18-01-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  18-01-2025    બાપદાદા મધુબન


“ પિતાશ્રી જી નાં પુણ્ય સ્મૃતિ દિવસ પર પ્રાતઃ ક્લાસ માં સંભળાવવા માટે બાપદાદા નાં મધુર અનમોલ મહાવાક્ય”


ઓમ્ શાંતિ ! રુહાની બાપ હમણાં આપ બાળકો સાથે રુહરિહાન કરી રહ્યા છે, શિક્ષા આપી રહ્યા છે. ટીચર નું કામ છે શિક્ષા આપવી અને ગુરુ નું કામ છે મંઝિલ બતાવવી. મંઝિલ છે મુક્તિ જીવનમુક્તિ ની, મુક્તિ માટે યાદ ની યાત્રા ખૂબ જરુરી છે અને જીવનમુક્તિ માટે રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણવા જરુરી છે. હવે ૮૪ નું ચક્ર પૂરું થાય છે, હવે પાછા ઘરે જવાનું છે. પોતાની સાથે એવી-એવી વાતો કરવાથી ખૂબ ખુશી થશે અને પછી બીજાઓને પણ ખુશી માં લાવશો. બીજાઓ પર પણ મહેર કરવાની છે રસ્તો બતાવવાની. તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવાની. બાબાએ આપ બાળકો ને પુણ્ય અને પાપ ની ગહન ગતિ પણ સમજાવી છે. પુણ્ય શું છે અને પાપ શું છે? સૌથી મોટું પુણ્ય છે-બાપ ને યાદ કરવા અને બીજા ને પણ યાદ અપાવવી. સેન્ટર ખોલવા, તન-મન-ધન બીજાઓ ની પણ સેવા માં લગાવવા, આ છે પુણ્ય. સંગદોષ માં આવીને વ્યર્થ-ચિંતન, પર-ચિંતન માં પોતાનો સમય બરબાદ કરવો આ છે પાપ. જો કોઈ પુણ્ય કરતા-કરતા પાપ કરી લે છે તો કરેલી કમાણી બધી ખતમ થઈ જાય છે. જે કાંઈ પણ પુણ્ય કર્યુ તે બધુ ખતમ થઈ જાય છે, પછી જમા નાં બદલે ના (નુકસાન) થઈ જાય છે. પાપ કર્મ ની સજા પણ જ્ઞાની તુ આત્મા બાળકો માટે ૧૦૦ ગુણા છે કારણકે સદ્દગુરુ નાં નિંદક બની જાય છે એટલે બાપ શિક્ષા આપે છે મીઠાં બાળકો, ક્યારેય પણ પાપ નથી કરવાનાં. વિકારો નાં માર થી બચીને રહેજો.

બાપ નો બાળકો પર પ્રેમ છે તો તરસ (રહેમ) પણ આવે છે. બાપ અનુભવ સંભળાવે છે જ્યારે એકાંત માં બેસે છે તો પહેલાં અનન્ય બાળકો યાદ આવે છે. ભલે વિદેશ માં છે અથવા ક્યાંય પણ છે. કોઈ સારા સર્વિસેબલ બાળકો શરીર છોડીને જાય છે તો એમનાં આત્મા ને પણ યાદ કરી સર્ચલાઈટ આપે છે. આ આપ બાળકો જાણો છો અહીંયા બે લાઈટ છે, બંને લાઈટ સાથે છે. આ બંને જબરજસ્ત લાઈટ છે. સવાર નો સમય સારો છે સ્નાન કરી એકાંત માં ચાલ્યા જવું જોઈએ. અંદર ખુશી પણ ખૂબ રહેવી જોઈએ.

