16-12-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ પાવન બનવાનું ભણતર બધા ભણતર કરતાં સહજ છે , આને બાળકો , જુવાન , વૃદ્ધ બધા ભણી શકે છે , ફક્ત ૮૪ જન્મો ને જાણવાના છે”

પ્રશ્ન :-
દરેક નાનાં તથા મોટાઓએ કઈ પ્રેક્ટિસ (અભ્યાસ) જરુર કરવી જોઈએ?

ઉત્તર :-
દરેકે મોરલી ચલાવવાની પ્રેક્ટિસ જરુર કરવી જોઈએ કારણકે તમે મોરલીધર નાં બાળકો છો. જો મોરલી નથી ચલાવતાં તો ઊંચ પદ નહીં મેળવી શકશો. કોઈ ને સંભળાવતા રહો તો મુખ ખુલી જશે. તમારે દરેકે બાપ સમાન શિક્ષક જરુર બનવાનું છે. જે ભણો છો તે ભણાવવાનું છે. નાનાં બાળકોને પણ આ ભણતર ભણવાનો હક છે. તે પણ બેહદ નાં બાપ નો વારસો લેવાના અધિકારી છે.

ઓમ શાંતિ!
હવે આવે છે શિવબાબા ની જયંતિ. એના પર કેવી રીતે સમજાવવું જોઈએ? બાપે તમને સમજાવ્યું છે તેમ તમારે પછી બીજાઓને સમજાવવાનું છે. એવું તો નથી, બાબા જેમ તમને ભણાવે છે એવી રીતે બાબાએ જ બધાને ભણાવવાનું છે. શિવબાબાએ તમને ભણાવ્યા છે, જાણો છો આ શરીર દ્વારા ભણાવ્યા છે. બરોબર આપણે શિવબાબા ની જયંતિ મનાવીએ છીએ. આપણે નામ પણ શિવ નું લઈએ છીએ, એ તો છે જ નિરાકાર. એમને શિવ કહેવાય છે. તે લોકો કહે છે - શિવ તો જન્મ-મરણ રહિત છે. એમની પછી જયંતિ કેવી રીતે હશે? આ તો તમે જાણો છો કેવી રીતે નંબરવાર મનાવતા આવે છે. મનાવતા જ રહેશે. તો તેમને સમજાવવા પડે. બાપ આવીને આ તન નો આધાર લે છે. મુખ તો જરુર જોઈએ, એટલે ગૌમુખ ની મહિમા છે. આ રહસ્ય થોડું પેચીદું છે. શિવબાબા નાં કર્તવ્ય ને સમજવાનું છે. આપણા બેહદનાં બાપ આવેલા છે, એમની પાસેથી જ આપણને બેહદ નો વારસો મળે છે. બરોબર ભારત ને બેહદનો વારસો હતો બીજા કોઈને હોતો નથી. ભારત ને જ સચખંડ કહેવાય છે અને બાપ ને પણ સત્ય કહેવાય છે. તો આ વાતો સમજાવવી પડે છે પછી કોઈને જલ્દી સમજ માં નથી આવતી. કોઈ ઝટ સમજી જાય છે. આ યોગ અને ભણતર બંને ખસી જવા વાળી વસ્તુ છે. એમાં પણ યોગ વધારે ખસી જાય છે. નોલેજ તો બુદ્ધિમાં રહે જ છે બાકી યાદ જ ઘડી-ઘડી ભૂલાય છે. નોલેજ તો તમારી બુદ્ધિ માં છે જ કે આપણે કેવી રીતે ૮૪ જન્મ લઈએ છીએ? જેમને આ નોલેજ છે એ જ બુદ્ધિ થી સમજી શકે છે કે જે પહેલાં-પહેલાં નંબર માં આવે છે એ જ ૮૪ જન્મ લેશે. પહેલાં ઊંચા માં ઊંચા લક્ષ્મી-નારાયણ ને કહેવાશે. નર થી નારાયણ બનવાની કથા પણ પ્રસિદ્ધ છે. પૂર્ણિમા પર ઘણી જગ્યાએ સત્યનારાયણ ની કથા ચાલે છે. હવે તમે જાણો છો આપણે સાચ્ચે જ બાબા દ્વારા નર થી નારાયણ બનવાનું ભણતર ભણીએ છીએ. આ છે પાવન બનવાનું ભણતર અને છે પણ બધા ભણતર કરતાં બિલકુલ સહજ. ૮૪ જન્મો નાં ચક્ર ને જાણવાનું છે અને પછી આ ભણતર બધા માટે એક જ છે. વૃદ્ધ, બાળકો, જુવાન જે પણ હોય બધા માટે એક જ ભણતર છે. નાનાં બાળકો ને પણ હક છે. જો માતા-પિતા તેમને થોડું-થોડું શીખવાડતા રહે તો સમય તો બહુ પડ્યો છે. બાળકોને પણ આ શીખવાડાય છે કે શિવબાબા ને યાદ કરો. આત્મા અને શરીર બંને નાં બાપ અલગ-અલગ છે. આત્મા બાળક પણ નિરાકારી છે તો બાપ પણ નિરાકારી છે. આ પણ આપ બાળકો ની બુદ્ધિ માં છે એ નિરાકાર શિવબાબા આપણા બાપ છે, કેટલાં નાનાં (સુક્ષ્મ) છે? આ સારી રીતે યાદ રાખવાનું છે. ભૂલવું ન જોઈએ. આપણે આત્મા પણ બિંદુ ની જેમ નાનાં છીએ. એવું નથી, ઉપર જઈશું તો મોટું દેખાશે, નીચે નાનું થઈ જશે. ના, તે તો છે બિંદુ. ઉપર જશો તો તમને જાણે દેખાશે પણ નહીં. બિંદુ છે ને? બિંદુ શું દેખાશે? આ વાતો પર બાળકોએ સારી રીતે વિચાર પણ કરવાનો છે. આપણે આત્મા ઉપર થી આવ્યા છીએ, શરીર દ્વારા પાર્ટ ભજવવા. આત્મા ઘટતો-વધતો નથી. ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) પહેલા નાનાં, પછી મોટા થાય છે.

