17-07-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ ભારતભૂમિ નિરાકાર બાપ ની જન્મભૂમિ છે , અહીં જ બાપ આવે છે તમને રાજયોગ શીખવાડી રાજાઈ આપવાં , તમારી સેવા કરવાં”

પ્રશ્ન :-
શિવબાબા પોતાનાં દરેક બાળક થી કઈ પ્રતિજ્ઞા કરાવે છે?

ઉત્તર :-
મીઠાં બાળકો - પ્રતિજ્ઞા કરો કે બાબા અમે કોઈ પણ વિકર્મ નહીં કરીશું. ૫ વિકારોનું અમે દાન દઈએ છીએ. અંદર માં ડર રહેવો જોઈએ - જો અમે દાન દઈને પછી પાછું લઈશું તો બહુજ પાપ બની જશે, જેની કઠોર સજા ખાવી પડશે. હરિશ્ચંદ્ર ની કહાણી પણ આનાં પર જ બનેલી છે.

ઓમ શાંતિ!
આ બાળકોની છે ગોડલી સ્ટુડન્ટ લાઈફ (ઈશ્વરીય વિદ્યાર્થી જીવન). બાળકો જાણે છે કે અમે એમની પાસે આવ્યાં છીએ. એ જ કલ્પ-કલ્પ ભારતવાસી બાળકો ને આવીને રાજ્ય-ભાગ્ય આપે છે. ભારત માં જ આવે છે ને. આ ભારતભૂમિ છે. પોતાની ભૂમિ પર ખૂબ પ્રેમ રીગાર્ડ (સમ્માન) હોય છે. જેમ કોઇ વિલાયત નો મોટો વ્યક્તિ અહીં મરે છે તો તેને વિલાયત લઈ જાય છે અથવા અહીં નો કોઈ મોટો વ્યક્તિ વિલાયત માં મરે છે તો એને અહીં લઈ આવે છે. પોતાની ભૂમિ નું માન રાખે છે. ભારત ને કહેવાય છે ભગવાન ની જન્મભૂમિ. આ પણ જાણો છો જેમને ભગવાન અથવા અલ્લાહ, પરમાત્મા કહેવાય છે એમની સામે હમણાં તમે બેઠા છો. નામ તો જરુર જોઇએ ને. અલ્લાહ કહે છે તો પણ લિંગ ની પૂજા કરે છે. ઈશ્વર અથવા ખુદા કહે છે તો જરુર એમની નિશાની જોઈએ ને. લિંગ ને બધી તરફ પૂજે છે. ચિત્રો માં પણ આજકાલ દેવતાઓની આગળ પરમપિતા પરમાત્મા નું ચિત્ર લિંગ દેખાડે છે. એ છે સૌથી ઊંચા, એમને પોતાનું શરીર નથી, એટલે નિરાકાર કહેવાય છે. સાકાર નથી. હવે આપ બાળકો જાણો છો આપણે એમની સામે કલ્પ-કલ્પ હાજર થઈએ છીએ - શિક્ષા લેવા માટે. ભગવાનુવાચ છે તો જરુર રાજયોગ શીખવાડતાં હશે. વિદ્યાર્થીઓ ને રાજયોગ શીખવાડ્યો હતો અને તે રાજા-રાણી બન્યાં હતાં. લડાઈ વગેરેની તો વાત નથી. આ લક્ષ્મી-નારાયણ વગેરેએ લડાઈ થી થોડી બાદશાહી મેળવી છે. બિલકુલ નહીં. દુનિયા બિલકુલ નથી જાણતી કે એમણે સતયુગ માં રાજ્ય કેવી રીતે મેળવ્યું. હવે આપ બાળકો સમજો છો આપણે બાપ પાસેથી રાજ્ય લઈ રહ્યાં છીએ. આપણે એમની સન્મુખ બેઠા છીએ. એ જ બાબા છે, કૃષ્ણ નથી. કૃષ્ણ તો નાનો બાળક છે, એ છે રચના. હવે બરાબર કૃષ્ણ પોતાનું પદ લઇ રહ્યાં છે જે ફરી ભવિષ્ય માં કૃષ્ણ કહેવાશે. આ છે બધી ભણતર ની વાત.

