18-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
દુનિયામાં જે પ્રકાર ની આશાઓ મનુષ્ય રાખે છે તે આશાઓ તમારે નથી રાખવાની , કારણકે આ
દુનિયા વિનાશ થવાની છે”
પ્રશ્ન :-
સંગમયુગ પર કઈ આશ રાખો
તો બધી આશાઓ સદા માટે પૂરી થઈ જશે?
ઉત્તર :-
અમારે પાવન બની, બાપ ને યાદ કરી એમનાથી પૂરો વારસો લેવાનો છે - ફક્ત આ જ આશ હોય. આ
જ આશ થી સદા માટે બધી આશાઓ પૂરી થઈ જશે. આયુષ્યવાન ભવ, પુત્રવાન ભવ, ધનવાન ભવ... બધાં
વરદાન મળી જશે. સતયુગ માં બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે.
ગીત :-
તુમ્હીં હો
માતા, તુમ્હીં પિતા હો…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો અર્થાત્ આત્માઓ પ્રત્યે પરમપિતા પરમાત્મા આ સમજાવી રહ્યાં છે. તમે જાણો
છો બેહદનાં બાપ આપણને વરદાન આપી રહ્યાં છે. તે લોકો આશીર્વાદ આપે છે - પુત્રવાન ભવ,
આયુષ્યવાન ભવ, ધનવાન ભવ. હવે બાપ તમને વરદાન આપે છે - આયુષ્યવાન ભવ. તમારી આયુ ખુબ
મોટી થશે. ત્યાં પુત્ર પણ થશે તો તે પણ સુખ આપવા વાળો હશે. અહીં જે પણ બાળકો છે,
દુઃખ આપવા વાળા છે. સતયુગ માં જે બાળકો હશે, સુખ આપવા વાળા હશે. હમણાં આપ બાળકો જાણો
છો બેહદ નાં બાપ બેહદ સુખ નો વારસો આપી રહ્યાં છે. બરોબર આપણે આયુષ્યવાન, ધનવાન પણ
બનીશું. હમણાં કોઈ પણ કામના (ઈચ્છા) દિલ માં નથી રાખવાની. તમારી બધી કામનાઓ સતયુગ
માં પૂરી થઈ થવાની છે. આ નર્ક માં કોઇ પણ ઈચ્છા નથી રાખવાની. ધન ની પણ કામના નહીં
રાખો. ખુબ ધન હોય, મોટી નોકરી મળે - આ પણ વધારે તમન્ના નથી રાખવાની. પેટ તો એક પા
રોટલી ખાય છે, વધારે લોભ માં નથી રહેવાનું. વધારે ધન હશે તો તે ખતમ થઈ જવાનું છે.
બાળકો જાણે છે બાબા આપણને સ્વર્ગ નાં માલિક બનાવે છે. હમણાં બાપ કહે છે - દે દાન તો
છૂટે ગ્રહણ. કયું દાન આપો? આ ૫ વિકાર છે. આ દાન માં આપવાનાં છે તો ગ્રહચારી છૂટી
જાય અને તમે સોળે કળા સંપૂર્ણ બની જાઓ. તમે જાણો છો આપણે સર્વગુણ સંપન્ન, સોળે કળા
સંપૂર્ણ… અહીં બનવાનું છે. ૫ વિકારો નું દાન આપવું પડે છે. બાળકો ને બાપ કહે છે -
બાળકો આશ કોઈ પણ નહીં રાખો, સિવાય બેહદ નાં બાપ થી બેહદનો વારસો લેવાની. બાકી થોડો
સમય છે, ગવાય પણ છે - બહુજ ગઈ થોડી રહી. બાકી થોડો સમય આ વિનાશ માં છે એટલે આ જૂની
દુનિયાની કોઈ આશ નહીં રાખો. ફકત બાપ ને યાદ કરતાં રહો. યાદ થી બાળકોએ સતોપ્રધાન
બનવાનું છે. આ દુનિયામાં મનુષ્ય જે આશ રાખે છે તે કાંઈ પણ નહીં રાખો. આશ ફક્ત
રાખવાની છે એક શિવબાબા થી આપણે પોતાનાં સ્વર્ગ નો વારસો લઈએ. કોઈને પણ ક્યારેય દુઃખ
નથી આપવાનું. એક-બીજા નાં ઉપર કામ કટારી ચલાવવી - આ સૌથી મોટું દુઃખ છે એટલે
સંન્યાસી લોકો સ્ત્રી થી અલગ થઈ જાય છે. કહે છે આમણે છોડી દીધું છે. આ સમયે રાવણ
રાજ્ય માં બધાં પતિત, પાપ આત્માઓ છે.
