17-09-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ રહસ્ય બધાને સંભળાવો કે આબૂ સૌથી મોટું તીર્થ છે , સ્વયં ભગવાને અહીંથી બધાની સદ્દગતિ કરી છે”

પ્રશ્ન :-
કઈ એક વાત મનુષ્ય જો સમજી જાય તો અહીં ભીડ થઈ જશે?

ઉત્તર :-
મુખ્ય વાત સમજી લે કે બાપે જે રાજયોગ શીખવાડ્યો હતો, તે હમણાં ફરીથી શીખવાડી રહ્યા છે, એ સર્વવ્યાપી નથી. બાપ આ સમયે આબૂમાં આવી વિશ્વમાં શાંતિ સ્થાપન કરી રહ્યા છે, તેમનું જડ યાદગાર દેલવાડા મંદિર પણ છે. આદિ દેવ અહીં ચૈતન્ય માં બેઠાં છે, આ ચૈતન્ય દેલવાડા મંદિર છે, આ વાત સમજી લે તો આબૂ ની મહિમા થઈ જાય અને અહીં ભીડ લાગી જાય. આબૂ નું નામ પ્રખ્યાત થઈ જાય તો અહીં ખૂબ આવશે.

ઓમ શાંતિ!
બાળકોને યોગ શીખવાડ્યો. બીજી બધી જગ્યાએ બધાં જાતે જ શીખે છે, શીખવાડવા વાળા બાપ નથી હોતાં. એક-બીજા ને જાતે જ શીખવાડે છે. અહીં તો બાપ બેસીને શીખવાડે છે બાળકોને. રાત-દિવસ નો ફરક છે. ત્યાં તો ખૂબ મિત્ર-સંબંધી વગેરે યાદ આવતા રહે છે, એટલું યાદ નથી કરી શકતા એટલે દેહી-અભિમાની ખૂબ મુશ્કેલ બનાય છે. અહીં તો દેહી-અભિમાની તમારે ખૂબ જલ્દી બનવું જોઈએ, પરંતુ ઘણાં છે જેમને કંઈ પણ ખબર નથી. શિવબાબા આપણી સર્વિસ કરી રહ્યા છે, આપણને કહે છે સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. જે બાપ આમના માં વિરાજમાન છે, અહીં વિરાજમાન છે, એમને યાદ કરવા પડે. ઘણાં બાળકો છે જેમને આ નિશ્ચય જ નથી કે શિવબાબા બ્રહ્મા-તન દ્વારા અમને શીખવાડે છે, જેમ બીજા લોકો કહે છે, અમે કેવી રીતે નિશ્ચય કરીએ? એમ અહીં પણ છે. જો પૂરો નિશ્ચય હોય તો ખૂબ પ્રેમ થી બાપ ને યાદ કરતા-કરતા પોતાનામાં બળ ભરીને ખૂબ સર્વિસ કરે કારણકે આખા વિશ્વ ને પાવન બનાવવાનું છે ને? યોગ માં પણ કમી છે તો જ્ઞાન માં પણ કમી છે. સાંભળે તો છે પરંતુ ધારણા નથી થતી. ધારણા જો થાય તો પછી બીજાઓને પણ ધારણા કરાવે. બાબાએ સમજાવ્યું હતું તે લોકો કોન્ફરન્સ વગેરે કરતા રહે છે, વિશ્વમાં શાંતિ ઈચ્છે છે પરંતુ વિશ્વમાં શાંતિ ક્યારે હતી? કેવી રીતે થઈ હતી? તે કંઈ પણ નથી જાણતાં. કયા પ્રકારની શાંતિ હતી, તે જ જોઈએ ને? આ તો આપ બાળકો જ જાણો છો વિશ્વ માં સુખ-શાંતિ ની સ્થાપના હમણાં થઈ રહી છે. બાપ આવેલા છે. કેવું આ દેલવાડા મંદિર છે? આદિ દેવ પણ છે, અને ઉપર વિશ્વ માં શાંતિ નું દૃશ્ય પણ છે. ક્યાંય પણ કોન્ફરન્સ વગેરે માં તમને બોલાવે છે તો તમે પૂછો - વિશ્વ માં શાંતિ કયા પ્રકારની જોઈએ? આ લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં વિશ્વ માં શાંતિ હતી. તે તો દેલવાડા મંદિર માં બધાં યાદગાર છે. વિશ્વમાં શાંતિનું સેમ્પલ તો જોઈએ ને? લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર દ્વારા પણ સમજતા નથી. પથ્થર બુદ્ધિ છે ને? તો તેમને કહેવું જોઈએ કે અમે બતાવી શકીએ છીએ વિશ્વમાં શાંતિ નું સેમ્પલ એક તો આ લક્ષ્મી-નારાયણ છે અને પછી તેમની રાજધાની પણ જોવા ઈચ્છો છો તો તે પણ દેલવાડા મંદિર માં જઈને જુઓ. મોડલ જ દેખાડશે ને? તે જઈને આબૂ માં જુઓ. મંદિર બનાવવા વાળા પોતે નથી જાણતાં, જેમણે જ બેસીને આ યાદગાર બનાવ્યું છે, જેનું દેલવાડા મંદિર નામ રાખી દીધું છે. આદિ દેવ ને પણ બેસાડ્યા છે, ઉપર સ્વર્ગ પણ દેખાડ્યું છે. જેમ તે જડ છે એમ તમે છો ચૈતન્ય. આનું ચૈતન્ય દેલવાડા નામ રાખી શકાય છે. પરંતુ ખબર નહીં, કેટલી ભીડ થઈ જાય મનુષ્ય? જ મૂંઝાઈ જાય, આ પછી શું છે? સમજાવવામાં ખૂબ મહેનત લાગે છે. ઘણાં બાળકો પણ નથી સમજતાં. ભલે આંગણે પાસે બેઠાં છે - સમજતા કંઈ પણ નથી. પ્રદર્શન માં અનેક પ્રકાર નાં મનુષ્ય જાય છે, અનેક મઠ-પંથ છે, વૈષ્ણવ ધર્મવાળા પણ છે. વૈષ્ણવ ધર્મ નો અર્થ જ નથી સમજતાં. કૃષ્ણ ની રાજધાની ક્યાં છે? જાણતા જ નથી. કૃષ્ણની રાજધાની ને પણ સ્વર્ગ, વૈકુંઠ કહેવાય છે.

બાબાએ કહ્યું હતું જ્યાંથી નિમંત્રણ આવે, ત્યાં જઈને તમે સમજાવો - વિશ્વ માં શાંતિ ક્યારે હતી? આ આબૂ સૌથી ઊંચા માં ઊંચું તીર્થ છે કારણકે અહીં બાપ વિશ્વ ની સદ્દગતિ કરી રહ્યા છે, આબૂ પહાડ પર તેનું સેમ્પલ જોવું હોય તો જઈને દેલવાડા મંદિર જુઓ. વિશ્વમાં શાંતિ કેવી રીતે સ્થાપન કરી હતી? એનું સેમ્પલ છે. સાંભળીને ખૂબ ખુશ થશે. જૈન લોકો પણ ખુશ થશે. તમે કહેશો - આ પ્રજાપિતા બ્રહ્મા આપણા બાપ છે આદિ દેવ. તમે સમજાવો છો છતાં પણ સમજતા નથી. કહે છે બ્રહ્માકુમારીઓ ખબર નહીં શું કહે છે? તો હવે આપ બાળકોએ આબૂની ખૂબ ઊંચી મહિમા કરીને સમજાવવું જોઈએ. આબૂ છે મોટા માં મોટું તીર્થ. મુંબઈમાં પણ સમજાવી શકો છો - આબૂ-પર્વત મોટા માં મોટું તીર્થ છે કારણ કે પરમપિતા પરમાત્માએ આબૂ માં આવીને સ્વર્ગ ની સ્થાપના કરી છે. કેવી રીતે સ્વર્ગની રચના રચી છે? તે સ્વર્ગ નાં અને આદિ દેવ નાં મોડલ બધાં આબૂ માં જ છે, જેને કોઈ પણ મનુષ્ય સમજતા નથી. અમે હવે જાણીએ છીએ, તમે નથી જાણતા એટલે અમે તમને સમજાવીએ છીએ. પહેલાં તો તમે પૂછો કે વિશ્વમાં શાંતિ કયા પ્રકારની ઈચ્છો છો? ક્યારેય જોઈ છે? વિશ્વમાં શાંતિ તો આમનાં (લક્ષ્મી-નારાયણનાં) રાજ્ય માં હતી. એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, એમની રાજધાની નું રાજ્ય હતું. ચાલો, તો એમની રાજધાની નું મોડલ આબૂ માં તમને દેખાડીએ. આ તો છે જ જૂની પતિત દુનિયા. નવી દુનિયા તો નહીં કહેવાશે ને? નવી દુનિયા નું મોડલ તો અહીં છે, નવી દુનિયા હવે સ્થાપન થઈ રહી છે. તમે જાણો છો એટલે બતાવો છો. બધાં નથી જાણતા, નથી બતાવતાં, નથી સમજ માં પણ આવતું. વાત છે ખૂબ સહજ. ઉપર સ્વર્ગ ની રાજધાની છે, નીચે આદિ દેવ બેઠાં છે જેમને એડમ પણ કહે છે. એ છે ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર. આવી તમે મહિમા સંભળાવશો તો સાંભળીને ખુશ થશે. છે પણ બરોબર એક્યુરેટ, કહો - તમે કૃષ્ણની મહિમા કરો છો પરંતુ તમે જાણતા તો કંઈ નથી. શ્રીકૃષ્ણ તો વૈકુંઠ નાં મહારાજા, વિશ્વનાં માલિક હતાં. એનું તમે મોડલ જોવા ઈચ્છો છો તો ચાલો આબૂ માં, તમને વૈકુંઠ નું મોડલ બતાવીશું. કેવી રીતે પુરુષોત્તમ સંગમયુગ પર રાજયોગ શીખે છે, જેનાથી પછી વિશ્વ નાં માલિક બને છે, તે પણ મોડલ દેખાડો. સંગમયુગ ની તપસ્યા પણ દેખાડો. પ્રેક્ટિકલ જે થયું હતું તેની યાદગાર દેખાડો. શિવબાબા જેમણે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય સ્થાપન કર્યુ, તેમનું પણ ચિત્ર છે, અંબા નું પણ ચિત્ર છે. અંબા ને કોઈ ૧૦-૨૦ ભુજાઓ નથી. ભુજાઓ તો બે જ હોય છે. તમે આવો તો તમને દેખાડીએ. વૈકુંઠ પણ આબૂમાં દેખાડીયે. આબૂ માં જ બાપે આવીને આખા વિશ્વને હેવન (સ્વર્ગ) બનાવ્યું છે. સદ્દગતિ આપી છે. આબૂ સૌથી મોટું તીર્થ છે, બધાં ધર્મ વાળાની સદ્દગતિ કરવાવાળા એક જ બાપ છે, એમનું યાદગાર ચાલો તમને આબૂમાં દેખાડીએ. આબૂની તો તમે ખૂબ મહિમા કરી શકો છો. તમને બધાં યાદગાર દેખાડીએ. ક્રિશ્ચન લોકો પણ જાણવા ઈચ્છે છે-પ્રાચીન ભારત નો રાજયોગ કોણે શીખવાડયો, શું ચીજ હતી? બોલો, ચાલો આબૂમાં દેખાડીએ. વૈકુંઠ પણ આખું એક્યુરેટ બનાવ્યું છે ઉપર છત માં. તમે એવું ન બનાવી શકો. તો આ સારી રીતે બતાવવાનું છે. ટુરિસ્ટ (યાત્રીઓ) ધક્કા ખાય છે, તે પણ આવીને સમજે. તમારું આબૂ નું નામ પ્રખ્યાત થઈ ગયું તો ખૂબ આવશે. આબૂ ખૂબ પ્રસિદ્ધ થઈ જશે. જ્યારે કોઈ પૂછે છે કે વિશ્વ માં શાંતિ કેવી રીતે થાય? સંમેલન વગેરેમાં નિમંત્રણ આપે છે તો પૂછવું જોઈએ - વિશ્વમાં શાંતિ ક્યારે હતી? તે જાણો છો? વિશ્વ માં શાંતિ કેવી રીતે હતી - ચાલો, અમે સમજાવીએ, મોડલ્સ વગેરે બધાં દેખાડીએ. એવું મોડલ બીજે ક્યાંય પણ નથી. આબૂ જ સૌથી ઊંચા માં ઊંચું તીર્થ છે, જ્યાં બાપે આવીને વિશ્વમાં શાંતિ, સર્વ ની સદ્દગતિ કરી છે. આ વાતો બીજા કોઈ નથી જાણતાં. તમારામાં પણ નંબરવાર છે, ભલે મોટા મહારથી, મ્યુઝિયમ વગેરે સંભાળવા વાળા છે, પરંતુ બરાબર રીતે કોઈને સમજાવે છે કે નહીં, બાબા તપાસ તો કરે છે ને? બાબા બધું સમજે છે, જે પણ જ્યાં પણ છે, એમને સમજે છે. કોણ-કોણ પુરુષાર્થ કરે છે, શું પદ મેળવશે? આ સમયે જો મરી ગયા તો કંઈ પણ પદ મેળવી નહીં શકે. યાદ ની યાત્રા ની મહેનત તે સમજી નહીં શકે. બાપ રોજ-રોજ નવી વાતો સમજાવે છે, આવી-આવી રીતે સમજાવી ને લઈ આવો. અહીં તો યાદગાર કાયમ છે.

બાપ કહે છે હું પણ અહીં છું, આદિ દેવ પણ અહીં છે, વૈકુંઠ પણ અહીં છે. આબૂ ની ખૂબ ભારે મહિમા થઈ જશે. આબૂ ખબર નહીં શું થઈ જશે. જેવી રીતે જુઓ, કુરુક્ષેત્ર ને સારું બનાવવા માટે કરોડો રુપિયા ઉડાવતા રહે છે. કેટલાં અસંખ્ય મનુષ્ય જઈને ત્યાં ભેગા થાય છે, એટલી ખરાબ દુર્ગંધ આવે છે, વાત ન પૂછો. કેટલી ભીડ થાય છે. સમાચાર આવ્યા હતા કે ભજન મંડળી ની એક બસ નદીમાં ડૂબી ગઈ. આ બધું દુ:ખ છે ને? અકાળે મૃત્યુ થતાં રહે છે. ત્યાં તો આવું કંઈ થતું જ નથી, આ બધી વાતો તમે સમજાવી શકો છો. વાતચીત કરવા વાળા ખૂબ સેન્સિબલ (સમજુ) જોઈએ. બાપ જ્ઞાનનો પંપ (જ્ઞાનની વર્ષા) કરી રહ્યા છે, બુદ્ધિમાં બેસાડી રહ્યા છે. દુનિયા થોડી આ વાતો ને સમજે છે? તે સમજે છે નવી દુનિયાની સફર કરવા જઈએ છીએ. બાપ કહે છે આ દુનિયા હવે જૂની ગઈ કે ગઈ. તે તો કહે છે ૪૦ હજાર વર્ષ બાકી છે. તમે તો બતાવો છો કે આખું કલ્પ જ ૫ હજાર વર્ષ નું છે. જૂની દુનિયાનું મોત સામે છે. આને કહેવાય છે ઘોર અંધકાર. કુંભકરણ ની ઊંઘ માં સૂતેલાં પડ્યા