17-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - યાદ અને ભણતર થી જ ડબલ તાજ મળશે , એટલે પોતાનાં મુખ્ય ઉદ્દેશ ને સામે રાખી દૈવી ગુણ ધારણ કરો”

પ્રશ્ન :-
વિશ્વ રચયિતા બાપ આપ બાળકોની કઈ ખિદ્દમત (સેવા) કરે છે?

ઉત્તર :-
૧ . બાળકોને બેહદનો વારસો આપી સુખી બનાવવા, આ ખિદ્દમત છે. બાપ જેવી નિષ્કામ સેવા કોઈ કરી ન શકે. ૨ . બેહદનાં બાપ ભાડા પર તખ્ત લઈને તમને વિશ્વ નાં તખ્તનશીન બનાવી દે છે. સ્વયં તાઉસી તખ્ત પર નથી બેસતા પરંતુ બાળકો ને તાઉસી તખ્ત પર બેસાડે છે. બાપ નાં તો જડ મંદિર બનાવે, એમાં એમને શું ટેસ્ટ આવશે? મજા તો બાળકોને છે જે સ્વર્ગ નું રાજ્ય-ભાગ્ય લે છે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો ને બાપ કહે છે કે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. ઓમ્ શાંતિ નો અર્થ તો બાળકોને સમજાવ્યો છે. બાપ પણ બોલે છે, તો બાળકો પણ બોલે છે ઓમ્ શાંતિ કારણ કે આત્માનો સ્વધર્મ છે શાંત. તમે હવે જાણી ગયા છો કે આપણે શાંતિધામ થી અહીં આવીએ છીએ પહેલાં-પહેલાં સુખધામ માં, પછી ૮૪ પુનર્જન્મ લેતા-લેતા દુઃખધામ આવીએ છીએ. આ તો યાદ છે ને? બાળકો ૮૪ જન્મ લઈ, જીવ-આત્મા બને છે. બાપ જીવ-આત્મા નથી બનતાં. કહે છે હું ટેમ્પરરી (થોડા સમય માટે) આમનો આધાર લઉં છું. નહીં તો ભણાવશે કેવી રીતે? બાળકોને ઘડી-ઘડી કેવી રીતે કહેશે કે મનમનાભવ, પોતાની રાજાઈ ને યાદ કરો. આને કહેવાય છે સેકન્ડ માં વિશ્વની રાજાઈ. બેહદનાં બાપ છે ને તો જરુર બેહદની ખુશી, બેહદ નો વારસો જ આપશે. બાપ ખૂબ સહજ રસ્તો બતાવે છે. કહે છે હવે આ દુઃખધામ ને બુદ્ધિથી કાઢી નાખો. જે નવી દુનિયા સ્વર્ગ સ્થાપન કરી રહ્યા છો, એમનાં માલિક બનવા માટે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જાય. તમે ફરીથી સતોપ્રધાન બની જશો, આને કહેવાય છે સહજ યાદ. જેવી રીતે બાળકો લૌકિક બાપ ને કેટલાં સહજ યાદ કરે છે, તેવી રીતે આપ બાળકોએ બેહદનાં બાપ ને યાદ કરવાનાં છે. બાપ જ દુઃખ થી કાઢી સુખધામ માં લઈ જાય છે. ત્યાં દુઃખ નું નામ-નિશાન નથી. ખૂબ સહજ વાત કહે છે-પોતાનાં શાંતિધામ ને યાદ કરો, જે બાપ નું ઘર એ તમારું ઘર છે અને નવી દુનિયાને યાદ કરો, આ તમારી રાજધાની છે. બાપ આપ બાળકોની કેટલી નિષ્કામ સેવા કરે છે! આપ બાળકોને સુખી કરી પછી વાનપ્રસ્થ, પરમધામ માં બેસી જાય છે. તમે પણ પરમધામ નાં વાસી છો. એને નિર્વાણધામ, વાનપ્રસ્થ પણ કહેવાય છે. બાપ આવે છે બાળકોની ખિદ્દમત કરવા અર્થાત્ વારસો આપવાં. આ પોતે પણ બાપ પાસેથી વારસો લે છે. શિવબાબા તો છે ઊંચા માં ઊંચા ભગવાન, શિવ નાં મંદિર પણ છે. એમનાં કોઈ બાપ કે ટીચર નથી. આખી સૃષ્ટિનાં આદિ, મધ્ય, અંત નું જ્ઞાન એમની પાસે છે. ક્યાંથી આવ્યું? શું કોઈ વેદ-શાસ્ત્ર વગેરે વાંચ્યા? ના. બાપ તો છે જ્ઞાન નાં સાગર, સુખ-શાંતિ નાં સાગર. બાપની મહિમા અને દૈવી ગુણો વાળા મનુષ્યો ની મહિમા માં ફરક છે. તમે દૈવી ગુણ ધારણ કરી આ દેવતા બનો છો. પહેલાં આસુરી ગુણ હતાં. અસુર થી દેવતા બનાવવા, આ તો બાપનું જ કામ છે. મુખ્ય ઉદ્દેશ પણ તમારી સામે છે. જરુર એવાં શ્રેષ્ઠ કર્મ કર્યા હશે. કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ અથવા દરેક વાત સમજાવવામાં એક સેકન્ડ લાગે છે.