બેહદ નાં બાપ બાળકો ને સમજાવે છે - મીઠાં બાળકો, પોતાને આત્મા સમજી મુજ બાપ ને અને પોતાનાં ઘર ને યાદ કરો. બાળકો, આ યાદ ની યાત્રા ને ક્યારેય ભૂલતા નહીં. યાદ થી જ તમે પાવન બનશો. પાવન બન્યા વગર તમે પાછા ઘરે જઈ નથી શકતાં. મુખ્ય છે જ જ્ઞાન અને યોગ. બાપ ની પાસે આ જ ખૂબ મોટો ખજાનો છે જે બાળકો ને આપે છે, એમાં યોગ નો ખૂબ મોટો વિષય છે. બાળકો સારી રીતે યાદ કરે છે તો બાપ ની પણ યાદ થી યાદ મળે છે. યાદ થી બાળકો બાપ ને ખેંચે છે. અંત માં આવવા વાળા જે ઊંચ પદ મેળવે છે, એનો આધાર પણ યાદ છે. તે કશિશ કરે છે. કહે છે ને-બાબા, રહેમ કરો, કૃપા કરો, એમાં પણ મુખ્ય જોઈએ યાદ. યાદ થી જ કરંટ મળતો રહેશે, એનાથી આત્મા હેલ્દી બને છે, ભરપૂર થઈ જાય છે. કોઈ સમયે બાપ ને કોઈ બાળક ને કરંટ આપવો હોય છે તો નિંદર પણ ઉડી જાય છે. આ ચિંતા લાગેલી રહે છે કે ફલાણા ને કરંટ આપવાનો છે. તમે જાણો છો કે કરંટ મળવાથી આયુષ્ય વધે છે, એવર હેલ્દી બને છે. એવું પણ નથી કે એક જગ્યાએ બેસી યાદ કરવાના છે. બાપ સમજાવે છે ચાલતાં-ફરતાં ભોજન ખાતા, કાર્ય કરતા પણ બાપ ને યાદ કરો. બીજા ને કરંટ આપવાનો છે તો રાત્રે પણ જાગો. બાળકોને સમજાવ્યું છે-સવારે ઉઠીને જેટલા બાપ ને યાદ કરશો એટલી કશિશ થશે. બાપ પણ સર્ચલાઈટ આપશે. આત્મા ને યાદ કરવા અર્થાત્ સર્ચલાઈટ આપવી, પછી આને કૃપા કહો, આશીર્વાદ કહો.

આપ બાળકો જાણો છો આ અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. આ હાર-જીત નો ખેલ છે. જે થાય છે તે ઠીક છે. ક્રિયેટર ને ડ્રામા જરુર પસંદ હશે ને? તો ક્રિયેટર નાં બાળકો ને પણ પસંદ હશે. આ ડ્રામા માં બાપ એક જ વાર બાળકો ની પાસે બાળકો ની દિલ વ જાન, સિક વ પ્રેમ થી સેવા કરવા આવે છે. બાપ ને તો બધા બાળકો પ્રિય છે. તમે જાણો છો સતયુગ માં પણ બધા એક-બીજા ને બહુ જ પ્રેમ કરે છે. જનાવરો માં પણ પ્રેમ રહે છે. એવા કોઈ જનાવર નથી હોતાં જે પ્રેમ થી ન રહે. તો આપ બાળકોએ અહીં માસ્ટર પ્રેમ નાં સાગર બનવાનું છે. અહીં બનશો તો તે સંસ્કાર અવિનાશી બની જશે. બાપ કહે છે કલ્પ પહેલાં ની જેમ હૂબહૂ ફરીથી પ્રિય બનાવવા આવ્યો છું. ક્યારેય કોઈ બાળક નો ગુસ્સા નો અવાજ સાંભળે છે તો બાપ શિક્ષા આપે છે કે બાળકો, ગુસ્સો કરવો ઠીક નથી, એનાથી તમે પણ દુઃખી થશો, બીજા ને પણ દુઃખી કરશો. બાપ સદાકાળ નું સુખ આપવા વાળા છે તો બાળકોએ પણ બાપ સમાન બનવાનું છે. એક-બીજા ને ક્યારેય દુઃખ નથી આપવાનું. બહુ જ-બહુ જ લવલી (પ્રેમાળ) બનવાનું છે. લવલી (પ્રેમાળ) બાપ ને ખૂબ લવ (પ્રેમ) થી યાદ કરશો તો પોતાનું પણ કલ્યાણ, બીજાઓ નું પણ કલ્યાણ કરશો.