છે. કુંભકરણ અડધો કલ્પ સૂતો હતો, અડધો કલ્પ જાગતો હતો. તમે કુંભકરણ હતાં. આ ખેલ ખૂબ વન્ડરફુલ છે. આ વાતો ને બધા થોડી સમજી શકે છે? કોઈ તો એમ જ ભાવના માં આવી જાય છે. સાંભળે છે આ બધાં જઈ રહ્યા છે, તો ચાલી પડે છે. એમને બતાવે છે અમે શિવબાબાની પાસે જઈએ છીએ, શિવબાબા સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે. એ બેહદનાં બાપ ને યાદ કરવાથી બેહદ નો વારસો મળે છે, બસ. તો તે પણ કહી દે છે, શિવબાબા અમે તમારા બાળકો છીએ, તમારી પાસેથી વારસો જરુર લઈશું. બસ, બેડો પાર છે. ભાવનાનું ભાડું જુઓ કેટલું મળે છે! ભક્તિમાર્ગ માં તો છે અલ્પકાળ નું સુખ. અહીં આપ બાળકો જાણો છો બેહદનાં બાપ પાસેથી બેહદ નો વારસો મળે છે. તે તો છે ભાવના નું, અલ્પકાળ નાં સુખ નું ભાડું. અહીં તમને મળે છે ૨૧ જન્મો માટે ભાવના નું ભાડું. બાકી સાક્ષાત્કાર વગેરે માં કંઈ નથી. કોઈ કહે છે સાક્ષાત્કાર થાય, ત્યારે બાબા સમજી જાય છે કંઈ પણ સમજ્યા નથી. સાક્ષાત્કાર કરવો છે તો જઈને નૌધા ભક્તિ કરો. એનાથી કંઈ મળતું નથી. જઈને બીજા જન્મ માં કંઈક સારા બનશો. સારા ભક્ત હશે તો સારો જન્મ મળશે. આ તો વાત જ ન્યારી છે. આ જૂની દુનિયા બદલાઈ રહી છે. બાપ છે જ દુનિયા બદલવા વાળા. યાદગાર છે ને? ખૂબ જૂનું મંદિર છે. કંઈક તૂટે-ફૂટે છે તો પછી સમારકામ કરાવતા રહે છે. પરંતુ તે શોભા તો ઓછી થઈ જ જાય છે. આ તો બધી વિનાશી ચીજો છે. તો બાપ સમજાવે છે - બાળકો, એક તો પોતાનાં કલ્યાણ માટે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. ભણતર ની વાત છે. બાકી આ જે મથુરા માં મધુબન, કુંજગલી વગેરે બનાવ્યાં છે, તે કંઈ પણ નથી. નથી કોઈ ગોપ-ગોપીઓનો ખેલ. આ સમજાવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. એક-એક પોઈન્ટ સારી રીતે બેસીને સમજાવો. કોન્ફરન્સ વગેરે માં પણ જોઈએ યોગવાળા. તલવાર માં જૌહર (ધાર) નહીં હોય, તો કોઈને તીર લાગશે નહીં. ત્યારે બાપ પણ કહે છે હજી વાર છે. હમણાં માની લે કે પરમાત્મા સર્વવ્યાપી નથી તો ભીડ થઈ જાય. પરંતુ હમણાં સમય નથી. એક વાત મુખ્ય સમજી જાય કે રાજયોગ બાપે શીખવાડ્યો હતો, જે આ સમયે શીખવાડી રહ્યા છે. એમની બદલે નામ તેમનું નાખી દીધું છે જે હમણાં શ્યામ છે. કેટલી મોટી ભૂલ છે. એનાથી જ તમારો બેડો ડૂબી ગયો છે.

