17-12-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
બાપ ની પાસે આવ્યા છો પોતાનું સૌભાગ્ય બનાવવા , પરમ સૌભાગ્ય એ બાળકોનું છે - જેમનું
ઈશ્વર બધું જ સ્વીકાર કરે છે”
પ્રશ્ન :-
બાળકો ની કઈ એક ભૂલ થી માયા બહુ જ બળવાન બની જાય છે?
ઉત્તર :-
બાળકો ભોજન નાં સમયે બાબાને ભૂલી જાય છે, બાબાને ન ખવડાવવાથી માયા ભોજન ખાઈ જાય,
જેનાથી તે બળવાન બની જાય છે, પછી બાળકો ને જ હેરાન કરે છે. આ નાનકડી ભૂલ માયા થી
હાર ખવડાવી દે છે એટલે બાપ ની આજ્ઞા છે - બાળકો, યાદ માં ખાઓ. પાક્કી પ્રતિજ્ઞા કરો
- તુમ્હીં સે ખાઉ… જ્યારે યાદ કરશો ત્યારે એ રાજી થશે.
ગીત :-
આજ નહીં તો કલ
બિખરેંગે યહ બાદલ…
ઓમ શાંતિ!
બાળકો સમજે છે
કે અમારા દુર્ભાગ્ય નાં દિવસો બદલાઈને હવે સદા માટે સૌભાગ્ય નાં દિવસો આવી રહ્યા
છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર ભાગ્ય બદલાતું જ રહે છે. સ્કૂલ માં પણ ભાગ્ય બદલાતું
રહે છે ને અર્થાત્ ઊંચ થતા જાય છે. તમે સારી રીતે જાણો છો-હવે આ રાત ખતમ થવાની છે,
હવે ભાગ્ય બદલાઈ રહ્યું છે. જ્ઞાન ની વર્ષા થતી રહે છે. સેન્સિબલ (સમજદાર) બાળકો
સમજે છે બરોબર દુર્ભાગ્ય થી અમે સૌભાગ્યશાળી બની રહ્યા છીએ અર્થાત્ સ્વર્ગ નાં
માલિક બની રહ્યા છીએ. નંબરવાર પુરુષાર્થ અનુસાર આપણે આપણું દુર્ભાગ્ય થી સૌભાગ્ય
બનાવી રહ્યા છીએ. હવે રાત થી દિવસ થઈ રહ્યો છે. આ આપ બાળકો વગર કોઈને ખબર નથી. બાબા
ગુપ્ત છે તો એમની વાતો પણ ગુપ્ત છે. ભલે મનુષ્યોએ બેસીને સહજ રાજયોગ અને સહજ જ્ઞાન
ની વાતો શાસ્ત્રો માં લખી છે પરંતુ જેમણે લખ્યું તે તો મરી ગયાં. બાકી જે વાંચે છે
તે કાંઈ સમજી નથી શકતા કારણકે બેસમજ છે. કેટલો ફરક છે? તમે પણ નંબરવાર પુરુષાર્થ
અનુસાર સમજો છો. બધા એકરસ પુરુષાર્થ નથી કરતાં. દુર્ભાગ્ય કોને, સૌભાગ્ય કોને
કહેવાય છે? આ ફક્ત તમે બ્રાહ્મણ જ જાણો છો. બીજા તો બધા ઘોર અંધકાર માં છે. એમને
જગાડવાના છે સમજાવીને. સૌભાગ્યશાળી કહેવાય છે સૂર્યવંશીઓ ને, સોળે કળા સંપૂર્ણ એ જ
છે. આપણે બાપ પાસેથી સ્વર્ગ માટે સૌભાગ્ય બનાવી રહ્યા છીએ, જે બાપ સ્વર્ગ રચવાવાળા
છે. અંગ્રેજી જાણવા વાળા ને પણ તમે સમજાવી શકો છો અમે હેવનલી ગોડ ફાધર દ્વારા હેવન