હમણાં જેમ તમે સમજ્યું છે તેમ પછી બીજાઓને સમજાવવાનું છે. આ તો જરુર છે નંબરવાર જે જેટલું ભણ્યા છે એટલું જ ભણાવે છે, બધાએ શિક્ષક પણ જરુર બનવાનું છે. શિખવાડવા માટે. બાપ માં તો નોલેજ છે, એ આટલાં નાનાં પરમ આત્મા છે, સદૈવ પરમધામ માં રહે છે. અહીં એક જ વાર સંગમ પર આવે છે. બાપ ને પોકારે પણ ત્યારે છે જ્યારે ખૂબ જ દુઃખી થાય છે. કહે છે આવીને અમને સુખી બનાવો. બાળકો હવે જાણે છે આપણે પોકારતા રહીએ છીએ-બાબા, આવીને અમને પતિત દુનિયા માંથી નવી સતયુગી સુખી પાવન દુનિયા માં લઈ ચાલો અથવા ત્યાં જવાનો રસ્તો બતાવો. એ પણ જ્યારે સ્વયં આવે ત્યારે તો રસ્તો બતાવે. એ આવશે ત્યારે જ્યારે દુનિયાને બદલવાની હશે. આ ખૂબ સરળ વાતો છે, નોંધ કરવાની છે. બાબાએ આજે આ સમજાવ્યું છે, અમે પણ એવી રીતે સમજાવીએ છીએ. આવી પ્રેક્ટિસ કરતા-કરતા મુખ ખુલી જશે. તમે મોરલીધર નાં બાળકો છો, તમારે મોરલીધર જરુર બનવાનું છે. જ્યારે બીજાઓનું કલ્યાણ કરશો ત્યારે તો નવી દુનિયા માં ઊંચ પદ મેળવશો. તે ભણતર તો છે અહીં માટે. આ છે ભવિષ્ય નવી દુનિયા માટે. ત્યાં તો સદૈવ સુખ જ સુખ છે. ત્યાં ૫ વિકાર હેરાન કરવા વાળા હોતા જ નથી. અહીં રાવણ રાજ્ય અર્થાત્ પારકા રાજ્ય માં આપણે છીએ. તમે જ પહેલાં પોતાનાં રાજ્ય માં હતાં. તમે કહેશો નવી દુનિયા, પછી ભારત ને જ જૂની દુનિયા કહેવાય છે. ગાયન પણ છે નવી દુનિયામાં ભારત… એવું નહીં કહેવાશે કે નવી દુનિયા માં ઈસ્લામી, બૌદ્ધી. ના. હમણાં તમારી બુદ્ધિ માં છે બાપ આવીને આપણને બાળકોને જગાડે છે. ડ્રામા માં પાર્ટ જ એમનો એવો છે. ભારતને જ આવીને સ્વર્ગ બનાવે છે. ભારત જ પહેલો દેશ છે. ભારત પ્રથમ દેશ ને જ સ્વર્ગ કહેવાય છે. ભારત ની આયુ પણ મર્યાદિત છે. લાખો વર્ષ કહેવું આ તો અમર્યાદિત થઈ જાય છે. લાખો વર્ષ ની કોઈ વાત સ્મૃતિ માં આવી જ ન શકે. નવું ભારત હતું, હવે જૂનું ભારત જ કહેવાશે. ભારત જ નવી દુનિયા હશે. તમે જાણો છો આપણે હવે નવી દુનિયાનાં માલિક બની રહ્યા છીએ. બાપે સલાહ આપી છે મને યાદ કરો તો તમારો આત્મા નવો પ્યોર (પવિત્ર) બની જશે પછી શરીર પણ નવું મળશે. આત્મા અને શરીર બંને સતોપ્રધાન બને છે. તમને રાજ્ય મળે જ છે સુખ માટે. આ પણ ડ્રામા અનાદિ બનેલો છે. નવી દુનિયા માં સુખ અને શાંતિ છે. ત્યાં કોઈ તોફાન વગેરે નથી હોતાં. બેહદ ની શાંતિ માં બધા શાંત થઈ જાય છે. અહીં છે અશાંતિ તો બધા અશાંત છે. સતયુગ માં બધા શાંત હોય છે. વન્ડરફુલ વાતો છે ને? આ અનાદિ પૂર્વ નિર્ધારિત ખેલ છે. આ છે બેહદની વાતો. તેઓ હદની બેરિસ્ટરી, એન્જિનિયરિંગ વગેરે ભણે છે. હમણાં તમારી બુદ્ધિ માં બેહદની નોલેજ છે. એક જ વાર બાપ આવીને બેહદ નાં ડ્રામા નાં રહસ્ય સમજાવે છે. પહેલાં તો આ નામ પણ નહોતું સાંભળ્યું કે બેહદ નો ડ્રામા કેવી રીતે ચાલે છે? હમણાં સમજો છો સતયુગ-ત્રેતા જરુર તે પસાર થઈ ગયા, તેમાં આમનું રાજ્ય હતું. ત્રેતા માં રામરાજ્ય હતું, પછી બીજા-બીજા ધર્મ આવ્યા છે. ઈસ્લામી, બૌદ્ધી, ક્રિશ્ચન… બધા ધર્મો ની પૂરી ખબર છે. આ બધા ૨૫૦૦ વર્ષ ની અંદર આવ્યા છે. તેમાં ૧૨૫૦ વર્ષ કળિયુગ છે. બધો હિસાબ છે ને? એવું તો નથી, સૃષ્ટિ ની આયુ જ ૨૫૦૦ વર્ષ છે. ના. સારું, પછી બીજા કોણ હતાં? વિચાર કરાય છે. તેમની પહેલાં બરોબર દેવી-દેવતા… એ પણ હતાં તો મનુષ્ય જ. પરંતુ દૈવીગુણો વાળા હતાં. સૂર્યવંશી-ચંદ્રવંશી ૨૫૦૦ વર્ષ માં. બાકી અડધા માં તે બધા હતાં. આનાથી વધારે તો કોઈ હિસાબ-કિતાબ નિકળી ન શકે. આખું, પોણું, અડધું, પા. ચાર