18-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - અવગુણો ને કાઢવાનો પૂરો પુરુષાર્થ કરો , જે ગુણ ની ખામી છે એનો પોતામેલ રાખો , ગુણો નું દાન કરો તો ગુણવાન બની જશો”

પ્રશ્ન :-
ગુણવાન બનવા માટે કઈ પહેલી-પહેલી શ્રીમત મળેલી છે?

ઉત્તર :-
મીઠાં બાળકો - ગુણવાન બનવું છે તો - ૧. કોઈ નાં પણ દેહ ને ન જુઓ. પોતાને આત્મા સમજો. એક બાપ નું સાંભળો, એક બાપ ને જુઓ. મનુષ્ય મત ને ન જુઓ. ૨. દેહ-અભિમાન વશ એવી કોઈ એક્ટિવિટી (એવું કોઈ કર્તવ્ય) ન થાય જેનાથી બાપ નું તથા બ્રાહ્મણ કુળ નું નામ બદનામ થાય. ઉલ્ટી ચલન વાળા ગુણવાન નથી બની શકતાં. એમને કુળ કલંકિત કહેવાય છે.

ઓમ શાંતિ!
(બાપદાદા નાં હાથ માં મોતિઆ નાં ફૂલ હતાં) બાબા સાક્ષાત્કાર કરાવે છે, આવા સુગંધિત ફૂલ બનવાનું છે. બાળકો જાણે છે કે અમે ફૂલ બન્યા હતાં જરુર. ગુલાબ નાં ફૂલ, મોતીઆ નાં ફૂલ પણ બન્યા હતાં અથવા હીરા પણ બન્યા હતાં, હમણાં ફરી બની રહ્યા છીએ. આ છે સાચાં, પહેલાં તો હતાં ખોટાં. ખોટું જ ખોટું, સાચાં ની રત્તી પણ નથી. હમણાં તમે સાચાં બનો છો તો પછી સાચાં માં બધાં ગુણ પણ જોઈએ. જેટલાં જેમનામાં ગુણ છે, એટલાં બીજાઓને પણ દાન આપી આપસમાન બનાવી શકે છે, એટલે બાપ બાળકોને કહેતા રહે છે-બાળકો, પોતામેલ રાખો, પોતાનાં ગુણો નો. અમારામાં કોઈ અવગુણ તો નથી? દૈવી ગુણ માં શું ખામી છે? રાત્રે રોજ પોતાનો પોતામેલ કાઢો. દુનિયાનાં મનુષ્ય ની તો વાત જ અલગ છે. તમે હમણાં મનુષ્ય તો નથી ને? તમે છો બ્રાહ્મણ. ભલે મનુષ્ય તો બધાં મનુષ્ય જ છે. પરંતુ દરેક નાં ગુણો માં, ચલન માં ફરક પડે છે. માયા નાં રાજ્ય માં પણ કોઈ-કોઈ મનુષ્ય ખૂબ સારા ગુણવાન હોય છે, પરંતુ બાપ ને નથી જાણતાં. ખૂબ રિલિજિયસ માઈન્ડેડ (ધાર્મિક વિચારોનાં), નરમદિલ હોય છે. દુનિયામાં તો મનુષ્યો નાં ગુણોની વેરાઈટી છે. અને જ્યારે દેવતા બને છે તો દૈવી ગુણ તો બધામાં છે. બાકી ભણતર નાં કારણે પદ ઓછું થઈ જાય છે. એક તો ભણવાનું છે, બીજું અવગુણો ને કાઢવાનાં છે. આ તો બાળકો જાણે છે કે આપણે આખી દુનિયાથી ન્યારા છીએ. અહીં આ જેવી રીતે એક જ બ્રાહ્મણ કુળ બેસેલું છે. શુદ્ર કુળ માં છે મનુષ્ય મત. બ્રાહ્મણ કુળ માં છે ઈશ્વરીય મત. પહેલાં-પહેલાં તમારે બાપ નો પરિચય આપવાનો છે, તમે જણાવો છો ફલાણા વિવાદ કરે છે. બાબાએ સમજાવ્યું હતું, લખી દો અમે બ્રાહ્મણ અથવા બી.કે. છીએ ઈશ્વરીય મત પર તો સમજી જશે આમનાથી ઊંચા તો કોઈ જ નથી. ઊંચા માં ઊંચા છે ભગવાન, તો અમે એમનાં બાળકો પણ એમની મત પર છીએ. મનુષ્ય મત પર અમે ચાલતાં નથી, ઈશ્વરીય મત પર ચાલી અમે દેવતા બનીએ છીએ. મનુષ્ય મત બિલકુલ છોડી દીધી છે. પછી તમારી સાથે કોઈ વિવાદ કરી ન શકે. કોઈ કહે આ ક્યાંથી સાંભળ્યું? કોણે શીખવાડ્યું છે? તમે કહેશો અમે છીએ ઈશ્વરીય મત પર. પ્રેરણા ની વાત નથી. બેહદનાં બાપ ઈશ્વર પાસે થી અમે સમજ્યા છીએ. બોલો, ભક્તિ માર્ગ નાં શાસ્ત્ર-મત પર તો અમે ખુબ સમય ચાલ્યાં. હવે અમને મળી છે ઈશ્વરીય મત. તમારે બાળકોએ બાપની જ મહિમા કરવાની છે. પહેલાં-પહેલાં બુદ્ધિમાં બેસાડવાનું છે, અમે ઈશ્વરીય મત પર છીએ. મનુષ્ય મત પર અમે ચાલતાં નથી, સાંભળતા નથી. ઈશ્વરે કહ્યું છે હિયર નો ઈવિલ, સી નો ઈવિલ… મનુષ્ય મત. આત્મા ને જુઓ, શરીર ને ન જુઓ. આ તો પતિત શરીર છે. આને શું જોવાનું છે? આ આંખો થી આ ન જુઓ. આ શરીર તો પતિત નું પતિત જ છે. અહીં આ શરીર તો સુધરવાના નથી, વધારે જ જૂનાં થવાના છે. દિવસે-દિવસે સુધરે છે આત્મા. આત્મા જ અવિનાશી છે, એટલે બાપ કહે છે સી નો ઈવિલ. શરીર ને પણ નથી જોવાનું. દેહ સહિત દેહ નાં જે પણ સંબંધ છે, એને ભૂલી જવાનાં છે. આત્માને જુઓ, એક પરમાત્મા બાપ નું સાંભળો, એમાં જ મહેનત છે. તમે ફીલ કરો છો આ મોટો વિષય છે. જે હોશિયાર હશે, એમને પદ પણ એટલું ઊંચ મળશે. સેકન્ડ માં જીવન મુક્તિ મળી શકે છે. પરંતુ જો પૂરો પુરુષાર્થ નથી કર્યો તો પછી સજાઓ પણ ખૂબ ખાવી પડશે.

આપ બાળકો આંધળાઓની લાઠી બનો છો, બાપ નો પરિચય આપવા માટે. આત્માને જોઈ નથી શકાતો, જાણી શકાય છે. આત્મા કેટલો નાનો છે? આ આકાશ તત્વ માં જુઓ, મનુષ્ય કેટલી જગ્યા લે છે. મનુષ્ય તો આવતા-જતા રહે છે ને? આત્મા ક્યાંય આવે-જાય છે શું? આત્માની કેટલી નાની જગ્યા હશે! વિચારવા ની વાત છે. આત્માઓનું ઝુંડ હશે. શરીર ની તુલના માં આત્મા કેટલો નાનો છે, તે કેટલી થોડી જગ્યા લેશે! તમને તો રહેવા માટે ખૂબ જગ્યા જોઈએ. હમણાં આપ બાળકો વિશાળ બુદ્ધિ બન્યા છો. બાપ નવી વાતો સંભળાવે છે નવી દુનિયા માટે અને પછી બતાવવા વાળા પણ નવા છે. મનુષ્ય તો બધાં પાસેથી રહેમ માંગતા રહે છે. પોતાનામાં તાકાત નથી, જે પોતાનાં પર રહેમ કરે. તમને તાકાત મળે છે. તમે બાપ પાસેથી વારસો લીધો છે બીજા કોઈને રહેમદિલ નથી કહેવાતાં. મનુષ્ય ને ક્યારે દેવતા નથી કહી શકાતાં. રહેમદિલ એક જ બાપ છે, જે મનુષ્ય ને દેવતા બનાવે છે એટલે કહે છે પરમપિતા પરમાત્મા ની મહિમા અપરમઅપાર છે, એમનો પારાવાર નથી. હવે તમે જાણો છો, એમનાં રહેમ નો પારાવાર નથી. બાબા જે નવી દુનિયા બનાવે છે, એમાં બધુંજ નવું હોય છે. મનુષ્ય, પશુ, પક્ષી બધાં સતોપ્રધાન હોય છે. બાપે સમજાવ્યું છે તમે ઊંચ બનો છો તો તમારું ફર્નિચર પણ એવું ઊંચા માં ઊંચું ગવાયેલું છે. બાપ ને પણ કહેવાય છે ઊંચા માં ઊંચા, જેનાથી વિશ્વની બાદશાહી મળે છે. બાપ ચોખ્ખું કહે છે હું હથેળી પર બહિશ્ત લઈ આવું છું. તે લોકો હથેળી થી કેસર વગેરે કાઢે છે, અહીં તો ભણતર ની વાત છે. આ છે સાચ્ચું ભણતર. તમે સમજો છો આપણે ભણી રહ્યા છીએ. પાઠશાળા માં આવ્યા છીએ, પાઠશાળાઓ તમે ખૂબ ખોલો તો તમારી એક્ટિવિટી ને જુએ. કોઈ પછી ઉલ્ટી ચલન ચાલે છે તો નામ બદનામ કરે છે. દેહ-અભિમાન વાળા ની એક્ટિવિટી જ અલગ હશે. જોશે આવી એક્ટિવિટી છે તો પછી જેમ કે બધાં પર કલંક લાગી જાય છે. સમજે છે આમની એક્ટિવિટી માં તો કોઈ ફરક નથી એટલે બાપની નિંદા કરાવી ને? સમય લાગે છે. બધો દોષ એમનાં પર આવી જાય છે. મેનર્સ ખૂબ સારા