16-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
ભણતર ભણવાનું અને ભણાવવાનું છે , આમાં આશીર્વાદ ની વાત નથી , તમે બધાને આ જ બતાવો
કે બાપ ને યાદ કરો તો બધા દુઃખ દૂર થઈ જશે”
પ્રશ્ન :-
મનુષ્યો ને કઈ-કઈ
ફિકરો છે? આપ બાળકો ને કોઈ પણ ફિકર નથી-કેમ?
ઉત્તર :-
મનુષ્યો ને આ સમયે ફિકર જ ફિકર છે - બાળક બિમાર થયું તો ફિકર, બાળક મર્યુ તો ફિકર,
કોઈને બાળક ન થયું તો ફિકર, કોઈએ અનાજ વધારે રાખ્યું, પોલીસ અથવા ઇન્કમટેક્સ વાળા
આવ્યાં તો ફિકર… આ છે જ ગંદી દુનિયા, દુઃખ આપવા વાળી. આપ બાળકો ને કોઈ ફિકર નથી,
કારણકે તમને સદ્દગુરુ બાબા મળ્યાં છે. કહે પણ છે ફિકર સે ફારિગ કિંદા સ્વામી
સદ્દગુરુ… હવે તમે એવી દુનિયામાં જાઓ છો જ્યાં કોઈ ફિકર નથી .
ગીત :-
તૂ પ્યાર કા
સાગર હૈ…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠા
બાળકોએ ગીત સાંભળ્યું. અર્થ પણ સમજે છે, આપણે પણ માસ્ટર પ્રેમ નાં સાગર બનવાનું છે.
આત્માઓ બધા છે ભાઈઓ. તો બાપ આપ ભાઈઓ ને કહે છે, જેમ હું પ્રેમ નો સાગર છું, તમારે
પણ બહુ જ પ્રેમ થી ચાલવાનું છે. દેવતાઓ માં ખૂબ પ્રેમ છે, કેટલો એમને પ્રેમ કરે છે,
ભોગ લગાવે છે. હવે તમારે પવિત્ર બનવાનું છે, મોટી વાત તો નથી. આ બહુ જ છી-છી દુનિયા
છે. દરેક વાત ની ફિકર રહે છે. દુઃખ પાછળ દુઃખ જ છે. આને કહેવાય છે દુઃખધામ. પોલીસ
અથવા ઇન્કમટેકસ વાળા આવે છે, કેટલાં મનુષ્યો ને ત્રાસ થઈ જાય છે, વાત ન પૂછો! કોઈએ
અનાજ વધારે રાખ્યું, પોલીસ આવી, પીળા થઈ જાય છે. આ કેવી ગંદી દુનિયા છે. નર્ક છે
ને? સ્વર્ગ ને યાદ પણ કરે છે. નર્ક પછી સ્વર્ગ, સ્વર્ગ પછી નર્ક - આ ચક્ર ફરતું રહે
છે. બાળકો જાણે છે હમણાં બાપ આવ્યાં છે સ્વર્ગવાસી બનાવવાં. નર્કવાસી થી સ્વર્ગવાસી
બનાવે છે. ત્યાં વિકાર હોતાં નથી કારણકે રાવણ જ નથી. તે છે જ સંપૂર્ણ નિર્વિકારી
શિવાલય. આ છે વૈશ્યાલય. હવે થોડા થોભો, બધાને ખબર પડી જશે - આ દુનિયા માં સુખ છે કે
દુઃખ છે? થોડો ધરતીકંપ વગેરે થાય છે તો મનુષ્ય ની શું હાલત થઈ જાય છે. સતયુગ માં
ફિકર ની જરા પણ વાત નથી. અહીંયા તો ફિકર ખુબ છે - બાળક બીમાર થયું ફિકર, બાળક મરે
ફિકર. ફિકર જ ફિકર છે. ફિકર સે ફારિગ કીંદા સ્વામી… બધાનાં સ્વામી તો એક જ છે ને?