બાપ કહે છે મીઠાં-મીઠાં બાળકોએ પાર્ટ ભજવવાનો જ છે. આ પાર્ટ તમને અનાદિ, અવિનાશી મળેલો છે. તમે કેટલીવાર સુખ-દુઃખ નાં ખેલ માં આવ્યા છો? કેટલીવાર તમે વિશ્વનાં માલિક બન્યા છો? બાપ કેટલાં ઊંચા બનાવે છે? પરમાત્મા જે સુપ્રીમ સોલ છે, એ પણ આટલા નાના છે. એ બાપ જ્ઞાન નાં સાગર છે. તો આત્માઓને પણ આપ સમાન બનાવે છે. તમે પ્રેમ નાં સાગર, સુખ નાં સાગર બનો છો. દેવતાઓનો પરસ્પર કેટલો પ્રેમ છે! ક્યારેય ઝઘડો નથી થતો. તો બાપ આવીને તમને આપ સમાન બનાવે છે. બીજા કોઈ આવા બનાવી ન શકે. ખેલ સ્થૂળ વતન માં થાય છે. પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ પછી ઈસ્લામી, બૌદ્ધિ વગેરે નંબરવાર આ માંડવામાં કે નાટક શાળા માં આવે છે. ૮૪ જન્મ તમે લો છો. ગાયન પણ છે આત્માયે પરમાત્મા અલગ રહે… બાપ કહે છે મીઠાં-મીઠાં બાળકો, પહેલાં-પહેલાં વિશ્વ માં પાર્ટ ભજવવા તમે આવ્યા છો. હું તો થોડા સમય માટે આમનામાં પ્રવેશ કરું છું. આ તો જૂની જુત્તી છે. પુરુષ ની એક સ્ત્રી મરી જાય છે તો કહે છે જૂની જૂત્તી ગઈ, હવે પછી નવી લે છે. આ પણ જૂનું તન છે ને? ૮૪ જન્મો નું ચક્ર લગાવ્યું છે. તતત્વમ્, તો હું આવીને આ રથ નો આધાર લઉં છું. પાવન દુનિયામાં તો ક્યારેય હું આવતો જ નથી. તમે પતિત છો, મને બોલાવો છો કે આવીને પાવન બનાવો. અંતે તમારી યાદ ફળીભૂત થશે ને? જ્યારે જૂની દુનિયા ખતમ થવાનો સમય થાય છે, ત્યારે હું આવું છું. બ્રહ્મા દ્વારા સ્થાપના. બ્રહ્મા દ્વારા અર્થાત્ બ્રાહ્મણો દ્વારા. પહેલાં ચોટલી બ્રાહ્મણ, પછી ક્ષત્રિય… તો બાજોલી રમો છો. હવે દેહ-અભિમાન છોડી દેહી-અભિમાની બનવાનું છે. તમે ૮૪ જન્મ લો છો. હું તો એક જ વાર ફક્ત આ તન ની લોન લઉં છું. ભાડા પર લઉં છું. હું આ મકાન નો માલિક નથી. આમને તો છતાં પણ હું છોડી દઈશ. ભાડું તો આપવું પડે છે ને! બાપ પણ કહે છે, હું મકાન નું ભાડું આપું છું. બેહદ નાં બાપ છે, કંઈક તો ભાડું આપતા હશે ને? આ તખ્ત લે છે, તમને સમજાવવા માટે. એવું સમજાવે છે જે તમે પણ વિશ્વ નાં તખ્તનશીન બની જાઓ છો. સ્વયં કહે છે, હું નથી બનતો. તખ્તનશીન અર્થાત્ તાઉસીતખ્ત પર બેસાડે છે. શિવબાબા ની યાદ માં જ સોમનાથ નું મંદિર બનાવ્યું છે. બાપ કહે છે આનાથી મને શું ટેસ્ટ આવશે? જડ પુતળું રાખી દે છે. મજા તો આપ બાળકો ને સ્વર્ગ માં છે. હું તો સ્વર્ગ માં આવતો જ નથી. પછી ભક્તિમાર્ગ જ્યારે શરુ થાય છે તો આ મંદિર વગેરે બનાવવામાં કેટલો ખર્ચો કર્યો? છતાં પણ ચોર લૂંટીને લઈ ગયાં. રાવણ નાં રાજ્ય માં તમારાં ધન-સંપત્તિ વગેરે બધાં ખલાસ થઈ જાય છે. હમણાં તે તાઉસી તખ્ત છે? બાપ કહે છે જે મારું મંદિર બનાવેલું હતું, તે મોહમ્મદ ગઝનવી આવીને લૂંટીને લઈ ગયો.

