17-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ શરીર ને ન જોઈ આત્માને જુઓ , પોતાને આત્મા સમજી આત્મા સાથે વાત કરો , આ અવસ્થા જમાવવાની છે , આ જ ઊંચી મંઝિલ છે”

પ્રશ્ન :-
આપ બાળકો બાપ ની સાથે ઉપર (ઘર માં) ક્યારે જશો?

ઉત્તર :-
જ્યારે અપવિત્રતા ની માત્રા રિંચક પણ નહીં રહેશે. જેવી રીતે બાપ પ્યોર (પવિત્ર) છે તેવી રીતે આપ બાળકો પણ પ્યોર બનશો ત્યારે ઉપર જઈ શકશો. હમણાં આપ બાળકો બાપ ની સન્મુખ છો. જ્ઞાન-સાગર પાસેથી જ્ઞાન સાંભળી-સાંભળીને જ્યારે ફુલ થઈ જશો, બાપ ને નોલેજ થી ખાલી કરી દેશો પછી તે પણ શાંત થઈ જશે અને આપ બાળકો પણ શાંતિધામ માં ચાલ્યા જશો. ત્યાં જ્ઞાન ટપકવાનું બંધ થઈ જાય છે. બધુંજ આપી દીધું પછી એમનો પાર્ટ છે સાઈલેન્સ નો.

ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ. જ્યારે શિવ ભગવાનુવાચ કહેવાય છે તો સમજી જવું જોઈએ-એક શિવ જ ભગવાન અથવા પરમપિતા છે. એમને જ આપ બાળકો અથવા આત્માઓ યાદ કરો છો. પરિચય તો મળ્યો છે રચયિતા બાપ પાસેથી. આ તો જરુર છે નંબરવાર પુરુષાર્થ અનુસાર જ યાદ કરતા હશો. બધાં એકરસ યાદ નહીં કરશે. આ ખૂબ સૂક્ષ્મ વાત છે. પોતાને આત્મા સમજી, બીજાઓને પણ આત્મા સમજે, આ અવસ્થા જમાવવામાં સમય લાગે છે. તે મનુષ્ય લોકો તો કંઈ પણ નથી જાણતાં. ન જાણવાનાં કારણે સર્વવ્યાપી કહી દે છે. જે પ્રકારે આપ બાળકો પોતાને આત્મા સમજો છો, બાપ ને યાદ કરો છો, એવી રીતે બીજા કોઈ યાદ નહીં કરી શકતા હોય. કોઈ પણ આત્મા નો યોગ બાપ ની સાથે નથી. આ વાતો છે ખૂબ ગુહ્ય. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાના છે. કહે પણ છે ને, આપણે ભાઈ-ભાઈ છીએ તો આત્મા ને જોવો જોઈએ. શરીર ને ન જોવું જોઈએ. આ ખૂબ ઊંચી મંઝિલ છે. ઘણાં છે જે બાપ ને ક્યારેય યાદ પણ નહીં કરતા હોય. આત્મા પર મેલ ચઢેલો છે. મુખ્ય આત્મા ની જ વાત છે. આત્મા જ હવે તમોપ્રધાન બન્યો છે, જે સતોપ્રધાન હતો-આ આત્મા માં જ્ઞાન છે. જ્ઞાન નાં સાગર પરમાત્મા જ છે. તમે પોતાને જ્ઞાન-સાગર નહીં કહેશો. તમે જાણો છો આપણે બાપ પાસેથી પૂરું જ જ્ઞાન લેવાનું છે. એ પોતાની પાસે રાખીને શું કરશે? અવિનાશી જ્ઞાન-રત્નો નું ધન બાળકોને આપવાનું જ છે. બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર ઉઠાવવા વાળા છે. જે વધારે ઉઠાવે છે એ જ વધારે સર્વિસ કરી શકે છે. બાબા ને જ્ઞાન-સાગર કહેવાય છે. એ પણ આત્મા, તમે પણ આત્માઓ. આપ આત્માઓ પૂરું જ્ઞાન લઈ લો છો. જેવી રીતે એ એવર પ્યોર છે, તમે પણ એવર પ્યોર બનશો. પછી જ્યારે અપવિત્રતા રિંચક પણ નહીં રહેશે, ત્યારે ઉપર ચાલ્યા જશો. બાપ યાદ ની યાત્રા ની યુક્તિ શીખવાડે છે. આ તો જાણો છો આખો દિવસ યાદ નથી રહેતી. અહીં આપ બાળકોને બાપ સન્મુખ બેસી સમજાવે છે, બીજા બાળકો તો સન્મુખ નથી સાંભળતાં. મોરલી વાંચે છે. અહીં તમે સન્મુખ છો. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો અને જ્ઞાન પણ ધારણ કરો. આપણે બાપ જેવા સંપૂર્ણ જ્ઞાન-સાગર બનવાનું છે. ફુલ નોલેજ સમજી જશો તો જેમ કે બાપ ને નોલેજ થી ખાલી કરી દેશો પછી એ શાંત થઈ જશે. એવું નથી, એમની અંદર જ્ઞાન ટપકતું રહેશે. બધુંજ આપી દીધું પછી એમનો પાર્ટ રહ્યો સાઈલેન્સ નો. જેવી રીતે તમે સાઈલેન્સ માં રહેશો તો જ્ઞાન થોડી ટપકશે? આ પણ બાપે સમજાવ્યું છે આત્મા સંસ્કાર લઈ જાય છે. કોઈ સંન્યાસી નો આત્મા હશે તો નાનપણ માં જ એમને શાસ્ત્ર કંઠ થઈ જશે. પછી એમનું નામ ખૂબ થઈ જાય છે. હવે તમે તો આવ્યા છો નવી દુનિયામાં જવા માટે. ત્યાં તો જ્ઞાન નાં સંસ્કાર નથી લઈ આવી શકતાં. આ સંસ્કાર મર્જ થઈ જાય છે. બાકી આત્માએ પોતાની સીટ લેવાની છે નંબરવાર પુરુષાર્થ અનુસાર. પછી તમારા શરીરો પર નામ પડે છે. શિવાબાબા તો છે જ નિરાકાર. કહે છે હું આ ઓર્ગનસ ની લોન લઉં છું. એ તો ફક્ત સંભળાવવા જ આવે છે. એ કોઈનું જ્ઞાન સાંભળશે નહીં કારણ કે સ્વયં જ્ઞાન નાં સાગર છે ને? ફક્ત મુખ દ્વારા જ એ મુખ્ય કામ કરે છે. આવે જ છે બધાને રસ્તો બતાવવાં. બાકી સાંભળીને શું કરશે? એ સદૈવ સંભળાવતા જ રહે છે કે આમ-આમ કરો. આખાં ઝાડ નાં રહસ્ય સંભળાવે છે. આપ બાળકોની બુદ્ધિમાં છે કે નવી દુનિયા તો ખૂબ નાની હશે. આ જૂની દુનિયા તો કેટલી મોટી છે? પૂરી દુનિયામાં કેટલી લાઈટ બળે છે? લાઈટ દ્વારા શું-શું થાય છે? ત્યાં તો દુનિયા પણ નાની, લાઈટ પણ થોડી હશે. જાણે કે એક નાનું ગામ હશે. હમણાં તો કેટલાં મોટા-મોટા ગામ છે? ત્યાં આટલા નહીં હોય. થોડા મુખ્ય સારા રસ્તા હશે. પ તત્વ પણ ત્યાં સતોપ્રધાન બની જાય છે. ક્યારેય ચંચળતા નથી કરતાં. સુખધામ કહેવાય છે. એનું નામ જ છે હેવન. આગળ ચાલીને તમે જેટલાં નજીક આવતા રહેશો એટલી વૃદ્ધિ થતી રહેશે. બાપ પણ સાક્ષાત્કાર કરાવતા રહેશે. પછી એ સમયે લડાઈ માં પણ લશ્કર ની અથવા એરોપ્લેન વગેરેની જરુર નહીં રહેશે. તે તો કહે છે અમે અહીં બેસીને બધાને ખતમ કરી શકીએ છીએ. પછી આ એરોપ્લેન વગેરે થોડી કામ માં આવશે? પછી આ ચંદ્ર વગેરે માં આ પ્લોટ વગેરે જોવા પણ નહીં જશે. આ બધું ફાલતું સાયન્સ નું ઘમંડ છે. કેટલો શો કરી રહ્યા છે? જ્ઞાન માં કેટલું સાયલેન્સ છે. આને ઈશ્વરીય દેન કહે છે. સાયન્સ માં તો હંગામા જ હંગામા છે. તે શાંતિ ને જાણતા જ નથી.