હમણાં સમય બહુજ ઓછો
છે, તમે જો બાપ ની શ્રીમત પર નહીં ચાલશો તો શ્રેષ્ઠ નહીં બનશો. બાળકોએ ઊંચે થી ઊંચું
બનવાનું છે એટલે ૫ વિકારો નું દાન આપવાનું છે તો આ ગ્રહણ છૂટી જશે. બધાનાં ઉપર
ગ્રહચારી છે, બિલકુલ જ કાળા બની ગયાં છે. બાપ કહે છે - જો મારી પાસેથી વારસો લેવો
છે તો પાવન બનો. દ્વાપર થી લઈને તમે પતિત બનતાં-બનતાં સતોપ્રધાન થી તમોપ્રધાન બની
ગયાં છો, ત્યારે તો ગાઓ છો પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો. તો બાપ ફરમાન કરે
છે - બાળકો, હવે પતિત નહીં બનો, કામ મહાશત્રુ ને જીતો, એનાથી જ તમે આદિ-મધ્ય-અંત
દુઃખ ને પામ્યાં છો. બાપ કહે છે - તમે સ્વર્ગમાં બિલકુલ પવિત્ર હતાં. હમણાં રાવણ ની
મત પર તમે પતિત બન્યાં છો, ત્યારે તો દેવતાઓની આગળ જઈને એમની મહિમા ગાઓ છો કે આપ
સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી અને અમે વિકારી છીએ. નિર્વિકારી હોવાથી સુખ જ
સુખ છે. બાપ કહે છે - હવે હું આવ્યો છું, આપ બાળકોને નિર્વિકારી બનાવવાં. હમણાં આપ
બાળકોએ બધી ઈચ્છાઓ છોડવાની છે. પોતાનો ધંધોઘોરી વગેરે ભલે કરો. અને એક-બીજા ને
જ્ઞાન અમૃત પીવડાવો. ગવાય પણ છે - અમૃત છોડી વિષ કેમ ખાઈએ? બાપ કહે છે કોઇ પણ કામના
નહીં રાખો. આપણે યાદ ની યાત્રા થી પૂરા સતોપ્રધાન બની જઈશું. ૬૩ જન્મ જે પાપ કર્યા
છે, તે યાદ થી જ ખલાશ થશે. હવે નિર્વિકારી બનવાનું છે. ભલે માયા નાં તોફાન આવે પરંતુ
પતિત નથી બનવાનું. મનુષ્ય થી દેવતા બનવાનું છે. તમે જ સતોપ્રધાન પૂજ્ય દેવતા હતાં
પછી તમે જ પૂજય થી પૂજારી બનો છો. આપણે નિરોગી હતાં પછી રોગી બનીએ છીએ હવે ફરીથી
નિરોગી બની રહ્યાં છીએ. જ્યારે નિરોગી હતાં તો આયુ મોટી હતી. હમણાં તો જુઓ
બેઠાં-બેઠાં મનુષ્ય મરી જાય છે. તો કોઈ પણ આશ નથી રાખવાની. આ બધી છી-છી આશાઓ છે.
કાંટા થી ફૂલ બનવા માટે તો એક જ ફર્સ્ટ ક્લાસ આશ છે - બાપ કહે છે મને યાદ કરો તો
પુણ્ય આત્મા બની જશો. આ સમયે બધાનાં ઉપર રાહુ નું ગ્રહણ છે. આખા ભારત પર રાહુ નું
ગ્રહણ છે. પછી જોઈએ - બ્રહસ્પતિ ની દશા. તમે જાણો છો હવે આપણા ઉપર બ્રહસ્પતિ ની દશા
બેઠી છે. ભારત સ્વર્ગ હતું ને. સતયુગ માં તમારા ઉપર બ્રહસ્પતિ ની દશા હતી. આ સમયે
છે રાહુ ની દશા. હવે ફરી બેહદનાં બાપ થી બ્રહસ્પતિ ની દશા મળે છે. બ્રહસ્પતિ ની દશા
માં ૨૧ જન્મો નું સુખ રહે છે. ત્રેતા માં છે શુક્ર ની દશા. જેટલું જે યાદ કરશે,
બહુજ યાદ કરશે તો બ્રહસ્પતિ ની દશા થશે. આ પણ સમજાવી દીધું છે હવે બધાએ પાછું ઘરે
જવાનું છે એટલે બાપ ને યાદ કરતાં રહો તો વિકર્મ વિનાશ થાય અને તમે ઉડવા લાયક બનો.
