18-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સર્વિસ સમાચાર સાંભળવાનો , વાંચવાનો પણ તમને શોખ જોઈએ , કારણ કે એનાથી ઉમંગ - ઉત્સાહ વધે છે , સર્વિસ કરવાનાં સંકલ્પ આવે છે”

પ્રશ્ન :-
સંગમયુગ પર બાપ તમને સુખ નથી આપતા પરંતુ સુખ નો રસ્તો બતાવે છે - શા માટે?

ઉત્તર :-
કારણ કે બાપ નાં બધાં બાળકો છે, જો એક બાળક ને સુખ આપે તો એ પણ ઠીક નથી. લૌકિક બાપ પાસેથી બાળકો ને બરોબર ભાગ મળે છે, બેહદનાં બાપ ભાગ નથી વહેંચતા, સુખ નો રસ્તો બતાવે છે. જે એ રસ્તા પર ચાલે છે, પુરુષાર્થ કરે છે, એમને ઊંચ પદ મળે છે. બાળકોએ પુરુષાર્થ કરવાનો છે, બધો આધાર પુરુષાર્થ પર છે.

ઓમ શાંતિ!
બાળકો જાણે છે બાપ મોરલી વગાડે છે. મોરલી બધાની પાસે જાય છે અને જે મોરલી વાંચીને સર્વિસ કરે છે એમનાં સમાચાર મેગેઝીન માં આવે છે. હવે જે બાળકો મેગેઝીન વાંચે છે, એમને સેન્ટર્સ નાં સેવા-સમાચાર ની ખબર પડશે - ફલાણી-ફલાણી જગ્યાએ આવી સર્વિસ થઈ રહી છે. જો વાંચશે જ નહીં તો એમને કંઈ પણ સમાચાર ની ખબર નહીં પડે અને પુરુષાર્થ પણ નહીં કરે. સેવા નાં સમાચાર સાંભળીને દિલમાં આવે છે હું પણ આવી સેવા કરું. મેગેઝીન થી ખબર પડે છે, આપણાં ભાઈ-બહેન કેટલી સેવા કરે છે. આ તો બાળકો સમજે છે - જેટલી સર્વિસ, એટલું ઊંચ પદ મળશે એટલે મેગેઝીન પણ ઉત્સાહ અપાવે છે સેવા માટે. આ કોઈ ફાલતું નથી બનતું. ફાલતું તે સમજે છે જે પોતે વાંચતા નથી. કોઈ કહે છે અમે શબ્દો નથી જાણતાં, અરે, રામાયણ, ભાગવત, ગીતા વગેરે સાંભળવા માટે જાય છે, આ પણ સાંભળવું જોઈએ. નહીં તો સર્વિસ નો ઉમંગ નહીં વધે. ફલાણી જગ્યાએ આ સર્વિસ થઈ. શોખ હોય તો કોઈને કહે તે વાંચીને સંભળાવે. ઘણાં સેન્ટર્સ પર એવાં પણ હશે જે મેગેઝીન નહીં વાંચતા હોય. ઘણાં છે જેમની પાસે તો સર્વિસ નું નામ-નિશાન પણ નથી રહેતું. તો પદ પણ એવું મેળવશે. આ તો સમજે છે રાજધાની સ્થાપન થઈ રહી છે, એમાં જે જેટલી મહેનત કરે છે, એટલું ઊંચ પદ મેળવે છે. ભણતર માં અટેન્શન નહીં આપશે તો ફેલ થઈ જશે. બધો આધાર છે આ સમય નાં ભણતર પર. જેટલું ભણશે અને ભણાવશે એટલો પોતાને જ ફાયદો છે. ઘણાં બાળકો છે જેમને મેગેઝીન વાંચવાનો વિચાર પણ નથી આવતો. તે પાઈ-પૈસા નું પદ મેળવી લેશે. ત્યાં આ વિચાર નથી રહેતા કે આમણે આ પુરુષાર્થ કર્યો છે ત્યારે આ પદ મળ્યું છે. ના. કર્મ-વિકર્મ ની વાતો બધું અહીં બુદ્ધિ માં છે.

