17-01-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
ભારત નાં બહુ જ અમુલ્ય સેવક છો , તમારે પોતાનાં તન - મન - ધન થી શ્રીમત પર આને
રામરાજ્ય બનાવવાનું છે”
પ્રશ્ન :-
સાચ્ચી અલૌકિક સેવા કઈ છે, જે હમણાં આપ બાળકો કરો છો?
ઉત્તર :-
આપ બાળકો ગુપ્ત રીતે શ્રીમત પર પાવન ભૂમિ સુખધામ ની સ્થાપના કરી રહ્યા છો - આ જ
ભારત ની સાચ્ચી અલૌકિક સેવા છે. તમે બેહદ બાપ ની શ્રીમત પર બધાને રાવણ ની જેલ થી
છોડાવી રહ્યા છો. આનાં માટે તમે પાવન બનીને બીજાઓને પાવન બનાવો છો.
ગીત :-
નયનહીન કો રાહ
દિખાઓ...
ઓમ શાંતિ!
હે પ્રભુ,
ઈશ્વર, પરમાત્મા કહેવું અને પિતા શબ્દ કહેવામાં કેટલો ફરક છે? હે ઈશ્વર, હે પ્રભુ
કહેવા થી કેટલો રીગાર્ડ (સન્માન) રહે છે. અને પછી તેમને પિતા કહે છે, તો પિતા શબ્દ
ખૂબ સાધારણ છે. પિતાઓ તો અનેક છે. પ્રાર્થના માં પણ કહે છે - હે પ્રભુ, હે ઈશ્વર.
બાબા કેમ નથી કહેતાં? છે તો પરમપિતા ને? પરંતુ બાબા શબ્દ જાણે દબાઈ જાય છે, પરમાત્મા
શબ્દ ઊંચો થઈ જાય છે. બોલાવે છે-હે પ્રભુ, નયનહીન ને રાહ દેખાડો. આત્માઓ કહે છે-બાબા,
અમને મુક્તિ-જીવનમુક્તિ નો માર્ગ બતાવો. પ્રભુ શબ્દ કેટલો મોટો (ઊંચો) છે? પિતા
શબ્દ હલ્કો છે. અહીં તમે જાણો છો બાપ આવીને સમજાવે છે. લૌકિક રીતે તો પિતાઓ અનેક
છે, બોલાવે પણ છે તુમ માત-પિતા… કેટલાં સાધારણ શબ્દ છે? ઈશ્વર અથવા પ્રભુ કહેવાથી
સમજે છે એ શું નથી કરી શકતાં? હમણાં આપ બાળકો જાણો છો બાપ આવેલા છે. બાપ રસ્તો બહુ
જ ઊંચો સહજ બતાવે છે. બાપ કહે છે - મારા બાળકો, તમે રાવણ ની મત પર કામ ચિતા પર ચઢી
ભસ્મીભૂત થઈ ગયા છો. હવે હું તમને પાવન બનાવીને ઘરે લઈ જવા આવ્યો છું. બાપ ને બોલાવે
પણ એટલે જ છે કે આવીને પતિત થી પાવન બનાવો. બાપ કહે છે હું આવ્યો છું તમારી સેવા
માં. આપ બાળકો પણ બધા, ભારત ની અલૌકિક સેવા માં છો. જે સર્વિસ તમારા સિવાય બીજા કોઈ
કરી નથી શકતાં. તમે ભારત માટે જ કરો છો, શ્રીમત પર પવિત્ર બની અને ભારત ને બનાવો
છો. બાપુ ગાંધી ની પણ આશા હતી કે રામરાજ્ય હોય. હવે કોઈ મનુષ્ય તો રામરાજ્ય બનાવી ન
શકે. નહીં તો પ્રભુ ને પતિત-પાવન કહીને કેમ બોલાવે? હવે આપ બાળકો ને ભારત માટે કેટલો
પ્રેમ છે? સાચ્ચી સેવા તો તમે કરો છો, ખાસ ભારત ની અને સામાન્ય રીતે આખી દુનિયાની.