તમે સમજો છો વિશ્વ માં શાંતિ તો નવી દુનિયામાં હતી, તે છે સુખધામ. હમણાં તો દુઃખ-અશાંતિ છે. આ પણ સમજાવવાનું છે તમે શાંતિ ઈચ્છો છો, ક્યારેય અશાંતિ થાય જ નહીં, તે તો છે શાંતિધામ અને સુખધામ માં. સ્વર્ગ તો બધાં ઈચ્છે છે. ભારતવાસી જ વૈકુંઠ સ્વર્ગ ને યાદ કરે છે. બીજા ધર્મ વાળા વૈકુંઠ ને યાદ નથી કરતાં. તે ફક્ત શાંતિ ને યાદ કરશે. સુખ ને તો યાદ કરી ન શકે. કાયદો નથી કહેતો. સુખ ને તો તમે જ યાદ કરો છો એટલે પોકારો છો અમને દુઃખ થી લિબ્રેટ કરો. આત્માઓ અસલ શાંતિધામ માં રહેવાવાળા છે. એ પણ કોઈ જાણે થોડી છે? બાપ સમજાવે છે તમે બેસમજ હતાં. ક્યાર થી બેસમજ બન્યાં? ૧૬ કળા થી, ૧૨-૧૪ કળા બનતા જાય, એટલે બેસમજ બનતા જાય. હમણાં કોઈ કળા નથી રહી. કોન્ફરન્સ કરતા રહે છે. સ્ત્રીઓ ને દુઃખ કેમ છે? અરે, દુઃખ તો આખી દુનિયામાં છે. અથાહ દુઃખ છે. હવે વિશ્વ માં શાંતિ કેવી રીતે થાય? હમણાં તો અનેકાનેક ધર્મ છે. આખાં વિશ્વ માં શાંતિ તો હમણાં થઈ ન શકે. સુખ ને તો જાણતા જ નથી. આપ બાળકીઓ બેસી સમજાવશો આ દુનિયામાં અનેક પ્રકાર નાં દુઃખ છે, અશાંતિ છે! જ્યાંથી આપણે આત્માઓ આવ્યા છીએ તે છે શાંતિધામ અને જ્યાં આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, તે હતું સુખધામ. આદિ સનાતન હિંદુ ધર્મ નહીં કહેવાશે. આદિ એટલે પ્રાચીન. તે તો સતયુગ માં હતો. એ સમયે બધાં પવિત્ર હતાં. એ છે જ નિર્વિકારી દુનિયા, વિકાર નું નામ નથી. ફરક છે ને? પહેલાં-પહેલાં તો નિર્વિકારી-પણું જોઈએ ને? એટલે બાપ કહે છે મીઠાં-મીઠાં બાળકો, કામ પર જીત મેળવો. પોતાને આત્મા સમજો. હમણાં આત્મા અપવિત્ર છે, આત્મા માં ખાદ પડી છે ત્યારે ઘરેણા (શરીર) પણ એવા બન્યા છે. આત્મા પવિત્ર તો ઘરેણા પણ પવિત્ર હશે, એને જ વાઇસલેસ વર્લ્ડ કહેવાય છે. વડ નું દૃષ્ટાંત પણ તમે આપી શકો છો. પૂરું ઝાડ ઊભું છે, ફાઉન્ડેશન નથી. આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નથી બીજા બધાં ઊભાં છે. બધાં અપવિત્ર છે, આને કહેવાય છે મનુષ્ય. તે છે દેવતાઓ. હું મનુષ્ય ને દેવતા બનાવવા આવ્યો છું. ૮૪ જન્મ પણ મનુષ્ય લે છે. સીડી દેખાડે છે કે તમોપ્રધાન બને છે તો હિન્દુ કહી દે છે. દેવતા કહી ન શકે કારણ કે પતિત છે. ડ્રામા માં રહસ્ય છે ને? નહીં તો હિન્દુ ધર્મ કોઈ નથી. આદિ સનાતન આપણે જ દેવી-દેવતા હતાં. ભારત જ પવિત્ર હતું, હવે અપવિત્ર છે. તો પોતાને હિન્દુ કહેવડાવે છે. હિન્દુ ધર્મ તો કોઈએ સ્થાપન કર્યો નથી. આપ બાળકોએ સારી રીતે ધારણ કરી સમજાવવાનું છે. આજકાલ તો એટલો સમય પણ નથી આપતાં. ઓછામાં ઓછો અડધો કલાક આપે ત્યારે પોઇન્ટ્સ સંભળાવાય. પોઇન્ટ્સ તો અસંખ્ય છે. પછી એમાંથી મુખ્ય-મુખ્ય સંભળાવાય છે. ભણતર માં પણ જેમ-જેમ ભણતા જાય છે તો પછી સહજ ભણતર અલ્ફ-બે વગેરે થોડી યાદ રહે છે? તે ભૂલાઈ જાય છે. તમને પણ કહેશે હવે તમારું જ્ઞાન બદલાઈ ગયું છે. અરે, ભણતર માં ઉપર ચઢતા જાય છે તો પહેલાનું ભણતર ભૂલાતું જાય છે ને? બાપ પણ અમને નિત્ય નવી-નવી વાતો સંભળાવે છે. પહેલાં હળવું ભણતર હતું, હવે બાપ ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવતા રહે છે. જ્ઞાન નાં સાગર છે ને? સંભળાવતા-સંભળાવતા પછી અંત માં બે શબ્દો કહી દે છે. અલ્ફ ને સમજ્યા તો પણ કાફી (બસ) છે. અલ્ફ ને જાણવાથી બે ને જાણી જ લેશો. આટલું ફક્ત સમજાવો તો પણ ઠીક છે. જે વધારે જ્ઞાન નથી ધારણ કરી શકતા તે ઊંચ પદ પણ મેળવી નથી શકતાં. પાસ વિથ ઓનર થઈ ન શકે. કર્માતીત અવસ્થા પ્રાપ્ત થઈ ન શકે, આમાં ખૂબ મહેનત જોઈએ. યાદ ની પણ મેહનત છે. જ્ઞાન ધારણ કરવાની પણ મહેનત છે. બંને માં બધાં હોશિયાર થઈ જાય તે પણ તો થઈ ન શકે. રાજધાની સ્થાપન થઈ રહી છે. બધાં નર થી નારાયણ કેવી રીતે બનશે? આપ ગીતા પાઠશાળા નો મુખ્ય ઉદ્દેશ તો આ છે. એ જ ગીતા જ્ઞાન છે. એ પણ કોણ આપે છે? આ તો તમારા સિવાય કોઈ જાણતું જ નથી. હમણાં છે કબ્રસ્તાન પછી પરિસ્તાન થવાનું છે.