તમે શિવબાબા ની આગળ બેઠાં છો. આ બ્રહ્મા કોઈ ગુરુ નથી. આ તો ભાગ્યશાળી રથ છે. બાપ આ
ભાગીરથ દ્વારા તમને ભણાવે છે. એ જ્ઞાન નાં સાગર છે. તમને પણ બધું જ્ઞાન મળ્યું છે.
એવાં કોઈ દેવતા નથી જેમને તમે ન જાણો. સાચાં અને ખોટા ની પરખ તમને છે. દુનિયા માં
કોઈ પણ નથી જાણતું. સચખંડ હતો, હમણાં છે જૂઠખંડ. આ કોઈને ખબર નથી - સચખંડ ક્યારે અને
કોણે સ્થાપન કર્યો? આ છે અજ્ઞાન ની અંધારી રાત. બાપ આવીને પ્રકાશ આપે છે. ગાય પણ છે
તમારી ગત-મત તમે જ જાણો. ઊંચા માં ઊંચા એ એક જ છે, બાકી બધી છે રચના. એ છે રચયિતા
બેહદ નાં બાપ. તે છે હદ નાં બાપ જે ૨-૪ બાળકો ને રચે છે. બાળક ન થયું તો ફિકર થઈ
જાય છે. ત્યાં તો એવી વાત નથી રહેતી. આયુષ્યવાન ભવ, ધનવાન ભવ… તમે રહો છો. તમે કોઈ
આશીર્વાદ નથી આપતાં. આ તો ભણતર છે ને? તમે છો શિક્ષક. તમે તો ફક્ત કહો છો શિવબાબા
ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. આ પણ શિક્ષણ થયું ને? આને કહેવાય છે સહજ યોગ અથવા
યાદ. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. બાપ કહે છે હું પણ અવિનાશી છું. તમે મને
બોલાવો છો કે આવીને અમને પતિતો ને પાવન બનાવો. આત્મા જ કહે છે ને? પતિત આત્મા, મહાન
આત્મા કહેવાય છે. પવિત્રતા છે તો સુખ-શાંતિ પણ છે.
આ છે હોલીએસ્ટ ઓફ હોલી
(સૌથી પવિત્ર) ચર્ચ. અહીં વિકારી ને આવવાનો હુકમ નથી. એક વાર્તા પણ છે ને -
ઈન્દ્રસભા માં કોઈ પરી કોઈને છુપાવીને લઈ ગઈ, એમને ખબર પડી ગઈ તો પછી એને શ્રાપ
મળ્યો પથ્થર બની જા. અહીં શ્રાપ વગેરે ની કોઈ વાત નથી. અહીંયા જ્ઞાન વર્ષા થાય છે.
પતિત કોઈ પણ આ હોલી-પેલેસ માં આવી ન શકે. એક દિવસ આ પણ થશે, હોલ પણ ખૂબ મોટો બની જશે.
આ હોલીએસ્ટ ઓફ હોલી પેલેસ છે. તમે પણ હોલી બનો છો. મનુષ્ય સમજે છે વિકાર વગર સૃષ્ટિ
કેવી રીતે ચાલશે? આ કેવી રીતે થશે? પોતાનું જ્ઞાન હોય છે. દેવતાઓ નાં આગળ કહે પણ છે
આપ સર્વ ગુણ સમ્પન્ન છો, અમે પાપી છીએ. તો સ્વર્ગ છે પવિત્ર માં પવિત્ર. તેઓ જ પછી
૮૪ જન્મ લઈ હોલીએસ્ટ ઓફ હોલી બને છે. તે છે પાવન દુનિયા, આ છે પતિત દુનિયા. બાળક
આવ્યું તો ખુશી મનાવે, બિમાર થયું તો મોઢું પીળું પડી જાય, મરી જાય તો એકદમ પાગલ બની
જાય. એવાં પણ કોઈ-કોઈ બની જાય છે. એવાં ને પણ લઈ આવે છે, બાબા આમનું બાળક મરી જવાથી
માથું ખરાબ થઈ ગયું છે, આ દુઃખ ની દુનિયા છે ને? હવે બાપ સુખ ની દુનિયા માં લઈ જાય
છે. તો શ્રીમત પર ચાલવું જોઈએ. ગુણ પણ ખૂબ સારા જોઈએ. જે કરશે તે મેળવશે. દૈવી