નું સૌભાગ્ય બનાવી રહ્યા છીએ. હેવન માં છે સુખ, હેલ માં છે દુઃખ. ગોલ્ડન એજ એટલે
સતયુગ સુખ, આઈરન એજ એટલે કળિયુગ દુઃખ. બિલકુલ સહજ વાત છે. આપણે હમણાં પુરુષાર્થ કરી
રહ્યા છીએ. અંગ્રેજ, ક્રિશ્ચન વગેરે ખૂબ આવશે. બોલો, અમે હવે ફક્ત એક જ હેવનલી ગોડ
ફાધર ને યાદ કરીએ છીએ કારણકે મોત સામે ઊભું છે. બાપ કહે છે તમારે મારી પાસે આવવાનું
છે. જેમ તીર્થો પર જાય છે ને? બૌદ્ધીઓ નું પોતાનું તીર્થ સ્થાન છે, ક્રિશ્ચન નું
પોતાનું. દરેક નાં રીત-રિવાજ પોતાનાં હોય છે. આપણી છે બુદ્ધિયોગ ની વાત. જ્યાંથી
પાર્ટ ભજવવા આવ્યા છીએ, ત્યાં પાછા જવાનું છે. એ છે હેવન સ્થાપન કરવાવાળા ગોડફાધર.
એમણે અમને બતાવ્યું છે અમે તમને પણ સાચ્ચો પથ (રસ્તો) બતાવીએ છીએ. બાપ ગોડ ફાધર ને
યાદ કરો તો અંત મતિ સો ગતિ થઈ જશે. જ્યારે કોઈ બીમાર પડે છે તો તેમને બધા જઈને
સાવધાન કરે છે કે રામ કહો. બંગાળ માં જ્યારે કોઈ મરવા પર હોય છે તો ગંગા પર લઈ જાય
છે પછી કહે છે હરી બોલ, હરી બોલ… તો હરી ની પાસે ચાલ્યા જશે. પરંતુ કોઈ જતું નથી.
સતયુગ માં તો કહેશે નહીં કે રામ-રામ કહો કે હરી બોલ કહો. દ્વાપર થી પછી આ ભક્તિ
માર્ગ શરુ થાય છે. એવું નથી, સતયુગ માં કોઈ ભગવાન કે ગુરુ ને યાદ કરાય છે. ત્યાં તો
ફક્ત પોતાનાં આત્મા ને યાદ કરાય છે, અમે આત્મા એક શરીર છોડી બીજું લઈશું. પોતાની
બાદશાહી યાદ આવે છે. સમજે છે અમે બાદશાહી માં જઈને જન્મ લઈશું. આ હવે પાક્કો નિશ્ચય
છે, બાદશાહી તો મળવાની જ છે ને? બાકી કોને યાદ કરશે અથવા દાન પુણ્ય કરશે? ત્યાં કોઈ
ગરીબ હોતા જ નથી જેમને દાન-પુણ્ય કરે. ભક્તિ માર્ગ નાં રીત-રિવાજ અલગ, જ્ઞાન માર્ગ
નાં રીત-રિવાજ અલગ છે. હમણાં બાપ ને બધું આપીને ૨૧ જન્મો નો વારસો લઈ લીધો. બસ, પછી
દાન-પુણ્ય કરવાની જરુર નથી. ઈશ્વર બાપ ને આપણે બધુંજ આપી દઈએ છીએ. ઈશ્વર જ સ્વીકાર
કરે છે. સ્વીકાર ન કરે તો પછી આપે કેવી રીતે? ન સ્વીકાર કરે તો તે પણ દુર્ભાગ્ય.
સ્વીકાર કરવું પડે છે જેથી એમનું મમત્વ નીકળે. આ પણ રહસ્ય આપ બાળકો જાણો છો. જ્યારે
જરુર જ નહીં હશે તો સ્વીકાર કેમ કરશે? અહીં તો કંઈ ભેગું નથી કરવાનું. અહીં થી તો
મમત્વ કાઢી નાખવું પડે છે.