ભાગ છે. કાયદેસર ટુકડા-ટુકડા કરશે ને? અડધા માં તો આ છે. કહે પણ છે સતયુગ માં સૂર્યવંશી રાજ્ય, ત્રેતા માં ચંદ્રવંશી રામરાજ્ય - આ તમે સિદ્ધ કરીને બતાવો છો. તો જરુર સૌથી લાંબુ આયુષ્ય એમનું હશે, જે પહેલાં-પહેલાં સતયુગ માં આવે છે. કલ્પ જ ૫ હજાર વર્ષનું છે. તે લોકો ૮૪ લાખ યોનીઓ કહી દે છે તો કલ્પની આયુ પણ લાખો વર્ષ કહી દે છે. કોઈ માને પણ નહીં. આટલી મોટી દુનિયા હોઈ પણ ન શકે. તો બાપ સમજાવે છે - તે બધું છે અજ્ઞાન અને આ છે જ્ઞાન. જ્ઞાન ક્યાંથી આવ્યું-આ પણ કોઈને ખબર નથી. જ્ઞાન નાં સાગર તો એક જ બાપ છે, એ જ જ્ઞાન આપે છે મુખ દ્વારા. કહે છે ગૌમુખ. આ ગૌમાતા દ્વારા તમને બધાને એડોપ્ટ કરે છે. આ થોડીક વાતો સમજાવવા માં તો ખૂબ સહજ છે. એક દિવસ સમજાવીને પછી છોડી દેશો તો બુદ્ધિ પછી બીજી-બીજી વાતો માં લાગી જશે. સ્કૂલ માં એક દિવસ ભણાય છે કે નિયમિત ભણવાનું હોય છે? નોલેજ એક દિવસ માં ન સમજી શકાય. બેહદ નાં બાપ આપણને ભણાવે છે તો જરુર બેહદનું ભણતર હશે. બેહદનું રાજ્ય આપે છે. ભારત માં બેહદ નું રાજ્ય હતું ને? આ લક્ષ્મી-નારાયણ બેહદ નું રાજ્ય કરતા હતાં. કોઈને આ વાતો સ્વપ્ન માં પણ નથી, જે પૂછે કે તેમણે રાજ્ય કેવી રીતે લીધું? તેમનાં માં પવિત્રતા વધારે હતી, યોગી છે ને એટલે આયુષ્ય પણ લાંબુ હોય છે. આપણે જ યોગી હતાં. પછી ૮૪ જન્મ લઈ ભોગી પણ જરુર બનવાનું છે. મનુષ્ય નથી જાણતા કે આ પણ જરુર પુનર્જન્મ માં આવ્યા હશે. આમને ભગવાન-ભગવતી નથી કહેવાતાં. આમનાં પહેલાં તો કોઈ નથી જેમણે ૮૪ જન્મ લીધાં હોય. પહેલાં-પહેલાં જે સતયુગ માં રાજ્ય કરે છે તે જ ૮૪ જન્મ લે છે પછી નંબરવાર નીચે આવે છે. આપણે આત્મા જ દેવતા બનીશું પછી આપણે ક્ષત્રિય... ડિગ્રી ઓછી થશે. ગવાય પણ છે પૂજ્ય થી પુજારી. સતોપ્રધાન થી પછી તમોપ્રધાન બને છે. એવી રીતે પુનર્જન્મ લેતાં-લેતાં નીચે ચાલ્યા જશે. આ કેટલું સહજ છે? પરંતુ માયા એવી છે જે બધી વાતો ભુલાવી દે છે. આ બધાં મુદ્દાઓ ભેગા કરીને પુસ્તક વગેરે બનાવે, પરંતુ તે તો કંઈ રહેશે નહીં. આ ટેમ્પરરી (થોડા સમય માટે) છે. બાપે કોઈ ગીતા નથી સંભળાવી. બાપ તો જેમ હમણાં સમજાવી રહ્યા છે, એમ સમજાવ્યું હતું. આ વેદ-શાસ્ત્ર વગેરે બધા પછી બને છે. આ બધું સંગ્રહ કરેલું જે છે, વિનાશ થશે તો આ બધું બળી જશે. સતયુગ-ત્રેતા માં કોઈ પુસ્તક હોતા નથી પછી ભક્તિ માર્ગ માં બને છે. કેટલી ચીજો બને છે? રાવણ ને પણ બનાવે છે પરંતુ બેસમજી થી. કંઈ પણ બતાવી નથી શકતાં. બાપ સમજાવે છે આ દર વર્ષે બનાવે છે અને બાળે છે, જરુર આ મોટો દુશ્મન છે. પરંતુ દુશ્મન કેવી રીતે છે? આ કોઈ નથી જાણતાં. તે સમજે છે સીતા ને ચોરીને લઈ ગયા એટલે કદાચ દુશ્મન છે. રામ ની સીતા ને ચોરીને લઈ જાય તો મોટો ડાકુ થયો ને? ક્યારે ચોરી કરી? ત્રેતા માં કહે કે ત્રેતા નાં અંત માં? આ વાતો પર પણ વિચાર કરાય છે. ક્યારે ચોરી થવી જોઈએ? કયા રામ ની સીતા ચોરાઈ? રામ-સીતા ની પણ રાજધાની ચાલી છે શું ? એક જ રામ-સીતા ચાલ્યાં આવ્યા છે શું? આ તો શાસ્ત્રો માં જેમ એક કહાણી લખેલી છે. વિચાર કરાય છે - કઈ સીતા? ૧૨ નંબર હોય છે ને રામ-સીતા. તો કઈ સીતા ને ચોરી? જરુર અંત ની હશે. આ જે કહે છે કે રામ ની સીતા ચોરાઈ ગઈ. હવે રામ નાં રાજ્ય માં આખો સમય એક નું જ રાજ્ય તો નહીં હશે. જરુર રાજધાની હશે. તો કયા નંબર ની સીતા ચોરાઈ? આ બધી ખૂબ સમજવાની વાતો છે. આપ બાળકો બહુ જ શીતળતા થી કોઈને પણ આ બધા રહસ્ય સમજાવી શકો છો.

