18-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ     બાપદાદા મધુબન


“ બાપદાદા નાં અણમોલ મહાવાક્ય - પિતાશ્રી જી નાં પુણ્ય સ્મૃતિ દિવસ પર પ્રાતઃ ક્લાસ માં

 સંભળાવવા માટે”

“ મીઠાં બાળકો - જ્ઞાન - રત્નો થી ઝોલી ભરીને દાન પણ કરવાનું છે , જેટલો બીજા ને રસ્તો બતાવશો

 એટલાં આશીર્વાદ મળશે”
 


ઓમ્ શાંતિ . મીઠાં બાળકોએ આ પાક્કું યાદ રાખવાનું છે કે શિવબાબા અમને ભણાવે છે. શિવબાબા પતિત-પાવન પણ છે, સદ્દગતિ દાતા પણ છે. સદ્દગતિ એટલે સ્વર્ગ ની રાજાઈ આપે છે. બાબા કેટલાં મીઠાં છે! કેટલાં પ્રેમ થી બાળકો ને ભણાવે છે! બાપ, દાદા દ્વારા અમને ભણાવે છે. બાબા કેટલાં મીઠાં છે, કેટલો પ્રેમ કરે છે! કોઈ તકલીફ નથી આપતાં. ફક્ત કહે છે મને યાદ કરો અને ચક્ર ને યાદ કરો. બાપ ની યાદ માં દિલ એકદમ ઠરી જવું જોઈએ (શીતળ થઈ જવું જોઈએ). એક બાપ ની જ યાદ સતાવવી જોઈએ કારણકે બાપ પાસે થી વારસો કેટલો ઊંચો મળે છે. પોતાને જોવું જોઈએ અમારો બાપ ની સાથે કેટલો પ્રેમ છે? ક્યાં સુધી અમારા માં દૈવી ગુણ છે કારણકે તમે બાળકો હવે કાંટા થી ફૂલ બની રહ્યાં છો. જેટલાં-જેટલાં યોગ માં રહેશો એટલાં કાંટા થી ફૂલ, સતોપ્રધાન બનતા જશો. ફૂલ બની ગયા પછી અહીં રહી નહીં શકો. ફૂલો નો બગીચો છે જ સ્વર્ગ. જે ઘણાં કાંટાઓ ને ફૂલ બનાવે છે એમને જ સાચાં સુગંધદાર ફૂલ કહેવાશે. તે ક્યારેય કોઈને કાંટા નહીં લગાવશે. ક્રોધ પણ મોટો કાંટો છે. અનેક ને દુઃખ આપે છે. હવે તમે બાળકો કાંટા ની દુનિયા થી કિનારા પર આવી ગયા છો, તમે છો સંગમ પર. જેવી રીતે માળી ફૂલો ને અલગ વાસણ માં કાઢીને રાખે છે તેવી રીતે જ તમને ફૂલો ને પણ હમણાં સંગમયુગી પોટ માં અલગ રાખેલા છે. પછી તમે ફૂલ સ્વર્ગ માં ચાલ્યાં જશો. કળિયુગી કાટા ભસ્મ થઈ જશે.

