18-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
સમયે તમારું આ જીવન ખૂબ - ખૂબ અમૂલ્ય છે કારણકે તમે હદ થી નીકળી બેહદ માં આવ્યાં છો
, તમે જાણો છો આપણે આ જગત નું કલ્યાણ કરવા વાળા છીએ”
પ્રશ્ન :-
બાપ નાં વારસા નો અધિકાર કયા પુરુષાર્થ થી પ્રાપ્ત થાય છે?
ઉત્તર :-
સદા ભાઈ-ભાઈ ની દૃષ્ટિ રહે. સ્ત્રી-પુરુષ નું જે ભાન છે તે નીકળી જાય, ત્યારે બાપ
નાં વારસા નો પૂરો અધિકાર પ્રાપ્ત થાય. પરંતુ સ્ત્રી-પુરુષ નું ભાન તથા આ દૃષ્ટિ
નીકળવી ખુબ મુશ્કેલ છે. આનાં માટે દેહી-અભિમાની બનવાનો અભ્યાસ જોઈએ. જ્યારે બાપ નાં
બાળક બનશો ત્યારે વારસો મળશે. એક બાપ ની યાદ થી સતોપ્રધાન બનવા વાળા જ
મુક્તિ-જીવનમુક્તિ નો વારસો મેળવે છે.
ગીત :-
આખિર વહ દિન
આયા આજ…
ઓમ શાંતિ!
બાળકો આ જાણે
છે ઓમ્ એટલે અહમ્ આત્મા મમ્ શરીર. હવે તમે આ ડ્રામા ને, સૃષ્ટિ ચક્ર ને અને આ સૃષ્ટિ
ચક્ર ને જાણવા વાળા બાપ ને જાણી ગયા છો કારણ કે ચક્ર ને જાણવા વાળા ને રચયિતા જ
કહેવાશે. રચયિતા અને રચના ને બીજા કોઈ પણ નથી જાણતાં. ભલે ભણેલાં-ગણેલાં મોટા-મોટા
વિદ્વાન-પંડિત વગેરે છે. તેમને પોતાનો ઘમંડ તો રહે છે ને? પરંતુ તેમને આ ખબર નથી,
કહે પણ છે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. હવે આ ત્રણ ચીજો થઈ જાય છે, આનો પણ અર્થ નથી
સમજતાં. સંન્યાસીઓ ને વૈરાગ આવે છે ઘર થી. તેમને પણ ઊંચા અને નીચા ની ઈર્ષા રહે છે.
આ ઊંચા કુળ નાં છે, આ મધ્યમ કુળ નાં છે - આનાં પર તેમનું ખૂબ ચાલે છે. કુંભ નાં મેળા
માં પણ તેમનો ખૂબ ઝઘડો થઈ જાય છે કે પહેલાં કોની સવારી ચાલે. આનાં પર ખૂબ લડે છે પછી
પોલીસ આવીને છોડાવે છે. તો આ પણ દેહ-અભિમાન થયું ને? દુનિયા માં જે પણ મનુષ્ય માત્ર
છે, બધા છે દેહ-અભિમાની. તમારે તો હવે દેહી-અભિમાની બનવાનું છે. બાપ કહે છે
દેહ-અભિમાન છોડો, સ્વયં ને આત્મા સમજો. આત્મા જ પતિત બન્યો છે, તેમાં ખાદ પડી છે.