તમે જાણો છો ભારત ને
ફરી થી રામરાજ્ય બનાવે છે, જે બાપુજી ઈચ્છતા હતાં. એ હદ નાં બાપુજી હતાં આ પછી છે
બેહદ નાં બાપુજી. આ બેહદ ની સેવા કરે છે. આ આપ બાળકો જ જાણો છો. તમારા માં પણ
નંબરવાર આ નશો રહે છે કે આપણે રામરાજ્ય બનાવીશું. ગવર્મેન્ટ (સરકાર) નાં તમે
સર્વેન્ટ (સેવક) છો. તમે દૈવી ગવર્મેન્ટ બનાવો છો. તમને ભારત માટે ગર્વ છે. જાણો છો
સતયુગ માં આ પાવન ભૂમિ હતી, હમણાં તો પતિત છે. તમે જાણો છો હમણાં આપણે બાપ દ્વારા
ફરી થી પાવન ભૂમિ અથવા સુખધામ બનાવી રહ્યા છીએ, તે પણ ગુપ્ત. શ્રીમત પણ ગુપ્ત મળે
છે. ભારત સરકાર માટે જ તમે કરી રહ્યા છો. શ્રીમત પર તમે ભારતની ઊંચા માં ઊંચી સેવા
પોતાનાં તન-મન-ધન થી કરી રહ્યા છો. કોંગ્રેસી લોકો કેટલાં જેલ વગેરે માં ગયાં? તમારે
તો જેલ વગેરે માં જવાની જરુર નથી. તમારી તો છે જ રુહાની વાત. તમારી લડાઈ પણ છે ૫
વિકારો રુપી રાવણ સાથે. જે રાવણ નું આખી પૃથ્વી પર રાજ્ય છે. તમારી આ સેના છે. લંકા
તો એક નાનો ટાપુ છે. આ સૃષ્ટિ બેહદ નો ટાપુ છે. તમે બેહદ નાં બાપ ની શ્રીમત પર બધાને
રાવણ ની જેલ માંથી છોડાવો છો. આ તો તમે જાણો છો કે આ પતિત દુનિયા નો વિનાશ તો થવાનો
જ છે. તમે શિવ શક્તિઓ છો. શિવ શક્તિ આ ગોપ પણ છે. તમે ગુપ્ત રીતે ભારત ની બહુ જ મોટી
સેવા કરી રહ્યા છો. આગળ ચાલીને બધાને ખબર પડશે. તમારી છે શ્રીમત પર રુહાની સેવા. તમે
ગુપ્ત છો. ગવર્મેન્ટ જાણતી જ નથી કે આ બી.કે. તો ભારત ને પોતાનાં તન-મન-ધન થી
શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ સચખંડ બનાવે છે. ભારત સચખંડ હતો, હવે જૂઠખંડ છે. સત્ય તો એક જ
બાપ છે. કહેવાય પણ છે ગોડ ઈઝ ટ્રુથ. તમને નર થી નારાયણ બનવાની સત્ય શિક્ષા આપી રહ્યા
છે. બાપ કહે છે કલ્પ પહેલાં પણ તમને નર થી નારાયણ બનાવ્યા હતાં, રામાયણ માં તો
શું-શું કથાઓ લખી દીધી છે? કહે છે રામે વાનર સેના લીધી. તમે પહેલાં વાંદરા જેવા હતાં.
એક સીતા ની તો વાત નથી. બાપ સમજાવે છે કેવી રીતે આપણે રાવણ રાજ્ય નો વિનાશ કરાવી
રામરાજ્ય સ્થાપન કરીએ છીએ? આમાં કોઈ તકલીફ ની વાત નથી. તે તો કેટલાં ખર્ચા કરે છે?