મીઠાં બાળકો જાણે છે પારલોકિક બાપ પાસે થી અમને અવિનાશી વારસો મળે છે. જે સાચાં-સાચાં બાળકો છે જેમનો બાપદાદા સાથે પૂરો પ્રેમ છે એમને બહુ જ ખુશી રહેશે. અમે વિશ્વ નાં માલિક બનીએ છીએ? હા, પુરુષાર્થ થી જ વિશ્વ નાં માલિક બનાય છે, ફક્ત કહેવાથી નહીં. જે અનન્ય બાળકો છે એમને સદૈવ આ યાદ રહેશે કે અમે પોતાનાં માટે ફરી થી એ જ સૂર્યવંશી, ચંદ્રવંશી રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ. બાપ કહે છે મીઠાં બાળકો, જેટલું તમે અનેક નું કલ્યાણ કરશો એટલું તમને જ ફળ મળશે. અનેક ને રસ્તો બતાવશો તો અનેક નાં આશીર્વાદ મળશે. જ્ઞાન-રત્નો થી ઝોલી ભરીને પછી દાન કરવાનું છે. જ્ઞાન સાગર તમને રત્નો ની થાળીઓ ભરી-ભરીને આપે છે. એ રત્નો નું જે દાન કરે છે તે જ બધાને પ્રિય લાગે છે. બાળકો ને અંદર માં કેટલી ખુશી થવી જોઈએ. સેન્સિબલ બાળકો જે હશે તે તો કહેશે અમે બાબા પાસે થી પૂરો જ વારસો લઈશું. એકદમ ચટકી પડીશું. બાપ સાથે બહુ જ પ્રેમ રહેશે કારણકે જાણે છે પ્રાણ આપવા વાળા બાપ મળ્યાં છે. નોલેજ નું વરદાન એવું આપે છે જેનાથી આપણે શું થી શું બની જઈએ છીએ! ઇનસોલવેન્ટ થી સોલ્વન્ટ બની જઈએ છીએ. એટલો ભંડારો ભરપૂર કરી દે છે. જેટલું બાપ ને યાદ કરશો એટલો પ્રેમ રહેશે, કશિશ થશે. સોય સાફ હોય છે તો ચકમક (ચુંબક) તરફ ખેંચાઈ જાય છે ને? બાપ ની યાદ થી જ કાટ નીકળતો જશે. એક બાપ સિવાય બીજું કોઈ યાદ ન આવે.

બાપ સમજાવે છે મીઠાં બાળકો હવે ગફલત (ભૂલ) ન કરો. સ્વદર્શન ચક્રધાધારી બનો, લાઈટ-હાઉસ બનો. સ્વદર્શન ચક્રધારી બનવાની પ્રેક્ટિસ સારી થઈ જશે તો પછી તમે જાણે જ્ઞાન નાં સાગર બની જશો. જેવી રીતે સ્ટુડન્ટ ભણીને ટીચર બની જાય છે ને? તમારો ધંધો જ આ છે. બધાને સ્વદર્શન ચક્રધારી બનાવો ત્યારે ચક્રવર્તી રાજા-રાણી બનશો એટલે બાબા સદૈવ બાળકો ને પૂછે છે સ્વદર્શન ચક્રધારી બનીને બેઠાં છો? બાપ પણ સ્વદર્શન ચક્રધારી છે ને? બાપ આવ્યાં છે આપ મીઠાં બાળકો ને પાછા લઈ જવાં. આપ બાળકો વગર મને પણ જાણે બેઆરામી થાય છે. જ્યારે સમય થાય છે તો બેઆરામી થઈ જાય છે. બસ, હવે હું જાઉં. બાળકો બહુ જ પોકારે છે. બહુ જ દુઃખી છે. તરસ પડે (રહેમ આવે) છે. હવે આપ બાળકોએ ચાલવાનું છે ઘરે. પછી ત્યાંથી તમે પોતે જ ચાલ્યાં જશો સુખધામ. ત્યાં હું તમારો સાથી નહીં બનીશ. પોતાની અવસ્થા અનુસાર તમારો આત્મા ચાલ્યો જશે.