કલ્પ નાં સંગમયુગ પર જ બાપ સમજાવે છે, જે નથી સમજતા તે તો જાણે પથ્થરબુદ્ધિ છે. તમે પણ સમજો છો આપણે તુચ્છ બુદ્ધિ હતાં પછી એમાં પણ પર્સન્ટેજ (ટકાવારી) હોય છે. બાબા બાળકો ને સમજાવતા રહે છે, હમણાં કળિયુગ છે, આમાં અપાર દુ:ખ હોય છે. આ-આ દુઃખ છે, જે સેન્સિબલ હશે તે ઝટ સમજી જશે કે આ તો ઠીક બોલે છે. તમે પણ જાણો છો કાલે આપણે કેટલાં દુઃખી હતાં, અપાર દુઃખો ની વચ્ચે હતાં. હવે પછી અપાર સુખો ની વચ્ચે જઈ રહ્યા છીએ. આ છે જ રાવણ રાજ્ય કળિયુગ - આ પણ તમે જાણો છો. જે જાણે છે પરંતુ બીજાઓને નથી સમજાવતા તો બાબા કહેશે કંઈ નથી જાણતાં. જાણે છે એવું ત્યારે કહે, જ્યારે સર્વિસ કરે, સમાચાર મેગેઝિન માં આવે. દિવસે-દિવસે બાબા ખૂબ સહજ પોઈન્ટ્સ પણ સંભળાવતા રહે છે. તે લોકો તો સમજે છે કળિયુગ હજી બાળક છે, જ્યારે સંગમ સમજે ત્યારે સરખામણી કરી શકે-સતયુગ અને કળિયુગ ની. કળિયુગ માં અપાર દુ:ખ છે, સતયુગ માં અપાર સુખ છે. બોલો, અપાર સુખ અમને બાળકો ને બાપ આપી રહ્યા છે જે અમે વર્ણન કરી રહ્યા છીએ. બીજું કોઈ એવું સમજાવી ન શકે. તમે નવી વાતો સાંભળો છો બીજા કોઈ તો આ પૂછી ન શકે કે તમે સ્વર્ગવાસી છો કે નર્કવાસી છો? આપ બાળકોમાં પણ નંબરવાર છે, એટલા પોઈન્ટ્સ યાદ નથી કરી શકતાં, સમજાવતી વખતે દેહ-અભિમાન આવી જાય છે. આત્મા જ સાંભળે તથા ધારણ કરે છે. પરંતુ સારા-સારા મહારથી પણ આ ભૂલી જાય છે. દેહ-અભિમાન માં આવીને બોલવા લાગી પડે છે, એવું બધાનું થાય છે. બાપ તો કહે છે બધાં પુરુષાર્થી છે. એવું નથી કે આત્મા સમજી વાત કરે છે. ના, બાપ આત્મા સમજી જ્ઞાન આપે છે. બાકી જે ભાઈ-ભાઈ છે તે પુરુષાર્થ કરી રહ્યા છે - એવી અવસ્થા માં રહેવાનો. તો બાળકોએ પણ સમજાવવાનું છે, કળિયુગ માં અપાર દુ:ખ છે, સતયુગ માં અપાર સુખ છે. હમણાં સંગમયુગ ચાલી રહ્યો છે. બાપ રસ્તો બતાવે છે, એવું નથી બાપ સુખ આપે છે. સુખ નો રસ્તો બતાવે છે. રાવણ પણ દુઃખ આપતો નથી, દુઃખ નો ઉલ્ટો રસ્તો બતાવે છે. બાપ નથી દુઃખ આપતાં, નથી સુખ આપતાં, સુખ નો રસ્તો બતાવે છે. પછી જે જેટલો પુરુષાર્થ કરશે એટલું સુખ મળશે. સુખ આપતા નથી. બાપ ની શ્રીમત પર ચાલવાથી સુખ મેળવે છે. બાપ તો ફક્ત રસ્તો બતાવે છે, રાવણ પાસે થી દુઃખ નો રસ્તો મળે છે. જો બાપ આપતા હોય તો પછી બધાને એક જેવો વારસો મળવો જોઈએ. જેવી રીતે લૌકિક બાપ પણ વારસો વહેંચે છે. અહીં તો જે જેવો પુરુષાર્થ કરે. બાપ રસ્તો ખૂબ સહજ બતાવે છે. આમ-આમ કરશો તો આટલું ઊંચ પદ મેળવશો. બાળકોએ પુરુષાર્થ કરવાનો હોય છે-હું સૌથી વધારે પદ મેળવું, ભણવાનું છે. એવું નથી કે આ ભલે ઊંચ પદ મેળવે, હું બેસી રહું. ના, પુરુષાર્થ પહેલાં. ડ્રામા અનુસાર પુરુષાર્થ જરુર કરવાનો હોય છે. કોઈ તીવ્ર પુરુષાર્થ કરે છે, કોઈ ડલ. બધો પુરુષાર્થ પર આધાર છે. બાપે તો રસ્તો બતાવ્યો છે-મને યાદ કરો. જેટલાં યાદ કરશો એટલાં વિકર્મ વિનાશ થશે. ડ્રામા પર છોડી નથી દેવાનું. આ તો સમજવાની વાત છે.

વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે. તો જરુર જે પાર્ટ ભજવ્યો છે તે જ ભજવવો પડે. બધાં ધર્મ ફરીથી પોતાનાં સમય પર આવશે. સમજો, ક્રિશ્ચન હમણાં સો કરોડ છે પછી એટલાં જ પાર્ટ ભજવવા આવશે. નથી આત્મા વિનાશ થતો, નથી એમનો પાર્ટ ક્યારેય વિનાશ થઈ શકતો. આ સમજવાની વાતો છે. જે સમજે છે તો સમજાવશે પણ જરુર. ધન દિયે ધન ન ખૂટે. ધારણા થતી રહેશે, બીજાઓને પણ સાહૂકાર બનાવતા રહેશે પરંતુ તકદીર માં નથી તો પછી પોતાને પણ વિવષ સમજે છે. ટીચર કહેશે તમે બોલી નથી શકતાં તો તમારી તકદીર માં પાઈ-પૈસા નું પદ છે. તકદીર માં નથી તો તદબીર (પુરુષાર્થ) શું કરી શકે? આ છે બેહદની પાઠશાળા. દરેક ટીચર નાં વિષય પોતાનાં હોય છે. બાપ ની ભણાવવાની રીત બાપ જ જાણે અને તમે બાળકો જાણો, બીજું કોઈ જાણી ન શકે. તમે બાળકો કેટલી કોશિશ કરો છો તો પણ જ્યારે કોઈ સમજે. બુદ્ધિમાં બેસતું જ નથી. જેટલાં નજીક આવતા જશો, દેખાય છે કે હોશિયાર થતા જશો. હવે મ્યુઝિયમ, રુહાની કોલેજ વગેરે પણ ખોલે છે. તમારું તો નામ જ ન્યારું છે રુહાની યુનિવર્સિટી. ગવર્મેન્ટ પણ જોશે. બોલો, તમારી છે શારીરિક યુનિવર્સિટી, આ છે રુહાની. રુહ ભણે છે. આખાં ૮૪ નાં ચક્ર માં એક જ વાર રુહાની બાપ આવીને રુહાની બાળકોને ભણાવે છે. ડ્રામા (ફિલ્મ) તમે જોશો પછી ૩ કલાક પછી હૂબહૂ રિપીટ થશે. આ પણ ૫ હજાર વર્ષ નું ચક્ર હૂબહૂ રિપીટ થાય છે. આ આપ બાળકો જાણો છો. તે તો ફક્ત ભક્તિ માં શાસ્ત્રો ને જ સાચાં સમજે છે. તમારે તો કોઈ શાસ્ત્ર નથી. બાપ સમજાવે છે, બાપ કોઈ શાસ્ત્ર વાંચે છે શું? તે તો ગીતા વાંચીને સંભળાવશે. ભણેલા તો મા નાં પેટ થી નહીં નીકળશે. બેહદનાં બાપ નો પાર્ટ છે ભણાવવાનો. પોતાનો પરિચય આપે છે. દુનિયા ને તો ખબર જ નથી. ગાય પણ છે-બાપ જ્ઞાન નાં સાગર છે. શ્રીકૃષ્ણ માટે નથી કહેતા જ્ઞાન નાં સાગર છે. આ લક્ષ્મી-નારાયણ જ્ઞાન-સાગર છે શું? ના. આ જ વન્ડર છે, આપણે બ્રાહ્મણ જ આ જ્ઞાન સંભળાવીએ છીએ શ્રીમત પર. તમે સમજાવો છો આ હિસાબ થી અમે બ્રાહ્મણ જ પ્રજાપિતા બ્રહ્માનાં સંતાન થયાં. અનેકવાર બન્યા હતાં, ફરી બનીશું. મનુષ્યો ની સમજ માં જ્યારે આવશે ત્યારે માનશે. તમે જાણો છો કલ્પ-કલ્પ અમે પ્રજાપિતા બ્રહ્માનાં સંતાન એડૉપ્ટેડ બાળકો બનીએ છીએ. જે સમજે છે તે નિશ્ચયબુદ્ધિ પણ થઈ જાય છે. બ્રાહ્મણ બન્યા વગર દેવતા કેવી રીતે બનશે? દરેકની બુદ્ધિ પર છે. સ્કૂલમાં એવું હોય છે-કોઈ તો સ્કોલરશિપ લે, કોઈ ફેલ થઈ જાય છે. પછી નવેસર થી ભણવું પડે. બાપ કહે છે વિકાર માં પડ્યા તો કરેલી કમાણી ચટ થઈ, પછી બુદ્ધિ માં બેસશે નહીં. અંદર ખાતું રહેશે.