હમણાં વિશ્વ નાં માલિક તમારી પાસે મહેમાન બનીને આવ્યા છે. આપ બાળકો નાં સહયોગ થી જ વિશ્વ નું કલ્યાણ થવાનું છે. જેવી રીતે તમને રુહાની બાળકો ને બાપ અતિ પ્રિય લાગે છે, તેવી રીતે બાપ ને પણ તમે રુહાની બાળકો બહુ જ પ્રિય લાગો છો કારણકે તમે જ શ્રીમત પર આખા વિશ્વ નું કલ્યાણ કરવા વાળા છો. હમણાં તમે અહીં ઈશ્વરીય પરિવાર માં બેઠાં છો. બાપ-સન્મુખ બેઠાં છે. તુમ્હીં સે ખાઉં, તુમ્હીં સે બેઠું… તમે જાણો છો શિવબાબા આમનાં માં આવીને કહે છે મીઠાં બાળકો, દેહ સહિત દેહ નાં બધા સંબંધો ને ભૂલી મામેકમ્ યાદ કરો. આ અંતિમ જન્મ છે, આ જૂની દુનિયા, જૂના દેહ ખલાસ થઈ જવાના છે. કહેવત પણ છે ને આપ મુયે મર ગઈ દુનિયા? પુરુષાર્થ માટે થોડો જ સંગમ નો સમય છે. બાળકો પૂછે છે બાબા, આ ભણતર ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી દૈવી રાજધાની સ્થાપન થઈ જાય ત્યાં સુધી સંભળાવતા રહેશે. પછી ટ્રાન્સફર થશે નવી દુનિયામાં. બાબા કેટલાં નિરંહકાર થી આપ બાળકો ની સેવા કરે છે, તો આપ બાળકોએ પણ આટલી સેવા કરવી જોઈએ. શ્રીમત પર ચાલવું જોઈએ. ક્યાંય પોતાની મત દેખાડી તો તકદીર ને લકીર લાગી જશે. તમે બ્રાહ્મણ ઈશ્વરીય સંતાન છો. બ્રહ્મા નાં સંતાન ભાઈ-બહેન છો, ઈશ્વરીય પૌત્રા- પૌત્રીઓ છો, એમની પાસે થી વારસો લઈ રહ્યા છો. જેટલો પુરુષાર્થ કરશો એટલું પદ મેળવશો. એમાં સાક્ષી રહેવાનો પણ ખૂબ અભ્યાસ જોઈએ. બાપ નું પહેલું ફરમાન છે અશરીરી ભવ, દેહી-અભિમાની ભવ. પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો ત્યારે જ જે ખાદ પડી છે તે નીકળશે, સાચાં સોના બની જશો. આપ બાળકો અધિકાર થી કહી શકો છો કે બાબા, ઓ મીઠાં બાબા, તમે મને પોતાનો બનાવીને બધું જ વારસા માં આપી દીધું છે. આ વારસા ને કોઈ છીનવી ન શકે, એટલો આપ બાળકો ને નશો રહેવો જોઈએ. તમે જ બધાને મુક્તિ, જીવનમુક્તિ નો રસ્તો બતાવવા વાળા લાઈટ-હાઉસ છો, ઉઠતાં-બેસતાં, ચાલતાં-ફરતાં તમે લાઈટ-હાઉસ બનીને રહો.

બાપ કહે છે બાળકો, હવે સમય બહુ થોડો છે, ગવાય પણ છે એક ઘડી આધી ઘડી… જેટલું થઈ શકે એક બાપ ને યાદ કરવા લાગી જાઓ અને પછી ચાર્ટ વધારતા રહો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા લક્કી અને લવલી જ્ઞાન સિતારાઓ ને માતાપિતા, બાપદાદા નાં દિલ વ જાન સિક વ પ્રેમ થી યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