આત્મા જ સતોપ્રધાન, તમોપ્રધાન બને છે. જેવો આત્મા તેવું શરીર મળે છે. શ્રીકૃષ્ણ નો
આત્મા સુંદર છે તો શરીર પણ ખૂબ સુંદર હોય છે, તેમનાં શરીર માં બહુ જ કશિશ (આકર્ષણ)
હોય છે. પવિત્ર આત્મા જ કશિશ કરે છે. લક્ષ્મી-નારાયણ ની એટલી મહિમા નથી, જેમ
શ્રીકૃષ્ણ ની છે કારણકે શ્રીકૃષ્ણ તો પવિત્ર નાનું બાળક છે. અહીં પણ કહે છે નાનું
બાળક અને મહાત્મા એક સમાન છે. મહાત્માઓ તો છતાં પણ જીવન નો અનુભવ કરી પછી વિકારો ને
છોડે છે. ઘૃણા આવે છે, બાળક તો છે જ પવિત્ર. તેમને ઊંચા મહાત્મા સમજે છે. તો બાપે
સમજાવ્યું છે આ નિવૃત્તિ માર્ગ વાળા સંન્યાસી પણ થોડું થોભાવે (ટકાવે) છે. જેમ મકાન
અડધું જૂનું થાય છે તો પછી મરમ્મત (સમારકામ) કરાય છે. સંન્યાસી પણ મરમ્મત કરે છે,
પવિત્ર હોવાથી ભારત ટકી રહે છે. ભારત જેવો પવિત્ર અને ધનવાન ખંડ બીજો કોઈ હોઈ ન શકે.
હવે બાપ તમને રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ની સ્મૃતિ અપાવે છે કારણકે આ બાપ પણ
છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. ગીતા માં શ્રીકૃષ્ણ ભગવાનુવાચ લખી દીધું છે, તેમને
ક્યારેય બાબા કહેવાશે શું? અથવા પતિત-પાવન કહેવાશે શું? જ્યારે મનુષ્ય પતિત-પાવન કહે
છે તો શ્રીકૃષ્ણ ને યાદ નથી કરતા તે તો ભગવાન ને યાદ કરે છે, પછી કહી દે છે
પતિત-પાવન સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ. કેટલો મૂંઝારો છે. બાપ કહે છે હું આપ
બાળકોને આવીને યથાર્થ રીતે બધા વેદો-શાસ્ત્રો વગેરે નો સાર બતાવું છું. પહેલાં-પહેલાં
મુખ્ય વાત સમજાવે છે કે તમે પોતાને આત્મા સમજો અને બાપ ને યાદ કરો તો તમે પાવન બનશો.
તમે છો ભાઈ-ભાઈ, પછી બ્રહ્મા ની સંતાન કુમાર-કુમારીઓ તો ભાઈ-બહેન થઈ ગયાં. આ બુદ્ધિ
માં યાદ રહે. અસલ માં આત્માઓ ભાઈ-ભાઈ છે, પછી અહીં શરીર માં આવવાથી ભાઈ-બહેન થઈ જાય
છે. એટલી પણ બુદ્ધિ નથી સમજવાની. એ આપણા આત્માઓ નાં પિતા છે તો આપણે ભાઈઓ થયાં ને?
પછી સર્વવ્યાપી કેવી રીતે કહે છે? વારસો તો બાળક ને જ મળશે, પિતા ને તો નથી મળતો.
બાપ પાસે થી બાળકને વારસો મળે છે. બ્રહ્મા પણ શિવબાબા નું બાળક છે ને? એમને પણ વારસો
એમની પાસે થી મળે છે. તમે થઈ જાઓ છો પૌત્રા-પૌત્રીઓ. તમને પણ હક છે. તો આત્મા નાં
રુપ માં બધા બાળકો છો પછી શરીર માં આવો છો તો ભાઈ-બહેન કહો છો. બીજો કોઈ સંબંધ નથી.
સદા ભાઈ-ભાઈ ની દૃષ્ટિ રહે, સ્ત્રી-પુરુષ નું ભાન પણ નીકળી જાય. જ્યારે મેલ-ફીમેલ (સ્ત્રી-પુરુષ)
બંને કહો છો ઓ ગોડ ફાધર તો ભાઈ-બહેન થયાં ને? ભાઈ-બહેન ત્યારે થાઓ છો જ્યારે બાપ
સંગમ પર આવીને રચના રચે છે. પરંતુ સ્ત્રી-પુરુષ ની દૃષ્ટિ ખૂબ મુશ્કેલી થી નીકળે
છે. બાપ કહે છે તમારે દેહી-અભિમાની બનવાનું છે. બાપ નાં બાળકો બનશે ત્યારે જ વારસો
મળશે. મામેકમ્ યાદ કરો તો સતોપ્રધાન બનશો. સતોપ્રધાન બન્યાં વગર તમે પાછાં
મુક્તિ-જીવનમુક્તિ માં જઈ નહીં શકો. આ યુક્તિ સંન્યાસી વગેરે ક્યારેય નહીં બતાવશે.