જોઈએ. તમારા કેરેક્ટર્સ બદલવામાં કેટલો સમય લાગે છે. તમે સમજો છો કોઈ-કોઈ નાં કેરેક્ટર્સ ખૂબ સારા ફર્સ્ટક્લાસ હોય છે. તે દેખાશે પણ. બાબા એક-એક બાળકોને જુએ છે આમનામાં શું ખામી છે? જે નીકળવી જોઈએ. એક-એક ની તપાસ કરે છે. ખામીઓ તો બધામાં છે. તો બાપ બધાને જોતા રહે છે. રીઝલ્ટ જોતા રહે છે. બાપ નો તો બાળકો પર પ્રેમ રહે છે ને? જાણે છે આમનામાં આ ખામી છે, આ કારણે આ આટલું ઊંચું પદ મેળવી નહીં શકે. જો ખામીઓ ન નીકળી તો ખૂબ મુશ્કેલ છે. જોવાથી જ ખબર પડી જાય છે. આ તો જાણે છે કે હજી સમય બાકી છે. એક-એકની તપાસ કરે છે, બાપ ની નજર એક-એક નાં ગુણો પર પડશે. પૂછશે તમારામાં કોઈ અવગુણ તો નથી? બાબા આગળ તો સાચ્ચુ બતાવી દે છે. કોઈ-કોઈને દેહ-અભિમાન રહે છે તો નથી બતાવતાં. બાપ તો કહેતા રહે છે - જાતે જ જે કરે તે દેવતા. કહેવાથી કરે તે મનુષ્ય, જે કહેવાથી પણ ન કરે… બાબા કહેતા રહે છે જે પણ ખામીઓ છે આ જન્મ ની તે બાપ ની આગળ જાતે જ બતાવો. બાબા તો બધાને કહી દે છે ખામીઓ સર્જન ને બતાવવી જોઈએ. શરીર ની બીમારી નહીં, અંદર ની બીમારી બતાવવાની છે. તમારી પાસે અંદર શું-શું આસુરી વિચાર રહે છે? તો એનાં પર બાબા સમજાવશે. આ હાલત માં તમે એટલું ઊંચ પદ નહીં મેળવી શકશો, જ્યાં સુધી અવગુણ નીકળે, અવગુણ ખૂબ નિંદા કરાવે છે. મનુષ્ય ને વહેમ પડે છે-ભગવાન આમને ભણાવે છે? ભગવાન તો નામ રુપ થી ન્યારા છે, સર્વવ્યાપી છે, તે કેવી રીતે આમને ભણાવશે? આમની ચલન કેવી છે? આ તો બાપ જાણે છે-તમારા ગુણ કેવાં ફર્સ્ટ ક્લાસ હોવા જોઈએ? અવગુણ છુપાવી દેશો તો કોઈને એટલું તીર નહીં લાગશે એટલે જેટલું બની શકે પોતાનામાં અવગુણ જે છે એમને કાઢતા જાઓ. નોંધ કરો, અમારામાં આ-આ ખામી છે તો દિલ માં અંદર ખાશે. નુકસાન થાય છે તો દિલ ખાય છે. વેપારી લોકો પોતાનું ખાતું રોજ કાઢે છે-આજે કેટલો ફાયદો થયો? રોજ નું ખાતુ જુએ છે. આ બાપ પણ કહે છે રોજ પોતાની ચાલ જુઓ. નહીં તો પોતાનું નુકસાન કરી દેશો. બાપ ની ઈજ્જત ગુમાવી દેશો.