તમે જાણો છો બાબા આપણને રાજયોગ શીખવાડે છે. જેવી રીતે મનુષ્ય, મનુષ્ય ને બેરિસ્ટર, એન્જિનિયર વગેરે બનાવે છે. છે તો મનુષ્ય ને. તમે સમજો છો આપણે પણ મનુષ્ય છીએ, પરંતુ આપણે પતિત છીએ. હવે બાપ પાવન પણ બનાવે છે અને આપણને વારસો પણ આપે છે. પાવન દુનિયા તો નવી દુનિયા જ હશે. નવી દુનિયામાં છે જ રાજાઈ. હમણાં તમે બાપ ની સન્મુખ બેઠા છો. જેવી રીતે લૌકિક બાપ બાળકો ને પ્રેમ થી બેસી સમજાવે છે, આ છે પારલૌકિક વિચિત્ર બાપ. જેનાં માટે તમે ગાતા આવ્યાં છો ત્વમેવ માતા ચ્ પિતા… આ સમયે તમે જાણો છો આ પોતાનો પાર્ટ ભજવે છે, જે ભક્તિમાર્ગ માં આપણે ગાયન કરતાં હતાં. તમે કહો છો અમે શિવબાબા ની પાસે આવ્યાં છીએ. ચિઠ્ઠી પણ લખો છો - શિવબાબા કેયર ઓફ બ્રહ્મા. કોઈને તમે પોસ્ટ દેખાડો તો વન્ડર (આશ્ચર્ય) ખાશે - શિવબાબા કેયર ઓફ બ્રહ્મા એવું તો ક્યારેય સાંભળ્યું નથી. શિવબાબા બ્રહ્મા માં આવીને વિષ્ણુપુરી ની સ્થાપના કરી રહ્યાં છે, સામે ઉભાં છે. ઉપર માં છે શિવબાબા. શિવબાબાએ બ્રહ્મા દ્વારા સ્થાપના કરી હતી, હવે ફરી થી કરી રહ્યાં છે. આ છે પ્રવૃત્તિ માર્ગ. રાજવિદ્યા માં પણ બૅરિસ્ટર ભણાવે છે તો મેલ-ફીમેલ (સ્ત્રી-પુરુષ) બંને ભણે છે. ફીમેલ પણ જ્જ, બેરિસ્ટર, ડોક્ટર વગેરે બને છે. આ પણ પ્રવૃત્તિ માર્ગ છે. સંન્યાસીઓ નો છે નિવૃત્તિ માર્ગ, તે અલગ છે. આ પણ બાબાએ સમજાવ્યું છે - શંકરાચાર્ય જો ન આવત તો પવિત્રતા નો અંશ ન રહ્યો હોત. ભારત બિલકુલ જ બળી મરત. આ નોંધ છે - ભારત ને થમાવવા માટે. ભારત ખૂબ પવિત્ર હતું પછી અપવિત્ર બન્યું છે. હવે ભારત કેટલું કંગાળ છે. કહે છે સોના ની લંકા સમુદ્ર ની નીચે ચાલી ગઈ. હવે લંકા તો સોના ની હોઈ ન શકે. આ બધી કથાઓ બેસી લખેલી છે જેનાથી ફાયદો કાંઈ પણ નથી.