કેરેક્ટર (ચરિત્ર) પણ જોઈએ. સ્કૂલ માં રજીસ્ટર માં કેરેક્ટર પણ લખે છે. કોઈ તો બહાર
ધક્કા ખાતા રહે છે. મા-બાપ નાં નાક માં દમ કરી દે છે. હવે બાપ શાંતિધામ-સુખધામ માં
લઈ જાય છે. આને કહેવાય છે ટાવર ઓફ સાઈલેન્સ અર્થાત્ સાઈલેન્સ (શાંતિ) ની ઊંચાઈ, જ્યાં
આત્માઓ નિવાસ કરે છે તે છે ટાવર ઓફ સાઈલેન્સ. સૂક્ષ્મવતન છે મૂવી, એનો ફક્ત તમે
સાક્ષાત્કાર કરો છો, બાકી એમાં કાંઈ પણ નથી. આ પણ બાળકો ને સાક્ષાત્કાર થયો છે.
સતયુગ માં વૃદ્ધ થાય છે તો ખુશી થી શરીર છોડી દે છે. આ છે ૮૪ જન્મો નું જૂનું શરીર.
બાપ કહે છે - તમે પાવન હતાં, હવે પતિત બન્યાં છો. હમણાં બાપ આવ્યાં છે તમને પાવન
બનાવવાં. તમે મને બોલાવ્યો છે ને? જીવાત્મા જ પતિત બન્યો છે પછી એ જ પાવન બનશે. તમે
આ દેવી-દેવતા સંપ્રદાય નાં હતાં ને? હવે આસુરી ઘરાના (વંશ) નાં છો. આસુરી અને
ઈશ્વરીય અથવા દૈવી ઘરાના માં કેટલો ફરક છે! આ છે તમારું બ્રાહ્મણ કુળ. ઘરાના કુળ ને
કહેવાય છે, જ્યાં રાજ્ય હોય છે. અહીં રાજ્ય નથી. ગીતા માં પાંડવ અને કૌરવો નું
રાજ્ય લખ્યું છે પરંતુ એવું નથી.
તમે તો છો રુહાની
બાળકો. બાપ કહે છે - મીઠાં બાળકો, ખૂબ-ખૂબ મીઠાં બની જાઓ. પ્રેમ નાં સાગર બની જાઓ.
દેહ-અભિમાન નાં કારણે જ પ્રેમ નાં સાગર નથી બનતા એટલે પછી ખૂબ સજાઓ ખાવી પડે છે. પછી
મોચરા (સજા) અને માની (પદ). સ્વર્ગ માં તો આવશે પરંતુ સજા બહુ જ ખાશે. સજાઓ કેવી
રીતે મળે છે, તે પણ આપ બાળકોએ સાક્ષાત્કાર કર્યો છે. બાબા તો સમજાવે છે ખૂબ પ્રેમ
થી ચાલો, નહીં તો ક્રોધ નો અંશ આવી જાય છે. ધન્યવાદ કરો - બાપ મળ્યાં છે જે આપણને
નર્ક માંથી કાઢી ને સ્વર્ગ માં લઈ જાય છે. સજાઓ ખાવી તો ખૂબ ખરાબ છે. તમે જાણો છો
સતયુગ માં છે પ્રેમ ની રાજધાની. પ્રેમ સિવાય કાંઈ પણ નથી. અહીં તો થોડી વાત માં શકલ
(ચહેરો) બદલાઈ જાય છે. બાપ કહે છે હું પતિત દુનિયામાં આવ્યો છું, મને નિમંત્રણ જ
પતિત દુનિયામાં આપો છો. બાપ પછી બધાને નિમંત્રણ આપે છે - અમૃત પીઓ. વિષ અને અમૃત
નું એક પુસ્તક નીકળ્યું છે. પુસ્તક લખવાવાળા ને ઈનામ મળ્યું છે, પ્રસિદ્ધ છે. જોવું
જોઈએ શું લખ્યું છે. બાપ તો કહે છે તમને જ્ઞાન-અમૃત પીવડાવું છું, તમે પછી વિષ કેમ
ખાઓ (પીઓ) છો? રક્ષાબંધન પણ આ સમય નું યાદગાર છે ને? બાપ બધાને કહે છે પ્રતિજ્ઞા કરો,
પવિત્ર બનવાની, આ અંતિમ જન્મ છે. પવિત્ર બનશો, યોગ માં રહેશો તો પાપ કપાઈ જશે.