માયાએ તમારી પાંખો કાપી નાખી છે. હમણાં તમને મળે છે ઇશ્વરીય મત, જેનાથી તમે સદા સુખી
બનો છો. ઈશ્વરીય મત પર તમે સ્વર્ગ નાં માલિક બનો છો. વિશ્વ ની બાદશાહી લઈ રહ્યાં
છો. ઈશ્વરીય મત મળે છે કે બાપ ને યાદ કરો તો અંત મતિ સો ગતિ થઈ જશે. યાદ થી જ
વિકર્મ વિનાશ થઇ જશે, પવિત્ર બની જશો. પવિત્ર આત્મા જ સ્વર્ગ નાં લાયક બનશે. ત્યાં
તમારું શરીર પણ નિરોગી હશે, આયુ પણ મોટી હશે. ધન પણ ખુબ હશે. ત્યાં ક્યારેય ધર્મ નો
બાળક નથી બનાવતાં. બાપ કહે છે - આયુષ્યવાન ભવ, સંપત્તિવાન ભવ. પુત્ર પણ એક જરુર હશે.
આ સમયે બાપ બધાને ધર્મ નાં બાળક બનાવે છે. તો પછી સતયુગ માં કોઈ ધર્મ નો બાળક હોતો
નથી. એક બાળક, એક બાળકી છે યોગબળ થી. પૂછે છે ત્યાં બાળકો કેવી રીતે જન્મશે? ત્યાં
છે જ યોગબળ. ડ્રામા માં નોંધ છે. સતયુગ માં બધાં યોગી છે. શ્રીકૃષ્ણ ને યોગેશ્વર
કહેવાય છે. એવું નથી કે શ્રીકૃષ્ણ યોગ માં રહે છે. તે તો પૂરા પવિત્ર યોગી છે.
ઈશ્વરે બધાને યોગેશ્વર બનાવ્યાં છે તો ભવિષ્ય માં યોગી રહે છે. બાપે યોગી બનાવ્યાં
છે. યોગીઓની આયુ લાંબી હોય છે. ભોગી ની આયુ ઓછી હોય છે. ઈશ્વરે બાળકો ને પવિત્ર
બનાવી યોગ શીખવાડીને દેવતા બનાવ્યાં છે, એમને કહેવાય છે યોગી. યોગી અથવા ઋષિ પવિત્ર
હોય છે. તમને સમજાવ્યું છે - તમે છો રાજઋષિ. રાજ્યોગ શીખી રહ્યાં છો, રાજાઈ પદ
મેળવવા માટે. આ સમયે બાપ ને યાદ કરવાનાં છે, અહીં કોઈ ઉલ્ટી આશ નથી રાખવાની કે બાળકો
જન્મે. તો પણ વિકાર માં જવું પડે ને, કામ કટારી ચલાવવી પડે. દેહ-અભિમાની કામ-કટારી
ચલાવે છે. દેહી-અભિમાની કામ-કટારી નથી ચલાવતાં. બાપ સમજાવે છે પવિત્ર બનો. આત્માઓથી
વાત કરે છે, હવે આ કામ-કટારી નહીં ચલાવો. પવિત્ર બનો તો તમારા બધાં દુઃખ દૂર થઈ જશે.
તમને સ્વર્ગ નાં માલિક બનાવે છે. બાપ કેટલું સુખ આપે છે. બાપ પાસેથી તો પૂરો વારસો
લેવો જોઈએ.