તે એવું ક્યારેય નહીં કહેશે કે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. બાપ ને કહેવાય છે
પરમપિતા પરમ આત્મા, સુપ્રિમ (સર્વોચ્ચ). આત્મા તો બધાને કહેવાય છે પરંતુ એમને પરમ
આત્મા કહેવાય છે. એ બાપ કહે છે - બાળકો, હું આવ્યો છું આપ બાળકો ની પાસે. મને બોલવા
માટે મુખ તો જોઈએ ને? આજકાલ જુઓ જ્યાં-ત્યાં ગૌમુખ જરુર રાખે છે. પછી કહે છે ગૌ-મુખ
થી અમૃત નીકળે છે. હકીકત માં અમૃત તો કહેવાય છે જ્ઞાન ને. જ્ઞાન-અમૃત મુખ થી જ નીકળે
છે. પાણી ની તો આમાં વાત નથી. આ ગૌ માતા પણ છે. બાબા આમનાં માં પ્રવેશ થયા છે. બાપે
આમનાં દ્વારા તમને પોતાનાં બનાવ્યાં છે, આમનાં માંથી જ્ઞાન નીકળે છે. તેમણે તો
પથ્થર નાં બનાવીને એમાં મુખ બનાવી દીધું છે, જ્યાંથી પાણી નીકળે છે. એ તો ભક્તિ નો
રિવાજ થઈ ગયો ને? યથાર્થ વાતો તમે જાણો છો. ભીષ્મ પિતામહ વગેરે ને તમે કુમારીઓએ બાણ
લગાવ્યાં (માર્યા) છે. તમે તો બ્રહ્માકુમાર-કુમારીઓ છો. તો કુમારી કોઈની હશે ને?
અધરકુમારી અને કુમારી બંને નાં મંદિર છે. પ્રેક્ટિકલ માં તમારું યાદગાર મંદિર છે
ને? હવે બાપ સમજાવે છે તમે જ્યારે બ્રહ્માકુમાર-કુમારીઓ છો તો ક્રિમિનલ એસોલ્ટ (પાપ
કર્મ) થઈ ન શકે. નહીં તો ખૂબ કડી (કઠોર) સજા થઈ જાય. દેહ-અભિમાન માં આવવા થી આ
ભૂલાઈ જાય છે કે આપણે ભાઈ-બહેન છીએ. આ પણ બી.કે. છે, આપણે પણ બી.કે. છીએ તો વિકાર
ની દૃષ્ટિ જઈ ન શકે. પરંતુ આસુરી સંપ્રદાય નાં મનુષ્ય વિકાર વગર રહી નથી શકતાં તો
વિઘ્ન નાખે છે. હમણાં આપ બ્રહ્માકુમાર-કુમારીઓ ને બાપ પાસે થી વારસો મળે છે. બાપ ની
શ્રીમત પર ચાલવાનું છે, પવિત્ર બનવાનું છે. આ છે આ વિકારી મૃત્યુલોક નો અંતિમ જન્મ.
આ પણ કોઈ જાણતા નથી. અમરલોક માં કોઈ વિકાર હોતાં નથી. તેમને કહેવાય જ છે સતોપ્રધાન
સંપૂર્ણ નિર્વિકારી. અહીં છે તમોપ્રધાન સંપૂર્ણ વિકારી. ગાયન પણ છે એ સંપૂર્ણ
નિર્વિકારી, અમે વિકારી, પાપી છીએ. સંપૂર્ણ નિર્વિકારીઓ ની પૂજા કરે છે. બાપે
સમજાવ્યું છે તમે ભારતવાસી જ પૂજ્ય થી પછી પુજારી બનો છો. આ સમયે ભક્તિ નો પ્રભાવ
ખૂબ છે. ભક્ત ભગવાન ને યાદ કરે છે કે આવીને ભક્તિ નું ફળ આપો. ભક્તિ માં શું હાલત
થઈ ગઈ છે. બાપે સમજાવ્યું છે મુખ્ય ધર્મ શાસ્ત્ર ૪ છે. એક તો છે ડિટીઝ્મ (દૈવીધર્મ),
આમાં બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ત્રણેય આવી જાય છે. બાપ બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે
છે. બ્રાહ્મણો ની ચોટલી છે સંગમયુગ ની. આપ બ્રાહ્મણ હવે પુરુષોત્તમ બની રહ્યાં છો.