હવે બાપ સમજાવે છે - આપણું ભણતર આવક નું સાધન છે, સ્વયં બાપ મનુષ્ય ને દેવતા બનાવવા માટે ભણાવવા આવે છે, આમાં પવિત્ર પણ જરુર બનવાનું છે, દૈવીગુણ પણ ધારણ કરવાનાં છે. નંબરવાર તો હોય જ છે. જે પણ સેન્ટર (સેવાકેન્દ્ર) છે બધાં નંબરવાર છે. આ આખી રાજધાની સ્થાપન થઈ રહી છે. માસીનું ઘર થોડું છે? બોલો, સ્વર્ગ કહેવાય છે સતયુગ ને. પરંતુ ત્યાનું રાજ્ય કેવી રીતે ચાલે છે? દેવતાઓનો સમૂહ જોવો હોય તો ચાલો, આબૂ. બીજી કોઈ એવી જગ્યા નથી જ્યાં આવી રીતે રાજધાની દેખાડી હોય. ભલે અજમેર માં સ્વર્ગનું મોડલ છે પરંતુ એ બીજી વાત છે. અહીં તો આદિ દેવ પણ છે ને? સતયુગ કોણે અને કેવી રીતે સ્થાપન કર્યુ? આ તો એક્યુરેટ યાદગાર છે. હમણાં આપણે ચૈતન્ય દેલવાડા નામ લખી ન શકીએ. જ્યારે મનુષ્ય પોતે સમજી જશે તો પોતે જ કહેશે કે તમે લખો. હમણાં નહીં. હમણાં તો જુઓ, થોડી વાત માં શું કરી નાખે છે? ક્રોધી ખૂબ હોય છે, દેહ-અભિમાન છે ને? દેહી-અભિમાની તો કોઈ હોઈ ન શકે આપ બાળકો સિવાય. પુરુષાર્થ કરવાનો છે. એવું નથી કે જે નસીબ માં હશે. પુરુષાર્થી એવું નહીં કહેશે. તે તો પુરુષાર્થ કરતા રહેશે પછી જ્યારે નાપાસ થાય છે ત્યારે કહે છે ભાગ્ય માં જે હતું. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દેહી-અભિમાની બનવાનો પુરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. એવું ક્યારેય નહીં વિચારતા કે જે નસીબ માં હશે. સેન્સિબલ (સમજદાર) બનવાનું છે.

2. જ્ઞાન સાંભળીને એને સ્વરુપ માં લાવવાનું છે, યાદ નું બળ ધારણ કરી પછી સેવા કરવાની છે. બધાને આબૂ મહાતીર્થ ની મહિમા સંભળાવવાની છે.

વરદાન :-
એક બાબા શબ્દ ની સ્મૃતિ થી યાદ અને સેવા માં રહેવાવાળા સાચાં યોગી , સાચાં સેવાધારી ભવ

આપ બાળકો મુખ થી અથવા મન થી વારંવાર “બાબા” શબ્દ કહો છો, બાળકો છો તો બાબા શબ્દ યાદ આવવો અથવા વિચારવું જ યોગ છે અને મુખ થી વારંવાર કહેવું કે બાબા આવું કહે છે, બાબાએ આ કહ્યું - આ જ સેવા છે. પરંતુ આ બાબા શબ્દને કોઈ દિલ થી કહેવાવાળા છે કોઈ નોલેજ નાં દિમાગ થી (આધાર થી). જે દિલ થી કહે છે એમને દિલમાં સદા પ્રત્યક્ષ પ્રાપ્તિ ખુશી અને શક્તિ મળે છે. દિમાગ વાળાને બોલવાના સમયે ખુશી થાય છે સદાકાળ ની નથી થતી.

સ્લોગન :-
પરમાત્મા રુપી શમા પર ફિદા થવા વાળા જ સાચાં પરવાના છે.