જેટલાં આપ બાળકો બાપ ની યાદ માં રહેશો એટલાં બીજાને સમજાવવાની અસર થશે. તમારું બોલવાનું વધારે ન હોવું જોઈએ. આત્મ-અભિમાની થઈ થોડું પણ સમજાવશો તો તીર લાગશે. બાપ કહે છે બાળકો બીતી સો બીતી (જે પસાર થઈ ગયું તે થઈ ગયું). હવે પહેલાં પોતાને સુધારો. પોતે યાદ કરશો નહીં, બીજાને કહેતાં રહેશો, આ ઠગી પણ ચાલી ન શકે. અંદર દિલ જરુર ખાતું હશે. બાપ ની સાથે પૂરો પ્રેમ નથી તો શ્રીમત પર ચાલતાં નથી. બેહદ નાં બાપ જેવી શિક્ષા તો બીજા કોઈ આપી ન શકે. બાપ કહે છે મીઠાં બાળકો, આ જૂની દુનિયા ને હવે ભૂલી જાઓ. અંત માં તો આ બધું ભૂલી જ જવાનું છે. બુદ્ધિ લાગી જાય છે પોતાનાં શાંતિધામ અને સુખધામ માં. બાપ ને યાદ કરતાં-કરતાં બાપ ની પાસે ચાલ્યાં જવાનું છે. પતિત આત્મા તો જઈ ન શકે. તે છે જ પાવન આત્માઓ નું ઘર. આ શરીર પાંચ તત્વો થી બનેલું છે. તો પાંચ તત્વ અહીં રહેવા માટે ખેંચે છે કારણકે આત્માએ આ જાણે પ્રોપર્ટી લીધેલી છે, એટલે શરીર માં મમત્વ થઈ ગયું છે. હવે આનાંથી મમત્વ કાઢીને જવાનું છે પોતાનાં ઘરે. ત્યાં તો આ પાંચ તત્વ નથી. સતયુગ માં પણ શરીર યોગબળ થી બને છે. સતોપ્રધાન પ્રકૃતિ હોય છે એટલે ખેંચતી નથી. દુઃખ નથી હોતું. આ બહુ જ મહીન (સૂક્ષ્મ) વાતો છે સમજવાની. અહીં પાંચ તત્વ નું બળ આત્મા ને ખેંચે છે એટલે શરીર છોડવાનું દિલ (મન) નથી થતું. નહીં તો આમાં વધારે જ ખુશ થવું જોઈએ પાવન બની શરીર એવી રીતે છોડશો જેવી રીતે માખણ માંથી વાળ. તો શરીર થી, બધી વસ્તુ થી મમત્વ એકદમ ખતમ કરી દેવાનું છે, એની સાથે આપણું કોઈ કનેક્શન નથી. બસ, આપણે જઈએ છીએ બાબા ની પાસે. આ દુનિયા થી પોતાનાં બેગ-બિસ્તરા તૈયાર કરી પહેલાં થી જ મોકલી દીધાં છે. સાથે તો ચાલી ન શકે. બાકી આત્માઓ ને જવાનું છે. શરીર ને પણ અહીં છોડી દેવાનું છે. બાબાએ નવાં શરીર નો સાક્ષાત્કાર કરાવી દીધો છે. હીરા-ઝવેરાત નાં મહેલ મળી જશે. એવાં સુખધામ માં જવા માટે કેટલી મહેનત કરવી જોઈએ? થાકવું ન જોઈએ. દિવસ-રાત ખૂબ કમાણી કરવાની છે એટલે બાબા કહે છે નીંદર ને જીતવા વાળા બાળકો મામેકમ્ યાદ કરો અને વિચાર સાગર મંથન કરો. ડ્રામા નાં રહસ્ય ને બુદ્ધિ માં રાખવાથી બુદ્ધિ એકદમ શીતળ થઈ જાય છે. જે મહારથી બાળકો હશે તે ક્યારેય હલશે નહીં. શિવબાબા ને યાદ કરશે તો તે સંભાળ પણ કરશે.

બાપ આપ બાળકો ને દુઃખ થી છોડાવીને શાંતિ નું દાન આપે છે. તમારે પણ શાંતિ નું દાન આપવાનું છે. તમારી આ બેહદ ની શાંતિ અર્થાત્ યોગબળ બીજા ને પણ એકદમ શાંત કરી દેશે. તમે બાપ ની યાદ માં રહીને પછી જુઓ આત્મા અમારા કુળનો છે કે નથી? જો હશે તો એકદમ શાંત થઈ જશે. જે આ કુળ નાં હશે એમને જ આ વાતો માં રસ બેસશે. બાળકો યાદ કરે છે તો બાપ પણ પ્રેમ કરે છે. આત્મા ને પ્રેમ કરાય છે. આ પણ જાણે છે જેમણે ખૂબ ભક્તિ કરી છે તે જ વધારે ભણશે. એમનાં ચહેરા થી ખબર પડતી જશે કે બાપ માં કેટલો પ્રેમ છે! આત્મા બાપ ને જુએ છે. બાપ આપણા આત્માઓ ને ભણાવી રહ્યાં છે. બાપ પણ સમજે છે કે હું આટલાં નાનાં બિંદુ આત્મા ને ભણાવું છું. આગળ ચાલી તમારી અવસ્થા થઈ જશે. સમજશો કે અમે ભાઈ-ભાઈ ને ભણાવીએ છીએ. ચહેરો બહેન નો હોવા છતાં પણ દૃષ્ટિ આત્મા તરફ જાય. શરીર પર દૃષ્ટિ બિલકુલ ન જાય, એમાં ખૂબ મહેનત છે. આ બહુ જ મહીન વાતો છે. ખૂબ ઊંચું ભણતર છે. વજન કરો તો આ ભણતર ની તરફ (બાજુ) બહુ જ ભારે (વજન) થઈ જશે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકીલધા બાળકો પ્રત્યે માત- પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