તમે સમજો છો આ જન્મ માં જે પાપ કર્યા છે, એની તો બધાને ખબર છે. બાકી પહેલાં જન્મો માં શું કર્યુ છે તે તો યાદ નથી. પાપ કર્યા જરુર છે. જે પુણ્ય આત્મા હતાં તે જ પછી પાપ આત્મા બને છે. હિસાબ-કિતાબ બાપ સમજાવે છે. ઘણાં બાળકો છે, ભૂલી જાય છે, ભણતા નથી. જો ભણે તો જરુર ભણાવે પણ. કોઈ ડલ બુદ્ધિ હોશિયાર બુદ્ધિ બની જાય, કેટલું ઊંચું ભણતર છે? આ બાપ નાં ભણતર થી જ સૂર્યવંશી-ચંદ્રવંશી વંશજ બનવાનું છે. તે આ જન્મ માં જ ભણીને ઊંચ પદ મેળવી લે છે. તમે તો જાણો છો કે આ ભણતર નું પદ પછી નવી દુનિયામાં મળે છે. તે કોઈ દૂર નથી. જેવી રીતે કપડા બદલાય છે એવી રીતે જ જૂની દુનિયા ને છોડી જવાનું છે નવી દુનિયામાં. વિનાશ પણ થશે જરુર. હમણાં તમે નવી દુનિયાનાં બની રહ્યા છો. પછી આ જૂનો ચોલો છોડી દેવાનો છે. નંબરવાર રાજધાની સ્થાપન થઈ રહી છે, જે સારી રીતે ભણશે તે જ પહેલાં સ્વર્ગ માં આવશે. બાકી પાછળ આવશે. સ્વર્ગ માં થોડી આવી શકશે? સ્વર્ગમાં જે દાસ-દાસીઓ હશે તે પણ દિલ પર ચઢેલા હશે. એવું નથી કે બધાં આવી જશે. હમણાં રુહાની કોલેજ વગેરે ખોલતા રહે છે, બધાં આવીને પુરુષાર્થ કરશે. જે ભણતર માં ઊંચા આગળ જશે, તે ઊંચ પદ મેળવશે. ડલ બુદ્ધિ ઓછું પદ મેળવશે. બની શકે છે, આગળ ચાલી ડલ બુદ્ધિ પણ સારો પુરુષાર્થ કરવા લાગી જાય. કોઈ સમજદાર બુદ્ધિ નીચે પણ ચાલ્યા જાય છે. પુરુષાર્થ થી સમજાય છે. આ બધો ડ્રામા ચાલી રહ્યો છે. આત્મા શરીર ધારણ કરી અહીં પાર્ટ ભજવે છે, નવો ચોલો ધારણ કરી નવો પાર્ટ ભજવે છે. ક્યારે શું? ક્યારે શું બને છે? સંસ્કાર આત્મામાં હોય છે. જ્ઞાન બહાર જરા પણ કોઈની પાસે નથી. બાપ જ્યારે આવીને ભણાવે ત્યારે જ જ્ઞાન મળે. ટીચર જ નથી તો જ્ઞાન ક્યાંથી આવે? તે છે ભક્ત. ભક્તિમાં અપાર દુખ છે, મીરા ને ભલે સાક્ષાત્કાર થયો પરંતુ સુખ થોડી હતું? શું બીમાર નહીં પડી હોય? ત્યાં તો કોઈ પ્રકાર નાં દુઃખ ની વાત જ હોતી નથી. અહીં અપાર દુ:ખ છે, ત્યાં અપાર સુખ છે. અહીં બધાં દુઃખી હોય છે, રાજાઓને પણ દુઃખ છે ને? નામ જ છે દુઃખધામ. તે છે સુખધામ. સંપૂર્ણ દુઃખ અને સંપૂર્ણ સુખ નો આ છે સંગમયુગ. સતયુગ માં સંપૂર્ણ સુખ, કળિયુગ માં સંપૂર્ણ દુઃખ. દુઃખ ની જે વેરાઈટી છે તે બધાની વૃદ્ધિ થતી રહે છે. આગળ ચાલી કેટલું દુઃખ થતું રહેશે? અથાહ દુઃખનાં પહાડ પડશે.