બાપ તો ગરીબ નિવાઝ
છે. ગવાય પણ છે સુદામાએ બે ચપટી ચોખા આપ્યાં તો મહેલ મળી ગયાં. બાબા ૨૧ જન્મો માટે
વારસો આપી દે છે. આ પણ સમજો છો - હવે બધાએ પાછા જવાનું છે. શિવબાબા ની સ્થાપના નાં
કાર્ય માં જેટલી જે મદદ કરે. ઘર માં યુનિવર્સિટી કે હોસ્પિટલ ખોલો. બોર્ડ પર લખી
દો, બહેનો અને ભાઈઓ, ૨૧ જન્મ માટે, સદા સ્વસ્થ અને સંપત્તિવાન બનવું છે તો આવીને
સમજો. અમે એક સેકન્ડ માં સદા સ્વસ્થ સંપત્તિવાન બનવાનો રસ્તો બતાવીએ છીએ. તમે સર્જન
છો ને. સર્જન બોર્ડ તો જરુર લગાવે છે, નહીં તો મનુષ્યો ને કેવી રીતે ખબર પડે? તમે
પણ પોતાનાં ઘર ની બહાર બોર્ડ લગાવી દો. કોઈ પણ આવે એમને બે બાપ નું રહસ્ય સમજાવો.
હદ નાં બાપ પાસેથી હદનો વારસો લેતાં આવ્યાં છો. બેહદ નાં બાપ કહે છે - મામેકમ્ યાદ
કરો તો બેહદ નો વારસો મળશે. પ્રોજેક્ટર, પ્રદર્શન માં પહેલાં આ સમજાવો. આ પુરુષાર્થ
થી તમે આ બનશો. હમણાં છે સંગમ. કળિયુગ થી સતયુગ બનવાનો છે. તમે ભારતવાસી સતોપ્રધાન
હતાં, હમણાં તમોપ્રધાન બન્યાં છો. હવે બાપ કહે છે - મને યાદ કરો તો તમે સ્વર્ગ નાં
માલિક બનશો. શબ્દ જ બે છે. અલ્ફ ને યાદ કરો તો બે બાદશાહી તમારી. આ યાદ થી ખુશી માં
રહેશો, આ છી-છી દુનિયામાં કોઈ પણ પ્રકાર ની આશ નહીં રાખો. અહીં તમે પુરુષાર્થ કરો
છો - જીવતેજીવ મરવા માટે. તેઓ તો મરવાનાં પછી કહે છે સ્વર્ગવાસી થયાં. તમે બધાને કહો
છો અમે સ્વર્ગવાસી બનવા માટે બાપ ને યાદ કરીએ છીએ. એનાથી બેહદ નું સુખ મળે છે. બાપ
ને યાદ કરવાથી તમે ક્યારેય રડશો કે કુટશો નહીં. તોફાન માયા નાં આવે છે, એનો વિચાર
નહીં કરો. માયા નાં તોફાન તો આવશે. આ છે યુદ્ધ. સંકલ્પ-વિકલ્પ આવે છે, તો નકામો સમય
જાય છે. તોફાન તો પસાર થઈ જશે, સદૈવ થોડી રહેશે! સવારે ઊઠીને બાપ ને યાદ કરવાનાં
છે, બાપ પાસેથી વારસો લેવાનો છે. આ ધૂન અંદર લાગી રહે. બાપ બીજી કોઈ તકલીફ નથી આપતાં.
ફક્ત બાપ ને યાદ કરવાનાં છે. બીજા બધાને ભૂલી જાઓ, આ બધાં મરેલાં છે. આપસ માં આ જ
વાતો કરતાં રહો. બાબા હવે તો ફક્ત તમને જ યાદ કરીશું. તમારા થી સ્વર્ગ નો વારસો લઈશું.
સમય રાખી દો - અમે ૩-૪ વાગે જરુર ઊઠીને બાપ ને યાદ કરીશું. ચક્ર પણ યાદ રાખવાનું
છે. બાપે આપણને રચતા અને રચનાનું જ્ઞાન આપ્યું છે. આપણે આ મનુષ્ય સૃષ્ટિ ઝાડ ને
જાણીએ છીએ. આપણે ૨૧ જન્મ કેવી રીતે લઈએ છીએ - આ બુદ્ધિ માં છે. હવે ફરી આપણે જઈએ
છીએ, સ્વર્ગમાં ફરી થી આવીને પાર્ટ ભજવશું. આપણે આત્મા છીએ, આત્મા ને જ રાજ્ય મળે
છે. બાપ ને યાદ કરવાથી વારસાનાં હકદાર બની જઈએ છીએ. આ રાજ્યોગ છે. બાપ ને યાદ કરીએ
છીએ. બેહદ નાં બાપ દ્વારા અનેકવાર વિશ્વ નાં માલિક બનીએ છીએ, પછી નર્કવાસી બનીએ છીએ.