અવ્યક્ત મહાવાક્ય -

મહાવીર બાળકો નાં સંગઠન ની વિશેષતા - એકરસ , એકટીક સ્થિતિ - ૯ . ૧૨ . ૭૫

મહાવીર અર્થાત્ વિશેષ આત્મા. એવાં મહાવીર, વિશેષ આત્માઓ નાં સંગઠન ની વિશેષતા વર્તમાન સમયે આ જ હોવી જોઈએ જે એક જ સમયે બધાની એકરસ, એકટીક સ્થિતિ થાય અર્થાત્ જેટલો સમય, જે સ્થિતિ માં રહેવા ઈચ્છે, એટલો સમય, એ સ્થિતિ માં સંગઠિત રુપ માં સ્થિત થઈ જાય, સંગઠિત રુપ માં બધાની સંકલ્પ રુપી આંગળી એક હોય. જ્યાં સુધી સંગઠન ની આ પ્રેક્ટિસ નથી, ત્યાં સુધી સિદ્ધિ નહીં થશે. સંગઠન માં હમણાં ઓર્ડર થાય કે પાંચ મિનિટ માટે વ્યર્થ સંકલ્પ બિલકુલ સમાપ્ત કરી બીજરુપ પાવરફુલ સ્થિતિ માં એકરસ સ્થિત થઈ જાઓ, તો એવો અભ્યાસ છે? એવું નહીં કોઈ મનન કરવાની સ્થિતિ માં હોય, કોઈ રુહરિહાન કરી રહ્યાં હોય અને કોઈ અવ્યક્ત સ્થિતિ માં હોય. ઓર્ડર છે બીજ રુપ થવાનો અને કરી રહ્યાં છે રુહરિહાન તો ઓર્ડર ન માન્યો ને? આ અભ્યાસ ત્યારે થશે જ્યારે પહેલાં વ્યર્થ સંકલ્પો ની સમાપ્તિ કરશો. હલચલ થાય જ વ્યર્થ સંકલ્પો ની છે. આ વ્યર્થ સંકલ્પો ની સમાપ્તિ માટે, પોતાનાં સંગઠન ને શક્તિશાળી તથા એકમત બનાવવા માટે કઈ શક્તિ જોઈએ?