બાબાએ સમજાવ્યું છે -
બહાર ક્યાંય જાઓ છો તો સ્વયં ને ખૂબ હલકા સમજો. આપણે બાપ નાં બાળકો છીએ, આપણે આત્મા
રોકેટ કરતાં પણ આગળ છીએ. આમ દેહી-અભિમાન બનીને પગપાળા ચાલશો તો ક્યારેય થાકશો નહીં.
દેહ નું ભાન નહીં આવશે. જાણે કે આ પગ ચાલતાં નથી. આપણે ઉડતા જઈ રહ્યા છીએ.
દેહી-અભિમાની બનીને તમે ક્યાંય પણ જાઓ. પહેલાં તો મનુષ્ય તીર્થ વગેરે પર પગપાળા જતા
હતાં. તે સમયે મનુષ્યો ની બુદ્ધિ તમોપ્રધાન નહોતી. ખૂબ શ્રદ્ધા થી જતા હતાં, થાકતા
નહોતાં. બાબાને યાદ કરવાથી મદદ તો મળશે ને? ભલે તે પથ્થર ની મૂર્તિ છે પરંતુ બાબા
તે સમયે અલ્પકાળ માટે મનોકામના પૂરી કરી દે છે. તે સમયે રજોપ્રધાન યાદ હતી તો તેનાથી
પણ બળ મળતું હતું, થાક નહોતો લાગતો. હવે તો મોટા વ્યક્તિ ઝટ થાકી જાય છે. ગરીબ લોકો
બહુજ તીર્થો પર જાય છે. સાહૂકાર લોકો ખૂબ ભભકા થી ઘોડા વગેરે પર જશે. તે ગરીબ તો
પગપાળા ચાલ્યા જશે. ભાવના નું ભાડું જેટલું ગરીબો ને મળે છે એટલું સાહૂકારો ને નથી
મળતું. આ સમયે પણ તમે જાણો છો-બાબા ગરીબ નિવાઝ છે પછી મુંઝાઓ છો કેમ? ભૂલી કેમ જાઓ
છો? બાબા કહે છે તમારે કોઈ તકલીફ નથી કરવાની. ફક્ત એક સાજન ને યાદ કરવાના છે. તમે
બધી સજનીઓ છો તો સાજન ને યાદ કરવા પડે. એ સાજન ને ભોગ લગાવ્યા વગર ખાવામાં શરમ નથી
આવતી? એ સાજન પણ છે, બાપ પણ છે. કહે છે મને તમે નહીં ખવડાવો? તમારે તો મને ખવડાવવું
જોઈએ ને? જુઓ, બાબા યુક્તિઓ બતાવે છે. તમે બાપ અથવા સાજન માનો છો ને? જે ખવડાવે છે,
પહેલાં તો એમને ખવડાવવું જોઈએ. બાબા કહે છે મને ભોગ લગાવીને, મારી યાદ માં ખાઓ. આમાં
ખૂબ મહેનત છે. બાબા વારંવાર સમજાવે છે, બાબાને યાદ જરુર કરવાના છે. બાબા સ્વયં પણ
વારંવાર પુરુષાર્થ કરતા રહે છે. આપ કુમારીઓ માટે તો ખૂબ સહજ છે. તમે સીડી ચઢ્યા જ
નથી. કન્યા ની તો સાજન ની સાથે સગાઈ થાય જ છે. તો આવા સાજન ને યાદ કરી ભોજન ખાવું
જોઈએ. એમને આપણે યાદ કરીએ છીએ અને એ આપણી પાસે આવી જાય છે. યાદ કરીશું તો ભાસના લેશે.