હમણાં તમારે જ્ઞાન-ચિતા પર બેસી પુજારી થી પૂજ્ય જરુર બનવાનું છે. સાયન્સવાળા પણ કેટલાં હોશિયાર થતા જાય છે. ઇન્વેન્શન કરતા રહે છે. ભારતવાસી દરેક વાત ની અક્કલ ત્યાંથી શીખીને આવે છે. તે પણ અંતમાં આવશે તો એટલું જ્ઞાન ઉઠાવશે ને. પછી ત્યાં પણ આવીને આ જ એન્જિનિયરિંગ વગેરેનું કામ કરશે. રાજા-રાણી તો બની ન શકે, રાજા-રાણી ની આગળ સર્વિસ માં રહેશે. એવું-એવું ઈન્વેન્શન કરતા રહેશે. રાજા-રાણી તો બને જ છે સુખ માટે. ત્યાં તો બધાં સુખ મળી જાય છે. તો બાળકોએ પુરુષાર્થ પૂરો કરવો જોઈએ. ફુલ પાસ થઈને કર્માતીત અવસ્થા મેળવવાની છે. જલ્દી જવાનો વિચાર ન આવવો જોઈએ. હમણાં તમે છો ઈશ્વરીય સંતાન. બાપ ભણાવી રહ્યા છે. આ મિશન છે મનુષ્યો ને ચેન્જ કરવાની. જેવી રીતે બૌદ્ધીઓની, ક્રિશ્ચનો ની મિશન હોય છે ને? કૃષ્ણ અને ક્રિશ્ચન નો પણ પ્રાસ મળે છે. એમની લેવડ-દેવડ નું પણ ખૂબ કનેક્શન છે. જે આટલી મદદ કરે છે, એમની ભાષા વગેરે છોડી દેવી આ પણ એક ઇન્સલ્ટ છે. તે તો આવે જ છે પાછળ. નથી ખૂબ સુખ, નથી ખૂબ દુઃખ ઉઠાવતાં. પૂરું ઇન્વેન્શન તે લોકો કરે છે. અહીં ભલે કોશિશ કરે છે પરંતુ એક્યુરેટ ક્યારેય બનાવી નહીં શકે. વિદેશ ની વસ્તુ સારી હોય છે. ઓનેસ્ટી (પ્રમાણિકતા) થી બનાવે છે. અહીં તો ડીસ-ઓનેસ્ટી (અપ્રમાણિકતા) થી બનાવે છે, અથાહ દુઃખ છે. બધાનાં દુઃખ દૂર કરવાવાળા એક બાપ સિવાય બીજા કોઈ મનુષ્ય હોઈ ન શકે. ભલે કેટલી પણ કોન્ફરન્સ કરે છે, વિશ્વ માં શાંતિ થાય, ધક્કા ખાતા રહે છે. ફક્ત માતાઓનાં દુઃખ ની વાત નથી, અહીં તો અનેક પ્રકાર નાં દુઃખ છે. આખી દુનિયામાં ઝઘડા, મારામારી ની જ વાત છે. પાઈ-પૈસા ની વાત પર મારામારી કરી દે છે. ત્યાં તો દુઃખની વાત નથી હોતી. આ પણ હિસાબ કાઢવો જોઈએ. લડાઈ ક્યારે પણ શરુ થઈ શકે છે. ભારત માં રાવણ જ્યાર થી આવ્યો છે તો પહેલાં-પહેલાં ઘર માં લડાઈ શરુ થાય છે. જુદા-જુદા થઈ જાય છે, પરસ્પર લડી મરે છે પછી બહારવાળા આવે છે. પહેલાં બ્રિટિશ થોડી હતાં? પછી તે આવીને વચ્ચે રિશ્વત વગેરે આપીને પોતાનું રાજ્ય કરી લે છે. કેટલો રાત-દિવસ નો ફરક છે. નવા કોઈ પણ સમજી ન શકે. નવી નોલેજ છે ને? પછી પ્રાયઃલોપ થઈ જાય છે. બાપ નોલેજ આપે છે પછી તે ગુમ થઈ જાય છે. આ એક જ ભણતર, એક જ વાર, એક જ બાપ પાસે થી મળે છે. આગળ ચાલીને તમને બધાને સાક્ષાત્કાર થતા રહેશે કે તમે આ બનશો. પરંતુ એ સમયે કરી જ શું શકશો? ઉન્નતિ મેળવી નહીં શકો. રિઝલ્ટ નીકળી જાય પછી ટ્રાન્સફર થવાની વાત થઈ જશે. પછી રડશે, પીટશે. આપણે બદલાઈ જઈશું નવી દુનિયા માટે. તમે મહેનત કરો છો જલ્દી ચારેય તરફ અવાજ નીકળે. પછી જાતે જ સેન્ટર્સ પર ભાગતા રહેશે. પરંતુ જેટલો સમય થતો જશે, ટૂ લેટ થતા રહેશે. પછી કંઈ જમા નહીં થશે. પૈસાની જરુર નહીં રહેશે. તમારા સમજાવવા માટે આ બેજ કાફી છે. આ બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. આ બેજ એવો છે જે બધાં શાસ્ત્રો નો તન્ત (સાર) આમાં છે. બાબા બેજ ની ખૂબ મહિમા કરે છે. તે સમય આવશે જે આ તમારો બેજ બધાં નયનો પર રાખતા રહેશે. મનમનાભવ, આમાં છે-મને યાદ કરો તો આ બનશો. પછી આ જ ૮૪ જન્મ લે છે. પુનર્જન્મ ન લેવાવાળા એક જ બાપ છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદ ની મહેનત અને જ્ઞાન ની ધારણા થી કર્માતીત અવસ્થા મેળવવાનો પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાન-સાગર ની સંપૂર્ણ નોલેજ સ્વયં માં ધારણ કરવાની છે.