અવ્યક્ત મહાવાક્ય - નિરંતર યોગી બનો

જેવી રીતે એક સેકન્ડ માં સ્વીચ ઓન અને ઓફ કરાય છે, એવી રીતે જ એક સેકન્ડ માં શરીર નો આધાર લીધો અને પછી એક સેકન્ડ માં શરીર થી પરે અશરીર સ્થિતિ માં સ્થિત થઈ જાઓ. હમણાં-હમણાં શરીર માં આવ્યા પછી હમણાં-હમણાં અશરીરી બની ગયા, આ પ્રેક્ટિસ કરવાની છે, આને જ કર્માતીત અવસ્થા કહેવાય છે. જેવી રીતે કોઈ વસ્ત્ર ધારણ કરવું અથવા ન કરવું પોતાનાં હાથ માં રહે છે. આવશ્યક્તા થઈ ધારણ કર્યુ, આવશ્યક્તા નથી તો ઉતારી દીધું. એવો જ અનુભવ આ શરીર રુપી વસ્ત્ર નો ધારણ કરવા અને ઉતારવામાં હોય. કર્મ કરતા પણ એવો અનુભવ થવો જોઈએ જાણે કોઈ વસ્ત્ર ધારણ કરી કાર્ય કરી રહ્યા છીએ, કાર્ય પૂરું થયું અને વસ્ત્ર થી ન્યારા થયાં. શરીર અને આત્મા બંને નું ન્યારાપણું ચાલતાં-ફરતાં પણ અનુભવ થાય. જેવી રીતે કોઈ પ્રેક્ટિસ થઈ જાય છે ને? પરંતુ આ પ્રેક્ટિસ કોને થઈ શકે છે? જે શરીર ની સાથે તથા શરીર નાં સંબંધ માં જે પણ વાતો છે, શરીર ની દુનિયા, સંબંધ તથા અનેક જે પણ વસ્તુઓ છે એનાથી બિલકુલ ડિટેચ હશે, જરા પણ લગાવ નહીં હશે ત્યારે ન્યારા થઈ શકશો. જો સૂક્ષ્મ સંકલ્પ માં પણ હલકાપણું નથી, ડિટેચ નથી થઈ શકતાં તો ન્યારાપણા નો અનુભવ નહીં કરી શકશો. તો દરેકે હવે આ પ્રેક્ટિસ કરવાની છે, બિલકુલ જ ન્યારાપણા નો અનુભવ થાય. આ સ્ટેજ પર રહેવાથી અન્ય માતાઓ ને પણ આપ સૌથી ન્યારાપણા નો અનુભવ થશે, તે પણ મહેસુસ કરશે. જેવી રીતે યોગ માં બેસતી વખતે ઘણાં આત્માઓ ને અનુભવ થાય છે ને, આ ડ્રિલ કરાવવા વાળા ન્યારી સ્ટેજ માં છે એવી રીતે ચાલતાં-ફરતાં ફરિશ્તા પણા નાં સાક્ષાત્કાર થશે. અહીં બેઠેલા પણ અનેક આત્માઓ ને જે પણ તમારા સતયુગી પરિવાર માં સમીપ આવવાવાળા હશે, તેમને આપ સૌ દ્વારા ફરિશ્તા રુપ અને ભવિષ્ય રાજ્યપદ નાં બંને સાથે સાક્ષાત્કાર થશે. જેવી રીતે શરુઆત માં બ્રહ્મા માં સંપૂર્ણ સ્વરુપ અને શ્રીકૃષ્ણ નાં બંને સાથે-સાથે સાક્ષાત્કાર કરતા હતાં એવી રીતે હવે એમને તમારા ડબલ રુપ નો સાક્ષાત્કાર થશે. જેમ-જેમ નંબરવાર આ ન્યારી સ્ટેજ પર આવતા જશો તો આપ સૌનાં પણ આ ડબલ સાક્ષાત્કાર થશે. હવે આ પૂરી પ્રેક્ટિસ થઈ જાય તો અહીં-ત્યાંથી આ જ સમાચાર આવવાનાં શરુ થઈ જશે. જેવી રીતે શરુઆત માં ઘેર બેઠાં પણ અનેક સમીપ આવવા વાળા આત્માઓ ને સાક્ષાત્કાર થયા ને? તેવી રીતે હમણાં પણ સાક્ષાત્કાર થશે. અહીં બેઠાં પણ બેહદ માં તમારા લોકો નું સૂક્ષ્મ સ્વરુપ સર્વિસ કરશે. હવે આ જ સર્વિસ રહી રહેલી છે. સાકાર માં બધા એક્ઝામ્પલ તો જોઈ લીધાં. બધી વાતો નંબરવાર ડ્રામા અનુસાર થવાની છે. જેટલા-જેટલા સ્વયં આકારી ફરિશ્તા સ્વરુપ માં હશો એટલું તમારું ફરિશ્તા સ્વરુપ સર્વિસ કરશે. આત્મા ને આખા વિશ્વ નું ચક્ર લગાવવા માં કેટલો સમય લાગે છે? તો હવે તમારું સૂક્ષ્મ સ્વરુપ પણ સર્વિસ કરશે પરંતુ જે આ ન્યારી સ્થિતિ માં હશે. સ્વયં ફરિશ્તા રુપ માં સ્થિત હશો. શરુઆત માં બધા સાક્ષાત્કાર થયા છે. ફરિશ્તા રુપ માં સંપૂર્ણ સ્ટેજ અને પુરુષાર્થી સ્ટેજ બંને અલગ-અલગ સાક્ષાત્કાર થતા હતાં. જેવી રીતે સાકાર બ્રહ્મા અને સંપૂર્ણ બ્રહ્મા નાં અલગ-અલગ સાક્ષાત્કાર થતા હતાં તેવી રીતે અનન્ય બાળકો નાં સાક્ષાત્કાર પણ થશે. તોફાન જ્યારે થશે તો સાકાર શરીર દ્વારા તો કાંઈ કરી નહીં શકે અને પ્રભાવ પણ આ જ સર્વિસ થી પડશે. જેવી રીતે શરુ માં પણ સાક્ષાત્કાર થી જ પ્રભાવ પડ્યો ને? પરોક્ષ-અપરોક્ષ અનુભવે પ્રભાવ પાડ્યો. તેવી રીતે અંત માં પણ આ જ સર્વિસ થવાની છે. પોતાનાં સંપૂર્ણ સ્વરુપ નો સાક્ષાત્કાર પોતાને થાય છે? હવે શક્તિઓ ને પોકારવાનું શરુ થઈ ગયું છે. હવે પરમાત્મા ને ઓછા પોકારે છે, શક્તિઓ ની પોકાર તે જ ગતિ થી ચાલુ થઈ ગઈ છે. તો એવી પ્રેક્ટિસ વચ્ચે-વચ્ચે કરવાની છે. આદત પડી જવાથી પછી બહુ જ આનંદ અનુભવ થશે. એક સેકન્ડ માં આત્મા શરીર થી ન્યારો થઈ જશે, પ્રેક્ટિસ થઈ જશે. હવે આ જ પુરુષાર્થ કરવાનો છે.