રાવણ નું પૂતળું બનાવીને પછી તેને બાળે છે. સમજતા કાંઈ પણ નથી. મોટા-મોટા લોકો બધા
જાય છે, વિદેશીઓ ને પણ દેખાડે છે, સમજતા કાંઈ નથી. હમણાં બાપ સમજાવે છે તો આપ બાળકો
નાં દિલ માં ઉમંગ છે કે અમે ભારતની સાચ્ચી રુહાની સેવા કરી રહ્યા છીએ. બાકી આખી
દુનિયા રાવણ ની મત પર છે, તમે છો રામ ની શ્રીમત પર. રામ કહો, શિવ કહો, નામ તો ખૂબ
રાખી દીધાં છે.
આપ બાળકો ભારત નાં બહુ
જ અમુલ્ય સેવક છો શ્રીમત પર. કહે પણ છે-હે પતિત-પાવન, આવીને પાવન બનાવો. તમે જાણો
છો સતયુગ માં આપણ ને કેટલું સુખ મળે છે! કારુન નો ખજાનો મળે છે. ત્યાં સરેરાશ
આયુષ્ય પણ કેટલું મોટું (લાંબુ) રહે છે! તે છે યોગી, અહીં છે બધા ભોગી. તે પાવન, આ
પતિત. કેટલો રાત-દિવસ નો ફરક છે! શ્રીકૃષ્ણ ને પણ યોગી કહે છે, મહાત્મા પણ કહે છે.
પરંતુ એ તો સાચાં મહાત્મા છે. એમની તો મહિમા ગવાય છે સર્વગુણ સંપન્ન… આત્મા અને
શરીર બંને પવિત્ર છે. સંન્યાસી તો ગૃહસ્થીઓ ની પાસે વિકાર થી જન્મ લઈ પછી સંન્યાસી
બને છે. આ વાતો હમણાં તમને બાપ સમજાવે છે. આ સમયે મનુષ્ય તો છે - અનરાઈટિયસ (જુઠ્ઠા),
અનહેપ્પી (નિરાશ). સતયુગ માં કેવા હતાં? રિલીજિયસ (ધાર્મિક), રાઈટિયસ (સત્ય) હતાં.
૧૦૦ ટકા સોલ્વેન્ટ (સાહૂકાર) હતાં. સદા ખુશ રહેતા હતાં. રાત-દિવસ નો ફરક છે. આ
એક્યુરેટ તમે જ જાણો છો. આ કોઈને ખબર થોડી પડે છે કે ભારત સ્વર્ગ થી નર્ક કેવી રીતે
બન્યું છે? લક્ષ્મી-નારાયણ ની પૂજા કરે છે, મંદિર બનાવે છે, સમજતા કાંઈ પણ નથી. બાપ
સમજાવતા રહે છે - સારા-સારા સત્તાવાળા જે છે, બિરલા ને પણ સમજાવી શકો છો, આ
લક્ષ્મી-નારાયણે આ પદ કેવી રીતે મેળવ્યું? શું કર્યુ જે તેમનાં મંદિર બનાવ્યાં છે?
કર્તવ્ય જાણ્યા વગર પૂજા કરવી તે પણ તો પથ્થર પૂજા અથવા ઢીંગલીઓની પૂજા થઈ ગઈ. બીજા
ધર્મવાળા તો જાણે છે ક્રાઈસ્ટ ફલાણા સમય પર આવ્યા, ફરી આવશે.
તો આપ બાળકોને કેટલો
રુહાની ગુપ્ત નશો હોવો જોઈએ? રુહ ને ખુશી થવી જોઈએ. અડધો કલ્પ દેહ-અભિમાની બન્યા
છો. હવે બાપ કહે છે-અશરીરી બનો, સ્વયં ને આત્મા સમજો. આપણો આત્મા બાપ પાસે થી સાંભળી
રહ્યો છે. બીજા સત્સંગો માં ક્યારેય આવું નહીં સમજશે. આ રુહાની બાપ રુહો ને સમજાવે
છે. રુહ જ બધું સાંભળે છે ને? આત્મા કહે છે હું વડાપ્રધાન છું, ફલાણો છું. આત્માએ આ
શરીર દ્વારા કહ્યું કે હું વડાપ્રધાન છું. હમણાં તમે કહો છો હું આત્મા પુરુષાર્થ કરી
સ્વર્ગ નાં દેવી-દેવતા બની રહ્યો છું. અહમ્ આત્મા, મમ્ શરીર છે. દેહી-અભિમાની બનવામાં
જ ખૂબ મહેનત લાગે છે. ઘડી-ઘડી સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરતા રહો તો વિકર્મ
વિનાશ થઈ જાય. તમે મોસ્ટ ઓબીડિયન્ટ સર્વેન્ટ (ખૂબ આજ્ઞાકારી સેવક) છો. કર્તવ્ય કરો
છો ગુપ્ત રીતે. તો નશો પણ ગુપ્ત જોઈએ. આપણે ગવર્મેન્ટ નાં રુહાની સર્વેન્ટ છીએ.