ભારત જેવો સાલવેન્ટ (સાહૂકાર) બીજો કોઈ દેશ નથી. આનાં જેવું તીરથ બીજું કોઈ બની ન શકે. પરંતુ આજે તો હિન્દુ ધર્મ નાં અનેક તીરથ થઈ ગયાં છે. હકીકત માં બાપ જે સર્વ ની સદ્દગતિ કરે છે, તીરથ તો એમનું હોવું જોઈએ. આ પણ ડ્રામા બનેલો છે. સમજવામાં ખૂબ સહજ છે. પરંતુ નંબરવાર જ સમજે છે કારણ કે રાજધાની સ્થાપન થઈ રહી છે. સ્વર્ગ નાં માલિક આ લક્ષ્મી-નારાયણ છે. આ છે ઉત્તમ માં ઉત્તમ પુરુષ જેમને પછી દેવતા કહેવાય છે. દૈવી ગુણવાળા ને દેવતા કહેવાય છે. આ ઊંચ દેવતા ધર્મ વાળા પ્રવૃત્તિમાર્ગ નાં હતાં. એ સમયે તમારો જ પ્રવૃત્તિ માર્ગ રહે છે. બાપે તમને ડબલ તાજધારી બનાવ્યાં. રાવણે પછી બંને તાજ ઉતારી દીધાં. હવે તો નો-તાજ (તાજ નથી), નથી પવિત્રતા નો તાજ, નથી ધન નો તાજ, બંને રાવણે ઉતારી દીધાં છે. પછી બાપ આવીને તમને બંને તાજ આપે છે-આ યાદ અને ભણતર થી. એટલે ગાય છે-ઓ ગોડફાધર અમારા ગાઈડ પણ બનો, લિબ્રેટ પણ કરો. ત્યારે તમારું નામ પણ પંડા રાખેલું છે. પાંડવ, કૌરવ, યાદવ ક્યા કરત ભયે. કહે છે બાબા અમને દુઃખ નાં રાજ્ય થી છોડાવીને સાથે લઈ જાઓ. બાપ જ સચખંડ ની સ્થાપના કરે છે, જેને સ્વર્ગ કહેવાય છે. પછી રાવણ જૂઠખંડ બનાવે છે. તે કહે છે શ્રીકૃષ્ણ ભગવાનુવાચ. બાપ કહે છે શિવ ભગવાનુવાચ. ભારતવાસીઓએ નામ બદલી લીધું તો આખી દુનિયાએ બદલી લીધું. શ્રીકૃષ્ણ તો દેહધારી છે, વિદેહી તો એક શિવબાબા છે. હમણાં બાપ દ્વારા આપ બાળકો ને માઈટ મળે છે. આખાં વિશ્વનાં તમે માલિક બનો છો. પૂરું આકાશ, ધરતી તમને મળી જાય છે. કોઈની તાકાત નથી જે તમારી પાસે થી છીનવી શકે, પોણો કલ્પ. એમની તો જ્યારે વૃદ્ધિ થઈને કરોડો નાં અંદાજ માં થાય ત્યારે લશ્કર લઈને આવીને તમને જીતે. બાપ બાળકોને કેટલું સુખ આપે છે? એમનું ગાયન જ છે દુઃખહર્તા-સુખકર્તા. આ સમયે બાપ તમને કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ સમજાવે છે. રાવણ રાજ્ય માં કર્મ વિકર્મ બની જાય છે. સતયુગ માં કર્મ અકર્મ થઈ જાય છે. હવે તમને એક સદ્દગુરુ મળ્યા છે, જેમને પતિઓનાં પતિ કહે છે કારણ કે એ પતિ લોકો પણ બધાં એમને યાદ કરે છે. તો બાપ સમજાવે છે આ કેટલો વન્ડરફુલ ડ્રામા છે! આટલાં નાનકડા આત્મા માં અવિનાશી પાર્ટ ભરાયેલો છે, જે ક્યારેય ખતમ થવાનો નથી. આને અનાદિ-અવિનાશી ડ્રામા કહેવાય છે. ગોડ ઈઝ વન. રચના અથવા સીડી અને ચક્ર બધું એક જ છે. નથી કોઈ રચયિતા ને, નથી રચના ને જાણતાં. ઋષિ-મુની પણ કહી દે છે અમે નથી જાણતાં. હમણાં તમે સંગમ પર બેઠાં છો, તમારું માયા સાથે યુદ્ધ છે. તે છોડતી નથી. બાળકો કહે છે-બાબા, માયા ની થપ્પડ લાગી ગઈ. બાબા કહે છે-બાળકો, કરેલી કમાણી ચટ કરી દીધી. તમને ભગવાન ભણાવે છે તો સારી રીતે ભણવું જોઈએ. આવું ભણતર તો પછી ૫ હજાર વર્ષ પછી મળશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ દુઃખધામ થી બુદ્ધિયોગ કાઢી નવી દુનિયા સ્થાપન કરવાવાળા બાપ ને યાદ કરવાના છે, સતોપ્રધાન બનવાનું છે.