એનાં માટે એક તો ફેથ (વિશ્વાસ), બીજી સમાવવાની શક્તિ જોઈએ. સંગઠન ને જોડવાનો દોરો છે - ફેથ. કોઈએ જે કાંઈ કર્યુ, માનો ખોટું પણ કર્યુ, પરંતુ સંગઠન પ્રમાણે અથવા પોતાનાં સંસ્કારો પ્રમાણે તથા સમય પ્રમાણે એમણે જે કર્યુ એનો પણ જરુર કોઈ ભાવ-અર્થ હશે. સંગઠિત રુપ માં જ્યાં સેવા છે, ત્યાં એમનાં સંસ્કારો ને પણ રહેમદિલ ની દૃષ્ટિ થી જોતા, સંસ્કારો ને સામે ન રાખી એમાં પણ કાંઈક કલ્યાણ હશે, એને સાથ આપીને ચાલવામાં જ કલ્યાણ છે. એવો વિશ્વાસ જ્યારે સંગઠન માં એક-બીજા પ્રત્યે હોય ત્યારે જ સફળતા થઈ શકે છે. પહેલાં થી જ વ્યર્થ સંકલ્પ ન ચલાવવા જોઈએ. જેવી રીતે કોઈ પોતાની ભૂલો ને મહેસૂસ પણ કરે છે પરંતુ એને ક્યારેય ફેલાવશે નહીં પરંતુ એને સમાવશે. બીજા એને ફેલાવશે તો પણ ખરાબ લાગશે. એ જ પ્રકારે બીજા ની ભૂલો ને પણ પોતાની ભૂલો સમજી ફેલાવવી ન જોઈએ. વ્યર્થ સંકલ્પ ન ચલાવવા જોઈએ પરંતુ એને પણ સમાવી દેવા જોઈએ. એટલો એક-બીજા માં વિશ્વાસ હોય! સ્નેહ ની શક્તિ થી ઠીક કરી દેવું જોઈએ. જેવી રીતે લૌકિક રીતે પણ ઘર ની વાત બહાર નથી કરતા, નહીં તો એનાથી ઘર ને જ નુકસાન થાય છે. તો સંગઠન માં સાથીએ જે કાંઈ કર્યુ એમાં જરુર રહસ્ય હશે, જો એણે ખોટું પણ કર્યુ હોય, તો પણ એનું પરિવર્તન કરી દેવું જોઈએ. આ બંને પ્રકાર નો વિશ્વાસ રાખીને એક-બીજા નાં સંપર્ક માં ચાલવાથી, સંગઠન ની સફળતા થઈ શકે છે, એમાં સમાવવાની શક્તિ વધારે જોઈએ. વ્યર્થ સંકલ્પો ને સમાવવાના છે. વિતેલા સંસ્કારો ને ક્યારેય પણ વર્તમાન સમય સાથે મળાવો નહીં અર્થાત્ પાસ્ટ ને પ્રેઝન્ટ ન કરો. જ્યારે પાસ્ટ ને પ્રેઝન્ટ માં મળાવો છો ત્યારે જ સંકલ્પો ની લાઈન લાંબી થઈ જાય છે અને જ્યાં સુધી આ વ્યર્થ સંકલ્પો ની લાઈન છે, ત્યાં સુધી સંગઠિત રુપ માં એકરસ સ્થિતિ નથી થઈ શકતી.

બીજા ની ભૂલો ને પોતાની ભૂલો સમજવી - આ છે સંગઠન ને મજબૂત કરવું. આ ત્યારે થશે જ્યારે એક-બીજા માં ફેથ હશે. પરિવર્તન કરવાનો ફેથ અથવા કલ્યાણ કરવાનો ફેથ, આમાં સમાવવાની શક્તિ જરુર જોઈએ. જોયું અને સાંભળ્યું એને બિલકુલ સમાવીને, એ જ આત્મિક દૃષ્ટિ અને કલ્યાણ ની ભાવના રહે. જ્યારે અજ્ઞાનીઓ માટે કહો છો - અપકારીઓ પર ઉપકાર કરવાનો છે તો સંગઠન માં પણ એક-બીજા પ્રત્યે રહેમ ની ભાવના રહે. હમણાં રહેમ ની ભાવના ઓછી રહે છે કારણકે આત્મિક સ્થિતિ નો અભ્યાસ ઓછો છે.

આવું પાવરફુલ સંગઠન થવાથી જ સિદ્ધિ થશે. હમણાં તમે સિદ્ધિ નું આહવાન કરો છો, પરંતુ પછી તમારી આગળ સિદ્ધિ સ્વયં નમશે. જેવી રીતે સતયુગ માં પ્રકૃતિ દાસી બની જાય છે, તેવી રીતે સિદ્ધિ તમારી સામે સ્વયં નમશે. સિદ્ધિ તમારા લોકોનું આહવાન કરશે. જ્યારે શ્રેષ્ઠ જ્ઞાન છે, સ્ટેજ પણ પાવરફુલ છે તો સિદ્ધિ શું મોટી વાત છે? સદાકાળ એકરસ સ્થિતિ માં રહેવા વાળા ને સિદ્ધિ પ્રાપ્ત ન થાય, આ હોય ન શકે પરંતુ એનાં માટે સંગઠન ની શક્તિ જોઈએ. એકે કાંઈક બોલ્યું, બીજાએ સ્વીકાર કર્યો. સામનો કરવાની શક્તિ બ્રાહ્મણ પરિવાર નાં આગળ યુઝ નથી કરવાની. તે માયા નાં આગળ યુઝ કરવાની છે. પરિવાર માં સામનો કરવાની શક્તિ યુઝ કરવા થી સંગઠન પાવરફુલ નથી થતું. કોઈ પણ વાત નથી ગમતી તો પણ એક-બીજા નો સત્કાર કરવો જોઈએ. એ સમયે કોઈનાં સંકલ્પ તથા બોલ ને કાપી ન દેવા જોઈએ એટલે હવે સમાવવાની શક્તિ ને ધારણ કરો.