પોતાનાં દિલ ને પૂછવાનું છે, અમે યાદ માં રહીએ છીએ કે નહીં? બાળક ને યાદ કરી ખુશ
થાય છે ને? સ્ત્રી-પુરુષ ને યાદ કરી ખુશ થાય છે ને? આ કોણ છે? ભગવાનુવાચ, નિરાકાર.
બાપ કહે છે હું આમનાં (શ્રીકૃષ્ણ નાં) ૮૪ માં જન્મ પછી ફરી થી સ્વર્ગ નાં માલિક
બનાવું છું. હમણાં ઝાડ નાનું છે. માયા નાં તોફાન ખૂબ લાગે છે. આ બધી બહુ ગુપ્ત વાતો
છે. બાપ તો કહે છે - બાળકો, યાદ ની યાત્રા માં રહો અને પવિત્ર રહો. અહીં જ પૂરી
રાજધાની સ્થાપન થઈ જવાની છે. ગીતા માં લડાઈ દેખાડે છે. પાંડવ પહાડો માં ગળી મર્યા.
બસ, રીઝલ્ટ (પરિણામ) કાંઈ નથી.
હમણાં આપ બાળકો સૃષ્ટિ
નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. બાપ જ્ઞાન નાં સાગર છે ને? એ છે સુપ્રીમ સોલ (સર્વોચ્ય
આત્મા). આત્મા નું રુપ શું છે? આ પણ કોઈને ખબર નથી. તમારી બુદ્ધિ માં તે બિંદુ છે.
તમારા માં પણ યથાર્થ રીતે કોઈ સમજતું નથી. પછી કહે છે બિંદુ ને કેવી રીતે યાદ કરીએ?
કાંઈ પણ નથી સમજતા. તો પણ બાપ કહે છે થોડું પણ સાંભળે છે તો જ્ઞાન નો વિનાશ નથી થતો.
જ્ઞાન માં આવીને પછી ચાલ્યાં જાય છે, પરંતુ થોડું પણ સાંભળે છે તો સ્વર્ગ માં જરુર
આવશે. જે બહુ જ સાંભળશે, ધારણા કરશે તો રાજાઈ માં આવી જશે. થોડું સાંભળવા વાળા પ્રજા
માં આવશે. રાજધાની માં તો રાજા-રાણી વગેરે બધા હોય છે ને? ત્યાં વજીર હોતાં નથી, અહીં
વિકારી રાજાઓ ને વજીર રાખવા પડે છે. બાપ તમારી બહુ જ વિશાળ બુદ્ધિ બનાવે છે. ત્યાં
વજીર ની જરુર જ નથી રહેતી. સિંહ-બકરી સાથે જળ પીવે છે. તો બાપ સમજાવે છે તમે પણ
લૂણ-પાણી ન બનો, ક્ષીરખંડ બનો. ક્ષીર (દૂધ) અને ખંડ (સાકર) બંને સારી વસ્તુ છે ને?
મતભેદ વગેરે કાંઈ પણ ન રાખો. અહીં તો મનુષ્ય કેટલાં લડે-ઝઘડે છે. આ છે જ રૌરવ નર્ક.
નર્ક માં ગોથા ખાતા રહે છે. બાપ આવીને કાઢે છે. નીકળતાં-નીકળતાં પછી ફસાઈ જાય છે.