ગુરુ ની નિંદા કરાવવા વાળા ઠોર (પદ) ન મેળવે. દેહ-અભિમાની ઠોર નહીં મેળવી શકશે. દેહી-અભિમાની સારો ઠોર મેળવશે. દેહી-અભિમાની બનવા માટે જ બધાં પુરુષાર્થ કરે છે. દિવસે-દિવસે સુધરતા જાય છે. દેહ-અભિમાન થી જે કર્તવ્ય થાય છે, એને કાપતા રહેવાનું છે. દેહ-અભિમાન થી પાપ જરુર થાય છે એટલે દેહી-અભિમાની બનતા રહો. આ તો સમજી શકો છો જન્મતા જ રાજા કોઈ હોતાં નથી. દેહી-અભિમાની બનવામાં સમય તો લાગે છે ને? આ પણ તમે સમજો છો, હવે આપણે પાછા જવાનું છે. બાબાની પાસે બાળકો આવે છે. કોઈ ૬ મહિના પછી આવે, કોઈ ૮ આઠ મહિના પછી પણ આવે છે તો બાબા જુએ છે આટલાં સમય માં શું ઉન્નતિ થઈ છે? દિવસે-દિવસે થોડા સુધરતા રહે છે કે કંઈક દાળ માં કાળું છે? કોઈ ચાલતાં-ચાલતાં ભણતર છોડી દે છે. બાબા કહે છે આ શું, ભગવાન તમને ભણાવે છે ભગવાન-ભગવતી બનાવવા, આવું ભણતર તમે છોડી દો છો ? અરે! વર્લ્ડ ગોડ ફાધર ભણાવે છે, એમાં એબસન્ટ! માયા કેટલી પ્રબળ છે? ફર્સ્ટક્લાસ ભણતર થી તમારું મોઢું ફેરવી દે છે. ઘણાં છે જે ચાલતાં રહે છે, પછી ભણતર ને લાત મારી દે છે. તો તમે સમજો છો હવે આપણું મોઢું છે સ્વર્ગ તરફ, લાત છે નર્ક તરફ. તમે છો સંગમયુગી બ્રાહ્મણ. આ જૂની રાવણની દુનિયા છે. આપણે વાયા શાંતિધામ, સુખધામ તરફ જઈશું. બાળકોએ આ જ યાદ રાખવું પડે. સમય ખૂબ ઓછો છે, કાલે પણ શરીર છૂટી શકે છે. બાપ ની યાદ નહીં હશે તો પછી અંતકાળે… બાપ સમજાવે તો ખૂબ છે. આ બધી ગુપ્ત વાતો છે. નોલેજ પણ ગુપ્ત છે. આ પણ જાણે છે કલ્પ પહેલાં જેમણે જેટલો પુરુષાર્થ કર્યો છે, તે જ કરી રહ્યાં છે. ડ્રામા અનુસાર બાપ પણ કલ્પ પહેલાં ની જેમ સમજાવતા રહે છે, એમાં ફરક નથી પડી શકતો. બાપ ને યાદ કરતા રહો તો તમારા વિકર્મ વિનાશ થતા જાય. સજા ન ખાવી જોઈએ. બાપ સામે સજાઓ ખાશો તો બાપ શું કહેશે? તમે સાક્ષાત્કાર પણ કર્યા છે, એ સમયે માફ નથી કરી શકતાં. આમનાં દ્વારા બાપ ભણાવે છે તો એમનો જ સાક્ષાત્કાર થશે. આમનાં દ્વારા ત્યાં પણ સમજાવતા રહેશે-તમે આ-આ કર્યું પછી એ સમયે ખૂબ રડશો, રાડો પાડશો, અફસોસ પણ કરશો. સાક્ષાત્કાર વગર સજાઓ આપી ન શકે. કહેશે તમને આટલું ભણાવતા હતાં પછી આવાં-આવાં કામ કર્યા. તમે પણ સમજો છો રાવણ ની મત પર અમે કેટલાં પાપ કર્યા છે? પૂજ્ય થી પુજારી બની પડ્યા છીએ. બાપ ને સર્વવ્યાપી કહેતા આવ્યાં. આ તો પહેલા નંબર નું ઇન્સલ્ટ (ની નિંદા) છે. એનો હિસાબ-કિતાબ પણ ખૂબ છે. બાપ મીઠી ફરિયાદ કરે છે, તમે પોતાને કેવી રીતે ચમાટ મારી છે. ભારતવાસી કેટલાં નીચે પડ્યા છે? બાપ આવીને સમજાવે છે. હમણાં તમને કેટલી સમજ મળી છે! તે પણ નંબરવાર સમજે છે, ડ્રામા અનુસાર. પહેલાં પણ આ જ સમય સુધી નાં ક્લાસ નું આ રીઝલ્ટ હતું. બાપ બતાવશે તો ખરા ને? કે બાળકો પોતાની ઉન્નતિ કરતા રહો. માયા એવી છે જે દેહી-અભિમાની રહેવા નથી દેતી. આ જ મોટો વિષય છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જાય. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દેહ-અભિમાન માં આવવાથી પાપ જરુર થાય છે, દેહ-અભિમાની ને ઠોર નથી મળી શકતો, એટલે દેહી-અભિમાની બનવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે. કોઈ પણ કર્મ બાપ ની નિંદા કરાવવા વાળું ન હોય.