વર્તમાન સમયે મનન શક્તિ થી આત્મા માં સર્વ શક્તિઓ ભરવાની આવશ્યક્તા છે ત્યારે મગન અવસ્થા રહેશે અને વિધ્ન ટળી જશે. વિઘ્નો ની લહેર ત્યારે આવે છે જ્યારે રુહાનિયત ની તરફ ફોર્સ ઓછો થઈ જાય છે. તો વર્તમાન સમયે શિવરાત્રી ની સેવા પહેલાં સ્વયં માં શક્તિ ભરવાનો ફોર્સ જોઈએ. ભલે યોગ નાં પ્રોગ્રામ રાખો છો પરંતુ યોગ દ્વારા શક્તિઓ નો અનુભવ કરવો, કરાવવો હવે એવા ક્લાસેસ ની આવશ્યક્તા છે. પ્રેક્ટિકલ પોતાનાં બળ નાં આધાર થી બીજાઓને બળ આપવાનું છે. ફક્ત બહાર ની સર્વિસ નાં પ્લાન નથી વિચારવાનાં પરંતુ પૂરી જ નજર જોઈએ બધી તરફ. જે નિમિત બનેલા છે એમને આ વિચાર આવવો જોઈએ કે અમારી ફૂલવાડી કઈ વાત માં કમજોર છે? કોઈ પણ રીતે પોતાની ફુલવાડી ની કમજોરી પર કડી દૃષ્ટિ રાખવી જોઈએ. સમય આપીને પણ કમજોરીઓ ને ખતમ કરવાની છે.