કોઈ તો બીજાને કાઢવા જાય છે તો પોતે પણ ચાલ્યાં જાય છે. શરુ માં ઘણાં ને માયા રુપી
ગ્રાહે પકડી લીધાં. એકદમ આખાં હપ કરી લીધાં. જરા નિશાન પણ નથી. કોઈ કોઈ ની નિશાની
છે જે પછી પાછા આવે છે. કોઈ એકદમ ખતમ. અહીં પ્રેક્ટિકલ બધું જ થઈ રહ્યું છે. તમે
હિસ્ટ્રી સાંભળો તો વન્ડર (આશ્ચર્ય) ખાઓ. ગાયન છે તમે પ્રેમ કરો કે ઠુકરાવો. અમે
તમારા દરવાજા થી બહાર નહીં નીકળીશું. બાબા તો ક્યારેય જીભ (વાણી) થી પણ એવું કાંઈ
નથી કહેતાં. કેટલાં પ્રેમ થી ભણાવે છે! સામે મુખ્ય ઉદ્દેશ છે. ઊંચા માં ઊંચા બાપ આ
(વિષ્ણુ) બનાવે છે. એ જ વિષ્ણુ પછી બ્રહ્મા બને છે. સેકન્ડ માં જીવનમુક્તિ મળી પછી
૮૪ જન્મ લઈ આ બન્યાં. તતત્વમ્. તમારા પણ ફોટો કાઢતા હતાં ને? તમે બ્રહ્મા નાં બાળકો
બ્રાહ્મણ છો. તમને તાજ હમણાં તો નથી, ભવિષ્ય માં મળવાનો છે એટલે તમારો તે ફોટો પણ
રાખ્યો છે. બાપ આવીને બાળકો ને ડબલ સિરતાજ બનાવે છે. તમે અનુભવ કરો છો બરોબર પહેલાં
અમારા માં પાંચ વિકાર હતાં. (નારદ નું દૃષ્ટાંત) પહેલાં-પહેલાં ભક્ત પણ તમે બન્યાં
છો. હવે બાપ કેટલાં ઊંચ બનાવે છે. એકદમ પતિત થી પાવન. બાપ કાંઈ પણ લેતા નથી. શિવબાબા
પછી શું લેશે? તમે શિવબાબા ની ભંડારી માં પધરાવો છો. હું તો ટ્રસ્ટી છું. લેણ-દેણ
નો હિસાબ બધો શિવબાબા સાથે છે. હું ભણું છું, ભણાવું છું. જેણે પોતાનું જ બધું આપી
દીધું તે પછી લેશે શું? કોઈ પણ વસ્તુ માં મમત્વ નથી રહેતું. ગાય પણ છે ફલાણા સ્વર્ગ
પધાર્યાં. પછી તેમને નર્ક નું ખાવા-પીવા નું વગેરે કેમ ખવડાવો છો? અજ્ઞાન છે ને?
નર્ક માં છે તો પુનર્જન્મ પણ નર્ક માં જ થશે ને? હવે તમે ચાલો છો અમરલોક માં. આ
બાજોલી છે. આપ બ્રાહ્મણ ચોટલી છો પછી દેવતા, ક્ષત્રિય બનશો એટલે બાપ સમજાવે છે બહુજ
મીઠાં બનો. છતાં પણ નથી સુધરતા તો કહેશે એમનું નસીબ. પોતાને જ નુકસાન પહોંચાડે છે.
સુધરતાં જ નથી તો ઈશ્વર ની તદબીર (આશીર્વાદ) પણ શું કરે.