2. બાપ સમાન પ્રેમ નાં સાગર, શાંતિ અને સુખ નાં સાગર બનવાનું છે. કર્મ, અકર્મ અને વિકર્મ ની ગતિ ને જાણી સદા શ્રેષ્ઠ કર્મ કરવાના છે.

વરદાન :-
સદા ઉમંગ - ઉત્સાહ માં રહી મન થી ખુશી નાં ગીત ગાવાવાળા અવિનાશી ખુશનસીબ ભવ

આપ ખુશનસીબ બાળકો અવિનાશી વિધિ થી અવિનાશી સિદ્ધિઓ પ્રાપ્ત કરો છો. તમારા મન થી સદા વાહ-વાહ ની ખુશી નાં ગીત વાગતા રહે છે. વાહ બાબા! વાહ તકદીર! વાહ મીઠો પરિવાર! વાહ શ્રેષ્ઠ સંગમ નો સુખદ્ સમય! દરેક કર્મ વાહ-વાહ છે એટલે આપ અવિનાશી ખુશનસીબ છો. તમારા મન માં ક્યારેય વાય, આય (કેમ, હું) ન આવી શકે. વાય નાં બદલે વાહ-વાહ અને આય નાં બદલે બાબા-બાબા શબ્દ જ આવે છે.

સ્લોગન :-
જે સંકલ્પ કરો છો એને અવિનાશી ગવર્મેન્ટ ની સ્ટેમ્પ લગાવી દો તો અટલ રહેશે.