2. અંદરની બીમારીઓ બાપ ને સાચ્ચી-સાચ્ચી બતાવવાની છે, અવગુણ છૂપાવવાનાં નથી. પોતાની તપાસ કરવાની છે કે મારા માં કયા-કયા અવગુણ છે? ભણતર થી સ્વયં ને ગુણવાન બનાવવાનાં છે.

વરદાન :-
હદ ની રોયલ ઈચ્છાઓથી મુક્ત રહી સેવા કરવા વાળા નિ : સ્વાર્થ સેવાધારી ભવ

જેવી રીતે બ્રહ્મા બાપે કર્મ નાં બંધન થી મુક્ત, ન્યારા બનવાનું સબૂત આપ્યું. સિવાય સેવા અને સ્નેહ નાં બીજું કોઈ બંધન નથી. સેવા માં જે હદ ની રોયલ ઈચ્છાઓ હોય છે તે પણ હિસાબ-કિતાબ નાં બંધન માં બાંધે છે, સાચાં સેવાધારી આ હિસાબ-કિતાબ થી પણ મુક્ત રહે છે. જેવી રીતે દેહ નું બંધન, દેહ નાં બંધન નું બંધન છે, એવી રીતે સેવા માં સ્વાર્થ-આ પણ બંધન છે. આ બંધન થી તથા રોયલ હિસાબ-કિતાબ થી પણ મુક્ત નિ:સ્વાર્થ સેવાધારી બનો.

સ્લોગન :-
વાયદા ને ફાઈલ માં નહીં રાખો, ફાઈનલ બનીને દેખાડો.