આપ બાળકો જાણો છો બરોબર બાબા આપણને બિલકુલ સહજ યાદ નાં બળ થી કેટલાં ઊંચ બનાવે છે. બાપ પ્રતિજ્ઞા કરે છે, જો નિરંતર યાદ કરવાનો પુરુષાર્થ કરશો તો વિકર્મ વિનાશ થઇ જશે. ભક્તિમાર્ગ માં પણ યાદ કરવાનો પુરુષાર્થ કર્યો છે ને. કેમ યાદ કરે છે? કે અમને સાક્ષાત્કાર થાય. એમ નથી યાદ કરતાં કે કૃષ્ણપુરી માં અમને બાદશાહી મળી જાય કે અમે નર થી નારાયણ બની જઈએ, ના. તમને પણ આ આશ નહોતી કે અમે મનુષ્ય થી દેવતા બનીએ. ગાય પણ છે મનુષ્ય સે દેવતા કિયે… તમે જુઓ છો બરોબર કળિયુગ પછી સતયુગ આવશે. કળિયુગ માં આટલાં મનુષ્ય છે. સતયુગ માં એક ધર્મ હશે. હમણાં તમને આત્મા અને પરમાત્મા નું પણ જ્ઞાન મળ્યું છે, દુનિયામાં એક પણ મનુષ્ય નથી જેમને આત્માનું જ્ઞાન હોય. આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ કેવી રીતે નોંધાયેલો છે, આ કોઈ નથી જાણતાં. આ શબ્દ પણ ક્યારેય કોઈ થી નથી સાંભળ્યાં. બાપ તો છે જ્ઞાન નાં સાગર, પતિત-પાવન, નિરાકાર. તમે જાણો છો આપણો આત્મા હવે પાપ આત્મા થી પુણ્ય આત્મા બની રહ્યો છે. સતયુગ માં તો છે બધા પુણ્ય આત્માઓ. અહીં છે પાપ આત્માઓ. એવું નહીં કે ખૂબ દાન-પુણ્ય કરવા વાળાને પુણ્ય આત્મા કહેવાય છે. ના. પુણ્ય આત્મા હોય જ છે સતયુગ માં. અહીં જે મનુષ્ય દાન-પુણ્ય કરે છે, એમને પુણ્ય આત્મા સમજે છે. ત્યાં તમને દાન-પુણ્ય વગેરે કરવાની દરકાર નથી રહેતી. ત્યાં ગરીબ કોઈ હોતું જ નથી. તમે ત્યાં સદૈવ નાં માટે પુણ્ય આત્મા છો જ. તમે તન-મન-ધન બધું બેહદ નાં બાપ અર્થ આપો છો, જેને બલિહાર થવું કહેવાય છે. બાપ કહે છે પહેલાં હું બલિહાર થાઉં છું કે તમે? બાબા કહે છે - પહેલાં તમે બલિહાર થાઓ છો ત્યારે પછી ૨૧ જન્મો નાં માટે બલિહારી મળશે. આ વાતો હમણાં તમે સારી રીતે સમજો છો, ડાયરેક્ટ સાંભળો છો. ઘર માં રહો છો તો ત્યાં મોરલી આવે છે. દૂર થી સાંભળો છો. હમણાં તો બાપ ની સન્મુખ બેઠા છો. બાપ કહે છે - બાળકો, હું તમારો બાપ પણ છું. અહીં અંધશ્રદ્ધા ની કોઈ વાત નથી. બાપ પણ છે, શિક્ષક