2. આત્મામાં જે ખાદ પડી છે એ કાઢી સંપૂર્ણ વાઇસલેસ બનવાનું છે. રિંચક માત્ર પણ અપવિત્રતા નો અંશ ન રહે. અમે આત્મા ભાઈ-ભાઈ છીએ… આ અવસ્થા જમાવવાની છે.

વરદાન :-
સમય અને સંકલ્પ રુપી ખજાના પર અટેન્શન આપી જમા નું ખાતું વધારવા વાળા પદમાપદમપતિ ભવ

આમ ખજાના તો ખૂબ છે પરંતુ સમય અને સંકલ્પ વિશેષ આ બંને ખજાના પર અટેન્શન આપો. સંકલ્પ શ્રેષ્ઠ અને શુભ હોય તો જમા નું ખાતું વધતું જશે. આ સમયે એક જમા કરશો તો પદમ મળશે, હિસાબ છે. એક નાં પદમ ગુણા કરી આપવાની આ બેંક છે, એટલે કંઈ પણ થાય, ત્યાગ કરવો પડે, તપસ્યા કરવી પડે, નિર્માણ બનવું પડે, કંઈ પણ થઈ જાય… આ બે વાતો પર અટેન્શન હોય તો પદમાપદમ પતિ બની જશો.

સ્લોગન :-
મનોબળ થી સેવા કરો તો એની પ્રારબ્ધ અનેક ગણી વધારે મળશે.