તો આવી-આવી વાતો કરવી જોઈએ બાબાની સાથે. તમારી આ પ્રેક્ટિસ થશે રાત્રે જાગવાથી.
અભ્યાસ થઈ જશે તો પછી દિવસ માં પણ યાદ રહેશે. ભોજન પર પણ યાદ કરવા જોઈએ. સાજન સાથે
તમારી સગાઈ થઈ છે. તુમ્હીં સે ખાઉં… આ પાક્કી પ્રતિજ્ઞા કરવાની છે. જ્યારે યાદ કરશો
ત્યારે તો એ ખાશે ને? એમને તો ભાસના જ મળવાની છે કારણકે એમને પોતાનું શરીર તો નથી.
કુમારીઓ માટે તો ખૂબ સહજ છે, એમને વધારે ફેસેલીટીઝ (સુવિધાઓ) છે. શિવબાબા આપણા સલોના
સાજન કેટલાં મીઠાં છે? અડધો કલ્પ અમે તમને યાદ કર્યા છે, હવે તમે આવીને મળ્યા છો!
અમે જે ખાઈએ છીએ, તમે પણ ખાઓ. એવું નહીં, એકવાર યાદ કર્યા બસ, પછી તમે પોતે જ ખાતા
રહો. એમને ખવડાવવાનું ભૂલી જાઓ. એમને ભૂલવાથી એમને મળશે નહીં. ચીજો તો ઘણી ખાઓ છો,
ખિચડી ખાશો, કેરી ખાશો, મિઠાઈ ખાશો… એવું થોડી કે શરુઆત માં યાદ કર્યા, ખલાસ પછી
બીજી ચીજો તે કેવી રીતે ખાશે? સાજન નહીં ખાશે તો માયા વચ્ચે ખાઈ જશે, એમને ખાવા નહીં
દે. હું જોઉં છું માયા ખાઈ જાય છે તો તે બળવાન બની જાય છે અને તમને હરાવતી રહે છે.
બાબા યુક્તિયો બધી બતાવે છે. બાબા ને યાદ કરો તો બાપ અથવા સાજન ખૂબ રાજી થશે. કહો
છો બાબા તુમ્હીં સે બૈઠું, તુમ્હીં સે ખાઉ. અમે તમને યાદ કરીને ખાઈએ છીએ. જ્ઞાન થી
જાણીએ છીએ તમે તો ભાસના જ લેશો. આ તો લોન નું શરીર છે. યાદ કરવાથી એ આવે છે. બધો
આધાર તમારી યાદ પર છે. આને યોગ કહેવાય છે. યોગ માં મહેનત છે. સંન્યાસી-ઉદાસી એવું
ક્યારેય નહીં કહેશે. તમારે જો પુરુષાર્થ કરવો છે તો બાબા ની શ્રીમત ની નોંધ કરો.
પૂરો પુરુષાર્થ કરો. બાબા પોતાનો અનુભવ બતાવે છે-કહે છે જેવા કર્મ હું કરું છું, તમે
પણ કરો. તે જ કર્મ હું તમને શીખવાડું છું. બાબાએ તો કર્મ નથી કરવાના. સતયુગ માં
કર્મ કુટતા નથી. બાબા બહુજ સહજ વાતો બતાવે છે. તુમ્હીં સે બૈઠું, સુનું, તુમ્હીં સે
ખાઉ… આ તમારું જ ગાયન છે. સાજન નાં રુપ માં અથવા બાપ નાં રુપ માં યાદ કરો. ગાયેલું
છે ને-વિચાર સાગર મંથન કરી જ્ઞાન નાં પોઈન્ટસ કાઢે છે. આ પ્રેક્ટિસ થી વિકર્મ પણ
વિનાશ થશે, તંદુરસ્ત પણ બનશો. જે પુરુષાર્થ કરશે એમને ફાયદો થશે, જે નહીં કરશે એમને
નુકસાન થશે. આખી દુનિયા તો સ્વર્ગ ની માલિક નથી બનતી. આ પણ હિસાબ-કિતાબ છે.