તે લોકો તો તમને બોલવાનો સમય ખૂબ થોડો આપે છે. બે મિનિટ આપે તો પણ સમજાવો, સતયુગ માં અપાર સુખ હતું જે બાપ આપે છે. રાવણ પાસે થી અપાર દુઃખ મળે છે. હવે બાપ કહે છે કામ પર જીત મેળવો તો જગતજીત બનશો. આ જ્ઞાન નો વિનાશ નથી થતો. થોડું પણ સાંભળ્યું તો સ્વર્ગ માં આવશો. પ્રજા તો ખૂબ બનવાની છે. ક્યાં રાજા, ક્યાં રંક. દરેકની બુદ્ધિ પોત-પોતાની છે. જે સમજીને બીજાઓને સમજાવે છે, તે સારું પદ મેળવે છે. આ સ્કૂલ પણ મોસ્ટ અનકોમન (અલગ) છે. ભગવાન આવીને ભણાવે છે. શ્રીકૃષ્ણ તો છતાં પણ દૈવી ગુણો વાળા દેવતા છે. બાપ કહે છે હું દૈવી ગુણો અને આસુરી ગુણો થી ન્યારો છું. હું તમારો બાપ આવું છું ભણાવવાં. રુહાની જ્ઞાન સુપ્રીમ રુહ જ આપે છે. ગીતા નું જ્ઞાન કોઈ દેહધારી મનુષ્ય કે દેવતાએ નથી આપ્યું. વિષ્ણુ દેવતાય નમઃ કહે છે, તો કૃષ્ણ કોણ? દેવતા કૃષ્ણ જ વિષ્ણુ છે-આ કોઈ જાણતું નથી. તમારામાં પણ ભૂલી જાય છે. પોતે પૂરું સમજેલા હોય તો બીજાઓને પણ સમજાવે. સર્વિસ કરીને સબૂત લઈ આવે ત્યારે સમજે કે સર્વિસ કરી એટલે બાબા કહે છે લાંબા-લાંબા સમાચાર ન લખો, તે ફલાણા આવવાના છે, આવું કહીને ગયા છે… આ લખવાની જરુર નથી. ઓછું લખવાનું હોય છે. જુઓ, આવ્યા, રહે છે? સમજીને અને સર્વિસ કરવા લાગે ત્યારે સમાચાર લખો. કોઈ-કોઈ પોતાનો શો ખૂબ કરે છે. બાબાને દરેક વાત નું રીઝલ્ટ જોઈએ. એવાં તો ઘણાં આવે છે બાબાની પાસે, પછી ચાલ્યા જાય છે, એનાથી શું ફાયદો? એને બાબા શું કરે? ન એમનો ફાયદો, ન તમારો. તમારા મિશન ની વૃદ્ધિ તો થઈ નથી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ વાત માં વિવષ નથી થવાનું. સ્વયં માં જ્ઞાન ને ધારણ કરી દાન કરવાનું છે. બીજાઓની પણ તકદીર જગાડવાની છે.

2. કોઈની સાથે પણ વાત કરતી વખતે સ્વયં ને આત્મા સમજી આત્મા સાથે વાત કરવાની છે. જરા પણ દેહ-અભિમાન ન આવે. બાપ પાસે થી જે અપાર સુખ મળ્યા છે, તે બીજાને વહેંચવાના છે.

વરદાન :-
દિલ અને દિમાગ બંને નાં બેલેન્સ થી સેવા કરવા વાળા સદા સફળતા મૂર્ત ભવ

ઘણી વાર બાળકો સેવામાં ફક્ત દિમાગ યુઝ કરે છે પરંતુ દિલ અને દિમાગ બંને ને મિલાવી ને સેવા કરો તો સેવા માં સફળતામૂર્ત બની જશો. જે ફક્ત દિમાગ થી કરે છે એમનાં દિમાગ માં થોડો સમય બાપ ની યાદ રહે છે કે હા, બાબા જ કરાવવા વાળા છે પરંતુ થોડાં સમય પછી ફરી તે જ હું-પણું આવી જશે. અને જે દિલ થી કરે છે એમના દિલ માં બાબા ની યાદ સદા રહે છે. ફળ મળે જ છે દિલ થી સેવા કરવાનું. અને જો બંને નું બેલેન્સ છે તો સદા સફળતા છે.

સ્લોગન :-
બેહદ માં રહો તો હદ ની વાતો સ્વત: સમાપ્ત થઈ જશે.