માતેશ્વરીજી નાં મધુર મહાવાક્ય - “જીવનની આશ પૂર્ણ થવાનો સુખદ સમય”

આપણી સર્વ આત્માઓની ઘણાં સમય થી આ આશા હતી કે જીવન માં સદા સુખ-શાંતિ મળે, હવે અનેક જન્મોની આશા ક્યારેક તો પૂર્ણ થશે. હવે આ છે આપણો અંતિમ જન્મ, આ અંત નાં જન્મ નો પણ અંત છે. એવું કોઈ ન સમજે હું તો હમણાં નાનો છું, નાનાં મોટા ને સુખ તો જોઈએ ને? પરંતુ દુઃખ કઈ વસ્તુ થી મળે છે? એનું પણ પહેલાં જ્ઞાન જોઈએ. હવે તમને નોલેજ મળી છે કે આ પાંચ વિકારો માં ફસાવાનાં કારણે આ જે કર્મબંધન બનેલા છે, એને પરમાત્મા ની યાદ અગ્નિ થી ભસ્મ કરવાના છે, આ છે કર્મબંધન થી છૂટવાનો સહજ ઉપાય. આ સર્વશક્તિવાન બાબા ને ચાલતાં-ફરતાં શ્વાંસો-શ્વાંસ યાદ કરો. હવે આ ઉપાય બતાવવાની સહાયતા સ્વયં પરમાત્મા આવીને કરે છે, પરંતુ આમાં પુરુષાર્થ તો દરેક આત્માએ કરવાનો છે. પરમાત્મા તો બાપ, ટીચર, ગુરુ રુપ માં આવી આપણને વારસો આપે છે. તો પહેલાં એ બાપ નાં થઈ જવાનું છે, પછી ટીચર પાસેથી ભણવાનું છે જે ભણતર થી ભવિષ્ય જન્મ-જન્માંતર સુખ ની પ્રાલબ્ધ બનશે અર્થાત્ જીવન-મુક્ત પદ માં પુરુષાર્થ અનુસાર પદ મળે છે. અને ગુરુ રુપ માં પવિત્ર બનાવી મુક્તિ આપે છે, તો આ રહસ્ય ને સમજી એવો પુરુષાર્થ કરવાનો છે. આ જ સમય છે જૂનું ખાતું ખતમ કરી નવું જીવન બનાવવાનો, આ સમયે જેટલો પુરુષાર્થ કરી પોતાનાં આત્મા ને પવિત્ર બનાવશો એટલો જ શુદ્ધ રેકોર્ડ ભરાશે, પછી આખો કલ્પ ચાલશે, તો આખાં કલ્પ નો આધાર આ સમય ની કમાણી પર છે. જુઓ, આ સમયે જ તમને આદિ-મધ્ય-અંત નું જ્ઞાન મળે છે, આપણે જ દેવતા બનવાનું છે અને પોતાની ચઢતી કળા છે પછી ત્યાં જઈને પ્રાલબ્ધ ભોગવીશું. ત્યાં દેવતાઓને પછીની ખબર નથી પડતી કે અમે ઉતરીશું, જો આ ખબર હોય કે સુખ ભોગવવાનું પછી ઉતરવાનું છે તો ઉતરવાની ચિંતા માં સુખ પણ ભોગવી ન શકે. તો આ ઈશ્વરીય કાયદો રચાયેલો છે કે મનુષ્ય સદા ચઢવાનો પુરુષાર્થ કરે છે અર્થાત્ સુખ માટે કમાણી કરે છે. પરંતુ ડ્રામા માં અડધો-અડધો પાર્ટ બનેલો છે જે રહસ્ય ને આપણે જાણીએ છીએ, પરંતુ જે સમયે સુખ નો વારો છે તો પુરુષાર્થ કરી સુખ લેવાનું છે, આ છે પુરુષાર્થ ની ખૂબી. એક્ટર નું કામ છે એક્ટ કરતી વખતે સંપૂર્ણ ખૂબી થી પાર્ટ ભજવવો, જે જોવા વાળા હિયર હિયર (વાહ વાહ) કરે, એટલે હીરો હીરોઈન નો પાર્ટ દેવતાઓને મળેલો છે જેમનાં યાદગાર ચિત્ર ગવાય અને પૂજાય છે. નિર્વિકારી પ્રવૃત્તિ માં રહી કમળફૂલ અવસ્થા બનાવવી, આ જ દેવતાઓની ખૂબી છે. આ ખૂબી ને ભૂલવાથી જ ભારતની આવી દુર્દશા થઈ છે, હવે ફરી થી એવું જીવન બનાવવા વાળા સ્વયં પરમાત્મા આવેલા છે, હવે એમનો હાથ પકડવાથી જીવન નૈયા પાર થશે. અચ્છા - ઓમ્ શાંતિ.