બાબા ખૂબ સારી રીતે
સમજાવે છે. ગીત તો સાંભળ્યું બરોબર આપણે યાત્રા પર ચાલી રહ્યા છીએ. યાત્રા પર ભોજન
વગેરે તો ખાવું જ પડે છે, સજની સાજન ની સાથે, બાળકો બાપ ની સાથે ખાશે. અહીં પણ આવું
છે. તમારી સાજન ની સાથે જેટલી લગન હશે એટલો ખુશી નો પારો ચઢશે. નિશ્ચયબુદ્ધિ
વિજયન્તી થતા જશે. યોગ એટલે દોડ. આ બુદ્ધિયોગ ની દોડ છે. આપણે સ્ટુડન્ટ (વિદ્યાર્થી)
છીએ, શિક્ષક આપણ ને દોડવાનું શીખવાડે છે. બાપ કહે છે એવું ન સમજો કે દિવસે ફક્ત
કર્મ જ કરવાના છે. કાચબા ની જેમ કર્મ કરી પછી યાદ માં બેસી જાઓ. ભ્રમરી આખો દિવસ
ભૂં-ભૂં કરે છે. પછી કોઈ ઉડી જાય, કોઈ મરી જાય, તે તો એક ઉદાહરણ છે. અહીં તમે
ભૂં-ભૂં કરી આપ સમાન બનાવો છો. એમાં કોઈનો તો બહુજ પ્રેમ રહે છે. કોઈ સડી જાય છે,
કોઈ અધૂરા રહી જાય છે, ભાગન્તી થઈ જાય છે પછી જઈને કીડા બને છે. તો આ ભૂં-ભૂં કરવું
ખૂબ સહજ છે. મનુષ્ય સે દેવતા કિયે કરત ન લાગી વાર… હમણાં આપણે યોગ લગાવી રહ્યા છીએ,
દેવતા બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. આ જ્ઞાન ગીતા માં હતું. એ મનુષ્ય થી દેવતા
બનાવીને ગયા હતાં. સતયુગ માં તો બધા દેવતાઓ હતાં. જરુર એમને સંગમયુગ પર જ આવીને
દેવતા બનાવ્યા હશે. ત્યાં તો દેવતા બનવાનો યોગ નહીં શીખવાડશે. સતયુગ આદિ માં
દેવી-દેવતા ધર્મ હતો અને કળિયુગ અંત માં છે આસુરી ધર્મ. આ વાત ફક્ત ગીતા માં જ લખેલી
છે. મનુષ્ય ને દેવતા બનાવવામાં વાર નથી લાગતી કારણકે મુખ્ય-ઉદ્દેશ બતાવી દે છે. ત્યાં
આખી દુનિયા માં એક ધર્મ હશે. દુનિયા તો આખી હશે ને? એવું નથી, ચીન, યુરોપ નહીં હશે,
હશે પરંતુ ત્યાં મનુષ્ય નહીં હશે. ફક્ત દેવતા ધર્મવાળા હશે, બીજા ધર્મવાળા હોતા નથી.
હમણાં છે કળિયુગ. આપણે ભગવાન દ્વારા મનુષ્ય થી દેવતા બની રહ્યા છીએ. બાપ કહે છે તમે
૨૧ જન્મ સદા સુખી બનશો. આમાં તકલીફ ની કોઈ વાત જ નથી. ભક્તિ માર્ગ માં ભગવાન ની પાસે
જવા માટે કેટલી મહેનત કરી છે? કહે છે પાર નિર્વાણ ગયાં. એવું ક્યારેય નહીં કહેશે કે
ભગવાન ની પાસે ગયાં. કહેશે સ્વર્ગ ગયાં. એક નાં જવાથી તો સ્વર્ગ નહીં બનશે. બધાને
જવાનું છે. ગીતા માં લખેલું છે ભગવાન કાળો નાં કાળ છે. મચ્છરો ની જેમ બધાને પાછા લઈ
જાય છે. બુદ્ધિ પણ કહે છે ચક્ર રિપીટ થવાનું છે. તો પહેલાં-પહેલાં જરુર સતયુગી
દેવી-દેવતા ધર્મ રિપીટ થશે. પછી બીજા ધર્મ રિપીટ થશે. બાબા કેટલું સહજ બતાવે છે-મનમનાભવ.