સંગઠિત રુપ માં આપ બ્રાહ્મણ બાળકો ની પરસ્પર સંપર્ક ની ભાષા પણ અવ્યક્ત ભાવ ની હોવી જોઈએ. જેવી રીતે ફરિશ્તા અથવા આત્માઓ આત્માઓ સાથે બોલી રહ્યાં છે. કોઈની સાંભળેલી ભૂલો ને સંકલ્પ માં પણ સ્વીકાર ન કરવી અને ન કરાવવી જોઈએ. એવી જ્યારે સ્થિતિ થાય ત્યારે જ બાપ ની જે શુભ કામના છે - સંગઠન ની, તે પ્રેક્ટિકલ માં થશે. એનાં માટે વિશેષ પુરુષાર્થ તથા વિશેષ અનુભવો ની પરસ્પર લેન-દેન કરો. સંગઠિત રુપ માં વિશેષ યોગ નાં પ્રોગ્રામ ચાલતાં રહે તો વિનાશ જ્વાળા ને પણ પાંખો લાગશે. યોગ-અગ્નિ થી વિનાશ ની અગ્નિ બળશે. અચ્છા. ઓમ્ શાંતિ.

વરદાન :-
વ્યક્ત માં રહેતાં અવ્યક્ત ફરિશ્તા રુપ નો સાક્ષાત્કાર કરાવવા વાળા સફેદ વસ્ત્રધારી અને સફેદ લાઈટધારી ભવ

જેવી રીતે હમણાં ચારેય તરફ આ અવાજ ફેલાઈ રહ્યો છે કે આ સફેદ વસ્ત્રધારી કોણ છે અને ક્યાંથી આવ્યાં છે? એવી રીતે હવે ચારેય તરફ ફરિશ્તા રુપ નો સાક્ષાત્કાર કરાવો - આને કહેવાય છે ડબલ સેવા નું રુપ. જેવી રીતે વાદળો ચારેય તરફ છવાઈ જાય છે, એવી રીતે ચારેય તરફ ફરિશ્તા રુપ થી પ્રગટ થઈ જાઓ, જ્યાં પણ જુએ તો ફરિશ્તા જ નજર આવે. પરંતુ આ ત્યારે થશે જ્યારે શરીર થી ડિટૈચ થઈને અંત:વાહક શરીર થી ચક્ર લગાવવા નાં અભ્યાસી હશો. મન્સા પાવરફુલ હશે.

સ્લોગન :-
સર્વગુણો તથા સર્વશક્તિઓ નાં અધિકારી બનવા માટે આજ્ઞાકારી બનો.

અવ્યક્ત ઈશારા - આ અવ્યક્ત મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો

જેમ બાપ સદા સ્વતંત્ર છે - એમ બાપ સમાન બનો. બાપદાદા હવે બાળકોને પરતંત્ર જોઈ નથી શકતાં. જો સ્વયં ને સ્વતંત્ર નથી કરી શકતા, સ્વયં જ પોતાની કમજોરીઓ માં પડતા રહો છો તો વિશ્વ પરિવર્તક કેવી રીતે બનશો? હવે આ સ્મૃતિ ને વધારો કે હું માસ્ટર સર્વશક્તિમાન્ છું, આનાંથી સહજ સર્વ પિંજરાઓ થી મુક્ત ઉડતા પક્ષી બની જશો.