ભલે વાંચતા રહે છે પરંતુ અર્થ થોડી જ સમજે છે? ગીતા
વાંચવાથી શું થશે? હવે બાપ કહે છે મને યાદ કરો તો તમે પાવન બનશો. ભલે તેઓ ગીતા વાંચે
છે પરંતુ એકનો પણ બાપથી યોગ નથી. બાપને જ સર્વવ્યાપી કહી દે છે. પાવન પણ બની નથી
શકતાં. હવે આ લક્ષ્મી-નારાયણનાં ચિત્ર તમારી સામે છે. આમને દેવતા કહેવાય છે કારણ કે
દૈવીગુણ છે. આપ આત્માઓએ પવિત્ર બની બધાએ પોતાનાં ઘરે જવાનું છે. નવી દુનિયામાં તો
આટલા મનુષ્ય હોતા નથી. બાકી બધા આત્માઓએ જવું પડશે પોતાનાં ઘરે. તમને બાપ પણ
વન્ડરફુલ નોલેજ આપે છે, જેનાંથી તમે મનુષ્ય થી દેવતા બહુ જ ઊંચાં બનો છો. તો આવાં
ભણતર પર એટેન્શન પણ એટલું જોઈએ. આ પણ સમજે છે જેવું જેમણે કલ્પ પહેલા અટેન્શન આપ્યું
છે, એવું આપતાં રહશે. ખબર પડતી રહે છે. બાપ સર્વિસનાં સમાચાર સાંભળીને ખુશ પણ થાય
છે. બાપ ને ક્યારેય ચિઠ્ઠી જ નથી લખતા તો સમજે છે તેમનો બુદ્ધિયોગ ક્યાંક
ઠીક્કર-ભિત્તર તરફ લાગી ગયો છે. દેહ-અભિમાન આવેલું છે, બાપને ભૂલી ગયા છે. નહીં તો
વિચાર કરો લવ મેરેજ થાય છે તો તેમનો કેટલો પરસ્પર પ્રેમ હોય છે. હા, કોઈ-કોઈ નાં
વિચાર બદલાઈ જાય છે તો સ્ત્રી ને પણ મારી નાંખે છે. આ તમારા છે એમની સાથે લવ મેરેજ.
બાપ આવીને તમને સ્વયંનો પરિચય આપે છે. તમે જાતે જ પરિચય નથી મેળવતાં. બાપે આવવું પડે
છે. બાપ આવશે ત્યારે જ્યારે દુનિયા જૂની હશે. જૂની ને નવી બનાવવા જરુર સંગમ પર જ
આવશે. બાપ ની ડ્યુટી નવી દુનિયા સ્થાપન કરવાની છે. તમને સ્વર્ગ નાં માલિક બનાવી દે
છે તો આવાં બાપની સાથે કેટલો લવ હોવો જોઈએ પછી કેમ કહો છો બાબા, અમે ભૂલી જઈએ છીએ?
કેટલા ઊંચે થી ઊંચા બાપ છે. એમનાં થી ઊંચું કોઈ હોતું જ નથી. મનુષ્ય મુક્તિ માટે
કેટલું માથુ મારે છે, ઉપાય કરે છે. કેટલું જુઠ્ઠું, ઠગી ચાલી રહી છે. મહર્ષિ વગેરે
નું કેટલું નામ છે. ગવર્મેન્ટ ૧૦-૨૦ એકર જમીન આપી દે છે. એવું નથી કે ગવર્મેન્ટ કોઈ
ઈરિલિજિયસ (અધાર્મિક) છે, તેમનાંમાં કોઈ મિનિસ્ટર રિલિજિયસ (ધાર્મિક) છે, કોઈ
અનરિલિજિયસ (અધાર્મિક). કોઈ ધર્મને માનતા જ નથી. કહેવાય છે રિલીજન ઈઝ માઈટ (ધર્મ
માં શક્તિ છે). ક્રિશ્ચન માં માઈટ (શક્તિ) હતી ને? આખા ભારતને હપ કરીને ગયા. હમણાં
ભારતમાં કોઈ માઈટ (શક્તિ) નથી. કેટલા ઝઘડા મારામારી લાગેલાં છે. તે જ ભારત શું હતું?
બાપ કેવી રીતે, ક્યાં આવે છે, કોઈને કંઈ પણ ખબર નથી. તમે જાણો છો મગધ દેશમાં આવે
છે, જયાં મગર-મચ્છ હોય છે. મનુષ્ય એવા છે જે બધુ જ ખાઈ જાય. સૌથી વધારે વૈષ્ણવ ભારત
હતું. આ વૈષ્ણવ રાજ્ય છે ને? ક્યાં આ મહાન પવિત્ર દેવતાઓ, ક્યાં આજકાલ જુઓ, શું-શું
હપ કરતા જાય છે? આદમખોર પણ બની જાય છે. ભારત ની શું હાલત થઈ ગઈ છે? હમણાં તમને બધા
રહસ્ય સમજાવી રહ્યા છે. ઉપરથી લઈને નીચે સુધી પૂરું જ્ઞાન આપે છે. પહેલા-પહેલા તમે
જ આ પૃથ્વી પર હોવ છો પછી મનુષ્ય વૃદ્ધિને પામે છે. હમણાં થોડા સમયમાં હાહાકાર થઇ
જશે પછી હાય-હાય કરતા રહેશે. સ્વર્ગ માં જુઓ કેટલું સુખ છે? આ મુખ્ય ઉદ્દેશ ની
નિશાની જુઓ. આ બધી આપ બાળકોએ ધારણા પણ કરવાની છે. કેટલું ઊંચું ભણતર છે. બાપ કેટલું
ક્લિયર કરી સમજાવે છે. માળા નું રહસ્ય પણ સમજાવ્યું છે. ઉપરમાં ફૂલ છે શિવબાબા, પછી
મેરુ.....પ્રવૃત્તિ માર્ગ છે ને. નિવૃત્તિ માર્ગ વાળાને તો માળા ફરાવવાનો હુકમ નથી.