પણ છે. બાપ નાં બનવાથી તે શિક્ષા આપે છે, તમારી બુદ્ધિ માં હવે બધું જ્ઞાન છે. ૮૪ નું ચક્ર પણ તમને સમજાવાય છે. જે ૮૪ જન્મ લેવા વાળા નહીં હશે તે સમજશે નહીં. તમે સમજો છો બરોબર અમે ૮૪ નું ચક્ર લગાવી હવે પાછા જઈએ છીએ. બાપ કહે છે - તમે આત્મા અશરીરી આવ્યાં હતાં પછી અશરીરી થઈને પાછા જવાનું છે. તમે પવિત્ર આત્માઓ થઈને જાઓ છો. પવિત્ર બનવાનાં માટે તમે પુરુષાર્થ કરી રહ્યાં છો. યોગબળ અર્થાત્ યાદબળ થી તમે પવિત્ર બની જશો. યોગ શબ્દ શાસ્ત્રો નો છે. રાઈટ શબ્દ છે યાદ. સ્ત્રી ને પતિની અથવા પુરુષ ને પત્ની ની યાદ રહે છે ને? યોગ નો અર્થ જ છે યાદ. બાપ પણ કહે છે - મામેકમ્ યાદ કરો બીજા સંગ બુદ્ધિયોગ તોડી મુજ પોતાનાં બાપની સાથે બુદ્ધિયોગ જોડો. યાદ કરો. જેટલું યાદ કરશો એટલાં તમારા વિકર્મ વિનાશ થશે. બરોબર ભારત ને કલ્પ-કલ્પ વારસો મળે છે. શિવજયંતી પણ પ્રસિદ્ધ છે. જેમ બુદ્ધ, ક્રાઈસ્ટ વગેરેની જયંતી છે તેમ નિરાકાર શિવ ની જયંતી છે. એ ઊંચા માં ઊંચ થઈ ગયાં. કૃષ્ણ જયંતી પણ પ્રસિદ્ધ છે. પરંતુ એ શું આવીને કરે છે? આ કોઈને પણ ખબર નથી. કૃષ્ણ સતયુગ નો પ્રિન્સ (રાજકુમાર) હતાં. જરુર એમને કોઈએ એવાં કર્મ શીખવાડ્યાં હશે, જે સતયુગ નાં પ્રિન્સ બન્યાં છે. નાનો બાળક તો પવિત્ર જ છે. ત્યાં વિકાર ની વાત નથી હોતી. બાળક શુદ્ધ હોય છે. ભગવાન તો એક જ નિરાકાર છે, ગોડ ઇઝ વન. બાકી બધી છે રચના. રચના થી ક્યારેય રચના ને વારસો નથી મળી શકતો. વારસો બાપ પાસેથી મળશે. ભાઈ ને ભાઈ થી વારસો નથી મળી શકતો. તમે બધાં ભાઈ-ભાઈ છો. બ્રધરહુડ (બંધુત્વ) કહો છો ને. બાપ તો એક જ છે, વારસો બાપ પાસેથી મળશે. બધાં ભાઈઓનાં સદ્દગતિ દાતા એક બાપ છે. બધા આત્માઓને બાપ પાસેથી વારસો મળી રહ્યો છે. બાપ કહે છે - હું આત્માઓ ને આવીને ભણાવું છું, આત્માઓને સદ્દગતિ આપું છું. બાપ બેસી રાજ્યોગ શીખવાડે છે. આ ભણતર નું પદ તમારે અહીં નથી મેળવવાનું. તે બૅરિસ્ટર વગેરે આ જન્મ માં બને છે, પછી બીજો જન્મ લઇને ફરી થી ભણશે.