બાપ સમજાવે છે ભક્તિ માર્ગ માં મનુષ્ય કેટલાં ધક્કા ખાતા-ખાતા દુઃખી થઈ ગયા છે. જ્યારે અતિ દુઃખી થાય છે ત્યારે બૂમો પાડે છે-બાબા, આ દુ:ખ થી છોડાવો. રાવણ તો કોઈ ચીજ નથી ને? જો છે તો પોતાનાં રાજા ને પછી દર વર્ષે મારે કેમ છે? રાવણની જરુર સ્ત્રી પણ હશે. મંદોદરી દેખાડે છે. મંદોદરી નું પૂતળું બનાવીને બાળે, એવું ક્યારેય જોયું નથી. તો બાપ સમજાવે છે આ છે જ જુઠ્ઠી માયા, જુઠ્ઠી કાયા… હમણાં તમે જુઠ્ઠા મનુષ્ય થી સાચાં દેવતા બનવા બેઠાં છો. ફરક તો થયો ને? ત્યાં તો સદૈવ સાચું બોલશે. તે છે સચખંડ. આ છે જુઠ્ઠખંડ. તો જુઠ્ઠું જ બોલતા રહે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
૧) જ્ઞાન-સાગર બાપ જે રોજ બેહદ નું ભણતર ભણાવે છે, એના પર વિચાર સાગર મંથન કરવાનું છે. જે ભણ્યા છો તે બીજાઓ ને પણ જરુર ભણાવવાનું છે.