ભારત ને સ્વર્ગ બનાવીએ છીએ. બાપુજી પણ ઈચ્છતા હતાં નવી દુનિયામાં નવું ભારત હોય, નવી
દિલ્લી હોય. હમણાં નવી દુનિયા તો નથી. આ જૂની દિલ્લી કબ્રિસ્તાન બને છે પછી
પરિસ્તાન બનવાની છે. હમણાં આને પરિસ્તાન થોડી કહેવાશે? નવી દુનિયામાં પરિસ્તાન, નવી
દિલ્લી તમે બનાવી રહ્યા છો. આ ખૂબ સમજવાની વાતો છે. આ વાતો ભૂલવી ન જોઈએ. ભારત ને
ફરી થી સુખધામ બનાવવું કેટલું ઊંચું કાર્ય છે? ડ્રામા પ્લાન અનુસાર સૃષ્ટિ જૂની
થવાની જ છે. દુઃખધામ છે ને? દુ:ખહર્તા, સુખકર્તા એક બાપ ને જ કહેવાય છે. તમે જાણો
છો બાપ ૫ હજાર વર્ષ પછી આવીને દુઃખી ભારત ને સુખી બનાવે છે. સુખ પણ આપે છે, શાંતિ
પણ આપે છે. મનુષ્ય કહે પણ છે મન ની શાંતિ કેવી રીતે મળે? હવે શાંતિ તો શાંતિધામ
સ્વીટહોમ માં જ હોય છે. એને કહેવાય છે શાંતિધામ, જ્યાં અવાજ નથી, દુઃખ નથી. સૂર્ય,
ચંદ્ર વગેરે પણ નથી હોતાં. હમણાં આપ બાળકો ને આ બધું જ્ઞાન છે. બાપ પણ આવીને
ઓબીડિયન્ટ સર્વેન્ટ બન્યા છે ને? પરંતુ બાપ ને તો બિલકુલ જાણતા જ નથી. બધાને મહાત્મા
કહી દે છે. હવે મહાન આત્મા તો સ્વર્ગ સિવાય ક્યારેય હોઈ ન શકે. ત્યાં આત્માઓ પવિત્ર
છે. પવિત્ર હતાં તો સુખ-શાંતિ પણ હતી. હમણાં પવિત્રતા નથી તો કાંઈ નથી. પવિત્રતા
નું જ માન છે. દેવતાઓ પવિત્ર છે ત્યારે તો તેમની આગળ માથું નમાવે છે. પવિત્ર ને
પાવન, અપવિત્ર ને પતિત કહેવાય છે. આ છે આખા વિશ્વ નાં બેહદ નાં બાપુજી, આમ તો મેયર
ને પણ કહેવાશે શહેર નાં પિતા. ત્યાં થોડી આવી વાતો હશે? ત્યાં તો કાયદેસર રાજ્ય ચાલે
છે. બોલાવે પણ છે-હે પતિત-પાવન, આવો. હવે બાપ કહે છે-પવિત્ર બનો, તો કહે છે આ કેવી
રીતે થશે, પછી બાળકો નો જન્મ કેવી રીતે થશે? સૃષ્ટિ ની વૃદ્ધિ કેવી રીતે થશે? તેમને
એ ખબર નથી કે લક્ષ્મી-નારાયણ સંપૂર્ણ નિર્વિકારી હતાં. આપ બાળકોને કેટલો વિરોધ સહન
કરવો પડે છે?