જેવી રીતે સાકાર રુપ ને જોયા, કોઈપણ એવી લહેર નો સમય હોય, તો દિવસ-રાત સકાશ આપવાની વિશેષ સર્વિસ, વિશેષ પ્લાન ચાલતાં હતાં. નિર્બળ આત્માઓ ને બળ ભરવાનું વિશેષ અટેન્શન રહેતું હતું જેનાથી અનેક આત્માઓ ને અનુભવ પણ થતો હતો. રાત્રે-રાત્રે પણ સમય કાઢીને આત્માઓ ને સકાશ ભરવાની સર્વિસ ચાલતી હતી. તો હવે વિશેષ સકાશ આપવાની સર્વિસ કરવાની છે. લાઈટ હાઉસ, માઈટ હાઉસ બનીને આ સર્વિસ ખાસ કરવાની છે, ત્યારે ચારેય તરફ લાઈટ-માઈટ નો પ્રભાવ ફેલાશે. હવે આ જ આવશ્યક્તા છે. જેવી રીતે કોઈ સાહૂકાર હોય છે તો પોતાનાં નજીક નાં સંબંધીઓ ને મદદ આપીને ઊંચા ઉઠાવી લે છે, એવી રીતે વર્તમાન સમયે જે પણ કમજોર આત્માઓ સંપર્ક અને સંબંધ માં છે એમને વિશેષ સકાશ આપવાનો છે. અચ્છા-

વરદાન :-
હજાર ભુજાવાળા બ્રહ્મા બાપ નાં સાથ નો નિરંતર અનુભવ કરવાવાળા સાચાં સ્નેહી ભવ

વર્તમાન સમયે હજાર ભુજાવાળા બ્રહ્મા બાપ નાં રુપ નો પાર્ટ ચાલી રહ્યો છે. જેવી રીતે આત્મા ભુજા વગર કાંઈ નથી કરી શકતો, તેવી રીતે બાપદાદા ભુજા રુપી બાળકો વગર કાંઈ નથી કરી શકતાં. દરેક કાર્ય માં પહેલાં બાપ નો સહયોગ છે. જ્યાં સુધી સ્થાપના નો પાર્ટ છે ત્યાં સુધી બાપદાદા બાળકો નાં દરેક સંકલ્પ અને સેકન્ડ માં સાથે-સાથે છે એટલે ક્યારેય પણ જુદાઈ નો પડદો નાખી વિયોગી નહીં બનો. પ્રેમ નાં સાગર ની લહેરો માં લહેરાવો, ગુણગાન કરો પરંતુ ઘાયલ ન બનો. બાપ નાં સ્નેહ નું પ્રત્યક્ષ સ્વરુપ સેવા નાં સ્નેહી બનો.

સ્લોગન :-
અશરીરી સ્થિતિ નો અનુભવ તથા અભ્યાસ જ નંબર આગળ આવવાનો આધાર છે.

પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો

દરેક સમયે, દરેક આત્મા પ્રત્યે મન્સા સ્વતઃ શુભ ભાવના અને શુભકામના નાં શુદ્ધ વાયબ્રેશન વાળી સ્વયં ને અને બીજા ને પણ અનુભવ થાય. મન થી દરેક સમયે સર્વ આત્માઓ પ્રત્યે દુવાઓ નીકળતી રહે. મન્સા સદા આ જ સેવા માં બિઝી રહે. જેવી રીતે વાચા ની સેવા માં બિઝી રહેવાનાં અનુભવી થઈ ગયા છો. જો સેવા નથી મળતી તો પોતાને ખાલી અનુભવ કરો છો. એવી રીતે દરેક સમયે વાણી ની સાથે-સાથે મન્સા સેવા સ્વત: થતી રહે.