બ્રાહ્મણ બન્યાં પછી દેવતા બનો છો. તે બ્રાહ્મણ પણ છે વિકારી. તે પણ આ બ્રાહ્મણો ની
આગળ નમસ્તે કરે છે. બ્રાહ્મણ દેવી-દેવતાય નમઃ કહે છે કારણકે સમજે છે તે બ્રહ્મા નાં
સંતાન હતાં, અમે તો બ્રહ્મા નાં સંતાન નથી. હમણાં તમે બ્રહ્મા નાં સંતાન છો. તમને
બધાં નમ: કરશે. તમે પછી દેવી-દેવતા બનો છો. હમણાં તમે બ્રહ્માકુમાર-કુમારીઓ બન્યાં
છો પછી બનશો દૈવીકુમાર-કુમારીઓ.
આ સમયે તમારું જીવન
ખૂબ-ખૂબ અમૂલ્ય છે કારણકે તમે જગત ની માતાઓ ગવાયેલી છો. તમે હદ થી નીકળી બેહદ માં
આવ્યાં છો. તમે જાણો છો આપણે આ જગત નું કલ્યાણ કરવા વાળા છીએ. તો દરેક જગતઅંબા
જગતપિતા થયાં. આ નર્ક માં મનુષ્ય ખૂબ દુઃખી છે, આપણે તેમની રુહાની સેવા કરવા આવ્યાં
છીએ. આપણે તેમને સ્વર્ગવાસી બનાવીને જ છોડીશું. તમે છો સેના, આને યુદ્ધ-સ્થળ પણ
કહેવાય છે. યાદવ, કૌરવ અને પાંડવ સાથે રહે છે. ભાઈ-ભાઈ છે ને? હવે તમારું યુદ્ધ
ભાઈ-બહેનો સાથે નથી, તમારું યુદ્ધ છે રાવણ સાથે. ભાઈ-બહેનો ને તમે સમજાવો છો,
મનુષ્ય થી દેવતા બનાવવા માટે. તો બાપ સમજાવે છે દેહ સહિત દેહ નાં સર્વ સંબંધ છોડવાનાં
છે. આ છે જૂની દુનિયા. કેટલાં મોટા-મોટા ડેમ (પાણી નાં બંધ), કેનાલ્સ (નહેર) વગેરે
બનાવે છે, કારણકે પાણી નથી. પ્રજા બહુ જ વધી ગઈ છે. ત્યાં તો તમે રહો જ છો ખૂબ થોડાં.
નદીઓ માં પાણી પણ ખૂબ રહે છે, અનાજ પણ ખૂબ હોય છે. અહીં તો આ ધરતી પર કરોડો મનુષ્ય
છે. ત્યાં આખી ધરતી પર શરુ માં ૯-૧૦ લાખ હોય છે, બીજા કોઈ ખંડ હોતાં જ નથી. તમે થોડા
જ ત્યાં રહો છો? તમને ક્યાંય જવાની પણ જરુર નથી રહેતી. ત્યાં છે જ બહારી મોસમ (વસંતઋતુ).
૫ તત્વ પણ કોઈ તકલીફ નથી આપતાં, ઓર્ડર (આદેશ) માં રહે છે. દુઃખ નું નામ નથી. તે છે
જ બહિશ્ત (સ્વર્ગ). હમણાં છે દોજક (નર્ક). આ શરુ થાય છે વચ્ચે થી. દેવતાઓ વામ માર્ગ
માં પડે છે તો પછી રાવણ નું રાજ્ય શરુ થઈ જાય છે. તમે સમજી ગયા છો-આપણે ડબલ સિરતાજ
પૂજ્ય બનીએ છીએ પછી સિંગલ તાજ વાળા બનીએ છીએ. સતયુગ માં પવિત્રતા ની પણ નિશાની છે.