ડ્રામા માં જે કલ્પ
પહેલાં થયું છે તે રિપીટ (પુનરાવર્તન) થાય છે. એવું નથી કે ડ્રામા પર થોભી જવાનું
છે-ડ્રામા માં હશે તો મળશે! સ્કૂલ માં એમજ બેસી રહેવાથી કોઈ પાસ થઈ જશે શું? દરેક
વસ્તુ માટે મનુષ્ય નો પુરુષાર્થ તો ચાલે છે. પુરુષાર્થ વગર પાણી પણ મળી ન શકે.
સેકન્ડ બાય સેકન્ડ જે પુરુષાર્થ ચાલે છે તે પ્રારબ્ધ માટે. આ બેહદ નો પુરુષાર્થ
કરવાનો છે બેહદ નાં સુખ માટે. હમણાં છે બ્રહ્માની રાત સો બ્રાહ્મણો ની રાત પછી
બ્રાહ્મણો નો દિવસ હશે. શાસ્ત્રો માં પણ વાંચતા હતાં પરંતુ સમજતા કાંઈ નહોતાં. આ
બાબા પોતે બેસીને રામાયણ, ભાગવત્ વગેરે સંભળાવતા હતાં, પંડિત બની બેસતા હતાં. હવે
સમજે છે એ તો ભક્તિમાર્ગ છે. ભક્તિ અલગ છે, જ્ઞાન અલગ ચીજ છે. બાપ કહે છે તમે કામ
ચિતા પર બેસી બધા કાળા બની ગયા છો. શ્રીકૃષ્ણ ને પણ શ્યામ સુંદર કહે છે ને? પુજારી
લોકો અંધશ્રદ્ધાળુ છે. કેટલી ભૂત પૂજા છે? શરીર ની પૂજા, એટલે ૫ તત્વો ની પૂજા થઈ
ગઈ. આને કહેવાય છે-વ્યભિચારી પૂજા. ભક્તિ પહેલાં અવ્યભિચારી હતી, એક શિવ ની જ થતી
હતી. હવે તો જુઓ શું-શું પૂજા થતી રહે છે? બાપ વન્ડર પણ દેખાડે છે, જ્ઞાન પણ સમજાવી
રહ્યા છે. કાંટાઓ થી ફૂલ બનાવી રહ્યા છે. તેને કહેવાય જ છે ફૂલો નો બગીચો. કરાચી
માં ચોકીદારી પર એક પઠાણ રહેતો હતો, તે પણ ધ્યાન માં ચાલ્યો જતો હતો, કહેતો હતો હું
સ્વર્ગ માં ગયો, ખુદા એ મને ફૂલ આપ્યું. તેને ખૂબ મજા આવતી હતી. વન્ડર છે ને? તે તો
૭ વન્ડર કહે છે. હકીકત માં વન્ડર ઓફ વર્લ્ડ (અજાયબી) તો સ્વર્ગ છે - આ કોઈ ને પણ
ખબર નથી.
તમને કેટલું ફર્સ્ટ
ક્લાસ જ્ઞાન મળ્યું છે. તમને કેટલી ખુશી થવી જોઈએ? કેટલાં ઊંચા બાપદાદા છે અને કેટલાં
સરળ રહે છે, બાપ ની જ મહિમા ગવાય છે, એ નિરાકાર, નિરહંકારી છે. બાપે તો આવીને સેવા
કરવાની છે ને? બાપ હંમેશા બાળકો ની સેવા કરી, તેમને ધન-સંપત્તિ આપી સ્વયં વાનપ્રસ્થ
અવસ્થા લઈ લે છે. બાળકો ને માથા પર ચઢાવે છે. આપ બાળકો વિશ્વ નાં માલિક બનો છો.
સ્વીટ હોમ માં જઈને પછી સ્વીટ બાદશાહી આવીને લેશો, બાપ કહે છે હું તો બાદશાહી નથી
લેતો. સાચાં નિષ્કામ સેવાધારી તો એક બાપ જ છે. તો બાળકો ને કેટલી ખુશી રહેવી જોઈએ?