હવે ફરી સ્વર્ગવાસી બનીએ છીએ - એક બાબાની યાદ થી. બાપ ની યાદ થી જ પાપ ભસ્મ થઈ જશે
એટલે આને યોગ અગ્નિ કહેવાય છે. તમે બ્રાહ્મણ છો રાજઋષિ, ઋષિ હંમેશા પવિત્ર હોય છે,
બાપ ને યાદ કરે અને રાજાઈ નો વારસો લે છે. હવે થોડી વિકાર માટે આશ રાખવાની છે. આ
છી-છી આશ છે. હમણાં તો પારલૌકિક બાપ પાસેથી વારસો લેવાનો છે. બીમાર હોવાં છતાં પણ
યાદ કરી શકો છો. બાપ ને પણ બાળકો પ્રિય હોય છે. બાબા ને કેટલાં બાળકો ને પત્ર વગેરે
લખવાં પડે છે. શિવબાબા લખાવડાવે છે. તમે પણ પત્ર લખો છો - શિવબાબા કેયર ઓફ બ્રહ્મા.
આપણે બધાં શિવબાબા નાં બાળકો ભાઈઓ છીએ. રુહાની બાપ આવીને આપણને પાવન બનાવે છે, એટલે
કહેવાય છે - પતિત-પાવન. બધા આત્માઓ ને પાવન બનાવે છે. કોઈને પણ છોડતા નથી, પ્રકૃતિ
પણ પાવન બને છે. તમે જાણો છો સતયુગ માં પ્રકૃતિ પણ પાવન હશે. હમણાં શરીર પણ પતિત છે
ત્યારે તો ગંગા માં શરીર ધોવાં જાય છે, પરતું આત્મા તો પાવન થતો નથી. તે તો થશે -
યોગ અગ્નિ થી. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ કળિયુગી
દુનિયામાં કોઈ પણ ઉલ્ટી આશ નથી રાખવાની. સંપૂર્ણ સતોપ્રધાન બનવા માટે ઈશ્વરીય મત પર
ચાલવાનું છે.
2. પાવન બનીને પાછું
ઘરે જવાનું છે, આ જ એક આશ રાખવાની છે. અંત મતી સો ગતિ. માયા નાં તોફાનો માં સમય નથી
ગુમાવવાનો.
વરદાન :-
સદા પાવરફુલ
વૃત્તિ દ્વારા બેહદ ની સેવા માં તત્પર રહેવા વાળા હદ ની વાતો થી મુક્ત ભવ
જેવી રીતે સાકાર બાપ
ને સેવા સિવાય કંઈ પણ દેખાતું નહોતું, એવી રીતે આપ બાળકો પણ પોતાની પાવરફુલ વૃત્તિ
દ્વારા બેહદ ની સેવા પર સદા તત્પર રહો તો હદ ની વાતો સ્વતઃ ખતમ થઈ જશે હદ ની વાતો
માં સમય આપવો આ પણ ગુડ્ડીઓનો ખેલ છે જેમાં સમય અને એનર્જી વેસ્ટ જાય છે એટલે
નાની-નાની વાતો માં સમય અથવા જમા કરેલી શક્તિઓ વ્યર્થ નહીં ગુમાવો.
સ્લોગન :-
સેવા માં સફળતા
પ્રાપ્ત કરવી છે તો બોલ અને ચાલ-ચલન પ્રભાવશાળી હોય.
અવ્યક્ત ઇશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો .
સમય પ્રમાણ હવે સર્વ
બ્રાહ્મણ આત્માઓને સમીપ લાવતા જ્વાળા સ્વરુપ નું વાયુમંડળ બનાવવાની સેવા કરો, એના
માટે ભલે ભઠ્ઠીઓ કરો અથવા પરસ્પર સંગઠિત થઈને રુહરિહાન કરો પરંતુ જ્વાળા સ્વરુપ નો
અનુભવ કરો અને કરાવો, આ સેવા માં લાગી જાઓ તો નાની-નાની વાતો સહજ પરિવર્તન થઈ જશે.