બસ, ૫ હજાર વર્ષ પહેલાં પણ ગીતા નાં ભગવાને કહ્યું હતું લાડલા બાળકો. જો શ્રીકૃષ્ણ
કહેશે તો બીજા ધર્મવાળા કોઈ સાંભળી ન શકે. ભગવાન કહેશે તો બધાને લાગશે-ગોડ ફાધર
હેવન સ્થાપન કરે છે જેમાં પછી આપણે જઈ ચક્રવર્તી રાજા બનીશું. આમાં કોઈ ખર્ચ વગેરે
ની વાત નથી ફક્ત સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણવાના છે.
આપ બાળકોએ વિચાર સાગર
મંથન કરવાનું છે. કર્મ કરતા દિવસ-રાત આવો પુરુષાર્થ કરતા રહો. વિચાર સાગર મંથન નહીં
કરશો અથવા બાપ ને યાદ નહીં કરશો, ફક્ત કર્મ કરતા રહેશો તો રાત્રે પણ તે જ વિચાર
ચાલતાં રહેશે. મકાન બનાવવા વાળાને મકાન નાં જ વિચાર ચાલશે. ભલે વિચાર સાગર મંથન
કરવાની રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) આમનાં પર છે પરંતુ કહે છે કળશ લક્ષ્મીને આપ્યો
તો તમે લક્ષ્મી બનો છો ને? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
૧) શ્રીમત ની
નોંધ કરી પુરુષાર્થ કરવાનો છે. બાપે જે કર્મ કરીને શીખવાડ્યા છે, તે જ કરવાના છે.
વિચાર સાગર મંથન કરી જ્ઞાન નાં પોઈન્ટ્સ (મુદ્દાઓ) કાઢવાનાં છે.
૨) સ્વયં સાથે
પ્રતિજ્ઞા કરવાની છે કે અમે બાપ ની યાદમાં જ ભોજન ખાઈશું. તુમ્હીં સે બૈઠું, તુમ્હીં
સે ખાઉ… આ વાયદો પાક્કો નિભાવવાનો છે.
વરદાન :-
કર્મ અને
સંબંધ બંને માં સ્વાર્થ ભાવ થી મુક્ત રહેવાવાળા બાપ સમાન કર્માતીત ભવ
આપ બાળકોની સેવા છે
બધાને મુક્ત બનાવવાની. તો બીજાઓને મુક્ત બનાવતા સ્વયં ને બંધન માં બાંધી નહીં દેતાં.
જ્યારે હદ નાં મારા-મારા થી મુક્ત હશો ત્યારે અવ્યક્ત સ્થિતિ નો અનુભવ કરી શકશો. જે
બાળકો લૌકિક અને અલૌકિક, કર્મ અને સંબંધ બંને માં સ્વાર્થ ભાવ થી મુક્ત છે તે જ બાપ
સમાન કર્માતીત સ્થિતિ નો અનુભવ કરી શકે છે. તો ચેક કરો ક્યાં સુધી કર્મો નાં બંધન
થી ન્યારા બન્યા છો? વ્યર્થ સ્વભાવ-સંસ્કાર નાં વશ થવાથી મુક્ત.
સ્લોગન :-
જે સરળચિત્ત
અને સહજ સ્વભાવ વાળા છે તે જ સહજયોગી, ભોળાનાથ નાં પ્રિય છે.