પરંતુ માયા ભૂલાવી દે છે. આટલા મોટા બાપદાદા ને ભૂલવા થોડી જોઈએ? દાદા ની મિલકત નો
કેટલો નશો રહે છે? તમને તો શિવબાબા મળ્યા છે. એમની મિલકત છે. બાપ કહે છે મને યાદ કરો
અને દૈવી ગુણ ધારણ કરો. આસુરી ગુણો ને કાઢી નાખવા જોઈએ. ગાય પણ છે મુજ નિર્ગુણ હારે
મેં કોઈ ગુણ નાહી. નિર્ગુણ સંસ્થા પણ છે. હવે અર્થ તો કોઈ સમજતા નથી. નિર્ગુણ
અર્થાત્ કોઈ ગુણ નથી. પરંતુ તે સમજે થોડી છે? આપ બાળકો ને બાપ એક જ વાત સમજાવે છે-બોલો,
અમે તો ભારતની સેવા માં છીએ. જે બધા નાં બાપુજી છે, અમે એમની શ્રીમત પર ચાલીએ છીએ.
શ્રીમત ભગવત ગીતા ગવાયેલી છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ ઊંચા
બાપદાદા સિમ્પલ (સરળ) રહે છે એમ બહુ જ-બહુ જ સરળ, નિરાકારી અને નિરહંકારી બનીને
રહેવાનું છે. બાપ દ્વારા જે ફર્સ્ટ ક્લાસ જ્ઞાન મળ્યું છે, તેનું ચિંતન કરવાનું છે.
2. ડ્રામા જે હૂબહૂ
રિપીટ થઈ રહ્યો છે, તેમાં બેહદ નો પુરુષાર્થ કરી બેહદ સુખ ની પ્રાપ્તિ કરવાની છે.
ક્યારેય ડ્રામા કહીને થોભી નથી જવાનું. પ્રારબ્ધ માટે પુરુષાર્થ જરુર કરવાનો છે.
વરદાન :-
અવ્યક્ત
સ્વરુપ ની સાધના દ્વારા પાવરફુલ વાયુમંડળ બનાવવા વાળા અવ્યક્ત ફરિશ્તા ભવ
વાયુમંડળ ને પાવરફુલ
બનાવવાનું સાધન છે પોતાનાં અવ્યક્ત સ્વરુપ ની સાધના. આનું વારંવાર અટેન્શન રહે
કારણકે જે વાત ની સાધના કરાય છે, એ વાત નું ધ્યાન રહે છે. તો અવ્યક્ત સ્વરુપ ની
સાધના અર્થાત્ વારંવાર અટેન્શન ની તપસ્યા જોઈએ એટલે અવ્યક્ત ફરિશ્તા ભવ નાં વરદાન
ને સ્મૃતિ માં રાખી શક્તિશાળી વાયુમંડળ બનાવવાની તપસ્યા કરો, તો તમારી સામે જે પણ
આવશે તે વ્યક્ત અને વ્યર્થ વાતો થી પરે થઈ જશે.
સ્લોગન :-
સર્વ શક્તિવાન્
બાપ ને પ્રત્યક્ષ કરવા માટે એકાગ્રતા ની શક્તિ ને વધારો.
પોતાની શક્તિશાળી
મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો
જેવી રીતે પોતાનાં
સ્થૂળ કાર્ય નાં પ્રોગ્રામ ને દિનચર્યા પ્રમાણે સેટ કરો છો, એવી રીતે પોતાની મન્સા
સમર્થ સ્થિતિ નો પ્રોગ્રામ સેટ કરો. જેટલું પોતાનાં મન ને સમર્થ સંકલ્પો માં બિઝી
રાખશો તો મન ને અપસેટ થવાનો સમય જ નહીં મળશે. મન સદા સેટ અર્થાત્ એકાગ્ર છે તો સ્વતઃ
સારા વાયબ્રેશન ફેલાય છે. સેવા થાય છે.