આ છે જ દેવી-દેવતાઓ ની માળા, તેમણે કેવી રીતે રાજ્ય લીધું છે, તમારામાં પણ નંબરવાર
છે. કોઈ-કોઈ છે જે બેધડક થઈ કોઈને પણ સમજાવે છે - આવો તો અમે તમને એવી વાત બતાવીએ
જે બીજું કોઈ બતાવી જ નથી શકતા. સિવાય શિવબાબા નાં બીજું કોઈ જાણતું જ નથી. તેમને આ
રાજયોગ કોણે શીખવાડ્યો? બહુ જ રસ થી બેસીને સમજાવવું જોઈએ. આ ૮૪ જન્મ કેવી રીતે લે
છે? દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર… બાપ જેટલી સહજ નોલેજ બતાવે છે અને પવિત્ર પણ
બનવાનું છે ત્યારે જ ઊંચું પદ મેળવશો. આખા વિશ્વ પર શાંતિ સ્થાપન કરવા વાળા તમે છો.
બાપ તમને રાજ્ય ભાગ્ય આપે છે. દાતા છે ને? એ કંઈ લેતા નથી. તમારા ભણતરની આ છે
પ્રાઈઝ (ઇનામ). આવી પ્રાઈઝ તો બીજું કોઈ આપી ન શકે. તો આવા બાપને પ્રેમ થી કેમ નથી
યાદ કરતા? લૌકિક બાપ ને તો આખું જીવન યાદ કરો છો. પારલૌકિક ને કેમ નથી યાદ કરતા.
બાપે બતાવ્યું છે આ યુદ્ધ નું મેદાન છે, સમય લાગે છે પાવન બનવામાં. એટલો જ સમય લાગે
છે જ્યાં સુધી લડાઈ પૂરી થાય. એવું નથી જે શરુમાં આવ્યા છે તે પૂરા પાવન હશે. બાબા
કહે છે માયાની લડાઈ બહુ જોરથી ચાલે છે. સારા-સારા ને પણ માયા જીતી લે છે. એટલી તો
બળવાન છે. જે પડે છે તે પછી મોરલી પણ ક્યાંથી સાંભળે? સેવાકેન્દ્ર પર તો આવતા જ નથી
તો તેમને કેવી રીતે ખબર પડે? માયા એકદમ વર્થ નોટ અ પેની (કોડીતુલ્ય) બનાવી દે છે.
મોરલી જ્યારે વાંચે ત્યારે સુજાગ થાય. ગંદા કામમાં લાગી જાય છે. કોઈ સેન્સીબલ (સમજદાર)
બાળક હોય જે તેમને સમજાવે - તમે માયા થી કેવી રીતે હાર ખાધી છે? બાબા તમને શું
સંભળાવે છે? તમે પછી ક્યાં જઇ રહ્યા છો? જુઓ છો, આમને માયા ખાઇ રહી છે તો બચાવવાની
કોશિશ કરવી જોઈએ. ક્યાંક માયા બધું હપ ન કરી લે. ફરી થી સુજાગ થઈ જાઓ. નહીં તો ઊંચ
પદ નહીં પામો. સદ્દગુરુ ની નિંદા કરાવે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ થી
સાઈલેન્સ ની હુનર શીખીને આ હદની દુનિયા થી પાર બેહદ માં જવાનું છે. નશો રહે બાપ
આપણને કેટલું વન્ડરફુલ જ્ઞાન આપીને કેટલી મોટી પ્રાઇઝ (ઈનામ) આપે છે.
2. બેધડક થઈને બહુ જ
રસીલા ઢંગ થી સેવા કરવાની છે. માયા ની લડાઈમાં બળવાન બની જીત મેળવવાની છે. મોરલી
સાંભળીને સુજાગ રહેવાનું છે અને બધાંને સુજાગ કરવાનાં છે.
વરદાન :-
પરમપૂજ્ય બની
પરમાત્મ - પ્રેમ નો અધિકાર પ્રાપ્ત કરવા વાળા સંપૂર્ણ સ્વચ્છ આત્મા ભવ
સદા એ સ્મૃતિ જીવન
માં લાવો કે હું પૂજ્ય આત્મા આ શરીરરુપી મંદિર માં વિરાજમાન છું. એવાં પૂજ્ય આત્મા
જ સર્વ નાં પ્યારા છે. એમની જડ મૂર્તિ પણ બધાને પ્યારી લાગે છે. કોઈ પરસ્પર ભલે
ઝઘડતા હોય પરંતુ મૂર્તિને પ્રેમ કરશે કારણકે એમનામાં પવિત્રતા છે. તો પોતાને સ્વયં
થી પૂછો મન-બુદ્ધિ સંપૂર્ણ સ્વચ્છ બન્યાં છે, જરા પણ અસ્વચ્છતા મિક્સ તો નથી? જે એવા
સંપૂર્ણ સ્વચ્છ છે તે જ પરમાત્મ-પ્રેમ નાં અધિકારી છે.
સ્લોગન :-
જ્ઞાન નાં
ખજાના ને સ્વયં માં ધારણ કરી દરેક સમયે, દરેક કર્મ સમજ થી કરવા વાળા જ જ્ઞાની તૂ
આત્મા છે.