દેવતાઓ તો બધા છે પવિત્ર. અહીં પવિત્ર કોઈ નથી. જન્મ તો છતાં પણ વિકાર થી લે છે ને
એટલે આને ભ્રષ્ટાચારી દુનિયા કહેવાય છે. સતયુગ છે શ્રેષ્ઠાચારી. વિકાર ને જ
ભ્રષ્ટાચાર કહેવાય છે. બાળકો જાણે છે સતયુગ માં પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો, હવે
અપવિત્ર થઈ ગયો છે. હવે ફરી પવિત્ર શ્રેષ્ઠાચારી દુનિયા બને છે. સૃષ્ટિ નું ચક્ર ફરે
છે ને? પરમપિતા પરમાત્મા ને જ પતિત-પાવન કહેવાય છે. મનુષ્ય કહી દે છે ભગવાન પ્રેરણા
કરે છે, હવે પ્રેરણા એટલે વિચાર, આમાં પ્રેરણા ની તો વાત જ નથી. એ સ્વયં કહે છે મારે
શરીર નો આધાર લેવો પડે છે. હું મુખ વગર શિક્ષા કેવી રીતે આપું? પ્રેરણા થી કોઈ
શિક્ષા અપાય છે શું? ભગવાન પ્રેરણા થી કાંઈ પણ નથી કરતાં. બાપ તો બાળકોને ભણાવે છે.
પ્રેરણા થી ભણતર થોડી જ થઈ શકે? બાપ સિવાય સૃષ્ટિ નાં આદિ, મધ્ય, અંત નાં રહસ્ય કોઈ
પણ બતાવી ન શકે. બાપ ને જ નથી જાણતાં. કોઈ કહે લિંગ છે, કોઈ કહે અખંડ જ્યોતિ છે.
કોઈ કહે બ્રહ્મ જ ઈશ્વર છે. તત્વ જ્ઞાની બ્રહ્મ જ્ઞાની પણ છે ને? શાસ્ત્રો માં
દેખાડી દીધું છે ૮૪ લાખ યોનિઓ. હવે જો ૮૪ લાખ જન્મ હોત તો કલ્પ ખૂબ મોટું જોઈએ. કોઈ
હિસાબ જ નીકળી ન શકે. તેઓ તો સતયુગ ને જ લાખો વર્ષ કહી દે છે. બાપ કહે છે આખું
સૃષ્ટિ ચક્ર જ ૫ હજાર વર્ષ નું છે. ૮૪ લાખ જન્મો માટે તો સમય પણ એટલો જોઈએ ને? આ
શાસ્ત્ર બધા છે ભક્તિ માર્ગ નાં. બાપ કહે છે હું આવીને તમને આ બધાં શાસ્ત્રો નો સાર
સમજાવું છું. આ બધી ભક્તિ માર્ગ ની સામગ્રી છે, આનાં થી કોઈ પણ મને પ્રાપ્ત નથી કરતાં.
હું જ્યારે આવું છું ત્યારે જ બધાને લઈ જાઉં છું. મને બોલાવે જ છે - હે પતિત-પાવન,
આવો. પાવન બનાવીને અમને પાવન દુનિયામાં લઈ જાઓ. પછી શોધવા માટે ધક્કા કેમ ખાઓ છો?
કેટલાં દૂર-દૂર પહાડો વગેરે પર જાય છે. આજકાલ તો કેટલાં મંદિર ખાલી પડ્યાં છે, કોઈ
જતું નથી. હવે આપ બાળકો ઊંચા માં ઊંચા બાપ ની બાયોગ્રાફી (જીવન કહાણી) ને પણ જાણી
ગયા છો. બાપ બાળકોને બધું જ આપીને પછી ૬૦ વર્ષ પછી વાનપ્રસ્થ માં બેસી જાય છે. આ
રિવાજ પણ હમણાં નો છે, તહેવાર પણ બધા આ સમય નાં છે.