૨) આ બેહદ નો ડ્રામા કેવી રીતે ચાલે છે, આ આ અનાદિ પૂર્વ નિર્ધારિત વન્ડરફુલ ડ્રામા છે. આ રહસ્ય ને સારી રીતે સમજીને પછી સમજાવવાનું છે.

વરદાન :-
પવિત્રતા ની શ્રેષ્ઠ ધારણા દ્વારા એક ધર્મ નાં સંસ્કાર વાળા સમર્થ સમ્રાટ ભવ

તમારા સ્વરાજ્ય નો ધર્મ અર્થાત્ ધારણા છે “પવિત્રતા”. એક ધર્મ અર્થાત્ એક ધારણા. સ્વપ્ન કે સંકલ્પ માત્ર પણ અપવિત્રતા અર્થાત્ બીજો ધર્મ ન હોય કારણકે જ્યાં પવિત્રતા છે ત્યાં અપવિત્રતા અર્થાત્ વ્યર્થ અથવા વિકલ્પ નું નામો-નિશાન નહીં હશે. એવા સંપૂર્ણ પવિત્રતા નાં સંસ્કાર ભરવા વાળા જ સમર્થ સમ્રાટ છે. હમણાં નાં શ્રેષ્ઠ સંસ્કારો નાં આધાર થી ભવિષ્ય સંસાર બને છે. હમણાં નાં સંસ્કાર ભવિષ્ય સંસાર નું ફાઉન્ડેશન છે.

સ્લોગન :-
વિજયી-રત્ન એ જ બને છે જેમની સાચ્ચી પ્રીત એક પરમાત્મા સાથે છે.