તમે જાણો છો આ ભણતર થી આપણે ૨૧ જન્મનાં માટે પ્રારબ્ધ મેળવીએ છીએ. ત્યાં સતયુગ માં ડોક્ટર વગેરે કોઈ હોતાં નથી. ત્યાં બીમારી જ નથી હોતી. ત્યાં તમે ગર્ભ-મહેલ માં રહો છો. અહીં ગર્ભ-જેલ માં રહો છો જ્યાં ખૂબ સજાઓ મળે છે, ત્યારે પોકારો છો આ જેલ થી બહાર કાઢો, અમે પછી કોઈ ભૂલ નહીં કરીશું. ધર્મરાજ થી પ્રતિજ્ઞા કરે છે. અહીં તમારે શિવબાબા થી પ્રતિજ્ઞા કરવાની છે. બાબા અમે ક્યારેય વિકર્મ નહીં કરીશું. ૫ વિકાર અમે તમને આપી દઈએ છીએ. આ પણ બાપ જાણે છે કે વિકાર કોઈ એમ ફટ થી નહીં છૂટશે. અંદર ડર રહેવો જોઈએ, અમે વિકારોનું દાન દઈને પછી લઈશું તો મોટું પાપ થઈ જશે. જેવી રીતે રાજા હરિશ્ચંદ્ર નું ઉદાહરણ છે. બાપ જાણે છે એવું નથી કે ૫ વિકાર ઝટ થી છૂટી જાય છે. ના, સમય લાગે છે. તમારી કર્માતીત અવસ્થા થશે ત્યારે લડાઈ લાગશે. આ ૫ વિકાર છે મોટા દુશ્મન. તેમાં પણ મુખ્ય એક છે દેહ-અભિમાન. તેનું દાન આપવું કેટલું મુશ્કેલ છે. ઘડી-ઘડી બાપ કહે છે - પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. પરંતુ આ થતું નથી. દેહ-અભિમાની બનવાથી પછી કામ નો માર લાગે છે. દેહ-અભિમાન સૌથી આગળ છે. દેહી-અભિમાની બનવાની મહેનત છે. મુખ્ય દેહ-અભિમાન આવવાથી જ પાપ થાય છે. ૫ વિકાર દાન માં દેવા પડે, એમાં સમય લાગે છે. સાજન વગર સજનીઓ તો જઈ ન શકે. પહેલાં સાજને જવાનું છે પછી સજનીઓ. સાજને આવીને બધી આત્માઓને લઈ જવાની છે. જ્યાં સુધી કર્માતીત અવસ્થા થાય ત્યાં સુધી પુરુષાર્થ કરવાનો છે. દેહ-અભિમાન આવવાથી જ પછી ભૂલો થાય છે. કહે છે બાબા દેહ-અભિમાન માં આવીને વિકાર માં પડ્યાં. તોફાન તો ખૂબ આવશે. વિકાર નો સંકલ્પ આવશે પરંતુ કર્મેન્દ્રિયો થી ક્યારેય કોઈ પાપ નથી કરવાનાં. માયા ને જીતવા માટે કેટલી મહેનત કરવી પડે છે. બાપ કહે છે - જો લગ્ન કરેલાં છે તો પવિત્ર રહી ને દેખાડો તો સંન્યાસી પણ જોશે. તમને આવક જુઓ કેટલી ભારે છે. પવિત્ર રહીને દેખાડ્યું તો ખૂબ ઊંચું પદ મેળવશો. તમારા પર તો બધા કુર્બાન થશે. બાબા પણ મહિમા કરે છે. ભલે પવિત્ર પણ રહો પરંતુ યોગ પણ જોઈએ. યોગ માં જ ઘડી-ઘડી વિઘ્ન પડે છે. દેહ-અભિમાન આવી જાય છે. પવિત્ર રહો છો તે તો ઠીક, પવિત્રતા થી જ પવિત્ર દુનિયામાં વારસો મેળવશો. પરંતુ પછી માયા પણ જોર રાખશે, માયા ખૂબ વાર કરે છે. બાપ સમજાવે છે આ બધું થશે. બહાદુરી દેખાડો છો પરંતુ સાથે-સાથે નિરંતર યાદ પણ રહે ત્યારે જ વિકર્મ વિનાશ થશે. રુસ્તમ જે બને છે તેમને માયા પણ ખૂબ સતાવે છે. યાદ માં મુશ્કેલ રહી શકે છે. જે રહી શકે છે તેમનો અનુભવ પૂછવો જોઈએ. શું સમજો છો, કેવી રીતે રહો છો. યાદ માં રહેવાથી વિકર્મ વિનાશ થશે. આ વાત બિલકુલ ન્યારી નવી છે. અહીંયા બેઠા છો તો નશો ચઢેલો છે. આ પણ સમજો છો ભગવાન એક જ નિરાકાર છે, ન કે કૃષ્ણ. હકીકત માં કૃષ્ણ નાં માટે શાસ્ત્રો માં વાતો લખી દીધી છે - ઓખલી થી બાંધ્યો, આ કર્યું… એવી કોઈ વાતો છે નહીં. આ પણ એમની ગ્લાનિ કરે છે, અપમાન કરે છે. કૃષ્ણ માં તો કોઈ પણ અવગુણ નહોતો. ચંચળતા કરવી આ પણ એક અવગુણ છે ને. કૃષ્ણ તો બિલકુલ જ મર્યાદા પુરુષોત્તમ છે. એમની મહિમા ગાય છે - સર્વગુણ સંપન્ન... ગવાયેલું છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ... બોલો, ગુરુ તો અમારા છે નહીં. અમે આમને ન તો ગુરુ, ન ઈશ્વર માનીએ છીએ. પતિત-પાવન તો એક જ નિરાકાર છે ને. સાકાર ગુરુ કોઈ પતિત-પાવન હોઈ ન શકે. આ સમયે તમે પરમપિતા પરમાત્મા ની આખી જીવન કહાણી ને જાણો છો. ૫ હજાર વર્ષ માં શિવબાબા નો શું પાર્ટ ભજવાય છે - આ તમે જાણો છો, બાપ દ્વારા. નોલેજફુલ તો બાપ છે ને. સુખ-શાંતિ, આનંદ નાં સાગર… આ મહિમા એમની છે. બાપ ની પાસે ખજાનો છે તો જરુર બાળકોને પણ આપતાં હશે ને. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરવા માટે આ કર્મેન્દ્રિયો થી કોઈ પણ ભૂલ નથી કરવાની. પવિત્ર રહેવાની સાથે-સાથે યાદ માં પણ મજબૂત થવાનું છે.