બાપ કહે છે હું
આત્માઓ સાથે વાત કરી રહ્યો છું. અવિનાશી આત્માઓ ને અવિનાશી પરમાત્મા બાપ જ્ઞાન આપી
રહ્યાં છે. આત્મા કાનો થી સાંભળે છે. બેહદ નાં બાપ આ જ્ઞાન સંભળાવી રહ્યાં છે. તમને
મનુષ્ય થી દેવતા બનાવે છે. રસ્તો દેખાડવા વાળા સુપ્રીમ પંડા બેઠાં છે. શ્રીમત કહે
છે - પવિત્ર બનો, મને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થઈ જશે. તમે જ સતોપ્રધાન હતાં. ૮૪
જન્મ પણ તમે લીધાં છે. બાપ આમને જ સમજાવે છે તમે સતોપ્રધાન થી હવે તમોપ્રધાન બન્યાં
છો, હવે ફરી મને યાદ કરો. આને યોગ અગ્નિ કહેવાય છે. આ જ્ઞાન પણ હમણાં તમને છે.
સતયુગ માં મને કોઈ યાદ નથી કરતું. આ સમયે જ હું કહું છું - મને યાદ કરો તો તમારા
પાપ કપાઈ જાય બીજો કોઈ રસ્તો નથી. આ સ્કૂલ છે ને? આને કહેવાય છે વિશ્વવિદ્યાલય,
વર્લ્ડ યુનિવર્સિટી. રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન બીજું કોઈ જાણતું
નથી. શિવબાબા કહે છે આ લક્ષ્મી-નારાયણ માં પણ આ જ્ઞાન નથી. આ તો પ્રાલબ્ધ છે ને?
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પ્રેમ ની
રાજધાની માં જવાનું છે, એટલે પરસ્પર ક્ષીરખંડ બનીને રહેવાનું છે. ક્યારેય પણ
લૂણ-પાણી બની મતભેદ માં નથી આવવાનું. પોતે પોતાને સ્વયં જ સુધારવાના છે.
2. દેહ-અભિમાન ને છોડી
માસ્ટર પ્રેમ નાં સાગર બનવાનું છે. પોતાનાં દૈવી કેરેક્ટર (ચરિત્ર) બનાવવાના છે. બહુ
જ-બહુ જ મીઠાં બનીને ચાલવાનું છે.
વરદાન :-
મન ની
સ્વતંત્રતા દ્વારા સર્વ આત્માઓ ને શાંતિ નું દાન આપવા વાળા મન્સા મહાદાની ભવ
બાંધેલીઓ તન થી ભલે
પરતંત્ર છે પરંતુ મન થી જો સ્વતંત્ર છે તો પોતાની વૃત્તિ દ્વારા, શુદ્ધ સંકલ્પો
દ્વારા વિશ્વ નાં વાયુમંડળ ને બદલવા ની સેવા કરી શકે છે. આજકાલ વિશ્વ ને આવશ્યક્તા
છે મન ની શાંતિ ની. તો મન થી સ્વતંત્ર આત્મા મન્સા દ્વારા શાંતિ નાં વાયબ્રેશન
ફેલાવી શકે છે. શાંતિ નાં સાગર બાપ ની યાદ માં રહેવાથી ઓટોમેટિક શાંતિ ની કિરણો
ફેલાય છે. આવી રીતે શાંતિ નું દાન આપવા વાળા મન્સા મહાદાની છે.
સ્લોગન :-
પુરુષાર્થ એવો
કરો જેને જોઈને અન્ય આત્માઓ પણ ફોલો કરે.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો
દરેક બ્રાહ્મણ
બાપ-સમાન ચૈતન્ય ચિત્ર બનો, લાઈટ અને માઈટ હાઉસ ની ઝાંખી બનો. સંકલ્પ શક્તિ નું,
સાઈલેન્સ નું ભાષણ તૈયાર કરો અને કર્માતીત સ્ટેજ પર વરદાની મૂર્ત નો પાર્ટ ભજવો
ત્યારે સંપૂર્ણતા સમીપ આવશે. પછી સેકન્ડ થી પણ જલ્દી જ્યાં કર્તવ્ય કરાવવાનું હશે
ત્યાં વાયરલેસ દ્વારા ડાયરેક્શન આપી શકશો. સેકન્ડ માં કર્માતીત સ્ટેજ નાં આધાર થી
સંકલ્પ કર્યો અને જ્યાં ઈચ્છો ત્યાં તે સંકલ્પ પહોંચી જાય.