તમે જાણો છો હમણાં
આપણે સંગમ પર ઉભા છીએ. રાત પછી ફરી દિવસ થશે. હમણાં તો ઘોર અંધકાર છે. ગાય પણ છે
જ્ઞાન સૂર્ય પ્રગટા… તમે બાપ ને અને રચના નાં આદિ-મધ્ય-અંત ને હવે જાણો છો. જેમ બાપ
નોલેજફુલ છે, તમે પણ માસ્ટર નોલેજફુલ થઈ ગયાં. આપ બાળકોને બાપ પાસે થી વારસો મળે છે
બેહદ નાં સુખ નો. લૌકિક બાપ પાસે થી તો હદ નો વારસો મળે છે, જેનાંથી અલ્પકાળ નું
સુખ મળે છે. જેને સંન્યાસી કાગ વિષ્ટા સમાન સુખ કહી દે છે. તેઓ પછી અહીં આવીને સુખ
માટે પુરુષાર્થ કરી ન શકે. તેઓ છે જ હઠયોગી, તમે છો રાજયોગી. તમારો યોગ છે બાપ ની
સાથે, તેમનો છે તત્વ ની સાથે. આ પણ ડ્રામા બનેલો છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) પાવન બનવા
માટે આપણે આત્મા ભાઈ-ભાઈ છીએ, પછી બ્રહ્મા બાપ નાં સંતાન ભાઈ-બહેન છીએ આ દૃષ્ટિ
પાક્કી કરવાની છે. આત્મા અને શરીર બંને ને જ પાવન સતોપ્રધાન બનાવવાનાં છે.
દેહ-અભિમાન છોડી દેવાનું છે.
2) માસ્ટર નોલેજફુલ
બની બધાને રચયિતા અને રચના નું જ્ઞાન સંભળાવી ને ઘોર અંધકાર માંથી કાઢવાનાં છે.
નર્કવાસી મનુષ્યો ની રુહાની સેવા કરી સ્વર્ગવાસી બનાવવાનાં છે.
વરદાન :-
માસ્ટર
જ્ઞાનસાગર બની જ્ઞાન ની ગહેરાઈ ( સૂક્ષ્મતા ) માં જવા વાળા અનુભવ રુપી રત્નો થી
સંપન્ન ભવ
જે બાળકો જ્ઞાન ની
ગહેરાઈ માં જાય છે તે અનુભવ રુપી રત્નો થી સંપન્ન બને છે. એક છે જ્ઞાન સાંભળવું અને
સંભળાવવું, બીજું છે અનુભવી મૂર્ત બનવું. અનુભવી સદા અવિનાશી અને નિર્વિઘ્ન રહે છે.
એમને કોઈ પણ હલાવી નથી શકતું. અનુભવી ની આગળ માયા ની કોઈ પણ કોશિશ સફળ નથી થતી.
અનુભવી ક્યારેય દગો નથી ખાઈ શકતાં. એટલે અનુભવો ને વધારતા દરેક ગુણ નાં અનુભવી
મૂર્ત બનો. મનન શક્તિ દ્વારા શુદ્ધ સંકલ્પો નો સ્ટોક જમા કરો.
સ્લોગન :-
ફરિશ્તા એ છે
જે દેહ નાં સૂક્ષ્મ અભિમાન નાં સંબંધ થી પણ ન્યારા છે.
અવ્યક્ત ઈશારા -
સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો
સંપૂર્ણ સત્યતા પણ
પવિત્રતા નાં આધાર પર હોય છે. પવિત્રતા નથી તો સદા સત્યતા રહી નથી શકતી. ફક્ત કામ
વિકાર અપવિત્રતા નથી પરંતુ એનાં બીજા પણ સાથી છે. તો મહાન પવિત્ર અર્થાત્ અપવિત્રતા
નું નામ-નિશાન ન હોય ત્યારે પરમાત્મ-પ્રત્યક્ષતા નાં બની શકશો.