2. સદા પુણ્ય આત્મા બનવાનાં માટે તન-મન-ધન થી બાપ પર બલિહારી થવાનું છે. એકવાર બલિહાર થવાથી ૨૧ જન્મ નાં માટે પુણ્ય આત્મા બની જશો.

વરદાન :-
સહજયોગ ને નેચર અને નેચરલ બનાવવા વાળા દરેક સબ્જેક્ટ માં પરફેક્ટ ભવ

જેવી રીતે બાપ નાં બાળકો છો - એમાં કોઈ પર્સન્ટેજ નથી, એવી રીતે નિરંતર સહજયોગી કે યોગી બનવાની સ્ટેજ માં હવે પર્સન્ટેજ ખતમ થવી જોઈએ. નેચરલ અને નેચર થઈ જવી જોઈએ. જેવી રીતે કોઈની વિશેષ નેચર હોય છે, એ નેચર નાં વશ ન ઇચ્છતા પણ ચાલતાં રહે છે. એવી રીતે આ પણ નેચર બની જાય. શું કરું, કેવી રીતે યોગ લગાવું - આ વાતો ખતમ થઈ જાય તો દરેક સબ્જેક્ટ માં પરફેક્ટ બની જશો. પરફેક્ટ અર્થાત્ ઈફેક્ટ અને ડિફેક્ટ થી પરે.

સ્લોગન :-
સહન કરવું છે તો ખુશી થી કરો, મજબૂરી થી નહીં.

આ અવ્યક્ત ઈશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો .

પાવરફુલ યોગ અર્થાત્ લગન ની અગ્નિ, જ્વાળા રુપ ની યાદ જ ભ્રષ્ટાચાર, અત્યાચાર ને સમાપ્ત કરશે અને સર્વ આત્માઓ ને સહયોગ આપશે, આનાંથી જ બેહદની વૈરાગ વૃત્તિ પ્રજ્વલિત થશે. યાદ ની અગ્નિ એક તરફ એ અગ્નિ ને સમાપ્ત કરશે બીજી તરફ આત્માઓને પરમાત્મ-સંદેશ ની અનુભૂતિ કરાવશે, શીતળ સ્વરુપ ની અનુભૂતિ કરાવશે, આનાંથી જ આત્માઓ પાપો ની આગ થી મુક્ત થઈ શકશે.